મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2016

લવ બર્ડ્ઝ ઉભરાયા એરપોર્ટ ના ચબુતરે


લવ બર્ડ્ઝ ઉભરાયા એરપોર્ટ ના ચબુતરે

આજે પણ અમારે સ્નો પડ્યો એમાં નવુ કંઈ ના કેહવાય કેમ કે વિન્ડી સીટી શિકાગો માં ઠંડી ને સ્નો તો શિયાળો . તો પણ વાર તેહવાર માટે મળવા જનારા ને આવનારા તો સૌથી વધુ ક્રિસમસ પર વેલેન્ટાઈન ડે પર એરપોર્ટ પર મળો તો સમજાય કે પ્રેમ જીવીત છે શિયાળો જીવે છે ને પંખીડા હજુય એક બીજા માટે તરફડે છે. ચાતક પક્ષી ની જેમ રાહ જોવાય. પોતાની ફ્લાઈટ ક્યારે ઉપડશે તેની રાહ જોતી સૂરભિ ને ખૂણા માં કાન માં ભુંગળા નાખેલી જોઈ હું જરા પાસે ગઈ ને તેની પાસે બેસી ગઈ. તે તેના ફોન માં આમતેમ મેઈલ ફેસબુક મેસેજ માં ને મ્યુઝિક સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી ..મેં ચાલુ કર્યુ બોલવાનું ખબર પડી કે હ્યુસ્ટન પાછી જઈ રહી હતી..રાસ-ગરબા ના ગ્રુપ માંથી છૂટી પડેલી એક્લી અટૂલી બેઠી હતી કેમકે તેની ફ્લાઈટ મોડી જતી હતી ને તેના ગ્રુપવાળા ની બધાની ફ્લાઈટ ઉપડી રહી હતી ક્લાક માં. બધાથી અલગ થતા મેં તેને જોઈ તેથી તેની સાથે વાત કરવાની

હિમંત કરી ને સૂરભિ પણ વાતો કરવા લાગી તે ફાર્મસી નું ભણે છે ને તેને બીજી બે બેહનો પણ છે વગેરે વગેરે. પચી ગયુ તેનું લંચ પણ ને તો પણ તેની ફ્લાઈટ ને હજુ વાર હતી.પાછા જોક્સ ને વાતોએ વળગ્યા અમે. ફોન રિચાર્જ કરવા મૂકતા હતા બધા તો મારે પણ મૂકવો પડે તેમ હતો પણ ક્યાંય જગ્યા ખાલી નહોતી મળતી માંડ માંડ એક જગ્યા મળી ગઈ આખરે તો ધીમે ધીમે માંડ માંડ ૩૦% બેટરી ચાર્જ થઈ. કઈ ફ્લાઈટ ક્યારે આવશે ? કેન્સલ થઈ કે ડીલે થઈ તે બધું બધા જુવે ત્યારે બધા ના હાવભાવ જોવા જેવા થતા હતા.કોઈ હતાશ થતુ, કોઈ ગુસ્સે થતું તો વળી કોઈ ફ્રસ્ટેટ થતું ..!! આમ ને આમ ફૂડ કોર્ટ માં વકરો વધતો રહ્યો ખૂણામાં ચૂપચાપ છાપા વાંચતા ને ટી.વી સામે ગ્લેર કરતા પણ જોયા.

એક કપલ આવ્યું કે જે શિકાગો પાછુ જઈ રહ્યું હતું તેના હાથમાં મહિના ની બેબી જોઈ. ગોળ ગોળ લખોટી જેવી આંખો સિલિંગ ની લાઈટ માં ટિમટિમાતી હતી. તેણીના કાન પણ વિંધાવેલા હતા..ચીસો પાડી ને જાણે બોલવાનો ટ્રાય કરતી હતી. તેને તેડી ને તેના પપ્પા ફરે તે ગમતું જો જરાક વાર પણ બેસે તો ચીસો પાછી ચાલુ...તેને માણસો ગમતા હતા. થોડી વારમાં સૂરભિ ની ફ્લાઈટ આવી ને અમે છૂટા પડ્યા. બીજી બાજુ ચારેક યંગ છોકરાંઓ બેઠા હતા ફેસ ફિચર્સ થી તેઓ ચાઈનીઝ લાગ્યા...પણ તેમની સાથે એક અમેરિકન પણ છોકરો હતો કે જે એક જાડીયા ચાઇનીઝ ની લગોલગ બેઠેલો..લાગ્યું કે તે બંને મિત્રો થી વધુ હશે. અમેરિકન તેને ખબર નહીં શું કેહતો હશે જાડીયા થી રહેવાતુ ન્હોતું તે ખૂબ હસ્તો હતો ને દૂરથી તેને ખબર હતી પણ તેને હસતા જોઈને મને પણ હસવુ આવી જતું તેના હાવભાવ જોઈને. બીજો કોઈ મોટુ ટેડીબેર લઈને ફરતો હતો ને વિચારતો હતો કે પોતે એકલો છે તો વોશરૂમ માં કેવી રીતે જશે ? બાજુમાં બેઠેલા ને સાચવવાની ભલામણ કરી ને જતા જોયો. ફૂડ કોર્ટ માં લાઈનો ઉભરાયેલી તેમ વોશરૂમ મા પણ મોટી મોટી લાઈન જોઈ. ચશ્માં માંથી તાકતા એક અમેરિકન ને એક આફ્રિકન અમેરિન એક્બીજા સાથે વાતો માં મશગુલ હતા. કોઈ એરિઝોના તો કોઈ ડેનવર જઈ રહ્યું હતું. ને બધા અહીં મૂંઝાતા,હસતા, ટાઈમપાસ કરતા નજરે પડ્યા. મિનિટો ની મુલાકાત ભારે પડી શિયાળા ને સ્નો ને લીધે ફ્રોઝન એરક્રાફ્ટ થયેલા જોયા. સાડા દસ ના નિકળેલા અમે ૧૨ ની ફ્લાઈટ તો મિસ કરેલી કેમ કે આટલી બધી મોટી લાઈન નો તો વિચાર પણ ન્હોતો આવેલ. લાસ્ટ કોલ માટે તેઓ અમને બોલાવી રહ્યા હતા પણ અમે તો ખુબ દૂર હતા. તો અમારી જગ્યા બીજા ને આપી દીધી. તે પછી ની ફ્લાઈટ ફૂલ હતી. ને તે પછી ની ફ્લાઈટ ડીલેઈડ થયેલી આમ આખરે અમને નવ ની ફ્લાઈટ માં જગ્યા મળી ગઈ ને અમે મિડનાઈટ ના ઘરે પહોંચ્યા. ગિચોગીચ એરપોર્ટ નો ચબુતરો જોયો ઘણું જોયું ને જાણ્યું ને માણ્યું. આવું ના થયું હોત તો શું કોઈ દિવસ આટલા કલાક એરપોર્ટ પર રહી શકવાના હતા ? પેલો વેન્ડરવાળો અમને જોઈ ગયેલો તો તે વાત કરવા આવેલ કે સીક્યુરીટી માંથી બહાર નીકળી ગરમ ફૂડ પણ મળશે બાકી સેન્ડવીચ સિવાય અહીં કંઈ નહીં મળે. મને તો આમેય ફૂડ કરતા માણસો માં ઇન્ટરેસ્ટ હતો. એન્ગ્રી, એન્ક્શીયસ, ફ્રસ્ટ્રેટેડ, ડીપ્રેસ, ટારર્ડ, સ્લીપી, થર્સ્ટી, હંગ્રી પીપલ્સ નો મેળો ઉભરાયેલો હતો ને નિરીક્ષણ કરતા એક્બીજા થી અલગ એકબીજામાં મશગુલ જોઈ ને હું બેઠી હતી મારા પગ ક્યારે લાંબા કરીશ તેની રાહમાં.

----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો