મંગળવાર, 16 જૂન, 2020

કોરોના મૄત્યુ નો ફરિશ્તો- રેખા શુક્લ

કોરોના મૄત્યુ નો ફરિશ્તો- રેખા શુક્લ
"આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"
મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર હોય કે ના હોય પણ અમે તો તેમના ઘરે બધા કરતા વહેલા. અરે પણ મુવીની ટીકિટ આવી ગઈ હોય તો પણ બે કલાક વહેલા પહોંચવાનું ??? મને એમ થયું કે કોલેજ પતી ગઈ છે તો આ વખતે તેમની સાથે એક વીક રહીશ. વેકેશન છે મજા આવશે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. પણ ૪ વાગ્યામાં ડીનર કઈ રીતે મને ફાવે યાર... ?? હદ કરે છે મારા પપ્પા. આમ બેસ, તેમ કર ..અરે હું કોલેજ ગ્રેજ્યુએટ થયેલ યંગ મેન છું શું મને ના ખબર પડે શું કરવું ને શું નહીં ? ...તું તારે હસ...તને હસવું આવે છે ને !! નેક્ષ્ટ ટાઈમ આઇ એમ ગોઇંગ ફોર ઓનલી ૩ ડેઇઝ. હી વીલ નેવર ચેંજ."

અમારી મિત્રતામાં કદી ડહોળ કે ભેળસેળ ન્હોતી તેથી જ આટલા વર્ષો અમે મિત્ર બની રહ્યા છીએ,એક બીજા ની રગેરગ ની ખબર છે. હા, એના મોટા ભાઈ ને સાચવવો ઘણો અઘરો હતો. તેથી અવારનવાર તે મારા ઘરે અથવા લાઇબ્રેરી માં મળતો. તેનો મોટોભાઈ ફીઝીકલી ચેલેંજ હતો. યસ હેન્ડીકેપ હતો. ને ઉપરથી તેને નાનો ભાઈ પણ હતો. નાનો ન્યુયોર્ક માં ઘૂમ કમાણી કરે છે એક પણ કોલેજ ફી ના દેવા કર્યા વગર. જ્યારે મોટા ભાઈ ને લીધે તેના મમ્મી - પપ્પા ફૂલ ટાઈમ જોબ કરે તેથી બ્રેન્ડન જ હાથમાં આવી જતો. પપ્પા ફીલીપાઇન્સ થી માસ્ટર કરીને યુએસ માં આવેલા તેથી સરસ સીક્સ ફીગર ની જોબ મળી હતી. ને મમ્મી પણ યુનિવર્સિટીમાં એકાઉન્ટંટ હતા. બધા જ બેનીફિટ્સ, ૪૦૧.કે ઇન્સ્યોરંસ ને પેઈડ રજા ફોર વેકેશન્સ ... ચાલો
આમા અમારી મિત્રતા પાકી થતી ચાલી.. પણ અચાનક એની મોમ ને કેન્સર થયું ને શી પાસ્ડ અવે..!! બીટ્વીન ધેટ ફાઉન્ડ આઉટ કે ડેડી ડિસાઈડેડ ટુ રી-મેરી ...માંડ માંડ સમજાવ્યો.. કે બીટવીન ઓલ મેન્સ હી નીડ્ઝ વુમન ટુ કેરી હાઉસ હોલ્ડ રનીંગ..!! મીસ્ટર પાર્ક ગોટ મેરી અગેઇન ફીલિપાઇન્સ ગર્લ સાથે હુ ટુક હીમ ફોર રાઈડ ઓફ હીઝ લાઇફ... મીસીસ નો લોસ ૬ વીકમાં રીપ્લેસ કરેલો..પણ માત્ર ૧૬ વીક્સ માં તો ડીવોર્સ વીથ ન્યુ વન... !!
અચાનક બોલ્યોઃ " યુ નો આઈ વોઝ ડાઇવીંગ ને પપ્પા ફેલ્ટ અનઈઝી...આઈ પુલ્ડ ઓન સાઈડ, હી વોઝ આઉટ ઓફ બ્રેથ સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ ઇમરજન્સી"
"ઇઝ હી ઓકે ?" હું બોલ્યો, મારી તત્પરતા નો અંત લાવવા તેણે કહ્યુંઃ " ના,  આફટર સમ સી.ટી. સ્કેન બ્રેઈન ટ્યુમર..આઈ હોપ હી ગેટ્સ બેટર સુન "
એલ. એ આવ્યા પછી બ્રેન્ડન ની વાત મોમ ને કરતા કરતા ઢીલો થઈ ગયો... મોમ સેઈડ ડઝ હી હેવ ગર્લ-ફ્રેન્ડ?? " નો મોમ એન્ડ હી ડઝન્ટ વોન્ટ ઇધર... ્નીધર વોન્ટ ટુ ગેટ મેરી નોર ટુ એવર હેવ કીડ્ઝ !!" સેડ યંગ બોય ની વાત સાંભળી ને શેર કર્યા વગર ના રહી શકી. કરૂણતામાં પણ કોમેડી કરતા બ્રેન્ડન ની કરૂણતા છૂપી ના રહી શકી.આજે એનો ફોન આવ્યો ભાઈ ઇઝ ગેટિંગ સીક, આઇ થીંક !!  કંઈક તો કહે છે

બંધ પડી બારી દરવાજા કંઈક તો કહે છે
સડકો પર પ્રસર્યો સન્નાટો કંઇક તો કહે છે

બંધ સિનેમા મોલ દુકાનો, ઉભી રેલ-બસો
શોરૂમો પર લટક્યા તાળા, કંઇક તો કહે છે

બહુ દિવસોની તરસી જે તરસ બુઝાવતી'તી
સૂકી નદીયો સૂના કિનારા કંઈક તો કહે છે

મળે ભલે એમને આશ્વાસન લાખ સરંક્ષણનું
ચિન્હો ગુંગળાય ગભરાટી કંઇક તો કહે છે

સૂરજ ચંદ્ર દંતકથાના બેશક બન્યા કિસ્સા
સાચા અંધારી રાત ના તારા કંઇક તો કહે છે
---- રેખા શુક્લ

ઉધરસ ને શરદી સખત છે ને હોસ્પીટલ જવા તૈયાર જ નથી. પણ એમનું કોણ ધ્યાન રાખી શકે ? ધરેથી તો ધરેથી પણ જોબ તો કરવી જ પડે છે. કોરોના હશે તો ?? એટલીસ્ટ ટેસ્ટ કરવા લઈ જ જઈશ. શોશિયલ ડિસ્ટન્સ ને લીધે હું ગીલ્ટી ફીલ કરું છું પણ ના છૂટકે આ જ કરવું પડશે. આ લોકડાઉન તો ખૂબ ચાલ્યું પણ કોરોના તો બધાને ભરખી જ રહ્યો છે. માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે,ના છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે,આવો પણ સમય આવશે નહોતી ખબર, માણસનેજ માણસનો ડર લાગશે નહોતી ખબર,
મોંધા માં મોંધા કપડાં કબાટમાં લટકાવી દેવામાં આવ્યાં,અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું .
કોરોના વાઇરસના માધ્યમથી ઇશ્વરનો સુંદર સંદેશ, તમે પ્રુથ્વી પરના મહેમાન છો માલિક નહીં.
કુદરતે આપેલી ભેટોને આપણે નુકશાન પહોચાડ્યું છે,આ કોરોના વાઇરસ એની છેલ્લી નોટિસ છે.
મંગળ પર જીવન વિકાસવાની વાતો કરતો હતો માણસ, આજે પૄથ્વી પર અસ્તિત્વ ટકાવવા જજૂમી રહ્યો છે.
અમુક નાસ્તિક લોકો મેણાં મારે છે કે ,હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે
ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી,જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઇ શકે છે
તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે,બસ વિશ્વાસ રાખજો.
આજે બધા મંદિરો બંધ છે કારણકે,બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં
સફેદ કોટ પહેરીને સેવામાં છે. ,કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા
ખાલી એજ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું.રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે
આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે,બસ સમયને સમયસર સાચવી લેજો
બીજું કંઇ પણ સાચવવાની જરૂર નહીં પડે,જે સમયે સમસ્યા એ જન્મ લીધો હોય છે,
એજ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે.શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી જ પડે,જીવનમાં કપરો સમય તો આવે જ છે
તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો
કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા ,પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખશું
એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી,કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે
જીભને સેનેટાઇઝ કરિને ક્વોરંટાઈન કરી દો,સબંધોમાં પ્રસરતો કોરાનો-વાઇરસ અટકી જશે
કોઈતો એવું સેનેટાઇઝર બનાવો કે,જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે
સમય સમયની વાત છે સાહેબ, પહેલા કહેતા કે  નેગેટિવ લોકોથી દૂર રહેવું
હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું, કોરાના એ લોકોને સમજાવ્યું કે,
આપણો દેશ અને આપણા ઘર જેવી ,સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી
જ્યારે પરિસ્થીતિ બદલવી અશક્ય હોય,ત્યારે મનની સ્થિતિ બદલી નાખો
નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો,નિર્ણય હમેશા કુદરતનો હોય છે જે દરેકને સ્વીકારવો જ પડે છે
સમય પણ ઘણો મજાનો છે સાહેબ, પહેલા મળતો નહોતો અને હવે જતો નથી
ક્યારેક પરિસ્થીતિ ને સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થીતિ તમારા પ્રયત્નો નહીં સમય માંગતી હોય
એક સેકન્ડનો પણ સમય ન્હોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે
કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા, થપ્પો દાવની રમત ચાલી રહી છે, દાવ કરોના નો છે
આપણે છુપાઇને રહીશું તો જીતી ગયા
અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું, ICUમાં રહેવા કરતાં ધરમાં રહેવું સારું
અને જિંદગીથી હાથ ધોવા કરતાં ,સાબુથી હાથ ધોવા સારા
જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું છોડી દીધું
સમય સમયની વાત છે સાહેબ,
ક્યારેક ઘરે પડ્યા રહેવાવાળાને ,નકામા કહેવામા આવતા
અને આજે ધરે પડ્યા રહેવા વાળાને સમજદાર કહેવામાં આવે છે. અમે હળદરવાળું દૂધ સાથે પીધું માસ્ક પહેરી તેને મદદ કરી કારમાં બેસાડી ગાડી ઇમરજન્સીમાં દાખલ કરી. પીડિતો ની સંખ્યા જોઈ હું દંગ. પણ ભાઈએ અચાનક કહ્યું હું સમજું છું તારી
ગડમથલ મને ખબર છે તું મારી સાથે જ છે મને પ્રેમ કરે છે ને મારી કેર કરે છે. જો હું પોઝિટીવ કોરોના કેસ હઈશ તો પણ અંતરથી ખુશ છું કે આપણે તો આટલા વર્ષ સાથે શાંતિથી રહ્યા.કેટલી બધી સમજ છે ને ભાઈને લોકો ફિઝીકલી ચેલેંજ માને છે !!.
--- રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો