સોમવાર, 10 ઑક્ટોબર, 2016

૯. કલમને ખોળે


શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ -
કલમને ખોળે
રાતે પતિપત્નીનાં એકાંત શયનખંડમાં આશાએ કહ્યું ગૌતમ ? હવે તારે લખવાનું  છે. '  
પહેલાં ક્યાંય નોકરી તો શોધી લઉં. '
નોકરી શા માટે શોધવી જોઈએ ? તું લખવાને  નોકરી કેમ સમજતો નથી ? '
લખવામાંથી કાંઈ પેટગુજારો નીકળે કે ? '
તારે ને પેટગુજારાને શું ? હું ક્યાં બેઠીતું તો લખલખ ને લખકોલેજમાં તું શું વાતો કરતો હતો ? લોકો અંધકારમાં પડ્યા છેઅગ્નાનમાં પડ્યા છેએમને  દેશ 
ઉપર અંગ્રેજી શાસનની ચૂડ આવી  છે એની ખબર નથી. '
 વાત તો સાચી છેઆશાપરંતુ દુનિયામાં એક મોટી આપદા છેજે સમજે છે તેને શિર છૂરી છેનથી સમજતા એને મજા છેઅંગ્રેજો લોકોને લોખંડી રાજશાસન આપશેચોરીલૂંટ ટાળશે. પેટપૂરતું ખાવાનું આપશેમધ્યમવર્ગને નોકરીઓ આપશે
શ્રીમંતોને દલાલી આપશેગરીબોને પોલીસને લશ્કરથી દબાવશેપેશવાઈનાં ભંગારમાંથી જે અરાજકતા જાગી છેજે અરાજકતા ઊભી કરવામાં અંગ્રેજોનો ખુદનો મોટામાં મોટો હિસ્સો છે  અરાજકતા તેઓ ટાળશેતેઓ કેળવણીનાં મોટા કારખાનાં કાઢશેએમાં કેટલાય ભણેલા ને સમજુઓને પણ નોકરીએ રાખશે. દેશમાં તેઓ કાયદારાજ સ્થાપશેપણ કાયદા એવા ઘડશે કે લોકો 
અંગ્રેજોની પગારદારીને દલાલીની ગુલામીની સામે અવાજ  ઉઠાવી શકે લોકો 
કેળવણી આપશેપણ કેળવણીનું તંત્ર એવું ગોઠવાશે કે દેશનું વિશાળ આમ વર્ગને 
અને ભણેલાઓ વચ્ચે ભાષાનુંવિચારનુંસાહિત્યનું અને રહેણીકરણીનું અંતર વધશે. લોકો કવિઓને ઉત્તેજન આપશેપણ જે કવિઓ એમનાં અમલના વખાણ કરે 
તેને લોકો ઇતિહાસ લખશે પરંતુ ઇતિહાસને ભયંકર રીતે વિકૃત કરશે લોકો 
સમાજસુધારાઓ કરશેપરંતુ એવા સુધારાઓ એવી રીતે કરશે કે લોકોની હજારો વર્ષની રહેણીકરણીના મૂળમાં  ઘા થાય બધું હું દીવાની જેમ ચોખ્ખું જોઉં છુંપણ હું એકલો શું કરીશતને તો ખબર છે આશા ! કે મારાથી નોકરી વગર એક દિવસ પણ રહી શકાય એમ નથી' તું કવિ છોતારા કંઠમાં દર્દ છેતારી કલમમાં જીવ છેતારી નજરમાં આવતીકાલ છેમારા ગૌતમમને આજના કોઈક અમલદારની ભૂખ નથીમને આજના કોઈ સુખી કે ઘરરખ્ખું માનવીની મહેતાજી નથીમને તો એવો પુરૂષ જોઈએ છે કે જ્યારે પણ  દેશ આઝાદ થાયજ્યારે પણ આદેશમાં સ્વધર્મને સ્વરાજ્ય આવેસ્વદેશાભિમાન આવે ને લોકો એની ગાથા ગાય ત્યારે હરકોઈ માનવી એમ કહે કે  પ્રયાસના 
સુખમાં ગૌતમ નામનો એક દ્ર્ષ્ટા હતો,--- જે અંગ્રેજી સલ્તનતની ઉપરથી અચ્છીના 
ભીતરમાં રહેલા પાપને પારખી શક્યો હતો અને એની સામે એણે પોતાનો બુલંદ 
અવાજ ઉઠાવ્યો હતોએક ગામડાનો અબૂધ કવિ જો એક ગરાસિયા પાસેથી ગરાસ છોડાવી શકેએક અંગ્રેજી ભણેલા પાસેથી અમલદારી છોડાવી શકે તો મારો ભણેલો 
ગૌતમ શું  કરી શકે ? ગૌતમ તું કવિ થા ! કવિ એટલો એવો કવિ કે જેનાં કાવ્યો 
નવજીવન ને નવચેતનાનાં ગીત મનાય  જેનાં કાવ્યો લોકોના ધર્મનાસમાજનારાજ્યના અંધમોહથી ભરેલા 
ખ્યાલો દૂર કરે અને સાચા મોહને બિરદાવેઅરેદેશના ખૂણામાં પડેલો એક છોકરાભાઈડા જેવો વાધેર અરમાન કરે કે ' હત જો ત્રીજો હાથ તો નર અંગ્રેજ આગળ નમત. ' મારો ગૌતમ 
 વાધેરમાંથી તો ગયો તો ગયો પણ  વાધેરનાં ગુણગાન ગાતી કવિતા લખનાર કવિમાંથી યે ગયો ? '
આશા ! તું કહે છે  સાચુંપરંતુ લોકોને જાગ્રત કરવા માટે જુઠ્ઠા વહેમો તજાવીને સ્વદેશ પ્રત્યે મમતા રાખવા માટેખોટા રિવાજો મૂકી દઈને સમાજને સુઘટ્ટ અને સુવ્યવસ્થિત કરવાને 
પ્રેરવા માટે તો કાવ્યોનો પ્રચંડ ને સતત ધોધ વહેવો જોઈએએને માટે પિંગળનું પૂરું ગ્નાન જોઈએગુજરાતી ભાષામાં લાંબા કાળ સુધી કવિતાઓ લખી શકાય એટલું શબ્દભંડોળ પણ ક્યાં
 છેને એવું પિંગળ પણ ક્યાં છે ? '
તો એવું પિંગળ તું લખ તો કવિ સાચો ! ' શયનખંડના બારણા પાછળથી અવાજ આવ્યો  
 અવાજ સાંભળીને ગૌતમને આશા બેય ચમક્યાં  ' બાપુ !'
ગૌતમે ઊભા થઈ બારણું ઉઘાડ્યું ને આશા સંકોરાઈને એક ખૂણામાં ઊભી રહીઉઘાડાં બારણામાંથી શોભારામ અંદર આવ્યોખાટલા પર બેઠોહસ્યો.
તમને બેય્ને ઊંચે સાદે વાત કરતાં સાંભળીને મને થયું કે  વળી ઝઘડો શું છે ? એટલે હું આવ્યો ને તમારી બેયની વાત સાંભળીભલા ગૌતમ ! જો ગુજરાતીમાં પિંગળ   હોય તો 
તું તારું કવિજીવન પિંગળથી શરૂ કર ને શબ્દભંડોળ  હોય તો શબ્દ-કોશ એકઠો કર. '
પિતાજી ! '
શોભારામે હસતાં હસતાં આશા સામે નજર કરી  ને કહ્યું, ' કદાચ મારા નસીબમાં એક સુધારક પુત્રના પિતા થવાનું લખ્યું હશેકદાચ બળવાખોર પુત્રના પિતા થવાનું 
લખ્યું હશેકદાચ...... 
પણ તને જે વ્યવસાયમાં પ્રીતિ છે  વ્યવસાય તું કરમને રંજ હોય તો શમી ગયો છેને મારી આશા દીકરી કહે છે તેમ ભવિષ્યની તવારીખમાં કદાચ તારું નામ 
મહાકવિ તરીકે લખાશે.
દેશને નવચેતન આપનાર કવિ તરીકે તારું નામ લખાશે તો મારું નામ તારા બાપ 
તરીકે અવશ્ય લખાશેકેમ ખરું ને આશા ? '
બાપુ... ! ' આશા બોલવા જતી હતી.
બગાડીશ માબેટા ! આજની મંગળ રાત બગાડીશ નહિકોઈ માફી કે ક્ષમા કે એવા વેણથી ! હું ગાડાનો બેલ છુંને મારી દયા ખાઇને તું મારી હોંશ ભાંગીશ મા દેશમાં મારા જેવા તો હજારો લાખો ગાડાના બેલ છેપરંતુ  તમામની અપેક્ષાએ 
મારા નસીબમાં મારા ગાડામાં મારે એક મહાન પુત્રને લઈ જવો સરજાયો હશે ! '
ગૌતમ એના પિતાને પગે પડ્યોશોભારામે એને ઉઠાડ્યો. ' દીકરાવિચાર કરવો હોય તો કરી લેજેપણ જે કર તે એક રંગથી કરજેસંસ્કૄતમાં લખ્યું છે કે द्र्ष्टिपॄतं व्यसेत पादं 
ડગલું ભરતાં પહેલાં જોઈ લેવુંપણ ડગલું ભરવું તો પછી ના હઠવું . સમજ્યો ! ' 
'બાપુ ! મેં તો મારી કલમને કહ્યું છે કે આજથી હું તારે ખોળે છુંભૂખ્યો રાખજેજે કરવું હોય તે કરજેપરંતુ મને કાયર બનાવીશ ના. '
શાબાશ દીકરા ! કાયરો જીવતાં જીવતાં હજાર વાર મોતથી મરે છેમરદ મૂવા પછીયે સો વરસ જીવતો રહે છે. ' 
ધીમે પગલે શોભારામ બહાર નીકળ્યો. ' લ્યો હવે સૂઈ જાઓ. ' એણે પોતાની પીઠ પાછળ કહ્યું  ' વાતો કરવાને આખો દિવસ છે'( ક્રમશ ઃ ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો