રવિવાર, 2 ઑક્ટોબર, 2016

પ. ફુલાંગાર


શાયરશ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણફુલાંગાર
ગૌતમ કપડાં પહેરીને નીચે ઉતર્યો ને શોભારામે પોતાનેઆ પુત્રને અમલદારી લેબાસમાં જોયોએને કહ્યું  ' જરા બેસોસારા શુકન જોઈને જજો.'
ગૌતામ ખાટ [પર બેઠોનાટકનો રાજા સિંહાસન ઉપર બેઠો હોય તેમશોભારામ ડેલીએ જઈને ઊભો રહ્યોસારા શુકન થાય  માટે કોઈ ગાયકુંવારકા કે માથે બેડું લઈ આવતી બાઈ પોતાની ડેલી
તરફ આવતી હોય તો એની રાહ જોતો ઊભો રહ્યો.
થોડીવાર થઈને પાડોશમાંથી એક છોકરી બહાર નીકળીશોભારામે કહ્યું જરા ઊભી રહેજે હોબેટા.'
ગૌતમ તરફ જોઈને એમણે સાદ દીધો. ' હવે તમે બહાર આવોકુંવારકાના સારાં શુકન થાય છેજાઓ ફત્તેહ કરો. '
ગૌતમ બહાર નીકળ્યોનવા અમલદારા જતો જોવાને પાડોશના ઘરોમાંથી ચારપાંચ વૄધ્ધો ને અર્ધ વૄધ્ધો નીકળ્યા.
આવજો ભાઈકરો ફત્તેહ !'
ગૌતમ ચાલ્યો જતો હતોશોભારામ એની પીઠ પાછળ ક્યાંય સુધી જોઈ રહ્યોધીમે ધીમે  ઘરમાં આવ્યોખાટ ઉપર બેઠોએના મનમાં ઘોડા ઊડવા લાગ્યા
હવે ગૌતમ સરિયામ રસ્તા ઉપર આવ્યો હશે.
'હવે  અદાલતમાં પહોંચ્યો હશેહવે સંત્રીઓ એને સલામો ભરતા હશેરાવસાહેબ એને સલામ ભરતા હશે
'હવે એણે સાહેબને વરધી કહેવરાવી હશે.
'હવે સાહેબે એને અંદર બોલાવ્યો હશેહવે સાહેબ સાથે એની મુલાકાત થતી હશે. '
'સાહેબની મુલાકાત પૂરી થયા પછી ગૌતમ પોતાની ઓફિસ તપાસતો હશે......... ' શોભારામની આંખો મળી ગઈવર્ષોનો થાક એના ઉપર જાણે સવાર થયોખાટ ઉપર   ઊંઘી ગયો
ઊંઘમાં એને સુંદર સ્વપનાં આવતા હશેકેમકે એનો ચહેરો પ્રફુલ્લ બન્યો 
હતોકેટલો કાળ ગયો એની ગણતરી સ્વપ્નાં કરતાં નથીને ઊંધમાં એવી ગણતરી થઈ શકતી નથીએના કાનમાં કોઈએ મોટેથી બૂમ પાડી શોભારામ ! શોભારામ. '
ઝબકીને શોભારામ આંખો ચોળતો જાગ્યો  'હો ... હો... કોણ ...કોણ... અરે પ્રભુરામભાઈ ? ' 
'શું ધૂળ પ્રભુરામભાઈ ? તમે ને તમારા છોકરાએ મારું નાક કપાવ્યું . '
પ્રભુરામના અવાજમાં ચીડ ને રોષનો રણકાર સાંભળીને શોભારામની ઊંઘ ખરેખર ઊડી ગઈ
જી... જી... જી. '
'શું જી જી કરો છો ? તમે બાપ ને દીકરાએ મળીને મને શહેરમાં કે નાતમાં કે પેઢીમાં મોઢું દેખાડવા જેવું  રહેવા દીધુંતમને દીકરી દીધી હતી તે મારું નાક કપાવવા દીધી ? મારી હાંસી કરાવવા દીધી
હતી ? ' ' જો મારો વાંક થયો હોય તો આપ ફરમાવોને હું માફી માંગુમારા પુત્રનો અપરાધ હશે તો  આપની માફી માગશે. '
'ધૂળ માફી માગે ? તમારા દીકરાએ તો ઉકાળ્યું મોટા સાહેબનું અપમાન કર્યું. '
મારો દીકરો સાહેબનું અપમાન કરે ?'
કરે શું કર્યું   ને સાહેબે એને નોકરી ઉપર ચડવાનીએ ના પાડી દીધીસાહેબે કહ્યું તમ તમારે કવિતા ગાયા કરોને લખ્યા કરોતમારા જેવા ઉધ્ધત માણસથી સરકારી નોકરી નહિ થાય. '
માથા ઉપર ડાંગનો કોઈએ ફટકો માર્યો હોય એમ શોભારામને મગજમાંહૈયામાં , હાડેહાડમાં કળ વળી ગઈપરંતુ પોતાની સંભાવ્ય નાલેશીને પંપાળવામાં પ્રભુરામને શોભારામની વેદના નજરે
દેખાઇ નહિએમણે એમનું આખ્યાન ચાલુ રાખ્યું
'સાહેબને કાને કાલ રાતની વાત ગઈ હશેને મૂળ મૂળુ માણેકને સાત વરસની સજા કરનાર  પોતેમૂળુ ચરોડા જેલ  તોડીને ભાગ્યો ત્યારે સાહેબ ત્યાં પૂનામાંએટલે સાહેબને તો  બહારવટિયાનાં કાળાં કામાંની બધી ખબરએટલે સાહેબ મૂળુમાણેક સંબધી સરકારી દફતરે સાચી હકીકત શી છે  એને 
સમજાવવા બેઠાસાહેબ મોટા માણસ કહેવાય વાત કરેઆપણે સાંભળી લઈએ ને માથું ધુણાવીએ તો ક્યાં નીચા બાપના થઈ જવાના હતા ? પણ તમારા સપૂત તો મોટા પંડિત ખરાને,તે સાહેબ સાથે ચર્ચા કરવા બેસી ગયા
ચર્ચા તો કરી તો કરી પણ મૂળુ માણેક સંબંધેના પ્રચલિત દુહાનું ભાષાંતર 
પણ સંભળાવ્યુંભાષાંતર તો સંભળાવ્યું તે સંભળાવ્યું પણ વધારામાં મોટા 
સાહેબ ઉપર આળ પણ મૂક્યું કેમૂળ માણેકની મંગેતરને પકડીને એના ઉપર બહારવટિયાઓને મદદ કરવાનો આરોપ મૂકી એને ફાંસીએ ચડાવવાની ધમકી આપી. વળી જે મૂળુ હથિયાર મૂકીને તાબે થાય તો મૂળુ ને એની મંગેતર બેયને છોડી મૂકવાનુ મૂળુને ખુદ સાહેબે વચન આપ્યું હતું, ને સાહેબે મૂળુ તાબે થયા પછી સીધો વચનભંગ કરીને મૂળુને ચરોડામાં દેશનિકાલની સજાકરી હતી
સિંહને કોઈ કહે કે તારું મોઢું ગંધાય છે તો પછી એના પરિણામ પણ ભોગવવાં પડેસાહેબે કહી દીધું કે તમારા મનમાં સંસ્કાર સામે આટલી નાફરમાની ને બેઈમાની રહી છે જોતાં તમારે સરકારી નોકરી ઉપર હાજર થવાનું નથી.'
આપને  બધુ કોણે કહ્યું ?' 

સાહેબે જાતેમને એમ કે સાહેબ સાથે મુલાકાતમાં હું ઉપયોગી થઈ પડું એમ સમજીને હું પણ અત્યારે અદાલતમાં ગયો હતો ને સાહેબ પાસેથી પાછો આવું છું સીધૉ તમારા પાસેતમારા સપૂતની 
તમને તારીફ સંભળાવવા ! ''
શોભારામનો અવાજ જરા તરડો થયો  ' તે સંભળાવીહવે શું છે ? ' 
શું છે શું ? કાંઈ નથી.' પ્રભુરામે જવાબ આપ્યો  ' મારી આશાની હવે આશા મૂકી દેજોમારે કાગડાને કોટે દહીથરું નથી બાંધવું સમજ્યા. '
મૂઢ જેવા શોભારામને સામી દીવાલ્ને મૂક તાકી રહેલો મૂકીને પ્રભુરામ ગુસ્સામાં બહાર ચાલ્યો ગયોક્યાંય સુધી શોભારામ એમ ને એમ બેઠો રહ્યોએનાં ખુશ નસીબ સ્વપ્નાંના મેઘધનુષ રંગી
ભંગાર જાણે  ચૂંથી રહ્યો હતો.
'બાપુ ! બાપુ ! ' કોઈકે સાદ દીધો.
'  કુલાંગાર.... '
બાપુ ! ' શોભારામ ચૂપ રહ્યોથોડીવાર રહીને એણે કહ્યું  ' આશા ! તું હવેથી અહીં ના આવીશ તારે ઘેર જા. '
હું જવાની નથી . બાપુ ! હું તો અહીં  રહેવાની છુંમારા બાપને તમારી સાથે સંબંધ રાખવો હોય તો રાખેનહિ તો ભલે તોડેમારો ને ગૌતમનો સંબંધ તો કોઈ પણ તોડી શકશે નહિ. '
આશા ! '
હા બાપુ ! તમને બધાને અમલદાર જોઈતો હતો  મળ્યોતમને સહુને ઠીક પડે તેમ કરજો મારે ક્યાં અમલદાર જોઈતો હતો ? મને તો માયા કવિની હતી ને મારો કવિ જીવતો જાગતો છે  તો
મારો આનંદ છે. ' 
'આશા !'
'મારી ચિન્તા  કરોબાપુમારા બાપ્ને હું નહિ ઓળખતી હોઉં તો ક્યાં મારે એમની સાથે ભેદની રાખવી છે ? તમે એમને શોધી લાવોને ?  હજી ઘેર કેમ નથી આવ્યા ? '( ક્રમશ ઃ ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો