રવિવાર, 19 ઑક્ટોબર, 2014

પ્રભાત અનેરૂ

એક દિપક એક પ્રાગટ્ય ઝળહળી ઉઠે પ્રભાત અનેરૂ
ગર્વીલા ખંતીલા મા-ભોમ માં ઝગમગે પ્રભાત અનેરૂ

સૂર્ય ની કરો પરિક્ર્મા ઉગ્યું છે નૂતન પ્રભાત અનેરૂ
'સબરસ' ટહુકોભાતભાતી રંગોળીયું રે પ્રભાત અનેરૂ

સુસ્વાગતમ ને સાલમુબારક, બાંધી તોરણ પ્રભાત અનેરૂ
ફૂટે ફટાકડા સૌ હરખ્યા અન્કુટિયા દ્વારે પ્રભાત અનેરૂ
-----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો