રવિવાર, 2 ઑક્ટોબર, 2016

4. મહેફિલ


શાયરશ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ-૪.
 મહેફિલ 
વળતાં દિવસની સાંજની પ્રભુરામની પાર્ટી એ સુરત જે કોઈ કાંઇક પણ હતું એને માટે એક ઘણોજ યાદગાર પ્રસંગ હતો. સુરતના પ્રભુરામની નાતાવાળાઓ એમા હતા. વેપારીઓ હતા. અમલદારો હતા. સરકારી સાહેબો પણ હતા. પ્રભુરામની લાગવગનો જેટલો વિસ્તાર હતો એટલો ત્યાં પથરાયો હતો. અંગ્રેજી ખાણીપીણીનીખાવાની અંગ્રેજી રીતભાતનીછરી અને કાંટાનીપાંઉ અને બિસ્કીટનીદારૂ અને ચાહની ઘણા માણસોએ ઘણી વાતો સાંભળી હતીસાંભળેલી વાતમાંથી કેટલીક વિચિત્ર
હતી. કેટલીક સમજાય નહિ એવી હતીકેટલીક અકુદરતી લાગતી હતી તમામ વાતોના સત્યાસત્ય તારવવાનો પ્રભુરામે એક અવસાર આપ્યો
 પાર્ટીમાં પ્રભુરામે ગૌતમ સાથે આશાનું વેવિશાળ જાહેર કર્યુંસાહેબોએ ગૌતમ અને આશાને અભિનંદન આપ્યાંને સાથે સાથે ગૌતમ સાથે કામ કરવાનો એમને અવસર મળશે અને ગૌતમ
સરકાર તરફ વફાદારી બતાવીને , ચાલાકીથી નોકરી કરીને ઉપરી અમલદારોની શુભેચ્છા મેળવીને ભવિષ્યમાં બહુ ઊંચી પદવીએ પહોંચશે એવી શુભેચ્છા વ્યક્ત કરી.
 પાર્ટીમાં કોઈને શોભારામ યાદ  આવ્યોપ્રભુરામ આમંત્રિત મહેમાનોની સારવારમાં પરોવાયો હતોગૌતમ ભાવિ નીમાતા ને ભાવિ અમલદાર તરીકે બહુ  ઓછી હલચલ કરતો એક સ્થળે
બેઠો હતોઆજના સમારંભમાં પોતાના પિતા આવે  અને પોતે એને  દેખતો હોય તો  મોટા જમેલામાં  કયાંક તો હોવા  જોઈએ એની દ્ર્ઢ માન્યતા હતી
પરંતું આશાને સુરતમાં આવે માંડ અઠવાડિયું થયું હશે તોય પોતે   મોટા સમુદાયમાં કોની ભાળ રાખવી જોઈએ અને કોની  રાખવી જોઈએ  સમજી ચૂકી હતીશોભારામ એને  પોતાની
ભાળને લાયક દેખાયા હતાબે ત્રણ ઓરડાબે પરસાળ ને બહાર ચોકમાં મોટો પથારો પાથરીને પડેલી  મહેફિલમાં એની ચકોર આંખોએ શોભારામને શોધવાની કોશિશ કરીપરંતુ 
કોશિશ સફળ  થઈ. શોભારામને એણે ક્યાંય  જોયા.
ચતુર બાળા બહાર સરકી ગઈપાડોશમાં  શોભારામનું ઘરહતુંએની ડેલી ઉઘાડી ડેલીમાં  પેઠીફળિયામાંથી ઘરમાં જવાના પડથારના પગથિયા ઉપર પગ મૂકતાં એણે શોભારામને ખાટે
હીંચતા જોયા.
'બાપુ !' આશાએ કહ્યું. ' કોણ?' તંદ્રામાંથી ઝબકીને જાગતા હોય એવા ચમકેલા અવાજે શોભારામે મનમાં પરોવાયેલી આંખોને પરાણે બહાર જોતી હતી 'કોણ તું ? આશા ?'
'બાપુજી ! તમે કેમ નથી આવ્યા ?' શોભારામે જરા સ્મિત કર્યુંઃ 'મારું ત્યાં કામ નહિબેટાહું તો હવે ડોસો થયો શોભતો હોઉં ત્યાં શોભું. '
'એવું નહિ ચાલે . હું તમને બોલાવવા આવી છું.' આશાએ લાડ કરતા અવાજે કહ્યું. 'મને રહેવા દે નેત્યાં મને મજા નહિ આવે ને અહીં મને મજા છે.'
'એમ તે કાંઈ ચાલે ? તો હું  આંહી બેસીશ.' ' તો તારું મન રાખ્યા વગર કાંઇ રહેવાશે ? તારી મહેફિલમાંથી તને રોકું  કાંઇ બને ? પણ.... '
'બાપુજીઆપણી નાતવાળા તમામને માટે અલગ  બંદોબસ્ત રાખ્યો છેઆભડછેટ જેવું કશું  મળેને બટેટા-પૌંઆ તો મેં કર્યા છે.'
'ઠીકચાલોતને કાંઇ ના પડાશે ને તારું રાધ્યું અન્ન પાછું થોડું ઠેલાશે . જયહરિ ! ' કહેતાં શોભારામ ઉઠ્યોને પોતાનાં કપડાં પહેરવા લાગ્યો
આશાને એક ચમક આવી ગઈડોસા પાસે મહેફિલમાં જવા માટે કપડાં  હતાંઆવડી તવંગર મહેફિલમાં જવા માટે છાજતાં કપડાં તો હોવા જોઈએશોભારામનું  આવવાનું કારણ એને
સમજાયું ને ક્ષણભર એને ક્ષોભ થયો. 'બાપુ ! તમારે કાંઇ કપડાં પહેરવાનો માલીસો કરવાની  જરૂર શીતમારાથી કપડાં  પહેરાયપહેરણ પહેરીને આવો !'
'અરે ગાંડી ! મહેફિલમાં તે...'  ' મહેફિલ તો તમે આપનારા છોઆપણે આપીએ છીએને ઘરધણી કાંઈ કપડાં પહેર ? મારા બાપુજીને તો મોટા સાહેબો પાસે જવાનું એટલે પહેરવાનુંતમારે
તો નાતવાળાની દેખરેખ રાખવાની ને ?  કાંઈ મારા કાકાને  આવડે.'
આશા શોભારામને લઈ ગઈ ને નાતવાળાઓની વચમાં એમને મૂકી આવીનાતવાળાઓને સગાઈ કરવાની  રીત નવી લાગીપરંતુ ચિત્રવિચિત્ર ખાણાપીણા સાથેની  રીત સામે એમને 
વાંધો  હતોએઓ શોભારામ સાથે વાતોએ વળગ્યાશોભારામ એમની સાથે વાતોએ વળગ્યો.
ને  વાતોનો સાર  હતો કે ગૌતમ ઘણો લાયક છોકરો હતોઆશા રૂપાળી કન્યા હતીપ્રભુરામ વસીલાવાળો ને પૈસાવાળો માણસ હતોએકંદરે શોભારામ ઘણો  નસીબદાર માણસ હતો.
ને ભગવાન વરઘોડિયું હેમખેમ રાખે તો ગંગા નહાયા.... '
અમલદારી વર્ગને અમલદારી રસમની વિદાય કરીને પ્રભુરામે બધાની વચમાં આવીને કહ્યું  ' અરે ભાઈકોઈએ જવાનું નથી હો સહેબો ગયાહવે  આપણી મહેફિલ શરૂ થાય છે.
કોઈએ ઘેર ખાવાપીવા જવાનું નથીઅઠેહી દ્વારકા  કરવાનું છેબૈરાંઓએ ગરબાની સગવડ કરી છેઆપણો સંગીતનો કાર્યક્રમ છેગંજીફા છેચોપાટ છેશતરંજ છેચાલો આજે તો મારે ઘણે
વરસે ચોપાટ રમવી છેક્યાં છે શોભારામભાઈ ? હાલ ગવરીશંકર તુંને ચોથો..  રહ્યો વજેરામ...ચાલો વજેરામ.'
ને આમ મોડી મધરાત સુધી મહેફિલ મચીમહેફિલ તો ખરેખરી મધરાતે ચગીએક બાજુ ચાહનાં રંગાડા ઉકળતાં હતાંબીજી બાજુ રમતગમતની રમઝટ જામી હતીપાન સોપારી બીડી બાકસ
નો કાંઈ હિસાબ નહોતોને ભાઈ ! ધોળી બીડીઓ કાંઇ રોજ રોજ મળે છેફ્ળો પણ પાર વગરનાં હતાપ્રભુરામભાઈનો ઉમંગ તો ક્યાંય સમાય નહિકાંઇ જેવો તેવો માણસ થોડો હતો  ?
આશાએ હળવે રહીને ગવરીશંકરને ટકોર કરીને ગવરીશંકરે પ્રભુરામને કહ્યુંઃ 'પ્રભુરામભાઈ ! હવે જરા રમતમાં પોરો ખાઈએને મારી એક માંગણી છે.'
બોલને શું છે ? નોકરી જોઈએ છે ? બેસી જા કાલ પેઢીએ.' ગવરીશંકર પગે પડ્યોધૂળ તો 'ધૂળ છેપણ મોટા માણસના પગને અડે તો એનોય ઉધ્ધાર થાય છેઆપની દયાકાલ હું 
આવીશ.' 'આવજેવજેરામ !  ગવરીશંકરને કાલ પેઢીએ બેસારી દેજેપચાસ રૂપિયા પગાર માંડી દેજેબસ.'
'ચોપાટમાં તો મેં નતોડિયું ખાધુંપણ છેવટ તોડ થયો ખરો મારોપણ શેઠજી ! મારી વાત બીજી હતી.' 
'બોલ શું ?'
'ગૌતમભાઈ કવિતા સારી લખે છેમહેફિલમાં એક બે જરા થવા દ્યો એમને મોઢેથી તો મજા આવે.'
'એમકવિતા લખે છે ! મને ખબર નહિશોભારામભાઈ ! ગૌતમ ક્યાં છે ? બોલાવો તો ખરા.'
'જી !  કાંઈ થોડા કાલિદાસ કે ભવભૂતિ છે ? જોડકણાં લખેનિશાળની કવિતા  તો નિશાળમાં સમાણી !' 
' તો સાચી વાત કહી તમેકાલિદાસ કે ભવભૂતિ મોટા કવિ મનાતા હશે પણ હવે  જૂનવાણી થયાજૂનવાણી ! એમની બધી બામણીયા કવિતા આજ અંગ્રેજી રાજમાં  ચાલેઆજ તો 
શેક્સપિયર ને વર્ડઝવર્થ જેવા કવિ જોઈએગુજરાતી ભાષામાં તે વળી કવિતા લખાતી હશે ? એમાં તો રાસડા લખાય રાસડા.' પાવા તે ગઢથી ઊતર્યા મા કાળી રે !' ગુજરાતી  તે વળી
કાંઇ ભાષા છે ?' ગૌતમ આવ્યો.મને બોલાવ્યોબાપુજી !' એણે પોતાના પિતાને પૂછ્યું.'  ' મેં જરા યાદ કર્યા તમને સાંભળ્યું છે કે તમે ગુજરાતીમાં કવિતા લખો છોતો સંભળાવો તો ખરા કે ' શું શાં પૈસાચારવાળી ભાષામાં 
તે વળી કવિતા લખાય છે કેમ ?'
'જી તો કોલેજમાં... '
અરે ભાઈકવિતા તો નિશાળમાં  લખાય ને નિશાળમાં  સમાયનિશાળ બહાર તો પરીક્ષાનું સર્ટિફિકેટ  કામનું કે તરત રોટલો થાય ચાલતોપણ ભાઈ , હવે સંભળાવો તો ખરા.' 
જીએમાં આપને મજા આવશે નહિ.'
અમારો  ગવરીશંકર કહે છેતમારી કવિતાની વાત કરવાને બહાને પેઢી ઉપર નોકરીએ જૂતી ગયોહવે એનું માન રાખો.'
ભાઈ ! ગવરીશંકરે કહ્યું  ' રામને નામે પથરા તરે તેમ હું તમારી કવિતાના નામથી તરી ગયોહવે હું તો સાંભળ્યા પહેલાં એનો પૂજારીહવે મારું માન રાખો ને એકાદ તો સંભળાવો.'
ભાઇમારી કવિતાઓ તો આપ કહો છો તેમ કોલેજમાં  રહીપણ આપ કહો તો એકાદ બે જૂની કવિતાઓ સંભળાવું.'
તમારી મરજી.' પ્રભુરામે વાતને ટૂંકી કરવા ચાહ્યુંએક તો ગુજરાતી કવિતા વિષે એનો મત જરાય ઊંચો નહોતોએમાંય આજકાલ ની કવિતા નથી હવા વગરની  હોય તો જૂના ગંધાતા
ખાબોચિયા ડહોળવામાં શું મજા ? તેમ આટલા બધા મોટા સમુદાય વચ્ચે ગૌતમ કાંઈ જોડકણાં કે ' પાપ તારું પરકાશ જાડેજા ' જેવું લોકવરણનું ભજન ગાઈને માનહીન  બને  પણ એને
જોવું હતું .'
પોતાને વાત ટૂંકી કરવી હતીગવરાએ ઉઘાડે છોડે  માગણી કરી ને   સ્વીકારે તો શિષ્ટાચારનો ભંગ થાયએના કરતા ગૌતમ થોડુંક જેમ તેમ ગાઈ નાંખે ને પોતે ઝટપટ વાહાઅહ કરી
ને વાતને વાળી લે  એની ગણતરી હતી.
ગૌતમે કહ્યું કવિતા એટલે લોકનો આત્માજેટલું લોકજીવનમાં ખમીર એટલું કવિતામાં જોમખરી રીતે  કવિતા કદી પાંગળી હોતી  નથીલોકો  પાંગળા હોય છેએનો એક દાખલો
બસ થશેઆપણે હોમરની 'ઇલિયડવખાણીએમેકોલેનીહોરેશિયસવખાણીએપણ એના જેવી ઉત્તુંગ ભાવનાવાળી કવિતા આપણે ત્યાં પણ છેહમણાં  મૂળુ માણેક મરાયા છે
બળવાનો વાવટો જેણે આખા હિન્દમાં બળઓ સમી ગયા પછીયે ડુંગરાઓમાં દશ દશ વરસ સુધી પકડી રાખ્યો હતો ને જેનું અરમાન હતું કે.-'
મૂલુ મૂછે હાથબીજો તરવારે તવાં
હત જો ત્રીજો હાથ , નર અંગ્રેજ આગળ નમતે.'
આવો અટંકી વીર જ્યારે બરડામાં ઘેરાઈ ગયો ને એને કહેવામાં આવ્યું કે " ' મૂળુ ! હથિયાર મૂકીને તાબે થઈ જા.' ત્યારે લોકકવિ શું કહે છે ? ના છડિયાં હથિયારઅલ્લા લા બેલીના છડિયાં હથિયાર,
પાંજે મરણું જો હકડી વાર અલ્લા લા બેલીના છડિયાં હથિયાર.'
ગૌતમનો બુલંદ ઘેરો ને દર્દભર્યો અવાજ સારી સભા ઉપર સન્નાટો પાથરી રહ્યો.
'એમ - એમ -એમ ' પ્રભુરામ આકળા થઈને ગૌતમને વારવા માંડ્યા બસ બાપલા બસતમારી કવિતા સાંભળીને તમે ઘણું સરસ ગાઓ છોબસ પણ  'બેકડા'નું ગાણું બંધ કરોકોઈક
સાંભળે તો કહેશે કે પ્રભુરામની મહેફિલમાં આવા રાજદ્રોહી લૂંટારા ને બહારવટિયાનાં ગાણાં ગવાય છે ? મેં તો જાણ્યું કે તમે ' રાત રહે જ્યારે પાછલી ખટ ઘડીકે સામળ ભટનો છપ્પો કે 
ભરથરીનાં ગીત ગાશો ને તમે તો બહારવટિયા ને ડફેરનાં ઉખાણાં કાઢ્યાં. '
જીમૂળુ માણેક...'
મૂળુ માણેક મરી ગયો  ગયો જંતર વગાડતોસરકારની સામે થનારો ભાગી ભાગીને જાય કેટલે ? ચંદરમાથી શિયાળ ભાગીને જવાની હતી ક્યાં ? તમે સમજુ થઈને સરકારી નોકરી કરવા 
જતાં વળી  લપમાં ક્યાં પડ્યાં ?  બધું કરવું  શું કામ જોઇએ ? ને કરવું હોય તોય ઘરખૂણે કરવાનુંકોલેજમાંથી તાજા બહાર આવો છો ત્યારે મારી  અનુભવની શીખ માનજો. '
ગૌતમે જવાબ આપ્યો નહિને બીજું કાંઇ એણે ગાવું જોઈએ એવો પ્રભુરામે આગ્રહ  કર્યોપ્રભુરામે ફરીને ચોપાટ માંડી.
પણ ચોપટનો એનો રંગ ઊડી ગયોમહેફિલનો રંગ પણ ઊડી ગયોને ધીમે ધીમે મહેફિલ સંકેલાવા માંડીકાંઇક અજુગતું થઈ ગયું હોયએમ બધાને લાગ્યુંબનેલી વાતની જો કોઈને ગંધ
જશે તો પોતાને કાંઇક સહેવું પડશે  આશંકા જાણે સહુને લાગી
શોભારામે રસ્તામાં ગૌતમને કહ્યું  'તમે જરાક વ્યવહારું થતાં શીખો તો સારું.'
ગૌતમને વાતાવરણમાં થયેલો પલટો કળાયો હતોપરંતુ  પલટો અત્યાર સુધી મહેફિલના થાકને આભારી હોવાની એની માન્યતા હતીપોતાની અવ્યવહારિકતા એને માટે જવાબદાર
હતી  ખ્યાલ તો પોતાના પિતાનાં વાક્યોથી  એને આવ્યો.
જીમને... '
સમજ્યોતમને ખ્યાલ નથી એમને ? પન ભલા માણસખ્યાલ તો રાખવો જોઈએ નેતમે ક્યાં બેઠા છોકેવા માણસો વચ્ચે બેઠા છોકેવી રીતે કરો છો એની અસર કેવી થાય એનો 
વિચાર કરવાનું તમને સમજાવવા જેવું હોય ખરું કે ? મલક આખો જેને બહારવટિયો કહે એના વળી દુહા તમે ક્યાંથી જોડી કાઢ્યા આવા ?' ' ના બાપુજી. મેં જોડ્યા નથી. તો ક્યારનાયે જોડ્યા છે. મેં તો ખાલી સંધર્યા છે.'  સંધરી સંધરીને તમે સાપ સંઘરવા માંડ્યા ? મૂળુ માણેક બળવાનો વીર હોય, જવાંમર્દ હોય કે બહારવટિયો હોય, ચોરડાકુ હોય, એમાં તમારા ટકા કેટલા ? જેવો હતો તેવો તો મરી ગયો. થોડો હવે તમારી જગ્યાએ નોકરી કરવા આવવાનો છે કે તમે નોકરી વગરના હો તો તમને રોટલા આપવા આવવાનો છે ? તમે પ્રભુલાલ-ભાઈનો અરધો ઉમંગ બગાડી નાંખ્યો. '
'જીમને ખ્યાલ  રહ્યોહવે એવું નહિ થાય '
ઘર પહોંચીને બાપ દીકરો બન્ને સૂઈ ગયાસવારના પહોરમાં નાહીધોઈને ગૌતમ મેરાઈને ત્યાં જઈ ઊભો રહ્યો.
મેરાઈને પાસે ખ્યાલ હતો કે નવા અમલદાર માટે સાહેબલોકનાં કપડાં એને કરવાનાં છેએટલે બિચારાએ રાત જાગીને એક કોટ ને એક પાટલૂન શીવી રાખ્યું હતું.
 કપડાં લઈને ગૌતમ ઘેર આવ્યો.

ઘેર એના પિતાએ બન્ને જણ માટે રસોઈ કરી રાખી હતીજમીને ગૌતમે પોતાનાં કપડાં પહેર્યાં.( ક્રમશ ઃ ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો