ચૂપચાપ ક્યાં સુધી સમય બની જીવાશે
હું વિખરતી-નિરખતી, શબ્દમાં તો તું ફર્યો
હેતુ વગરના હેતમાં તો બસ ભાંગી જવાશે
હું સરકતી હાથ થી છૂટી જઉ? હા તું ફર્યો
દેશપલટો-વેશપલટો કહી દે શું શું ખોવાશે
પારદર્શક બરફ થઈ શું સાચે આમ જીવાશે?
ગણવા પર રાખ્યો, જ્યારે જ્યારે ભરોસો
ત્યારે ત્યારે દાખલો પણ ખોટો કેમ ઠર્યો ?
જૂનો ચેહરો કરે ડોકિયા મહીંં તાકે દર્પણ ડર્યો
મુજ ને વિભાજીત કર્યા કરશો મારા ક્યાં સુધી
પળે પળે ખંડિત કરી રાજી રહેશો મુજથી ફર્યો
'કક્કો' છે 'અક્ષર' થાય લાલ-પીળા ચમકી ફર્યો
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો