ગુરુવાર, 3 નવેમ્બર, 2016

૨૧. અક્રાંડ તાંડવ


શાયર - શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયરપુસ્તિકાનું પ્રકરણ--- 
૨૧.  અક્રાંડ તાંડવ
 સમાચાર મુંબઈ શહેર ઉપર ભયંકરતાથી પડ્યાઅને છતાંય એની પૂરી ભયંકરતા પૂરેપૂરી રીતે સમજતાં તો દિવસો ગયાપહેલાં તો થયું કે કાંઈક છેપરંતુ શું છે  કોઈ કહી શકતું  હતું વાત તો સાચી હતી કે સુરતથી ગાડી આવી  હતીગાડી કોઈ દિવસ મોડી  થતી  હતીને ગાડી આવ્યા ઉપર કેટલાય માણસો વખતનો અંદાજ પણ કાઢતાં ગાડી આવી  નહોતી ! માણસને પેઢીએ જવાનો વખત થયો તોય આવી  હતી ! માણસ પેઢીએથી પાછા ફર્યાં તોય આવી  હતીને એક દિવસ સૂરજ  ઊગે તો માણસને કેટલું અચરજ થાય એટલું અચરજ  ગાડી  આવ્યાથી સહુને થયું
કંપની સરકારના લૂંટારું દિવસો ગયા હતા ને અંગ્રેજ સરકારરાણી સરકારનું કાયદારાજ થયું હતું ને હજી તાજું થયું હતુંરાણી સરકારના રાજ્યની નિયમિતતા અને કાયદાપરસ્તીના 
પ્રત્યક્ષ સ્વરૂપસમી  એટલી  તાજેતરમાં શરૂ થયેલી ગાડીની સમયપરસ્તી હતીજેમ રાણી સરકારના રાજ ઉપર સૂર્ય કદી આથમતો  હતોતેમજ  ગાડીના રાજમાં સૂર્ય એકાદ મિનિટ પણ આઘોપાછો થઈ શક્તો  હ્તોસૂરજ આથમે સુરતથી ગાડી ઊપડે ને સૂરજ ઊગે ત્યાં તો મુંબઈ પહોંચેજો સૂરજ ઊગી ગયો હોય ને તોય ગાડી  આવી હોય તો તમારે નિશ્ચયે સમજવું કે સુરજ ભગવાનને આજે ઘડિયાળે દગો દીધો છે ને  મહારાજ જરા વહેલા ઊગી ગયા છેને કેટલાકનો તો મત એવો હતો કે સૂરજ ભગવાને બીજી માથાકૂટ મૂકી દઈનેકૂકડાઓ અને કાગડાઓ ઉપર ભરોસે રહેવાને બદલે ગાડી ઉપર  ભરોસે રહેવું જોઈએકેમકે  તો રાણી સરકારની ગાડી !  ભૂલ કરે  નહિ ! ત્યારે આમ કેમ થયું ? ગાડી કેમ  આવી ?   આખો દિવસ જાણે કોઈ મહાન બનાવની ચર્ચા કરતા હોય એમ મુંબઈના શેઠિયાઓથી માંડીને ઘાટી ને મજૂર  વિચિત્રતાની  વાતો કરવા લાગ્યાશેઠિયાઓ વાણોતરો સાથે તર્કોની આપલેમાં કેટલાંય કજિયાઓ થયાકેટલાય અબોલા થયાશેરબજાર પાસેભૂલેશ્વર પાસેગ્રાંટરોડ સ્ટેશન પાસે ને શંકરશેઠની વાડી પાસે સાઉટફીટર સાહેબને પોલીસના પહેરા ગોઠવવા પડેલા.
સાઉટર-ઓગણીસમી સદીના અંતભાગના વર્ષોમાં મુંબઈના મશહૂર પોલીસ કમિશનર સાઉટરના પિતા થાય સાહેબે મુંબઈમાં રાણી સરકારના રાજના દબદબાને છાજે ને કાયદાને જાળવે એ કાજે મુંબઈમાં પોલીસ દળની વ્યવસ્થા કરી હતીઆવી પધ્ધતિસરની  પોલીસની વાત લોકો માટે અગનગાડી જેટલી  નવી હતીપીળી પાઘડીવાળા ખભે ડાંગ ચડાવીને ને કેડે ફંદો ભરાવીને સારા શહેરમાં ચોરે ચૌટે ચકલે ગલ્લીએ ફર્યા  કરતા હતા.---કેટલાય ઘોડા ઉપર ને કેટલાય પગેક્યાંક જરાક છમકલું થાયહલચલ થાય કે તરત  સીટી વાગી છે ને પીળી 
પાઘડીવાળાઓની જમાત એકઠી થઈ ગઈ  છેદિવસ હો કે રાત ! રાણી સરકારના રાજમાં સૂરજ જેમ આથમતો  હતો તેમ પોલીસ પણ ઊંઘતી   હતીઆથી કરીને નાટક ચેટક 
જોવા માટે સ્ત્રીવર્ગને સહેલાઈથી લઈ જઈ શકતોરાતવરત સલામતીથી હરવા ફરવા જવાતુંકેટલાક તકરારી ગણાતા લત્તાઓમાં તો પોલીસ પડાવ નાંખીને રહેતીએટલે સહુને રાણી 
સરકારનું રાજ ઘરઉંબરે   આવી ગયું દેખાતુંદાદાઓનોગુંડાઓનો તો સાઉટર કાળ હતો કાળઆખો દિવસ ને રાત  શહેરમાં ઘોડા ઉપર ફરતો  હોયદિવસમાં  એકાદ વાર તો
ક્યાંય ને ક્યાંક મળ્યા વગર રહે  નહિએવો હતો  સાઉટર અને એવી હતી એની પોલીસ-પીળી પાઘડી.
મુંબઈના ધીકતા લત્તા -દેશી ઢબની ધીકતી જંજાળવાળા લત્તા એક ભૂલેશ્વરબીજું શેર બજાર
ત્રીજી શંકર શેઠની વાડી. * 
(* આજ જ્યાં ગ્રાંટરોડ સ્ટેશનની સામે નાનાચોક છે ત્યાં પહેલા શંકર શેઠની વાડી હતીકહેવાતી વાડી પણ હકીકતમાં  કાપડ બજાર હતી. ) 
ને  સ્થળે પોલીસના પહેરા ગોઠવાયાશું હતું ? બળવાની પાછળની યાદ તો ભયંકર હતીતોપ અને ફાંસીથી નીતરતી હતીરાણી સરકારના ઢંઢેરા છતાં
કહેવાતી માફી છતાં નર્યા નીતર્યા ભયરાજની  યાદ હતીપરંતુ પાછલી યાદમાં તો મિઠાશ હતીને ઘણા માણસો  કાળની નજરે જોયેલી વાતો ઘરને ખૂણે કરતાં પણ હતાંશું એવું કાંઈ બન્યું હતું ? જૂના કાળમાં સતીઓ સૂરજને બાંધી રાખતીએમ  કાળમાંયે શું કોઈએ સૂરજના અવતાર સમી ગાડીને બાંધી રાખી કે શું ? બીજે દિવસે પણ ગાડી  આવી
તે દિવસે શેર બજરમાં ભયંકર ઉથલપાથલ થઈકેટલાય રાય રંક થઈ ગયાકેટલાય રંક રાય થઈ ગયાત્રીજે દિવસે ગાડી આવીપણ  બાપ રે કેવી  ગાડી ! વનવગડામાં ઝાડ ઉપર વાંદરાઓ બાઝ્યાં હોય એવી ગાડીએના ડબ્બેડબ્બા ચિકાર-ચિકાર-ચિકારમાણસ બારણે લટકતાં હતાં
ગવર્નરના મહેલ જેવું પવિત્ર અને અસ્પર્શ્ય ગણાતું એનું એંજિન--એના ઉપર પણ માણસો !
કીડિયારું ઉભરાય એમ છડિયાં ગ્રાંટ રોડના સ્ટેશન ઉપર ઉભરાયાંધક્કામુક્કી ને ગિરદીમાં બે માણસના જાન ગયાટાંકીનું પાણી જ્યારે સાંકડા નળમાંથી બહાર નીકળે ત્યારે જોસબંધ
ધોધની જેમ નીકળેસ્ટેશનના સાંકડા પ્રવેશદ્વારોમાંથી માણસોને એવો ઊછળતો ધોધ બહાર નીકળ્યોને કલાકમાં તો સારાય મુંબઈ શહેરમાં સમાચાર ફરિ વળ્યા કે સુરતને પાદર વહેતી 
તાપી નદીમાં આજ પહેલાં આવી  હતી તેવી ભયંકર રેલ આવી છેને અરધું સુરત શહેર  રેલમાં તણાઈ નહિ ગયું હોય તો હવે તણાઈ જશેજે માણસો આવ્યા હતા તેઓ તો પોતાનું
 સર્વસ્વ ગુમાવીને માંડ આવ્યા હતાસ્ટેશનમાં  પાણી આવી ગયાં હતાંને ગામમાંથી તો સ્ટેશન ઉપર જવાય એવું   નહોતુંને આવા ખુવાર થયેલા માનવીનાં ટોળાંનાં ટોળાં હજી
સુરતના સ્ટેશન ઉપર પડ્યાં છેત્યાં તો ભારખાનાના ઉઘાડા ડબ્બાઓવાળી બીજી પણ ગાડી આવી ને ઠલવાઈ
તરત  શહેરના દાનવીરો જાગ્યાઆવેલાને આવકાર આપવા માણસોની તજવીજો થઈધીમે ધીમે  ઘોર આપત્તિની નાની મોટી વિગતો પણ બહાર આવવા માંડીઆસપાસ ક્યાંય 
વરસાદના સમાચાર  હતાદિવસ સ્વચ્છ હતો ને આકાશમાં આરસનાં પગથિયાં ગોઠવ્યાં હોય એવા સફેદ વાદળો સિવાય બીજું હતું નહિહવામાં યે ક્યાંય વરસાદની ગંધ પણ  હતી.
પવનમાં જરા સરખો  ભેજ પણ નહોતોઅમાસનો દિવસ હતોમોટા જુવાળની ભરતી નદીની ફાંગમાં થઈને સુરત સુધી આવી હતી
ને બરાબર એજ સમયે-- બરાબર જે કલાકોમાં દરિયો નદીનાં પાણીને સંધરવાને તૈયાર  હતો-- બરાબર એજ સમયે કોણ જાણે કેટલે દૂરના કેવા ભારે વરસાદનું ઘોડાપૂર આવ્યું . કો 
હયદળ દુશ્મનના મુકાબલાને ઝભ્ભે કરવાએન સપાટ ધરતી ઉપર મરવા કે મારવાની સંહારક દોટ મૂકતું હોય એમ નદીની સપાટી ઉપર ધરણી ધ્રુજાવનારા ડાબલાઓ ગજવતું ઘોડાપૂર આવ્યું
કહે છે કે એના ઘૂઘવાટા સારા શહેરમાં મેઘની ગર્જના જેવા સંભળાયા હતાઘર ઘર જેવડા ઊંચા ઘોડા માથે સફેદ ભમરીઓ ઘુમાવતા ધસ્યા  આવ્યાએકની પાછળ એક - એકની પાછળ એક-- એક ની પાછળ એક -અક્રાંડ તાંડવનું હયદળ એક ઘટ્ટ દીવાલની જેમ ધસ્યું  આવ્યુંમોટા જુવાળના ઘોડા સાથે અથડાયુંસમંદરના ઘોડા ને નદીના ઘોડા અથડાયાઆભનું 
પેટાળ ચીરી નાખે એવા કડાકાઓ થયાસાગરના ઘોડાઓએ મચક  આપીમાર્ગ  આપ્યો ને જેમ લડાઇની કડાંભીડ થોડીક ચાલેભયાનક કડાકાઓ થાય અને વિજેતાની અભંગ ટક્કર સામે પરાજિત હયદળ મેદાનમાંથી નાસીને તમામ શિસ્ત ભૂલીને ચોપાસ વેરાઈ જાય તેમ સમદરના ઘોડાની ટક્કર સામે લાચાર 
બનેલા નદીના ઘોડા કાંઠા ઉપરના અનેક નાના મોટા માર્ગે ચોપાસ ફેલાઈ ગયાને જ્યાં ફેલાયા ત્યાં પોતાના મહાપરાજયનો મહારોષ ઠાલવવા લાગ્યા
સુરત શહેરના લોકોને શું થાય છે એની સૂઝ પડે  પહેલાં તો નદીનાં પાણી શહેરમાં ઘુસી ગયાં ને ઊભી વાટે દોડવા માંડ્યાંનીચાણના ભાગો ઉપર પાણી રેલાયાંને ઊંચા ને ઊંચા ચડવા  લાગ્યાંએક તરફ મોટા જુવાળનાં પાણી નદીનો દરિયાપંથ રોકીને પડ્યાં હતા ને બીજી બાજુ નદીમાં પાણી તો ઝપાટાબંધ ચડતું  રહ્યુંને જગતનાં ભયંકર દ્રશ્યોમાંય એક પરમ ભયંકર દ્રશ્ય જોનારાઓએ જોયુંઆટલું પ્રચંડ પૂરઆટલા ભયંકર ઘોડાઓ--છતાં નદીનું વહેણ અવળું થયુંપૂરે ચડેલી નદી અમાસના જુવાળના હેલાળે ચડેલો સાગર જ્યારે થપાટ મારે છે ત્યારે સેંકડો વર્ષોનાં એકાદ ભયંકર ઘડીએ 
એકાદ નદીમાં પાણી અવળાં વહે છેનદી જાણે દરિયાથી વહેતી આવીને પાછી જાય છેત્યારે પગલે પગલે તસુએ તસુએ  તાંડવ કરે છે
સુરત આગળથી તો જાણે નદીનાં પાણી આગળ વધતાં થંભી ગયાંપાણી નો ધોધ બધો શહેરમાં  ઠલવાયોપાણીનાં પૂર શહેરમાં પથરાયાંઘૂમરીઓ વળવા માંડ્યાંમકાનો જાણે કાગળનાં બન્યાં હોય એમ નીચે બેસવા માંડ્યાંમહાસાગરમાં ઓલ તણાતો હોય એમ આટકાટઝાડપાનપશુઓમાણસો ગોથાં ખાવા લાગ્યાંમાણસ માત્રની જાણે મતિ મૂંઝાઈ ગઈ તો સાગરે માઝા મૂકીભાગી છુટાય એટલાં માણસો જીવ લઈને ઉપરવાસે ભાગ્યાંસેંકડો મકાનો તણાયાંસેંકડો માણસો તણાયાંહજારો બરબાદ બન્યાંને તમામ બરબાદી ઉપર નદીઓના ઘોડાઓ વકરેલો ગેંડો જેમ  ખળું ખૂંદે એમ ખૂંદવા લાગ્યા.
જ્યાં સહુ પોતાની સલામતીની ચિન્તામાં પડ્યા હોય ને જ્યાં નદીનાં પાણી ભયંકર ચોકસાઈથી શહેરના મધ્યભાગથીયે આગળ ને આગળ  ધપતાં હોયત્યાં કોણ કોની ફિકર કરવા રોકાય ?
માનવીની બીક જેમ ચેપી છે તેમ માનવીની બહાદરી પણ ચેપી છેસામે ખડા થયેલા ભયથી ભાગતાં બધાં  માણસો કાયર નથી હોતાંસ્મશાનમાં પગ  મૂકનારાં બધાં  માણસો કાંઈ 
ભૂતથી ડરનારાં નથી હોતાંકેટલાય માનવીઓ નાસે છે - માત્ર એટલા માટે કે ઊભાં રહીને શું કરવું એની એમને ગમ નથી પડતીએવાં માણસોને રોકનાર ને કામે લગાડનાર એક જણ 
નીકળ્યોનદીને સામે કાંઠે એક હડમાનનું મંદિર હતુંમંદિર તો શુ સ્થાનક હતુંપાસે ઝૂંપડું હતુંં ને તેમાં એક બાવા રહેતો હતોપડછંદ દેહનો ને ઘડીભર તો આભને  થોભ દે એવા સ્નાયુ
 વાળોમૂળભારથી એનું નામસામાન્ય સંયોગોમાં એને ગામની ખેવના  હતી ને ગામને એની પરોજણ  હતી
અસામાન્ય સંયોગમાં  બાવો નદીનાં પાણીમાં પડ્યોતણાતાં લાકડાં એણે પકડ્યાંતણાતાં માણસો એણે આંતર્યાંએમને લાકડાં પકડાવ્યાંએમને તીરકસ દોરતો ગયોને એમ  જીવ 
બચાવતો ગયોએનું જોઈને કંઈક તરવૈયાઓ ઘૂમરી ખાતા પાણીમામ પડ્યાકોઈને જરા વધારે અક્કલ સૂઝીએમણે તરાપા બાંધ્યા ને વાંસડા લીધાજોતજોતામાં નદીનો પટ આવા 
સાહસિકોથી ભરાયોદૂરથી જોનારા રંગ દેતા જાયઅંદર પડેલાઓ એકબીજાને પડકારતા જાયએમ ને એમ તેઓ  બાવા મૂળભારથી પાસે આવ્યાને એનાં ચીંધ્યાં કામ કરવા માંડ્યા.
 ને પૂરનાં પાણી ચડતાં  જતાં હતાંજુવાળના ખારાં પાણી હજી મીઠાં પાણીને ચમક આપતાં નહોતાં - બલકે સામી ઠેલ  મારતાં હતાંને પાણી ગોળ ગોળ ઘૂમતાં હતાંઆટકાટભંગાર
મરેલાંઓનાં શબો એટલામાં ને એટલામાં ઘૂમતાં હતાંતરવૈયામાં જખમી થનારા તારાઓની સંખ્યા વધતી ચાલીને ભંગારવેરવિખેર ભંગાર ધીમે ધીમે એકઠો થતો ઘટ્ટ થતો તરતા 
બેટ જેવો બનતો હતો
એકાએક દૂરથી જોનારાઓના કંઠમાંથી એક કાળી ચીસ ઊઠીપાણીના ઘૂઘવાટને પણ વીંધીને તીરની જેમ આગળ ચાલી  ' સંભાળો...સંભાળો....મહારાજ......મહારાજ ...!'
નદીપટ ઉપરના તરવૈયાઓએ ચીસથી ચમકીને જોયું અને નર્યાં નીતરતી હેબતથી એમની છાતીનાં પાટિયાં  સાવ બેસી ગયાંજાતભાતના ભંગારનો એક ધીંગો રીંગો અત્યાર સુધી નાનકડા હિમાલયના ગાંભીર્યથી નદીના પટ ઉપર આમથી તેમ હીંચક્તો હતોએનામાં જાણે શયતાની પ્રપંચ જાગ્યો હોયશયતાની જીવ પુરાયો હોય એમ એકાએક ઝનૂને ચડેલી સૂસવાટથી 
ખૂનીતરસ્યા વેગથી  ભયાનક સાગરસવારીએ ઊપડી ચૂક્યો--- ને બે બાઈઓને લાકડા મોભને વળગાડી બાવો મૂળભારથી કાંઠા તરફ દોરતા હતા એના ઉપર જઈને  
ભંગારની સૂસવાટને પ્રચંડ થપાટ મારીગોફણમાંથી ગોળો છૂટે એમ લાકડાનો મોભ નદીનાં પાણીની સપાટી ઉપરથી અધ્ધર હવામાં પવનમાં તણખલું ઉડે એમ ઊડ્યોએમાં એક છેડા
 વળગેલી બે બાઈઓને અધ્ધર હવામાં ઘુમાવીને દૂર દૂર ફેંકી દીધીબીજે છેડે મોભનો દોર આપતા બાવા મૂળભારથીની છાતીમાં મોભનો છેડો જાણે ઘુસી ગયો ને અધ્ધર ઊડેલા 
મોભના છેડા સાથે જડાઈ ગયેલા બાવાની છાતીમાંથી લોહીના લાલ ફૂવારા ઊડ્યા ને એના છાંટા 
આસપાસ વેરાયાબન્યું એમમોટા જુવાળનાં પાણી તો કાનૂન પ્રમાણે સભર થઈ ગયાંપછી વળવા માંડ્યાંજુવાળનાં પાણીમાંથી સાગરની ઠેલ હઠી ગઈ કે બકરાની ગરદનમાં કસાઈનો છૂરો જેમ ઘૂસે એમ પૂરના વેગથી ગાડાતૂર બનેલાં નદીનાં પાણીએ સાગરના પાણીને ચીરીને એમાં પોતાના ભયાનક વેગનો કેડો પાડ્યો. પૂરના બહોળા પટમાં પથરાયેલાં પાણી એક સાંકડી ગલીમાંથી જાણે
સિંહની ફાળ ભરતાં ને સિંહની ગર્જના કરતાં દરિયામાં ઠલવાઈ રહ્યાપૂરનાં પાણીએ ભયાનક વેગ પકડ્યો ને જયાં એણે દરિયાના પાણીમાંથી પોતાને માટે સાંકડો પટ ચીરી નાખ્યો હતો
ત્યાં તો  એટલા જોસથી વહેતા હતા કે એમાંથી ઊડતા છાંટાઅએ ને ઘૂમરીઓ હજારો ફૂવારાઓ એક હારમાં ગોઠવ્યા હોય એમ દશ દશ બાર બાર ફૂટ ઊંચે ચડવા લાગ્યા
ને ભંગારઆટકાટ વગેરેએ  સાંકડી નાળમાં તો આંખો ભમી જાય એટલો વેગ પકડ્યો હતોશહેર તરફના ભાગના તરવૈયાઓ તો માંડ માંડ પાછા આવ્યા  પરંતુ  ભયંકર નાળને સામે
છેડે જે મંદભાગી તરવૈયાઓ રહી ગયા હતા તેમાંથી તો કોઈ બચ્યું નહિપૂર જાણે પોતાનો રોષ દાખવી લીધોને પોતાની શયતાની તાકાતનો છેલ્લો પરચો બતાવ્યોમાણસથી લાતથી
જેમ હવામાં પગદડો ઊડે એમ ભંગારની થપાટથી હવામાં અધ્ધર ઊડેલો  મોભમોભને એક છેડા સાથે જાણે પોતાના લોહીથી પોતાની છાતી જડી દેતો હોય એવો બાવોહવામાં ચોપાસ
ઊડેલો એના લોહીના છંટકાવ... બીજી પડે બાવો મોભમાંથી છૂટીને લગભગ પંદરેક ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યોમોભ આગળ પાણીમાં પડ્યોએક ટપ્પો ખાઈને આગળ પડ્યો એને 
પોતાનું ભયંકર કામ પૂરું કરીને જાણે પોતાને વતન જતો હોય એમ સાંકડી નાળમાં પેસી ગયો
ભયંકરમાં ભયંકર વાતોને પણ આખરે છેડો હોય  છે તેમ મોટા જુવાળની બીજી ભરતી ચડે  પહેલાં પૂરનાં પાણી વધારે ને વધારે પહોળી થતી સાંકડી નાળ વાટે દરિયામાં ઠલવાતાં  
ગયાંઉપરવાસથી ઘોડાઓની કૂચ કદમ બંધ થઈ હતીઓથાર શમ્યો હોય એમ તાપીની રેલ એના  ક્લાકના સર્વ સંહારરૂપે  નામશેષ રહી આખીય ભયંકર રાત નાસભાગ કરેલાં માનવીઓએ પોતે પોતાનાં વિખૂટાં પડી ગયેલાં ખોવાઈ ગયેલાં સંબધીઓની ભાળ લેવામાં કાઢીખદબદતા કાદવનાં કાંપમા સેકડો આગિયાઓ કૂદાકૂદ કરતાં હોય એમ નાનામોટા દીવાઓ જળસંહારના મેદાનમાં આમથી તેમ ફરી રહ્યા હતાક્યાંય  પત્તો લાગતાં રૂદન ઊઠતાં ઠેરઠેર ચડતાં પૂરની થપાટોથી ઓવાળ ઘસડાઈ ઘસડાઈને ચિત્રવિચિત્ર જગ્યાએ ઘસડાયાં હતાંએમાં કેટલાંક તો ફાટી ગયાં હતાંકેટલાક ઢગલો થઈ ગયાં હતાંકેટલાકનાં છાપરાઓ તણાઈ ગયાં હતાંકેટલાંક આસપાસ બધે ઓવાળ વીંટળાઈ જવાથી ઉગરી ગયાં હતાં. ' જેને દૈવ મારે છે એને કોઈ બચાવી શકતું નથી.'  'જેનાં રામ રખવાળાં કરે છે તેને માઝા મૂકતો મહાસાગર પણ કાંઈ કરી શકતો નથી '  હજારો વર્ષની લોકોની અંધશ્રધ્ધાના થોકબંધ પુરાવાઓ મળી આવતા હતા.
પ્રલય પછીની જાણે કાલરાત્રી આવી હોય એવી  અખૂટ અને કાળજુ ચીરી નાખે એવી અમાસની રાત આખરે પૂરી થઈલોકોનો ફડફડાટ હતો કે નદીમાંથી પૂરનાં પાણી જો ત્રણ ચાર કલાકમાં
સાગરમાં ઠલવાઈ જાય નહિતો પાછો રાતનો જુવાળ ચડતાં ફરીને પાણી ગામમાં ચડશે ફફડાટ પણ શમ્યોએક મુગલાઈ કુમાવિસદ્વારની પ્રેમપાત્રી ગણિકાના નામ ઉપરથી સ્થપાયેલું
એન વિકાસ પામેલું  શહેર  ગુણિકાના અંતિમ હાલ જાણે ભોગવી રહ્યુંકાળના અચાનક અને ભયંકર સપાટાથી કો જુવાન ગણિકાનો દેહ જેમ છિન્નભિન્ન થઈ જાય એમ સુરત શહેર 
વિફરેલી મહાનદી ને માઝા મૂકેલા સાગર વચ્ચેના દ્વંદ્વમાં છિન્નભિન્ન થઈ ગયું.
ચોપાસ ઓવાળના ગંજના ગંજ ખડકાયા હતાચોપાસ ઢોરઢાંખરને માણસના પિંખાયેલા છુંદાયેલા પિંડ જેવા બનેલા દેહો પથરાયા હતાઉપર આકાશમાં ક્યારની  ગીધોની સિસોટીઓ 
બજવા માંડી હતીકાગડાઓનું કાળું વાદળ તોળાઇ રહ્યું હતુંને પાગલપણનું ઝનૂન ઊતરતાં વધારે ઓશિયાળી અને વધારે હારણ બની હોય એમ તાપીનો પાતળો પ્રવાહ ભારે પરિશ્રમ
પછીના થાકથી થાકેલો દેખાતો વહેતો હતો
મકાનોના છાપરાઓ ઉપર કયાંક માનવદેહો પડ્યા હતામહાનદીએ મહાપરિશ્વમ કરીને ગવરીશંકરનો સંસાર થાક જાણે એનાં માથા ઉપરથી ઉતારી લઈને પોતાના ખોળામાં લઈ લીધો 
હતોગવરાનો તમામ ઉપજીવી અને સંસારથી દાઝેલો પરિવાર મહાનદી ઉપાડી ગઈ હતીઘરમાં પાણી ભરાવા માંડ્યું ને જીવ બચાવવા ગવરોએની સ્ત્રીએની દીકરી અને વિધવાઃ-અવિધવા વહુઅરૂઓ ઉપલે માળ ચડી ગયાં સમયની બૂમાબૂમ અને હાંફળા દોડાદોડ દરમિયાન ગવરાએ એમનાં દર્શન કરી લીધાંએમના અવાજો સાંભળી લીધાએમના ઉત્પાતો જોઈ લીધાત્યાર પછી ગૂંગળાવી નાંખે એવી સફેદ ને મેઘધનુષના રંગોથી ભરેલી ને એને જાણે ભીંસી નાંખવા માગતી હોય એવી ચાદર જાણે એની આસપાસ વીટળાઈ વળી.ત્યાર પછીન જાણે  દૂર્બળ દેહોની ફરીને ઝાંખી કરી, તો એમના અવાજો દૂરથી કે નજીકથી સાંભળ્યા ! જળ ઉપર સવારી કરીને ગવરાના સંબંધો ને  સાંસારિક સંબંધમાંથી નિષ્પન્ન થયેલી ઉપાધિઓ અને આધિઓ જાણે ભવસાગરને પેલે પાર ચાલ્યાં ગયાંપોતાના સ્વજનોની નિષ્ફળ શોધ કરતા ગવરાએ એક મકાનના છાપરા ઉપર એક તોતિંગ ઝાડ ઉપર ભીષ્મની જાણે બીજી બાણશૈયા હોય એમ બાવા મૂળભારથીને પડેલા જોયાપોતાની નિઃસીમ તાકાત અને નિર્ભર છાતીનું અરમાન ધરતા  માનવીની છાતીમાં મોટો ખાડો પડ્યો હતોલોહી ધોવાઈ ધોવાઈને આખી   કદાવર કાયા સંગેમરમર જેવી સફેદ બનિ ગઈ હતી. હામવંતો માનવી જાણે મોતને એટલી  હામથી ભેટ્યો હોય એમ એની આંખો ઉઘાડી હતી ને જ્યાં એનો આત્મા સંચર્યા હતો  આભ સામે જોઈને મહાકાલને કહેતી કે  ' મારી તાકાતના અરમાનમાં મેં જિંદગી દરમિયાન તમામ ભૌતિક સમૃધ્ધિ ગુમાવી હતી ! એજ 
અરમાનમાં આજ મારી આધિભૌતિક સમૃધ્ધિ પણ ગુમાવું છું અને જેમ જીવતાં મને અફસોસ થયો નથી તેમ મરતાં પણ કોઈ અફસોસ થતો નથી'
ગવરીશંકરના અંતરમાં અત્યારે વિચિત્ર મનોમંથન ચાલતું હતુંતનથી ગરીબમનથી ગરીબધનથી ગરીબ એવા માનવીના ગોચર અગોચર ચિત્તવ્યાપારમાં બહુ ઊંડું અવગાહન કરવું
જોઈતું નથીગવરીશંકરના સંસારથી હારેલાસમાજથી થાકેલાને સંતાપથી ત્રાસેલા ચિતાના ઉંડાણમાં જાતજાભાતની ઘૂમરીઓ વળતી હતીએનો તમામ બોજ લૂંટાઈ ગયો હતો ---કે
 હળવો કરવામાં આવ્યો હતો ? સમસ્ત સ્ત્રીવર્ગની જળસમાધિ અને..... જવા દો  બધી વાતોગવરો પોતે  જ્યાં પોતાના ચિત્તની અતળ ગુફાઓમાં નજર કરવા માગતો નથી ત્યાં 
આપણે શા કાજે હેરણાં હરવા જવું ?
ગવરો મૂળભારથીને દીઠે ઓળખતો હતોલાંબી વાતો તો  જાણતો  હતોપરંતુ નદીપારના હડમાનના બાવાજી તરીકે એણે એને અને ગૌતમને જોયા હતાબાવો સારો માણસ ચે એવી
લોકવાયકા એણે સાંભળી હતીને બાવો બહાદર માણસ હતો  એણે અનેકોની સાથે નજરે જોયું હતુંએણે બૂમ પાડીએની બૂમમાં ડૂબતાં માણસોને બચાવવાને ઘોડાપૂરના તોફાને
 ચડેલી નદીમાં ઝંપલાવનાર માનવીનાં આવાં કપરાં મોત સામે ફરિયાદ હતી બૂમ સાંભળીને થોડાં માણસો એકઠાં થયાંબાવાજીના આવા અકાળ અવસાન ઉપર એમણે સહુએ ઘણો
ખેદ વરસાવ્યોક્યાંકથી કોઈકથી સીડી લાવ્યું ને ચારેક માણસો છાપરાં ઉપર ચડીને ગવરા પાસે આવ્યાંએમણે બાવાજીને જોયા ને એમને કંઠમાંથી અરેરાટી છૂટી ગઈક્યાંકથી ખાટલો 
આવ્યોજેમ તેમ કરીને ઉપર ચડાવ્યોએના ઉપર ચાર જણાએ બાવાજીની લાશ ઝાડની ડાળીઓમાંથી આસ્તેથી સેરવીને નાંખીધીમે ધીમે ખાટલો સીડી વાટે નીચે ઉતરવા લાગ્યો
બાવાજીની કેડમાં કાંઈક ભરાયેલુંઝાડની ડાળીઓ સાથે ખેંચાઈકાંઈક ફાટી ઢીલું થઈ  છૂટું પડીને ઝાડનાં પાંદડાઓની વચમાં પડ્યું હતુંગવરાએ  ઉપાડી લીધુંખૂબ લુગડાંના ગાભામાં  વીંટળાયેલું હતુંગવરાએ દબાવી જોયુંઆખું ભીનુંભીનું હતુંછતાં પોથીના પાનાં જેવું હતુંગવરાને લાગ્યું કે  બાવાજીની શાસ્તરની પોથી હશે લઈને ધીમે ધીમે નીચે ઉતર્યોત્યાં તો આસપાસ ફરી વળ્યા કે બાવા મૂળભારથીનું શબ મળી ગયું છેનજીક અને દૂરથી બાળકો અને સ્ત્રીઓબુઢ્ઢાંઓ અને જુવાનો દોડતાં આવ્યાંનદીમાં ઝંપલાવીને ડૂબતાં તણાતાં માનવીઓને ઉગારવાંનો એણે લીધેલો અથાગ પરિશ્રમ તો ક્યારનોય જાણીતો 
થઈ ગયો હતોએની સાહસિકતાની અને તાકાતનીએની હિંમતની ને એની કર્તવ્યપરાયણતાની 
વાતો તો ક્યારનીય કર્ણોપકર્ણ વહેતી થઈ હતીકેટલાંય ઘરોમાં તો એની હામનાં જીવતાં પ્રતીકો મોજૂદ હતાંઆવો પરોપકારી માણસઆવો હામધર માણસ ભારેમાં ભારે વસમા મોતને ભેટ્યો   વાત જાણે સાંભળી એને દુઃખ કરનારી લાગી
શ્મશાન જેવું  દિવસે તો  હતભાગી શહેરમાં રહ્યું  હતુંમાથે ગીધડાંના ટોળાં ઊડતાં હતાંસમળી અને કાગડાઓના વાદળોથી સારા શહેર ઉપર જાણે સૂરજ ઢંકાઈ ગયો હતોજ્યાં 
લાશ મળે ત્યાં તરત ઓળખીતાંઓસગાંઓ અને અગ્નિસંસ્કાર કરી દેતા હતાને આમ અગ્નિમાં જલતી લાશો ઉપર પણ ગીધો ચોટ નાખતાં હતાં . એટલે વાંસડાઓ ને ઝાડોની ડાળીઓ 
કાપી કાપીને  મૂરદાંચોરોને મારી મારીને ભગાવવાં પડતાં હતાંચિતાઓ સળગતી ને બુઝાઈ જતી ને ફરી સળગાવવી પડતીએક સકખી પ્રગટેલી ચિતામાં આસપાસના શબોના 
અગ્નિસંસ્કારો પણ કરવામાં આવતાકોઈની દોરવણી જેવું હતું નહિદિગ્મઢ થયેલું સરકારી તંત્ર મૂર્છામાંથી જાગ્યું   હતુંને સરકારી અમલદારો ને નોકરો પોતપોતાની વૈયક્તિક 
વિપત્તિઓમાંથી ઊંચુ માથું કરી શકે એમ  હતુંલોકોએ આપમેળે સ્વયંભૂ સહકાર અને સંસ્કારથી  કાર્ય પતાવવા માંડ્યું હતુંલાશો રઝળે  ધર્મદ્રષ્ટિએ ખરાબ કહેવાય પરંતુ   જો 
સડે તો શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે  સમજવામાં ઝાઝા વૈદકગ્નાનની જરૂર પણ  હતી
બાવા મૂળભારથીના શબને પણ ત્યાં  અગ્નિસંસ્કાર કરવામાં આવ્યોભારથી બાવાને અગ્નિદાહ દેવાય કે ભૂમિદાહ દેવાય એની ચર્ચામાં ઊતરવાનો ત્યાં કોઈને અવસર  હતોપડી 
ગયેલાં ઘરોનાં મોભ ને પીઢિયાંબારણાં અને બારીઓ ફરતાં સુક્કા ઘાસના તાપથી એની લીલવણી ઉકળતી જાયખદબદતી નીતરતી જાયઆગ પકડેમૂકી દ્યેબુઝાયવળી પ્રગટે
એમ કરતાં કરતાં ભીનાં લાકડાઓ આખરે બંગડી જેવાં બળે....
ને એમ બાવો મૂળભારથી પોતાના કાંડાબળના અરમાનની છેલ્લી સુગંધ સાથે સરગાપુરી સંચર્યોમુલક કાઠિયાવાડનોતાલુકો સરવૈયાવાડ તાલુકામાં એક ઠકરાત સેજલપુર . 
સેજલપુરનો ગરાસિયો પહાડ જેવા અડગ મૂળુમાણેક સાથે કાંડાબળ ભિડવવા ગયો એમાં ગામ ગરાસ ખોઈને બાવો થયોમાઝા મૂકેલા મહાસાગર ને ગાંડી બનેલી નદી સાથે કાંડાબળ 
ભિડાવવા ગયો અને જીવ ખોઈ બેઠોપરંતુ એના છેલ્લા અસ્થિમાંથી નીકળતા છેલ્લા લીલા ઘૂમ સુધી એનું કાંડાબળનું અરમાન અભંગ રહ્યું એમ બાવા મૂળભારથી સ્વર્ગે સંચર્યો
બાવાનું સ્થાનક અને એનું કાચું ઝૂંપડુ તો તણાઈ ગયાં હતાંને જ્યાં એના સ્વયંભૂ હડમાન પોતાના સિંદૂરિયા ભભકાથી વિરાજતા હતા ત્યાં તો મોથોડા ઊંડા ખાડાઓ ખોદાયા હતાબાવા
પાસે કોઈ મિલકત હોય કે  હોયહોય તો  બચી શકી  હોય એમ સામુદાયિક અભિપ્રાય હતોને ઘણાં માણસો જ્યાં પોતપોતાની મિલકતના વલોપાતમાં પડ્યાં હોય ત્યાં પારકાની ઉપાધિ વહોરવાને કોઈ તૈયાર  હોય.
એટલે ગવરાને બાવાજીનું ફીંડલું મળ્યું એમાં કોઈ ને રસ  દેખાયોફીંડલું આમે પોથી જેવું હતું ને ચપટી રાખ જેવું હતુંને રાખ પણ ચિતામાંથી તારવેલા અસ્થિનાં ફૂલ જેવી હતીજે 
થોડાએ ગવરા પાસેથી  ફીંડલું જોયું એઓને તો  બધું કોઈ તાંત્રિકના સાજ જેવું દેખાયુંગવરો  પોતાને ઘેર લાવ્યોકાગળો ભીના થયા હતાએને સૂકવવા ખાતર એમ ને એમ
રાખી મૂક્યાગવરો હવે એક રીતે નવરો હતોઘરમાં હાથે રાંધવાનું એને હતુંપ્રભુરામ પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠા હતાપેઢીમાં  હજી મુનીમ હતાપણ એમનાં મકાન નવેસરથી 
 બંધાય ત્યાં સુધી પેઢીમાં  રહેવાનું હતું એમનેને એમના ઘરમાં જે કાંઈ એમની કમાઈનીએમની મોટાઈનીએમના અભિમાનની રિધ્ધિસિધ્ધિ હતી  તમામ તો સાગરની વાટે 
ચાલી નીકળી હતીપ્રભુરામ એકાકી થઈ ગયા હતાખાખી થઈ ગયા હતાબેધ્યાન થઈ ગયા હતાહવે ગવરો એક માત્ર એનો આધાર હતો  પણ ગવરા માટે પેઢીના કામ સિવાય 
એનું અંગત કામ કાંઇ  હતુંગવરો પ્રભુરામને પોતાને ઘેર લઈ આવ્યો હતોઇશ્વરની  કરુણા હતીપાણીના તરંગનો  પ્રત્યક્ષ પરચો હતોતોતીંગ હવેલીઓ તણાઈ ગઈ હતી
ત્યારે ગવરાનું અરધ લાકડાનું ઈંટાળિયું છોતરાં જેવું મકાન પાણીના મારની વચમાં ઊભું રહ્યું હતુંએમાં પાણી ભરાયું હતું બેયે બેય માળમાં . ને ગવરાને ગવરાનો સરસામાન ફેરવવાને
મજૂરો આવ્યા એમ બારીબારણા વાટે પાછું નીકળી ગયું હતુંસજ્જન માણસો મળવા આવ્યા હોય અને પાછા ચાલ્યા જાય એમ કશી ગુંડાગીરી પાણીએ મકાનની દીવાલો ઉપર આચરી
 હતીકલાકોના કલાકો સુધી બેધ્યાન પ્રભુરામ ને બેતમા ગવરો સામસામા એકબીજાનાં મોં જોઈને મૂંગા બેઠા રહેતા હતાદિવસો ગયા ને સુરત શહેરના જખમો સુકાયામાસ ગયા 
ને જખમ રૂઝાવા માંડ્યાપરંતુ પ્રભુરામ અને ગવરો બેમાંથી એકેય ચિત્તને છાઈ વળેલી મુર્છા વળી  નહિશું હતું ને શું થઈ ગયું એની વિચાર ગૂઢતામાંથી  બહાર આવ્યા  નહિ--
કોઈ ઘનઘોર જંગલમાં માનવી ભૂલા પડ્યા હોય એમ
એકદા પ્રભુરામ ઘરમાં આંટા મારતા હતા એમણે છાજલી ઉપર વેરવિખેર પાનાં જોયાં
ગવરા શું ?'
બાવાજીનું એક માત્ર સંભારણું રહી ગયું છે. ' ગવરો ઊઠ્યો પાનાં ભેગાં કરવા માંડ્યા  ' બાવાજીની લાશ મને મળી ત્યારે  મળ્યુંઘેર લાવ્યો ભીનું હતું તે સૂકવવા મૂક્યું પછી ભૂલી ગયો !'
ક્યા બાવાજી ?'
મૂળભારથીજીનદીની રેલમાં માણસોને બચાતાં એક મોભ એમને છાતીમાં વાગ્યો ને મરી ગયા . '
મૂળભારથી-- મૂળ ભારથી !' પ્રભુરામ બડબડ્યાનદીની રેલની બાબત સિવાય પણ એનું 
નામ પોતે ક્યાંક સાંભળ્યું છે એમ પ્રભુરામને લાગ્યું ને એની અર્ધકુંઠિત યાદશકિત એના હૈયામાં 
 નામની પિછાન શોધવા જાણે ધૂમવા લાગી
મૂળભારથી.....મૂળભારથી...મૂળભારથી !' પ્રભુરામ માથું ખંજવાળવા લાગ્યો  ' મૂ  ભા  થી ? '
માણસનું સર્વસ્વ જ્યારે જાય છે ત્યારે હંમેશા અભિમાની માનવી કરતાં નરમ માણસની સ્થિતિ ઓછી વિષમ હોય છેસ્થિતિસંપન્ન માનવી કરતાં ગરીબની સ્થિતિ ઓછી શૂળ કરનારી હોય છે
 બિચારાઓ પાસે ખોવાનું  શું હોય છે ? ગરવાએ જોયું કે પ્રભુરામ મૂળભારથીનું નામ એના પૂર્વાપર સંબંધમાં યાદ કરવા મથે છેપાનાં ભેગાં કરીનેગોઠવીને બાંધવાની દોરી
જેવું કાંઈક શોધતો ગવરો બોલ્યો  ' મૂળભારથીજી નદીપાના હડમાનના બાવાજી હતાઆશાબેનને ધેર આવતા જતા હતાગૌતમભાઈને ને એને...' એકાએક ગવરો હેબતાઈ ને થંભી ગયો
આશા ને ગૌતમનાં નામો  પ્રભુરામ પાસે બોલ્યો !  ધૄષ્ટતા બદલ પ્રભુરામ શું કરશે એને ? 
આશા....' પ્રભુરામ બબડ્યા. ' આશા..... ' ક્ષણભર પ્રભુરામ દીવાલ સામે તાકી રહ્યાએની આંખો જાણે દીવાલને વીંધી નાંખશેબીજી પળે એમની આંખોમાંની આંસુની ધારા નીકળી
એમની છાતીમાં પ્રાણને ગૂંગળાવે એવાં ધ્રુસકા ઊઠ્યાગવરો તો મૂઢ જેવો  દ્રશ્ય જોઈ રહ્યોભઠ્ઠીમાં પકવેલી માટી જેવો નક્કર અને બરડ એવો પ્રભુરામ વરસાદમાં ભીંજાઈ ને જાણે પોચો બની ગયો હતો
ગવરા ! ભાઈ ! તું તો આશા જોડે હળતો ભળતો રહેતો હતો ને ?'
જી...જી...' ગવરાને સૂઝ્યું નહિ કે શો ઉત્તર દેવો.
તને ખબર નથી આશા ક્યાં છેગવરા મારા ભાઈ ! મારું કોઈ રહ્યું નથીભાઈ ને ભાભી દેવ જેવાં હતાં તે હું હાથે કરીને ખોઈ બેઠોબૈરી હતી તે ખોઈ બેઠોગવરાહું એકલો પડી ગયો.
સાવ એકલો પડી ગયોભાઈ ! મને આશાને શોધી દે ને . કે એય  રેલમાં....' ગવરાનું હૈયું દ્રવી ઊઠ્યું એક બાબતમાં તો   અભિમાન ગળેલા માણસને આશ્વાસન આપી શકે 
એમ હતો. ' જીઆશાબહેન આંહી હતાં  નહિ તો ક્યારનાંયે મુંબઈ ગયાં છે. '
હે ભગવાન ! હજી શું મારા ઉપર તારી દયા છે ? ' પ્રભુરામથી બોલાઈ જવાયું. ' ગવરાતું ગમે તેમ કરપણ મારી છોડીને મારી પાસે લઈ આવતું મુંબઈ જાકહેજે આશાનેતારો બાપ
તારા પગમાં પાઘડી ઉતારીને તારી માફી માગે છેતું મારી દીકરી છો ને દીકરી થઈને બાપની ખબર રાખવા આવતાર વરને મારો દીકરો કરી રાખીશગવરાતું જઈશને ? '
જરૂર જઈશજરૂર જઈશ.' ગવરાએ પોતે પાનાં બાંધતો હતો  દોરીને એવો તો આંચકો માર્યો કે દોરી તૂટી ગઈ ને પાનાં ફરીને ગોઠવવા પડ્યાંપ્રભુરામે પાનાં હાથમાં લીધાંને એને
ચમક આવી ગઈએની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. 'ગવરા ! ' એમનો અવાજ એકદમ રૂંધાઈ ગયો  '  જો તો ખરો !'
ગવરાએ પ્રભુરામનું આપેલું પાનું હાથમાં લીધુંવાંચ્યું  
નીલદર્પણ"
ભારતના મજૂરોની ગોરા બગીચાવાળાઓને હાથે થતી દુર્દશાએમના ઉપર ગુજરતા અન્યાય અને જુલમ વગેરેનો ચિતાર  નાટકમાં આપવામાં આવ્યો છે. }  લેખક  કવિ ગૌતમ
પ્રભુરામે પાના એકઠાં કરવા માંડ્યાકાળજીથી ગોઠવવા માંડ્યાએમનો હાથ ધ્રુજતો હતોએમના હોઠ કંપતા હતાએમની આંખો વીલાતી હતીને ગવરો અર્ધું સજરતોઅર્ધું  સમજતો,
મનમાં કરૂણા અનુભવતોચિત્તમાં પ્રસન્નતા અનુભવતો અનિમેષ નજરે જોઈ રહ્યો

સંભાગ્ય સરકારી ખોફમાંથી બચવાને માટે ગૌતમે બાવા મૂળભારથીને સોંપેલુંને બાવા મૂળભારથીએ સલામતી અર્થે પોતાના હડમાન નીચે બે હાથ ખાડો ખોદીને દાટેલું નાટકમા તાપીએ ખોદી કાઢ્યું હતુંને ઘણું તણાઈ ગયુંતોય  નાનકડું ફીંડલું ઘૂમરીએ ચડાઅવીને એના રખવાળના દેહની સાથે સલામત મૂક્યું હતુંસેકડો માણસોનાં જીવન દાટીને સૂર્યપુત્રી તાપીએ પોતાના એક સંતાનનું દટાયેલું જીવન બહાર આણ્યું હતું ! (ક્રમશઃ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો