જ્યારે પુત્ર ના વધામણાં થયા ત્યારે બધા ખુશ હતા ને બે કલાક પછી જ સવિતા પોતાના પુત્ર રાહુલ ની વિદાય લઈ ને ચાલી ગયેલી તો બધાને ના સમજાયું કે આ શું થઈ ગયું ?....એને એક્સેસીવ બ્લીડીંગ થઈ ગયું ને નવ મહિના કોખમાં રાખેલા ને છાતીએ વળગાવ્યા વિના તે ચાલી ગઈ ને રાહુલ ને જ્યારે ખબર પડી ત્યારે તો તે પાંચ વર્ષનો થઈ પણ ગયેલો.બસ તે દિવસ થી એને એમજ લાગતું કે એનો વાંક હતો કે શું ???? પણ એની બર્થ-ડે ઉજવવી એને ગમતી નહીં...કેવા કેવા લેખ લખીને અવતરે જીવ અહીં..!! અને એમાંય જ્યારથી ડેડ એના ચોથા બર્થડે પર જ બીજી મૉમ લઈ આવેલા...સરપ્રાઈઝ બર્થ-ડે ગીફ્ટ કીધેલું..!! પણ નવી મમ્મી ક્ષમા ખૂબ સારી હતી,ખૂબ ખૂબ વ્હાલ થી રાહુલ ને રાખતી ને રમાડતી ને તેની સંભાળ લેતી પણ રાહુલ ના મનમાંથી જૂની મમ્મી ભગવાન પાસે ગઈ જે દિવસે એજ દિવસે એ જન્મેલો તે વાત જતી જ ન હતી...અને અંદર અંદર સોસવાતો...!! દિવસો રોપાયા જાણે ઉભા થોર થઈ...ચોતરફ રણ ને માથે ગગન...મન કરે શોર મહીં..!! દસમાં વર્ષ માં જાગરણ એટલે શું તે ખબર પડી જ્યારે તેની મામા ની દીકરી પાયલ વ્રત સમયે રોકાવા આવેલી.!
ક્ષમા ને બધો શોખ..ફેન્સી ખાવાનું બનાવવું...શુશોભન કરી ધર સજાવવું...આવકાર આપતું ડીનર ટેબલ, તુંબડાને સૂકવી ઇલેક્ટ્રીક સ્ક્રુડ્રાઈવર થી કોતરણી કરી લેમ્પશેડ બનાવેલો...ફૂલદાની માં રોજ બગીચાના રંગબેરંગી ફૂલો મહેંકે...વાળ લાંબા હતા તો રોજ નવી નવી હેરસ્ટાઈલ કરે...અને હા મહેંદી તો અફલાતુન મૂકે..!! પાયલ ને ક્ષમા સાથે મજા પડે પણ રાહુલ પણ સાથે સાથે આગળ પાછળ ફરે..વિચારે કે આવુ બધું છોકરીઓએ કેમ કરવાનું હોય..? ક્ષમાએ સમજાવ્યું કે જેથી સારો પતિ મળે...તો પૂછે તો પછી છોકરો કે આવા વ્રત ના કરે ?? તો પછી તેને પણ સારી પત્ની મળે ને ?? બંને કેમ હસ્યા તે રાહુલ ને ના સમજાયું !! ક્ષમાએ મોળાકત માં મોળુ બનાવી પાયલ ને જમાડ્યું...ભાવે નહીં તેથી ભૂખી રહે પણ તે ખાય નહીં તો કહે "અકોટે"
બેસવાનું ...બેઠા હોય ત્યાં જ સૂઈ જવાનું ને પછી ઉભા થયા ના હોય તો બીજી વાર જમી લેવાનું...ચાર ચાર દિવસ તો માંડ માંડ ગયા...પણ આજે આ પાંચમાં દિવસે મીઠા વાળું ખાવાનું મળશે ...તેની ખુશી હતી..એ પણ એક ટંક જ હોય...પછી બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય...!! જે દિવસે જાગરણ કરવાનું ખબર હોય તે દિવસે બગાસા ઉપર બગાસા તો આવે આવે ને આવે જ !! ઝોંકા પણ શરૂ થઈ ગયા તો ક્ષમા હસી પડી ને બોલી કે પાયલ જો મારે તો આખી રાત નું જાગરણ કરવાનું છે ...!! ઓહ એવું કેમ?? તો કહે એને એવરત-જેવરત નું વ્રત કેહવાય જે પરણેલી સ્ત્રીઓ કરે જેથી પતિનું આયુષ્ય લંબાય..!! બધાએ ભેગા મળી મહેંદી મૂકી પછી ખો-ખો રમ્યા...બેઠી ખો માં તો બહુ મજા પડી...પણ રાહુલ ને ગમી મ્યુઝિકલ ચેર ...હાથમાં આવેજ નહીં ને દર વખતે તે જ જીતે...તેજી થી ભાગી શકતો હતો...!! નવરાત્રી આવી ત્યારે બોલ્યો અત્યારે પણ જાગરણ કરવાનું ને.....??? ક્ષમા બોલી હા, પણ "ગરબા" રમવાના...!!
પછી "રાસ"
ને "હીંચ"
ની પણ મજા કરવાની !! ઓહ મને શીખવું છે કહી ઠેકડા મારતા રાહુલ ને જોઈ ક્ષમા હસી પડી !! અને નોમ ના હોય નિવેદ..ઓહ નિવેદ એટલે શું ??? હે ભગવાન ....તે દિવસે માતાજી ને આપણે લાપસી ને મગ ધરાવાના ને તલવટ ...માતાજીને અને આપણ ને મજા એમ કહી હસી તે રૂમ બહાર નીક્ળ્યો...સ્ટ્રીટમાં કોલાહલ થતો સંભળાયો....તેનાથી થોડા મોટા જુવાનિયાંઓ પૈસા ની ઉઘરાણી કરી રહ્યા હતા...સોસાયટી ના ચોક માં ગરબા રમાશે તો લાઈટ-પાણી વગેરે પણ જોઈશે જ ને ...ને હા લાણી થશે ને પ્રસાદ પણ ખરો...બધાને હોંશે હોંશે બધા કામો કરતા જોઈ તે પણ મદદ કરવા જવા લાગ્યો...!! લાઈટ ના થાંભલા પર ચઢીને વાયરીંગ કરતા શૉક લાગતા પડ્યો....ક્ષમા થી ચીસ પડી ગઈ ને સીધ્ધો લઈ ગયા ઇમરજન્સી માં ....અરે પણ હે માતાજી મારા રાહુલ નું ધ્યાન રાખજો...કાલે તેનો બર્થ-ડે પણ છે...ને આજે, અમારી લાજ રાખજો...ભગવાન સવીતા ને શું જવાબ દઈશ ભગવાન પાસે જઈને ...પ્લૉટ માં સન્નાટો છવાઈ ગયેલો...! ડોકટરો ની તાત્કાલિક સારવાર કામ લાગી ગઈ અને તે ભાનમાં આવ્યો હતો...!! મમ્મી ને જાણે જોઈ આવ્યો સાચે...ક્ષમા ની શ્રધ્ધા -આજીજી માતાજીએ માન્ય રાખવી જ પડી...રાહુલ સાંભળી રહ્યો હતો ક્ષમા ની આજીજી...!! સમજી ગયો..
એંજલ જેવી લાગતી હસ્તી મમ્મી ખુશ હતી રાહુલ ને જીવતો જોઈને...ત્યાગ (લૅટ-ગો) એટલે પ્રેમ અને ક્ષમા ખુશ હતી કે ભગવાને તેની લાજ રાખી ...દિલ ના સંબંધો લોહી ના સંબંધ થી પણ મજબૂત હોઈ શકે તેનું નામ પ્રેમ !! મોત ના મુખ માંથી, સ્વર્ગના દ્વારે થી પાછો ફરેલો રાહુલ જાણે ફ્રેશ થઈ ને પાછો ફર્યો એમ ઉભો થઈ ગયો..હર્ષાશ્રુ થી બધાની નજરો એને તાંકી રહી હતી...રાહુલ નો હાથ ક્ષમા ના ગાલે સરતા આંસુ લૂંછી રહ્યો હતો...ને ક્ષમા તેને ભેટી ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી હતી...!! મનની મૂંઝવણ -ઝંઝાવાત જેવા વિચારો ને શાતા મળી ગઈ હોય તેમ બીજા દિવસે તો બધુ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું ..!! સાચી લાગણી -ભાવ ની કિંમત ભગવાન જાણે છે ....મનુષ્ય પણ અનુભવે છે...કોઈ આપણ ને ઉપર છલ્લુ કે સાચા દિલ થી આગમન આપે છે તે સમજાઈ જાય છે તો આ તો ભગવાન છે ત્યાં તો ભાવનાની ને લાગણી ની ને લગન જ કામ આવે છે ! એક મા ની કરૂણતા બીજી મા જ ઉકેલી શકે છે. રાહુલ ની બર્થ-ડે પણ ખૂબ સરસ રીતે ક્ષમાએ ઉજવી ને બીજી વાર રાત્રે પ્લોટ ના ગ્રાઉન્ડ માં ગરબા રમતા પેહલા..માતાજી ની સામે કેક નો પ્રસાદ ...ને ફળ મૂકાયા...ક્ષમા એ માતાજી ને ચુંદડી ઓઢાડી ખોળો પાથરી ફરી આજીજી કરી...રાખજે સલામત અમારું પરિવાર !! બધા બાળકો ભેગા થઈ ને સહિયારું બોલ્યા,હેપ્પી બર્થ-ડે ટુ યુ ...હેપ્પી બર્થ-ડે ટુ યુ..હેપ્પી બર્થ-ડે ટુ ડીયર રાહુલ ..હેપ્પી બર્થ-ડે ટુ યુ !! રાહુલ ની ખુશી નો પાર ન્હોતો ...આજે કોઈ રંજ-શંકા કે સંશય મનમાં ન્હોતો...ચોકલેટ કેક ખાઈ ને ઘર તરફ બધા પાછા ફર્યા...બસ આમ હવે દર વર્ષે પ્રથા થઈ ગઈ...!! રાહુલ ની હેપ્પી બર્થ-ડે નો તેહવાર બધા સાથે ઉજવાય છે...માતાજી ના ને મમ્મી ના આશિષ સાથે !! આમ બીજા ચારેક વર્ષ પસાર થયા ને આ વખતે તો પાયલ ને તેની બહેનપણી સંગીતા સાથે આવેલા...સમર માં પૂરા અઠવાડિયા માટે આવેલા તો બધાને ખૂબ મજા પડી બધા યુવાવસ્થામાં આવી ગયેલા...માસુમિયત ના બદલે મેચ્યોરેટી તરવરી રહી હતી...હસરતે દિદાર સંગીતા કા દેખકે જનાબ રાહુલ કી હાલત બૂરી હો ગઈ થી...ગોળ ગોળ લખોટી જેવી તેની આંખો ને વાચાળ સંગીતા બધાને વ્હાલી લાગે તેવી તો હતી..જ !! ને ઉપરથી ઝીણી ઝીણી ફૂંટેલી મૂંછો ને ખેંચી ટીખળી કરતી પાયલ સાથે તો ક્ષમા પણ મોટે થી હસી પડી...અરે, મારા રાહુલ ને હેરાન ના કરો ...શરમ નો માર્યો છોભીલો પડી ગયેલો...રાહુલ મનમાં તો ખુશ હતો...ખબર નહીં કેમ પણ આજે પોતાના ધબકાર પોતે જ સાંભળી રહ્યો હતો...!! ---રેખા શુક્લ (February)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો