મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2014

સર્વે પિતૄશ્રાધ્ધ માટે જલ્દી જવુ પડ્યું

સર્વે પિતૄશ્રાધ્ધ માટે જલ્દી જવુ પડ્યું
દેશમાં જ્યાં ચિમની (ફાયર પ્લેસ) હોય ત્યાં પણ લોકો છત પર વાસ નાંખતા હશે? કેમ કે ધાબા ઉપર કે રૂફ ટોપ (છાપરા) ઉપર નાંખતા જોયા છે. ને પછી અનવોન્ટેડ ગેસ્ટ તરીકે ખિસકોલી કે કોઈ પક્ષી ચિમની માં પેસી ગયા ના સમાચાર લોકો ની શું ફરિયાદ બનતા હશે કે ગભરૂં ખિસકોલી એ ઓચિંતો કરેલો પ્રતિકાર હાસ્યાસ્પદ લેખ તરીકે આવતો હશે...ઘણી રમુજ પણ ઉત્પન્ન થઈ જાય ...ને અમારે ક્રિસ્મસ ટ્રી પાસે મૂકેલી કૂકીઝ માટે પણ આવુ થઈ શકે છે. પછી વાઘ આવી ગયો હોય તેમ ભાગંભાગ !! કદાચ તમે પણ હસ્તા લાગો છો..!! આજ રીતે ઢાળ પર પાર્ક કરેલ કાર જ્યારે અચાનક સરરર ઉતરવા માંડે ત્યારે જોવા જેવી થાય...એ એ એ કરતા રસ્તા પર ભાગંભાગ..!! અને હા મદારી નો સાપ સૂંડલા માંથી ખોવાઈ ગયો હોય તો પણ ચીસાચીસ ને ભાગંભાગ...યાદ હોય તો અમિતાબ બચ્ચન ને અરૂણા ઇરાનીનું "બોમ્બે ટુ ગોવા" ....અને તે પણ ડ્રાઈવર ના સ્ટીયરીંગ વ્હીલ ઉપર આવી ને સાપ ટટ્ટાર થઈ ને બેસે ને જે હાસ્ય ઓડિયન્સ માં થયુ હતું !! ફોરેસ્ટ પ્રીઝર્વ એરિયામાં વોક કરતા કરતા અમે એક કાચબા ને ચાર રસ્તામાં વચ્ચોવચ્ચ ભૂલો પડેલ જોયેલો ખરો..!! અને હા બંબલ બી (મધમાખી) થી ભાગતી છોકરી ના પગ નીચે ઓલમોસ્ટ આવતા રહી ગયેલો...ને હસતા હસ્તા એકદમ ચૂપ થઈ ગયેલા. દેશમાં હવે બધા કચરો ડસ્ટબીન માં નાંખતા હશે જ તો કોઈ પણ કેળાની છાલ પર થી સરકતું નહીં હોય ખરું ને !! પણ અહીં તો સ્નો પડ્યો નથી કે કોઈ ને ન કોઈ પડ્યું નથી એવુ બને નહીં...!બસ આજના જેવો નાનો વિચાર તમને કોઈ હાસ્યાસ્પદ લાગતો હોય તો કોમેન્ટમાં મૂકજો...સાથે હસી લઈએ થોડું થોડું !!
----રેખા શુક્લ ૦૯/૨૩/૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો