મંગળવાર, 14 ઑક્ટોબર, 2014

હજુયે હૈયે ભિનાશ છે

સપના ને વળગી ને લળ્યા તોયે ટટ્ટાર છીએ
ખરી જાય છે શબ્દો રંગ બદલી જઈએ છીએ
---રેખા શુક્લ

તુ કાંઇક કહેવા મથે મને
હું કાંઈક સહેવા મથુ મને
---રેખા શુક્લ


હજુયે હૈયે ભિનાશ છે
ખુશનુ નો મિજાસ છે
ખુલે આંખો ઉજાસ છે
સપનાની મિઠાશ છે
----રેખા શુક્લ

શૂન્યના સરવાળા સમેટો ને દોડો
રોજ સાંજ-સવાર એક મેક ને જોડો
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો