ગુરુવાર, 20 ઑક્ટોબર, 2016

૧૨. આશા અને કવિ




શાયરશ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ -૧૨આશા અને કવિ
લગભગ એક વરસ પહેલાંથી ગૌતમ અને મૂળભારથીનો પરિચય શરૂ થયો હતોઅનાયાસે થયેલી પિછાન સમાન આપત્તિની હૂંફ નીચે અનાયાસ પરિચયમાં પરિણમી હતીવહેવારુ માણસોમાં ગમાર ગણાતા કવિને ફરવા માટે સંધ્યા સમેનો તાપીનો કિનારો રળિયામણો લાગતો હતોપૂર્વ પશ્ચિમ વહેતા નદીના પટ ઉપર જ્યારે આથમતા સૂર્યનાં કિરણો સંતાકૂકડીની રમત રમતાંત્યારે કોઈ વાર નદીનાં પાણી ગુલાબી હાસ્યથી રાચી ઊઠતાં ને નદીનો રેતાળ તટ સંધ્યાના કિરણોની રમતિયાળ દોડાદોડથી જાણે ખીલી ઊઠતોવાળુ વેળાએ રમતિયાળ બાળકોને જેમ એની માતા હાથ ઝાલીને ઘરમાં ખેંચી જાયએમ સંધ્યા  કિરણોને જાણે પોતાના ઘરમાં ખેંચી જતીને 
ઘડીભર બાળક્ની રમત તૂટતાં એના વદન ઉપર કજિયાળી વાદળી ચડી જાય છેએમ નદીનાં પાણી ને નદીનો તટ શ્યામગુલાલ રંગનો બની જાય છેકિરણો જાણે માનો હાથ છટકાવીને હમણાં પાછાં રમવાને દોડતાં આવશે એમ થોડીવાર જાણે નદીનો તટ રાહ જોઈ રહે છેધીમે ધીમે એને પણ જાણે ખાતરી થઈ ચૂકી હોય કે હવે કોઈ કરતાં કોઈ આજે તો આવવાનુંજ નથીએમ નદીનો તટ પોતાની આતુરત સંકેલી લ્યે છે ને પોતે પણ જાણે રમવાનાં વસ્ત્રો બદલીને રાતના સાજ સજવા માંડે છેધીમે ધીમે કોઈ દેવમંદિરમાં એક પછી એક દીપકની વાટ પ્રગટતી હોય એમ આકાશમાં તારા ઝબકવા માંડે છેવિયોગિની વનિતા જેમ દિવસભરની તમામ આતુરતાને શમાવી તે નિરાશાના નિશ્વાસ નાંખે છેતેમ નદીના પાણીના ઉરમાંથી જાણે શ્યામ્ધેરા નિશ્વાસ નીકળે 
છેદૂર અને નજીક દેવમંદિરોમાંથી આરતીઓની ઝાલરના અવાજો સંભળાય છે.
 સમય અને  સ્થાન ગૌતમને સ્વૈરવિહારને માટે ભારે અનુકૂળ હતાંએને અને બાવાજીને ક્યાંય કરતાં ક્યાંય વિચારસ્પર્શ સરખો પણ થવાનો કોઈ જોગ   હતોગૌતમ પોતાની કવિતામાં મસ્ત હતોબાવો પોતાના અગ્નાનમાં એટલો  મસ્ત હતોગૌતમ જેમ પોતાની ધૂનમાં રંગાઓ હતો તેમ બાવો પણ પોતાની ધૂનની ધૂણી જાગતી રાખી બેઠો હતોએની અસાધારણ તાકાત એનું અભિમાન હતી અભિમાન હજી  જાળવી રાખી બેઠો હતોવતનના સમાચાર મેળવવામાં પોતાને જોખમ હતું ને બાવાની ગેરહાજરીમાં એના ગામગરાસ એના છોકરા ભોગવતા હતા એની બાવાને 
ગેરહાજરીમાં એના ગામગરાસ એના છોકરા ભોગવતા હતા એની બાવાને ખબર હતીપોતે પાછો જાય તો  ગામગરાસ જોખમમાં મુકાય એમ હતું.સરકાર હજી બળવાને ભૂલી નહોતીને બળવાના આગેવાનો એમના ભાઈબંધો ઉપરનો એનો કિન્નો હજી દશ વર્ષ પછી પણ શમ્યો  હતોબળવામાં ભાગ લેવાને કારણે હજી સુરતની સદર
અદાલતમાં તપાસો ચાલતી ને ફાંસીઓ થતીએટલે બાવો મૂળભારથી તાપીને તટે હરમાનના 
સિંદુર રંગ્યા પથરા સામે પલાંઠી વાળી બેઠો હતોતંબૂરો વગાડતોભજન ગાતોગામમાં 
માગવા જતો  ને પ્રસંગ આવ્યે એની તાકાતનો પરચો આપતો.
આમ ગ્યાન અને અગ્યાનબુધ્ધિ અને અબુધ્ધિને બેઠક-ઉઠક્નો સંબંધ હતોબાવા પાસેથી પોતાને કાંઈ શીખવાનું હોય એમ ગૌતમને લાગતું  હતુંને  ભણેલા કવિ પાસેથી પોતાના 
કામનું પોતાને કાંઈ મળે એમ બાવાને કદી લાગ્યું  હતું એટલે બે વચ્ચેનો સંબંધ સ્વાર્થ વગરનો 
હતોસમાનકાળે સમાન આપત્તિમાંથી ઉપસ્થિત થયેલો પરિચય જાળવી રાખવા પૂરતો
 હતો બાવો સારો માણસ હતોદેશદાઝ જાણનારો હતોમરદાનગીને પારખનારો હતોબાકી તો આવા વેશધારીઓ   દેશના પતન માટે મોટે ભાગે જવાબદાર છેએવો ગૌતમનો
મત હતોને  ભણેલો માણસ તો સારો હતોછાતીએ જોરવાળો લાગતો હતોવટનો સમજનારો ને જાળવનારો હતો બાકી તો આવા ભણેલાઓએ   દેશમાંથી ધરમકરમજપતપની ભારી
બરબાદી કરી છે એવો બાવા મૂળભારથીનો મત હતોને  પરસ્પર વિરોધી મતોના તાણાવાણા વણવામાંવધારવામાં બેયનો સંધ્યાનો સમય ક્યાં ચાલ્યો જતો એની  બેને ખબર 
નહોતી પડતીએક સારો બાવો ને બીજા ખરાબ બાવાઓ માટે ગૌતમ પાસે દ્રષ્ટાંતોની કમીના ના હતી  ને એક સારા ભણેલા ને બીજા વેદિયાઓ માટે બાવાજી પાસે દાખલાઓની ઊણપ
  હતીએમ એક વરસ વહી ગયું હતુંને  વરસ દરમિયાન બેમાંથી એકેયે પોતાની અંગત વાતો કરી નહોતી
એટલે બાવાજીની થેલી ગૌતમના ખિસ્સામાં મોટો ભાર કરનારી થઈપણ એથીએ મોટો ભાર એના હૈયા ઉપર કરવા લાગી.
આજસુધી પોતાના ઘરની સ્થિતિનો એણે વિચાર  નહોતો કર્યો એમ  હતુંપરંતુ નિત્યપ્રસન્ન આશા એને એવી વાતોમાં રસ લેવા દેતી નહોતીઆશા એને એક  નિશાન રાખવાને કહેતી કે,
પુસ્તકો છપાવવાની બધી પૂર્વવિધિઓ ચાલે છે વિધિ પૂરી થાય ત્યારે એની પાસે છપાવા જોગ સાહિત્ય તૈયાર હોવું જોઈએબીજું બધું હું સંભાળી લઈશ ! રાતે કે બપોરે તેઓ સાથે બેસી
ને કવિતાઓ વાંચતાંચર્ચતાં... આવા વાતાવરણમાં ગૌતમને  પ્રશ્નની ગંભીરતા સમજાઈ નહોતી.આજે  બાવા મૂળભારથીએ એક કોથળી આપીકોથળીમાં રૂપિયા હતાને  રૂપિયા ભોળા 
ભક્તોએએક માણસે પોતાની જાત છુપાવવાને માટે માંડી દીધેલા હનુમાનને ધરેલા પાઈ
પૈસામાંથી થયા હતાબાવાજી પોતાની સક્ષ્મ નજર માટે તો જાણીતા  હતાને ગૌતમે કદી બાવાજી આગળ અંગત વાતો વિગતે કરી  હ્તી  તો બાવાજીને  શું સૂઝ્યું ? 
ગૌતમના હોઠ દાંતમાં ભિડાયાછેક બાવાજી સુધી પહોંચે એટલી હાલત ખરાબ હશે ? આશાએ શા માટે એને અંધારામાં રાખ્યો હશે ? એક તોલડી તેર વાનાં માંગેને દરેક વાનાંના કાંઈ ને
કાંઈ દામ દેવા પડેપુરાણોની વાતો બાજુએ રાખીએલોકકથા બાજુએ મૂકીએ ઓગણસમી સદીમાં કોઈ કરતાં કોઈ હાટવાળો એક ભજન સાંભળીને ધીની તાંબડી ભરી નથી આપતો
કે એક શ્લોક વાંચીને લાખ સોનામહોર દેતો નથીતેમ આકાશમાંથી દેવ ઊતરીને પણ કોઈ સોનાનો શંખ કે કોઈ નાગમણિ કે પારસમણિ આપતા નથીઆવા ચમત્કારો કોઈ દિવસ થયા
હશે કે નહિ  વાત બાજુએ રાખીએ તો  ઓગણીસમી સદીમાં તો હરગિજ થવાના નથી એની ગૌતમને ખાતરી હતીકેટલાયને દાટેલા ધન મળે છેઅણધાર્યા વારસા મળે છેપરંતુ
 પોતાને માટે આવો ચમત્કાર કે ઉપકાર કોઈ કરવાનું નથી  વિષે પણ ગૌતમને શંકા  હતી
...... તો આશા શું કરતી હશે ? જ્યાં રવિ  પહોંચે ત્યાં કવિ પહોંચેપણ  તો જ્યાં કવિ પણ  પહોંચે એવો વાણિયાના હાટનો સવાલ હતો
પોતે ધૂનમાં મસ્ત રહ્યોતે પોતાની મસ્તીનું ગુમાન ધારી રહ્યોખાવાપીવાશાક , અનાજધીતેલમસાલા જેવી કવિત્વના રસથી સદંતર વંચિત એવી વસ્તુઓથી પોતે પર છે એવી એની
 આજ સુધીની સ્પૄશ્યતા વાજબી હતી ખરી ?
 ધીમે ધીમે ચાલતો હતોજાણે એના માથા ઉપર કોઈ ભારે મહાબોજ હોય એમએક એક પગલે એના હૈયામાંથી કેટલાંક જોયેલાં પણ આજ સુધી સમજવાની બિલકુલ તકલીફ નહોતી
લીધી એવા દ્ર્શ્યોએની આંખ સામે તરતાંચિત્રની જેમવર્ષાની વાદળીની જેમ તડકો છાંયો રમવા લાગ્યાંમોડી રાતે છાનોમાનો આવતો ગવરો--ગવરીશંકર.... કેટલીએ વાર માંથું કે
 પેટમાં દુઃખવાનું કહીને ખેંચી કાઢતી આશા....
શું પોતે મયારામની મદદનો અસ્વીકાર કરવામાં આશા ઉપર ગજા ઉપરનો બોજો નાખવાનો ગુનેગાર નહોતો ? પોતે આજ સુધી ક્યાંય કામ નહિ શોધવામાં આશા તરફ નઠોરતાનો અપરાધીતો નહોતો ? ઘર આગળ આવ્યોઘરમાં આશા અને ગવરો વાત કરતાં હ્તાંરાત પડી ગઈ હતીથોડી વાર આડીઅવળી વાત કરીને ગવરો ઊઠ્યો  ' લ્યોભાઈ ગૌતમ ! હું જાઉં છુંઆશાબહેન 
વાત કરશે. '
શી વાત ? '
આશાબહેનને મોઢેથી સારી લાગશે તમને. ' કહીને ગવરો ઘર બહાર નીકળતાં બોલ્યો  ' ભાઈમોટા માણસ થાઓ ત્યારે  ગવરાને યાદ કરજો હો. '
તમને ભૂલુંકાકા ! ' ગૌતમના અવાજમાં આજ વધારે અર્થ ભરેલો આશાને લાગ્યો ને  ગૌતમ સામે તાકી રહી
ગવરીશંકર ગયા પછી ગૌતમે કહ્યું  'આશા ! આમ આવમારી પાસે ખાટે બેસમારે તારી સાથે આજ ગંભીર વાતો કરવી છે. '
ગૌતમને આશાનો ચહેરો કાંઈક વ્યગ્ર લાગ્યો ધીમે ધીમે આવીને બેઠીગૌતમે ધીમે ધીમે ખાટ હીંચકવા માંડી
આશામારાથી કાંઈ દિલચોરી રાખીશ નહિસાચી વાત કરી દેજે. '
આશાએ ચમકીને ગૌતમની સામે જોયુંએના અવાજમાં કાંઈક નવો રણકો એને લાગ્યોએની આંખમાં આજ એને કોઈ નવી વાદળી દેખાઇખાટ ઉપરથી  એકદમ ઊભી થઈ ગઈ.
તમને સૂઝ્યું ? ઘણું મજાનું. '
હામને સૂઝ્યુંસુઝતું તો કેટલાક વખતથી હતુંપણ આજ બાવાજીનો વ્યવહાર જોઈને હૈયે વસી ગયું. '
વાહમજાનુંબસ હવે માંડો લખવાહવે તમને જંપવા દઉં તો આશા મારું નામ નહિ. '
તું શેની વાત કરે છે ? '
વાહ ઘરમાં બીજી કોઈ વાત થાય છે ખરી કે તમારે મને પૂછવું પડે ? તમારા મહા કાવ્યની  હું વાત કરું છુંબસ હવે તમને સૂઝી ગયુંહવે વાર શેની ? માંડો લખવાએવું લખો કે
જાણે ધરતી ઉપર દાવાનળ જાગ્યો લાગે.એવું લખો કે જાણે  શહેરમાં ભારે ભયંકર આગ લાગિ હોયમાણસો બહાવરાં થઇને જીવવાના વલખાં મારતાં હોયમા-બાપ ને એના બાળકોભાઈ અને ભાઈબહેન અને ભાઈપતિ અને પત્ની--એક માત્ર જીવવાનાં ઝાવાં નાંખતાં માણસની કાયરતા કેટલી બધી થઈ છેએનાં નીતિનાંસદાચારનાંસ્વમાનનાંસંસ્કારનાંસંબંધનાં બંધાનો કેમ જાણે ખાક થઈ ગયાં છે.
જાણે માણસ બળતા ઘરમાંથી પોતાના બુઢ્ઢા બાપને છોડીનેપોતાની અંધ જનેતાને છોડીનેપોતાની વ્હાલસોયી પત્નીને તરછોડીનેપોતાનાં અસહાય બાળકોને તજીને કેવળ ધનનાં પોટલાંમાથે લઈને બહાર આંધળી દોટા મૂકે છે.... મારા ગૌતમ ! આજ આખા દેશમાં આવો દાવાનલ લાગ્યો છેઆજ નીતિનાં બંધન નબળાં બન્યાં છેઆજ માણસને ન્યાયનિયમનીતિ તમામ
 ચૂકીને કેવળ પૈસા મેળવવાનું ગાંડપણ વળગ્યું છે..... પાદેશી આક્રમણનો દવ લાગ્યો છે, ........ બધુંયે તમે ચીતરો !  દેશના લોકોની પડતી કેમ થઈ એનો હૂબહુ ચિતાર ખડો કરો.
કેવી પડતી થઈ છે,  આજ દેશનાં સ્ત્રીધનનોબાલધનનોયૌવનધનનો કેવો ઉઘાડો વ્યભિચાર ખેલાઈ રહ્યો છેલોકોની  સર્વમુખી અંધતાનો આજે શાસ્ત્રને નામેસમાજને નામેરૂઢિને
 નામેરિવાજને નામેધર્મ ને નામેકેવો ગેરલાભ લેવાય છે અને ભભૂત ચોળતા બાવાથી માંડીને કાયદાની ઓથ નીચે રાજ કરતા સાહેબ સુધીનાં માનવીઓ જળો બનીને સમાજનુંપ્રજાનું
 લોહી કેમ ચૂસે છે......  બધું બતાવોનિર્દય થઈને બતાવોશબ્દોમાં વીંછીના ડંખ ભરીને બતાવોવાણીમાં સૂસવતા સાપના સૂસવાટા ભરીને બતાવો..... અને પછી જાણે  તમામ
 આગ ઉપરપીડા ઉપરઆપદાઓ ઉપર જાણે ધીમે ધીમે ગંગાનો પાવનકર પ્રવાહ રેલાતો હોય એમ સ્વમાનસ્વાભિમાનસ્વદેશાભિમાન......... પ્રેમ...શહૂર... ની ભાવનાઓ વહાવો. '
 આશાનો લાલ લાલ ચહેરો જાણે ઉષાના રંગથી રંગાયોપ્રાતઃસંધ્યા જાણે અવનિ ઉપર સદેહે અવતરી આવીહજારો વર્ષની સંસ્કૄતિની જિજીવિષા જાણે મૂર્તિમંત આવી ઊભીક્ષણભર 
ગૌતમ  દ્ર્શ્ય જોઈ રહ્યોક્ષણભર   સ્વપ્નને જાણે આંખોથી પી રહ્યો
પછી એણે દીર્ધ નિશ્વાસ નાંખ્યો.
 બધું ગયું આશા ! હવે હું કવિતા લખવાનો નથી. '
ઝડપથી નીતરેલા ગુઅલબ ઉપર જાણે એકાએક સૂર્યનાં ઉગ્ર કિરણો પડ્યાં. ' તમે....તમે ....કવિતા લખશો  નહિ ? '
નામને એજ સૂઝ્યું હતું અને હું તને આજ વાત કરતો હતો. ' ધીમે પગલે આશા ગૌતમ પાસે આવી ખાટ ઉપર બેઠી. ' એમ કેમ ? '
કવિતાઓ લખવી  બેવકૂફીનું કામ છે એમ મને સમજાઈ ગયું મુલકમાં સ્વદેશાભિમાનપ્રેમ ને શૌર્યનાં સ્વપ્નાંઓ જોવાં  નર્યું નીતર્યું વેદિયાપણું છે મુલક પ્રજા કદી 
ઊભાં થવાનાં નથીને એના મરેલા બોલાને મારે માથે વહોરીને હું દટાવાનો નથી, --- ને તને દટાઈ જવા દેવાનો નથીઅજગર જેવો  ખાઉંધરો ને તોતીંગ દેશ આજે કેવળ ભસ્મના
પૂંજ સમો બન્યો છેએનાં મૂર્દામાં પ્રાણ પૂરવાનો શોખ રાખવો  કેવળ કાં અમીર કે કાં ફકીરનું કામ છેએમને  શોખ પાલવેહું અમીર પણ નથીફકીર પણ નથીમે આવતી કાલ 
સવારથી નોકરી શોધવાનું નક્કી કર્યું છે. '
કોણ  મારો ગૌતમ બોલે છે ? '
હાતારો ગૌતમ બોલે છેસમજી ગૌતમ તારો છે માટે બોલે છે.   ગૌતમે એના બાપને મરવા દીધો પરંતુ તને  મરવા દેવા માંગતો નથીમાટે એમ બોલે છેઆશા ! બેવકૂફી
નીયેહદ હોય છે ને મારી હદ આવી ગઈ છેશું તારી આંખો રોજરોજ આવતી કાલની ચિન્તાથી ઝાંખી થવાને સરજાયેલી છે ? શું તારા હાથ ઘરનાં એઠાં વાસણકૂસણુ માંજવાને સરજાયાં છે?
શું તારો દેહ ફાટ્યાતૂટ્યા થીગડાં દીધેલાં ગાભા પહેરવા માટે સરજાયો છે ? શું તારા કેશ પૈસાના તેલ વગર રૂક્ષ થવાને માટે સરજાયાં છે ? નહિ બનેઆશા કદી બનશે નહિમારે 
ઘેર અપ્સરા આવી છેએને હું ભૂખડી મજૂરણ બનાવવા માંગતો નથીમારે ઘેર બુલબુલ આવ્યું છેએને હું કોયલા જેવી બનાવવા માંગતો નથીમારે ઘેર કંચનની મૂર્તિ આવી છેએને 
હું કથીરનું પૂતળું બનાવવા માગતો નથીમૂકી દે બધા કાગળોઉંચા મૂકી દેભૂલી જા કાવ્યો ને મહાકાવ્યોની વાતો ! ભૂલી જાઆવતી કાલે તારા ગૌતમ નોકરી શોધવા જવાનો છે. '
મેં કદી પણ તમને કહ્યુંછે ગૌતમ કે હું જરાયે દુઃખી છું ? મેં કદીયે તમને કહ્યું ચે કે હું જરાયે અસંતુષ્ટ છુંમે કદીય તમને કહ્યું છે કે મારે મારો સ્વપ્નઘેલો ગૌતમ બદલાવીને ધીતેલ
ને મસાલાની જડતાથી સ્થૂળ થયેલા ચહેરાવાળો ગૌતમ મારે જોઈએ છેમેં તને કદી કહ્યું છે કે મારે વ્યોમવિહારી ગૌતમ બદલાવીને ધરતી ઉપર પેટ ઘસડીને ચાલતો મનુષ્યજંતુ 
 જોઈએ છે ? તમને આજે થયું છે શું ? 'ગૌતમે પોતાના કોટના ગજવામાંથી કોથળી કાઢીએનું મોઢું છોડીને  ઊંધી વાળીએમાંથી પાઇ પૈસા આના પાવલાંનો વરસાદ નીચે ખણખણી રહ્યો.
મને થયું છે જેની બુધ્ધિ માટે કદી માન  હતું એવા માણસે મારા ઘરની હાલત ઉપર દયા ખાઈને મને  ભેટ આપી છે. '
કોણે ?'
બાવા મૂળભારથીએ રાજપૂતે પોતાની જાત છુપાવવાને બાવાનો વેશ લીધો છેએક પથરો સિંદુરથી રંગીને એના હડમાન કર્યા છે હડમાન આગળ અંધશ્રધ્ધાળુ ભાવિકોએ ધરેલી 
 ભેટ છે ભેટ  આજે મને આપે છેસમજી ! '
આશા હસી  ' એક બિચારા ભોળા માણસે પોતાની રીતે તમારા તરફ માયા બતાવીએમાં આટલો બધો રોષ ? પણ ગૌતમ !  કોથળીમાંની એકએક પાઈએનો એકએક પૈસો કહી 
રહ્યાં છે કે તમારે માટે હવે બે  માર્ગ છે  કાં તો તમે હનુમાન જયંતિયે ઊંચે ચડોને કાંતો પથ્થર આગળ એક પાઈ  મૂકીને પોતાની તમામ આપદાઓ દૂર થશે એમ માનનારા 
અંધશ્રધ્ધાળુ જડભરતથીયે નીચા ઊતરો. ' આશાએ નીચે વેરાયેલું પરચૂરણ એકઠું કરીને કોથળીમાં ભરવા માંડ્યુંપછી ઉમેર્યું કે  બાવાજીની  ભેટથી તમારું માથું આટલું ભમી 
ગયુંતો પછી મારે તમને સમાચાર આપવાના છે એનાથી તો કોણ જાણે શું થશે ? '
તારે મને સમાચાર આપવાના છેશેના ? શું ? '
'ધીરા પડોકવિરાજ ! મગજનો પારો જરા નીચે ઊતરવા દો. '
બોલ તો ખરી. '
'બોલું છું. ' આશાએ કોથળીનું મોં બાંધી ઊંચે મૂકી પાછી  ખાટ ઉપર આવીને બેઠી  ' ગવરીશંકર આવ્યો હતોએનાં ઉપર મયારામ કાકાનો કાગળ આવ્યો છે. '
હાશું ? '
કાકા લખે છે કે છાપખાનું સુરતમાં નંખાઈ ગયું છેકાગળ વગેરે માટે તેઓ પૈસા મોકલે છેમાટે તમે છાપખાનાવાળા સાથે તમારાં પુસ્તકો છપાવવાની તજવીજ શરૂ કરો'ગૌતમ ખાટ ઉપરથી કૂદકો મારીને ઊભો થયો. ' આશાઆશાઆપણી મજલ પૂરી થઈ આખરેમારી ને તારીહવે જોઈ લે 
ઝપાટો મારોમુલક સળગાવી ના મૂકું તો જાણજે મારું નામ ગૌતમ નહિ. '
આશાએ  પૂછ્યું  ' તો પછી કવિતા તો લખવી છે ને ? '
હાલખવી છેલખવી છેએકાદ ક્ષણ તો રાજા રામને યુધિષ્ઠિરને  નબળાઈ આવી ગઈ હશેબાકી..... બાકી તો..... '
બાકી તો ? '
અરે મૂળભારથી જેવાને પથ્થર ઉપરની શ્રધ્ધામાંથી આજીવિકા મળી રહે છે તો મારી શ્રધ્ધા તો સરસ્વતી ઉપર છે ને. '
હવે મારો ગૌતમ બોલે છેમને તો એવી બીક લાગી કે આને આજ શું ભૂત ભરાયું ? '
ચાલ  વાત રહેવા દેનબળાઇની ઘડી આવે એટલા આપણે માણસ છીએદેવ નથીહવે મને  વાત  યાદ ના કરાવતી હોલે ખાવાનું આપ હવે. '
આજ તો મારું માથું સખત દુઃખતું હતું ને , તે ધરમાં કાંઇ નથી કર્યુંથોડા પૌઆ છેબીજું અત્યારે તો કાંઇ નથી. '
પૌઆ ચાલશેમાનશું કે આજ શરદ પૂનમ છેઆજ આનંદ છેઉમંગ છેઆશા છે..... ને પૌઆ છેમાણસને એથી વધારે જોઈએ પણ શું ? (ક્રમશઃ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો