ઢિંગલી જેવી લાગતી પુર્વી- મમ્મીનો માસ્ટરપીસ જોઈ ને કૄષ્ણકાંત બોલી ઉઠ્યા...સી બેટા દાદાજી ની વ્હાલી દાદી...ને ઉમેશ હસી પડ્યો...મીસ યુ સો મચ ...આઈ વોન્ટ ટુ બી વીથ યુ ઓનલી..પણ મોમ જોને નથી માનતી..પણ યુ વેઈટ કરજે ને...હુ ચોક્કસ આવીશ...માય એક્ઝામ...હીયર આઈ ગો એન્ડ હીયર આઈ કમ...યુ વોચ...આઇ વીલ બી બેક...(આર્નોલ્ડ શ્વાસ્ટ્નેઝર ની જેમ બોલ્યો)...બટ મોમ મારા લગ્ન ક્યાંક કરાવી દેશે તો...??? ઉહુહુહુ...કરીને રડવા લાગી...ઉમેશે તેને ખોબો ભરીને ચુમીઓ દીધી....ટ્રસ્ટ મી...!!
અચાનક ૪ વર્ષે ફોન આવ્યો...ને બેન મળી..લગ્ન થયા ને પણ ૩ વર્ષ થઈ ગયેલા..ઉમેશ ને માથે જાણે વજ્રાઘાત થયો..બટ વાય ડીડ યુ નોટ વેઈટ ફોર મી..શું કરું મોમ વોઝ વેરી પર્સીસ્ટંટ...આઇ હેડ નો ચોઈસ...! ઓકે નાઉ વોટ....ડુ યુ વોન્ટ ટુ ડુ...આઈ વોન્ટ યુ....સ્ટીલ આઈ વોન્ટ યુ...કેવું માકડું છે મન ??? આર યુ સ્યોર.. આઈ ડુ હેવ વન દીકરી...એન્ડ આઇ એમ સીંગલ અગેઈન...આઈ ડોન્ટ માઈન્ડ...આઈ વીલ લવ હર ટુ..કેટલું મોટુ મન....ઘણા સાથે રહી ને એકમત નથી થઈ શકતા અને ઘણા જુદા પડે છે છતા સાથે રહી શકે છે.
બધો મનનો જ આધાર છે ?? ઘણી વાર સમજાતું નથી...વડીલો ની ભૂલને કોણ પૂછે છે? હા વિલન ને કોણ ચાહે છે? હકારાત્મક વ્યક્તિ જ બધા ને ગમે છે...પણ તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના ...ઇઝ ઇટ ધ ક્વેશ્ચન ઓફ ઓપન હાર્ટ...??
ઉમેશ પૂર્વીને ને દીકરી..મીતુ...!! પરિવાર ખુશ તો બધુ રંગીન લાગે છે...શબ્દો પણ જાણે વ્હાલા લાગે છે...! મીતુ ને આંખો બંધ કરીને દોડવાનું ગમે..પડે તો જરીક રૂવે પણ પાછી એનોસેલ ફોન (રમકડાનો -પણ સાચો જ લાગે) લઈ ને ચારેકોર ફરતા ફરતા કઈક કઈક બબડે...દુનિયા ભરની વાતો કરવી ગમે...ચબરાક ને ચાલાક...પણ વાતોના ગોટાળા ના સમજાય..મીતુ એ બાધા રાખી ને બોલતી થઈ ગઈ...ને પછી બંધ ના રહે...ભાવતું મળે પણ પછી થોડી વારમાં ના
ગમે..કઈક બીજુ ગમે....આ મન કેવુ...બસ ધરાય જ નહી...તેની માંગણીઓ વધ્યા
જ કરે...!હા પણ કહ્યુ છે ને શમણાં ને હોય નહીં માઝા તોય મારા શમણાં ઓછા છે નથી ઝાઝા...તેમ કહી મન દોડાવતું રહે...!અને ગીતા મા કહ્યું છે તૄષ્ણા/ઇરછા દુઃખ નું મુળ છે...બોલે તેના બોર વેંચાય...ન બોલવામાં નવગુણ...! આમ મન તરકટ કર્યા કરે..!! એક વાર મીતુ પડી ગઈ ને વાગેલુ પણ ઘણું...સીધ્ધી..ડોક્ટર અંકલ ની કેબિન તરફ ચાલી...નીચે મોઢે...સોરી કહીને ઉભી 'તી બીજી કોઈ હોય તો બુમાબુમ ને રડી રડી ને આખુ દવાખાનુ ગજાવ્યુ હોય...એટલે આમ પાછી તોફાની ને આમ ડાહી પણ ખરી..જાણે કોઈ ગરમ મસાલેદાર ખાટીમિઠ્ઠી વાનગી.કૄષ્ણકાંત ને ઉમેશ બન્ને સગા ભાઈ જેવા મિત્રો હતા...આ તે કેવી અજબ લેણદેણ મૂકી છે જીવનમાં...પરાયું પણ જરીકે પારકું નથી લાગતું અમથુ..અમથું વ્હાલ આવે ને સાચુકલા નજીક હોય.
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો