મૂંગા મૂંગા શીલા ઉભા થઈ ગયા નામ તો શીલા જ પણ ધણા શીલુ કેહતા..દિકરી મોનીકા દિકરો મયંક અને શ્રીમાન એમ. જે. શર્મા....બધા ના શર્માજી...! ડો. કુમાર ઘરના સૌથી જુના શુભચિંતક અને ફેમીલી ડોક્ટર. અને રાઘવ તેની મા જીવીબેન અને પિતા રાજીવભાઈ...ઘરના જેવા..પણ રાઘવ ત્યાં જ રહે ને ઘરનું બધું કામ કરે...નાનપણ થી..પણ જીવીબેન ને રાજીવભાઇ જ્યારે જરૂર હોય તો શીલા શેઠાણી ને ત્યાં હાજર થઈ જતા...ન પૈસા ની માંગણી કે સમયનો અભાવ રાખતા...ને કામે બધા ચોખ્ખા...!પણ શીલા વળતર સાથે બધું સાટુ વાળી પણ દેતા જ.
રંગ રોગાન કરવા વાળો ઘરની સાફસૂફી કરી રંગી જતો દર દિવાળીએ...રાધવ-જીવી ને રાજીવ ખુબ સરસ નાસ્તા બનાવી જતા..જાતજાતના નાસ્તા ઘરમાં થતા...ફરસી પૂરી-સુંવાળી-ચવાણું-ચેવડો-મોહનથાળ-બુંદીના લાડુ-નાના ને સુંદર કાંગરી વાળા ઘુઘરા-ફૂલવડી-ભાખરવડી ને સકરપારા..બધું ભરીને ડબ્બામાં સુંદર રીતે ગોઠવાઈ જતું અને ઘરના મેહમાનો માટે ગરમાગરમ રસોઈ થતી ને રાઘવ કાયમ દોડમ્ દોડ કરતો જ દેખાતો ...પરાણે બેસીને જમાડતા ત્યારે જમતો..મોનીકા ને મયંક તો કદી તેની નજરથી દૂર ન્હોતા..ખુબ ધ્યાન રાખતા.
દર શિયાળે કચરીયું મેથીપાક ગુંદરપાક વગેરે વસાણું પણ બનાવાતું ને મોઢું બગાડીને જીવી ખાતી એને કડવું ન્હોતું ભાવતું પણ શેઠાણી કાયમ કેહતા કે મા ને દાઝે તે જ કડવું આપે..ધડુશી નેખાવ ને દોડી ને કામ કરો બસ...રાજીવભાઈ પણ માળી તરીકે વગર પગારે ફૂલો ઉગાડે..પાણી પાય..ને દર મહિને જીવીને સાડલા સાથે શેઠાણીબા પૈસા આપી જ દેતા..જીવીનું ઘર તો શેઠાણીબાની કૄપાથી ભરેલું રહેતું...બધા ખુબ ખુશ હતા.
શર્માજી થોડા કડક સ્વભાવના અને ચીકણા..બધી બાબતમાં કાંઇક ને કાંઇક વાંધો કાઢતા...આમ કેમ? તેમ કેમ? ને બધે નજર રાખતા..વસ્તુ જરાક આધી-પાછી થઈ હોય તો તેમને ખબર પડી જતી ને ગુસ્સે થતા..મૂંગા મૂંગા શીલા બધાની રાવ સાંભળે..એમને ખબર હતી કે કંઈ પણ બોલશે તો બળતામાં ઘી હોમાશે...એમને ખબર હતી કે શર્માજી કેવા સ્વભાવના થઈ ગયા હતા.પહેલા આવા ન્હોતા..પહેલા તો ખૂબ રંગીન-રોમેન્ટિક સ્વભાવના હતા...જ્યારથી ધંધાના કારોબારમાં તેજી આવી ત્યારથી તે સાવ બદલાઈ ગયેલા.
બાટીક કામમાં ને પૉટરી વર્કમાં ખુબ ઇન્ટરેસ્ટ મેનકા ને હતો...નવી નવી અનેરી ડીઝાઈન કરતી..યુનીક વેઝીઝ ને કલાડી (તાવડી) જોઈને બધા ખુશ થતા..ભઠ્ઠામાં તપાય તે પહેલા રંગીન ડીઝાઇન કરતી જેથી પેઈન્ટ કરેલી ડીઝાઈન વાળી ડેકોરેટીવ તાવડી ને ફ્લાવર વેઝીસ તૈયાર થઈ ને જ નીકળતા. જ્યારે મયંક ને પહેલે થી લેગોઝ ગમતા...રમતા રમતા ૩ડી પઝલ કરવી ગમતી તેથી તે તેમાં મશગુલ રેહતો...શીલાને વાંચનનો શોખ...જ્યારે જુઓ ત્યારે રોમેન્ટીક નોવેલ વાંચવાની ટેવ હતી..ને કંઈને કંઇ ટપકાવતી રહેતી. પાડોશી ના બચુભાઈને આખી સોસાઈટીના માણસોની ગાસપ કરતી ગમતી...જ્યારે ને ત્યારે ટપકી પડતા ને જાણેલી માહિતી એકબીજાની કહી જતા...શીલા એમને સાંભળી લેતી બાકી કોઈની વાત કોઈને ના કહેતી..વાર્તાનો મસાલો ડાયરીમાં સાહિત્યના પ્રકારો તરીકે યુઝ કરતી.નાની નાની સ્ટોરી લખતી. ને કવિતા હમેંશ છંદમા લખતી.બચુભાઈ પણ બબુબેનને લઈને જ આવતા.
તેથી ત્રણે જણાને જ્યારે જુઓ સાથે તો કોઈ ન માને કે પાડોશી હશે...શીલા નો સ્વભાવ જ એવો હતો બધા સાથે હળી મળી જતી હતી.મયંકને મેનકા ને પ્રોત્સાહન દેતી રેહતી ને મજા કરતી આ બધામાં શર્માજી જ્યારે આવે ત્યારે બધા આઘા પાછા થઈ જતા..ને પોતપોતાના કામમાં બીઝી થઈ જતા..શીલા ફેશનમાં સિમ્પલ પણ એલીગંટ ને ક્લાસી લાગે બધાજ રંગમાં શોભી ઉઠે..મોતી સિવાય કાંઈ ન પેહરતા. લાંબા એક ચોટલામાં કાયમ જોવા મળતા. સાડી સિવાય પંજાબી ને નાઈટગાઉન પણ પહેરતા..સીધા સાદા પણ અપટુડેટ લાગે..
દરરોજ સવારના જુંઈની માળા બનાવતા...બધા ભગવાન માટે...મંદિરનો રૂમ સુગંધથી મહેંકી ઉઠતો..ગાદી તકિયામાં બિરાજેલ ગણપતી ને જુઓ તો તમારો દિવસસુધરી જતો...પીંક પિતાંબર ને પીંક ખેસ માં ગણેશજી બહુ વ્હાલા લાગતા.સંગીતા ને મળ્યા ત્યારથી મેનકા ચેંજ થઈ ગઈ હતી...હા, સંગીતાને એના પોતાના પ્રોબલેમ્સ હતા. એના ઘરમાં રોજ રોજ ના ઝગડાથી તંગ આવી ગયેલી.મારપીટ સહન થતી ન્હોતી. અને તે પણ કોઈ કારણ વગર..?? લાઈફ માં ઘણું બધું જોઈતું હોય તો પણ મળતું નથી...કાદવમાં પણ કમળ ખીલતું હોય છે...એક દિવસ સંગીતા ઘર છોડી ને આવી ગયેલી..પણ ત્યાર પછી મેનકાની લાઈફ બદલાઈ ગયેલી. જે થાય છે તે સારા માટે ...કદાચ શીલા ને નહીં પણ શર્માજી વાંધો ઉઠાવશે..તો..પણ માનવામાં ન આવે તેવું બન્યું .સંગીતા ભોળી છે તેના બ્રુઝિઝ જોઈને કઈ રીતે કહે પાછી જતી રહે ? સ્ટ્રીક્ટ હોવું પણ અવ્યુઝીવ નહીં તેવું માનતા શર્માજીએ પોતાની ફર્મ માં હ્યુમન રિસોર્સ ઓફિસમાં સાથે કામમાં લઈ જતા..જોબમાં એકાગ્રતા જોઈને બધા ખુબ ખુશ થતા..સાંજે સગી બેહનોની જેમ મેનકા ને સંગીતા વાતો કરી મજા લેતા.બંનેના મન ખુબ મળી ગયેલા..બંનેને ખુબ બનવા લાગેલું..સખી જ્યારથી સીસ્ટર થઈ ગઈ હતી...હા મેનકા હવે બદલાઈ ગઈ હતી. એમના શોપિંગ મેનીક્યોર-પેડીક્યોર ને બધુ રાબેતા મુજબ ચાલતું રહેતું. ને પાછા બંને પરફેક્નીશ્ટ પણ ખરા.
હવેલીના હિરજડિત હિંડોળે હોંશીલી હસીનાની હસ્તી હતી..હેતાળ હુંફાળા હાથ હાથમાં, હસ્તા હોઠોની હલચલ હતી...ગ્રેટ કોન્ફીડંસ સાથે હેલ્ધી કોમ્પીટીશન ચાલતી..ગ્રેસફૂલ ને હંબલ પણ.આગવી પ્રતિભા પ્રભાવશાળી વ્યક્તિત્વ નજરે તરી આવતું...શર્માજી ખુશ હતા..ને કેહ્તા..વ્હેન યુ ટચ યૌર સૉલ .….વ્હેન ક્રીએશન કમ્સાઆઉટ ફ્રોમ હાર્ટ... યુ ડુ બેસ્ટ...!..કીપ પ્રેકટીસીંગ-કીપ ઇમ્પ્રોવાઈઝ એન્ડ ઇટ વીલ બિકમ એસ નેચરલ એસ બ્રિધિંગ..ગ્રેટ ટીમ એફર્ટ...કહી એનકરેજ કરતા.ગગને ચાંદની મેહફિલમાં ગુફ્તગુ સિતારોની..ડાયરીના પેહલા પાને થી થયેલી શરૂઆત લખાતી રેહતી..બધીજ મનની વાતો ઉતારતા શીલાબેન ..એમાં આવી જ્તી બચુભાઈ ની બધી વાતો..ઘરની વાતો..પોતાના દિલની વાતો..બચુબેન ક્યારેક સાંભળે તો છણકો કરતાકેહતા મનેય શીખવાડતા નથી ભારે તમે તો...!!! શીલા હસી ને સામે હાંડવો ધરી બોલતી...જ્સ્ટ પ્રાસાનુપ્રાસ..મને આવડે બાકી તમને તો વખાણ કરવા ગમે છે.
રાઘવના આકસ્મિત કારણે જતા રહેવાથી એની મા જીવી પણ ખૂબ ટૂંક સમયમાં દુનિયા છોડી ને ચાલી ગઈ...છોકરીઓ-મયંક-ને શર્માજી પોતપોતાનામાં બીઝી હતા...શીલા એકલી પડી ગઈ હતી..ઘરમા જે કંઇ કરો કોઈ ના ન્હોતી...પણ હા કોઈનો સાથ પણ ન્હોતો....એવા એક્લા પડી ગયેલા કે બચુભાઈ-બબુબેન આવીને બેસે તો પણ નિરસતા છુપાય નહી...મૌન નો ભરડો હવે ક્યારે ખુલશે?
ખબર ન રહે થાકી ને બંને ઉઠી ને ચાલ્યા જાય તો પણ ખુરશીમાં શીલા બેઠા રહે...રાજીવ આવી બગીચાનું ધ્યાન રાખી જતા પૈસો આપે કે ન આપે તો પણ...અજનબીના અજાણ્યા જાણીતા સંબંધો જેમાં પૈસા ગૌણ ને લાગણી તથા રિસ્પેક્ટનુમ વધુ મહત્વ...આ તો જૂનો રિશ્તો...અમીરી-ગરીબી નો પણ સાચો રિશ્તો..
અત્યારના જમાનાથી પર એવો પ્રભુનો રિશ્તો.બંને મૂંગા મૂંગા એકબીજાને સમજી જતા.. બાકી તો ઘરમા પણ કોઈને પડી નહોતી..હવે એમની ડાયરીના પાના કોરા રહે છે..કાંઇજ લખતા નથી અને એમાંય બંને બહેનો
મુવ થઈ ગયા પછી શર્માજી ને હાર્ટએટેક આવતા શીલા સાવ એક્લા...એક્લા ખૂણામાં ચેર મા બેઠા હોય..જોઈને દયા આવે પથ્થર થઈ ગયા જાણે...જ્યાં સુધી વ્યક્તિને પ્રેમ લાગણી મળ્યા કરે જરૂરિયાત જેવું લાગતુ રહે ત્યાં સુધી જીવ જીવ્યા કરે છે બાકી ચાલતી ફરતી લાશ તો રોજ જોવા મળે જ છે. યંત્રની જેમ ખોંખોં કરતું શરીર લંબાવે રાખે વધારાના શ્વાસો..!!!! આમાં હરિએ હરી લીધા શર્માજીને પણ..ક્યારે અંધારુ થયું ને ક્યારે રાત પડી પણ ગઈ...??? એક જીવ બહારે બગીચે તડપે ને બીજો જીવ ઘરમાં તરફડે..!! એક સુકુ લાકડું તો બીજું શીલા-પથ્થર બની ગયેલું..એક સાથે ઘરના કેટલાય અરીસાઓ ગરીબ બની ગયા...છે..!! આકાર પામવા મથતા રહે શબ્દના સહારે હ્રદયના ભાવો...એમની કલમ ને કુતૂહુલતા થી વાંચતો મયંક બારીમાં એમની બાજુમાં બેઠો.
ભાવો ની અદભૂત ગૂંથણી કાવ્ય પ્રસાદી લાગે છે...જાણે કે ડાયરી ન્હોતી દિપશિખા પ્રજવળી છે...એને "વેબસાઈટ" બનાવી દેવા નક્કી કર્યુ....ઉપમા એને શું આપું..! શબ્દોની ફાવટ એમની
સર્જન શક્તિ ની ક્ષમતાનો અને બહોળા શબ્દ ભંડાર નો પરિચય કરાવે છે ...મુર્તિ સમાન 'મા' ના ચરણસ્પર્શ કરતાં તે ગદગદિત થઈ ગયો.
~~~વેદનાની ખુશી જોઈ એકલતાનો શોર
યાદોના વીણ છીપલાં તરંગની પાંખે જોર
....રેખા શુક્લ ૦૨/૦૮/૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો