મંગળવાર, 25 ઑક્ટોબર, 2016

૧૬. ખોડું ઢોર



 શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ--૧૬. ખોડું ઢોર 
વલસાડના રેલ્વે સ્ટેશનથી જેટલે દૂર જવાય તેટલે દૂર જઈને ઓરંગા નદીને કાંઠે ગૌતમ બેઠોએના ઉર્મિલ હ્રદયને અસાધારણ આંચકો લાગ્યો હતોજગતમાં આટલી બધી નઠોરતા ભરી 
હશે એનો એને સ્વપ્ને પણ ખ્યાલ નહોતોઆટલા દયાહીન બનેલા સમાજને સુધારવાને પોતાના 
કંગાળ પ્રયાસ કાંઈ કામયાબ થવાના નથી એની પણ એને શંકા રહી નહિગરીબમાં ગરીબ
 મુસાફરનાં છેલ્લા લૂગડાં પણ ઉતારી લેનારી ધોળા દિવસની  વૄત્તિએ સમાજના અંગેઅંગ ભયાનક નાગચૂડમાં જકડી લીધાં હતાંએની કવિતા પથ્થર ઉપર પાણી સમી હતીએની શક્તિ
 પરિમિત હતીજગતમાં હમદર્દ માનવીને રહેવાનું સ્થાન  નથીજમાનો આદિયુગના ગુફાવાસી માનવીનો  આવ્યો હતોવાંદરાને પહેલવહેલું જ્યારે સારાસારનું ભાન જાગ્યું હશે ત્યારે 
એના અંતરમાં ગભરામણ થઈ હશે એવી ગભરામણ ગૌતમને થઈ આવી
સાચે  પ્રાચીન ૠષિમુનિઓ જરાયે ગાંડા નહોતાજરાયે વેદાભ્યાસે જડ નહોતાજરાયે બવકૂફ નહોતાતેઓ પોતાના સામગ્નાન માટેપોતાના મંત્રદર્શન માટેપોતાની તપસાધના માટે 
દૂર દૂર માનવીની પગદંડીથી દૂર દૂરઘણે દૂર જંગલમાં રહેતા હતા  સમજીને  રહેતા હતાતેઓ માનવી કરતાં વાઘવરૂનો પાડોશ વધારે પસંદ કરતા હતાએમાં પણ તેઓ વ્યાજબી
  હતા જગતમાં જેમ ઉત્તમમાં ઉત્તમ પ્રભુકૃતિ માનવી છે તેમખૂની વાધ સ્મશાનનાં મુર્દાં ચીરનાર ધોરખોદિયાં કે ફણીધર નાગ કરતાંયે નેષ્ટમાં નેષ્ટ કૃતિ પણ માણસ  છેજગત માત્રની પશુસૄષ્ટિનું દર્પણ માનવીનું હૈયું છેજંગલમાં પણ જેમ હરણાંગાયનીલગાયભેંસસસલાનું સરજત વાધ ને વરૂનાં મોઢાંથી ચૂંથાવાનું  છે તેમ માનવ સમાજમાંય જેની દાનત બીજાને ચૂંથવાની નથી એનું સરજત બીજાને હાથે ચૂંથાવાનું  છેજવા દોમિથ્યા વાતો જવા દોમિથ્યા તર્કો જવા દોજવા દોઉર્મિઓની આળપંપાળ જવા દોકવિતા જવા દોસેવા પણ જવા દોહવે તો કવિતા માત્ર એકજમહિને પગાર આવે  એના રૂપિયાનો રણકારહવે સેવા એક  કરવી છે પોતાની જાતનીઆશાનીઅગર આશા  હોત...... પોતે એકલો હોત..... ફ્કીર બનીને લૂગડાં પહેરીને  ગુજરાન કરી શકત.... પણ  
પણ મિથ્યા તર્ક ! આશા છેનક્કર હકીકત છેઆશાને જરાયે દુઃખ પડે એવું એનાથી વિચારાય કેમ ?આશાનો પોતે પ્રેમી.... ને શહુર વગરનો પ્રેમ શા કામનો ? શહુર સાચું તો પ્રેમિકાને દિપાવામાં છેપ્રેમિકાને અન્ય નારી વર્ગમાં  ઊંચુ નહિ તો સમાન સ્થાન આપવામાં છેપોતાની બેવફફીમાં પોતે મસ્ત રહેને  મસ્તી ને  મૂર્ખતા ઉપર પ્રેમિકાનું શરીર લોહીના ટીપેટીપે શોષાય  પ્રેમ ક્યાંનો ?  વાસના છેસાચા પ્રેમીને પ્રેમિકા સિવાય બીજું  સકળ સંસારમાં હોઈ  શું શકે ? ચાલભાઈ જીતવા ! આમ વિસંવાદ કર્યે કાંઈ દહાડા વળશે નહિએની કવિતા ગઈકવિતાની શેષ રૂપ એના લખેલા કાગળો પણ ગયાભલે ગયાઉપાડવા ટળ્યાહૈયા ઉપરથી બોજો ગયો.
દેખવું યે નહિદાઝવું યે નહિ ! ફરીને  કવિતા લખવાનો  નથી છતાંય કદી એને  મૂર્ખતાનું પુનરાવર્તન કરવાની મરજી થઈ જાય તો વલસાડના સ્ટેશન માસ્તરની ઓફિસની યાદ એની
રૂકાવટ કરવાને માટે પૂરતી હતી.
મુંબઈ...ચલો મુંબઈત્યાં નોકરી શોધવીઆશાને બોલાવી લેવીઆશાએ કષ્ટો ખુબ ભોગવ્યાં છેએનું વળતર આપી દેવું ને પોતે....પોતાને હવે કાંઈ નથી.પોતાને તો જીવંત મ્રુત્યુ થયું છે.
આશાને જીવાડવા ખાતર પોતે જીવતાં રહેવું છે....ચલો મુંબઈ....ચલો મુંબઈ ! ' 
ગૌતમ ઊભો થયોનદીની રેતમાંથી  રેલની સડક ઉપર આવ્યોચાલવા માંડ્યોપહેલાં  ખૂબ ઉતાવળો ચાલવા માંડ્યોઅપરિચિત પરિશ્રમનો થાક તરત  લાગ્યો ધીમો પડ્યો--થાક્યોપાછો બેઠોઅરે જીતવાઆમ મુંબઈ ક્યારે પહોંચશો ? ને  સિવાય બીજો કોઈ માર્ગ મુંબઈ જવાનો એની પાસે નથી
ધીમે ધીમે એકધારી ચાલે  રસ્તા ઉપર રોપાયેલી માઈલોની ખાંભીઓ વટાવતો ચાલ્યોહવે એના મનમાં થાક સિવાય બીજી કાંઈ વાત નથીહવે એના અંગમાં કળતરની વેદના સિવાય બીજી કોઈ વાત નથીચાલવુંબેસવુંચાલવું    એનો ક્રમ હતો ક્રમને   વળગી રહ્યો હતોજાણે જગત પેદા થયુંં ત્યારથી  ચાલતો  હોયને જગતના અંત આવતાં સુધી એને ચાલતું  રહેવાનું છેએમ એને હૈયામાં વસી ગયું
સૂરજ નમ્યો ત્યારે  ચાલતો હતોસૂરજ ડૂબ્યો ત્યારે  ચાલતો હતોરાત અંધારી થઈ ત્યારે  ચાલતો હતોઆકાશની આતુર આંખો જેવા ચમકતા તારાઓના તેજમાં  ચાલતો હતોહવે જાણે નર્યા નીતર્યા થાકનું  એનું ક્લેવર બન્યું હતુંહવે એની છાતી હાંફતી હતીએનો શ્વાસ ઘુંટાતો હતોએની કમર પાકેલાં ગુમડાં જેવી શૂળ કરતી હતી. એના પગમાં ખાલ ઉતરી જઈને તળિયાં આળાં બન્યાં હતાંએક સ્થળે  બેઠોપોતાના ધોતિયામાંથી એણે બે લીરા ફાડ્યા.
 પોતાના પગના તળિયા ઉપર બાંધી દીધાંહવે પગમાં કાંકરીઓ વાગતી  હતી એમ નહતુંપરંતુ ઓછી વાગતી હતીહવે એના આળાં તળિયાં નહોતાં એમ  હતું , પ્રત્યેક પગલે  આગની પાટ ઉપર ચાલતો હતો  ભ્રમણા દૂર થઈએને ભૂખ લાગી હતીરસ્તામાં એણે થોડાંક પાંદડાં ચાવ્યાં હતાંવહેળાનાં પાણી પીધા હતાંવધારે પાણી હવે પીશે તો એને વમન થશે એવી એને ભીતિ લાગતી હતી
રસ્તે એને માણસો મળતાં  હતાં એમ  હતું  પરંતુ અરધા ગાંડાની જેમ રેલને પાટે ચાલ્યા જતા માણસ સાથે વાત કરવાની કોઈને જરૂર નહોતી દેખાઈકોણ જાણે કેમ ગૌતમ પણ માણસગંધો થઈ ગયો હતો ! ને રાતે ચાલ્યા જતા મવાલી જેવા દેખાતા માણસને કોઈ બોલાવે એવો જમાનો પણ  હતોએક સૂકા નાળાના રેતાળ પટમાં  થાક ખાવા બેઠોને એમ ને એમ  ઊંધી ગયોસવારે સૂર્યનારાયણે જાણે એને તીર ભોંકી જગાડ્યોએનું અંગે અંગ સવારની ઝાકળથી ભીનું થઈગયું હતુંઆખે શરીરે એવી પીડા થતી હતી કે કયો ભાગ શેનાથી દુઃખે છે એની તારવણી કરવા બેસવું  કેવળ કાળક્ષેપ સમું હતુંએના પગના તળિયામાં જાણે અંગારા ચંપાયા હતા.
અર્ધ બેભાનઅર્ધ બેધ્યાન ને સૂકા હોઠથી કેવળ મુંબઈના નામનો  જાપ જપતો  આગળ વધ્યોધમધમાટ કરતી ગાડીધુમાડા કાઢતીવગડો ગજાવતીરેલપાટા ધ્રુજાવતી ચાલી ગઈ-
ને સડકથી જરા નીચે ઊતરીને  મહાકાળીને પસાર થવા દેવા  ઊભો રહ્યોગાડી પસાર થઈ ગઈ ને એની કોલસાની રજથી એનું અંગ છંટાઈ ગયું
વહી જતી ગાડીનો છેલ્લો ડબ્બો જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એના ઉપર આંખ માંડીને  આગળ ચાલ્યોહવે ક્યાંક ક્યાંક પાટા ફરી ફરીને બાંધવા પડતા હતાહવે એને અવારનવાર પાટા 
ફરી ફરીને બાંધવા પડતા હતાહવે એને ઓછા ને વધારે ઓછા થતા અંતએ થાક ખાવા બેસવું પડતું હતુંએમ ને એમ બીજા દિવસના છેડે સંધ્યા કાળને સુમારે  વસઈના પૂલ ઉપર 
આવ્યો રાત એણે વસઈના ખંડેરમાં ગાળીખૂબ વહેલી સવારના  ચાલવા માંડ્યો
મોડી બપોરે  માધવ બાગના દરવાજા આગળ આવીને ઊભો રહ્યોએના કપડાં જર્જરિત થયાં હતાં એના વાળમાં ધૂળ ભરાઈ હતીએનો ચહેરો પરસેવાથી ઊતરી ગયેલી કેરીના રંગ 
જેવો થઈ ગયો હતોએની કાયામાં થાક રોમરોમમામ જાણે ભાલાં ભોંકીને પોતાની યાદ ભૂલવા નહોતો દેતોને બરાબર બે દિવસના ઉપવાસથી એના જઠરમાં અગન લાગી હતીમાધવ
બાગના દરવાજા ઉપર અભ્યાગતોને મૂઠી ચણાનું સદાવ્રત અપાતું હતુંએણે ચણા લીધાખાઈ લીધાવધારે મળે એમ નથી એમ જોઈ લીધુંપાણી પીધું ને પછી ઢગલો થઈને પડ્યો
ઊંઘ પણ  આવે એવાં થાકનાં કળતર હતાંમીંચી શકાય  નહિ એટલી આંખમાં બળતરા હતીઠેરવીને રાખી પણ  શકાયએવાં એનાં તળિયાં જાણે જલતાં હતા પડ્યો હતો
માત્ર પડ્યો  હતોઃ ને પડ્યા રહેવા સિવાય એના મનમાં અત્યારે કોઈ કરતાં કોઈ બીજો વિચાર સરખો યે નહોતો.
સામે હતો એક પડથારને પડથાર ઉપર બેઠાં હતાં બે માનવીએકના મોઢા ઉપર ઉછીનો લીધેલો તોર હતોબીજાના અંગમાં પોતાની જીવનસાથી બનેલી પામરતા હતી.
 શું બાફ્યું છે ? ' ઉ્છીના રૂઆબ સાથે ઠપકો આપવાની ભાષા પણ ઉછીની લીધી હતીને ઉછીની લીધેલી ભાષામાં હંમેશા તિખાશ વધારે પ્રમાણમાં હોય છે.
કાં સાબ ? 'પામર માનવીનો અવાજ પણ પામર હતો.
'પચાસ ગાયને રોજ દશ શેર ઘાસ હોય તો રોજનું કેટલું ઘાસ થાય ? ને આમાં તેં કેટલું સળગાવ્યું છે ? '
પામર માનવીએ એક ઘણા મેલા કાગળનો ટૂકડો રૂઆબદાર માણસના હાથમાંથી સરપ પકડતો હોય એમ પકડ્યોને એમાં જોયું
સાત મણ થાયને સાત મણ લખ્યું છે આમાં. '
કપાળ તારું સાત મણ થાય ! ગાયનું નાણું આમ  ઉડાવવું છે ? '
ત્યારે કેટલું થાય ! '
જોનેપચાસનો પા કેટલો ? '
'સાત. '
ચણા વેચ ચણાજાણે ચાલીસે પા...ચાલીસે પા... ચાલીસના જેટલા પા થાય ને માથે દશના પા થાય એટલું થાય સમજ્યો ? '
સાડાબાર મણ થાય. ' ગૌતમે કહ્યુંએન લાગ્યું કે  બે માણસોનો કાળો કકળાટ એના થાકની આડે આવે છે.
હાબસ.' રૂઆબદારી માણસે કહ્યું  '  સદાયવ્રતિયાને આવડે એટલું તને  આવડેકોણે તને  હિસાબમાં બેસાર્યો ? '
તો બીજાય હિસાબ એની પાસે કરાવોને ? મારું શું કામ માથું ખાઓ છો ?'
રૂઆબદારી માણસે ગૌતમના હાથમાં કાગળ આપ્યો. '  બોતડાથી તો થાક્યોરોજની લમણાંઝીકતમને હિસાબ આવડતો હોય તો આટલું જોઈ દ્યોજોઈએ. '
ગૌતમને તો ' આવ બલા પકડ ગલા ' જેવું થયુંએણે કાગળ લીધોથોડીવારમાં સીસાપેન માગીહિસાબ તપાસી સુધારીને પાછો આપ્યોપેલા માણસે હિસાબના આંકડા જોયા. '  હવે 
કાંઇક ઠીકતે તમને હિસાબ કિતાબ આવડે છે ? '
આવડે તો ખરા ને.'
કાગળ લખતાં  આવડે ? '
આવડે તો ખરાને ? '
ભણ્યા લાગો છો ?'
ભાઈભણ્યો તો ઘણુંય છું પણ મારે ' મૂવા નહિ ને પાછા થયાજેવું થયું છે.'
ભણ્યા હોય તો આમ ભીખ કેમ માગો છો ?'
ભીખ તો કાંઇ નથી માગતોભાઈ ! નોકરી શોધવા મુંબઈ આવ્યો હતોપૈસા નહોતા તે પગે ચાલીને આવ્યો. ' ગૌતમે પોતાના પગ બતાવ્યા.
તે તમારે નોકરી કરવી છે ?'
'નોકરી કરવા તો હું આવ્યો છું ને ભાઈ.'
પગાર શું લેશો ?'
'ભાઈડા બાયડીનું પૂરું થવું જોઇએ. '
અમારે ત્યાં ખોડા ઢોરને અમે રાખીએ છીએ ને ખોડા માણસને નહિ રાખીએ ? એમ કરોપાંજરાપોળનો તમે હિસાબ રાખો નરસી રોજ તમારી પાસે ટ્બ્બા આપી જાય એના ઉપરથી 
તમારે હિસાબ લખવાનોરહેવાની ઓરડી આપશું ને ત્રીસ રૂપિયા પગાર આપશુંકેમ થાય છે મરજી ?'
'મારી મરજી શું કામની ? આપની મરજી જોઈએ. '
પછી કામ જોઈને જોશું આગળ ઉપરનરસી ! આને મહેતાજીને રહેવાની બેવડી ઓરડી બતાવી દેતમેય શુકન જોઈને આવ્યા ભાઈ ! અમારા જૂના મહેતાજી મરી ગયા ને જગ્યા ખાલી
છેને  બિચારો નરસી રોજ માથાફોડ કરે પણ  તો જેનાં કામ તે કરે. '
રૂઆબદાર માણસ ચાલ્યો ગયોનરસીએ ગૌતમને કહ્યું. ' ચાલોમારે માથેથી પીડા ટળીમને તો હિસાબ  આવડે પણ એનેય નથી આવડતોપણ શેઠનો ધરનો ગુમાસ્તો એટલે પોલ 
ચાલી જાયતમતમારે લહેર કરો ને જોઈતું કારવતું મને કહેજો. ' 
તે સાંજે ગૌતમ પોતાની ઓરડીમાં સ્થિર થયોરાતે નરસી આવી ગયો ને કંઈક અવળાંસવળાં માથાં ને લેખાં લાવ્યોવળતે દિવસથી પાંજરાપોળના હિસાબકિતાબ સીધા ચાલવા લાગ્યા.

એનો નવો મહેતાજી આવી ગયો હતોખોડાંઢોરથી પાંજરાપોળમાં ખોડું માનવી આવી ગયું હતું .(ક્રમશઃ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો