શું થાય છે જ્યારે ઘાવ લાગે છે...રક્તકણ પાસે ધસી આવે છે શ્વેતકણો ને ઘાવ ને રૂઝાવવા સતત લાગી જાય છે..તત્પર સારવાર..તાત્કાલિક ઉપાય...આપોઆપ બોડી કરે રીએક્શન કોઈ પણ સૂચવણી વિના...
અને માણસ ક્યારેક ગૂંચવાઈ જાય રિશ્તો માં...ગોળ ગોળ ફરતા અક્ષરો માં ડૂબતી કવિતા ની જેમ...!! ઘમ્મર વલોણામાંથી જ્યારે માખણ ની જેમ નીક્ળે કવિતા...તેમ થયું જો મન ને વાળ્યું...હા, શ્યામ હજુ ૧૦ વર્ષનો થયેલો ને અશ્વિન ને અંજના ના ડીવોર્સ થઈ ગયા હતા. અંજના ની જોબ પણ એવી હતી કે મોટે ભાગે તે દિવસના સમયે તો ન જ મળે પણ ક્યારેક મિટિંગ/કામ કે બહારગામ જવું પડતું ...અશ્વિન ને રાંધવાનો શોખ પેહલેથી...ને શ્યામ બંને પાસે ખુશ..હા, મોટે ભાગે ડીવોર્સે થોડો શાંત કરી નાંખેલો તો બોલે ઓછું..પણ સમજતો હતો. પીએસપી ને ફોન એપ્સ માં પણ હોશિયાર હતો. અંજુ તેને બાંધી તો ન્હોતી રાખતી પણ ધ્યાન પણ ઓછું અપાતું તો ક્યારેક કપડાં કે ક્યારેક વળી આધુનિક ગેજેટ્સ ની ગીફ્ટ લાવી આપતી...જાણતી હતી તેના જીવનમાં અશ્વિન પણ ઓછો ભળતો હતો...!! સમર ના વેકેશન પેહલા જ્યારે અશ્વિન ને શ્યામ મળ્યા તે સમયે બંને મળી ને મજા કરી ..રમ્યા-હસ્યા પણ શ્યામ સાથે બે ચાર મિનિટ વાત થઈ એ સમયે શ્યામ બોલ્યો...વ્હાય કેન વી નોટ ટોક મોર ?? આઈ લાઈક ટૉકિંગ. નોટ જસ્ટ ડુઈંગ સ્ટફ ટુ ગેધર...!! અશ્વિન સહમત થયો જો અંજુ ને વાંધો ના હોય તો આપણે સાથે વેકેશન લઈએ ...ચાલ !! શ્યામ બોલ્યો..મોમ ને વાંધો નથી.. તેણે તો ઓલરેડી મેસેજ મોકલી દીધેલ ને તેનો જવાબ પણ હા આવી ગયેલો...ફોન બતાવતા તે બોલ્યો...ઓહ તારી પાસે ફોન પણ છે...?? અશ્વિન ને આજે જાણ થઈ. દસ વર્ષનો છોકરો ને ફોન હાથમાં તો ઘણું ના જાણવાનું પણ આવડતું હતું . ફાડી ક્યાં શકાય છે વીતેલા ખરાબ દિવસો ના પાના..પણ હા નવા પાને સૂવર્ણાક્ષરમાં જરૂર શુભ યાદો તો લખી શકીએ છીએ.
અશ્વિને લંચમાં રેપ-સેંડવીચ રોલ કરીને ખવડાવી તો શ્યામ ને બહુ ટેસ્ટી લાગી...સાંજે વળી સ્પાઈસી એન્ટી પાસ્તા ડીશ કરી જમાડી તો શ્યામ તો ખુશ થઈ ગયો...!! અશ્વિન ને એક સેન્સેશનલ વિચાર આવ્યો કે પોતે ફૂડ-ટ્ર્ક લે, ને સાથે આવી ખાવાની વાનગી સ્કૂલ આગળ ને પાર્ક માં વેચે....!! અને માનશો નહી...પણ કેશ નો કેશ બિઝનેસ ને જુઓ તો લાઈન તો એઇઇઇઇઇઇઇઇઇઇ લાંબી લાગી જાય !! વકરો વધ્યો ,કામ વધ્યુ...ને પૈસા ની રેલમ-છેલમ માત્ર ચાર વિક માં ..દિકરા ને પિતા વચ્ચે નું મૌન પણ ક્યારે તૂટ્યું તે નથી યાદ પણ મોમ ની પરવાનગી લઈને હવે રોજ સાંજે સાથે વકરો કરે છે ને વીકેન્ડમાં ધૂમ...કમાય છે..કોલેજ ની તૈયારી કરવા માટે આ રીતે પૈસા કમાય છે...કદમ આરઝૂ કે પીછે ઔર ગમકી રાહો સે દૂર ચલે...તો લો અંજુ પણ જોઈન થઈ ગઈ ને "CUBANOS " નામે ઓળખાતી ફૂડ-ટ્રક જોતજોતામાં મશહુર થઈ ગઈ.
બીજા ચાર વર્ષ વિત્યા ત્યાં સુધી માં ત્રણે જણા એક બીજા ની રગ રગ ઓળખી ગયેલા...ખૂબ નજીક આવી
ગયેલા...કંઈ પણ બોલ્યા વગર એક બીજા ને સમજી શકતા હતા...પંદરમાં વર્ષે તો તેણે કુલુનરી આર્ટ્સ માં એડમીશન મેળવી લીધું...પોતાની જ ડીશોનું પ્રેઝન્ટેશન કરી ને બધાને ઇમ્પ્રેસ કરી દીધા...બે વર્ષમાં તો તેણે પતાવી દીધો કોર્સ ને હવે બધાએ ભેગા થઈ ને નક્કી કર્યુ કે આપણે આપણું રેસ્ટોરન્ટ ખોલીયે...પૉશ એરિયા માં આગવી પ્રતિભા ધરાવતું બાલ્કની વાળું રેસ્ટોરન્ટ બનાવ્યું...ગ્રીનરી ને ફૂલો થી આંગણું ખિલેલુ હતું ત્યાં ગઝીબો નીચે ચેર-ટેબલને બેંચીસ ના સેટીંગ સાથે છેક બાલ્કની સુધી ફૂલ રેહતું આ રેસ્ટોરન્ટ
પેહલા જ વીકે ફૂડ ક્રીટિક્સ નું ફેવરીટ ફેમીલી રેસ્ટોરન્ટ નંબર વન ગણાયું...છાપા વાળાએ પ્રસંશનીય ટીકા
થી વધાવ્યું...દીકરા સાથે મોમ-ડેડ નો ફોટો આવ્યો...બધા ખુબ ખુશ હતા...હવે તેની ફ્રેંચાઈઝ
માટે પડાપડી થવા લાગી...કેમ કે ત્યાં વ્યાજબી ભાવે પૌષ્ટિક આહાર મળતો...ક્રીએટીવ સેંડવીચીસ થી નાના મોટા બધા ને અનેરો આનંદ આવતો...તેથી બ્રેક ફાસ્ટ લંચ સમયે પણ હાઉસ-ફૂલ રેહતું....આ ક્યુબાનોસ હવે કેટરીંગ માટે પણ ખૂબજ મશહુર થયું...આખરે ક્રિસમસ પત્યા પછીની ન્યુ ઇયર્સ ની પાર્ટી માં
શ્યામ ને તેની રાધા ખરેખર મળ્યા..!! અને બંને વચ્ચેનું આકર્ષણ પણ કેવું કે જે દિવસ થી મળ્યા તે દિવસથી સાથે રહ્યા ને હજુય સાથે જ છે...વીસ વર્ષની રાધાને એકવીસ વર્ષ ના શ્યામ ના લગ્ન લેવાયા
ને બધા એકજ ઘરમાં સાથે રહે છે...અંજુને હવે ચશ્મા આવી ગયા છે...કાર ચલાવે છે ને બેન્કીંગ ના
કામ કરે છે...જ્યારે અશ્વિન હવે માત્ર મસાલા જ રેડી કરે છે બાકી બીજા એમ્પ્લોઈઝ હોવા છંતા હવે તે પણ
થાકી જાય છે...મોટા ભાગે સાંજે વ્હેલો પાછી આવી જાય છે ને લોન માં અંજુ સાથે બેસી ને કોફી પીતો
દેખાય છે. શ્યામ અને રાધા લગ્ન પછી રોમ પેરીસ ઇટલી ને સ્પેઈન ફરી આવે છે ત્યાંના અનેરા ફૂડ વિષે
માહિતી લઈ ને પોતાના રેસ્ટોરન્ટ માં નવી નવી વાનગીઓ ઓફર કરે છે...હવે એકસક્લુઝીવ ફાઈવ
સ્ટાર રેસ્ટોરન્ટમાં રીઝર્વેશન પણ છ છ મહિના પેહલા કરાવા માટૅ લોકો તલપાપડ રહે છે . શ્યામ
ને રાધા દૂબઈ તરફ ફરીને પાછા આવ્યા ત્યારે મૉમ ને થોડી જુદી જોઈ...તે જાણે હવામાં સૂનમૂન તાકી રહી
હતી..બે દિવસ પછી મૂશળધાર વરસાદ પડેલો ને અશ્વિન બેબાકળો દરવાજો ખટખટાવતો હતો કે શ્યામ રાધા જલ્દી આવો તમારી મોમ નથી દેખાતી.....આલ સાઈમર થર્ડ સ્ટેજ પર છે તેવું જ્યારે ડોકટરે કહ્યું ત્યારે બધા ખુબ ચિંતા કરવા લાગ્યા..કેમ કે તે રસ્તા ને અડીને ઉભેલા ઝાડ પાસે એકલી ભીંજાતી મળેલી...તેને યાદ ન્હોતું આવતું કે તેનું ઘર ક્યાં છે !! ક્યારેક તસવીર બોલે છે તો ક્યારેક તકદીર...ને ઘડપણ આગળ પાંગળો ક્યારેક મનુષ્ય બને છે ને તેની વિવશતા પર દુઃખ થાય છે.
-----રેખા શુક્લ
બધાને નમસ્તે, હું જાણું છું કે આજકાલ સારા aણદાતા મેળવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે વિશ્વસનીય nderણદાતા છે તે જ શ્રી જેમ્સ માઇકલ છે. વ્યવસાય શરૂ કરવા માટે હું રોકડ રકમની જરૂરિયાત પર ઘણું ઓછું હતો મારે એકવાર કૌભાંડ થયું પણ એક મિત્રએ મને ધીરનારની ભલામણ કરી. શરૂઆતમાં હું વિચિત્ર અને ડરતો હતો, ઘણા વિચારો પછી મેં આ ખાનગી nderણદાતાને અજમાવવાનું નક્કી કર્યું અને તેમની કાર્યવાહી એકદમ સરળ હતી અને મને લોન મળી ગઈ. હું મારી જુબાની સાથે આ મહાન nderણદાતાનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું, તમારે બધાએ આ સારા nderણદાતાને અજમાવવું જોઈએ અને તમે ઇમેઇલ દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો: (jamesmichaelloanservices@yahoo.com)
જવાબ આપોકાઢી નાખો