શિકાગો માં ઠંડી પડશે જલ્દી ત્યારે બતકા બધા સાઉથ તરફ ઉડતા જોશો...ખિસકોલી વિન્ટર ની સ્ટોરેજ વધારવા દોડાદોડી કરતી જોશો...રંગ બદલતા નગ્ન થાતા સૂકી ડાળ ના વૄક્ષો જોશો..
થર્મલ પેહરો પેન્ટ પેહરો...ટોપ પર સ્વેટર ને ઉપર ચડાવો કોટ...માથે ટોપી, ગળે મફલર હાથે ગ્લવ્ઝ જોશો....તો પણ દાઢી ધ્રુજે તો એ નોર્મલ જોશો...આમાં એક પ્રેગનેન્ટ ખિસકોલી રસ્તો
ક્રોસ કરી રહી હતી, બ્રેક મારી ના હોત તો ? જવા દીધી...ઉભી રહી ઉંચી થઈને પાછું વળીને જોઈને એ તો ભાગી...એને પણ ટાઢ વાઈ કે ભાગી..!! ઘાયલ કી ગત ઘાયલ જાને ઔર ન જાને
કોઈ..! આજ ઓગણીસ ને કાલે દસ ડીગ્રી ટેમ્પ્રેચર...આમાં ગાડી ચાલી ધીમે ધીમે...ને જો અટકી તો અટકી જોશો...કોણ રહે ઉભું..કોણ ઠરે ઉભું ? અહીં તો ટાઢી ટાઢી મુખથી વરાળ જોશો.
દાંત કકળે જોઈને એમાં તોય આઈસ્ક્રીમ ખાતા કો'ક જોશો...છે શિકાગો ગામ ના હવે ટાઢા ટબુક્લાં અમને જોશો.
----રેખા શુક્લ ૧૧/૧૭/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો