શુક્રવાર, 26 સપ્ટેમ્બર, 2014

બર્ફીલા બળાપે

દીવાન ખંડ નો બળાપો જીવ્યા હતા
અઢ્ળક ઝરીને આખરે જીવ્યા હતા

સમજનો દસ્તાવેજ દોષમાં જીવ્યા હતા
માણસ છું પગરવના રોષમાં જીવ્યા હતા

નીરખી રે આરઝુ, તરસમાં જીવ્યા હતા
અક્ષરે અક્ષર બર્ફીલા બળાપે જીવ્યા હતા

ઉતારો અરિસો ભીની ઝાંખાશે જીવ્યા હતા
ધુમ્મસે ક્રર્યું વ્હાલ લીલા તણખે જીવ્યા હતા
-----રેખા શુક્લ ૦૯/૨૬/૧૪

મન બાવરું રે.....!!!

મન બાવરું રે, મન જાયે માહી
ભૂલી ઠરે યાદ રે, તુ જ એક રાહી

પડી હ્રદયની છાપ, મન જાયે વારી
બાલમ થઈ જાન, લગતી રહે પ્યારી

નભ-લીલા ઝુરે, મન જાયે ભાગી
પરોઠી સાંવલી, આ મુજ માં જાગી

રડે છે જ્યાં સંભારણું, થઈ વાત ભાગી
જીવે જીવ ભીડમાં, કાગળિયા વાગી
----રેખા શુક્લ ૦૯/૨૫/૧૪

મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2014

ગઝલ જલ મરે

સમય કે સાથ સાથ તાલ્લુકાત છુટ ગયે બંધ ગયે...ઔર પેશ હોતે હોતે ગઝલ જલ મરે
તુમ મેરે પાસ રહો..ખ્વાબ જો લે ઉડા નિંદે...ચંદ સહારા મિલ જાયે ગઝલ ન જલ મરે
સાંસકા લેના ભી ગુજર જાના હૈ જિ સે...ઇશ્ક કો માર માર બસ યું ખ્બાબ હી ન જલ મરે
આયે તો હૈરાન ઔર જાયે તો પરેશાન સમજાદો રબ શબ્દ ક્યુ ખેલ ખેલે ઔર જલ મરે
----રેખા શુક્લ

समय के साथ ताल्लुकात छूट गये बंध गये...और पेश होते होते गझल जल मरे
तुम मेरे पास रहो...ख्वाब जो ले उडा निंदे...चंद सहार मिल जाये गझल न जल मरे
सांस का लैना भी गुजर जाना है जि से...इश्क को मार-मार बस युं ख्वाब ही न जल मरे
आये तो हैरान और जाये तो परेशान समजादो रब शब्द क्यु खेल खेल और जल मरे !
-----रेखा शुक्ला ०९/२३/२०१४

સર્વે પિતૄશ્રાધ્ધ માટે જલ્દી જવુ પડ્યું

સર્વે પિતૄશ્રાધ્ધ માટે જલ્દી જવુ પડ્યું
દેશમાં જ્યાં ચિમની (ફાયર પ્લેસ) હોય ત્યાં પણ લોકો છત પર વાસ નાંખતા હશે? કેમ કે ધાબા ઉપર કે રૂફ ટોપ (છાપરા) ઉપર નાંખતા જોયા છે. ને પછી અનવોન્ટેડ ગેસ્ટ તરીકે ખિસકોલી કે કોઈ પક્ષી ચિમની માં પેસી ગયા ના સમાચાર લોકો ની શું ફરિયાદ બનતા હશે કે ગભરૂં ખિસકોલી એ ઓચિંતો કરેલો પ્રતિકાર હાસ્યાસ્પદ લેખ તરીકે આવતો હશે...ઘણી રમુજ પણ ઉત્પન્ન થઈ જાય ...ને અમારે ક્રિસ્મસ ટ્રી પાસે મૂકેલી કૂકીઝ માટે પણ આવુ થઈ શકે છે. પછી વાઘ આવી ગયો હોય તેમ ભાગંભાગ !! કદાચ તમે પણ હસ્તા લાગો છો..!! આજ રીતે ઢાળ પર પાર્ક કરેલ કાર જ્યારે અચાનક સરરર ઉતરવા માંડે ત્યારે જોવા જેવી થાય...એ એ એ કરતા રસ્તા પર ભાગંભાગ..!! અને હા મદારી નો સાપ સૂંડલા માંથી ખોવાઈ ગયો હોય તો પણ ચીસાચીસ ને ભાગંભાગ...યાદ હોય તો અમિતાબ બચ્ચન ને અરૂણા ઇરાનીનું "બોમ્બે ટુ ગોવા" ....અને તે પણ ડ્રાઈવર ના સ્ટીયરીંગ વ્હીલ ઉપર આવી ને સાપ ટટ્ટાર થઈ ને બેસે ને જે હાસ્ય ઓડિયન્સ માં થયુ હતું !! ફોરેસ્ટ પ્રીઝર્વ એરિયામાં વોક કરતા કરતા અમે એક કાચબા ને ચાર રસ્તામાં વચ્ચોવચ્ચ ભૂલો પડેલ જોયેલો ખરો..!! અને હા બંબલ બી (મધમાખી) થી ભાગતી છોકરી ના પગ નીચે ઓલમોસ્ટ આવતા રહી ગયેલો...ને હસતા હસ્તા એકદમ ચૂપ થઈ ગયેલા. દેશમાં હવે બધા કચરો ડસ્ટબીન માં નાંખતા હશે જ તો કોઈ પણ કેળાની છાલ પર થી સરકતું નહીં હોય ખરું ને !! પણ અહીં તો સ્નો પડ્યો નથી કે કોઈ ને ન કોઈ પડ્યું નથી એવુ બને નહીં...!બસ આજના જેવો નાનો વિચાર તમને કોઈ હાસ્યાસ્પદ લાગતો હોય તો કોમેન્ટમાં મૂકજો...સાથે હસી લઈએ થોડું થોડું !!
----રેખા શુક્લ ૦૯/૨૩/૨૦૧૪

શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2014

वक्त की चाह

वक्त वक्त की चाह मे जब वक्त वक्त की आह है
वक्त दिखाये राह मे परिंदे तुज मे कित्नी आग है 
---रेखा शुक्ला

मैं जिन्दा लाश यहां मुर्दे की तरहा सोया करुं
जब जागु तो बेजान एक ही वजहा रोया करुं
---रेखा शुक्ला

गुंजे कानमे आवाझ और धडकन लगे फट जायेगी
ऐसे राझमे जान  और घडकन लगे रूक जायेगी !
----रेखा शुक्ला

બુધવાર, 17 સપ્ટેમ્બર, 2014

મૈને કત્લ મેરા કિયા હૈં

મિલે યહાં જૂઠે ફિર ભી શરિફો કે બંદે
દુનિયા કે મેલે મે બદમાશ ફરિશ્તે
*******************************
વાકેફ હૈં જમાના મૈને કત્લ મેરા કિયા હૈં
સરે ઇલ્જામ લેકે ખુદા તુજે માફ કિયા હૈ

જીસે અંજામ કેહતે હૈ ઉસે નામ જિંદગી દિયા હૈ
વક્ત ઠેહરે યા ગુજરે ઉસે નામ બંદગી દિયા હૈ
----રેખા શુક્લ

જડ્યું કાગળે

વક્ત નુ પરિંદુ સાયા થઈ ને પાછળ પડ્યું
બારી બહાર ફફડતું અંદર અંદર ચૂપ રડ્યું
ઝંખના સંગ ઝૂમતું પડછાયો ઉમ્ર-કેદ જડ્યું
સાંવલી સૂરત કરે મોહિત નટખટ થઈ અડ્યુ
----રેખા શુક્લ

શ્વાસના અક્ષરો પ્રશ્વ પૂછે કાગળે
જવાબ સાક્ષર શ્વાસ પૂછે વાદળે
અડી અડી ને કોણે બાંધ્યુ તાંતણે
ખાલી ખોળામાં જ કે સૂતૂ પારણે
----રેખા શુક્લ 

क्या यहा जान है?

सरहद केह रहि है के मै परेशान हु क्या यहा जान हैं?
मेह्फिल माहोल की गुलाम हो गई क्या यहा जान है?
गाने के बिच रोये दिल मे खलबली हुई यहा जान है?
दिल से गाये तो सब को सुनाइ गई क्या यहा जान है?
----रेखा शुक्ला

જિંદગી

તડપાવે જિંદગી ,તોય માંગી જિંદગી
બધુજ તુજ થી, વ્હાલે માંગિ જિંદગી

આર્ટ-હાર્ટ જિંદગી, તોય ગ્રે જિંદગી
ગીત-નૄત્ય કાવ્ય, તાલ ફૂંકે જિંદગી

પરપોટો દુઃખાડે, જીવ ફોડી જિંદગી
ફુલ ફોરમ પાંખડી, અશ્રુભીની જિંદગી
---રેખા શુક્લ

કાગળે કાગળે

દર્દનો અણસાર આંખનો આઈનો કાગળે
તર્યા કૂંણા છોડ થઈ પ્રશ્નો શબ્દમાં કાગળે

ભર્યા સૂણાં મોડ લઈ ઉતર્યા આભલા કાગળે
ફરે સંગે જોડ થઈને જાગે તારલા કાગળે

હાર્યા હાંફી પતંગિયા જાણ પગલાં કાગળે
નૌકા મારી હાંકવાને કુંવર કાનજી કાગળે
------રેખા શુક્લ ૦૯/૧૭/૨૦૧૪ 

મુલાકાત

કેમ કહું કે મુલાકાત નથી થતી રે
રોજ મળીયે છીએ ને વાત નથી થતી રે

ચુપ કહુ અશ્રુ ને કે તારી યાદ વરસે રે
શું તારી આંખો થી પણ બરસાત નથી થતી રે

આહટ ક્યા જોવે છે અરિસો કદિયે  રે
દિલ મા આવન-જાવન મોટી વાત રે

જ્યારે મળે ત્યારે પૂછે છે કેમ છો રે 
એનાથી વધુ તો કોઈ વાત નથી થતી રે
---રેખા શુક્લ

રવિવાર, 14 સપ્ટેમ્બર, 2014

BRAD

એક નજર માં જ ગમી ગઈ
દિલ માં એટલી વસી ગઈ 
બસ લઈ આવી, નામ દીધું 
મારું વ્હાલું ,"બ્રેડ" કાર કીધું
પડી ગઈ હું તો બ્રેડ ના પ્રેમમાં
તો ય એક દિ ના રહી જાન એમાં
પેહલી કાર દિલ ને લાગે ખુબ વ્હાલી
તોય મને છોડી બસ એ તો ગઈ ચાલી
રડમસ ચેહરે પાછળ પણ ન જોવાયું
નવી "ઈમ્પાલા" જોઈ ત્યાં તો ન રેહવાયું!!
----રેખા શુક્લ

વધુ રડ્યું

ગળે બાંધી ને રાખ્યું તે સૌથી વધુ નડ્યું
જરાક આધુ કર્યુ તો સૌથી.... વધુ રડ્યું 
----રેખા શુક્લ


લયમાં ને વયમાં આખુ તય કરે, ઉભી ઉભી બસ ઓગળે
ફૂંટે અંકુર ને પકડી વાદળી ની આંગળી, ઉગી ને સંભાળે
----રેખા શુક્લ


તાજી કબર તાજા ઘવાયેલ ફૂલ ની લાશ, હજુ કળે ફૂલ મહીં
નોખા ચીલા સરહદના પડતા રહે પડઘા ગાંઠો ના રેખા મહીં
----રેખા શુક્લ

જલન રસિયા

યે જલન યે જહેન રહું તુ જ મે મગન 
કિશન કિ લગન તુમ કરલો રે જતન
----રેખા શુક્લ


મુજસે રૂઠી રહે 
મુજસે ખફા ખફા 
યે તો હૈં મેરી પહેલી 
જૂઠી મેરી સહેલી
----રેખા શુક્લ


જોગન હો જાંઉ મોરે રસિયા
ક્રિશ્ના હિ હૈ મોરે મન બસિયા
સંગ સંગ મે હો જાયે રસિયા
કાહે અંગ અંગ મોહે ડસિયા
----રેખા શુક્લ

શેતુર

રોજ રોજ બિછડકે જલાયા તો નહીં કરતે
રોશની કા નામ રશ્મિ રખ લિયા તો 
રાખ મે રૂહ મિલાયા નહીં કરતે
----રેખા શુક્લ

શેતુર ના ઝાડ ને આવ્યુ કેવુ વ્હાલ
ખડખડાટ હસ્યુ ને બોખુ થઈ ગયું
ને થઈ શેતુર ની ખટમિઠ્ઠી પથારી
----રેખા શુક્લ

ફોન માં હસે રડે તો શું થાશે રૂબરૂએ !
----રેખા શુક્લ

ભીગી જુલ્ફેં

પાણી પાણી થઈ ને ઉકળે 
મુજ બુંદ ને .....મળવાને
----રેખા શુક્લ


ખુશ હુઈ તો જરા સામને આકે..
ફિર રો પડી યુ હી સામને પાકે
----રેખા શુક્લ


બારિશ મે ભીગી જુલ્ફેં તો તેરી યાદ આઇ હૈ
છનછન બોલી પાયલ તો તેરી યાદ આઈ હૈ
----રેખા શુક્લ


કાન સાંભળે શ્વાસોરછવાસ ને બંધ આંખે આખે આખો પાસ
----રેખા શુક્લ

માસુમ

મેડમ કેન આઈ બી એક્ઝક્યુઝ...ફોર ટુમોરો ?? મોમ ને ડેડ સાથે લોંગ ડ્રાઈવ કરવા જાવુ છે"...'યુ સ્ટીલ હેવ ટુ બ્રિંગ ધ નોટ ' ઓકે મેડમ..સ્મિત કરીને માસુમ ચાલ્યો ગયો..દસ વાર ના કેહવા છંતા રોજ સૂકો નાસ્તો ને તે પણ " મમરાં" સ્મિત કરી કહી દેતો કાલે બીજો નાસ્તો લાવીશ. ફરી એજ ને એના મમરાં...!! કેવું ને કેટલું તો પણ ક્યાંથી આવી વળગે છે ખાલીપણું કે પરાણે વ્હાલ કરી બેસે છે એક ભુલકું ને એની અભિવ્યક્તિ ની અનુભૂતિ તમને વળગ્યા વગર ના રહે ...!! તો પણ વિશ્વ સાથે કનેક્ટેડ થવાની ક્ષુલ્લકે દોટમાં પોતાના ઘરનો ઉંંબરો અને સાંકળ વચ્ચે નો ભેદ ભૂલાય અને સાવ નીરવતા મૂકી જાય..ખાલી ઓરડા જેવા માસુમ માં તોય છૂપાય ના એની સભ્યતા-સંસ્કાર ને સ્મિત ..!! વાલી ની સહી કર્યા વગર પ્રગતિપત્રક પાછું આવ્યું ત્યારે ફરી ટકોર કરેલી કે આમ નહીં ચાલે ..એમ કર કે કાલે અડધો દિવસ છે તો બપોરે મમ્મી ને લઈ ને જ આવ...!!પણ...મમ્મી તો ભગવાન ના ઘેર ચાલી ગઈ..!! આજ પણ વાત કરતા સ્વાતિ ને બકુલ ની આંખો ડબડબી ગયેલી....!! નાના ઝંડાઓ લઈ ને કૂદાકૂદ કરતા બાળકો વચ્ચે 'માં' વગર નો માસુમ પોતાની "હિંદમાતા" માટે ખુશ હતો. ! જીવ ન અનુભવી શકે જીવન ..સાક્ષીમાં રહે સમય ને સરરર....સરતો જ જાય...જીવ સમય માત્ર પસાર કરતો જાય છે.
---રેખા શુક્લ

શુક્રવાર, 12 સપ્ટેમ્બર, 2014

तुम दुआ

जब बन गये तुम दुआ
दिल पे नहीं कोई जोर
फिर खिंच पास और
छू आसमान कर गौर
कहा ले जाये तेरी दौर
---रेखा शुक्ला

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2014

મીસરી લટો

ખાબોચિયા જઈ અશ્રુના... સૂકાઈ ગયા
જુદાઈના ગીત આમ જ... લખાઈ ગયા
----રેખા શુક્લ

મીસરી ચોરી મનડું ચુરાવે,
કરું કાલાવાલાતો ય સતાવે
----રેખા શુક્લ

કાનમાં ગુંજતો એકદમ નજીક શ્યામ શ્યામ લટોને કહું ખસ રે
ક્રૂષ્ણ મિલને વચ્ચે આવી અળવિતરી તુ કેમ સતાવે
----રેખા શુક્લ

સાથે રમીએ ને લાગણી વાવીયે
ચાંદ છે શરાબી રાગિણી લાવીયે
----રેખા શુક્લ

ભારેખમ રડવાની

સૂતી યાદો ના કિનારે
શમણું પ્રતિક્ષાના પારણે
દર્દનો નશો ભારેખમ
---રેખા શુક્લ

મલપતી નાર પરીના  પંખ લગાવી 
ઉડી ઉડી ... જઈ આભને અડવાની
મહિયર.. પ્રિયતમ.... લથપથ નેણે 
ભર્યુ આલિંગન..... ભીની રડવાની
---રેખા શુક્લ

ઇશ્કની તબિયત

કદમને ચૂમતુ ઝરણું ઇરછાપૂર્તિમાં ભાગે
શ્વાસ કરી હજમ પડછાયા વ્યથામાં જાગે
માંગી સો વખત દુઆ,અકસિર દવા લાગે
એક વાર ક્બૂલ કરવા આજે કસમ છો જાગે
આમને આમ દર્દીની તો ઉલટતપાસ લાગે
ઇશ્કની તબિયત હોઈશકે નરમગરમ ભાગે
વર્ષાબિંદુને છમકછમક ખુલ્લુ વ્હાલ લાગે
ભરચોમાસે હેલી એ તો ઇશ્ક ની વેલ લાગે
----રેખા શુક્લ

શરમના શેરડાની ઓઢણી

હ્રદયની દેહલિજે દસ્તક મૂકી, શબ્દોનો ગુલદસ્તો ધરી
કાવ્ય પ્રાંગણે તુજ સાનિધ્યના શમણે નાચુ પાયલ ધરી
તરસ્યુ પાણી ના જાણે આકાર વ્હાલ નો લે પરબ ધરી
ટૂકડો આશ બંધાય સગપણનો મસ્તી માં નાચુ ચાંદ ધરી
ઓઢી શરમના શેરડાની ઓઢણી મનમોહક વાંસળી ધરી
---રેખા શુક્લ

એ હું આવી ગઈ, છમછમ..

એ હું આવી ગઈ, છમછમ.. નૂપૂરે નાચી ગઈ
ચમકી જ્યાં વિજલડી, તુ જ દિલમાં ઘુસી ગઈ
ઉંચા સાદે રાષ્ટ્રગીત ગાવા ચાલો આપણે સ્કૂલે જઈએ
નવી નોટની સુગંધ લઈને પેહલા પાને નામ ઘૂંટિયે !
---રેખા શુક્લ

'જીજિવિષા' હીંડોળો

ફૂટે પ્રેમનો ફણગો.......કોઈ અજાણ્યો જાણીતો ચેહરો
શબ્દોના બાણે માર્યો સંસારી 'જીજિવિષા'ઘાયલ ચેહરો
---રેખા શુક્લ

તરૂવર ની લિલાશ, ..........હોકાયંત્ર ન જાણે
રોમાંચક હેલી,.......... કસબી હીંડોળો શું જાણે
રાતની ચાદરે કાનનું શમણે આળોટવું કોઈ શું જાણે
ખુલી જાય આંખો તો શમણું આટોપવું શું જાણે ?
---રેખા શુક્લ

લો પૂછો

કાચના માણસ આપણે, ઝૂરતાં લોહી ને લો લૂછો
આયનામાં ફૂટેલ આપણે, કંઈક ચાલો લો પૂછો

ખાલીખમ ધબકતા આપણે,ધબકી ના શકો લો શું છો
પાંખો વિણ પિંજ્રે આપણે, ભીતર ભાંગેલ લો પૂછો
----રેખા શુક્લ

મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2014

આવજો

ઝાંકળ નો ય ભાર મૂકી ને આવજો
આંખ અને આંસુને ઝીણો સંબંધ
કે કોઇ પાસે નથી ને નથી દૂર.
પંખી ના પીંછે શબ્દો નો ભાર
મૂક્યા વિના હળવેક થી આવજો
ક્યાં સુધી ભજશું હોવાનો વેશ
તમે ખોબે અજવાળું લઈ આવજો
----રેખા શુક્લ

પતંગિયા

વણ ખુલ્યા હોઠ ફફડે પારેવડા ને થંભ્યા હિંડોળે પતંગિયા 
વેદનાના ઉગે જંગલ ને રઝળે સુર મોરલીએ પતંગિયા
લૂએ આંસુ ઓલા રાતરાણી ના ને છાનો ફફડાટ પતંગિયા
ગીત નો ટહુકો વાયરે ઉડે ભૂલૂ પડ્યુ સાનભાન પતંગિયા
---રેખા શુક્લ

હરિ હરિ

ડગર ડગર રમઝટ શબ્દો ની ને તારો વિચાર હરિ હરિ
લટક મટક તરકટ શબ્દો ની ને તારો ચિતાર હરિ હરિ
નજર અધર મરકટ શબ્દો ની ને તારો વિચાર હરિ હરિ
સ્મરણ સ્મિતે અસર શબ્દોની ને તારો વિચાર હરિ હરિ
બસ પાલવે ઉગે રોજ સવાર ને આથમે સ્મિતે હરિ હરિ
ન રાહ ન ચાહ કોઈની હવે મનવા સમજાવ તું હરિ હરિ
કહે હું તારી કા'ન,  તો આવે ખુમાર ખંજને જો હરિ હરિ
સોનેરી સુરખી ને તરુવર છે ચિતવન લટ ઉડે હરિ હરિ
----રેખા શુક્લ

ઘુઘરી દાંડીયે ફુંદડી ફરવા...

ઘુઘરી દાંડીયે ફુંદડી ફરવા...
આવ ને કાન રાસ રમવા આપણે સાથે જઈએ
પીળું પિતાંબર માથે છોગુ ને ખેસ પેહરી લેજે
વાળું મુજની વેણી સંગ લટો તું સંગઅંગ રહેજે
કેડે કંદોરો પગમાં પાયલ રસવંતો સંગ રહેજે
----રેખા શુક્લ

વાત છે

આતો તારામાં ખરવાની વાત છે
રસ્તામાં આ તો શમણાની વાત છે
મંજીલ દૂર તે અગલ એક વાત છે
બંધ આંખ એ  પડદા ની વાત છે
વ્હાલ ઝાંકળ નિશાનીની વાત છે
હોય શ્રધ્ધા તે આપણી વાત છે
---રેખા શુક્લ