મંગળવાર, 4 ઑક્ટોબર, 2016

૬. તાપીને તટે

  

શાયર-- શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ -તાપીને તટે
તાપી નદીને દૂર દૂર કિનારે નદીની રેતમાં ગૌતમ બેઠો બેઠો રેતમાંથી કાંકરા વીણીને નદીના પાણીમાં નાંખતો હતો
એને શું થઈ ગયું  જાણે કાંઇ સમજાતું  હતું
ગઈ કાલે એના બાપે એને સારી શિખામણ આપી હતીપોતાના પિતાની મનીષા પૂરી કરવાની સીડીનાં છેલ્લા પગથિયાં ઉપર ઊભો રહીનેપોતાના ભાગ્યના ઉપરના માળની પરસાળમાં  
નજર કરી શકતો હતો.ત્યાં અમલદારી કચેરી હતીત્યાં ઘોડાગાડી હતીપોતાની સામે લાગવગનોકરી મેળવવાના ઉમેદવારોનાતના અને કોલેજનાશેરીના અને શહેરના ભાઇબંધો ઊભા હતાઆત્મારામ ભૂખણ
જેવા જગતશેઠ શાહ સોદાગરની પેઢી હતીત્યાં જીવનની સંધ્યાના પ્રકાશમાં ઋષિ જેવા શોભતા પોતાના પિતા ભગવાનના નામની માળા જપતા હતાત્યાં આશા હતીમાયાવાદની વિડંબનાની,
અંગ્રેજ શાસનની તારીફનીકબીરવડવરસાદધનવાનના ધર્મ અને પૌરાણિક આખ્યાનોગરબીઓફૂલકમળમાતાજેવા રાજકવિઓની કામધેનુ સમી કવિતાઓના હજાર વિષયો પણ હતા.
ને દૂર દૂર પોરબંદરના કોટની રાંગ ઉપર જેનું માથું ભાલે ચડ્યું હતું એવા એક ચોરડાકુનાં વખાણ કરતા કોક ભૂખડી બારશ રાવણહથ્થા ભરથરીનું જોડકણુમ એને કેમ યાદ આવ્યું ?
છેલ્લા પગથિયાં ઉપર ઊભેલા કોઈ કે લાત મારી ને સીડી નીચે પડી ગઈ બહારવટિયાનું માથું તો ભાલે ચડ્યું રહ્યું ને એની અમલદારી ગઈએની આશા ગઈરહી ગઈ પિતાની વેદના ને 
ગામની મશ્કરીશું કરું ? આપઘાત કરું ? સાહેબની માફી માંગુ ? ભાગી જાઉં ? ક્યાંક બીજે નોકરી શોધી લઉં ?
મોટા સાહેબની ખફા પામેલાને નોકરી પણ કોણ આપશે ? પોતે કેવો મૂરખ ? પાંચ વરસ પછી પોતાની સ્થિતિ કેવી હશે એનો એને ખ્યાલ ના આવ્યો ! પ્રભુરામભાઅઈ આજ કેવા મહાલે છે
 એનો એને ખ્યાલ ના આવ્યો ! અમલદારીમાં રહેલા અમન ચેન યાદ ના આવ્યાંઆશા યાદ ના આવીને યાદ આવ્યો એક ભૂખ કવિ ? કવિઓ બેવકૂક  હોય છેલેખકો બધા  બેવકૂફો
હોય છેએને ધૂન ચડે ત્યારે  બધું  યાદ રાખવા જોગ જે કાંઇ છે તે ભૂલી જાય છેને ભૂલી જવા જોગ બધું યાદ રાખે છે.
હવે ? ઘર કેમ જાવું ? ઘેર તો જવાય  કેમ ? એના પિતાને  શું મોઢું બતાવશે ? આશાને શું મોઢું બતાવશે ?
શહેરનો સમવાય દૂર હતોપોતે એકાંતમાં હતોઘેર જવાની ભારે નહાનમ લાગતાં  સીધો  તરફ નીકળી આવ્યો હતો.  નજર પહોંચે ત્યાં સુધી કોઈ માનવી દેખાતું  હતું -- ના.
દૂરથી એણે એક બાવાને પોતાના તરફ થાકેલા પગલાંએ આવતો દીઠોપોતાની જેમ  શહેરમાં બીજો પણ એક માણસ એકાંત શોધે છે  જોઈને ગૌતમને એના તરફ સાહજિક સહાનુભૂતિ
થઈપોતાના મનમાં જે કડવા વિચારો વાગોળાતા હતાઅને આપઘાત કે નાસી જવાના પસ્તાવાની વચ્ચે એનું મન હીંચોળાતું હતુંતેમાં બાવાની થાકેલા પગોની ને થાકેલી કાયાવાળી 
એકાંતપ્રિયતા એને આત્મલક્ષમી કૌતુક ઉપજાવનારી લાગી
બાવો એનાથી  જરા દૂર ઊભો રહ્યોએણે આસપાસ નજર કરીકાંઈક પોટલું નીચે મૂકયુંરેતી પાર કરીને કાંઠા ઉપર ગયોત્યાંથી થોડા લાકડાં લાવ્યો.   લાકડાં એણે ગોઠવ્યાંએના 
ઉપર પોટલું મૂક્યુંપછી ચકમક લગાવીને લાકડામાં એણે આગ મૂકી. ગૌતમને લાગ્યું કે  તો કાંઈક ચિતા જેવું લાગે છેચિતા સળગવા માંડીનદીના પ્રવાહ અને ચિતાની વચમાં બાવો અદબ વાળીને ઊભો રહ્યો.
રેતીના એકાંત પટમાં સળગતી એક નાની ચિતા ને ચિતા સામે તાકી રહેઓ એક અને એકાકી માનવી ! એકલી ચિતા !  એકાંત પટ ! સાધુ કે સંન્યાસી શબને અગ્નિસંસ્કાર કરે નહિત્યારે 
 કોનું શબ ?  શબને એક સાધુ એકલો અગ્નિદાહ કેમ આપે છે ?
ગૌતમ ઊભો થયોબાવા પાસે ગયોસળગતી ચિતાને પ્રણામ કરીને બાવા પાસે ઊભો રહ્યોમૄત્યુની સંન્નિધિમાં સ્મશાનમાં બાવાને એકલવાયું  લાગેએક બીજો પણ માનવી  સમયે
એની બાજુમાં ઊભો હતો એટલે એના મનમાં સહારો રહેતે માટે વાતચીત શરૂ કરી.
ભારતીજી ! ' ગૌતમે પૂછ્યું  ' આપ જેવા સાધુને કેમ પરિશ્રમ લેવો પડ્યો ?'
સાધુએ ગૌતમ સામે નજર કરીએનો પહેરવેશ જોયોએના પોશાકનો સાહેબશાહી ઠાઠ જોયોને બોલનાર અને સાંભળનાર વચ્ચે હમદર્દીનું કાંઇ બંધન ઊભું થઈ શકે એવું એને લાગ્યું 
હોય એમ એના ચહેરા ઉપરથી દેખાયું.
તમે કોઈ અમલદાર લાગો છો ! ' ગૌતમ  વિધાનથી સ્તબ્ધ થઈ ગયો. ' મને પકડવો છે ને ! પકડી લ્યોમારૂં કામ પૂરું થયું છે. ' 
'આપને પકડું ? શું કામ ? ' બાવાએ ગૌતમ સામે ધ્યાનથી જોયું  ' તો તમે છૂપી પોલીસના માણસ નથી ?'  " ના '
અરે ભગવાન ! ' બાવો હસ્યોમ્લાન હસ્યો  ' મને લાગ્યું કે તમે છૂપી પોલીસના માણસ હશોકહે છે કે ગોરી સરકારની છૂપી પોલીસ જુદા જુદા વેશમાં દેશ ભરમાં ફરે છે ને બધી બાતમી
સરકારને પૂરી પાડે છેમને લાગ્યું કે તમે એમાંના એક હશો. '
ના રેહું તો મારી આપદાનો માર્યો અહીએકાંતમાં આવ્યો છું ' ' આવા પોશાક પહેરનારને આજકાલ તો ઘી કેળાં છેએને આપદા શું ? આજકાલ આપદા હોય તો અમ જેવા સાધુને હોય.
તમને કોટ-પાટલૂનવાળાને આપદા શું હોય ? તમને તો અમલદારી હોય.
ગૌતમે કહ્યું  ' અમલદારી તો આવતાં પહેલાં ડૂબી ગઈબાવાજીને હવે  કોટ પાટલૂન પહેરનારને તો આપઘાત કરવો કે ભાગી જવું   એક માત્ર સમસ્યા રહી છે.' બાવાજી હસ્યા.
ખડખડાટ હસ્યા. ' એક કરતાં બે ભલામારેય તમે કહો છો એવી  સમસ્યા છે કે આપઘાત કરવું કે ભાગી જવું . '
બાવાજી તમારે વળી એવી શી આપદા છે ? ' ' તમને શું છે ?' 
મારી વાત તો સાવ સાદી છેને  એક બેવકૂફ માણસની વાત છેમારા બાપાએ પેટે પાટા બાંધીને મને ભણાવ્યોભણીને પાસ થયોસરકારી અમલદાર નિમાયોમનપસંદ છોકરી સાથે
મારું વેવિશાળ થયુંસોનેરી સ્વપ્નાંની એક રાતવળતે દિવસે બધું ફરી ગયુંછોકરી ગઈઅમલદારી ગઈને હવે એમ થાય છે શું શહેરમાંશું દોસ્તોમાં ને શું બાપાને મોઢું બતાવું ?
વિચાર એટલો કરું છું કે મારે માટે તાપીની ગોદ સારી ને હિમાલયની ? ' પણ વાત પલટાઈ કેમ ગઈ ? તમે ભણેલા છોતો વાતને વણતાં  આવડી તમને ?'
'વાત એમ થઈ કે મારી અમલદારી મારે સંભાળવાની હતીતેની આગલી રાતે એક મહેફિલ હતીએમાં મને કવિતા ગાવાનું કહેવામાં આવ્યુંમને બેવકૂફને સારાસાર કે જોગાજોગનો ખ્યાલ
ના રહ્યો ને મેં તો મૂળુ માણેકના દુહાઓ ગાયા વાત ગઈ મોટા સાહેબ પાસેસાહેબે કહ્યું કે મૂળુ માણેકની તારીફ કરવિ  રાજદ્રોહ છેતમે એવી તારીફ કરી છેતમે રાજદ્રોહી છો.
તમને અમલદારી નહિ મળેબલ્કે સરકાર તમારા ઉપર નજર રાખશે.'
બાવો થોડીવાર ગૌતમ સામે અનિમેષ જોઈ રહ્યોચિતા સામે જોઈ રહ્યોઅને પછી ખડખડાટ હસ્યો. ' અરે બેવકૂફ ! અરે બેવકૂફ ! '
ગૌતમને ક્ષોભ લાગ્યોપોતે પોતાની બેવકૂફીથી ક્યાં વાકેફ  હતોતે  બાવો વળી એના ઉપર હસે ? 
તમને હસવા જેવું લાગે છે કેમ ? તમે તો સાધુ મહારાજલંગોટ લગાવીને ચાલી નીકળ્યા  પણ મારા બાપનેઆશાને શું થતું હશે ? '
બાવો ગંભીર થયોગૌતમ્ને એણે કહ્યું  ' હું તમારા ઉપર હસતો  હતોહું તો ભગવાનની લીલા ઉપર હસું છુંતમે મૂળુ માણેકની તારીફ ગાઈ એમાં તમારી અમલદારી ખોઈમેં એની 
સખાત કરી એમાં ગામગરાસ ખોયાઆપણ બે બેવકૂફોની સામે  ચિતા પ્રજલે છેજાણો છો એમાં શુ છે ? '
'નાએમાં જલે છે મૂળુ માણેકનું મસ્તક ! પોરબંદરની રાંગ ઉપર સરકારે ભાલે ચડાવેલું માથું તાપી નદીના કિનારા ઉપર કેમ જલે છે  મારી બેવકૂફીની કથા છેસાંભળો
'જેને લોકો મુલક કાઠિયાવાડ તરીકે ઓળખે છે.' સાધુએ ગૌતમને પોતાની સામે બેસાડીને વાત કહેવા માંડી  'એમાં સોરઠહાલારગોહિલવાડઝાલાવાડપાંચાળજતવાડઓખા બાબરિયાવાડની સાથે ઉંડ સરૈયાવાડ કરીને એક પ્રાંત છે ને એમાં સરવૈયા રજપૂતોની વસ્તી છે.
એમાં સેજલપુર નામે ગામ છે ગામનો ગામધણીનામે પાતાભીભારે કાંડાબલિયો માણસ ચાલે તો ધરતી ધણધણેમાતેલા ખૂંટને એક શીંગડે પકડીને ઊભો ને ઊભો બે કટકે વધેરી
નાંખેઆવો કાંડાબળિયો માણસભલભલા મલ્લને એક હાથે ઉપાડીને ફેંકી દે.
'દરબાર ડેલીએ બેઠા હોય તો મજાલ નથી કે ફરતા પચાસ ગાઉમાં કોઈ બહારવટિયો કે ચોર કે ડાકુ ફરકી શકેમજાલ નથી કોઈના કે કોઈની ઓરતની છેડતી કરી શકેમજાલ નથી કોઈનીકે ચોરા પાસેથી કોઈ ઘોડે બેસીને કે ગાડે ચડીને નીકળી શકે.
'આવો ધીંગો રીંગો જણને  સેજલપુર ગામનો ગામધણીએને ત્યાં તો ચારણ આવે ને માંગણ આવેબામણ આવે ને સાધુ આવે.
'એક દિવસે એના ચોરા ઉપર એક ગઢવી આવ્યાકસૂંબા નીકળ્યાને કસૂંબાને રંગ દેવાનો સમો આવ્યો. ' ને ગઢવીએ કસૂંબાનો રંગ ચડાવ્યો મૂળુ માણકના નામ ઉપર ! ' જણ તો બસ આજ  એક જણ છે મલક કાઠિયાવાડમાંદરબાર ! મરદને માથે છોગાં બેચાર સંત્રીને બગલમાં ઘાલીને  યરોડાના દરવાજા ભાંગીને નીકળ્યોવાહ રે ઓખો ! વાહ રે નાથ વાહ રે મૂળુ ! રંગ છે
એનેરંગ છે એની જનેતાને ! ' દરબારનો કાંટો  સળવળ્યોપોતે બેઠાં વળી કોઈ બીજો કાંડાબળિયો માણસ હોય કે ?
ગઢવી ! તમે કેમ ભૂલ્યા ? મરદાઈના રંગ હોય તો મને હોયને કાંડાના બળના રંગ હોય તો મને હોયગઢવી ! ચોર ડાકુને તે વળી રંગ હોય ?'
ગઢવીએ કહ્યું  ' બાપાચોર ડાકુ હું કાંઇ  જાણુંહું તો દેખું તેવું ભાખું ને ભાળું એવું ભણું. '
તો ગઢવીભાળો એવું  ભણશો ને?'
તો હું મૂળુ પાસે મારી સરસાઈ કબૂલ કરાવું તો મારું નામ પાતાભી સાચું. ' દરબાર વટે ચડ્યાને તે દિવસે  ઘોડી લઈને ચાલી  નીકળ્યામૂળુને વાવડ પહોંચ્યા કે એક રજપૂત એને 
બરડામાં શોધે છે
 તો મૂળુ માણેકએની વટ ને એની છાતીએને કોઈ શોધતો સામે આવીને મળેપાંચ માણસ સાથે શોધે છે તો પાંચ માણસ સાથે મળેબે માણસ શોધે છે તો બે માણસે મળેએક માણસે
શોધે તો એકલો આવી મળેએના સાથીઓએ મૂળુને સમજાવ્યો. ' તારી ટેક જાણીને  દગો હશે તો ? બહાર દેખાશે એક ને છુપાશે પચાસ તો ? '
મૂળુએ જવાબ દીધોઃ ' દગો તો આજ  મલકના માનવી માત્રના પેટમાં પેઠો છેને વહેલુંમોડું આપણું મોટ પણ દગાથી થવાનું  છે ને ? પણ એટલા ખાતર કોઈ મને શોધે ને હું મોઢું છુપાવું  મૂળુ હું નહિ. '
 એમ મૂળુ  દરબારને મળ્યોને દરબારને શોધનું કારણ પૂછ્યુંદરબારે કહ્યું  ' મલક તને કાંડાબળિયો કહે છેએટલે તારું જોર માપવા આવ્યો છું. ' મૂળુ હસ્યો  ' દરબાર ! મારું
જોર મારા કાંડામાં નથીછાતીમાં છે. '
દરબારે કહ્યું  '  હું કાંઈ  જાણુંથઈ જા માટીઆપણે વઢીએતું જીતે તો તારી સરસાઈ હું કબૂલ કરુંહું જીતું તો  મારી સરસાઈ તારે કબૂલ કરવીછે કબુલ ? '
મૂળુએ કહ્યું  ' એમાં વઢવાની જરૂર શું ? તમારી સરસાઈ હું કબૂલ રાખું છુંપછી ? હું અંગરેજ સિવાય બીજા કોઈ સાથે વઢતો નથી. ' ' મારી સરસાઈ કબૂલ ? '
કબૂલ. '
તો બસતું મારો નાનો ભાઈ. '
આમ સરસાઈ કબૂલાવીને દરબાર પાછા ફર્યાગઢવીને એમણે બોલાવ્યાગઢવીને પોતાની સરસાઈની વાત કરી વાતને કેટલોક સમય થઈ ગયોદરબારના કુંવર પરણીને પાછા આવતા હતાસામૈયાની ધામધૂમ 
હતીઢોલ ત્રાંસા ભેરી ને શરણાઈના શોરથી આખું ગામ ધૂણી ઊઠ્યું હતુંત્યાં ગઢવી આવ્યાં
આવો ! આવો ! ' દરબાર ગઢવીને ભેટી પડ્યા  'ખરા આવ્યા હો. '
ગઢવીએ કહ્યું  ' દરબારટાણું કટાણું તો મને ખબર નથીપણ તમે તો કહેતા હતા તે મૂળું માણેક મારો નાનો ભાઈ ! ' 
'હાવળીમારો ભાઈ તે વળી સાડી સાત વાર ભાઈ' તો તમે આંહી કુંવરનાં સામૈયા કાઢો છો ને તમારા ભાઈનું માથું પોરબંદરના ગઢની રાંગે ભાલે ચડ્યું છે. ' 
હું બેઠાં ? ' દરબારે કહ્યું.
તમે બેઠાં દરબાર ! '
ભાઈને માર્યો ? કોણે ?'
'ગીસતે ગીસત ભટકાણીપણ એનું માથું કાપ્યું પોરબંદરના મરકાણી જમાદાર શોરાબ નાલેછંગાએ. ' '' ગઢવી ! દરબાર ઊભા થયા  ' અંદર બાઈઓને જરા કહેજો કે સામૈયું પતાવે સમજ્યાં.
દરબાર જરા કામે ગામતરે ગયા છે. '
પાતાભીએ ઘોડો લીધોતલવાર લીધીપોરબંદરની ભરબજારમાં એણે શોરાબ નાલેછંગાને માર્યોએનું માથું કાપ્યુંરાંગ ઉપર ભાલા ઉપર મૂળું માણેકનું માથું હતુંત્યાં શોરાબનું માથું 
ચઢાવીનેદરબાર મૂળુનું માથું ગળામાં ભેરવીને પોરબંદરની બજારમાંથી નીકળ્યા.
સાધુ જરાક થંભ્યાઅને પછી બોલ્યા  '  દરબાર પાતાભી તે હું માથું તે  અગનમાં જલે તેમારે માથું લઈ જવું હતું ગયાજીમાંકે એનો જીવ ગતે જાયઆંહી થાક્યોમાથું શું ?
મૂળુ કોણ ? કાંડાબળ શું ? શું કરવા મેં પારકી અધિયારી વહોરીને ગામગરાસ ખોવાની બેવકૂફી કરી હશે ?' 
દરબાર ! ' ગૌતમે કહ્યું  ' આને બેવકૂફી  કહેવાયઆતો જુવાનીની ખુમારી કહેવાયમરદનાં પાણી કહેવાયતમે તો નાક કાઢ્યું દેશનું. '
ગામ ગયુંગરાસ ગયોબાયડી છોકરાં રઝળતા થયામરદાઈના પાણીમાં ને પાણીમાંઆજ તો ઘણું એમ થાય છે કે આવો ખોટનો ધંધો  કર્યો હો તો ? પણ માળુ અજ રજીપૂતનું તમે 
જાણો છો ને ? વટે વાત આવી કે બસ મનમાં મારું  કે મરું  થાયત્યાં આગળ પાછળ એવો ધૂંધળો ધૂમ જામી જાક કે વાત  પૂછોસાચું પૂછો તો અમારા રજપૂતનું ગયું  એમાં
કાંડાબળનું મને ગુઅમાન હતું , તે છેલ્લે  બાવાનાં કપડાં પહેરાવ્યાં એણે' '  તો ભેખ લીધો કહેવાયધૂન માત્ર ભેખ લેવરાવેએમાં ધૂનની મજા છે ને ભેખની શોભા છેતમારે આવો રંજ ના કરવો જોઈએમૂળુ અટંકી વીર હતોવીરો જે મોતે મરે છે  મોતે  મર્યોપણ એને તો એનું મોત સાર્થક લાગ્યું હશેમરીને પણ એણે પોતાના મુલકનાં પાણી કસી જોયાં.'
દરબારે કહ્યું  '  તો જેવો હું તેવા તમને આપણે એકબીજાને હિંમત આપીએ એવી વાત છે. ' 
નહિહિંમત આપવા જેવી વાત નથીતમે ગીતાજીમાં માનો છો ? 
પુનર્જન્મમાં માનો છો ? '
લે કર વાતહું રજપૂત છુંગીતાજી તો અમારે માથા સાટે.ને કરમ તો 
રાજાને  ભોગવવાં પડે છેતો પુનર્જન્મમાં તો માનવું  પડે ને ? '
તો લખી રાખજો દરબારજીવતા હોઈશું તો પારખાં યે જોશું દેશમાં અંગ્રેજનું રૂંવાડું   જોઈએ એવી મૂળુની ટેકને મૂળુ તો શંકરજતિ જેવો જીવ જીવની ટેક અધૂરી રહે નહિ.
મૂળુનો જીવ ક્યાંક અવતરશે-ફરી અવતરશે ને અંગ્રેજને કાઢીને  જંપશે
કો' એવો નર પાકશે જે અંગરેજને નમવાની ના પાડશે ને એને દેશમાંથી કાઢવા માટે બહારવટાં ખેડશે. '
કોણ જાણે ભાઈ ?  તો બધી અગમનિગમની વાતો થઈપણ હમણાં તો હું આંહી રહીશમારું સાધુ તરીકેનું નામ  મૂળભારથીહું તો હવે  સ્થળે  રહેવાનો છુંકોઈ કોઈ વાર મળજોવાતો કરશું. '
ગૌતમે દૂરથી શોભારામને આવતા જોયાભુલાઈ ગયેલો ક્ષોભ પાછો હૈયે ચડી આવ્યોશોભારામે ગૌતમનો હાથ પકડ્યોને ખેંચ્યોશોહ્બારામની આંખોની સામે ગૌતમે જોયું એમાં એવું તેજ હતું કે મંત્રમુગ્ધની જેમ 
 પિતાની પાછળ ધસડાયો.  મૂલભારથી ગૌતમને જતો જોઇ રહ્યો !
__________________________ * વાચક  સિધ્ધાન્તમાં માને કે  માનેપણ એક વાત છે કે જે શહેરના પાદરમાં મૂળુ માણેક મરાયો ને જે શહેરના ગઢની રાંગ ઉપર મૂળુ 
માણેકનુ માથું અંગ્રેજ સરકારે ભાલે ચડાવ્યું હતું  શહેરમાં મૂળુ માણેક મરાયો તે  માસમાં તે  સપ્તાહમાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો.
મૂળુ મૂછે હાથ બીજો તરતારે તવાં
હત જો ત્રીજો નર અંગ્રેજ આગળ નમત '

મૂળુની  ટેક એમણે પૂરી કરી( ક્રમશ ઃ ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો