શુક્રવાર, 21 ઑક્ટોબર, 2016

૧૩. મુંબઈથી કાગળ આવ્યો


શાયર - શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ  ૧૩મુંબઈથી કાગળ આવ્યો
રાતમાં એકબે વાર આશા ઊઠી હતીજ્યારે ઊઠી હતી ત્યારે એણે ગૌતમનો ઊંઘમાં ઘેરાયેલો ચહેરો જોયો હતોઊંઘમાં યે ગૌતમને કેવાં સ્વપ્નાણ આવતાં હશે ! જાણે મા શારદા એને ચામર
 ઢોળતી હોયઅવર્ણનીય પ્રભા  કોમળ અને ઊર્મિલ ચહેરાને ગુલાબની પાંખડીના રંગથી રંગી રહી હતીએના સ્વચ્છ કપાળ પર અપાર્થિવ દીપ્તિ છાઈ હતીઅજુનના ગાંડીવની રેખા સમી
એની હોઠની રેખાઓના ખૂણા તો અવર્ણનીય અભિલાષાઓથી જાણે આછું સ્મિત કરી રહ્યા હતા
એનો ગૌતમ ! એનો કવિ આજ કેવો સોહામણો લાગતો હતો ! આજ એની કપરી મંઝિલનો આખરી દિવસ હતો ! આજથી એવી કીર્તિની સોપાનનો આરંભ થતો હતોઆવતી કાલે...........
કાલે....ભવિષ્યમાં જે કીર્તિ એની થવાની  હતી એનું પહેલું પગલું મંડાવાનું હતુંકાલે એના મહાભાગ્યનો આરંભ થવાનો હતોબધું --બધી  આપદા અને ઉપાધિઓ પાછળ રહી ગઈ
હતીનાનાં મોટાં કૂતરાંઓ ભસતાં  રહી ગયાં હતાંને હાથી તો  એની  મસ્તીમાં ચાલ્યો  ગયો હતોકાલે એના ઉપર સોનાની અંબાડી ચડવાની હતી !
એની કીર્તિ દેશવ્યાપી બનશેલોકો એની કવિતા વાંચશે અને બળવાના ભયંકર પરાજયનો વિષાદ ભૂલી જશેલોકો એની કવિતા વાંચશે ને પરચક્રનાં શૂળ નવેસરથી અનુભવશેવિષાદ
ગમગીનીકાયરતાપામરતાબધું  પરહરીનો એક નવા  પુરુષાર્થનો પંથ પકડશેકુરૂઢિઓનાં પ્રેતો શમશેકુરિવાજની શૄંખલાઓ તૂટી પડશેહજારો વર્ષની પરંપરાના મરેલા બોજા
ફેંકી દેશે અને કમરમાંથી ટટ્ટારસીનામાંથી ટટ્ટાર એક નવી  મજલ આરંભશે....
જેની પહેલી ખાંભી પ્રેમ...શૂહર.... 
બીજી ખાંભી સ્વમાન,
ત્રીજી ખાંભી સ્વદેશાભિમાન....
ને એકદા-એકદા અચૂક  દેશમાંથી પરચક્રનો ઓથાર દૂર થશેત્યારે હિમાલય આપણો થશે
ત્યારે ગંગા આપણી થશેત્યારે સૂરજ આપણો થશેચંદ્ર આપણો થશેમુલક આપણો
થશેતે દિવસ પાછલી મજલનાં પહેલા યાત્રી તરીકે જનતા એના ગૌતમને સ્થાપશેપાવનકર ગંગાનાં મૂળ તો હિમાલયના પહાડો અને જંગાલોની પરમ ભવ્ય ભયંકર શાંતિમાંથી
સસ્તી એક નાની  જળધારા છે જળધારા એના હિમાલય જેવો અડગ ગૌતમે સીંચી હતીએમ જનતા યાદ કરશે....અહો !  સુભગ દિવસના સ્વપ્નામાં પાછલી મજલનો સંતાપ 
કોને છે ? વિષાદ કોને છે ? કાલનાં વહન પાછાં ફરે ને ફરીને એની પસંદગીની વેળા આવે તો ગૌતમ સિવાય અન્ય કોઈ પસંદગી ના કરે ને ગૌતમને માટે બીજા કોઈ પુરૂષાર્થની કલ્પના સરખી 
પણ  કરે.ભૂતકાળની થઈ ચૂકી  મજલકેવી કપરી મજલ હતી ને એણે  કેમ કાંપી હતી ? ઘરમાં પૈસા  હોયઘરમાં અન્ન  હોયપહેરવાનાં કપડાં  હોય....કોઈનેય એણે કમાવા નથી 
દીધુંગૌતમને  નહિએના હસતા ચહેરા પાછળ છૂપાયેલી ચિન્તાઓમાંથી કોઈને  એણે ભાગ આપ્યો નથી...... નાકોઈને  નહિ એમ તો નહિગવરીશંકર તો ભોળોદબાયેલો
હીણપત અનુભવતોપ્રભુરામના સંભાવ્ય રોષના ખ્યાલથી છળી મરતો છતાં સમજુ હતોસંબધરખુ હતો અદાલતના કાગળોની નકલો કરવા લાવતો ને પૈસા લાવી આપતોવારતહેવાર
નું બહાનું કાઢીને કાંઈક મૂકી જતોગામમાં એક નવલશા હીરજી રહેતો હતોમશહૂર સોદાગર રણમલ લાખાની સુરતની પેઢીનો માણસ હતોઅને એની બૈરીને છેલછબીલી કરવાના કોડ 
હતાછલછબીલી બનાવવી હોય તો વાંચતાં લખતાં શીખવવું જોઇએકાંઇક ગોટપીટ કરતાં શીખવવું જોઈએને ગવરીશંકરે આશા માટે  કામ શોધી આપ્યું હતુંથોડાક મહિના  ઠીક
ચાલ્યું....થયું...મજલ પૂરી થઈહવે એની રણવાટવનવાટવસમીવાટ સંભારવી શા માટે ?  ગૌતમનો  પ્રસન્ન ચહેરો એની તમામ વિટંબનાઓનો પૂરતો બદલો મળી રહેશેમયારામ 
કાકાનો કાગળ આવ્યો હતો ગવરીશંકર ઉપર કાગળમાં શુભ વર્તમાન હતાછાપખાનાનું કામ શરૂ કરોપોતે ગૌતમ ઉપરઆશા ઉપર સીધો પત્ર લખશેકાગળના પૈસા મોકલશે.... આશા
ને ઊંઘ   આવી
સવારના પહોરમાં એણે ગૌતમને વહેલો વહેલો સ્નાનવિધિથી મુક્ત કર્યોમાતા શારદાની છબી આગળ એને પાયે લગાડ્યોસારી દુનિયા જાણે આજે નવેસરથી રંગાઈ હતી.  જૂનાં ધરની 
શ્યામ બનેલી દિવાલો ઉપર જાણે સોનાની ઝાંય ચડી હતીસૂરજ હજુ બહુ ચડ્યો  હતોત્યાં બેત્રણ જણા આવ્યાએક પારસી હતોએક વાણિયા જેવો હતો એક કારીગર જેવો હતો
  ગૌતમ શોભારામનું ઘર કે ?' ' વાણિયા જેવા લાગતા માણસે પૂછયું
હાઆવોછાપખાનામાંથી આવો છો કે ?'
હાજી.' પારસી શેઠે ખાટ ઉપર બેઠક લીધી. ' અમોને મુંબઈથી મયારામ શેઠનો કાગળ છેએમાં તમારે કાંઇક છપાવવું છે એવી વાત લખી હતીગવરીશંકરે અમોને  ઘેર આવવાનું 
કહ્યું.' 
'બરાબર છેમારે એક પુસ્તક છપાવવું છે.'
છાપી આપીએછાપવા તો બેઠા  છીએવળી મયારામ શેઠની ભલામણ છેશેઠ અમારો મુરબ્બી છેઅમોને છાપખાનું ઊભું કરવામાં ખૂબ મદદ કરી છેએમનું કામ તો કરી આપવું
 જોઈએકેમ ખરું ને ધનજી ? '' કેટલાંક પાનાં હશે ? ' ધનજીએ પૂછ્યું. ' 
હવે  તો મને કેમ ખબર પડે ? ' ગૌતમે કહ્યું, ' પરંતુ મારા હાથના લખેલાં હજારેક પાનાં છે. '
તો જરા શેઠ એમ કરોને. ' પારસી ગૄહસ્થ વચમાં બોલ્યા  ' તમે ધનજીને થોડાંક પાનાં બતાવો ને ? '
હા.' ગૌતમ ઊઠયો ને થોડાં પાનાં લઈ આવ્યોધનજીના હાથમાં એણે મૂક્યાં. '  કવિતા  છેએટલે લીટીએ લીટી છપાવી જોઇએ હોઆગળ પાછળ ઉપર નીચે જગા મૂકવાની. '
ધનજીએ પાનાં જોયાં કારીગર જેવા માણસને જોવા આપ્યાંકારીગરે પારસી શેઠને જોવા આપ્યાંપારસી શેઠે ગૌતમને પાછાં આપ્યાં.
વાહ મજેનુંઅમે તો જરા આપની પિછાન કરવા આવ્યા હતાઆપના અક્ષરો જોવા આવ્યા હતાઅક્ષર જોયા હોય તો ઠીક ને ? છાપખાનું નવું છેકારીગર બધા શીખાઉ છે તે કહ્યું 
અક્ષર ગરબડિયા હોય તો ફરીથી સારા અક્ષરે લખાવીએ. '
સ્વાગતની પરાકાષ્ઠા સમા ચાહના ચાર કપ અંદરથી લાવીને આશાએ મૂક્યાં.
અરેઅરે બહેન તસ્દી શા માટૅ ? ' પારસી શેઠે તો શિષ્ટાચાર કર્યોધનજી અને એના સાથી કારીગરે તો ચાહના પ્યાલા પોતાના તરફ ઝડપથી ખેંચી  લીધા
સુરત ને મુંબઈ વચ્ચે હમણાં  અગનગાડી થઈ હતીએનું વરાળિયું એંજિન પાવો વગાડતું સાંભળવાનું અનેકોને કૌતુક થતું એંજિન ભૂલું પડીને ગૌતમના ઘરમાં આવ્યું હોય એમ 
થોડી વાર ત્યાં સૂસવાટા બોલી રહ્યાબધા ચા પીવા મંડ્યા હતાચાર ચાર જણના સૂસવાટાની પરંપરામાં કોઈને વાત કરવાનો કે સાંભળવાનો અવકાશ  હતોઆશા આનંદથી હસતી 
આંખે ચારે જણને ચાહ પીતાં જોઈ રહી
ચાહ પતાવીને પારસી શેઠે કહ્યું  ' અમોને ગવરીશંકર કહેતો હતો કે કાગળનું રોકાણ તમો કરવાના છોએટલે બીજી વાત  તો શું કરવાની હોય ? ભાવની વાતમાં તો એમ છે કે અમોને 
માટે પણ  ધંધો નવો છેતો થોડું કામ થશે એટલે બધો હિસાબ ગણીને તમોને એક પાનાનો પાકો ભાવ આપશુંબરાબર છે ને ? '
બરાબર'' તમો પહેલીવાર છપાવો છોઅમો પહેલીવાર છાપીએ છીએબસતમો સો પુસ્તકો છપાવો ને અમો સો પુસ્તકો છાપીએ  મારી તમોને દુઆ છે ને તમો પણ અમોને એવી દુઆ આપજો ! '
એમાં બીજું કહેવાનું  શું હોય ? '
બાકી તો મયારામ શેઠ વચમાં છેએમને અમારાથી નારાજ તો નહિ કરાયપણ હાંએક વાત પૂછુંતમારી કવિતામાં કાંઇ સરકાર વિરુધ્ધ તો નથી ને ? '
કેમ પૂછવું પડ્યું આપને ? '
કાંઇ નહિ અમસ્તુતમો તો એક સ્વતંત્ર મિજાજના આદમી રહ્યા ને અમો રહ્યા વેપારીએટલે જરા પૂછયું હોય તો સારું ! '
તમે ચિન્તા  કરો. '
બસ શેઠ બસતમે કહો છો પછી શું વાંધો છેને એમ કરતાંય ક્યાંક હાથની ભૂલ થઈ હોય તો સુધારતાં ક્યાં નથી આવડતું ? કેમ બોલ્યા નહિશેઠ ? '
 તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. '
આશા બહાર આવીપારસી શેઠને વંદન કરીને બોલી  ' નકલો તો તમારે છાપવી હોય તેટલી છાપજો. '
હજાર છાપશું પહેલાકેમ બોલ્યો નહિ ધનજી ? '
'બરાબર . હજાર .' ધનજીનું કામ સૂર પૂરવાનું હતું ને   કરતો હતોબાકી તો એની છાતી હજી ગરમાગરમ ચાહને ઝડપથી પી લેવાનાં પરિણામ ભોગવી રહી હતીને એણે મનમાં 
નક્કી કર્યું હતું કે ચાહ  ઘણું ગરમ પીણું છેગોરા લોકનો મુલક ઠંડો એટલે એમને આવું ગરમ પીણું ફાવેબાકી આપણે જો રોજ પીએ તો તો ફૂટી નીકળેચાહ તો પાશેર સૂઠના ઉકાળા
થીએ ગરમછાતીમાં જાણે લ્હા લાગી છે જોને
આશાએ કહ્યું  ' હજાર સહીપણ હું તો આપને એમ કહું છું કે એક નકલ તો અમોને ઝટઝટ આપશો ને ?' 
હાઅરે એક નકલ તો એક દિવસમાં . આપણે ક્યાં હાથે છાપવું છે ? સંચાને છાપવું છે ને ? '
અત્યારસુધી ચૂપ રહેલા કારીગરને હવે વચમાં પડવા જેવું લાગ્યું બેનએક નકલ એમ તરત  નીકળેહજારે સામટી  નીકળે. '
પારસી શેઠે ફેરવી નાખ્યું  '  બાબત તો તને ખબર અમોને તો હજી  એક નકલ ને હજાર નકલ્નો ફીરકો માલુમ નથી. '
ત્યાં ગવરીશંકર દોડતો આવ્યોપરસાળમાં માણસનું ગળું જોઈ  જરા અચકાયોપછી એણે ગૌતમને કહ્યું  ' લો ભાઈ ! મુંબઈનો કાગળ આવ્યો છેપ્રભુરામભાઈ ઉપર પણ એક કાગળ 
આવ્યો છે ને આશા બહેન ઉપર કાગળ હતો  મેં લઈ લીધો ને દોડતો તમને પહોંચાડવા આવ્યો ! '
બેસો શેઠજરાક બેસો ! ' ગૌતમે કહ્યું   કાગળમાં કાગળ સંબંધે વાત છે--- હશે જરા જોઈએ ! આશા ! મયારામ કાકાનો કાગળ આવી ગયો છેલે તું  વાંચ પહેલાં.'
ગૌતમે આશાના હાથમાં કાગળ આપ્યોઆતુર હાથે આશાએ કાગળ ફોડ્યોઆતુર નયને ગૌતમ આશા સામે તાકી રહ્યો
આશાએ અંદરથી કાગળ કાઢ્યોઘડી ઉઘાડી વાંચ્યો---એક ક્ષણ....એક ક્ષણ એના વદન ઉપર સફેદ રંગની ફિક્કાશ છવાઈ ગઈને બીજી ક્ષણે  બેભાન થઈને જમીન ઉપર ઢળી પડી.
અરે....અરે... આશા ! ' ગૌતમ આશા તરફ દોડ્યોઆશાને  શું થયું ? કાગળમાં શું એવું હતું ? 
ગૌતમે કાગળ લીધોવાંચ્યો
ચિબેન આશા
તમને ગામમાંતી ખબર પડે એના કરતાં હું  લખું છુંલખતા જીવ નથી ચાલતોપણ લખ્યા વગર ચાલતું નથીસટ્ટામાંમ જબર ખોટ આવતાં મયારામ શેઠે આજે સવારે ઝેર ખાઇને
આપઘાત કર્યો છે,--- તમારી કાકીએ પણ. '
કાગળકાગળના અક્ષરોમકાનની દીવાલો ઉભેલા માણસો ગૌતમને જાણે ભયાનક ચક્રાવે ચડ્યા લાગ્યાએના ધ્રુજતા હાથમાંથી તારો ખરે એમ કાગળ ખરી પડ્યોબીજી ક્ષણે બેભાન 
બનેલી આશાના દેહ ઉપર માથું નાખીને  પણ પડ્યો.
પ્રભુરામને ત્યાં આજ ખબર આવ્યા હશે ને પોતાના નામની હમણાં બૂમ ઊઠશે એમ સમજીને બહાવરા જેવો ગવરો બહાર દોડ્યો. ને છાપકામની તમામ વાતો સંકેલાઈ ગઈ છે એમ સમજીને પારસી શેઠધનજી અને એનો કારીગર સાથી બહાર નીકળી ગયાને જાણે વીજળીના ઝાટકાથી પાયામાંથી હચમચી ઊઠ્યું હોય

એવાઅચાનક અકાળ મોતના સમાચારથી પોતાની આજ સુધીની આખીય મંજિલ હારી ચૂકેલા લાગતા ઘરમાં બેભાન આશા ને આવાક ગૌતમ એકલાં  રહ્યાં. (ક્રમશઃ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો