ગુરુવાર, 27 ઑક્ટોબર, 2016

૧૯. ઘાસ ખાવાને દાંત ન જોઈએ


શાયર -શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ  ૧૯ઘાસ ખાવાને દાંત  જોઈએ
ત્યારે આશા મુંબઈ તો આવીને પાંજરાપોળની બેવડી ઓરડીમાં એનાં ઉતારાયે થયાએના અંતરમાં ભાર વલોપાત હતો ! ગૌતમ - એનો ગૌતમ એના દિદાર કેમ ફરી ગયા હતા ?
આશાને હતું કે ગૌતમને નોકરી કરવાનું મન થયું છેભલે  નોકરી કરી લેએનું મન જ્યારે કરાર વળશેત્યારે એનામાં પોતાપણું તો જાગશે હૈયામાં કવિતા ભરી છે ક્યાં સુધી
પોતાપણું તો જાગશે હૈયામાં કવિતા ભરી છે ક્યાં સુધી દબાઈ રહેશે ? મુંબઈ  ઉમંગથી આવી હતીસૂરતની અવહેલનાથી  હવે ધરાઈ ચૂકી હતીએનો બાપ જરાયે નમતું આપે એમ  હતોગવરીશંકર પણ હવે આવતો જતો બંધ થયો હતોગૌતમ ભાગી ગયો એમ ગામમાં વાતો થતી હતીને ભાગેડુ માણસની 
જુવાન ઔરત સાથે સંસર્ગ રાખવામાં તો મૂળભારથી જેવાનેય નવાણું ટકાનું જોખમ દેખાતું હતુંસૂરતથી તો  છૂટી હતી
મુંબઈ તો વિશાળ નગરી હતીએમાં હારેલાં માણસને દટાઈ રહેવાની ને જીવતાં માણસને ફાળ ભરવાની બધી સગવડ છેએટલે મુંબઈનો વાસ ખોટો નહોતોગૌતમમાં જીવ છે તો  ત્યાં ફાળ ભરી શકશેહજી પણ - પહેલા પરાજય પછી પણ વિજય મેળવી લેવાની જોગવાઈ નથી એમ નથીગ્રાંટરોડના સ્ટેશન ઉપર એણે કેવા ગૌતમને જોવાની અભિલાષા રાખી હતી એનો એને પાકો ખ્યાલ  હતોપણ જે ગૌતમને એણે જોયો એવા ગૌતમને તો જોવાની એણે જરા સરખીયે તૈયારી પણ નહોતી રાખી અકાળવૄધ્ધએક પગે લંગડાતોદુર્બળ દેહવાળોમરેલી આંખવાળો માણસશું એજ ગૌતમ એજ એનો ગૌતમજેની જુવાનીની જ્યોત ઉપર પતંગની જેમ ઝંપલાવવા માટે એણે એના શ્રીમંત બાપનું લાડભર્યું ઘર સદાને માટે તજી દીધું હતું ! એના કપાળમાં નૂર નહોતુંએના વાળમાં સફેદ દોરા પડી ગયા હતાએનો ચહેરો મૂઠીમાં સમાઈ જાય એવો કરમાઈ ગયો હતો ને એના ઉપર સ્થળે સ્થળે કરચલીઓ પડી હતીભર્યુંભાદર્યું ફળ જાણે કરમાઈને સાવ સુકાઈ ગયું હતું તે માણસ હતો કે માણસની કાચરી હતો ? એક શબ્દ બોલ્યા વગર આશા પોતાની ઓરડીએ આવીને ગૌતમ પણ એક શબ્દ બોલ્યો નહિ અરધી અંધારી ઓરડીમાં આશા ઊભી રહીખૂણામાં એક ચટાઈ જેવું પાથર્યું હતુંએના ઉપર ગૌતમ ભીંતને અઢેલીને બેઠોએના પગ લાંબા થયા ને એક પગના તળિયામાં બાંધેલા પાટા ઉપર લોહીના ટસિયા ફૂટ્યા હતા. આશા દોડીગૌતમના પગ પાસે બેસી ગઈતમામ અકળામણો એકસાથે માગ માગતી હોય એમ એનો અવાજ અરધો ચીસ જેવો , અરધો રડવા જેવો થઈ ગયો
તમને  શું થયું છે ? '
ગૌતમે પોતાનો પગ જરા દૂર થઈ લીધો.' અમસ્તું  તોમુંબઈની મોજ છે  તો. '
શું છે ?'
પછી વાત કરશુંહમણાં તું જરા નહાઈ ધોઈ લેતારા માટે મેં જમવાનું તૈયાર કર્યું છે  પતાવી લેપછી વાત કરશુંત્યાં હું  આટલું લખવાનું પતાવી લઉં. '
લખવાનું ? ' આશાના અવાજમાંઆંખમાં ચમક આવી ગઈ. 'શુમ લખો છો ? મને વાંચવા દ્યો.'
ગૌતમનું મ્લાન હાસ્ય આશાને તમાચા જેવું લાગ્યું
 લખવામાં મને મજા નહિ આવેમાત્ર દાનેસરી શેઠિયાઓ વાંચીને રાજી થાય એવું છે. '
શું છે ? જોવા તો દ્યો. '
લેજોપાંજરાપોળનો હિસાબ છેને હેવાલ છે.'
પાંજરાપોળનો ? '
હાસ્તોખોડાઢોર ને ખોડાં માણસને માટે  આશરો છેલે તું હવે તારું પતાવી લે. '
ગૌતમના અવાજમાંગૌતમના મોઢામાં આશાને કાંઇ ઘણું અપરિચિત લાગતું હતું  શું હતું  એને તરત સમજાયું પણ નહિએના દિદારમાં પણ ભારે ફરક પડી ગયો હતોએકાએક એનેકપરા સત્યનો ભાસ થયો ને ચીસ જેવા અવાજે એણે પૂછ્યું  ' તમારા દાંત ક્યાં ? '
આશા દોડીગૌતમના પગ પાસે બેસી ગઈતમામ અકળામણો એકસાથે માગ માગતી હોય એમ એનો અવાજ અરધો ચીસ જેવો , અરધો રડવા જેવો થઈ ગયો
તમને  શું થયું છે ? '
ગૌતમે પોતાનો પગ જરા દૂર થઈ લીધો.' અમસ્તું  તોમુંબઈની મોજ છે  તો. '
શું છે ?'
પછી વાત કરશુંહમણાં તું જરા નહાઈ ધોઈ લેતારા માટે મેં જમવાનું તૈયાર કર્યું છે  પતાવી લેપછી વાત કરશુંત્યાં હું  આટલું લખવાનું પતાવી લઉં. '
લખવાનું ? ' આશાના અવાજમાંઆંખમાં ચમક આવી ગઈ. 'શુમ લખો છો ? મને વાંચવા દ્યો.'
ગૌતમનું મ્લાન હાસ્ય આશાને તમાચા જેવું લાગ્યું
 લખવામાં મને મજા નહિ આવેમાત્ર દાનેસરી શેઠિયાઓ વાંચીને રાજી થાય એવું છે. '
શું છે ? જોવા તો દ્યો. '
લેજોપાંજરાપોળનો હિસાબ છેને હેવાલ છે.'
પાંજરાપોળનો ? '
હાસ્તોખોડાઢોર ને ખોડાં માણસને માટે  આશરો છેલે તું હવે તારું પતાવી લે. '
ગૌતમના અવાજમાંગૌતમના મોઢામાં આશાને કાંઇ ઘણું અપરિચિત લાગતું હતું  શું હતું  એને તરત સમજાયું પણ નહિએના દિદારમાં પણ ભારે ફરક 
પડી ગયો હતોએકાએક એને કપરા સત્યનો ભાસ થયો ને ચીસ જેવા અવાજે એણે પૂછ્યું  ' તમારા દાંત ક્યાં ? '
ઘાસ ખાવું એને વળી દાંતની જરૂર શી ?'
ક્યાં ગયા તમારા દાંત ?'
તું તારું પતાવી લે નેવાતો કરવાનો વખત ક્યાં ઓછો છે?'
ના મારે કાંઈ પતાવવું નથીતમારા દાંત ક્યાં?'
મેં પાડી નાખ્યા.'
પાડી નાખ્યા ? દાંત પાડી નાખ્યા ? શું કામ ? તમારા દાંતમાં તો રોગ નહોતો ? '
દાંતમાં નહિ પન માથામાં રોગ હતોગયો હવે. '
તમે શું આત કરો છો ? મને કહો તો ખરા કે શું થઈ ગયું ?
'એમાં કહેવા જેવું કાંઇ નથીકહું છું ને મારા દાંત મેં મારા હાથે પાડી નાખ્યાબે દિવસ ચોવીસે કલાક દાંતમાં પોથી ભરી રાખી ત્રીજે દિવસે એક સાથે ઢગલો. '
પણ એમ કરવાનું કાંઈ કારણ ?'
ઘાસ ખાવું એને દાંતનું કામ શું ? ધાન ખાય એને દાંત જોઈએમારે દાંતનું કામ શું ? '
વિકળ ચહેરે આશા ગૌતમ સામે જોઈ રહી શી વાત હતી ?  શો તરંગ હતો ? 
'એમાં તને નવાઈ કેમ લાગે છે ? મારી પાસે પૈસા  હતા તે હું મુંબઈ ચાલીને આવ્યોહજી  પગમાં એનાં એંધાણ છેએમાં શું ? મુંબઈ આવવું  હોય ને ટિકિટના પૈસા  હોય તો ચાલીને
આવવું પડેબહુ ચાલીએ એટલે પગ તળવાઈ જાય એટલે ચામડી ઊતરી જાયચામડી ઊતરી જાય એટલે પાકે પાકે એટલે એમાંથી લોહી નીકળેકુદરતનો  કાનૂન છેએમાં તને નવાઈ કેમ લાગે છે
પણ દાંત ? તમારા દાંત?'
'દાંતની વાત પણ એમઆપ્ણે મોઢામાં પોથી ભરી રાખીએ બે દિવસતો ત્રીજે દિવસે દાંત પડી  જાય. '
પણ પોથી શું કામ ભરી ?'
દાંતનું કામ શું ? જેટલી નકામી ચીજ એનો બોજો રાખવો શું કામ ? સૂરદાસે આંખો કેમ ફોડી કાંઇ ગાંડો નહોતોબહુ ડાહ્યો હતોએને આંખોનો ખપ  હતોમારે દાંતનો ખપ  હતો.
મેં પાડી નાંખ્યાબલા ગઈ.'
કાં તો તમારું ફટકી ગયું છેને કાં તો મારું ફટકી ગયું છેતમે બોલો છો એમાંથી એક વેણ પણ હું સમજતી હોઉં તો મને મારા  સમ છે !'
કોઈનું ફટકિ નથી ગયુંને કોઈનું ફટકવાનું નથીહું મુંબઈ પહોંચ્યો ને પહોંચતા વેંત મને  નોકરી જાણે સામે ચાલીને આવી મળીત્યાર પછી મેં શહેરમાં સારી નોકરીની ખૂબ તપાસ કરીઘણાને મારા જેવો કંગાળ દેખાતો માણસ ભણેલો હોય   સમજાયુંને ઘણાને ભણેલો માણસ મારા જેવો કંગાળ હોય   સમજાયુંજેને હું કંગાળ લાગ્યો એને ઉઠાઉગીર જેવો લાગ્યોને જેને હું ભણેલો લાગ્યો એન કાંઈ ગુનો કરીને નાસભાગ કરનારો લાગ્યોએટલે નસીબે પાંજરાપોળની નોકરી  રહીપછી થયું કે દુનિયા આજકાલ દેખાવથી  ચાલે છેભલામણને લાગવગથી  ચાલે છેએટલે પાંજરાપોળની નોકરી પણ  જાય એટલા માટે મારે દેખાવ પણ પાંજરાપોળ જેવો રાખવો પડે ને ! સારો દુઝણી ગાય કે તંદુરસ્ત બળદ હોય તો એને કોઈ પાંજરાપોળમાં રાખે  નહિપાંજરાપોળમાં રહેવું હોય તો ખોડાં ઢોર  બનવું પડેહું ખોડું ઢોર બની ગયોસમજી એમાં લાંબી વાત  કાંઈ નથીતું તારું કામ પતાવી લે ! ' 
ગૌતમ પોતાના કામ ઉપર બેઠોપાંજરાપોળમાં હજારનાસોનાંપચ્ચીસનાંદશનાં દાન આપનારા દાનવીર શેઠોની તારીફની શ્રેણી નક્કી કરવાના કામમાં પરોવાયોને જાન જાણે નીકળીને હમણાં બહાર આવશે એવી ગભરામણ અનુભવતી આશા ગૌતમ સાથે વાતો કરવામાં તરત કાંઇ અર્થ સરવાનો નથી એમ સમજી પોતાના કામમાં પરોવાઈ
જેમ જેમ ગભરામણ ચળાતી ગઈ તેમ તેમ આશાને સૂઝવા માંડયું હાદ અને માંસના પિંડમાં જીવ સદંતર નવેસરથી  પૂરવાનો રહેશે એમ એને લાગ્યુંગૌતમને ધીમે ધીમે બીજી વાતોમાં રસ લેતો કરવો જોઈએ એમ એને લાગ્યુંઆખો દિવસ એણે ઓરડી સાફ કરીસ્વચ્છ કરી.
સાંજે આશાએ કહ્યું  ' ચાલોનેઆપણે આજ ચોપાટી ફરવા જઈએ. '
ચોપાટી ને  ઘરમાં ફેર શો છે ? માની લે કે  ઓરડી મોટી છેમાની લે એને છાપરું નથીમાની લે એના એક ખૂણે દરિયો છેને માની લે કેટલાય નવરા માણસો પોતાનુ રોજનું કામ 
પૂરું કરવાને બદલે સમય ગાળવાને રખડવા આવ્યા છેમાની લે કે એવા બેવકૂફોના ગજવામાંથી નાણાં પડાવવાને કંઈક જાતનું ખાવાનું વેચનારા ધુતારાઓ આંટા મારે છે થઈ ચોપાટી
ચોપાટીમાં જોવાનું શું છે ?'
પાંચ માણસનાં મોઢાં તો જોવાયને !'
તે માણસનાં મોઢાં જોયા વગર તારે શું અખિયાતું રહી ગયું છે ? બેસને હવેતારું કામ કરને કામ  હોય તો ઊંધ લે દુનિયામાં જેટલું કામ કર્યું એટલી કાયા હક્ક કરીને જેટલી ઊંઘ
લીધી એટલી આપણી બચતવેઠ કરવી ને ઊંઘ ખેચવી  સિવાય બીજી વાતો સાર વગરની છે !' ધીમે ધીમે આશાને જણાઇ આવ્યું કે ગૌતમની હાલત ભૂતથી ભડકેલા તેજી ઘોડા જેવી 
થઈ ગઈ છેએના મનમાં આજે કવિતા નથીએના મનમાં આજે જૂની અભિલાષા નથીએને માણસનું મોઢું સરખું પણ જોવું ગમતું નથીએક અપાર શરમએના મનમાં ભરાઈ ગઈ છે
એનું મન  ભાંગી ગયું છેથોડાક દિવસ પછી ગૌતમે આશાએન કહ્યું  ' તું બહાર ફરવા જતી નથી ? '
નામારે નથી જવું. '
ગૌતમે કહ્યું  ' શા માટે મારે પૂછડે બંધાઈ રહે છેઆશા ? તું શા માટે તારા પિતા સાથે મનમેળ સાધવા પ્રયાસ નથી કરતી ? '
મારે નથી કરવો'
શા માટે?'
જ્યાં તમારા માટે સ્થાન ના હોય ત્યાં મારે જઈને શું કરવું છે ? '
આશાહું ભાંગેલો માણસ છુંબેવકૂફ માણસ છુંદુનિયા આખી મને બેવકૂફ કહેતી હશેમેં મારી મૂર્ખતામાં મારા બાપ જેવા બાપનો જાન લીધો છેમાર ઉપર પિતૄહત્યાનું ઘોર પાપ છે.
મારા ઉપર સ્ત્રીહત્યાનું પાપ પણ તારે ચડાવવું નથી ને ? હું તો આજાર માણસ છુંકદી તેં વિચાર કર્યો છે કે મારા મૂઆ પછી તારું શું થશે ? '
મારે કાંઇ વિચાર કરવો નથીમારે કોઈ વાત નથી સાંભળવી.' 
આશા ! એક દિવસ હતો કે હું પણ કોઈની વાત નહોતો સાંભળતોઆજ મારી હાલાત સામે જોએના ઉપરથી દાખતો લેતારા પિતાને તું પત્ર લખમાફી માગહું તો  ઘરબહાર પગ 
મૂકતો નથીબહાર પગ મૂકું છું ને મને બીક લાગે છે કે  બધાં મકાનો હમણાં મારા ઉપર તૂટી પડશેમાણસ માત્રને જોઉં છું ને મને શરમ લાગે છે કે આજ હું મોટો અમલદાર થઈને ફરતો
હોત તો બધા મને સલામ ભરતહવે બધા પીઠ પાછળ મારી મશ્કરી કરે છેને કરે  નેશા માટે  કરેએની જગ્યાએ હું હોઉં તો હું પણ એમ  કરું. '
મારી તમારી વાત નથી સાંભળવી.'
તારી મરજી !'
તમને આજ થોડી ફુરસદ મળી છે તે એક સવાલ પૂછું?'
પૂછ ને ?'
તમારી કવિતાઓ બધી ક્યાં ગઈ ? '
જ્યાં  જવાને સરજાઈ હતી ત્યાં પસ્તીમાં .'
પસ્તીમાં  ? '
'હાસ્તો.'
આશાએ દીર્ધ નિશ્વાસ મૂક્યોએની ઊંડી અભિલાષાનો જાણે સાવ તાગ આવી ગયોઆજ સુધી લખેલી કવિતાઓ પણ જો પસ્તીમાં  ગઈ હોય તો કવિરાજનું પ્રકરણ સાચેસાચ પૂરું થયું
એને પણ હૈયામાં વસી ગયું કે રાતના ઉજાગરા અને લોહીનાં પાણી કરીનેપેટે પાટા બાંધીને લખેલી કવિતાઓ પસ્તીમાં ચાલી ગઈ હોય તો એનો ગૌતમ સાચેસાચ મરી ચૂક્યો હતો 
સામે બેઠો હતો તે તો પાંજરાપોળનો બુઢ્ઢો મહેતાજી હતોને એની પાસેથી ઘાસના હિસાબ ને દાનેસરીઓની પ્રશસ્તિ સિવાય બીજી કોઈ આશા રાખવીએ નકામી છેગૌતમની  ખેપ તો નકામી ગઈ પણ પોતાનીયે ખેપ નકામી ગઈ ! પોતે શું બાપની સાથે કાગળવ્યવહાર ચલાવે ? બાપને  હવે શું મોઢું બતાવે ? ને બાપને ત્યાં જઈને  એને તો પોતાની દયા ખાતાં માણસોનો આત્મસંતોષ  સાંભળવાનો રહ્યો ને ? ને ગૌતમ કવિતા   લખે તો પોતાના જીવતરમાંયે શેષ રહ્યું હતું શું ? ગૌતમ નોકરી કરી શકે તો પોતે ના કરી શકે ?આશાએ બહાર ફરવા માંડ્યુંથોડા દિવસમાં એને જણાયું કે પોતાને જ્યાં કામ મળતું હતું ત્યાં એને કોઈ કામ આપવાને તૈયાર  હતુંને એને જ્યાં કામ મળતું હતું ત્યાં એનાથી કામ કરવા જવાય એમ  હતુંમુંબઈ જેવડા વિશાળ શહેરમાં એને માટે કરવાજોગ કામ  હતુંઅને આખરે  પણ પોતાની બોડમાં લપાઈ ગઈ. ને એની બોડમાં એના જોગ કામ પણ નીકળ્યું.ગૌતમની તબિયત ભાંગી ગઈ હતીને એમાંથી ગડથાગડ કરવાનું કામ આખો દિવસ પહોંચતું થયું હતુંએણે કોઈ વૈદને બતાવવાની વાત કરીગૌતમે  હસી કાઢીનકારી કાઢીને એમ ને એમ પાંજરાપોળની ઓરડીમાં પાંજરાપોળના મહેતાજીના જીવનના છેલ્લા દિવસો પસાર થતા 

ગયા. (ક્રમશઃ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો