બુધવાર, 12 ઑક્ટોબર, 2016

૧૦. શોભારામ ગયા



શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ ૧૦. શોભારામ ગયા
આશા ! ' ગૌતમે ખાટ ઉપર હીંચતા હીંચતા કહ્યું  ' આજ મેં પિંગળપ્રેવેશ પૂરો કર્યો. '
આશાએ કહ્યું " ' કવિતા બનાવવામાં આટલું સુતારી ને લુહારી કામ જોઈતું હશેએની તો મને તમે પિંગળનો અભ્યાસ કર્યો ને પિંગળ લખ્યું ત્યારે  ખબર પડી હોમને તો એમ કે બસ કવિ
 આંખો મીંચે ને નદીકાંઠે ફરવા જાય ને મૂળભારથી બાવાજી સાથે ગપ્પા લગાવે એમાં કવિતા આપમેળે રચાતી હશેકવિ બનાતું નથીકવિ તો જન્મવું પડે છે. '
જન્મે છે તો માત્ર ધૂનીઓદુનિયાની નજરમાં બેવકૂફોકવિ તો થવું પડે છેએમાં તો તું કહે છે તેમ માત્રાઓ ઉપર સુતારી કામ કરવું પડેશબ્દો ઉપર લુહારી કામ કરવું પડે---ને બેય કરતાં
 શીખવું પડેકવિતાનું જો કારખાનું કરવું હોય તો એમાં કેવા ઢાળા જોઈએકેવા બીબાં જોઇએએની પાઠમાળા મેં લખી નાંખીહવે ઉપેક્ષાઓ ને અલંકારો વિષેનુ પુસ્તક તૈયાર કરું છુંસાથે
સાથે શબ્દોનો પણ કોષ તૈયાર કરું છુંપણ હવે મને વિચાર થાય છે. '
શો ? '
આગળ બુધ્ધિ વાણિયો ને પાછળ બુધ્ધિ બ્રહ્મ ' જેવું મારે થયું છે બધુંય લખું છું પણ છપાવશે કોણ ? દરેક પુસ્તક છપાવવાના પૈસા થાયએને માટે છાપખાનું જોઈએ બીબાં જોઈએ.
આપણાથી થોડું  રાવણહથ્થાની જેમ ગામેગામ ગાતું જવાશે ? ' 
વળી કોઈક નીકળી આવશે છપાવવાવાળો. '
છપાવવાં પહેલાં બીબાં તો જોઈએ ને ? અંગ્રેજીની જેમ ગુજરાતીમાં બીબાં હોય તો મજા આવેપણ તારી વાત ' મિયાં કે પાંવમેં જુતિયાંજેવી છે. ' ગામમાં પેસવાના સાસાં ને પટેલ ને ઘેર
ઊનાં પાણી. '
ત્યાં બારણામાંથી અવાજ આવ્યો. ' અરેગૌતમ ઘેર છે કે ? '
અરે ! ' આશાએ ચમકીને કહ્યું  '  તો મારા બાપુ ! '
તમારા બાપુ ! કોણ પ્રભુરામભાઈ ? પણ એમનો અવાજ  નથી .'
મારા બાપુ એટલે કે મયારામકાકાપ્રભુરામના ભાઈમુંબઈ રહે છે તે ! '
બોલનાર માણસ ડેલીમાં દાખલ થયો  ' અરે ગૌતમ !  ગૌતમ ! આશા ! '
પધારો ! ' ગૌતમે બહાર આવીને આદર આપ્યો. ' પધારો મયારામકાકા. '
દક્ષિણી પૂનાની પેઠણ પાઘડી તથા તાતિયાશાહી ચાંચવાળા ચંપલ પહેરેલોએક ગોરો ને ભરેલા શરીરનો માનવી જાડી અને સોનાની મૂઠવાળી લાકડીને ટેકે ઓટલામાં પગથિયાં ચડવા
લાગ્યો.
આશા ! ' ઓટલે ચડતાં ચડતાં એણે સાદ દીધોઃ 'તરસ લાગી છેકાકાને પાણી તો પા. '
પ્રભુરામે  ઘરનું અન્નજળ હરામ કર્યું હતુંએની અપેક્ષાએ મયારામે આવતાંવેંત પાણી માગ્યું આશાને પ્રિયકર કૌતુક લાગ્યુંઆશાએ પાણી આપ્યું પાણી પીને મયારામે પૂછ્યું 
કેમ બેટાછો તો મજામાં ને? '
હા. બાપુ !'
તું મજામાં હોય એટલે બસકેમ ગૌતમ ખરું ને ?'
જી !'
'મને તો પ્રભુરામનો કાગળ મળ્યો કે તરત આવ્યોમને એમ કે આશાએ  વળી શું કરી નાંખ્યું ? આંહીં આવીને જોયું તો આશાએ તો બસ પ્રેમલગ્ન કર્યું હતુંપ્રભુરામ હજી જૂના 
જમાનાનો માણસ એને હજી ખબર નથી કે અંગ્રેજોમાં તો રોજ બધી  છોકરીઓ પ્રેમલગ્ન કરે છેછોકરો ખોટો  હોય તો બસ'
બાપુ ! એમને અમલદારી મળવાની હતી તે  મળીએમાં કાકા ખિજાયાવેવિશાળ તો એમણે  જાહેર કર્યું હતું.'
હશેપ્રભુરામ સમજશે વખત આવ્યેહજી નાતજાતમાં એનો જીવ છેએણે બહારની દુનિયા ક્યાં જોઈ છે ? માનીશ તો મારું  પાણી હરામ કરીને બેઠો છે. '
તમારું ?'
હામેં આવીને વાત સાંભળીને કહ્યું કે  થયું તે થયુંછોકરી તો આપણી છે ને ? છોકરાં તો છોકરાં થઈને છૂટી જશેઆપણે તો માબાપ છીએમેં કહ્યુ કે હું તને મળવા આવવાનો છુંએમાં 
 મારા ઉપર પણ રિસાઇ બેઠોએને બસસાહેબની મિજાજપૂચ્છીની લાગી છેભલા માણસઆપણે વેપારીસાહેબ બાહેબ તો જાણે સમજ્યા  આખરે વેપાર કરવા આવ્યા છે ને ?  
 વાણિયો છે અંગ્રેજવેપારી સાથે કદિ નહિ બગાડેપણ મારી વાત એને ગળે  ઉતરીમને કહે કે આશાને ધેર જશો તો તમારું યે પાણી મારે હરામઆવું છે પ્રભુરામનું તો. '
'બાપુ !' પોતે બે ભાઈઓ વચ્ચે કજિયાનું કારણ બની છે  જોઈને આશાને ખેદ થયો
તું મુંઝાઈશ મા તો આવી જશેસરખું બે ચાર દિવસ બહાર રહેશો એટલે આપમેળે સહુ ભૂલી જશેમોટો સાહેબ છે કે જશે ને એની જગ્યાએ બીજો આવશેએટલે પ્રભુરામ પણ પછી
ભૂલી જશેડાંગે માર્યાં પાણી છૂટા પડે છે ? તમે એમ કરોબેય મળી જણા મારી સાથે મુંબઈ આવોત્યાં વેપારીમાં સારી નોકરી જશેસુરતમાં કોઇને કદર  હોયમુંબઈમાં તો માથાં ફરેલાં
ની કિંમત વધારે સમજી !'
 આશાએ કહ્યું  ' બાપુ ! નોકરી તો એમને કરવી નથી. '
નોકરી નથી કરઈ ? તો શું શોભારામ પાસે ગરથ છે ?'
ગરથમાં એમની વિદ્યા ને એમની કવિતા કવિતાઓ લખશે.'
 મને ના સમજાયુંકવિતા લખવાથી તમારા બેયનું ગુજરાન કેમ થશે ? '
કવિતાઓ લખશેલોકો વાંચશેલોકોમાં હિંમત આવશેકૌવત આવશેસમાજમાં સુધારાઓ થશેલોકોમાં જાગ્રતિ આવશેલોકોમાં સ્વદેશાભિમાન જાગશેપ્રેમશૌર્યની ભાવના પેદા
થશેલોક માત્ર કસુંબલ રંગે રંગાશે.'સમજ્યોપણ એમાં તમારાં બેનું દાળિદર કેમ ફીટશે ?'
ભગવાન જેવડો ધણી છે ! ' આશાએ કહ્યુંવરસના મહિના બારમહિનાનાં અઠવાડિયાં ચારઅઠવાડિયાના દિવસ સાતદિવસના ટંક બે બધો  વખત ખાવાનુંએની ફિકર શી ?
ને કોઈક દિવસ ખાવાનું ના મળ્યું તો  એની ફિકર શી ?'
સમજ્યોહવે ભાઈ ગૌતમ ! તમે શું કહો છો ? આશા તો જાણે તમારી કવિતાઓ ઉપર જીવશેપણ તમે ? '
જીમેં ઝાઝો વિચાર નથી કર્યોપણ એટલો દ્ર્ઢ નિરધાર કર્યો છે કે હું જીવીશ મારી કલમથી ને મરીશ પણ મારી કલમથીપણ એમ ધારણા છે કે કવિતાઓ લખીશએને છપાવીશ
એમાંથી પેટગુજારો નીકળી રહેશે. '
ભજનો ગાઈને ભીખ માંગીને પેટ ભરતા રામલીલાવાળા મેં જોયા છેઆખ્યાનો ગાઈને સીધાં ઉપર નભતાં માણભટ્ટ પણ મેં જોયા છેપણ કવિતાઓ લખીએને છપાવીએને વેચીને
ગુજારો કરનાર કવિ મેં જોયો  નથી ને સાંભળ્યો યે નથીને કવિતાઓ એમ ને એમ છપાતી કે છપાવાતી નથીએમાં કાગળ જોઈએકાગળવાળા કાંઇ કવિતાથી રિઝાય એવા હોતા નથી.
એમને રોકડા પૈસા જોઈએને છાપખાના....પણ ગુજરાતી છાપખાનાં છે ખરાં ? '
આપ કહો છો  તકલીફ તો  છેપણ એમાંથી રસ્તો નીકળી આવશે.'
ને રસ્તો નીકળી આવે ત્યાં સુધી-- ?'
ગૌતમ ચૂપ રહ્યોકાંઈક થઈ રહેશે એવી એને શ્રધ્ધા હતીશું થશેકેમ થશે એનો હિસાબ એની પાસે  હતો.
આપણે એકબીજાને કાગળથી સમજી  ના શકતહું જાતે આવ્યો   ઠીક થયુંહવે આપણે એમ કરોતમે જાણે કવિતાઓ લખવા મંડી પડોછપાવવા વગેરેની તજવીજ હું કરીશ. '
બાપુ ! તમે કેવા ભલા માણસ છો ?'
હું ભલો છું કે તમે બન્ને ભોળાં છો તો આગે આગે ગોરખ જાગે જેવી વાત છે.'
ત્યાં ગવરીશંકર હાંફતો હાંફતો આવ્યોમયારામને એણે નમસ્કાર કર્યાને ગૌતમને જોઈને એણે કહ્યું  ' ગૌતમભાઈ ! શોભારામની તબિયત એકદમ નરમ થવાના સમાચાર આવ્યા છેતમે 
 સદર અદાલતમાં જાઓ તો ખરા. '
તે તું ભેગો જાને ?' મયારામે કહ્યું
મારું તો ગૌતમભાઈ સમજે છેપ્રભુરામભાઈને નારાજ કરવાનું મારું ગરીબનું ગજું શું ?  તો એક પટાવાળો તમારું ઘર શોધતો આવ્યો એટલે હું પ્રભુરામભાઈથી છાનો છાનો કહેવા આવ્યો.
ગૌતમભાઈ જાઓ છો ને ?'
હા.' ગૌતમે ઉતાળે કપડાં પહેરતાં કહ્યું
ચાલો હું  આવું.' મયારામે સાથ પુરાવવાની તત્પરતા બતાવી
ભાડુતી ગાડી કરીને ગૌતમ મયારામ સાથે સદર અદાલતમાં પહોંચ્યોત્યાં એમને એક સ્થળે એક નાનું ટોળું સ્તબ્ધ બનીને ઉભેલું જોયું.
બન્નેએ ટોળાની વચમાં થઈને જોયું તો લહિયાના મેજ ઉપર નકલ કરવાના કાગળો પડ્યા હતાએક કાગળ ઉપર થોડી લીટીઓ લખાઈ હતીને હાથમાં અધૂરા રહેલા શબ્દના અધૂરા રહેલા
 અક્ષર ઉપર કલમ ઠેરવીને શોભારામ ઢાળિયા ઉપર બેઠેલા  ઢળ્યા હતા.
ટોળામાંથી કોઈ કાંઈ બોલ્યું નહિચાલ્યું નહિગૌતમે શોભારામ પાસે જઈને અવાજ દીધો  ' બાપુ ! બાપુ !'
વધારે અનુભવી મયારામે શોભારામના હાથ ઉપર હાથ મૂક્યોકપાળ ઉપર હાથ મૂક્યોઆંખો ખોલી જોઈહ્રદય ઉપર હાથ મૂક્યો.
ગૌતમ ! ' મયારામે ગંભીર અવાજે કહ્યું  ' બૂમો પાડો નહિહવે  કોઈ બૂમ સાંભળે એમ નથી. ''
બાપુ------'
મયારામે કહ્યું  ' શોભારામભાઈનો દેહ છૂટી ગયો છે ગૌતમ !'
બાપુ ! બાપુ ! ' ગૌતમ જોરથી રડી પડ્યો.
ગૌતમધીરજ ધરો. ' મયારામે કહ્યુંટોળા તરફ જોઈએન કહ્યું  ' આંહી કોઈ ખાટલાની વ્યવસ્થા થાય તો એમને ધેર લઈ જઈએ'
સંતરીની ઓરડીમાં ખાટલો આવ્યોશોભારામના દેહને ખાટલા ઉપર નાંખ્યોમયારામે પોતાની પછેડી ઓઢાડી.
મંજૂરોને બોલાવીએ.' મયારામે ટોળાં તરફ જોઈને કહ્યું
બે પટાવાળાઓ ને બે લહિયાઓએ વગર બોલ્યે ખાટલો ઉપાડયોને વીસ વરસની ઉંમરે સદર અદાલતમાં દાખલ થયેલો લહેયો એમ છેલ્લી વાર સદર અદાલત છોડી ગયો.
શબને પરસાળમાં સુવાડીને છેલ્લી ખાતરી કરવા માટે વૈદને બોલાવવામાં આવ્યાપણ એમાં તો વૈદ પણ બીજો અભિપ્રાય આપી શકે એવું  હતુંઆશા ને ગૌતમ જોરથી રડવા લાગ્યાં
શોભારામને ખાટલામાં નાંખીને ઘેર લાવ્યાનું સાંભળીને પાડોશીઓ તો એકઠાં  થયા હતાતેમને મયારામે કહ્યું  ' હવે તો આપણે પતાવવાનું રહ્યુંશોભારામભાઈ તો ગયા.
તમે બેસો.' પાડોશમાં રહેતા એક અધઘરડા માણસે કહ્યું હું નનામી ને લાકડાંથી તજવીજ કરું છુંઆંહી દેવતા પડાવજો. ' ને  માણસે એક બીજા ભાઈને ઉધ્ધેશીને કહ્યું  ' નાનાભાઈ !
તમે નાતમાં ખબર કરો. '
ચાર શ્વાસના પરણેતર પછીના  પહેલા  ગંભીર અવસરને ગૌતમ ને આશા હ્તચેતન જોઈ રહ્યાંમયારામ પોતાના કપડાં ઉતારીને ડાધુના વેશમાં બેઠો હતો
પાડોશીઓએ અને આવી પહોંચેલાં નાતીલાઓએ જે કાંઇ કરવા જોગ હતું તે બધું  કરવા માંડ્યું- -- કરી નાખ્યું ને એકાદ કલાક પછી તો ગૌતમ અને મયારામની ખાંધે ચડીનેબીજા બે 
નાતીલાઓની ખાંધે ચડીને શોભારામે પોતાના ભાંગી  ગયેલા સ્વપ્નાના સ્મશાનમાં મકાનમાંથી ગામના સ્મશાન તરફ છેલ્લી વિદાય લીધી.
ઘર બહાર નીકળેલી નનામી પાછળ આશાએ કાળજું ભેદે તેવી ચીસ પાડી  ' બાપુ ! બાપુ ! '
મોં વાળવા આવેલી બે બૈરીઓએ મોટા અવાજે છાતી કૂટવા માંડી ને મોટે અવાજે ' હાય ! હાય ! ' નો પુકાર કરવા લાગી.
ચારેક ક્લાક પછી ડાઘો પાછા આવ્યા.
અરધાએક કલાક પછી જે કોઈ આવ્યા હતા તે બધા પાછા ગયાગૌતમને આશા એકલા પડયાંઆશાએ કહ્યું  ' મને લાગે છે કે બાપુનો જીવ મેં લીધો...મેં... '' ચૂપ કર ગાંડીનિર્માળ કોઈ ટાળી શકે એમ નથીબાપુ છૂટ્યા કે એમને દીકરાની પ્રતિગ્નાનો બોજો વેઠવો ટળ્યોહવે તો બાપુએ મારગ મોકળો કર્યોને તારા કાકાએ રાહદારી બનાવ્યો.
હવે બાપુને સાંસારિક જાળ નહિ નડેદુનિયાદારીની ઉલ્ઝન નહિ નડેસ્વર્ગમાંથી જગતની વેપારી વહેવારિકતાથી પર એમનો આત્મા મારા આત્માનેમારા ઉધ્યોગને જોશે ને એમને થશે 
કે ગૌતમ ભલે પાર ઉતારી  શકે તો  એક સુંદર સત્કાર્ય આચરે છેઆશા ?'
હવે શી ફિકર છે ? તમે કવિતા લખોકાકા છપાવશે  ને લોકો વાંચશેઆજ સુધી કવિઓએ લોકોને કેવળ રાજાઓનાં ને અંગ્રેજોના વખાણ કરનારી કવિતા  આપી છેએમણે તો ખાલી
કાગળો  સળગાવ્યાં છેપરંતુ તમે લોકોનાં હૈયાં સળગાવજોતમે લોકોના ચિત્ત ચળાવજોએમનું આળસ દૂર કરજોલોકો આજકાલ પારકે ઘરે પોતાનાં ક્લાકસબવિચારઆચાર
ઘરાણે મૂકતા થયા છેઆપણા દેશમાં આપણું રાજ્ય સ્થાપવાના૫૭ ના બળવા પછીલોકો  પાટલાથી ઊઠીને સાવ સામે પાટલે બેસવા માંડ્યા છેતમે  સંદેશ જીવતો રાખજો
લોકો અંદર અંદર પ્રેમ રાખેશોર્ય બતાવેપોતાની ખરાબ રીતભાતો સુધારે અને રિવાજ્ના આચારનાઅગ્નાનના બધા - ત્રિવિધ બોજાને પરહરીને સ્વદેશાભિમાન  દાખવે.... ગૌતમ,
તમારુમ તો  ધરણી ઉપર   કર્તવ્ય છે  દેશમાં સરકારને અનેક અમલદારો મળશેપરદેશી આચારોવિચારો ને રાજ્યની ભાટાઈ કરનારા ભાટો પણ મળશેલોકોને કવિ નહિ
મળેતું લોકનો કવિ છેગૌતમલોકૈષ્ણાની પાછળ તારી લોક ઉપાસના એળે  જાય હો ?'
કાં બેઠા છો કે ? ' કહેતો ગવરીશંકર અંદર આવ્યો. ' ભાઈ ! હું બહુ રોકાઈશ નહિ હોમયારામભાઈ મુંબઈ જાય છેએની તૈયારી કરવાની છે મારેપણ શોભારામભાઈની વાત ભૂંડી 
થઈ હોભારે અશરાફ માણસએનું મૂલ નહિ થાયપ્રભુરામભાઈને અંટસ પડી ગયો તે તો જિંદગીભર જશે નહિપણ મયારામભાઈ સમજુ માણસ.'
ત્યારે કાકા જાય છે ?'
હાએમનાં ને પ્રભુરામભાઈનાં મન થયાં ઊંચાપછી  કહે કે હવે અહીં રહેવામાં સાર નહિએમને લાગ્યું કે પોતે કાંઈક બોલી બેસે ને નાહકનો ઝગડો વધી જાય એના કરતા મુંબઈમાં સારા. ' ' ત્યારે મારા બાપુ હજી ગુસ્સામાં છે ?'
'એની ફિકર હવે ના કરોબેનવાજતું ગાજતું ઠેકાણે આવશેમયારામભાઇ છે તમારાપછી વહેલા કે મોડા બાપુ ઠેકાણે આવશે  . મને થયું કે ગૌતમ એકલો બેઠો હશે તો જરા મોઢે જઈ આવું ! '' તમારી મહેરબાની ! '
મહેરબાની મારી ? ગાંડા શું કાઢો છો ? હું તો શોભારામભાઈનો ૠણી છું તો વળી હમણાં તમ આશાબેનને પરતાપે ઠરીને બેસવાપણું આવ્યુંબાકી ભાઈમારી જિંદગીય ધસડબોરામાં 
ગઈ છેને  કાળમાં મને શોભારામભાઈએ ભાઈ જેવો ગણીને મારાં કામ કર્યાં છે હોમારુમ તો તમે જાણો છો ને ભાઈકુટુંબનો હું પૂરો દુઃખી હો ભાઈ ! ઘરમાં મારી વહુ માંદી-સાજી રહે.
બે વિધવા ને તેય જુવાન--એક દીકરીને બીજી દીકરા વહુ એક સધવા કહેવાય એવી બાકી બધી વાતે વિધવા વહુ--દીકરાનીબચ્ચરવાળ માણસમાંદુ સાજું ઘરમાં કાંઇક ને કાંઇક ચાલ્યા
  કરતું હોય વખતે શોભારામભાઈ મનનો રાજા ભોજએનું મૂલ નહિ થાયભલે પ્રભુરામભાઈ તંતે ચડ્યાપણ શોભારામભાઈના છોકરા જોડેના સંબંધમાં તો સમજુ માણસ રાજી થાય.
ઠીક ત્યારે હું રજા લઉં ? '
ગવરીશંકર ડેલી બહાર નીકળ્યોત્યાંથી પાછો વળ્યો. ' અરે ભાઈહું ભૂલકણો તે સાવ ભૂલકણો વાતોએ એવો ચડી ગયો કે કામ  ભૂલી ગયો જે માટે આવ્યો હતોમયારામભાઈએ આશા બહેનને  બસો રૂપિયા મોકલાવ્યા છે. '
આશાએ ગૌતમ સામે જોયુંગૌતમે કહ્યું મયારામભાઈનો  ઉપકારપણ એમને મારા વતી કહેજો કે આપની મદદ હુ લઈ શકતો હોત તો હું નોકરી છોડીને લખનનો વ્યવસાય શા માટે લેત ?  મારે હવે તો લોકો મારાં કાવ્યોની જેટલી કદર કરે ને એની નવાજેશમાં મને જે કાંઈ આપે એના ઉપર  જીવવું છેએમને કહેજો કે મારો કાવ્યસંગ્રહપિંગળ વગેરે છપાવવા
માં એમની સહાય અવશ્ય લઈશપણ મારા જીવનનિર્વાહ માટે તો મારી કલમ મને આપશે તે  લઈશ. '
આશાબેન ! ' ગવરીશંકરે કહ્યું, '  તો કવિ છેકાકા રૂપિયા આપે છે કાકા ક્યાં પારકાં છે ? લઈ લ્યોને કામ લાગશે. '
જ્યાં ગૌતમ ત્યાં હું. ' આશાએ જવાબ આપ્યો  ' મને જો પૈસાની  ભૂખ હોત તો હું મારા બાપનું ઘર  શું કામ છોડત ? '
ત્યારે હુ જઉં છુંઆવતો રહીશપણ વખત છે  અવાય તો કામકાજ કહેવરાવજો'( ક્રમશ ઃ ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો