શનિવાર, 22 ઑક્ટોબર, 2016

૧૫. ચતુરદાસ ટિકિટચેકર


શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ: ૧૫ચતુરદાસ 
ટિકિટચેકર
ગાડી ધમધમાટ આગળ ચાલવા માંડીગાડીની અંદર બેઠેલા મુસાફરો પોતપોતાના સ્વભાવ પ્રમાણે સમય ગાળવા લાગ્યાંબે ત્રણ છોકરાંઓ બારીમાંથી લળીલળીને બહાર જોતાં હતાગાયભેંસબળદમાણસગાડુંકાંઈ દેખાય તો એકબીજાનું ને પોતાના માબાપનું ધ્યાન ખેંચતાંં હતાંએક ડોસીમા બેઠાં બેઠાં ભજન કરતાં હતાંને પોતાનું ભજન કરતાં કરતાં પોતાનું પોટલું પગતળે દબાવતાં જતાં હતાં
એક આંધળાના 'ગુરૂ મહારાજનું બિરદ ભોગવતા અને  કારણે ડબામાં પહોળો પલાંઠો વાળવાને પોતાને હકદાર માનતા સાધુ મહારાજ બેઠા હતાએમના ભૂત ભડકામણા દિદાર જોઈ ને બીજાં બાળકો શેહ ખાઈ ગયાં હતાંબાવાજી પોતાની ધર્મસાધનાની પ્રતીતિ આપવાને તુલસી રામાયણની ચોપાઈઓ તરડે રાગે આરડતા હતાચાર માણસ ગંજીફો ખેલતા હતાએક ભાઇ પાન ખાતા હતા. વારે વારે ઊઠીને બારીમાંથી થૂંકતા હતા ને વારે વારે નવાં પાન બનાવતા હતાએક ભાઈ ઊંઘતા હતાબે માણસો મોટે અવાજે વાતો કરતા હતા.
ગૌતમ એક ખૂણામાં આંખો બંધ કરીને બેઠો હતોઆશા અત્યારે શું કરતી હશે ? પોતે મુંબઈમાં જઈને શું કરશે ? પોતાને લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી ત્યારે મોઢું ધોવા ગયો હતોહવે   લક્ષ્મીની સાધના કરવા જતો હતો અભિમાની દેવી પોતાની પહેલી અવહેલના ભૂલશે ખરી ?...... આશા એકલી હશેપોતે જઈને તરત  કામ શોધી લેવું જોઈએનાનું મકાન રાખીને આશાને તરત બોલાવી લેવી જોઈએપાછળ રહી ગયું સુરત...દૂર દૂરને પ્રતિક્ષણ વધારે ને વધારે દૂર જતુંને આજ સુધી  જગતમાં પોતાનું જે કાંઈ પોતાપણું હતું  તમામ  સુરતમાં મૂકી આવ્યો હતો  પોતાનો આત્મા ત્યાં અવસાન પામ્યો હતોને પોતાનો જીવ હજી ત્યાં રહ્યો હતો તો જતું હતું એક કઠપૂતળું !ગાડી પૂરવેગથી જતી હતીસ્ટેશને થોડી રોકાતીપાવા બજાવીને આગળ વધતી હતીજાણે કે નવોઢા પિયુને ઘેર જતી હોય એમ મુંબઈ ભણી દોડતી હતીનદીનાં ધોડાંપૂર જાણે દરિયા તરફ ધસતાં હતાંએકવાર એને સ્વપ્ન આવ્યાં હતાં કે એની કવિતા પણ લોકસાગર તરફ આમ
  દોડશેને ત્યારે પોતાને બેવકૂફને ભાન ના હતી કે સાગર હંમેશા ખારો  હોય છેસાગરમાં 
લક્ષ્મી હતી  વિષ્ણુ લઈ ગયા બીજી રિધ્ધિસિધ્ધિ હતી  દેવતાઓ લઈ ગયામાણસને ભાગે તો સાગરનું લવણ ને સાગરધૂમતી સૂસવાટ  રહી. 'એય મહેરબાનઊંઘજો પછીટિકિટ લાવો ' ગૌતમને ઢંઢોળીને કોઈએ કર્કશ અવાજે બૂમ પાડીવિચારતંદ્રામાંથી ગૌતમ ઝબકીને જાગ્યોએણે જોયું કે ગાડી એક સ્ટેશને ઊભી હતીસ્ટેશન 
મોટું હતુંઅને ટિકિટ તપાસનારો એની પાસેથી ટિકિટ માગતો હતો.
ટિકિટ ! ગૌતમે પોતાના ગજવાં ઢંઢોળ્યાંટિકિટ ! એને યાદ આવ્યું કે પોતાની પાસે ટિકિટ તો નથી.  ' ટિકિટ નથી. '
તો નીચા ઊતરોતમારા જેવા ચીનના શાહુકાર કેટલાક આવે છેચાલો નીચે ઊતરો. '
પણ સાહેબ ! '
નીચે ઉતરોને હવેનહિતર પૈસા લાવો ! '
'પૈસા તો નથી. '
તો બાપની શાદીમાં જવા માટે ગાડીમાં બેઠો હતોઊતર નીચે. '
સાહેબઆપ જરા વિનય  રાખી શકો ? '
ઓહો...હો....વિનયવાળી  જોઈ હોય તો ? ઊતરે છે કે પોલીસને બોલાવું ? '
ડબ્બાના કૌતુકને પાત્ર બનતો ગૌતમ પોતાનો ખડિયો લઈને નીચે ઉતર્યોગાર્ડની સિસોટી વાગીગાડી ઊપડીગૌતમે જોયું કે પોતે વલસાડના સ્ટેશન ઉપર ઊતર્યો હતોટિકિટચેકર 
ગૌતમને બોચીમાંથી પકડીને સ્ટેશન માસ્તર પાસે લઈ ગયો
' માસ્તર સાહેબ !  એક 'વિધાઉટમુસાફર છેટિકિટ નથી ને કહે છે કે પૈસા પણ નથી. '
સ્ટેશન માસ્તર ઊભા થયાઊભા થઈને એણે ગૌતમને એક તમાચો ચોડી કાઢ્યોઅચાનક પડેલી થપાટથી ગૌતમ લથડી પડ્યો
સાલા.... બાપની ગાડી હોય એમ બેસી જાય છે ? ' સ્ટેશન માસ્તરનો અમલદારી તોર એંજિનના ધુમાડા કરતાં પણ વધારે ધૂંધળો દેખાયો. ' ચતુરદાસ ! ' એણે ટિકિટચેકરને કહ્યું હુકમ કર્યો  ' એનાં ગજવાં વગેરે બધું તપાસો ' સિપાઇનેય બે વાત નવી શીખવે એમ ટિકિટચેકરે ગૌતમનાં 
ગજવાંની જડતી લીધી.
એક કાવડિયુંયે નથી. ' એણે આખરે બહુ  દેખાઈ આવે એવી આનાકાનાથી ગવાહ પૂરી
શું જોઈને  ગાડીમાં બેસતા હશે  ?  બાપનો માલ જાણે. '
સોંપી દઉં પોલીસને ? ' ચતુરદાસે સવાલ કર્યોચાર  આના ચાહ પાણીના ધૂતવાની એની આશા કે ગણતરી સાવ અવળાં પડ્યાં હતાંને એની ચીડ એના અવાજમાં હતી
સ્ટૅશન માસ્તરના મન આગળ રેલ્વે કંપનીનો એક કાગળ જાણે ખડો થયો. જેની પાસેથી ટિકિટના પૈસા  મળે એવા મુસાફરોને પોલીસમાં સોંપીને રેલ્વેને ખાતર ઉપર દાવો કરવાની એમાં
 મનાઈ હતીએવા માણસોને જ્યાં પકડાય ત્યાં ઉતારી મૂકીને સ્ટેશનમાંથી કાઢી મૂકવાની એમાં સૂચના હતી
રેલ્વેની  સૂચનામાં માસ્તરે પોતાની એક રચના ઉમેરી આવાને જેલમાં મોકલીએ તો કહેશે રોટલાં મળ્યાલઈ લ્યો એનો સામાન હોય તે ને ધક્કો મારીને કાઢો બહાર. '
સાહેબ... ' ગૌતમ બોલવા જતો હતોત્યાં ચતુરદાસે ગૌતમનો ખડિયો આંચકી લીધોને એને 
ધક્કો માર્યો. ' છાનોમાનો ચાલ્યો જાનહિતર હમણાં પોલીસને બોલાવીને ડંડા મારીને બહાર 
કઢાવી મૂકીશઉપકાર માન અમારો કે તને પોલીસને સ્વાધીન નથી કરતા. '
સાહેબ..... '
અરે તો કોઈક જળો જેવા લાગે છે ? નકામું માથું પકવે છેઅરે જેરામ ! ' ચતુરદાસે હાકલ મારી.
 અવાજના જવાબમાં સાંધાવાળાઓનો મુકાદમ હાથમાં લાલલીલી ઝંડીનો વીંટલો બગલમાં મારીને આવ્યોચતુરદાસે ગૌતમને જેરામ તરફ જોરથી ધક્કો માર્યો. ' જેરામ ! કાઢ આને 
સ્ટેશનની બહારતીનપાંચ કરે તો મારજે લાત. '
ગૌતમ ગૂપચૂપ જેરામની આગળ ચાલવા માંડ્યો
ગૌતમના ગયા પછી ઓફિસની બહાર ઉભેલો પોલીસનો સિપાઈ અંદર આવ્યોમાસ્તર સાહેબના 
મેજ ઉપર હાથ ટેકવીને ઝૂલતો ઊભો રહ્યો. શું છે એના લબાચામાં જોઈએ તો ખરા ? ' સિપાઈએ હસતાં હસતાં કહ્યું  ' ધણીવાર આવા માણસો ખિસ્સામાં કાવડિયું  રાખે પણ સામાનમાં લોચો પોટલીએ બાંધ્યો હોય ! '
પરંતુ સિપાઈ અને ચતુરદાસની જાતમહેનતની અને માસ્તરની ચતુર આંખોની ' લોચાની શોધ તમામ નકામી ગઈહોઠ ધૂત્કારીને ચતુરદાસે કહ્યું  ' આમાં તો બેત્રણ ફાટલ ગાભાં ને બાકી 
તો પસ્તીના કાગળો છે કાગળો. ' તે તમે  લઈ જાઓચતુરદાસ ! મુદ્દામાલ નોંધીશું તો નોંધામણીયે માથે પડશે. ' પોલીસ આખા મામલા ઉપરથી હાથ ખંખેરીને ચાલતો થયોમાસ્તરને જાણે આખાયે મામલા સાથે 
નિસ્બત   હોય એમ એમણે પોતાના કામમાં માથું નાખ્યુંચતુરદાસ એકલો ખડિયા સામે જોઈ રહ્યો
આખરે  બબડયો  ' ખડિયો શાક લેવા કામ લાગશેને પસ્તીના છોકરા સારું દાળિયા તો આવશે ને. ' માસ્તરે કામમાંથી માથું ઊંચુ  કર્યું કે ચતુરદાસના વિધાનમાં બીજો કશો રસ એમણે
  બતાવ્યોચતુરદાસ ખડિયો લઈને ધેર ગયોએનું ધર નજીકનાં રેલ્વેના મકાનોમાં  હતુંખડિયો એણે એક ખૂણામાં નાખ્યોએક ભાંગલી ખુરશી ઉપર બેસીને  પોતાનો સાજ ઉતારવા
માંડ્યોએમના પત્નીએ એમનાં ખિસ્સા બહારથી દાબી જોયાંચતુરદાસે હાથનો અંગૂઠો ચલાવીને ઉમેર્યું  ' આજ શકન  થયાંએક કાવડિયુંયે નથી મળ્યું. ' ચતુરદાસનાં બે છોકરાંએક 
છોકરો ને એક છોકરી રેલ્વેની શાળામાંથી આવીને બહાર ગડબડ કરતાં હતાંએને ચતુરદાસે ધમકાવ્યાંપોતાની પત્નીને તાડૂકીને એમણે કહ્યું  ' પથારી તો પાથરઆમ સામે જોઈને 
ઉભી છે શું ? ' પત્નીએ પથારી પાથરી અને ટિકિટચેકર ચતુરદાસ પથારી પર લોટ્યાલોટતાં લોટતાં એમણે ક્યાંકથી સાંભળેલું નાટકી ગાયન તરડે રાગે ગાઈ રહ્યા.
એમનાં પત્નીએ છોકરાંઓને નિયમ મુજબની ચેતવણી આપી. ' તમારા બાપા સૂતા છેજો ગરબડ કરી છે ને તો તમારો બોરકૂટો કરી નાંખીશ. ' એટલું  કહીને ઘરનાં બારણાં બહારથી અટકા
ને શ્રીમતી પડોશમાં સમાન ગુણશીલ પડોશણ પાસે બેસવા ચાલ્યાં
થોડીવારે ચતુરદાસનું ગાયન બંધ થયું ને નાક બોલવા લાગ્યુંથોડીવાર તો એમના ગાયનના અવાજ્માં ને નસકોરાંના અવાજ વચ્ચેનો ભેદ છોકરાંઓને  કળાયોબાપા સ્ટેશનેથી ખાલી 
હાથે તો  આવેકાંઈક ખાવાનું તો લાવેરોજ તો બાપા ખાવાનું જાતે વહેંચે ને  વહેંચતા હોય ત્યાં એમનાં પત્ની છોકરાંના ' ખાઉધરાંપણાં'ને ગાળો દેતાં હોયઆજ બાપા વધારે થાક્યા
હશે એટલે વહેંચવાનું ભૂલી ગયા હશેબાકી  પોટલા જેવું ખૂણામાં પડ્યું છેતે સ્ટેશનવાળાનાં પોટલાં તો અખેપાતર હોય અખેપાતરઘડીમાં બાપાના નસકોરાં ઉપર કાન માંડતાં

ધડીમાં પડોશણ સાથે ગપાટા મારતી બાના અવાજ ઉપર કાન માંડતાં છોકરાંખડિયો વીંખવા લાગ્યાં
(ક્રમશઃ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો