ગુરુવાર, 6 ઑક્ટોબર, 2016

૭. કવિની કવિતા


શાયર-- શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ -
કવિની કવિતા
 આખી રાત ગૌતમને જરાય ઊંધ  આવીધરતીકંપના એક જબરજસ્ત આંચકા પછી જેમ ધરતી ધ્રુજ્યા કરે એમ એનું માથું હજી ધ્રુજતું હતુંએની છાતીમાંએના પેટમાં એને બળતરા 
થયા કરતી હતીએના પિતાએ એને એક અક્ષર પણ  કહ્યો હતોપણ 
અબોલ હોવા છતાં પિતાની નિરાશા એને પ્રત્યક્ષ દેખાઈ ચૂકી હતી જાણે દશ વર્ષ વધારે ઘરડા થઈ ગયા હતા.
ઘરમાં પગ મૂકતાં વેંત  મેડી ઉપર ચડી ગયો હતોને પિતા નીચે ખાટ ઉપર હીંચતા હતા.
એને શું સૂઝ્યું હતું ? કયું ભૂત એના મનમાં ભરાઈ ગયું હતું ? રાવણની 
જીભ ઉપર સરસ્વતીએ બેસીને એની પાસે અવળું વરદાન મંગાવ્યું તેમ
 પોતાના મુખમાંથી અવળાં વેણ કાઢવાને 
કઈ સરસ્વતી દેવી એની જીભ ઉપર બેઠી હતી ? 
જીવનમાં એક તક એને મળી હતીએના પિતાની કાળી ગરીબીમાં પણ 
પિતાએ જાળવી રાખેલી સુજનતામાંથી  સુગંધ નીકળી હતીપિતાને  પ્રસન્ન કરી શકતજાતજાતનાં માનપાન મેળવી શકતસરકારમાં પ્રતિષ્ઠ્ઠા મેળવી શકતને એને બદલે તો હવે એને કોઈ આંગણે ઊભો રાખશે નહિજલતો અંગાર સમજીને દૂર રહેશેએની વાડી ગઈગાડી ગઈ ને લાડીય ગઈ.
હવે આશા કેવી ને વાત કેવી ? શ્રીમંતાઈના બાગમાં ખીલેલું   ગુલાબ હવે ગરીબીનો કાળઝાળ તાપ સહેવાને આવે  કેમ ? શું કામ આવેપગનાં ખાસડાની જેમ એને પરણનારા 
ઉમેદવારોનો ક્યાં તોટો હતો ? -એવા ઉમેદવારોજે આશાને સુખી કરેઆશાની બાપની પ્રતિષ્ઠા વધારે
નીચેથી કાંઇક બોલચાલ સંભળાઈ
કાકા ! ઘોડાગાડી લાવ્યો છુંબહાર ઉભી છે અસલ અમલદારી ટમટમ. '
એના પિતાનો અવાજ સંભળાયો  ' ભાઈ ! જવા દેગાડી બાડી  જોઇએ હવે. '
કાં કાકા ? જુઓ તો ખરાજોવામાં શું જાય છે ? '
રહેવા દે ભાઈ ! દાઝ્યા ઉપર ડામ  દેતને પાંચ પૈસા ખરચ થયું હોય તો મારી પાસેથી લઈ જજે !' ગૌતમ મેડીની ખાટ ઉપર બેસી ગયો અવાજ કોનો હતો ? એના પિતાનો હતો ? આવો ઘોઘરો કેમ ? આવો તરડો કેમ ? માણસ મરવા પડ્યું હોય એવો ?  મરવા તો પડે  નેએણે
 એના પિતાને માર્યા હતાભલભલો દુશ્મન પણ  મારે એવા ઘરનો એક એક પથ્થર એને એના પિતાની યાદથી ભરેલો લાગ્યોએનો પથ્થરે પથ્થર પિતાની માયાની માવજતની
ગવાહ આપતો હતો !
હજીયે એને યાદ આવે છે... સાત આઠ વરસનો બાળક પૂછે છે ! ' બાપુ ! બા ક્યાં ગઈ ? '
હજી  અવાજ યાદ આવે છે !
'ભાઈ ! બા જરા બે-ચાર દિવસ પરગામ ગઈ છે હોલે તને હીંચકાવું !'
મા હાલરડાં ગાતી હતી  હાલરડાં બાપ ગાવાની કોશિશ કરે છે ! પણ કેવો અવાજ ! 
'બાપુ ! બા ક્યાં ગઈ છે ? '
ભાઈ ! તારી બા દેવધામમાં ગઈ છે. '
તે પાછી નહિ આવે ?'
'આવે છે ને બેટા ! રોજ રોજ આવે છે. '
'તો હું કેમ દેખતો નથી ? '
તું આંખો બંધ કર તો તને દેખાશેહું આંખો બંધ કરું તો મને દેખાય. '
છોકરો આંખો બંધ કરે છે. ' હા બાપુ ! દેખાય છે હોદેખાય છે મને બા ! દેખાય છેગોરુંગોરું મોઢું છેમોટી મોટી આંખો છેધીમે ધીમે હસે છે'
બાપની આંખ ભીની થાય છેબસ ભાઈ, ' બહુ  જોઈએહવે તમે નાહી લીધુંભણવા બેસી જાઓમારો છોકરો ભણીગણીને બાલીસ્ટર થાશેઘેર વહુ આવશેપછી બાની તને જરૂર નહિ
પડેબા યાદ નહિ આવે. ' 
'તો બાપુ ! તમે શું કરશો ? '
ગાંડા ! પછી તારી વહુ  મારી બાકેમ ખરું ને ? હવે ભણવા માંડો જોઇએહું રસોઈ કરી નાંખું હો ! '
ગૌતમની આંખો હૈયાની અંધારી કંદરમાંથી કંઈ કંઈ આવા દ્રશ્યો શોધી લાવે છે !  કોણ આવ્યું ?  તો ફઈબા ! મરજાદી મારાં બાપસગા ધણીને અડે તો અભડાઈ જાય એવાં.
આંખે ધોળા  ચશ્માંપહોળું મોઢુંઝીણી લાંબી દાઢીઅસલ ઘુવડ જેવાં.
ગૌતમીઆ ! જા ઉપર જાત્યાં વાંચ.' ફઈબાએ ગૌતમને ઉપર કાઢ્યોનક્કી મારા બાપને સતાવવા આવ્યાં ! ફઇબા ઘણીવાર ઘેર આવે ને જ્યારે આવે ત્યારે બાપને સતાવેઊંચે સાદે
તુંકારે બોલ્યા વગર ના રહે .
ગૌતમને લાગ્યું , આજે કરીને  સતાવવા આવ્યાં હશેશું હશે ? ઉપર જઈને ખાટ ઉપર ચોપડા મૂકીને એણે ખાટને ધક્કો માર્યો તે નીચે બેઠેલાં ફોઈબાને લાગે કે ગૌતમ ખાટ ઉપર લેસના
કરવા બેઠોપણ પોતે દાદર પાસે લપાઈને સૂતો ને નીચે કાન માંડ્યા.
શોભા ! હવે  છોકરાને તારે ક્યાં સુધી રઝળાવવો છે ? તારે ક્યાં સુધી રોટલા ટીપવા છે ?'
છોકરાને હમણાં પરણાવાય ? હજી તો સાવ બાળ છે. '
ગાંડો થા મા ગાંડોમને તે કીકલી સમજે છે કે મને બનાવવા બેઠો ? હું છોકરાના લગ્નની ક્યાં વાત કરું છું ! હું તો તારી વાત કરું છુંમને તારી દયા આવે છેજો મેં ધનારામને કહી
મૂક્યું છેજાણે છે ને ધનારામ કોણ ? મારો દેર થાય . એની છોકરી છે મોટીજશગવરીમહિનો થયાં ઉથલી છેસગાઈ કરી હતી તે નર મરી ગયોહવે એને માંગા તો ઘણાં આવે છે,
પણ મારો દેર છે મારી મુઠીમાંઅમે એની પાસે પૈસા માંગીએ છીએસમજ્યો ! તે મારી સામે ચૂંચાં કરે એમ નથી એની છોડી સાથે તારું નક્કી કર્યું છેસમજયો ! ' બેન !  વાત  રહેવા દોમારા નસીબમાં કુટુંબનું સુખ  નથી એક છોકરો છેભગવાન એને જીવતો રાખે. '
લે કર વાતતે તું કામધંધો કરીશ કે છોકરાં ઊછેરીશ ? ઘર સાચવવા બાયડી તો જોઈએ  નેછોકરો સાચવશેઘર સાચવશેતુંય ક્યાંક સારા ધંધારોજગારે લાગી જઈશમાટે ગાંડા
કાઢવા રેવા દેજે. ' 
બેન ! ઓરમાન માને હાથે છોકરાની દશા કેવી થાય છે  મેં જોયું છેને મારે મારા છોકરાની એવી દશા કરવી નથી. '
કપડ રાખીએ તો કાંઇ  થાયઆપણામાં મીઠું જોઈએમૂળ ભાઈમાં માલ   હોય ને પછી દોષ બાયડીને દઈએ એવું છેએમાં તારે ફિકર કરવી નહિ પડેતારી નવીને તરવારની ધારે
રાખીશ.' '     ના બેન વાત માંડી વાળોહવે તો છોકરો મોટો થાય ને વહુ લાવે ત્યારેત્યાં સુધી એનો બાપ પણ હું ને મા પણ હું.'
ગૌતમ શું સાંભળી રહ્યો છેએનો એને ખ્યાલ  રહ્યો વિચારી રહ્યોકાળી બળતરા એને હૈયે ઊઠી 
ભાગો ! ભાગો ! અરે ભાગી જાઓ ! જૂના કાળનાં પ્રેતો જરાક તો તમારી ભુલાયેલી કબરમાં પાછા પેસી જાઓશા આટે મારી બેવકૂફીની મને યાદ દેવા આવ્યા છો ? તમારા કહ્યા વગર  
મને શું મારી બેવકૂફીની વાતો યાદ નથી
બધુંજ ગયુંબાપનો ત્યાગ ગયોમાતાની બાપે કરેલી પ્રેમભક્તિ ગઈપોતાની પિતૄભક્તિ ગઈહવે  બધું યાદ શા માટૅ આવે છે ? 
 સાહેબની માફી માગે ? માફી માગે તો ? ક્યાંય સુધી  એમ ને એમ બેઠો રહ્યોઅંતે એને ઘર ગુંગળાવનારું લાગ્યુંએને લાગ્યું કે જો  વધારે વખત  ઘરમાં રહેશે તો એનો પ્રાણ નીકળી જશેએને શું કરવું હતું એનો એને ખ્યાલ
 હતોકોઈ બિહામણાં સ્થળમાંથી વિકળ થઈને માણસ જેમ આંધળી નાસભાગ કરે એમ  દાદર નીચે ઉતર્યોનીચે ખાટ ઉપર એના પિતા બેઠાંબેઠાં ઝોલું આવ્યું હોય ને પડી ગયા હોય એમ
પડ્યા હતાપિતાની સામે એક નજર સરખી નાંખ્યા વગર   બહાર નીકળી ગયો
બહાર મધરાત ગાજતી હતીક્યાંક ક્યાંક દાંડિયા ફરતા હતા અને એમના નિયમ પ્રમાણે બૂમ પાડતા હતા  'ચોર લોકો સાવધાન ! '
શેરીઓ સૂતી હતી ને ભસતાં કૂતરાં સિવાય બીજો કોઈ અવાજ ક્યાંય સંભળાતો  હતોએના પોતાનાં પગલાંનો અવાજ ઢોલ જેવો ગાજતો હતોએમને એમ શેરીઓમાંથી  આગળ અને
આગળ ચાલ્યો ક્યાં જતો હતો એનું એને ભાન ના હતુંપોતાના હૈયાની અતળ કંદરામાંથી પોતાના ભૂતકાળના રૂહથી  દૂરદૂર ભાગવા માગતો હતો આપઘાત કરવા જતો હતો ?
કોણ જાણે !  નાસી જવા જતો હતો ? કોણ જાણે ! માત્ર  જતો હતોપૂરવેગથી ! હમણાં  સુરતથી મુંબઈ સુધી  પાટા ઉપર ચાલનારી અગનગાડી થઈ હતીને  ઘોડા કરતાં 
પણ વધારે વેગથી દોડતી માંગતું હતુંહજાર હજાર જોગણીઓ જાણે એના માથામાં કરાળ નાચ કરતી હતીહજારહજાર ભૂતાવળ જાણે એના હૈયામાં નાચતી હતીહજાર હરણાંનો વેગ જાણે એના પાયમાં આવ્યો હતોએને ખૂબ  થાક લાગ્યોઅને એને ખૂબ  હાંફ  ચડી ગઈશરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયુંસભાન બનતાં એણે આંખો ઉઘાડી-- આસપાસના જોગાનુજોગ તરફ એનું ધ્યાન ખેંચાયુંએણે જોયું કે માથે મધરાત ગાજતી હતીઅમાવાસ્યાની અંધારી રાતમાં માથે તારા માત્ર ચમકતા હતાઅંધારા આકાશમાં આકાશગંગા પૂર્વથી પશ્ચિમ વહી રહી હતી ને એના તેજનો પટ ધરતી ઉપર પણ થોડુંક અજવાળું પાથરતો હતોને એની સામે તાપી નદી એના સ્વભાવ પ્રમાણે ઉતાવળી વહી જતી હતીઆસપાસ નદીનો રેતીનો પટ હતોદૂર કિનારા ઉપર ઝાડી હતીનદીની રેતમાં  બેઠોએને એટલો થાક લાગ્યો હતો કે એના મનમાં થાકના બોજ સિવાય કોઈ બોજ રહ્યો  હતો. સંપૂર્ણ એકાંતમાં એને કોઈ બીજી દુનિયામાં  આવ્યો હોય એવું લાગ્યુંમધરાતના અમાવાસ્યાના આકાશના તેજમાં અપાર્થિવ લાગતી નદીપરમ સૌમ્ય લાગતાં વૄક્ષોઅભૂતભવ્ય લાગતો 
નદીનો તીરપ્રાંત...... ખરે  મધરાતે નદીના કાંઠા જેવી શાંતિ  જગતમાં બીજે ક્યાંય નહિ હોયએકાએક એના એકાન્ત ઉપર જાણે ઓછાયો આવતો હોય એમ દૂરથી કોઈક અસ્પષ્ટ
આકાર પોતાના તરફ આવતો દેખાયોક્ષણભર એને કોઈક પરચા જેવું લાગ્યું ને એની છાતી ઉપર જાણે કાંઈક ભાર આવ્યો. પરંતુ  આકાર નજીક આવતાં માનુષી લાગ્યો ને એને ચીડ ચડીકોણ વળી અત્યારે પોતાના એકાંતમાં વિક્ષેપ નાખવા આવ્યું ભલા ! પરંતુ  આકાર એની તરફ આવતાં આવતાં થોડે દૂર
અટકી પડ્યોઅસ્પષ્ટ અજવાળામાં એને સાડી નો લહેરાટ દેખાતો લાગ્યોનક્કી  કોઈ સ્ત્રીનો આકાર હતો આકાર હવે નદી તરફ જવા લાગ્યોભેખડ ઉપર ચડવા લાગ્યોભેખડ ઉપર
ચડ્યો....  એણે એક ધબાકો સાંભળ્યોઅરે તો કોઈ આપઘાત કરવાને આવ્યું છે ને .....  ઊભો થયોદોડ્યોભેખડ ઉપર ચડ્યોજરા દૂર નદીના ઊંડા પાણીમાં કોઈ ડૂબતું લાગ્યું 
એણે પાણીમાં ઝંપલાવ્યુંને થોડીવારમાં  ડૂબતા આકારને બહાર લાવ્યો એક જુવાન સ્ત્રી હતી
એને નદીના પટમાં સુવારીઆંખો એની બંધ હતીપણ પાણી પીધું હો એવું એને ના લાગ્યુંએણે એનું મોં સરખું કર્યુંમોઢા ઉપર ઓછો પ્રકાશ પડ્યો ને એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ 
કોણ આશા? '
આશાની આંખો ફરકી. ' કોણ ગૌતમ ? ' પોતાના ભીનાં વસ્ત્રોને સંકોરતી આશા બેઠી થવા ગઈગૌતમે કહ્યું  ' તમે જરાક સૂઈ રહોકપડાં બીજાં બદલાવવાનાં તો નથીપણ હમણાં પવન
માં સૂકાઈ જશે. '
'' અરે ક્યા બાત હૈ ભૈયા ! ' પાછળથી એક અવાજ આવ્યોપાછળ બાવા મૂળભારથી ઊભા હતા. ' નદીમાં કાંઈ પડ્યું ? બાવાજી બાવા તરીકેની આબરૂ જાળવવાને  થોડુંક હિંદુસ્તાનીમાં 
બોલીને પાછા ગુજરાતીમાં સરી પડ્યા. ' ચાલો ભાઈબાઈને લઈ લેશો ? આરી મઢૂલી પાસે  છે. '
આગળ બાવાજી ચાલ્યા.
ગૌતમ આશાને ઉપાડવા જતો હતોપણ આશાએ કહ્યું  'હું ચાલી શકીશ. '
સીધા કાંઠા ઉપર ઝાડોનું ઝૂંડ હતું ને ત્યાં બાવાજીની મઢૂલી હતી. ' બાઈતમે અંદર જાઓઅંદર દેવતા બળે છેશરીરને ગરમ કરોકપડાં સૂકવોઅમે આંહી બહાર બેઠા છીએઆંહી કશી વાતનો ભો નથી હો. 'ગૌતમને બાવાજી મઢૂલી સામેના ચોકમાં ધૂણી ધખતી હતી ત્યાં બેઠાબાવાજીને સમય તો બાર 
કલાકનો  માંડ મળ્યો હતોપણ એમણે ઠીકઠીક પથારો જમાવી દીધો હતોચાર ઠૂંઠાં જમીનમાં ખોસી ઉપર ને ફરતાં ઘાસનાં છજાં બાંધી લીધાં હતાંમઢૂલી સામેની જમીન ચોખ્ખી કરી હતીવચમાં માટીનો ભઠ્ઠો બનાવીને ધૂણી બનાવી હતી ને ધૂણીની વચમાં મોટો 
ચીપિયો ખોસ્યો હતોચીપિયા ઉપર કાળું ખપ્પર ઊંધું ભરાવ્યું હતું
અસાધારણ તાકાતવાળો માણસ  ખેસવી શકે એવો મોટો કાળો પથ્થર બાવાજી ક્યાંકથી ઉપાડી લાવ્યા હતાપથ્થર્ને જમીનમાં ઊભો ખોસ્યો હતોઉપર સિન્દૂર ને તેલનો પાકો ચોપડ કરીને
એણે કાળમીંઢ પથ્થરમાંથી હનુમાન બનાવી દીધા હતા
બાવાજીએ ધૂણીમાં જ્વાલા જલાવીને એના પ્રકાશમાં એમણે ગૌતમને જોયો. ' અરે કોણ તુમ '
કોણ મૂળભારથીજી ? ' ગૌતમે બાવાજીને ઓળખ્યા. ' નમસ્કાર બાવાજી ! ' 
 શુ વાત છે ?  છોકરી કોણ છે ? શું કામ આપધાત કરે છે ?'
હૈયાનો તમામે તમામ રંજ જાણે મૂળભારથીને જોતા વેંત  ઊતરી ગયોઅરે એક અબૂધ રજપૂત મૂળુ માણેકના નામ ઉપર બોતેર પેઢીનો ગરાસ ડૂલ કરીને બેઠો છેતો પોતે ખોયું 
શું છે ?  આનો તો મળ્યું હતું ને એણે ગુમાવ્યું છેમને તો મળ્યું  ક્યાં હતું ? હજી તો મળવાનું હતું તે  ગયું છે ને ? નિખાલસ રીતે ગૌતમ હસી પડ્યોખડખડાટ હસી પડ્યો
'બાવાજી !  દુનિયા વિચિત્ર છેહું  આપઘાત કરવા આવ્યો હતોને એને આપઘાત કરતાં અટકાવવામાં હું મારું કામ તો ભૂલી ગયો. '
 મૂળભારથીને લાગ્યું કે   માણસનું કાંઈક ચસકી ગયું છેએણે પૂછ્યું  ' તમારે વળી આપઘાત કરવાની જરૂર શી પડીભાઈ ?'
ગૌતમે કહ્યુ  ' મારેય થોડી ઘણી તમારા જેવી અધ્યારી આવી પડીતમને તમારી તાકાતનું ગુમાન હતુંમને મારી કવિતાનું અભિમાન હતુંએમાં એક રામકહાણી થઈ ગઈ. '
એવી શી ભીડ પડી ભાઈ તમને ?'
વાત કરો માબાવાજી ! મેં મોટા ગોરા સાહેબ પાસે મૂળુ માણેકની મરદાનગીનાં વખાણ કર્યા
તો એમાં શું થઈ ગયું ? મરદ હોય એને મરદ કહેવો એમાં બીક શાની ? '
'  વાત છે ને મરદ હતો ને એને મરદ કહેવામાં મારે કાયરનું મોત શોધવાની વેળા આવી.'
જો તમે કાયર હો તો મરદાનગીને બિરદાવવાની તમને શી ભીડ પડી ?  ને અગર જો મરદની મરદાનગીને તમે બિરદાવતા હો તો પછી તમારે કાયર થઈને જીવવાની શી જરૂર કે કાયર
થઈને મરવાની શી જરૂર ? 'ગૌતમ મૂળભારથી સામે તાકી રહ્યો.
શું જુઓ છો મારા મોઢા સામે  ?'
હું ?' ગૌતમ હસ્યો  ' હું તમારા મોઢા સામે જોઉં છું એટલા માતે કે તમે મને અત્યારે એક વાત કરી ને મારું ગુરૂપદ લીધુંમરદની મરદાનગી બિરદાવનાર જો થોડીક પણ મરદાનગી 
બતાવે તો કામનું શું ? '
 તો દેખીતી વાત છે ને ભાઈ ? '
હાસ્તો બાવાજી , એટલી બધી દેખીતી છે કે દેખાતી નથીઉપનિષદમાં કહ્યું છે ને કેસુવર્ણના પાત્રથી સત્યનું મુખ બંધ છેતે હે પુરુષ ! તારે ઉઘાડવું ઘટેજગતનાં તમામ સત્યો બાવાજી
સુવર્ણના ઢાંકણાંથી ઢંકાયાં છે.' 
આશા બહાર આવીને ધૂણી પાસે બેઠી.
હવે તને સ્વસ્થતા છે બેટા !' બાવાજીએ પૂછ્યું.
હાબાવાજી ! '
ગૌતમે કહ્યુંઃ ' મને ખ્યાલ નહિ કે હું નદીમાંથી આત્મહત્યા કરતાં તમને બચાવું છું.'
શું કરુંમારા પિતાજી .... '
'સમજ્યોહવે ?'હવે કાંઈ નહિહએ તો હું વતરણી પાર ઊતરી છુંબાવાજી કહે છે તમે મરદને બિરદાવનારે જાતે બહાદુરી બતાવવી જોઈએહવે હું થોડીક 
બહાદુ થઈશમારા પિતાને ઘરે નહિ જાઊં.તમારે ત્યાં  આવીશજ્યાં કવિ ત્યાં કવિતાહવે મને કે તમને કોઈ છૂટાં પાડી શકશે નહિ. મોડી રાતે તેઓ પાછાં ઘેર પહોંચ્યાંબેમાંથી કોઈ ઘેર એમનાં જવા અને આવવાનો અણસાર પડ્યો  હતોગૌતમે ઘેર આવીને હીંચક્યા કર્યું  પોતાની કલમ કાઢીસામે ધરીએને પ્રણિપાત કર્યા. ' સરસ્વતી ! હવે હું તારે ખોળે છુંમા ! તને હું કદી બેઈમાન નીવડીશ નહિ અને તું મને તારે દેવું હોય તે દેજે

ચાહે તો અન્ન વસ્ત્ર આબરૂ દેજેચાહે તો ભૂખતરસથાક , દુઃખ જેઆપવું હોય તે આપજેમા ! મને તારી પાસેથી બીજું કાંઇ નથી જોઈતુંજોઈએ છે એક, મારી બુધ્ધિ નિર્મળ રાખજેમારા દેશને જાગ્રત કરવા તરફ ઉન્મુખ રાખજેએટલું માગુ છું માતારી પાસે ! '( ક્રમશ ઃ ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો