રવિવાર, 9 ઑક્ટોબર, 2016

૮. વંશવેલાની જનેતા


શાયર- શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ 
-વંશવેલાની જનેતા
સદર અદાલતની પરસાળમાં પોતાનાં   જૂના ઢાળિયા સામે અતિવૄધ્ધ અને જર્જતીત થયેલો શોભારામ બેઠો હતોત્યાં પ્રભુરામ અને ગૌરીશંકર બેય આવી ચડ્યાપ્રભુરામના ચહેરા ઉપર
ઘૂંઘળો રોષ હતો. ' અરે શોભારામ ! ' એણે લગભગ ચીસ જેવા અવાજે કહ્યું  'તારા છોકરાને વારપછી મારા જેવો બીજો કોઈ ભૂંડો નથી હો. '
ગવરીશંકરે પ્રભુરામનો હાથ પકડ્યો  ' ભાઈ ! જરા ધીરેનકામું બે માણસ સાંભળે એમાં શું મજા ? '
'સાંભળે તો શું ? શોભારામ ! તારો દીકરો ચોર છેલબાડ છેલફંગો છેકહી દઉં છું કે એને તું વાર. '
બૂમબરાડા સાંભળીને આસપાસનું લોક જમા થયુંશોભારામ પોતાના આસન ઉપર ઊભો થયોએણે કહ્યું  ' પ્રભુરામ્ભાઇ ! જરા મોઢું સંભાળી વાત કરોશું બગાડ્યું છે મારા છોકરાએ તમારું ?'
શું બગાડ્યું છે ? શું બગાડ્યું છે ? તારા છોકરાએ...તારા છોકરાએ..... '
ગવરીશંકરે કહ્યું  'શોભારામભાઈ ! આમ પંચમાં વાત કરવા જેવું છે નહિતમે જરાક બહાર આવોને પ્રભુરામભાઈ ! તમે જરામ શાંત થાઓશોભારામભાઈ વહેવારની વાત  સમજે એવું 
નથીશોરબકોર કરવાથી ખાલી ગામને તો જોણું થાયને આપણું વગોણું થાય. '
નહિ નહિ ! 'શોભારામે અણધારી મક્કમતા બતાવી. 'પ્રભુરામે મારા છોકરાને ચોર ને લબાડ કહ્યો છેહવે તો વાત પંચમાં  કરવી પડશેમારો છોકરો બેવકૂફ છેગમાર હશેધૂની પણ 
હશેપણ એને ચોર કહેનારની જીભ ખેંચી નાંખું સમજ્યા ! બોલો પ્રભુરામ ! કહી દો માર છોકરાની વાતમારા છોકરાનો વાંક હશે તો ભોંમાં ભંડારી દઈશ એને . ને તમે જો એને ખોટો
ભાંડતા હશો તો... તો...હું ગરીબ માણસ બીજું તો શું કરુંપણ તમને બ્રાહ્મણના શાપ આપીશકહો જે કહેવું હોય તે  પંચની સામે.'ગવરીશંકર વારવા જતો હતોએને ધક્કો મારીને પ્રભુરામે મોટે સાદે કહ્યું  ' પંચની સામેહા પંચની સામેતારો છોકરો મારી છોકરીને ભગવી ગયો છે. '
શોભારામે કહ્યું  '  પંચ સાક્ષી છે કે તમે પોતે  તમારી છોકરીનું સગપણ મારા છોકરા સાથે કર્યું હતું .'
જા જા બકાલતારા છોકરા સાથે મારી છોકરીની શી સગાઈ ? સગાઈ કેવી ને વાત કેવી ? '
તે એમ કહોને કે તમે બે જાતવાળા છોચોર તો તમે છો ને શું મોઢે મારા છોકરા સામે ફરિયાદ કરો છો ? '
ચોર ? હું ચોર ? મને ચોર કહેનારની જીભ ખેંચી નાંખું સમજ્યાંબોલતા ફાટયો કે ? '
'તમને તમારી છોકરીનું અભિમાન છેતો મને મારા છોકરાનું અરમાન છેસમજ્યા ? ખબરદાર ! જો એક શબ્દ વધુ પડતા બોલ્યા છો તો આંહીને આંહી ભોંમા દાટી દઈશસમજ્યાતમે મારા
છોકરા સાથે તમારી છોકરી સગાઈ કરીને છેને જો તમારી છોકરીની હજી પણ ઇચ્છા હશે તો મને તો શુંપણ કોઈ અટકાવી શકશે નહિસમજ્યા પ્રભુરામ ! '
'એમ જોઉં છું ત્યારે ? તું કે તારો છોકરો  ગામમાં કેમ રહી શકો છો તે જોઉં છું.'
તો જોઈ લેજો ને તમારી આંખો ઠારજોહું મારા કાંડાની તાકાત ઉપર નભું છું સમજ્યા કેકોઈની મહેરબાની નહિબાકી તો સહુ સાહેદ છે--આંહી જમા થયેલા બધા કે તમે  તમારી 
છોકરીની સગાઈ મારા છોકરા સાથે કરી છેહવે મારો છોકરો દફતરદાર નથી એટલે તમે સગાઈ રદ કરવા માગો છો કંઈ નાતનો ને ક્યા ધરમનો રિવાજ છે કે છોકરાને અમલદારી  
મળે કે એની સ્થિતિ સારી  હોય તો સગાઈ રદ થઈ શકેત્યારે તમે  ક્યાં ચરમબંધી બાદશાહ હતા કે સગાઈ સગપણની વાતમાં નાતના રિવાજ ઉપરવટ મગજમાં આટલી રાઈ રાખો છો?
 સગાઈ તોડે તો  વરવાળા તોડે ને છોકરીના કુટુંબમાં હિણુપત હોય તો  તોડેતમારા કુટુંબમાં હિણપ્ત હશે તો સગાઈ તોડીશ તે દિવસ હું તોડીશ સમજ્યાતમે સગાઈ કર્યા પછી સગાઈ
તોડવાવાળા કોણ ? કોણ છો જાતના તમે ? બ્રાહ્મણ છો કે વરણશંકર ? હિન્દુ કે મુસલમાન ? '
ગવરીશંકરનું કોઈ સાંભળતું  નહોતું તો શોભારામ કે  તો પ્રભુરામબેમાંથી એકેય  બિચારાનું સાંભળતા  નહોતા ને છતાં  બેનો કજિયો આગળ  વધે ને બન્ને વચ્ચે શાંતિથી
વાત થાય એમાં   બિચારાનું વધારેમાં વધારે હિત હતું સગાઈના ઉમંગને કારણે  હજી તો ગઈ કાલે  એને વૄધ્ધાવસ્થામાં માંડમાંડ આબરૂભર રહેવાય એવી નોકરી મળી હતી.
પ્રભુરામ ને શોભારામને તો  સગાઈમાં કેવળ આબરૂનો સ્વાર્થ હતોએનું તો સમસ્ત જીવન હતું એમાં સમાયેલું. ' શોભારામભાઇ ! શોભારામભાઈ ! ' ગવરીશંકરે આર્જવ અવાજે કહ્યું  ' પ્રભુરામભાઈ ઉશ્કેરાયા છેએમના બોલ્યા સામે  જોશોએમની વાતનો રંજ ના કરશોવાત એમ છે કે આશા બહેન
એમ કહે છે કે એમની ને ગૌતમની તો ગઈ કાલ સગાઈ થઈ છે કે હવે ફોક થશે નહિતો તમે આશા બહેનને સમજાવોગૌતમભાઈને સમજાવોતંતે ચડ્યા વગર વાતનો બંધ વાળો તો સારું!'
શોભારામ કહ્યું  ' તંત કહે ના કરું ! પ્રભુરામ એમ કહે કે મારે બે બાપ છે ને બે મોઢાં છેને મારા બોલ્યા ઉપર કોઈએ ભરોસો  કરવો તો જુદી વાત છેબાકી તો એણે જો એની છોકરીની 
સગાઇ જો દફતરદાર જોડે  કરી હોય તો એની છોકરીને જે દફતરદાર આવે એની સાથે પરણાવવાનું કબૂલ કરે. તો હું માથે રહીને લગ્ન કરાવી આપીશ. ને જે મારા છોકરાં સાથે કરી હોય
તો એમ કહેવાત તો ઉઘાડી છે કે એણે કાલ રાતે સારા શહેરની હાજરીમાં એની છોકરીની સગાઈ કરી છે ને કહી દ્યો કેની સાથે કરી છે ? બાકી હજી નાત મરી પરવારી નથી ગઈહું નાત પાસે
દાદ માગીશને જોઈશ કે નાતને પ્રભુરામની સાહ્યબી વહાલી છે કે નાતનો રિવાજ જાળવ્યો છે ! પ્રભુરામને ભલે  હોય પણ નાતને તો નાક છે ને ? '
રાવ સાહેબ ને અદાલતના બીજા કારકુનો ને પટાવાળાઓ  ઊંચા સાદની તરકાર સાંભળતા હતાને મનમાં રાચતા હતા  ' જો થઈ છે. '
રાવસાહેબે કહ્યુંઃ ' પ્રભુરામભાઈ ! શાંત થઈને ઘેર જાઓમોટા સાહેબને આવવાનો વખત થયો છેઆવી વાતો તો ભલા માણસ ઘરખૂણે પતાવવાની હોયસદર અદાલતની પરસાળમાં 
બાઝવાની  હોય ? શોભારામભાઈ સમજુ છેતમે સમજુ છોનકામું ગામને જાણું થાય એવું શું કામ કરો છો ? '
રાવસાહેબચિટનીસ પોતાને શિખામણ આપે ? ને પોતે સાંભળિ રહે ? એણે આસપાસ નજર કરીએણે પોતાની આસપાસ લોકોનું મોટું ટોળું જોયુંમોટા માણસે નાના માણસ સાથેશ્રીમંતે
ગરીબની સાથે વચન એને જાતિરીતિના રિવાજને લગતા ઝઘડા જાહેરમાં  કરવા જોઈએ  સત્ય પ્રભુરામને મોડે મોડે સૂઝ્યું.
ઠીક છેઠીક છે. ' પ્રભુરામ ગવરીશંકરનો હાથ પકડીને વેગથી બહાર આવ્યાએમના ગયા પછી સંધ્યાકાળે કોઈ પુરાણા ખંડેરમાંથી ચામાચીડિયાની વણઝાર નીકળે એમ ચિત્રવિચિત્ર અવાજો થવા માંડ્યા.
'બિચારાને હસવામાંથી ખસવું થયું.' 'જેને કોઈ  પહોંચે એને એનાં જણ્યાં પહોંચે.'
શોભારામભાઇનો ગૌતમ શોભારામના કહ્યામાં નથીતો બિચારા શોભારામને  શું કામ સતાવે છે ? '
મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી ? '
નાત તો ગંગાનો પ્રવાહ કહેવાયપ્રભુરામથી નાતની વિરુધ્ધ કેમ જવાશે ? '
આવી ચિત્રવિચિત્ર ટીકાઓ કરતાં કરતાં મોટા સાહેબના આવવાના ભણકારા પડવા માંડ્યા ને ટોળું ધીમે ધીમે વિખરાવા માંડ્યું.  આખરે બેચાર લહિયા ને ચારપાંચ પટાવાળાના કુતૂહલનો
વિષય માત્ર બનેલા શોભારામ સિવાય ત્યાં કોઈ રહ્યું નહિશોભારામ સો શબ્દે પૈસા લેખે પોતાના નકલના કામે લાગ્યોપણ એનું ચિત્ત કામમાં લાગવું મુશ્કેલ હતું
પોતે જિંદગીમાં નાનામાં નાના માણસ સાથે પણ નમીને ચાલવાવાળો માણસઆજ પ્રભુરામ જેવાને પડકારી બેઠો હતોપણ ધારો કે નાત પ્રભુરામની શેહમાં તણાઈ ? નાતતો મોટો ભાગ
એના અહેસાન તળે હતો ને ? પ્રભુરામ ઘેર જશે ને ગૌતમ સાથે હોંસાતોંસી કરશે તો ? શોભારામનું ચિત્ત સ્વસ્થ થવું ખૂબ  મુશ્કેલ હતુંઆખરે સંકેલો કરીને  ઊઠ્યોધીમે ધીમે  
પોતાના ઘર તરફ ચાલ્યો.
ઘેર પહોંચતા વેંત એણે એક સદંતર અણધાર્યું દર્શન જોયુંગૌતમ ખાટ ઉપર હીંચકો હતો ને આશા ઘરમાં સાફસૂફી કરતી હતી ! ક્ષણભર ડોસો સ્તબ્ધ થઈને ઊભો રહ્યોપછી એણે 
આશાને સાદ કર્યો. ' બેટા ! આમ આવ તો ?' હાથમાં સાવરણિ લઈને આશા આવીને કુલવધૂને છાજે એવી લજ્જામાં એણે  પૂછ્યું  ' બાપુ ! મને યાદ કરી ? '
હાબેટાતેં  શુમ ગાંડાવેડા કાઢ્યા છે ? નકામા તારા બાપને નારાજ કરે છે કેમ ?' 
બાપુ ! તમે એની ફિકર  કરશોહું  ઘરની વહુ છુંને વહુ તરીકે  રહેવાની છું. '
બેટા ! '
બાપુ ! હું જીવતાં ને મૂવા તમારા પુત્રની વધૂ છુંસમસ્ત ગ્નાતિની સાક્ષીએસમસ્ત શહેરની સાક્ષીએ તમારી વાગ્દત્તા છુંઆજ અગ્નિની સાક્ષીએ તમારી કુલવધૂ બની છું'
શું કહે છે ?'
હાબાપુજી ! આજે અગ્નિસાખે અમારાં લગ્ન થઈ ગયાતાપી નદીને કાંઠેબાવાજી મૂળભારથીજીએ કરાવ્યાં. '
હુ શું કહું બેટા ? તેં બોલવા જેવું ક્યાં રહેવા દીધું છે ? પણ તારા બાપુજી નારાજ થશે.' 
તો શું મને ઘરમાંથી કાઢી મૂકશોબાપુ ? '
હરિહરિ  શું બોલીબેટા ! તું મારા ઘરની લક્ષ્મી છોમારા આંખમાંથા પર છોમારા વંશવેલાની જનેતા છોપણ મારું ઘર ગરીબનું છે. '
'એની તમે ચિન્તા  કરોઅમે બન્ને અમારી મસ્તીમાં  બહુ તાલેવર છીએબાપુ ! સાંસારિક ગરીબી અમને મુંઝવશે નહિ. '
ત્યાં પ્રભુરામ આવ્યાગુસ્સાથી લાલચોળ. ' ચાલ છોકરી. ' એમણે કહ્યું.
બાપુજી ! હું  ઘરની કુલવધૂમારા લગ્ન થઈ ગયાં છેમારા સસરાની રજા વગર મારાથી કેમ અવાય ? '
'એમ ? એમ ? તો યાદ રાખજે છોકરીફરીને કોઈવાર મારા ઘરમાં પગ મૂકીશ નહિ સમજીતારા નામનું હું નાહી વાળું છુંસમજી ? તું મારી દીકરી નહિહું તારો બાપ નહિ.'
બાપુ !  હું....'

પરંતુ આશાની વાત સાંભળવાને રોકાવા જેટલી પ્રભુરામની ધીરજ નહોતી. ' ચાલ ગવરા ! 'પ્રભુરામે પોતાના સાથી ગવરીશંકરનું કાંડું પકડીને ખેંચ્યો. ' આજથી  ઘરનું પાણી  મારે હરામ છે'( ક્રમશ ઃ ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો