શનિવાર, 29 ઑક્ટોબર, 2016

૨૦. જયંતી-ઉત્સવ


શાયરશ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ ૨૦જયંતી-ઉત્સવ
મુંબઈમાં લોકોમાં સામુદાયિક કુતૂહલ જગવવું  કાંઈ સહેલું નથીને કુતૂહલ જગવ્યા પછી એને શમાવવું  તો એનાથીયે સહેલું નથીકેટલાય સમયથી મુંબઈમાં કુતૂહલ જાગ્યું હતું 
ચતુરદાસ છે કોણ ? ક્યા અગોચર પ્રદેશમાંથી  ધૂમકેતુ નીકળી આવ્યો છે ? ' મુંબઈ શહેર ધૂમકેતુઓની આકસ્મિક મુલાકાતોથી તો અજાણ નથીએના આકાશમાં કંઈયે વાર ઘડી બે ઘડી
ધૂમકેતુઓ ચમકી જાય છે ને પાછા ગેબ પણ થઈ જાય છેએની એને નવાઈ નથીએનું એને કોઈ અચરજ પણ નથીપણ  તો એક અચરજનો આરંભ થયો હતોઅચાનક આકાશમાંથી
એકદા વાત પડી કે કોઈ ચતુરદાસ નામના માણસે ગુજરાતી ભાષાનો અભ્યાસ વધારવાનેએના કવિઓને યોગ્ય સહાય કરવાને અને લોકોને ઉપયોગી થાય એવા ગ્રંથો તૈયાર કરવા કરાવવાને રૂપિયા એક લાખની રકમ કાઢી છે
 આખી વાત અચરજ ઉપજાવે એવી હતીકોઈ માણસ ધર્મશાળા બંધાવેસદાવ્રત બંધાવેનાની મોટી ઇસ્પિતાલ બાંધેપાંજરાપોળમાં પૈસા આપે....  સખાવત કહેવાયસાચી સખાવત
કહેવાયસરકાર એની કદર કરેમોટા શેઠિયા એની કદર કરેહાહજી કોઈ અંગ્રેજી શાળા પણ નીકળી શકેને  કેળવણીનો પ્રચાર કહેવાયપણ  શું વળી ? ગુજરાતી ભાષાનો પ્રચાર ?
ભાષાનો પ્રચાર શું ? વાત શી ?  તો ઘેર ઘેર બૈરા  બોલે છે નેએમાં ઝઘડે છે ને એમાં ગાળો દે છેએમાં લગ્નના ગીત ગાય છેને મૂઆ પાછળ મરસિયા યે એમાં ગાય છેએમાં પ્રચાર 
શું ?  ભાષા જાણનારને ક્યાંય નોકરી થોડી મળવાની છે ? સરકારમાં કોઈ પટાવાળા તરીકેય ઊભો ના રાખે ! બાકી લાખ રૂપિયામાં તો એક સારી હાઈસ્કૂલ ઊભી થાયએમાં બસો-પાંચસો
 છોકરા ભણતા થાયઅંગ્રેજી ભણીને કાલે ઠેકાણે પડતા થાયસરકારને કારકુનો ઘણા જોઈએ છેપચીસ - ત્રીસ વર્ષે પેન્શન પણ મળેપણ  ગુજરાતી ભાષાનો પ્રચાર ? વાત હસવાજોગ
હતીપણ રૂએક લાખ હસવાજોગ  હતાને જે માણસ પોતાની બેવકૂફમાં બેવકૂફ વાતને રૂપિયા એક લાખનું પીઠબળ આપી શકે  માણસ પણ હસવાજોગ  ગણાયપણ  
ચતુરદાસ છે કોણ ? ક્યાંનો છે ?
 એક અજાયબી શંઇ નહિ ત્યાં તો નાના મોટા કવિતાઓના ગ્રંથો ઉપર ગ્રંથો ગુજરાતીમાં પ્રગટ થવા લાગ્યા. પહેલાં માણસો હસવા લાગ્યાંગુજરાતીમાં કવિતા !  કાંઈ વર્ડ્ઝવર્થ કે શેલીને તોલે આવે ખરી કે ? વર્ડ્ઝવર્થ અને શેલીનાં કાવ્યો વાંચ્યાં તો બહુ થોડાએ હતાંબીજાઓ તો જેમ અંગ્રેજી પોષાક પહેરીને પોતાને અંગ્રેજ માનતા થયા હતા તેમ બે ચાર અંગ્રેજ કવિઓનાં નામો મોઢેથી બોલીને
ગુજરાતી ભાષાનો ઉપહાસ કરવાનો પોતાને અધિકાર પ્રાપ્ત થયેલો માનતાગુજરાતીમાં તો 
માણભટ્ટનાં આખ્યાન હોયવાર તહેવારે ગાવાની ગરબી હોય કે નવરાતના રાસડા હોયએમાં 
કાંઈ અધ્યતન કવિતા હોય ? આવા મત દાખવનારા ઘણા હતા બધાયે કે બધામાંથી કોઈએ નરસિંહમીરાંપ્રેમાનંદ કે દયારામને વાંચ્યા હતા એમ  હતુંપરંતુ એમનો એક જરૂરી 
મત હતો કે જે તેઓ વાંચતા નથી વાંચવા જેવું હોતું નથીને જેને સાહેબ લોકની સમંતિની મહોરછાપ  લાગે  કાંઇ ઉપયોગનું હોતું નથી
પરંતુ એમનેય મોડે મોડે એક વાત સ્વીકારવી પડી કે  નામ વગરના કવિએ કામ તો ભારે મજાનું કર્યું છેએની કવિતામાં શેલી જેવું દર્દ છેવર્ડ્ઝ્વર્થ જેવી રસિકતા છેગોલ્ડસ્મિથ 
જેવી પ્રાસાદિકતા છેને એમણે આટલું  કબૂલ કર્યું કે  ગનીમત હતુંકેમકે એમના મત પ્રમાણે પરદેશીઓ સાથે સરખાવી  શકાય એવી કોઈએ સ્વદેશી વાતમાં સત્વ પણ  હતું.
 તો ગમે તેમ હોપરંતુ  પણ પેલા ચતુરદાસનું કામ હતુંએણે  નામ વગરના કવિની કવિતાઓ ઢગલા મોઢે છપાવી હતીને લગભગ લૂંટાવી કહી શકાય એમ છૂટે હાથે વહેંચી
અને વેચી હતીસાહેબ લોકોને માનપત્ર આપી શકાયસારી નાત જમાડી શકાયએકાદ સાહેબના નામ ઉપર એકાદ બાગ સ્થાપી શકાયએકાદ સાહેબના નામનું બાવલું ઊભું કરી 
શકાય બધા જાહેર સેવાના સ્વીકારેલા માર્ગ
ને  કોઈક બાપકમાઉ નવલશા હીરજી ગુજરાતી કવિતાઓની ચોપડીઓ છપાવતો હતો ને જેને તેને વેચતો હતોવહેંચતો હતો ! ને અચરજમાં એક ઓર અચરજદરેક ચોપડીના પહેલાં 
પાન ઉપર લખ્યું હતું કે  '  કવિતાઓ અનાયાસે મારા હાથમાં આવી ચડી છે ને મારો ધર્મ સમજીને મેં પ્રગટ કરી છે કવિતાઓના લખનારા કવિનું નામ કે ઠામ હું જાણતો નથી
પરંતુ કોઈ ભાઈ મને એમની પિછાન આપશે તો આભારી થઈશ કવિને મેં એકવાર જોયા છેપછી ક્યાંય જોયા નથીકોઈ ભાઈ મને એનાં દર્શન કરાવી આપશે તો હું ૠણી થઈશ.'
 પણ એક અજાયબી  ને !
ચતુરદાસ શેઠની મુંબઈમાં પેઢી તો હતીપેઢીમાં એમના મુનીમ કામ કરતા વાત પછી મુનીમની કામગીરી ઘણી વધી ગઈ હતીએની પાસે ચિત્રવિચિત્ર નામો આવવા માંડ્યાં ને જેટલાં નામો આવે એની દરેકની ખાત્રી તજવીજ કરવાનો મુનીમને હુકમ હતોકવિતાઓ વાંચીને પછી એક બે માણસને અનામીને સ્થાને પોતાનું નામ મુકાવી દેવાની હોંસ જાગી હતી
પણ પિછાન કરવાની કોણ જાણે મુનીમ પાસે કોઈક એવી છૂપી ચાવી હતી કે કોઈ કરતાં કોઈ  મુરાદ પૂરી કરી શક્યું  હતુંપરંતુ એવી એક શોધ ચાલી રહી છે અને શોધ ગંભીર છે  
વાત કુતૂહલ જગવવાને માટે પૂરતી હતી બધું હજી થાળે  બેઠું ત્યાં ગુજરાતમાં મોટો દુકાળ પડ્યો દુકાળમાં ચતુરદાસ શેઠે ભારે કરીગરીબગુરબાને તો અનાજ મળેએમને 
માટે ક્યાંક ક્યાંક રોજીઓ ખૂલી હતીક્યાંક ક્યાંક મોટા નાનાં કામો તળાવો વગેરે શરૂ થયા હતાંપરંતુ નિશાળના માસ્તરોનાના મોટા દુકાનદારોવાણોતેરો કારીગરોએક બહોળો વર્ગ
એવો હતો કે જે ક્યાંય રોજીએ જઈ ના શકેમાગવા જઈ ના શકેકમાનાર એક ને ખાનાર ઘણાંચતુરદાસની મુંબઈની પેઢીનાં માણસો આવા માણસોની શોધમાં ફરતાં ને એવાં માણસોને
ઘેર બીજાઓને ગંઘ સરખી  આવે એમ અનાજની ગુણો પહોંચી જતી
ને એણે લોકોની અજાયબીમાં માનભાવનો ઉમેરો કર્યોનાપણ સાચો શેઠિયો તો ખરોખોટી નામના ને ખોટા જશ ને ખાલી સરકારી રજવાડી માનનો ભૂખ્યો  શેઠિયો નહિ ધન 
વાપરી તો જાણે ખરો.   છે કોણ ભાઈ ? 
અરેતમને ખબર નથી ?  વલસાડનો વતની છેવલસાડમાં  ટિકિટચેકર હતો ! અરેએને ટિકિટ ચેક કરતો જોનારા માણસો આજ વલસાડમાં હયાત છેએની સાથે નોકરી કરનારા
માણસો આજ હજી પણ નોકરી કરે છેએક દી એને ભાગ્યનો સાદ પડ્યોનોકરી છોડી ને મલબાર ગયોત્યાં લાકડામાં ને નાળિયેરમાં સારું કમાયોત્યાંથી લંકા ગયોત્યાંથી જાવા ગયો.
 ને મસાલા ને ચાહમણાં નવીસવી જાવાઈ ખાંદ આવવા માંડી છે નેએમાં અઢળક કમાયોભાઈ ! વેપાર તો નિમિત્ત છેભાગ્ય આપવા માંડે છે ત્યારે  નાળિયેરમાંથીય આપે છે ને
 ખાંડમાંથીય આપે છેઅરેકાંઇ  હોય તો જમીનમાંથીય દાટેલાં ઘન મેળવી દે છેવેપાર તો નિમિત્ત છેમાત્રમોટી વાત તકદીરની છે. તકદીર હોય ટાંટિયાતોડ કરીને તૂટી
જાય તોય કંઇ  વળેને તકદીર હોય તો સૂતેલાને ઉઠાડીને ક્યાંનો ક્યાં લઈ જઈને એને ખોબે ને ખોબે બસ આપવા  માંડે છેબાકી ક્યાં ટિકિટચેકર ને ક્યાં  શેઠિયા જેવો શેઠિયો.ક્યાં વલસાડ ને ક્યાં જાવા હવે  ચતુરદાસ શેઠ પરદેશમાંથી પાછા આવી મુંબઈમાં વસવાટ કરવાના છેભૂલેશ્વર ઉપર એમનો મોટો બંગલો બંધાય ચેએના આવવાની તારીખ પણ નક્કી છેએની બોટ પણ નક્કી છેએમનો નવો બંગલો પણ તૈયાર થઈ ગયો છેમુંબઈ જેને ઉપાડી લે છે એને ફૂલથી ઉપાડી લે છેચતુરદાસ શેઠને એમનું કુટુંબ જ્યારે મુંબઈના ધક્કા ઉપર ઊતર્યું ત્યારે એમને લેવાને માટે કેવળ એમના મુનીમ ને એમની પેઢી સાથે સંબંધ રાખનાર શેઠિયાઓ માત્ર નહોતાક્તુહલથી પ્રેરાયેલું લોકોનું ટોળું પણ હતું ને  દેખાય  ચતુરદાસ શેઠ ! જોયાને ! કપાળ જેટલું ઝગારા મારે છે ! અને  એમની પાછળ ઊતર્યાં  એમના પત્નીનામ ચંચળબહેનકાનમાં કાંપ છે  સાચા હીરાના છે હોંહોય કેમ  હોય ? શેઠિયા માણસ છે કે વાત છે ? 
 એમની મોટી છોકરી કમળા એનો ્છોકરો રતનદાસને  બીજાં બે-ત્રણ છે એમનાં નામો જાણમાં નથીબધા પરદેશમાં  જન્મ્યા છેસુવાવડ પણ 
પરદેશમાં. શુમ કામ  હોય ?
શેઠિયા માણસને શું કમી ના હોયહા કહેતા હજાર દાયણ હાથ જોડીને ઊભી રહેકેમ  ઊભી રહેદામ કરે કામ ને બીબી કરે સલામમા ને દીકરી તો જાણે સોને ને હીરેથી મઢ્યાં છે ને ?
 શેઠ સાવ સાદાને લાગે છે  ગરવાધન કમાવવું મુશ્કેલ છેપણ કમાયેલું ધન વાપરવું  તો વધારે મુશ્કેલ છેધન ઉપર હજાર જણનાં છાનાં આંસુ ને મૂંગી ગાળ હોય છે. એવા ધન ઉપર લોક્નો આશીર્વાદ મેળવવો  કાંઈ જેવી તેવી વાત છે ? પૂર્વજ્ન્મનાં મોટાં પુણ્ય હોય તો  ભવમાં ધન મળેપણ પચાસેક પૂર્વ જન્મનાં એક સામટાં પુણ્ય હોય તો   
ધન ઉપર લોકના આશીર્વાદ ઊતરેધનપતિ તો  દેશમાં હજારો વર્ષમાં લાખો થઈ ગયા છેપણ કેટલાંના નામ લોકને  મોઢે છે ? જૂના કાળના જગતશેઠજગડુશા ને ભામાશાછે કોઈ 
બીજું નામ યાદ ?  ચતુરશેઠ પણ એજ હેડીનો સમજવો
આવા ચિત્રવિચિત્ર કુતૂહલની વચ્ચે શેઠ ને એમનું કુટુંબ એમનાં નવા બંગલામાં ગયુંમાણસો વિખરાયામહેમાનો વિખરાયોબંગલામાં શેઠ અને એમનું કુટુંબ રાત રહ્યાં
કેમ ભાઈ !' ચતુરદાસ પોતાના પુત્ર રતનદાસને કહ્યું  ' જોયું ને મુંબઈ ? '
હાજી.'
હવે તમે ને મોટી બેન જાઓઆપણો બંગલો જુઓ.'
ચતુરદાસે રતનદાસને વિદાય આપીને રતનદાસ 'કમુબેનકમુબેન'ની બૂમો પાડતો દોડતો ગયો એની પાછળ શેઠ સંતોષથી જોઈ રહ્યાબાળકો ગયાંએટલે ચતુરદાસ ખાટ ઉપર હીંચકવા
લાગ્યા   ' કેમ છો ચંચળ શેઠાણી ! '
અરે કોઈ સાંભળશે ? તમે આમ ઘાંટા શું કાઢતા હશો ?'
કેમ  કાઢું ? ઘાંટા કાઢીશ ને બરાબર ઘાંટા કાઢીશકેમ વલસાડની રેલ્વેની ઓરડીઓ યાદ આવે છે ? '
સાચું કહું છું હોમારું તો મન નહોતું માનતુંપણ તમે મને એવી સાણસાંઆં લીધી કે  ' કાં તુ આપધાત કર ને કાં હું આપઘાત કરું ?' ભગવાનનો પાડ કે બધું સીધેસીધું ઊતર્યું ! '
ભગવાનનો પાડ સાડી સાતવારપણ ભગવાન પછી તો ખરો પાડ માનવાનો છે આપણે પેલા કવિરાજનોએની કવિતા મને મળે નહિછોકરાં વાંચે નહિમને સંભળાવે નહિઃ ને મને બસ સાહસ કરી છૂટવાનું મન થાય નહિ.'
પછી તમને એનો કાંઇ પત્તો  મળ્યો કે ? ' ચંચળે સાહજિક હમદર્દીથી પૂછયું  ' પણ તમે એને બિચારાને માથે કેવું કર્યું ?' ચતુરદાસ એકદમ ગંભીર થઈ ગયાએકદમ ઉદાસ થઈ ગયા
એક દીર્ધ નિશ્વાસ એમના મુખમાંથી નીકળી ગયો  ' તારા બોલ મને ઠપકો આપે છેવાજબી ઠપકો આપે છેપણ  કાળજું મને રોજ સૂતાં ને જાગતાં જે ઠપકો આપે છે   તને કેમ 
વર્ણવી બતાવું ? અરેરે ! એક સાંકડા દિલની ને ભોઈની પટલાઈ જેવી હવાલદારીના તોરમાં મેં એના ઉપર હાથ ઉપાડ્યોમાણસને જો પાપની સજા મળતી  હોય તો મારા હાથે તો કોઢ 
નીકળવો જોઈએ. '
દુશ્મનનેય  નીકળેતમે આવું કેમ બોલો છો ?'
ભગવાન દયાળુ છેચંચળ ! એના દરબારમાં પશ્વાત્તાપને પણ અવકાશ છેહવે તો  હાથે થાય એટલું પુણ્ય કરવુંને કોણ  જાણે પણ એમ કરતાં કરતાં પણ મને કોઈક દિવસ ભગવાન
એનો ભેટો કરાવી દેશે. '
ચંચળે પતિને મોઢેથી આવી વાત આજ પહેલાં કેટલીયે વાર સાંભળિ હતીને  વાતો સાંભળી સાંભળીને એને પણ  અનામી માનવી ઉપર કરૂણા ઉપજી હતી એટલે કહ્યું  'પુણ્યે પાપ 
ઠેલાયતમે એનો અફસોસ ક્યાં સુધી કરશો ?'
અફસોસ  કરું તો શું કરું ? ને અફસોસ કરીને  શું કરું ?  એવું ચક્ર છે કે હું એનો પાર  નથી પામી શકતો.જો મેં એમને હડધૂત  કર્યા હોત તો મને એની કવિતાઓ મળ્ત નહિ
તો હું મારાં બાળકોને  ઓળખી શકતતને   ઓળખી શકતમારી જાતનેય  ઓળખી શકતમારા દેશનેય  ઓળખી શકતને હજીયે તને ગાળો દેતો દેતો વલસાડમાં ટિકિટો
માગતો દિવસ કાપતો હોતતો હું વલસાડ છોડવાનો વિચાર સરખો  કરતસાહસ કરત નહિતને ને બાળકોને દેશપરદેશ જોવા  મળતઆજ હું  શેઠ હોત તું શેઠાણી હોત
  બંગલો હોત  વેપાર હોતકાંઈ   હોતકેવળ મહાથાકમહાકંટાળો અને મહાજડતામાં દિવસો પૂરા કરતાં હોત.' 
તમારા મનમાં આવું છે ને એટલે ભગવાન કોઈક દિવસ તમને મેળાપ કરાવશે ખરો'
તમારા મનમાં આવું છે ને એટલે ભગવાન કોઈક દિવસ તમને મેળાપ કરાવશે ખરો. ' 
ઓહ ! ક્યારે આવશે  દિન-કે જ્યારે હું  મહાપુરુષના પગમાં પડીને એની માફી માંગું એની 
ગરીબીમાંથી એમને ઉગારું મહાકવિને છાજે એવા સરસ કો નદી કાંઠો દરિયાકાંઠે ફૂલો
ના બગીચાવાળા તપોવન જેવા આવાસમાં એમને સ્થાપુંઆજ મને એની સુરતમુરત યાદ નથી આવતીચંચળ પણ એનો કંગાલ દિદાર તો મારા કાળજામાં શૂળ ભોંકે છે એના સ્પર્શ માત્ર
થી મારો કથીર જેવો સંસાર સુધરી ગયોપણ એના સંસારનું શું હશે ?  એની કવિતા મને ફ્ળે ને એને પોતાને ભૂખે મારે  કેવો ન્યાય !બસમને કવિએ ઘણું દીધું છેઆટલું કવિને હું આપી
શકું તો મારી જાતને ધન્ય માનુંમારી બાયડી આજ શેઠાણિ થઈને ફરેને એમનાં પત્નીનું શું હશે ? '
ભગવાન સહુને ભૂખ્યાં ઉઠાડે છે કોઈને ભૂખ્યાં સુવરાવતો નથીએનેય એનું નસીબ હશેએની પત્નીને  એનું નસીબ હશેઆપણે પુરુષાર્થ કરીએ બીજું શું થાય આપણાથી ? '
જાણે છે ચંચળઆજ શી તિથિ છેઆજ  દિવસ છે જે દિવસે મેં પામર માણસે એક દેવતાને હડધૂત કર્યો હતોઆજ  દિવસ છે જે દિવસે જેને મેં પસ્તી માનવાની બેવકૂફી કરી હતી.
 પારસમણિ મારે હાથ આવ્યો હતોતને ખબર તો છે ને કે દર વરસે  દિવસે હું ઉપવાસ કરું છુંસરસ્વતીની આરાધના કરું છુંમા પાસે એના પુત્રની ભાળ માગું છું. '
તમે ઉપવાસ કરો છો વરસમાં એક દિવસપણ  આને માટે કરતા હશો  મને ખબર નહોતી ! '
આને માટે  . દર વરસે તો આપણે પરદેશમાં હોઇએ એટલે હું એકલો મારી આરાધના કરતોહવે હું દેશમાં આવ્યો છું તે હવે જાહેરમાં આરાધના કરીશ. '
જાહેરમાં એટલે ?'
આજ રાતે આપણા બંગલાના ચોકમાં હું કવિરાજની કવિતાઓ વાંચીશએમની અસલ પોથી મેં જીવની જેમ જાળવી રાખી છે એનું પૂજન કરીશસારા મુંબઈ શહેરમાંથી જે કોઈ ભાવિકને 
આવવું હશે  બધા આવી શકશે એમને માટે ચાહ-નાસ્તાનો બ્ંદોબસ્ત થશેઅમે કવિતા વાંચશુંકવિતા ચર્ચશુંતમે આજ ખાવાપીવાની ને દીવાબત્તીની ને  બધી સગવડ કરાવજો
જાહેર આમંત્રણની હું સગવડ કરાવીશ ! '
ભલેપણ તમે બેસશો ક્યાં સુધી ?'
'હું તો આખી રાત બેસીશબાકી તો જેને જ્યાં સુધી બેસવું હોય ત્યાં સુધી બેસશે. ' 
તો હું  બેસીશ. '
બેસજોલાજમલાજાના વહેમ તો આપણે પરદેશમાં રાખ્યા નહોતા ને આંહી રાખવાના નથીને તમે બેસશો તો બીજી બહેનો પણ વહેલી મોડી આવતી થશેએટલો કવિનો સંદેશ વધારે 
ફેલાશે ? ' શેઠના મુનીમ દેખાયાશેઠ અને શેઠાણી બેયને બેઠેલાં જોઈને  વૄધ્ધ માનવી સંકોચથી બહાર ઊભો રહ્યો
અરે આવો મુનીમજી ! ' ચતુરદાસે આદર આપ્યોમુનીમ સંકોચાતો આવ્યોભરેલા શરીરની , જરા હાડેલીદેખાવે સોજી અને ગરવી લાગતી શેઠાણી તરફ માનભાવથી જોઈ રહ્યો. '  આપણી અહીની પેઢીના મુનીમ છેને આપણા વિધામુ છે.' ચતુરદાસે ચંચળને મુનીમની ઓળખાણ આપી
ઘેર તો બધાં મજામાં છે ને?' ચંચળે મુનીમને પૂછ્યું  ' તમે જાણો છો ને મુનીમકાકા ! હું તો આંહીની અજાણી ને વળી એકલીમારાં કાકીને ને બીજાંને મોકલજો તો ખરામારે 
ઓળખાણ થશે. ' 
જીમોકલીશમોકલીશ. ' શેઠાણીના મોઢેથી કાકાનું ઉપનામ પામેલો ને  રીતે અવસ્થાથી પોતાને પાત્ર થતી વડીલવટનો તમામ નોકરચાકરો સમક્ષ જાહેર સ્વીકાર પામેલો મુનીમ
હર્ષથી અધૂરો ઓછો થઈ ગયો. ' આપની દયા છે. '
દયા ઠાકોરજીની કાકા ! ' ચંચળે કહ્યું  '  કોના નસીબનું કોણ આપે છે ને કોના ભાણામાં કોના રોટલા પૂરે છે એની આપણને થોડી ખબર છે ? જરૂર મોકલજો હો.  આવશે તો 
એમને સાથે લઈને હું મુંબઈ જોવા જઈશ તમને તો ખબર હશે કાકા ! કે મેં મુંબઈ કોઈ દિવસ જોયું  નથી. '
જીજરૂર મોકલીશઆપની દયા છે.'
કાકાહવે તમને જરા ઉમર લાગે છેને હવે તો મારા કાકા ગણાઓને તમે ? વળી અમારી પેઢીના તમે મુનીમવળી વિશ્વાસુ ઘરના માણસ કહેવાઓ તમેતમારે આવવા જવા માટે,
પેઢીના કામકાજ માટેકાકીને દેવદર્શન માટે એક ગાડી રાખવી જોઈએએમને માટે એક અલાહેદી ગાડીનો બંદોબસ્ત કરી આપોને. ' ચંચળે ચતુરદાસને સૂચવ્યું
તમે કહોએટલે કરવો  જોઈશે નેમુનીમજી તમે  પેઢીને ખાતેથી એક ગાડીનો બંદાબસ્ત કરી લેજો હો.'
શેઠ જાતે આવે એટલે શહેરમાં નોકરચાકરમાં પોતાના મરતબા વિષે મુનીમને સંશય હતો   વાતથી ટળી ગયોશેઠાણી ભલી બાઈ હતી એમાં શક  હતોએની નજર ઝીણીવીસીની હતીએમાંય શંકા નહોતીશેઠાણીનો બોલ શેઠ ઉથાપતા નથી  પણ એને પ્રત્યક્ષ સમજાયું પોતાને શેઠાણી મારફત થઈ શકે એવી ખટપટો પેઢીમાં જાગવાની ભીતિ હતી  નકામી હતી એમાં પણ શક  હતો શેઠ ને  શેઠાણીમાં શરણમાં પોતાનું શરીર ઘસી નાંખવાનો મુનીમે ત્યાં ને ત્યાં પાકો ઇરાદો કરી લીધો.
કેમ મુનીમજી ! સહેજ કે ખાસ કામે ?'
જી બ્ંગલામાં આપને માટે બધી  સગવડ તો મેં રખાવી છેનોકરચાકરરસોયાવાહનદીવાબત્તીપાણી વગેરેની પણ મનમાં થયું કે કાંઇ ભૂલચૂકથી રહી ગયું હોય તો જાતે જોતો 
જાઉં. ' ચંચળ ઊભી થઈચતુરદાસ સામે જોઈને ભોળા દિલનું હાસ્ય કરીને બોલી  ' હું  કેવી કે આવીને આંહી બેસી  રહીસારું થયું કાકા તમે આવ્યાનહિ તો વાતોમાં કેટલીય વેળા 
થાયજોઈ લઉં બધુંને કાંઈ બાકી હશે તો તમને કહેવરાવીશઆમ તો અમે પરદેશનાં પંખી ખરાંનેસગવડ અગવડ ચલાવી લઈએ. '
ના....ના...' શેઠાણી માટે પોતાને વાપરવા જોગ સંબોધનની મુનીમના વૃધ્ધ મગજમાં આંધળી શોધાશોધ ચાલી રહીઆખરે મુનીમે દરિયામાં ઝંપલાવતા હોય એમ જાણે ઝંપલાવ્યાં
નાનાબેનબા ! શું કામ ચલાવવું જોઈએ ? ' મુનીમે જોયું કે પોતાનાં સંબોધનથી શેઠાણી અજુગતું લાગ્યું  હતુંત્યારથી ચંચળ પોતાના બંગલામાં તેમજ બંગલાની બહાર  પોતાના 
આખા વર્તુળમાં ' બેનબાબની ગઈ
આગળ મુનીમ અને પાછળ ચંચળ બંગલો જોવા ને ચીજવસ્તુઓ જોવા નીકળ્યાંએમની સાથે એમનો જૂનો નોકર હતો એટલે સરસામાન સાથે લાવેલા તે ચોક્કસ ધોરણ મુજબ ગોઠવાઈ 
ગયો હતોઆખા બંગલાન ગોઠવણ જોઈને સંતોષ જાહેર કર્યોરસોઈયા ને કામવાળાંઓને શેઠાણી શોધવા લાગ્યાંત્યાર પછી ચંચળ પોતાના વ્યવસાયમાં પરોવાઈ અને મુનીમ શેઠ 
પાસે ચાલ્યામુનીમે શેઠ પાસે આવીને કહ્યું  ' બેનબાસાહેબને બંગલો બતાવી દીધો છે ને એમને સંતોષ થયો છે.'
બરાબર છે. ' ચતુરદાસે પૂછ્યું  ' પણ મેં તમને પેલાં વલસાડનાં કામ બાબત લખ્યું હતું તેનું શું થયું ? '
હાજર છેસાહેબ ! '
તેમને આંહી મોક્લાવજો.'
જીઅહીં  હાજર છે.' મુનીમ બહાર ગયોથોડીવારમાં એક નાનો ડબરો લાવીને એણે મૂક્યો.
સારુંહવે સાંજની વ્યવસ્થા કરજો. '
જીબધું તૈયાર કરાવી રાખીશ.'
હવે તમે જાઓહું મોડેથી પેઢી ઉપર આવીશને રાતે પેઢીના બધાં માણસોને આમંત્રણ આપજોને બીજાં આમંત્રણો મોકલવાની તજવીજ કરજો.'
સારું સાહેબ.'
જુઓ મુનીમજીમને તમારે સાહેબ કહીને  બોલાવવો સમજ્યાપેઢીમાં પણ બધાને તમે સૂચના આપી દેજો. '
ત્યારે ...સાહેબ...ત્યારે ? '
મને ચતુરભાઈ કહીને બોલાવજો.'
પણ...નાના મોટાનો...'
મને એવો અંગ્રેજી વિવેક પસંદ નથીઆપણી દેશી ઢબ શું ખોટી છેગોરા સાહેબ બધા વહેલા કે મોડા પાછા વિલાયત ભેગા થઈ જશેને કાળા સાહેબો એમની પાછળ રંડાઈ જશેહું ને 
તમે તો  દેશના ને  દેશમાં રહેવાના છીએએટલે મને તો ચતુરભાઈ  ગમશે. '
મુનીમને લાગ્યું કે શેઠ તો અરધા ગાંડા  હોય તો ઘણા સાદા ને ભોળા છેબેમાંથી ખરું શું છે એનો તોલ કરવાનું ભવિષ્ય ઉપર રાખીને મુનીમ બે હાથ જોડી વિદાય થયોથોડી વારે ચંચળ
પાછી ત્યાં આવીએને ચતુરદાસે ઘરેણાંનો ડબરો બતાવ્યો; ' જો  તારા દાગીનાજેટલી ઉપકારથી  લીધા હતા એટલા ઉપકારથી પાછા આપું છું.'
અરેતમે આવુ ગાંડુ કેમ બોલતા હશો ?'

ગાંડુ નેઆજ હું થોડોક હરખઘેલો થઈ ગયો છુંસાત વરસે વતનમાં પાછો આવ્યો છુંબોલ કોને હરખ  થાય ? '
હવે તમે જરા ટાઢા પડોઆપણે જરાક ઠરીને બેસીએ એટલે કમુને માટે ઠેકાણું શોધવું પડશે ! '
 બધી જંજાળ તને સોંપી છેઆપણે તો બસ હવે આરામ કરવાના છીએ. ' એમ ને એમ રાત પડીચંચળ્ને કમુ ને રતન ગાડીમાં બેસીને મુંબઈનાં પહેલા દર્શન કરી આવ્યાંદૂરથી
સાંભળેલાબીજાઓને મોઢેથી વર્ણવાયેલાં સ્થળો પહેલી નજરે જોઈ આવ્યાંચતુરદાસ પેઢી ઉપર જઈ આવ્યોપેઢીના તમામ નાનામોટા માણસોની રૂબરૂ ઓળખાણ કરીબધાના ખબર
અંતર પૂછ્યાંવેપારધંધાની વાતો મુનીમ સાથે કરીપેઢીના માણસો તમામને શેઠને પહેલી  વાર નજરે જોવાના હતામાલિક સારો હોયતીખો હોયએની કામકાજ ઉપર સીધી ને 
આડકતરી અસર પહોંચે છેપેઢીના માણસોનો મત થયો કે ' શેઠઅને 'સાહેબ'ના સંબોધનને નાપસંદ કરનારો ને પોતાને માટે કેવળ ' ભાઈ ' નું સંબોધન રાખવાનો આગ્રહ કરતો શેઠ
 લાગે છે તો નરમ સ્વભાવનોશેઠના ખરા સ્વભાવની ખબર તો પેઢીના કોઈક માણસને હાથે નુકસાન થઈ જાય ત્યારે પરખ પડેપરંતુ બધાનો મત એવો તો થયો કે એવા પ્રસંગે પણ 
 શેઠના મોંમાથી બીભત્સ ગાળો કે આકરો ઉકળાટ વરસશે નહિ.
તે રાત્રે ચતુરદાસના બંગલામાં ઝાક્ઝ્માળ થઈ રહી હતીકેટલાક માનબુધ્ધિથીકેટલાક ફરજની ને કેટલાક કુતૂહલથી પ્રેરાઈને મિજલસમાં આવ્યાં હતાચોકમાં બિછાત પાથરવામાં આવી 
હતીએના ઉપર ગાદીઓ ને તકિયાની બેઠકો હતીવચમાં મીણબત્તીઓના તેજમાં એક પોથી મૂકવામાં આવી હતીમિજલસનો આરંભ ચતુરદાસ શેઠે નાના પ્રવચનથી કર્યો  ' હું જ્યારે 
જાવામાં હતો ત્યારે ત્યાં મેં એક સરસ રિવાજ જોયોજાવાના લોકોનો મોટો ભાગ મુસલમાનોનો છેતેઓ હજરત પેગંબર સાહેબની જન્મતિથિ ઊજવે છેતેમાં રાત્રે કોઈ જાહેર ને ઉઘાડી 
જગામાં શોખીનો એકઠા થાયસારી સારી કવિતાઓનું વાંચન કરેકોઈ નવો કવિ હોય તો  પણ પોતાની કવિતા વાંચેઆપણા જીવમાં રસ જેવું ઓછું રહ્યું છેએનું કારણ આપણા જીવન
માં નિજાનંદ જેવું રહ્યું નથીજૂના કામમાં તો લોકો હરિકથાઓ દ્વારાવાર્તાઓ દ્વારા ભજનો દ્વારામાણભટ્ટો દ્વારાસાહિત્યનો શોખ જીવતો રાખતા હતા ને સાહિત્યની મોજ મેળવી શકતા હતા.
આજ એવું કાંઇ રહ્યું નથી.'
અનાયાસે મને એક કવિરાજનો મિલાપ થઈ ગયો મિલાપ લાંબો તો  હતોને આજે જ્યારે જ્યારે જે સ્થિતિ સંયોગમાં  મિલાપ થયો એનો ખ્યાલ કરું છું ત્યારે મારી ઉધ્ધતાઈ ઉપર
પારાવાર અફસોસ થાય છેછતાંયે  મિલાપે મારો તો ઉધ્ધાર કર્યોપારાવાર અફસોસ થાય છેછતાંયે  મિલાપે મારો તો ઉધ્ધાર કર્યો ઉધ્ધારનાં મારા ઉપર આજે ત્રણ ૠણ છે 
એક તો  અનામિ કવિહું એનું નામ પણ જાણતો નથી  એનાં કાવ્યો પ્રગટ કરવાં કાવ્યોમાં રસ છેલિજ્જત છેહરકોઈ સામાન્ય માનવી  સમજી શકે એવાં છેગાઈ શકે એવાં છે.
એમાં જડબાતોડ સંસ્કૄત શબ્દો નથીએમાં એટલા  અપરિચિત ગ્રામિણ શબ્દો પણ નથીમારા અને તમારા ઘરમાં સ્ત્રીઓ જે ભાષામાં વાતો કરે છે  ભાષા  કાવ્યોની છેછતાંયે 
સંસ્કૃત શબ્દોના બહોળા ઉપયોગ કર્યા વગર એક નાનું ગુજરાતી કાવ્ય પણ  લખી શકાય કે અંગ્રેજી  હોય  કાંઇ સાહિત્યકીય ગણી  શકાય એમ માનનારાઓને  કાવ્યો નવો 
 પ્રદેશ ઉઘાડશે કાવ્યોમાં પ્રાણ છેબળ છેતમારા જૂના વહેમોકુરૂઢિઓકુરિવાજોનો મરેલો બોજો ઉઠાવીને ફેંકી દેવાનું કૌવત છેએમાં વતન માટે મમત્વ જગવવાની ચિનગારી છે.
એમાં સ્વદેશાભિમાન પ્રેરવાની સંજીવની છે કાવ્યો મેં પ્રગટ કર્યાં છેઆજ આખા પ્રાંતમાં  ધેર ધેર વંચાય છેઆજ શહેરમાં ને ગામોમાં  અનામ કવિરાજના મુરીદો પેદા થયા છે.
 એક ૠણ. '
બીજું ૠણ છે  પુરુષને શોધવાનુંએનાં કાવ્યો ઠેર ઠેર ફેલાયાં છેઅને પુરુષ વહેલા કે મોડા કયાંકથી પણ મળી આવશે  મને શ્રધ્ધા છે મને જ્યારે મળે ત્યારે એમના તરફનું મારું
ૠણ અદા થશેઆજ તો માત્ર  ૠણ હું  કરી શકું એટલી પ્રાર્થના  કરું .
ત્રીજું ૠણ છે એમની સાહિયોપાસનાને જીવતી રાખવી દિશામાં મારાથી થાય એટલું કર્યું છે ને થશે એટલું કર્યા  કરીશપરંતુ આજની  સભા પણ  ત્રણનો એક અલ્પ અંશ છે
આજ છે  તિથિ જે દિવસે મને એમનો અનાયાસે અને અણપારખ્યો મિલાપ થયો હતો તિથિ આજ આપણે  કવિરાજના કાવ્યો વાંચીનેચર્ચીને ઉજવીએ છીએપ્રતિવર્ષ  તિથિ
આજ  ઉજવવામાં આવશેઅને પ્રતિવર્ષ મને આપનો આવો  સહકાર મળ્યા કરે એવી મારી વિનંતિ છે.' 
એક વાત સભામાં આજે કોઈ નાનું નથીમોટું નથી બધા  કવિરાજના ઉપાસકો છીએકવિરાજને વધારે સમજી શકેવધારે સમજાવી શકેએનાં કાવ્યો વધારે હોંશથી ને વધારે સારી
રીતે ગાઈ શકે  મોટો છેઆદરણીય છે. '
ચતુરદાસ શેઠ નીચે બેઠાઅને કમુ અને રતએન કવિરાજનું કાવ્ય ગાયુંએક ચતુરદાસે ગાયું
વૄધ્ધ મુનીમના પુત્ર બેચાર કાવ્યો ગાઈ બતાવ્યાંસ્વદેશાભિમાન કોને કહેવુંપ્રેમ અને શોર્ય કોને કહેવાંવગેરે થોડી પ્રાસ્તાવિક ચર્ચા થઈપછી નાસ્તો આવ્યપછી મોટી મિજલસમાં મોટાં આકર્ષણનું સામ્રાજ્ય જમાવવા માંડેલો ચાહ આવ્યોને મોડી રાતે એમ  પ્રથમ ઉત્સવ પૂરો થયો. (ક્રમશઃ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો