કેમ કહું કે મુલાકાત નથી થતી રે
રોજ મળીયે છીએ ને વાત નથી થતી રે
ચુપ કહુ અશ્રુ ને કે તારી યાદ વરસે રે
શું તારી આંખો થી પણ બરસાત નથી થતી રે
આહટ ક્યા જોવે છે અરિસો કદિયે રે
દિલ મા આવન-જાવન મોટી વાત રે
જ્યારે મળે ત્યારે પૂછે છે કેમ છો રે
એનાથી વધુ તો કોઈ વાત નથી થતી રે
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો