ગુરુવાર, 20 ઑક્ટોબર, 2016

૧૧. હૈયાની લગન


શાયરશ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ  ૧૧હૈયાની લગન
બાવાજી મૂળભારથીએ કહ્યું  ' કવિતમે કવિતાઓ લખો એટલે કવિ કેહવાઓ છો કેમ ? '
હા બાવાજી ભૂત મને વળગ્યું છે ખરું. '
એમાં કાંઈ દમ ખરો કે ?'
તમારો સવાલ હું  સમજ્યો. '
વાહ સીધો સાદો સવાલ છેને તમે  સમજ્યાઅગમનિગમની વાત જાણે  કવિ ને તમે સીધી વાત પણ  સમજ્યા ? '
સમજ્યો તો ખરોપણ  સમજ્યા જેવુંતમારા સવાલનો મતલબ મને નથી સમજાતો. '
અમારી બાજુ તો ગઢવી કવિતા બોલે તો મડાં બેઠાં થાયએક બોલમાં તો  હૈયાની વાત કરી નાંખેગઢવી જ્યાં જાય ત્યાં એનાં માન થાયએને સહુ બોલાવેભાવથી જમાડેડાયરો જામે
ને ગઢવી ડાયરામાં મોરલાની જેમ ગહેકે ત્યારે સાંભળનારની કસના કડાકા થાયતમારું આવું કાંઇ દેખાતું નથીએટલે પૂછ્યુંખોટું  લગાડશો. '
ખોટું તો શું કામ લગાડું ? કેમકે જે તમે કહો છો  મારે કરવું છેમારા હૈયામાં એજ અગન છેએજ લગન છેએજ ધૂન છેપરંતુ તમારા ગઢવીમાં ને મારામાં એક મોટો ફેર છે. '
શું ?'
' તમારા ગઢવીને તો એક મોટી સગવડ છેએની પાછળ ઇતિહાસ છેએની પાછળ ભાવના છેએની પાછળ ખરી કદર કરવાનું પીઠબળ છે. '
 તમારી વાત મને  સમજાણી. '
કેમ સમજવું ? તમે ગઢવીની કવિતા સાંભળવા બેસો છો ત્યારે તમને તમારી વિદ્વતાનો અહંકાર નથી હોતોગઢવી કરતાં તમે વધારે જાણો છો એવો તમારો દાવો નથી હોતોવળી ગઢવીની વાત તમને  ગમે તો ગઢવી ઉપર તમે હાથ નથી ઊંચકતા તમને મર્યાદા નડે છેસરસ્વતિની આણ નડે છેભોળાં લોકોભલાં લોકોનમણાં લોકોની વચમાં ગઢવીને પોતાનાં કવિત ગાવાનાં હોય છે' ' ને તમારે ? '
મારે મારાં ગીત જેઓ પોતાને મારા કરતાં વધારે ડાહ્યા માને છે એની પાસે ગાવાનાં છેમારે મારી વાતજેઓ પોતાને મારા કરતાં વધારે સમજુ માને છે એની પાસે કરવાની છે. '
તો એવાને મૂકો ને તડકેમારાભાઈ ! જેને કવિતની કદર  હોયજેને મરમની સમજ  હોયએવાની પાસે તે વળી ગાવાનું હોય કે ? અમારે ગઢવી તો કોઈક વાર ટાઢા ડામ મારે તે
 એવા કે કાળજે ચમચમી જાયપણ તોય કવિતની કદર તે કદર ને ગઢવી તે ગઢવીલ્યોને મારી વાત કરુંઅમારે હતા એક ગઢવીમારા ગામે એક ગામ સખપરસખપરનો ઠાકર 
હમીરહમીરને ગરાસ તો ગામે બેનોસખપર અને ફુકડનો પણ મારા વ્હાલાનો રૂઆબ જોયો હોય તો મોટા ચમરબંધીનો વળી એક દી ક્યાંથી હાથી ઉપાડી આવ્યો. '
 ગામનો ઠાકોર ને હાથી ઉપર સવારી ? ' ગૌતમ સહાસ બોલ્યો.
ત્યારે ? એવો હતો  હમીરપછી મેં ગઢવીને કહ્યું કે  હમીર આમ ને આમ ચડી રહેવો છેતે કાંઈક એની સાન ઠેકાણે આવે એવું કરોને ? ગઢવી તો ઊપડ્યા સખપરને હમીરને
બિરદાવ્યો એણે ભર ડાયરામાં  '
ગઢવી ખરાને ? ચડાવ્યો હશે એને ? '
હવે સાંભળો તો ખરાગઢવી જો સાચો સરસ્વતીપૂતર હોય તો કોઈની ખોટી ખુશામત ના કરેકોથળામાં વીંટીને પાંચ શેરી  મારે સમજ્યાગઢવીએ દૂહો ગાયો 
સખપર દ્લ્લી સરીખડુંકૂકડ તે કાશ્મીર .
હમીર અકબર સરીખડો માત્ર ફોજુમાં ફેર. '
માત્ર ફોજુમાં ફેરએમને ? ગૌતમ ખડખડાટ હસી પડ્યો ' માત્ર ફોજુમાં ફેર.' વાહ ગઢવી વાહ. ' માત્ર ફોજુમાં ફેર.... ગઢવીએ તો હમીરનો મોરો ઉતારી  લીધો તો. '

ત્યારેસરસ્વતીપૂતર કોને કહે ? હમીરે  ઘડીએ હાથી હવેલીમાં મોકલાવી દીધોને ગઢવીને પસાવ આપ્યો  જુદો. '
પસાવ '
હાપસાવ એટલે એની કદર કરીઇનામ આપે તેપાઘડી બંધાવેકોરીઓ આપેએક ખોબો ભરીને કોરી આપે તો એક પસાવ આપ્યો કહેવાય. '
કોણ ચડે ? ગઢવી કે હમીર ? '
કોઈ ચડે.' બાવાજીએ કહ્યું  ' બેય એક બીજાના મોભામાં રહ્યાગઢવીને સાચું લાગ્યું  એણે મર્મવેણમાં કહી નાખ્યુંને હમીરને સત્ય સમજાઈ ગયું  પણ વેણમાં તે એણે કબૂલ કરી
લીધુંતમારે ભણેલામાં આવું કાંઈ નહિ. '
અમારો પંથ ન્યારો છે બાવાજી ? ' ગૌતમે જરા નિશ્વાસ લીધો  ' સૌથી પહેલાં તો અમારે ત્યાં આજ તડ ને ફડ કહેનાર નીકળે તો સાંભળનાર નીકળે નહિબીજું અમારો બધો મદ્દાર રહ્યો
પરદેશી ઉપરસાહેબને  ગમે તો ? '
સાહેબ ગયો પૂછડામાંએને  ગમે તો ભલે  રહ્યો એના ઘરમાં.'
દુઃખ   છે બાવાજી ! સાહેબ ઘરમાં રહેતો નથીભણેલા માત્ર કપડામાં  વસે છેભણેલા માત્રનિ ચોપડીમાં  વસે છેભણેલા માત્રના રોટલામાં  વસે છેભણેલા માત્રના મનમાં 
 વસે છેભણેલા માત્રના સ્વપ્નમાં વસે છેભગવાન જેમ એના મંદિરમાં બેઠો હોવા છતાં જગતમાં સર્વવ્યાપી છે તેમ સાહેબ એના ઘરમાં છતા ભણેલાના રોમરોમમાં વસે છે. '
  આપદા છે.'
શહેર માતર આમ વંઠી ગયા છે ? '       
માત્ર વંઠી નથી ગયાંવંઠાવવા બેઠાં છેગામડાંને  વંઠાડવા બેઠાં છેએને સ્વદેશની પડી નથીસ્વદેશના અભિમાનની પડી નથીએને પ્રેમ શું ચીજ છેશહેર શું ચીજ છે એની પડી નથી ?
આજે મુલકમાં શાંતિ છેસ્મશાનની શાંતિ છેમંડાની શાંતિ છેપણ  શાંતિમાં  વેપાર કરી શકે છેધન કમાઈ શકે છે એની  એને પડી છેએને સાહેબ ગમે છેસાહેબની હકૂમત ગમે છે.
 સાહેબની કોટવાલી ગમે છેએની તુરંગો ગમે છેએને ડુંગરા જોડે કોઈ પ્રીતિ નથી રહીએને જંગલ જોડે માયા નથી રહીએનામાં મુકાબલાની હોંસ નથી રહી. '
સહુ પોતાના બાપદાદાનો ધંધો કરે તો પછી એને સાહેબની ખુશામત શું કામ કરવી પડે ? '
'સુરત શહેર છે ને  !   તો જહાંગીર બાદશાહના એક અમલદારની રખાત હતી સૂરજ નામેએના ઉપરથી એનું નામ પડ્યું છેવેશ્યાના નામ ઉપર સ્થપાયેલું શહેરને એમાં વાણિયાને
  ભૂલાવે એવા ગોરાનું રાજબધાયનો ધંધો દલાલીનોઆંહીનો વેપારી વેપાર કરે પણ બધા  દલાલીનોએના બાપના  સમ  જો જાતે કાંઈ પેદા કરતો હોય તોને સાહેબ રાજ કરે
એય પોતાની દલાલી જાળવવાતમારા ગઢવી કવિત ગાય છે પણ રજપૂત પાસેખેડૂત પાસેએક પોતાનાં માથાં સાટે પોતાનો ગરાસ જાળવે છેને બીજો પોતાના પરસેવાથી ધરતીમાંથી 
 ધાન પેદા કરે છેપણ તમારા ગઢવીએ કોઈ વાણિયા પાસે કવિત ગાયાં છે ખરાં ? '
ના ભેંસ આગળ તે કોઈ ભાગવત ગાતું હશે ? ' 
તો મારે તો ભેંસ આગળ ભાગવત ગાવું છે સમજ્યા ? '
 તો આકરું ખરુંતો તમે લખી લખીને પછી કરો છો શું ? '
બસ હમણાં તો લખી લખીને ઘરમાં પસ્તી ભેગી કરું છુંએક કોથળો ભર્યો છે આખોને બીજો ભરાવાની તૈયારીમાં છે. '
કદર કરનાર  હોય ત્યાં દોસ્તરંગ કેમ આવે ? અમારે ગઢવી ગાય ને ' વાહ ! વાહ ! '  કરીએ તો ગઢવીનો રંગ ઊતરી જાય ! બીજીવાર ગામમાં પગ  મૂકે  તો ! '
 પણ એક તપ છે ને ! કે કોઈને સાંભળવું નથીને છતાં એમને સંભળાવવાની મારી તમન્ના પણ ઓછી નથીહું લખીશફરી લખીશપેટે પાટા બાંધીને લખીશપણ એક્વાર મારી કવિતાને હું  મુલકમાં ગાજતી કરીશમસાણમાંથી મસા બેઠા કરીશહાટમાંથી દલાલોને બેઠા કરીશકચેરીના કારકૂનને બેઠા કરીશ. ' ગૌતમ પોતાના ઉશ્કેરાટની બાવાજી ઉપર અસર થતી જોઈ જરા છોભીલો બન્યો  ' ભૂલ્યો બાવાજીતમને  બધું કહેવાઈ ગયુંજાણે તમારી સાથે 
બાઝવા ઊઠતો હોઉં એમ. પણ મારા હૈયામાં આગ લાગે છે, ને આજકાલ બુઝાવા ઠેકાણું તમે એક છો' ' અરે મારી ગામડિયાની મશ્કરી કાં કરે ? તમે સરસ્વતીપૂતરસરસ્વતી જેવી સતી મળી છે તમનેબે ઘડી વાતો કરીએ ને વખત કાઢીએતો  અમારા ને તમારા ઢંગ સાવ નોખા એટલે
પૂછ્યુંબાકી મને ખબર હોત કે તમને આમ વસમું લાગશે તો હું પૂછું યે ખરો કે ? '
નાપૂછો બાવાજીરોજ પૂછોરોજ પૂછોકેમકે તમે મારી શ્રધ્ધા કેટલી ટકાવી રાખો છો  હું નથી જાણતો ? સાચું કહું છું તમે મારી શ્રધ્ધા ટકાવી છેમારી હામ ટકાવી છેમારું વ્રત 
ટકાવ્યું છે. ' 
મેં ? '
હાતમેતમને ખબર છે કાલે શું થયું ? '
 અંગ્રેજો આંહી આપણા લોકો ઉપર કેવો જુલમ કરે છે ને ગરીબઅભણ ને ભોળા ઉપર પોતાનો કોરડો કેમ ફેરવે છે  બતાવતું એક નાટક મેં લખ્યું  ' નીલ દર્પણ'
તે તમે નાટક પણ લખો છો એમને ? '
 એક લખ્યુંપણ ભજવાય કેમ ? નાટક ભજવવું હોય આંહી તોય અમારે આંહીના સાહેબની પરવાનગી લેવી જોઈએ. '
નાટક લખો તમેભજવે તરગાળાજુએ ગાંઠને ખરચે લોકએમાં વળી સાહેબનું લફરું કાં ? '
એમાં કાંઇ અંગરેજ વિરૂધ્ધ વાત નથી આવતીને  જોવાએમાં એની રાજરીતના ભેદ ભરમ નથી ફૂટતાને  જોવા. ' 
હા બાપડો પરદેશથી---ઠેઠ વિલાયતથી આવ્યો છે તે પોતાનું તો જાળવે  નેહંપણ પછી શું થયું ? '
સાહેબે મને બોલાવ્યો !'
કાં ?'
સાહેબની ઓફિસમાં ગયોત્યાં એમના મેજ ઉપર મારુમ નાટક પડ્યું હતુંસાહેબ મને કહે કે તમે લખો છો સારુ
અલબત્ત કેટલીક વાતમાં મતભેદ હોયતમારે તમારો મત છેઅમારે અમારો મત છેઅમે આંહી આવ્યા છીએઅમે આંહી શાંતિ સ્થાપીચોરલૂંટારાઓને જેર કર્યાઅંદ્ર અંદરના ટંટાફિસાદ
 દૂર કર્યાશહેરો વસાવ્યાંધંધા આબાદ કર્યાલોકોને સુખસગવડો આપીતમારા 
કોઈ  રાજાએ હજાર વર્ષમાં નથી કરી બતાવ્યુંએટલે અમે દશ બાર વર્ષમાં 
કરી બતાવ્યું આખા મુલક ઉપર અમે શાંતિની સલામતી સ્થાપી છે
એમાં તમારા લોકોને ફાયદો છે કે ગેરલાભ ? એમ કરવામાં અમને પણ ગેરલાભ નથીએમ સાચુંપણ  વાત તો આપણે 
કોઈક વાર નિરાંતે તમને તો મેં ખાસ બોલાવ્યા છેએટલા માટે કે અમારે એક સારો 
વિધ્વાન લેખક જોઈએ છેસરકાર શાંતિ સ્થાપ્યા પછી હવે  મુલકનાં સાહિત્યનોભાષાનો વિકાસ કરવા ઇરાદો કરે છે માટે સરકાર કેટલાક ધનવાનો પાસેથી ફાળો એકઠો કરીને એક સાહિત્ય સભા કાઢવા માગે છે.
ને તમને એના પગારદાર મંત્રી નીમવા જોઈએ એવી મારી ભલામણ છે.'
તમે કવિતાઓ લખો ને સરકાર તમને પૈસા આપે પસાવ આપે તો મજાનું થાયતમારે માથેથી નિર્વાહનો બોજો ઊતરી જાયને તમે મસ્તીમાં લખ્યા કરોએમાં તો સોનું ને સુગંધ મળ્યા જેવી વાત થઈ. '
મેં તો સાહેબને ના પાડી. '
ના પાડી ? '
હાસાહેબ મારા ઉપર નારાજ થયાએમણે મને કહ્યું કે તમારી  રીતભાત સરકારને પસંદ નથીપછી હું તો ચાલ્યો આવ્યો. '
પગાર લેવો  લેવો તમારી મરજીની વાત છેએમાં સરકારને શું લાગે વળગે ?'
'આપણે સરકારનો પગાર ખાઈએ એટલે સરકારી કવિ કહેવાઈએ પછી આપણાથી ' નીલદર્પણ ' જેવું નાટક  લખાય.'
ખરી વાતકવિ ! પછી શું થયું તમારા નાટકનું ? '
સાહેબે મારી દેખતાં ફાડી નાખ્યુંમને કહે કે આજે તો હું ખાલી નાટક ફાડી નાંખુ છુંપરંતુ હવે પછી તમે આવાં નાટક લખશો તો તમને રાજદ્રોહને માટે સજા કરવામાં 
આવશે. '
'આજકાલ મારા બાપ સાહેબલોકનું રાજ છે કહે  કાયદો અને ના કહે  રાજદ્રોહ ! '
ગૌતમે પોતાના કોટના ગજવામાંથી કાગળનું બંડલ કાઢ્યું  '  રહ્યું  નાટકસાહેબે ફાડી નાંખી  તો અસલ ઉપરથી સુધારેલી પ્રત હતીપણ  મૂળ પ્રત છે, ને આશાના અક્ષરોમાં છે.
આને તમે ક્યાંય સાચવી રાખોમારે ઘેર મને ડર લાગે છે. '
ડર લાગે છે શેનો ? '
સાહેબ છે તંતીલોમારે ને એને અંટસ બંધાઈ ગયો છે મારા ઘરની જડતી લ્યે તો ? એટલે હું સીધો  કાગળો લઈને આંહી આવ્યો. '
ને આંહી મારા ધૄણાની જડતી  લ્યે ? એના ડાંડિયા ને ચાડિયાં ચારેકોર ફરતા હોય મારા ને તમારા મેળાપની વાત કરશે ને સાહેબને એક ને એક બેની ગંધ આવશે તો ? '
તો થયુંસાહેબ ફાડી નાંખે એના કરતાં હું  મારે હાથે ફાડી નાખું તો કેમ ? '
એમ નહિમને એક મારગ સૂઝે છેલાવો  બંડલ હરમાન દાદાના પથરાની નીચે દાટી મૂકીએત્યાં કોઈ  જુએને જુએ તો થયું .* ' બાવા મૂળભારથીએ પોતાના હાથમાં કાગળો
લીધાતમે કવિ નચિંત રહોજાવાનું  છે એમ માનવુંરહી જાય તો હરમાન દાદાની કૄપા સમજવી. '
-------------------
આમાં નીલદર્પણ નાટકનો જે ઇશારો છે તે અક્ષરશઃ બનેલો છે.શ્રીદીનબંધુ મિત્ર નામના એક જુવાન બંગાલી લેખકે ' નીલદર્પણ ' નામનું નાટક લખ્યું હતું નાટક જેસોર અને નદિયાના
 ગળીના બગીચાઓના ગોરા માલેકોની રીતિ ઉપર રચાયું હતું નાટકની એક નકલ ગોરા જિલ્લા કલેક્ટરે ફાડી નાખી હતીને બીજી નકલ હનુમાનજીના પથ્થર નીચે છુપાવી દેવામાં આવી હતી.૧૬૮૧માંઆવા નાટકો કે લખાણો લખાય એને
 સજા કરવાનો પ્રબંધ  હતોને હિન્દ તાજેતરમાં પાર્લામેન્ટની દેખરેખ નીચે ( .૧૮૮૫ માં ) ગયું હોવાથી કંપની સરકારની મૌખિક રસમ ચાલે એમ નહોતીએટલે તરત  ઇન્ડિયન પીનલકોડને નામે રાજ્દ્રાહને લગતી કલમો કાયદા તરીકે જાહેર કરવામાં આવી હતીઆજનો આખો પીનલકોડ ત્યાર પછી એક વર્ષે થયો.
ગૌતમ ઊભો થયો. ' લ્યો બાવાજીત્યારે રજા લઉં ? '
કવિતમે ભણેલ છોહું અબુધ છુંપણ મારી એક વાત સાંભળશો ? '
કહોને'

માનવી  માનવી તમારી મતહું તો તમને સંભળાવુંકવિ  કવિતાઓ લખવીનાટકો લખવાંને લખીને કોઈ જોઈ  જાય એમ છુપાવવાં  વાત સારી છેઅમારા મુલકમાં બહારવટાં
 ઘણાં ચાલેએટલે  પણ એક બહારવટું ગણાયપણ આમાં તમને ક્યાંય બે પૈસા મળતા તો દેખાતા નથી ! '
હજી  દિશામાં સરસ્વતીની કૄપા નથી ઊતરીહજી સરસ્વતી પોતે  મારા પ્રયાસથી રાજી નહિ થયાં હોય એટલે પોતાની બહેન લક્ષ્મીજીને મનાવવાની એમણે તકલીફ લીધી લાગતી
નથીપન તમારે કેમ પૂછવું પડ્યું ? '
તમારા બાપુજીએ મરી ગયે આજ કાંઇ નહિ તો વરસ થયું હશેબાપુજી પાસે કાંઇ જીવ તો નહોતોતમારી સ્ત્રીના બાપ હજી અતડા રહે છેતમારી સ્ત્રીના બાપા તમારું બધું છપાવી દેવાના
હતા પણ પછી એનુંય કાંઇ સાંભળાતું નથી તો પછી તમારું ચાલે છે કેમ ? '
ભગવાન જેવડો ઘણી છેઆશા કહે છે કે તમતમારે લખ્યા કરોબાકી બધું મારા ઉપર છોડી દોપછી હું તો પૂછતો નથી ને પૂછું તો  હસે છેપ્રભુરામકાકાની મને કોઈ ખેવના નથીમને કોઈની ખેવના નથીમારું તો એમ છે કે મને કોઈ મદદ કરવા 
માગતું હોય તો મારી ચોપડી વેચાતી લે. '
પણ ક્યાંથી લ્યે ? '
 દિન હવે દૂર નથીબાવાજી ! મયારામકાકાએ ખાસ કારીગરો મારફત બીબાંઓના ઢાળા તૈયાર કરાવી રાખ્યા છેછાપખાનાના સાંચા પણ મંગાવ્યા છેહવે તો અહીંના કોઈ ભાઈ સાથે 
છાપકામ વગેર ગોઠવવા ને કરવાકરાવવાની મારે ગોઠવણ કરવાની છેબસ  થઈ રહેએટલે પછી ગંગા નાહ્યાપછી હું મારા હૈયાની અગનમારી લગન ને મારો જગન છૂટ મેદાન
માંમસાણમાંથી મડાં બેઠા કરુંબળવામાં આપણે કેમ હાર્યા  લોકોને બતાવી આપુંજૂના તમામ ધારાકુધારારૂઢિ-કરૂઢિ લોકોને બંધનમાં જકડી રાખે છે એની સામે છે એની સામે
જેહાદ ઉપાડુંદેશ પરદેશના ઇતિહાસથી લોકોને વાકેફ કરુંસ્વદેશાભિમાન જાગ્રત કરુંલોકોને મરવા કે મારવાનો બોધપાઠ શીખવું. '
કવિનું એજ કામ છે ને ભાઈ ? પણ તોય એને હજી વાર લાગશે ને ? '
વાર તો ખરીપણ કેટલી ?  મહિના વધારેમાં વધારે'
કવિતમારું કામ મેં કર્યું ને તમારી થાપણ મેં સાચવી . મારી થાપણ હવે તમે સાચવો. '
તમારી થાપણ ?'
ભાઈ પથરો માંડ્યો છે સિંદુર ચોપડીનેતે દૂઝણી ગાયની જેમ કાંઇ કાઈક રળી દે છેમારી પાસે સો સવાસો રૂપિયા ભેગા થયા છેમારાવતી તમે સાચવો. '
ગૌતમ થોડીવાર ચૂપ રહ્યોબાવાજી એની સામે પોતાની પહોળી આંખો નોંધી બેઠા હતાનીચે મોઢે  રેતના પટમાં આંગળાથી આડાઅવળા લીટા દોરતો હતોબાવાજીએ હસીને ઉમેર્યું 
 તો તમારે સાચવવાના છેભાઈ ! ઘણાય જગ્યાધારી બાવાઓ વાણિયાને ત્યાં થાપણ મૂકે છે ને વ્યાજ ખાયહું બ્રાહ્મણને ત્યાં મૂકું છું , ને તમારી ચોપડી મલકમાં વેચાય ત્યારે મને 
પાછા આપવાના તમારે. '
બાવાજી ! તમારી વાત હું નથી સમજતો એથી ભરુ નમતા મનનથી સમજ્તો એમ નથીપણ મને કોઈની પાસે હાથ લાંબો કરવો ગમતો નથીમારું ગાડું ચાલ્યું જાય છે.'
બાપલા ! ગાડું તો નરસી મહેતા જેવાનુમ  ક્યાં નહોતું ચાલતું ? ' ને આમાં હાથ લાંબો કરવાની વાત ક્યાં છે ? તમે તો ભરાઈ જેવા છોને ભાઈની થાપણ રાખવી  શું હાથ લાંબો કર્યો 
ગણાય કે ? મારે ઉપયોગ નથીને તમને.... તમને રાખવામાં જાય છે શું ? તમારાં કાગળિયાં રાખવાની મેં ના પાડી ? તો પછી તમે મને ના કેમ પાડો ? આવી ભાઈબંધી સારી નહિભાઈ!'
લાવો બાવાજી , હું રાખીશતમારું મન કચવાય એમ મારે નથી કરવું. '
તો શું ? ' બાવાજીએ કહ્યું  ' આપણે તો બેય બેવકૂફો છીએ ને ડાહ્યા માણસ તો બેવકૂફ પાસે ઊભા પણ  રહી શકેપણ શું બેવકૂફ પણ બેવકૂફ પાસે ઊભા  રહે ? '

બાવાજી ઊઠ્યાંઝૂંપડીમાંથી એક કોથળી લઈ આવ્યાકોથળી એમણે ગૌતમના હાથમાં મૂકીગૌતમ કોથળી લઈને એક શબ્દ બોલ્યા સિવાય પાછો ફરી ગયોક્રમશ  ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો