શુક્રવાર, 21 નવેમ્બર, 2014

છેડછાડ કરે બરફ ...કાટા હૈં સમય

કબ્જો કરે બરફ. ટુ લેન ને વન વે કરે બરફ
આ ટાઢી સફર મા બરફ. છેડછાડ કરે બરફ 
-----રેખા શુક્લ

ચાંદ કે સંગ બીતેગા યું  સમય
પરિંદા ઉડે લગે કાટા હૈં સમય
---રેખા શુક્લ

મંગળવાર, 18 નવેમ્બર, 2014

લાવો....રસિયા

વરસતી ચાંદનીને ઝીલવા માટે ફૂલના કટોરા લાવો. 
મારી વેણીનાં ફૂલ કરમાય રે, સૂરજ તમે ધીમા તપો
-----રેખા શુક્લ

મદભર્યા વાયરા માં ઝુલે રે ઝુલાવ બાલમ રસિયા 
તરસી આંખે ધરું આડો કર રે સુલાવ બાલમ રસિયા
----રેખા શુક્લ

બિછાવી શ્રધ્ધા હૈયામાં પોઢાડ પ્રભુ ને શૈયામાં
શરારતી દિલ હૈ પાગલ મોહિત મોરા હૈયા માં
----રેખા શુક્લ

નથી

વર્તુળ છૂટતું નથી શ્વાસ ને મૂકતું નથી
સૂકું પર્ણ થવાં છંતા કેમેય ખરતું નથી
ઠંડીમાં ઠરી જખ્મી ધ્રુજતું ખિલતું નથી
પાણીમાં વસતુ પ્રતિબિંબ સજતું નથી
-----રેખા શુક્લ

સોમવાર, 17 નવેમ્બર, 2014

ટાઢા ટબુક્લાં

શિકાગો માં ઠંડી પડશે જલ્દી ત્યારે બતકા બધા સાઉથ તરફ ઉડતા જોશો...ખિસકોલી વિન્ટર ની સ્ટોરેજ વધારવા દોડાદોડી કરતી જોશો...રંગ બદલતા નગ્ન થાતા સૂકી ડાળ ના વૄક્ષો જોશો..
થર્મલ પેહરો પેન્ટ પેહરો...ટોપ પર સ્વેટર ને ઉપર ચડાવો કોટ...માથે ટોપી, ગળે મફલર હાથે ગ્લવ્ઝ જોશો....તો પણ દાઢી ધ્રુજે તો એ નોર્મલ જોશો...આમાં એક પ્રેગનેન્ટ ખિસકોલી રસ્તો
ક્રોસ કરી રહી હતી, બ્રેક મારી ના હોત તો ? જવા દીધી...ઉભી રહી ઉંચી થઈને પાછું વળીને જોઈને એ તો ભાગી...એને પણ ટાઢ વાઈ કે ભાગી..!! ઘાયલ કી ગત ઘાયલ જાને ઔર ન જાને
કોઈ..! આજ ઓગણીસ ને કાલે દસ ડીગ્રી ટેમ્પ્રેચર...આમાં ગાડી ચાલી ધીમે ધીમે...ને જો અટકી તો અટકી જોશો...કોણ રહે ઉભું..કોણ ઠરે ઉભું ? અહીં તો ટાઢી ટાઢી મુખથી વરાળ જોશો.
દાંત કકળે જોઈને એમાં તોય આઈસ્ક્રીમ ખાતા કો'ક જોશો...છે શિકાગો ગામ ના હવે ટાઢા ટબુક્લાં અમને જોશો.
----રેખા શુક્લ ૧૧/૧૭/૧૪

રવિવાર, 16 નવેમ્બર, 2014

चूप करवा दे

दूध पिलाके चूप करवा दे मा
रोता बिखलता केहता मुजे रोना है
टीचर करवाता चूप क्लास मे

जब वो बहार खेलना चाहता
जिम्मेदारी चूप करवाती
कांधे पे 'पापा ' उठाता

बच्चा रो रहा है चूप भी करो
चिल्लाना अब बंध करो
बीबी केहती शोहर केहता 

बच्चा दोनो को चूप करवाता
गझल उसकी चिखती के मै कुच केहना चाहता
शायराना रो पडती शब्द उसे प्यार करता

मोरफिन दे के डोकटर चूप करवाता
पैदा होने पे मिठा कोई क्यु फिर बांटता ?
कोई हसता और बधाई क्यु फिर देता है ?

जब चिख बन जाये शिकायत तो तोहिन क्यु करते हो?
आसान नहीं रोज रोज का मरना तो जीना क्युं केहते हो?
-----रेखा शुक्ला

अजीब दास्तान

अजीब दास्तान

थपाक थपाक थपकिया 
बाजु के कमरे से सुनाई देती

फिर भी चारो और से भीड लगती
दरबाजे के बहार जब वो निकलती

ऐक चांद को घूर्रे बादल, बाल वो बिखेरती
साजन उस्का मुंछी वाला था पुलिस अफ्सर

भीड उस्से डरती रेहती, वो बोतल थी नशीली
हर रोज महेंकती, चिखके हंसती रेहती

तडपाती तरसाती, बलखाती बिखरती
अदा उसकी जालिम ,जाम नशीले भरा करती

ये माशुका मरती नही तो काफिंला ये मेहफिल न होती
बिखल बिखल कर रो रहा था अफसर उसका; पिघल गया था

अजनबी ने दिया जब कांधा 'महोतरमा' पे रो रहा था
होती है ऐसी,  बनती रेहती है कभी अजीब दास्तान बेहती !!
-----रेखा शुक्ला

શુક્રવાર, 14 નવેમ્બર, 2014

ઓન ધ બીટ્સ ....ઓફ ધ બીટ્સ

ઓન ધ બીટ્સ પ્રાર્થના હોય
ઓફ ધ બીટ્સ વાર્તા હોય
કૄષ્ણમય સાંજમાં સજતી હોય
પ્રત્યેક લાઈન જીવંત હોય 
વાત વિનાની વાતો હોય 
નાત વિનાના નાતા હોય 
રાધા રૂમઝૂમ સજતી હોય

પ્રત્યેક લાઈન ગમતી હોય
ભલે ને કાન કાળો હોય
એક રાધા નો વ્હાલો હોય
જીવતા હકાર માં હોય 
નજીકમા લાવતી  હોય
પ્રત્યેક લાઈન ઠાવકી હોય
શબ્દ ચુમતી ખાસ  હોય
-----રેખા શુક્લ