રવિવાર, 19 ઑક્ટોબર, 2014

રીઝવે છે

ચરણ ચાંપી મૂંછ મરડી સૂર્ય કવિતા ને છેડે છે
ભીતરી સૌંદર્ય શબ્દો પેહરી, અલંકાર રીઝવે છે

વિદેશની અટારીએથી માણસાઈના પ્રગટે દિવડાં
ને સૌરભ સંગ જ્યોત પ્રકટી,  એકલતા અડે છે

ગુંજે હાસ્યમાં અક્ષરી અંતાક્ષરી ને કૄતિ કરે ડોકિયા
નિકટ લોચનિયે ઝલક પડે, મૂંગા મંતર રીઝવે છે

-----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો