ગુરુવાર, 27 ઑક્ટોબર, 2016

૧૮. ' યાહોમ કરીને પડો '


શાયર-- શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ 
  ૧૮. ' યાહોમ કરીને પડો '
થોડા દિવસમાં  ઘરનું વાતાવરણ આખું ફરી ગયુંકકળાટ  કેવળ ભૂતકાળની ભૂલાઈ ગયેલી વાત બની હતીસાથે ખાવુંસાથે હરવું ફરવુંસાથે ગાવું ને સાથે વાતો કરવી  પણ થાક 
ઉતારવાનાં કાર્યસાધક સાધનો છે એની  ઘરમાં પાકી પતીજ લઈ ચૂકી હતીહવે તો ચતુરદાસ સાંજે સાંજે બાળકોને લઈને ફરવા જતાને કોઈ કોઈવાર ચંચળને પણ ભેગા ઘસડતા
રેલ્વે સ્ટેશનથી ઓરંગા નદી ફરવા જવાય એટલી નજીક હતીએનો પટ વિશાળ હતોઓરંગા નદી ગામથી ત્રણેક માઈલ દૂર દરિયાને મળતીપહેલાં તો લોકો વાતો કરતાં કે ભરતીમાં 
પાણી વલસાડની પણ ઉપરવાસ જતાંમોટાં મોટાં વહાણો છેક વલસાડ સુધી આવતાંપરંતુ વલસાડથી ત્રણેક માઈલ દૂર જ્યાં ઓરંગા સાગરને મળતી હતી ત્યાં આજે ભાગડા બંદર હતું
ને વલસાડનો મલબાર સાથેનો ઇમારતી લાકડાનો વેપાર હવે ત્યાં  થતો હતો
નદીના પટમાં ચતુરદાસ અલકમલકની વાતો કરતા  કાંઈક સાંભળેલીકાંઈક જોયેલીકાંઈક જોડી કાઢેલીએના હૈયાની ગૂફામાં એમને અકળ એવી સંતાઈ રહેલી અનેક વાતો હવે બહાર 
આવતી હતીએમની પાસે વલસાડની અનેક નવીજૂની વાતો હતીસુરતની અનેક નવીજૂની વાતો હતીવલસાડના અપ્તરંગી તરંગી દેસીઓની એનેક કથાઓ હતી ડાંગના જંગલની 
એમની પાસે અનેક કહાણીઓ હતીચંચળને તો જાણે ઘણી બદલાઈ ગયો  લાગ્યોછોકરાંઓને પોતાના જૂના ક્રોધી બાપને બદલે આનંદી બાપ મળ્યો
રેલ્વેને પણ જાણે એનો જૂનો નોકર બદલાઈ ગયો લાગ્યોએની પ્રસન્નતાની વચમાં એમને એક વાત કાંટા જેવી ખૂંચતી હતીપોતે એક સારા માણસને સતાવ્યો હતોએક વિદ્વાન માણસને
 હડધૂત કર્યો હતો  ને જેની પાસે સૂતેલા હૈયાને સાદ દેવાની બાજી હતી એવા કવિને એણે એક સાદા ધુતારાની જેમ ધક્કો માર્યો હતોકોણ હશે   મુસાફર ? શું નામ હશે એનું ? કયાં 
ગયો હશે ? એની ગરીબ ગઠડી લૂંટાઈ ગયા પછી એણે પહેરેલ લૂગડે શું કર્યું હશે ? ને કપરી વાત તો હતી કે ખૂબ ખૂબ કોશિશ કરતાં પણ એનો ચહેરો એને યાદ નહોતો આવતો.ભવિષ્યમાં કદીક પણ  સામો આવીને ઉભો રહેતો પણ એને પિછાની શકે એમ  હતું.
 કાગળો એણે કાળજીથી ગોઠવ્યા હતાકાળજીથી જોઈ તપાસ્યા હતાક્યાંય  માણસનું નામ  હતુંક્યાંય એનું કોઈ સરનામું યે નહોતુંઅંતરીક્ષમાં  લુપ્ત થયો હતોપારસમણિ 
સાથે કથીરને ભેટો થઈ ગયો હતોને પોતે નોકરીના ગુમાનમાં એને હડસેલીને ફેંકી દીધોબળી  નોકરીચતુરદાસને નોકરી ઉપર કંટાળો આવ્યો હતો. ' લાવજો ટિકિટ '  શબ્દો 
એને અત્યાર સુધી એના જીવનમંત્ર સમા લાગ્યા હતા  અત્યાર સુધી એને  શબ્દો જીવનસર્વસ્વના સત્ય સમા લાગતા હતાએક વાર ચાહવાળાએ એની મશ્કરી કરી કે  ચતુરદાસ
ભાઈ મરશેને તોય છેલ્લાં વેણ ' લાવજો ટિકિટ ' ના  હશેત્યારે એને ચાહવાળાએ પોતાની સાચી પરખ કરી લાગી હતીઆજ એને કંટાળો આવ્યો હતો
સ્ટેશન માસ્તર કહેતા કે વગર ટિકિટે પોતાના બાપ પણ જતા હોય તો ચતુરદાસ સગા બાપને  ધોલ મારીને હેઠા ઉતારી મૂકેઅત્યારે સુધી પોતાના ઉપરીએ પોતાનો સાચો ક્યાસ 
કાઢી શકવા બદલ એના તરફ એને માન હતુંઆજ એને સ્ટેશન માસ્તર પણ પોતાના જેવો ધાનનો કીડો  લાગ્યોઅત્યારે સુધી રેલ્વે કંપની પોતાની તમામ વફાદારી માગી લેતી
એની અન્નપૂર્ણા સમી એને લાગતીહવે એને લાગ્યું કે આપણા દેશના માણસો થકી  આપણા  દેશના માણસોને ઓ્છામાં ઓછી સગવડ આપીને એમને લૂંટવા માટેની  એક 
પરદેશી પેઢી  હતીહવે  સ્ટેશન ઉપર સભ્યતાથી ટિકિટ માગે છેકદાચ એમાં બીજો કોઈ કવિ હોય તો ? કદાચ એવો  કવિ એમાં હોય તો ? હવે વગર ટિકિટનાને ઉતારી મૂકતાં
એનો જીવ નથી ચાલતોરેલ્વેનું લૂણ વધારે સમય  ખાઈ શકે એમ એને ના લાગ્યુંરેલ્વેની સાંકડી દુનિયા અને ટિકિટ તપાસવાની એની વામણી અમલદારી હવે એને રીઝવી શકતાં નહોતાંપોતે પણ માણસ જેવો માણસ છે એ બળવાવીરો મૂળુમાણેક પાતાભિ દરબારબધા જેવો   પણ માણસ છે. તો શા માટે  વળી સાહેબને માથું નમાવે ? 
સ્ટેશન માસ્તરને લાગ્યું કે ચતુરદાસ બિમાર પડ્યા છેચાહવાળાને લાગ્યું કે ચતુરદાસનું ખસવા માંડ્યું છેમાસ્તરે એને સલાહ આપી કે  તમારી આટલી લાંબી નોકરીમાં તમે એકે  
દિવસ રજા નથી ભોગવીહવે તમે હક્કની રજા ઉપર ઊતરી જાઓ
મારો વિચાર તો માસ્તરરાજીનામું આપવાનો થાય છે.' ચતુરદાસનાં વેણ માસ્તરને અજાયબીમાંથી ગરક કરનારાં થઈ પડ્યાંકેવળ નોકરીઅને નોકરીમાંથી ફલિત થતી વામણી અમલદારીને ખાતર  જીવતો લાગતો  માણસ  કેવી વાત કરે છે 
તને શું થઈ ગયું છે ? હવે તો તારો ડેપ્યુટીનો ચાન્સ લાગે એમ છે. '
 નોકરીએમાં  આપણું ચિત્ત આપણું રહે  આપણો જીવ આપણો રહેમાણસ માણસને ઓળખે  નહિઆપણે મન બધાં  મુસાફરછડિયાં , કાંબધા ચોરને કાં તો ચોરી કરવાની
તક  મળી માટે સીધાએવી આપણી નજરનજર એમાં આપણું પણ કેટલું પતન થાય છે ? એમાં આપણો જીવ પણ કેટલો બગડે છે ? મુસાફરો તો ચોરી કરતાં હવે શીખશેઆપણે તો 
શીખી ગયા તો બિચારા ચોરી કરીને રાંક થાય છેઆપણી તંડમુજાજી સહન કરે છેઆપણી ઝોટઝાપટ સહન કરે છેને આપણે તો પાછા શેઠ પણ બન્યાઆવી હાલત થઈ છે આપણી.'
માસ્તર તો ફાટી આંખે ચતુરદાસ સામે જોઈ રહ્યાપોતે જાણે સાચું સાંભળ્યું છે કે નહિ એનો પોતાના કાન ઉપર એમને વિશ્વાસ  આવતો હોય એમ કાન ખંખેરવા લાગ્યા
લે ભાઈ ! તું તો એક રાતમાં પંડિત થઈ ગયોમને લાગે છે કે તારી તબિયત  બરાબર નથીતું થોડા દિવસ રજા લઈ લે. '
ત્યાં એક સાંધાવાળો એક ગરીબ બાવા જેવા લાગતા માણસને ત્યાં ઉપાડી લાવ્યો. ' માસ્તર સાહેબ માણસ અહીં આંટા મારે છેગાડીનો વખત થયો છે તેટિકિટ વગર  ચડી બેસવાની 
એની  વાત લાગે છેપૂછ્યું તો કહે છે કે ટિકિટ નથી. '
માસ્તર ખુરશી ઉપરથી ઊભા થવા જતા હતાએને ચતુરદાસે વાર્યાઅને કહ્યું  ' હવે જવા દે એને જેરામકોઈક ટિકિટ વગર બેસી જાય તો શું ? બાપડાને કામ હશે ને પૈસા નહિ હોય
જવા દે એને. '
 નવી વાતથી મૂઢ બનેલો સાંધાવાળો તો ચતુરદાસ સામે તાકી  રહ્યોગરીબ બાવા જેવો લાગતો મુસાફર તો  સાંભળ્યું  સાચું હોય તો પણ ફરી વાર આવું સાંભળવાને મળે કે કેમ 
એની દ્વિધા અનુભવતો ત્યાંથી સરકી ગયોમાસ્તર આભા જેવા ચતુરદાસ સામે તાકી રહ્યાચતુરદાસે પોતાની વાત વિસ્તારીને સમજાવવી જોઈએ એમ એમનાં વિસ્ફારિત નયયો માત્ર ચતુરદાસને 
આદેશ આપી રહ્યાં
પૈસા અને પૈસાથી થતાં કામ  બેની વચ્ચે બારમો ચંદ્રમા છેઘણીવાર જેની પાસે પૈસા હોવા જોઈએ એની પાસે પૈસા હોતા નથીને એનાં કામ રઝળી પડે છે  ને ઘણી વાર  કામ 
આપણાં કામ કરતાં ઊંચાં હોય છેઆપને યાદ છે સાહેબમેં એક વાર એક માણસને ટિકિટ વગર મુસાફરી કરવા માટે ઉતારી મૂકયો હતોઅહીં આપની પાસે આવ્યો હતો ને ધોલ 
મારી કાઢી મૂક્યો હતોમને પાછળથી ખબર પડી કે  માણસ મોટો માણસ હતોસમર્થ કવિ હતોમારાં ને તમારાં હૈયાંની વાત જાણનારો હતોહું ને તમે ને બીજાં માણસો કેવાં છીએ 
એની આપણી સામે આરસી ધરનારો હતો ને મારે ને તમારે કેવાં થવું જોઈએએનાં ફાંકડાં ચિત્ર દોરનારો હતો ! એના એક પગરખાંમાં હું તો શું પણ આખી રેલ્વે કંપની સમાઈ જાય 
એવો  માણસ હતોપણ  ઘડીએ એની પાસે પૈસા હતા નહિને કોણ જાણે કેવાં કામે  નીકળ્યો હશેઆપણે એનું કામ રખડાવી માર્યું'
લેકર વાત ! '
સાચું કહું છુંમને તો મોડે મોડે ખબર પડીપછી મને થયું કે એની પાસે ફૂટી બદામ પણ  હતીને સામાન હતો તેય આપણે લઈ લીધો હતોતે હજી કદાચ વલસાડમાં  હોયહું આખું 
ગામ ઢૂંઢી વળ્યોપણ...પણ.. મને તો એનો ચહેરો મહોરો પણ હજી યાદ નથી રહ્યોતમને યાદ આવે છે કાંઈ ?'
મને શેની યાદ ? '
 માણસા ચહેરાની ? યાદ આવે છે ? હું એને આંહીં આપની પાસે લાવ્યો હતો ?'
 ઓફિસમાં તો એવા રોજ બે-ચાર આવેએના મોઢાં યાદ રાખવા બેસીએ તો બીજું કામ પણ  થાય. '
સાચી વાત છેમોઢાં યાદ રાખવાની જરૂરપણ આપણને મોડે મોડેથી સૂઝે છે ને ? '
પણ ' માસ્તરે પૂછ્યું  ' ભલાતને એનું નામ યાદ નથીસુરતમૂરત યાદ નથીઠામઠેકાણું નથીતો પછી તેં જાણ્યું કેમ કે  મોટો માણસ હતો કે ' વિધાઉટહતો ? 
સાપ જાય પણ લીસોટા રહી જાયસિંહ જાય પણ એનાં પગેરાં રહી જાય એમ   તો ગયોપણ પાછળ એનું પગેરું રહી ગયુંયાદ છે એના સામાનમાં કાગળના થોકડા હતા ને છોકરાંને દાળિયા માટે પસ્તી થશેસમજીને હું ઘેર લઈ ગયો હતો કાગળોમાં તો એની કવિતાઓ હતી.' ચતુરદાસે પોતાની થેલીમાંથી એક પાકા પૂંઠાની બાંધેલી નોટ કાઢીએમાં કોઈ શાહીથી 
તો કોઈ સીસાપેનથી લખેલા કાગળો કાળજીથી બાંધ્યા હતા. 'આવી તો કેટલીયે નોટો મેં બંધાવી છે.' 
માસ્તરે નોટ લીધીઉઘાડી જોઈને પાછી બંધ કરી. ' ચાલો બધું ગડબડ ગોટાળા પંચક જેવું લાગે છે. '
 બધી કવિતાઓ છેસાહેબ ! સાહેબ લોકોનું બાઈબલ ને આપણી ગીતા બેય આની પાસે હિસાબમાં નથી. '
તું તો રંગાઈ ગયો સાવગેરૂથી  નહાઈ રહ્યો ને શું ? આમાં છોકરાં છાશ ભેગાં નહિ થાયકાળજીથી નોકરી કર તો એમાં શકરવાર વળશે. ' 
નોકરીમાં યે શું શકરવાર છે ?' ચતુરદાસે નોટબુક સરખી બંધ કરીને પાછી થેલીમાં મૂકી. ' મારો વિચાર તો હવે બસ પરદેશમાં ઝુકાવવાનો થયો છે સાહેબસાહસ કર્યા વગર કાંઈ ભલી
વાર થવાની નથી.'
ગાંડો થા મા ગાંડોદેશમાં અરધો રોટલો મળતો હોય તો કોણ મુરખ હોય કે આખા રોટલાને બાઝવા બહાર દોડે ? પરદેશની વાટમાંદા થયાસાજા થયાત્યાં આપણું કોણવળી 
આપણે કાંઈ થોડાં નીચ વરણ છીએ ? ઉંચ વરણ કહેવાઈએખાવાપીવાની આપણે લાખ પંચાતને પરદેશમાં ખાજ અખાજ ખાવાં પડેગાંડો થા મા ગાંડોબહુ વિચારીશ તો ક્યાંય 
વિચારવાયુ થઈ જશે.' 
માસ્તરે ચતુરદાસને આમ પતાવ્યાપરંતુ ચતુરદાસ એમ પત્યા નહિરાત્રે ઘેર જઈને એમણે ચંચળબહેનને કહ્યું  ' મારે હવે નોકરી નથી કરવી ?'
ત્યારે ? ખાશું શું ?'
હું તો પરદેશ જવાનો વિચાર કરું છુ ! '
પરદેશ ? હાય મા ! ' માંદાસાજા પડો તો તમારું કોણ ? '
અરે ગાંડી !' ચતુરદાસના અવાજમાં ચંચળ્બહેને આવો ઉમળકો સાંભળ્યો  હતોશરમથી એમનું મોઢું લાલ થઈ ગયું
શાત્રમાં કહ્યું છે ને કે તૂટીની બૂટી નથી ને બૂટીની તૂટી નથી પણ એક વાર તો પરદેશ ખેડી નાંખવો છેએમાં મીનમેખ નથી પચાસ રૂપરડીમાં મારો ને તારો ઉધ્ધાર શું ? મારી પાછળ 
તારું શું ? છોકરાંનું શું ? ' 
લાખ વરસના કરે તમને ભગવાનઆવું અપશુકનવાળું શું કામ બોલો છો ? '
શુકન અપશુકનવાળી વાતથી બીવું ને માંદાસાજા સુખીદુઃખી થવાની બીકે ઘરનો ઉમરો પકડીને બેઠા રહેવુંં - એવું બધું માયકાંગલું ને દુબળુ ને ધાનના કીડા જેવું જીવન મને નથી ગમતું
આપણે પરદેશ ખેડવો છેમલક મલકનાં માનવી જોવાં છેમલક મલકના આચારવિચાર જોવા છેમલક મલકના ધંધા જોવા છેબોલ , તું શું કહે છે ? '
તો હું  આવીશ સાથે .'
તને હમણાં સાથે નહિ લઈ જઉંપછી બોલાવીશપહેલાં તો હું જઈને જોઈશગોઠવાઈશથોડું રખડીશપછી તને જરૂર બોલાવીશમારે તો તને  દુનિયા બતાવવી છેમલક મલકનાં 
માનવી જોઈએમલક મલકની ખાનપાન જોઈએએના ડુંગરા જોઈએએના વગડા જોઈએએના ઘંધા જોઈએ તો  બાપના કૂવામાંથી જરાક બહાર આવીએ ને બીજાઓને પણ બહાર 
ખેંચી લાવવામાં મદદગાર થઈએ. ' 
પણ પરદેશ જવા માટે પૈસા જોઈશેને ? '
હાને એમાં મારે તારી ગરજ છેપરદેશ જવું છે  ચોક્કસ છેહવે જો કહે તો કયાંકથી ચોરી કરું ને કાં તું મને તારા ઘરેણાં આપ. '
મારાં ઘરેણાં ? ઘરેણાં તે વેચાર ખરાં ? નાતજાતમાં ખબર પડે તો મારે બૂડી મરવા જેવું થાય. '
ભલે ત્યારે એમતુ બૂડી  મરીશહું ક્યાંકથી ચોરી કરીશ નહિ પકડાઉં તો પરદેશ જઈશ ને પકડાઈશ તો જેલમાં જઈશપંદર પંદર દિવસે તને મળવા દેશે મનેઆવીશને તું મને મળવા ? '
મારે વાવકૂવો  પૂરવો પડેને તો ? તમે આવી વાતો કેમ કરો છો ? '
તારે નસીબે તને નાતજાતની જ્યાં સુધી બીક રહેશે ત્યાં સુધી આમ કે તેમ પણ વાવકૂવો  છે નેહું જેલમાં જઈશ તો તારે સાચો વાવકૂવો છેને તું ઘરેણાં વેચીશ તો નાતજાતમાં હલકાપણું 
છે. ' 
મારાં માબાપ ને ભોજાઈઓ મને જીવતી પીંખી નાંખે. '
ચતુરદાસ હસ્યાવાતવાતમાં ગુસ્સે થઈ જવાનીછોકરાંઓ દેખતાં પણ ગાળ દઈ દેવાની કે હાથચાલાકી કરી નાખવાની એમની આદતને બદલે હમણાં હમણાં  ઠીક ઠીક વાત કરતા હતા,
હડછડ કરતા નહતાભૂલચૂક હસીને નિભાવી લેતા હતાચંચળને  સંસાર ઘણો સુખકર લાગ્યો હતોપિયરમાંભોજાઈઓમાં સખી સાહેલીમાં અરમાન વધારનારો હતોએમાં વળી  
પરદેશનું ટીખળ ક્યાં જાગ્યું ? 
એમ કરતમે મારામાં પતીજ હોય તો તું મને ઘરેણાં દે ને તારાં માબાપનેભોજાઈને કહેજે કે મને ખૂબ મારીને મારી પાસેથી લઈ ગયાબધા તારી દયા ખાશે મારે માટે ભલેને  અવળું 
ધારેત્રણ વરસમાં એની બધી ધારણા ઊંધી વળશેને તું અસલ કરતાં પચાસગણા દાગીના પહેરીને ફરજે ને ? '
ચંચળબહેન ભણ્યાં નહોતાં ને ભોજાઇઓ ને નાતમાં સરખાં થઈને રહેવા સિવાય એમની નજર વધારે દૂર પણ નહોતી જતીકોઈ એની દયા ખાય  એને માથાના ઘા જેવી વાત હતીપણ ઘરેણાં  આવે ને ઘણી જો સાચે ચોરી કરવા જાય તો એને તો વાવ કૂવો પૂરવો પડે એમાં પણ કાંઇ અન્યથા  હતુંએમનાથી 
પ્રગટેલા નવા વાતાવરણને જાળવી રાખીને ખેંચાય એટલું એમણે ખેંચ્યુંપણ આખરે  પલળી ગયાં.  વેપારીને ત્યાં ચતુરદાસે ઘરેણાં મૂક્યાંપૈસા ઉપાડ્યાએમાંથી અરધા પૈસા એમણે ચંચળબેનને આપ્યાગામમાં નાનું મકાન ભાડે રાખ્યું
ચંચળબેનને કહ્યું કે  ' તું અહીં  રહેજેક્યાંય જઈશ નાહું ત્યાં પહોંચીને સગવડ કરીને તને તરત બોલાવી લેવાનો છું'
ચતુરદાસે નોકરીનું રાજીનામું આપ્યુંવલસાડનો મલબાર સાથે લાકડાનો વેપાર મોટોપહેલાં પગલાં તરીકે ચતુરદાસ મલબાર જતાં એક વહાણમાં ચડી ગયારેલ્વેની નોકરીને કારણે ગામમાં વેપારીમાં ઠીક ઓળખાણને એવા એક ઓળખાણવાળા વેપારીની દાદીમાં હાથ નાંખીને સામાનમાં લૂંગડાંની જોડ થોડું ટીમણ અને કવિની થોડી નોટબુકો લઈને  મલબારને રસ્તે ચાલી નીકળ્યાઓરંગા નદીની ફાંગમાંથી વહાણ નીકળ્યું ને એના તૂતક ઉપર રહીને ચતુરદાસે પોતે પોતાની પાછળ જે દુનિયા મૂકી જતા હતા એના તરફ છેલ્લી નજર કરી
દૂરદૂર જંગલમાં અજગર સરતો હોય એમ એની ભૂતકાળની દુનિયા આગગાડીનો વેગ ધારીને સરકતી દેખાતી હતીને ચતુરદાસને ખબર પણ નહોતી કે  આગગાડીના એક ડબ્બામાં આશા નામની એક યુવતી પોતાના વતનને છેલ્લા પ્રણામ કરીને મુંબઈ તરફ જઈ રહી હતીચતુરદાસ આશાને ઓળખતા  નહોતાએની હસ્તીની પણ એને કશી શરત  હતીએને મન તો એની ભૂતકાળની દુનિયા ધુમાડારૂપે આકાશમાં ઓગળતી હતીસર્પ રૂપે એના જીવનમાંથી સદાને માટે લુપ્ત થતી હતી
શઢે પવન પકડ્યોને વહાણ સંચરવા લાગ્યુંદૂર દૂર આંબાવાડિયામાં આંખમિંચોલી ખેલતાં હોય એમ મકાનોનાં લાલ છાપરાં સંતાકૂકડી રમતાં હતાંવધારે નજીક ભાગડા બંદરનાં ઝૂંપડાંઓ જાણે ચતુરદાસને વિદાય દેતાં હોય એમ નાચતાં હતાંવહાણની પાછળ દરિયાનાં પાણીમાં સફેદ શિકોટો પડતો હતોને ચતુરદાસ જમીનવાસીને માટે પહેલીવાર માટે અજબ લાગતા  દ્રશ્યને જોઈ રહ્યાશિકોટા ઉપર સૂર્યનાં કિરણો ચમકતાં હતાં ને મેઘધનુષની સપ્તરંગી કમાન રચી રહ્યાં હતાં--જાણે પોતાના થનારા ભાગ્યની એમને ગવાહી મળતી હતીજાણે એના સાહસને રત્નાકર મંગળ આશિષ આપતા હતા

ને એમ ચતુરદાસ કોઠો સાવ દેખાતો બંધ થયો ત્યાં સુધી પોતાની પાછળ જોઈ રહ્યાજિંદગીમાં જાણે એમણે છેલ્લી પાછળ નજર નાંખી લીધીહવે એનો પંથ આગળઆગળ  ને આગળ હતોહવે  પાછળ જોવાના   હતા. (ક્રમશઃ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો