શુક્રવાર, 11 મે, 2018

Hoy Che First CRUSH pappa !!




હેપ્પી ફાધર્સ ડે...!!
હોય છે પહેચાન બાળકની પપ્પા
થાવ મોટા તો 'રફીકી" છે પપ્પા 
દિકરીમાં પાંગરતો પ્રેમ છે પપ્પા
અવસર દિપાવા ખેંચાય રે પપ્પા
વિદાયવેળા હાથ જોડે  છે પપ્પા
વ્રજ જેવા કાળજે જાય કામે પપ્પા
કેમ કહું હવે ભૂલી ગયા રે પપ્પા
રેઢા મૂકી સ્વર્ગેથી આશિષ પપ્પા
---રેખા શુક્લ (શિકાગો )૨૦૧૮
Image may contain: 1 person, smiling, childImage may contain: one or more people and childImage may contain: 1 person, basketball court, shoes and indoorImage may contain: 2 people, including Nishita Desai, people smiling, textImage may contain: 2 people, people smiling, selfie and closeupImage may contain: 1 personImage may contain: one or more people, people standing, child and shoesImage may contain: 1 person, smilingImage may contain: outdoorImage may contain: 1 personImage may contain: one or more people, shoes and indoorImage may contain: 1 personImage may contain: 1 person, indoorImage may contain: 1 person, sittingImage may contain: one or more people

ગુરુવાર, 10 મે, 2018

સો વ્હાય સફર !!

સમયનું ચક્ર આગળ વધી રહ્યું છે રૂપા પાંચ ફીલ્મો સફળતાથી કરી ચુકી છે પ્રથમ સાથે જોડી જામી ચુકી છે.પાંચે ફીલ્મો હીટ રહી ભણતર પણ પુરુ કરી રહી હતી.લગ્નની જરુરિયાત જાણે રહી નહોતી.૧૮ વર્ષ પછી પરિ અને રૂપા જુદા ફ્લેટમાં રહેતા હતા..વડીલોનાં માર્ગદર્શનની જરૂર હવે હતી નહીં. પ્રિયંકા મેમ સમજાવવતા રહેતા પણ હજી શી ઉતાવળ છે વાળી દલીલ અને સંતાન હમણા કારકિર્દિ માટે જરુરી નથી વાળી વાતો ન્યુઝ મીડીયા ચલાવતું રહેતું.
છઠ્ઠી ફિલ્મમાં રૂપાને બોનસ મળ્યું હતું આખી ફીલ્મનું આઉટ્ડોર શૂટીંગ સાન એંટોનીયોમાં થવાનું હતું, પ્રથમ પણ બે ગીતોનાં ફિલ્માંકન માટે ત્યાં જ રહેવાનો હતો.કમનસીબે અક્ષર ને ચોથી સેમેસ્ટરમા ડેઝર્ટેશન તેજ સમયે હતું તેથી તે રૂપાની અનુકુળતાએ સમય આપી શકતો નહીં જ્યારે
આ વાતથી થતા ટેંશનો ખાળવા પરિની જવાબદારી વધતી હતી.અને એક વખત વાત વાતમાં પરિ બોલી ગઈ અક્ષર નથી ત્યારે હું છું ને અક્ષરનો રોલ બજાવવા અને આમે ય મને ગમે છે તારા પ્રિયતમનો રોલ બજાવવા....નવા શોઝ નવી મૂવીઝ નવા ટ્રેંડ કે નવી ફેશન ઓફ ટેઇલર સ્વીફ્ટ કે કીમ
કર્ડાશીયન ની ટ્વીટ્સ ફોલો કરતી આ બંને પાસે ગાસેપ ની ખાણ હોય એમની વાતો નિરંતર ચાલુ હોય ક્યારેક બીયર ક્યારેક સિગરેટ તો ક્યારેક મીની સ્કર્ટ માં બંને બાર માં ડાન્સ કરતી જુઓ તો નવાઈ ના પામશો. એમજ ચાલે છે આજકાલ બધે...ખાસમાં ખાસ બેસ્ટ ફેંડ એને જ કહેવાય છે.
ગાપચી મારી મળવાનું ના છોડે અને સાન એન્ટોનિયો ઇઝ સો બ્યુટીફુલ કે ત્યાં ની રીવર વોક પર મજા જ આવે. ફેમસ એલામો શ્રાઈન લાઇક ફોર્ટ- નેશનલ હિસ્ટોરિકલ પાર્ક ને જાપાનીઝ ગાર્ડનની મુલાકાત ક્યારે પ્રણય માં પલટાઈ ગઈ ..બોલ્ડ થોટ્સ ને બોલ્ડ એક્શન એનીથીંગ ઇઝ પોસિબલ...એન્ડ હેલ વીથ અક્ષર હી નેવર કેર, સો વ્હાય સફર !! આઇ એમ હીયર.. કહી પરિ એ રડતી રૂપા ને ચૂપ કરવા ટ્રાય કરી. અંધારા એ જાત ઉતરડી લો અજવાળાએ આળસ મરડી..!! રૂપા કંઈ  સમજે તે પહેલા તો અક્ષરનો ફોન આવ્યો અને રૂપા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
અક્ષર બોલ્યો :::

તરણે ટપક્યાં રૂદ્રાક્ષરના અશ્રુ આશરે,
રોપ્યા કર ને સ્મરણ ના છોડવા આશરે ....!
રોપ્યા કર ને સ્મરણ ના છોડવા આશરે ....!!

ફોનમાં પણ બાઝી પડી. પગલી ફિર કોઈ બૂરા સપના દેખા ક્યા ?પછી તો બીજા વીકે આપણે મળીએ કેટકેટલી વાતો કરવાની બાકી રહી જાય છે જયારે મળીએ ત્યારે આ વખતે તો બધી જ વાત કરીશું તેમ અક્ષર પાસે થી પ્રોમિસ લઈ રૂપાએ રિસિવર નીચે મૂક્યું. દરેક ને મળવાનો આનંદ થાય ને ગૂમાવાનો ડર ..કદાચ આ કેસ માં મારું પણ એમ જ હશે...શું તને કદીય મારા બાબતે આવા વિચારો આવે છે ખરા ? મળ્યા ત્યારે પાછો વાત નો દોર પકડાયો ને અમે વાતો માં ગરકાવ થઈ ગયા.દરેક સંબંધ ના નામ હોવા તે પણ જરુરી નથી.
ધરા ઉપર ચાંદની માં ન્હાઈ કોણ સૂતું છે લંબાઈ...?
વ્હાલ આવી પાંગતે નિરખે બેઠું સંતાઈ..!!
હા એજ દ્રશ્ય અગાશીએ છે ખાટલી ની સગાઈ.!
તું જ કહે ને તું જ વસે  સર્વમાં સર્વત્ર પ્રેમ થઈ !!

જોયો સાવ એકલો દરિયો..
અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં
જોયો સાવ એકલો દરિયો...
ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો
નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો...
સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં
લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લંઉ...
ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લંઉ...
મન ની આ પાર ને પેલે પાર..!
માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઉગે..
ને શબ્દ મારો બને પારસમણિ...
પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી...
આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ...
રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી...
તસ્વીરનું જ તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી...
-- -રેખા શુક્લ (શિકાગો)
કોરા કાગળ ની વચ્ચે લખાણ ગહન લખેલું કે વછૂટી કેટલીય યાદો એમાંથી જાણે ફૂંટી હોય મોગરાની વેલી.મને વળગી એક કળી સુગંધ એની શ્વાસમાં થઈ ભળી રાતો રાતો ચાંદ મલક્યો શું ..શરમાઈ ને એ ગયો સંતાઈ કે વાદળીના પાલવે ભૂલકું બની ગયો ચાંદલિયો ખોવાઈ. આમ એક અધુરું પાનુ ક્યારેક
પૂરું લખાશે ની અણસમજમાં પડ્યું છે બૂક શેલ્ફ ની અડોઅડ ડાયરી માં સંતાઈ ને.

“કોનો ફોન હતો?” પરિએ પુછ્યુ
“સાહ્યબાનોજ તો વળી”
“શું કહેતો હતો?”
“ પ્રથમની જેમ રડતો હતો.આજની વાતો આવતા અઠવાડીયા પર રાખતો હતો.. એને શું કહું હેત એના પર ઢોળાવા બેકરાર છે અને તે તેનાથી બીલકુલ જ બેખબર છે.”
“પણ હું તૈયાર છું ને તે વહાલને ઝિલવા.”
“ના બાબા ના. પછી પ્રથમ ક્યાં જશે ?”
થોડી ચુપકીદિ પછી તે બોલી.”આ મોટા થવાનું અને સમજણા થવાનું દુઃખ છે. પહેલા તે કહેતો તે બધું કરવાનું મને ગમતું હતું. હવે સમજણ જેમ જેમ આવે છે તેમ તેમ મારું કહ્યું પણ તે કરે તેવી વૃત્તિ જોર પકડે છે. મને “ટાઈમ પાસ” કહેલું તે સમજાય છે. અને હૈયામાં તિરાડ પડે છે. જો કે તે વાત તો હવે ભુલવી રહી તેવું સમજ પણ કહે છે.પણ હૈયામાં એવું તો થાય જ છે ત્યારે તે તો મને રમત રમવાની ઢીંગલી માનતો હતો ને? મારો પ્રેમ કેટલો શુધ્ધ અને
સાત્વિક છે..જ્યારે તે તો તકસાધુ હતોને?”
પરિ કહે “ મારો સગ્ગો ભાઇ છે પણ મને તે વખતે પણ નહોંતું ગમ્યુ અને આજે જ્યારે તે તારી સાથે સરસ રીતે વર્તે છે ત્યારે ક્યારેક તો તે શૂળ મને વાગી જતું.. જો આ સમજણ તને જે આજે ડંખે છે તે મને તે વખતે કેમ ડંખતી હતી તેનું કારણ મને હમણાં સમજાયું તે વખતે અને આજે પણ મેં મિત્ર કરતા પ્રેયસીનાં રૂપમાં તને વધુ જોઈ છે.. એ મારી છૂપી પ્યાસ તારો વીડીયો ઉતરતો હોય ત્યારે નીકળતી હતી”
રૂપા પરિ સામે જોઇ રહી. તેની નિર્ભિકતા અને પ્રેમની કબૂલાત ગમી ગઈ.જિગ્નુ હાઉસ કેફે માંથી બહાર નીકળી પરિએ રૂપા નો હાથ પકડી લીધો. સ્લો વોક માં પાર્કિંગલોટ તરફ જતાં બંને આંગળીઓની ઉષ્મા વચ્ચે પોતાના ધક ધક હ્રદયને સાંભળી રહ્યા. ઘટાદાર વૄક્ષ નીચે આવતાં જ પરિ એ રૂપા ને કમરથી પકડી પાસે ખેંચી.'આઈ વોન્ટ ટુ ગો ઈટ સમથીંગ ...હાઉ અબાઉટયુ ? આર યુ હંગ્રી ટુ ?' પરિ બોલી ને રૂપા ચૂપ ચાપ એને ઉપરથી નીચે જોતી રહી. એની આંખોમાં પણ તરસ હતી ભૂખ હતી...નમી તો હતી તે પડેલા ફૂલ ને લેવા પણ પરિ તેના ઉભરેલા વક્ષ ને તાંકવાનું ના ચૂકી ... રૂપા છોભીલી પડી પણ પછી આછું સ્મિત અપાઈ ગયું. પરિ એ તેને ઝાડ ના થડ નજીક ધકેલીને એના વક્ષ પર હાથ ફેરવતાં તેનાં રસીલા પીંક હોઠોને ચૂમી લીધા. રૂપા ને શું કરવું ના સૂઝ્યું પણ તેને પરિનું વર્તન ગમ્યું આ સ્વિકાર હતો કે પરિક્ષા એ મનનાં સવાલને હડસેલતા નવા સાહસનું એલાન વધુ લાગ્યું. અક્ષરમાં તેની ઘવાયેલી લાગણી માટે રૂઝ આપતો આ મલમ હતો.
---રેખા શુકલ

બુધવાર, 9 મે, 2018

આઈ કિસ અ ગર્લ

ટર્નિંગ પોઇંન્ટ ઇન એલ.એ. પ્રકરણ ૨૨.આઈ કિસ અ ગર્લ એન્ડ આઈ લાઇક્ડ ઇટ !!

ટર્નિંગ પોઇંન્ટ ઇન એલ.એ. પ્રકરણ ૨૨.આઈ કિસ અ ગર્લ એન્ડ આઈ લાઇક્ડ ઇટ !!


Katy Perry નું સોંગ રેડીયો પર આવતું હતું ને રૂપા સાંભળી રહી હતી. એણે પણ સાથે સાથે ગાવાનું શરૂ કર્યું ને અચાનક હસી પડી એને પરિ યાદ આવી હતી...એની ગમતી છેડતી યાદ આવી હતી. जब से तुम्हारे नाम की मिसरी होंठो से लगाई हैं मीठा सा गम हैं और मीठी सी तन्हाई हैं  !! મન બોલે શું આ જ જોઈએ છે તને કે પરિ ને જોઇએ છે તેથી તું એની સાથે સેહમત થઈ રહી છે.યંગસ્ટર્સ આનું નામ.. નવું કરવાની તમન્ના ... જિગ્નાસા વૄત્તિ ને પણ ન્યાય આપવાનો." ડેર" માં જ માનવાનું એમાં ડરવાનું શું..? જેવા પડશે તેવા દેવાશે..!!
રૂપા ને પરિએ જ્યારથી સ્કાય ડાઇવીંગ કર્યું ત્યારથી વધુ નજીક આવેલા. એનો હાથ પકડ્યો ને ત્યારથી ઉષ્માથી તેનું શરીર ગરમ થઈ ગયેલું. પણ પ્રથમ નો ફોન નંબર એણે કેમ રાખેલો તે ના સમજાયું. મળે ત્યારે પૂછીશ જ. પૂછ્યાં પછી જાણવાં મળ્યું કે શી વોઝ "બાય" મિન્સ એને પુરૂષો ને સ્ત્રી બંનેનો સમાગમ ગમતો હતો. આ દેશ ની હવા નો વાંક છે કે ભારતિયો બદલાઇ ગયા છે...ધેર ધેર રાવણ છે. એમાં દ્રોપદી જીરવાતી નથી ને સીતા સચવાતી નથી.  રૂપા પરિના વિચારોમાં ખોવાઈ ગઈ. તેની જેમ તે પણ દેખાવડી હતી. પ્રથમ ની ચોઈસ હોઈ શકે પણ મેઘા ને જાનકી ને તો રૂપા ને પ્રથમ ની જોડી ગમશે તેથી જ તો નંબર આપેલો. બંનેના નાટકિયા સ્વભાવ ને એક્ટીંગ ક્રેઝ પણ પૂરા થશે તો પરિ ...તેને તો હું ક્યારથી જાણૂં છું ...હમણાંની ઓળખ ઓછી છે કંઇ..!!
એવું તો નથી જ કે મેઘા ને જાનકી મોર્ડન નથી. હાય બાય તો તેમના ક્યાં ઓછા હોય છે..!!  રૂપા -અલય ને પરિએ ભેગા થઈ ને અક્ષર ને સમજાવ્યો કે લુક ઓન્લી ધીસ વે ઇટ વીલ વર્ક જસ્ટ સહમત થા ને અમે જેમ કહીએ તેમ કરજે. લગ્ન થાવાના છે તે તો નાટક હતું બધાએ પોતપોતાની ભૂમિકા બરોબર ભજવી પણ ખરી. વર-કન્યા પધરાવો સાવધાન વખતે જ રૂપા ન દેખાણી કે ના તો અક્ષર દેખાયો. અલય રૂપા-પરિને લઈને ભાગેલો કેમકે તે બંનેના કોર્ટ માં લગ્ન હતા. હવે કોઈ પણ મોર્ડન ગણાતા દેશી કુટુંબમાં બે છોકરીઓના લગ્ન રાજીખુશીથી કયા પેરેન્ટસ કરાવે તેથી આ બધુ નાટક કરેલું આ બાજુ જાનકી ને મેઘા તો હાંફળાં ફાંફળા થઈ રૂપા ને શોધતા હતા. પણ થવાનું હતું તે થઈ ને જ રહ્યું...બંનેને માંડવામાં રડતા જોઈને
બધા ગેસ્ટ પણ પ્રશ્નાર્થ ચિહ્ન સંગ બાજુમાં આવ્યા..કેમ શું થયું ? ...અરેરે બહુ ખોટુ થયું !
દિકરા પ્રથમે પરાણે પાટલે બેસવાની ચોખ્ખી ના પાડી હોવા છંતા કોઈએ એક ન સાંભળી. આમ તો જુવાન છોકરો ને પિતાજી તો મિત્ર જેવા જ હોવા જોઈએ. 'કપાળ મારું !! કેહતા પ્રથમે ઉભરો એની મમ્મી પર કાઢ્યો.  પોતાની મમ્મીની અડિખમતા ને રિવાજોને પકડી રાખવાની વાત ... "ચાલ ભાગી જઈએ તો આ બધી જ જંજટમાંથી છૂટીએ. " તે નિર્ણય લેવાયો પણ ઘરે  એજ નિર્ણય સૂરસૂરિયો થઈ ગયો.
જાનમાં હજાર આવશેનો બોમ્બ ફાટ્યો ત્યાંથી ફોટો ગ્રાફર -મહારાજ- જમણવાર- ડેકોરેશન- પીણાં ( સાદા નહીં હો પ્રીમિયમ જ જોઈએ) વગેરેથી ચાલુ થયેલો વરઘોડો વ્યવ્હાર માં શું શું કરવું ત્યાં પહોંચ્યોં હતો. જ્યાં સુધી નીવેડો ના આવે ત્યાં સુધી વર-કન્યા ને મળવાની મનાઈ ફરમાવી હતી.
"અરે પણ આ બધી બબાલ કોના માટે છે મમ્મી...?" પ્રથમ  બોલ્યો ત્યાંજ ચુપ કરાવી દીધો. " તને નહીં સમજાય બધાને ત્યાં ચાંદ્લો કરી આવ્યા છીએ તો આપણે પણ બધાને બોલાવવાના જ હોય ને ?"
"ચાંદલો ભેગો કરવા ?????" ફરી પ્રથમને ચૂપ કર્યો.."એ બધું તને નહીં સમજાય " મમ્મી રૂમમાંથી બહાર નીકળી ને ફોન લગાવ્યો.  સામે રૂપા રડી રહી હતી. મમ્મી-પપ્પા લગ્નમાં આવવાની ના પાડે છે કહી ને રીતસરનો મોટો ભેંકડો તાંણ્યો. પ્રથમને  ના સમજાયું કે આને ચૂપ કેમ કરવી...ફોન પર પપ્પીઓ થતી સાંભળી ગયા ભાઈ...હાથમાંથી લઈને બારીની બહાર ફોન ફેંકી દીધો. ને એક લાફો માર્યો. પ્રથમ  કાંઈ કરી ના શક્યો...આશ્રર્યજનક વિસ્મઈ રડમસ ચેહરે બારી ની ફોન ની ચિંતા કરવા લાગ્યો. બારીની બહાર મારા હાથમાં ફોન આવ્યો..!!
ઘણા ના લગ્ન જુદા સમાજ માં થવાથી કોઈએ આપઘાત કર્યો. કોઈએ ભાગીને લગ્ન કરી લીધા. કોઈએ એકના એક છોકરા-છોકરીમાં મતભેદ ઉભા કરાવી માન હાણી કરાવી ને છેવટે છૂટાછેડા કરાવ્યા. શું આવા હોય પપ્પા ને મમ્મી ??? લોભી-લાલચુ-પોતાનું જ ધાર્યુ કરાવવા વાળા -જીદ્દી-મન્યુપુલેશન કરાવે તેને પ્રેમ ના કહેવાય !! પીંખાઈ જતુ હોય શિશુ ને શાંતિ ના હોય ને કહે હું ધાર્મિક છું. ક્યારેક સ્વાવલંબી ને પછેડી એટલી સોડ તાણવાનું શીખી જવાય તો પોતાનાથી અલગ રેહતા બાળક માટે છાતી ગજ ગજ કેમ ના ફૂલે તે આ નવદંપતી ને કોઈ કેમ સમજાવે ? વડીલ જ્યારે ખોટા ત્યાં જુવાનપેઢી ક્યાંથી હોય સમજ્દાર...ને શિશુ ને શું મળે છે તાલીમ તે તો કોઈ કેમ ના વિચારે ??
બસ આટલો મારો મેસેજ પહોંચતો કરશો ને સમજવાનું વર-કન્યા ના માતાપિતાએ પેહલા છે પછી વર- કન્યાએ છે કે ક્યારેક પુટ યૌર ફૂટ ડાઉન, સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ..!! આ બધું વિચારીને લગભગ પાંચેક મિનિટમાં જ અંદર આવીને જોયું તો પ્રથમે કાંડુ કાપેલ ને બેડ આગળ ભાઈ ઇમરજ્ન્સી ફોન કરી રહ્યા હતા... !! સિમ્પલ સોલ્યુશન ને બદલે લાઈફ ને કેમ કોમ્પ્લીકેટેડ કરે છે લોકો ? તે વિચારવાનું છોડી ને મદદમાં લાગી ગઈ.  શર્ટમાં તેનો ફોન મૂકી શાંત થવાનો ઇશારો કર્યો. ફોન ફેંકતા તો ફેંકી દીધેલો પણ રૂપા કહી રહી હતી કંઈક ને પ્રથમ સમજે તે પહેલા તો ફોન બારીની બહાર. પ્રથમ ને હમણાં જ ફોન પર ખબર મળેલી રુપા ને પરિ બેય એક્બીજાને ચાહે છે ને મેઘા ને જાનકીના જાણ બહાર છે. પણ લગ્ન એટલે કરાવવાના હતા કે બંનેનો એક સરખો શોખ પૂરો થાય. પણ આટલે સુધી વાત પહોંચ્યા પછી ખબર પડી તો લગ્ન માં કોઈ ક્યાંથી આવે ?તે સ્વાભાવિક છે જ...અને આમેય બંને એ ભાગીને જ લગ્ન કરી પૈસા બચાવવાનું નક્કી કરેલ છે. સારું છે આ તો એલ. એ છે બાકી લાસ વેગસ માં તો ડ્રાઈવ ઇન લગ્ન ને ડિવોર્સ રોજનું છે. છેવટે બંનેની મરજી પ્રમાણે રૂપા ને પરિના સંબંધ ને લગ્ન ની મહોર લાગી ગઈ.પ્રથમને બંને વચ્ચે સરખામણી નહોતી કરવી તો પણ મનમાં થતી રહી. એક તરફ ઇમોશનલ 'યેડુ ' પરિ ને બીજી તરફ ઠાવકી ને ઠરેલ હતી રૂપા. પણ ત્યાં જ અક્ષરની વાત સાંભળી બધા તેને તાત્કાલિક સારવાર કરાવવા લઈ ગયા.મૂળભૂત કારણ તો હોલીવૂડ માં રોલ સારો ન મળવાથી કાંડુ કાપેલું ધેટ શોઝ સ્ટીલ હી વોઝ ઇમ્યોચેર !!
તે પાછો ફર્યો હાશ ની અનુભતિ અનુભવીને. પ્રથમને બધો ખુલાસો કરી દીધેલો તેથી વાતે વાતે તેણે ઘણી વાર ના પાડી ને લગ્ન રોકવા પ્રયત્ન પણ કરેલ પણ રૂપાએ ખાસ કહ્યું હતું કે જ્શન મનાવજો પાર્ટી રાખજો ને બધા ભેગા મળી આનંદ કરજો. બસ પ્રોમીસ લઈ લીધેલું તો તે જ પ્રમાણે પાર્ટી થઈ ને રહી...દૂર ખૂણે ટપકેલાં આંસુ રાખ ને ખંખેરતા પાર્ક માં.... ત્યાં આ વર્ષે ફૂલો આવી ગયેલા રંગબેરંગી ઝીણાં ઝીણાં તાજા કૂંમળા ને ઝાંકળના ચુંબનો ચમકતા હતા..રૂપા ને પરિ ખુશ હતા.
---રેખા શુક્લ

પ્રેમદિવાની...!!

ટર્નિંગ પોઈંટ ઇન એલ. એ પ્રકરણ ૨૧. પ્રેમદિવાની



"SUBTLE"  રેસ્ટોરંટ નો ડેકોર ઉડી ને આંખે ચડે તેવો હતો. શી વોઝ ઇમ્પ્રેસ્ડ !! ત્યાં તો એવરીથીંગ વોઝ વર્ક ઓફ આર્ટ. ઇનોરમર શેન્ડેલીયર જોઈને બોલી પડી રૂપા "ઓહ માય ગોડ, ઇટ્સ સુપર્બ !" ટેબલ પર કોતરેલા હંસનું શિલ્પકામ અવર્ણનીય હતું. ઓલ ફોર સેલ પણ ખરું જ. ફોર કોર્સ મીલ જમ્યા પછી તમે એકાદ-બે ફોર્ક ખરીદશો જ !! ન્યુ બ્રીડ ઓફ એલ. એ.ફરી હાથેથી ખેંચી ને ટેબલ નીચે ફૂટ્સી રમતી પરિ રૂપાને પોતાના તરફ આકર્ષિત કરતી રહી. આ વખતે રૂપા એ પણ આનાકાની કરી હોય તેવું ના લાગ્યું. જાણીતા જાપાનીઝ ગાર્ડ્ને મળેલી મોકળાશ નો લાભ તેના મનને મજબૂત કરતો રહ્યો કે આ પરિ આજે પાસે છે તે જ તો વાસ્તવિકતા છે ને અક્ષર ક્યારેય નહીં બદલાય તે હકીકત છે. પ્રેમની મહોર લગાવતી હોય તેમ પરિ બોલવા લાગી...

I remember your smile, so radiant and warm,
illuminating my day with loving affection.
I remember your kisses, so sweet and soft,
engulfing my being with blissful elation.
I remember your touch, so gentle and delicate,
setting my on fire with burning sensation.
I seek you out, trying to catch a glimpse
of your beautiful face in the lake of dreams.
I look for your glowing angelic presence,
your caring and loving traits, your essence.
I see you now, my heart flutters, again whole,
and I know how lucky I am to have met you.
I love you, my dear, with all my heart and soul.

આટલું બધું બોલી ગઈ એક શ્વાસે પણ રૂપાનું ધ્યાન હજીય ત્યાંજ સળવળતું હતું કે અક્ષર સિવાય શું આપણાથી આમ જીવાશે ને!! મનમાં ધૂધવતો હતો દરિયો..ખોવાઈ જશે આમ ને આમ અસ્તિત્વ આમેય અહીં કોને પડી છે કોણ કઈ રીતે જીવે મરે છે તેની !! કાંઈ વાંધો નહીં. પરિ એ હાથ લંબાવ્યો છે હવે હું પણ ખુશ રહેવા જ માંગુ છું.
સમ ટાઈમ્સ સિચ્યુએશન એવી ઉભી થાય કે વ્યક્તિ ફ્રસ્ટ્રેટ હોય ને વલખાં મારતું હોય ને કોઈક આવી ને માત્ર પૂછે કે કેમ ચાલે છે ને વ્યક્તિ બધુજ કહેવા રાજી થઈ જાય. અક્ષર ને મોટા થવું જ નથી અને રૂપા કે જેણે એને દિલથી પ્રેમ કર્યો હતો જ. બ્રોકન હોમ માંથી આવતા ફેમિલી ની વાત અલગ છે પણ હવે બધું જ યોગ્ય મનાય .... જો કે સાચું કે ખોટું એક મંતવ્ય જ મનાય ત્યારે ધારણાઓને સ્થાન નથી અપાતું. ધણા લોકોએ ભગવાન ને માનવાનું પણ છોડી દીધું છે. આવું વડીલો સાંભળી દુઃખ દર્શાવે છે પણ કંઈ રીતે પાછા વાળવા નથી ખબર કોઈને ...!!
छोड दो आंचल जमाना क्या कहेगा ? બસ આ જ વાત... દાટ વાળ્યો છે આ જ વાતે તો...ના સમજ્યા કંઈ લ્યો સાવ સીધું ગણિત...!! એમ નહીં અમારું પત્યું પણ તમારું પતશે કે કેમ તે પ્રશ્ન મને સતાવે છે.. તમે તો સાયન્સ ભણ્યા..મોટી પદવી લઈને છો બેઠા..પણ રહી નથી શકતા એમ જ ને ? પણ પછી ભરણપોષણ કરવાની ક્ષમતા ધરાવો છો ? કે રઝળતા મૂકી દેશો ? કે પછી એમનું બાળપણ ઝૂંટવી લેશો..અરેરે કેવા છો તમે તો? રતિક્રિડા મનલોભાવન પણ પરિણામ ઉર્ફે અંજામ કોણ જવાબદારી લેવા માંગશે? માંગ ને મોંઘવારી હરિફાઈ કરે એમાં બાળક બિચારું ફંગોળાતું રહે ને તમને અભિનંદન કઈ રીતે કોઈ આપે ? અનુપમા નો વિરોધ સાચો ને સરળ હતો. પણ બધી અનુપમા યાસ્મીન કે માઈકલ ની સેરા વગેરે વગેરે મરતી રહે પાછળ વણઝાર છોડી ને...માંગ વધે પણ પૂરવઠો પણ સાથે થોડો વધે...તેથી ભેળસેળ ને નકલી માલ દેશ વિદેશ માં વેચાય. લોલુપતા તો પણ ના સંતોષાય ...સાયન્સ વિચારે ગ્રહો ને ઉપગ્રહો પર જીવ ને લઈ જવા .. ઇમીગ્રેશન કાયદાઓ ત્યાં કદાચ વધુ નોર્મલ હશે ...પત્થર ને આવી પાંખુ ને માણસાઈ મરી પરવારી લ્યો હજી તો કૂંપણ ફૂંટી ના ફૂંટી ને ત્યાંજ પિંખાઈ ગયો...!!! હવે પતિ ને ભગવાન માનનારી મંદિરે શું કામ જાતી હશે એ વાત કેમ સમજાઈ ? ને લાખો ખેડૂતોની વસુલાત કરનાર શેઠ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠ્ઠા થતા ભગવાન ને દંડવત પ્રણામ કરી કરી ને મોટુ ડોનેશન ટેક્સ-ફ્રી માટે, પોતાની ભૂલોના પ્રાયશ્ચિત્ત માટે કે પછી ભગવાન ને લાંચ આપવા કરે છે તે પણ વાત આગળ આંખ આડા કાન કરવાના જ ને ? પરંપરાગત જ ખર્ચો ને ભપકો વધ્યા કરે ? હા, ્ચાલો સાચુ ને ખોટુ જો કંઇજ ના હોય તો જે શીખ્યા તે ભૂલી જ જવાનું ને. .. સીધા જવાબમાં કોઈ માનતું નથી. .હા સીધા પ્રશ્નો પૂછી લે ખરા. સરવાઈલ ઓફ ધ ફીટેસ્ટ ની વાત હોય ત્યાં વાત આવે છે ભોળા નાઈવ ડફોળ માણસોની....કેમ કે તેમની ભલમનસાઈ નો લાભ લેવામાં આવે છે..પણ આપણે તો બધુ યથાવત જ કેમ સહન કરવાનું ? સેલ્ફી વોટ્સઅપ ટ્વીટર ને અન્ય મીડીયા વાળા માધ્યમ પર રોષ-લાગણી ને દુ:ખ-પ્રેમ ને છ-ચાર કે બે લાઈનમાં પતાવા હસ્તા મોઢે સળગતા મડદા...!! વધે ્મસ્જિદ-મંદિરો ને વધે લૂંટારાઓ પણ રમજાન-દિવાળી-ને ક્રિસમસ થાય જ. હા સંભવ છે હોલમાર્કે બનાવેલા તેહવારો કે
ભૂલાઈ ગયા કે તે તો ખુશી માટૅ આવતા તેહવારો હતા. કુટુંબ-સમાજ ને દેશ સાથે હસતું માનવી હતું. આજે ભગવાન માં નહીં માનનાર ને શાસ્ત્ર ની શું હોય ખબર પ્રસાદ ને પંચામૄત એટલે શું ...પણ ધારો કે ખબર છે પણ શ્રધ્ધા કેટલી હોય ? વેજ-નોનવેજ-શરાબને ડ્રગ્સમાં ગળાડૂબ સમાજ ના વડીલો ને પોતાના જ બાળ ની ચીસો કેમ નથી સંભળાતી ? નોતરો વિનાશ ને પારણામાં લાલો ઝૂલાવો શું પડે છે ફેર ? પેસ્ટેસાઈડ્સ ને કેમીકલ્સ નો કોઈને ડર નથી... અરે હ્યુમનબોમ બની ઝન્નત કોઈ પામતું હશે ? પણ જરૂરિયાતો તોય પૂરી ના થાય આમાં ભગવાન કહે તમારા કર્યા તમે ભોગવો...!! ફ્લાઇંગ કારમાં બેઠેલો પિન્ટુ બટન દબાવી ને સ્કૂલે પોતાની જાતે  જશે ને સાંજ પડે સ્ક્રીન પર મોમ ને ગુડનાઈટ કરશે પણ હૂંફ મોમ ની ક્યાંથી લાવશે ? ત્યાં તો એણે વાંચ્યું હા કે મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે. લોકો ને વાત વાત માં વાંધો પડશે તો શું બધાનું સાંભળવાનું ને પોતાના દિલ નું નહીં ? બેય લગ્ન કરવા તૈયાર થયા હતા. બેય ને કશાય નો વાંધો ન્હોતો પણ હા અચાનક બધું જાણે બદલાતું નજરે ચડ્યું. 'ચેંજ ઇઝ ઇનએવીટેબલ એન્ડ વી લવ ઇચ અધર વી શુડ મેરી...વી હેવ ઓલ ધ રાઈટ ટુ લીવ અવર લાઈફ ધ વે વી વોન્ટ' પરિએ ફરી રૂપા ને કહ્યું. રૂપા નો ફોન રણક્યો ને પ્રિયંકાએ મોકલેલ પ્રથમ જોગલેકરનું પિક ટહુકો પૂરાવતું રૂપા સામે જોઈ રહ્યું. વાહ આ પ્રથમ છે દેખાવડો ને પરાણે વ્હાલો લાગે તેવો..પણ વ્હાય હી ઇઝ કોલિંગ મી નાઉ ? કોલ ઉપાડ્તાં બોલી ઃ' હાય પ્રથમ વોટ્સ અપ ? '
સામે થી બહુ શાંતિથી જવાબ આવ્યો કેઃ " ઓહ સો યુ મીન યુ વર નોટ એક્પેક્ટીંગ માય કોલ હં ?? "
" નો નો યાર નથીંગ લાઇક ધેટ " રૂપા બોલી ને પરિ તેને સતાવી રહી હતી ગલગલિયાં કરવાની ટ્રાય કરતી હતી. અચાનક હાથમાંથી ફોન  પડ્યો ને તૂટી ગયો. ફોન કટ ઓફ થયો પણ શી લીટરલી કેન નોટ કોલ એની વન નાઉ..બ્રોકન ફોન નો ગુડ !! એનો મૂડ ઓફ થઈ ગયેલો જોતાં પરિ બોલી ઃ "આઇ એમ સોરી ! બટ ઇન ધ મોર્નીંગ વી વીલ બાય ન્યુ ફોન ફોર યું "
પાસે જઈ ને પંપાળવા લાગી. " આઈ વોઝ ઇન ધ મીડલ ઓફ કન્વરસેશન !! હાઉ કૂડ યુ ડુ ધીસ... ન્યુ ફોન આઈ ડોન્ટ વોન્ટ ઇટ..ફ્રીડમ આઇ વોન્ટ ટુ બટ નોટ લાઈક ધીસ વે !!'
'તું શું જાણે હું તને કેટલો પ્રેમ કરું છું !! ઝૂરી ઝૂરી ને જીવું છું પણ તું ને તારું મનોમંથન ...ને ફોન કોલ્સ ને ડીમ્સ...ચાલ ને હવે બધુ ભૂલીને મારી સાથે આવ તો ખરી. ડોન્ટ બી સો સેડ લુક યુ કેન કોલ પ્રથમ ફ્રોમ માય ફોન, ચાલ ' પરિએ ડાયલ કર્યો ફોન ને રૂપા એ પ્રથમ સાથે લગભગ વીસેક મિનીટ વાત કરી. પરિ કારમાં જઈને બેઠેલી...એ જાણતી હતી કે હવે કંઇ કરશે તો બાજી પલટાતાં વાર નહીં લાગે.
---રેખા શુક્લ 

પ્રણાલી પ્રણયની

ટર્નિંગ પોઈંટ ઇન એલ. એ. પ્રકરણ ૨૦ = પ્રણાલી પ્રણયની


પ્રિયંકા મેમ નું શુટિંગ હોય એટલે રૂપા ને પરિ આવે આવે ને આવે જ. એક્ટીંગ પર ફિદા ને બંનેની કંપની પણ સારી જામેલી. નવા શોઝ નવી મૂવીઝ નવા ટ્રેંડ કે નવી ફેશન ઓફ ટેઇલર સ્વીફ્ટ કે કીમ 
કર્ડાશીયન ની ટ્વીટ્સ ફોલો કરતી આ બંને પાસે ગાસેપ ની ખાણ હોય એમની વાતો નિરંતર ચાલુ હોય ક્યારેક બીયર ક્યારેક સિગરેટ તો ક્યારેક મીની સ્કર્ટ માં બંને બાર માં ડાન્સ કરતી જુઓ તો નવાઈ ના પામશો. એમજ ચાલે છે આજકાલ બધે...ખાસમાં ખાસ બેસ્ટ ફેંડ એને જ કહેવાય છે. ગાપચી મારી મળવાનું ના છોડે અને સાન એન્ટોનિયો ઇઝ સો બ્યુટીફુલ કે ત્યાં ની રીવર વોક પર મજા જ આવે. ફેમસ 
એલામો શ્રાઈન લાઇક ફોર્ટ- નેશનલ હિસ્ટોરિકલ પાર્ક ને જાપાનીઝ ગાર્ડનની મુલાકાત ક્યારે પ્રણય માં પલટાઈ ગઈ ..બોલ્ડ થોટ્સ
ને બોલ્ડ એક્શન એનીથીંગ ઇઝ પોસિબલ...'એન્ડ હેલ વીથ અક્ષર હી નેવર કેર, સો વ્હાય સફર !! આઇ એમ હીયર' કહી 
પરિ એ રડતી રૂપા ને ચૂપ કરવા ટ્રાય કરી. અંધારા એ જાત ઉતરડી લો અજવાળાએ આળસ મરડી..!! 
જિગ્નુ હાઉસ કેફે માંથી બહાર નીકળી પરિએ રૂપા નો હાથ પકડી 
લીધો. સ્લો વોક માં પાર્કિંગલોટ તરફ જતાં બંને આંગળીઓની ઉષ્મા વચ્ચે પોતાના ધક ધક હ્રદયને સાંભળી રહ્યા. ઘટાદાર વૄક્ષ નીચે 
આવતાં જ પરિ એ રૂપા ને કમરથી પકડી પાસે ખેંચી. 
' આઈ વોન્ટ ટુ ગો ઈટ સમથીંગ ...હાઉ અબાઉટ યુ ? આર યુ હંગ્રી ટુ ?' પરિ બોલી ને રૂપા ચૂપ ચાપ એને ઉપરથી નીચે જોતી રહી. એની આંખોમાં તરસ 
હતી ભૂખ હતી...નમી તો હતી તે પડેલા ફૂલ ને લેવા પણ પરિ તેના ઉભરેલા વક્ષ ને તાંકવાનું ના ચૂકી ... રૂપા છોભીલી પડી પણ પછી આછું સ્મિત અપાઈ ગયું. પરિ એ તેને ઝાડ ના થડ નજીક ધકેલીને એના વક્ષ પર હાથ ફેરવતાં તેનાં રસીલા પીંક હોઠોને એક ગાઢું ચુંબન આપી ચૂમી લીધા. રૂપા ને શું કરવું ના સૂઝ્યું ના યાદ આવ્યું પણ પરિના દૂધ જેવા સફેદ શેવ્ડ લેગ્ઝ માં ગુલાબી સેન્ડલ્સ ને જોતી રહી 
આમ છંતા અક્ષર સીરીયસ ન્હોતો તે જ સમજાતું ન્હોતું. ક્યારે બનશે મેચ્યોર ને મારે ક્યાં સુધી રાહ જોવાની રહેશે...? અને હા ચાલ મને પણ ભૂખ તો લાગી જ છે કહી તેની કાર તરફ વધ્યાંપણ રૂપા તો તેના મનમાં અક્ષર ની યાદોમાં ખોવાઈ ગયેલી. પરિ ચૂપચાપ ડ્રાઈવ કરતી રહી લગભગ ત્રિસેક મિનિટે તેઓ "સટલ" નામના રેસ્ટોરંટે પહોંચ્યાં.  સ્મૄતિપટે યાદો નો વરસાદ થઈ ગયો. હા, કોલેજકાળ ના દિવસો ની વાત જ અનેરી છે ને કલ્પના ને આવી ગઈ હોય પાંખો ને દિલ થનગનાટ કરતું હોય...નજરું બોલતી હોય ને ચાલ પણ અપટુડેટ હોય આમાં તું જય જયકાર કરતો  ટોળા ચિરતો સીધ્ધો આવીને મને ગુલાબ ધરીશ નો ખ્યાલ જ ક્યાંથી હોય? જોયું ના જોયું કરું ત્યાં તો તે ગુલાબ ગાલે અડાડી પણ દીધું ...થરથરી ગઈ ને ખભા મારા સંકોચાઈ ગયા ગરદન મરોડી ને આંખના ભવા રિસાઈ ગયા...હોઠ જરાક હલ્યા પણ કંઈ ન બોલ્યા. "શું કરે છે તું ?આમ બધાની વચ્ચે..જો જો બધા જોઈ રહ્યા છે આપણી સામે બેશરમ !" આંખો કંઇક આવું જ કહી રહી. ને તે અચાનક 'આપકે લિયે' કહી ગુલાબ ફરી આગળ ધર્યું ને મેં ધીમે થી ડાળખી પકડી તો પણ તેં મારી આંગળીઓ નો સ્પર્શ કરી લીધો..કરંટ તો સીધો દિલ સુધી લાગ્યો હોય તેમ તું ધડામ કરતો ભોંય ભેગો પડ્યો...અને મારા હાથેથી ગુલાબ પણ છૂટીને નીચે પડ્યું. બે મિનિટમાં તારા મિત્રો આવી આપણી ગોળ ફરતે આવી ગયેલા. ને તું હજુ નીચે જ પડ્યો હતો ને હું આભી થઈ ને નીચે બેસી પડી..પ્લીઝ હેલ્પ...સમ થીંગ ઇઝ રોંગ કહી રહી હતી ને કોઈએ પાણી તારા પર છાંટ્યું ને તું સળવળ્યો. ને ધીમેથી આંખો ખોલી....મારા હોશ ને હાશ થઈ ..'આર યુ ઓકે?'  મેં પૂછ્યું ને તે આંખ મારી ને ફટાક કરતો ઉભો થઈ ગયો...ઓહ માય ગોડ યુ ચીટ...કહી આપણે હસી પડ્યા.બધા એ તાલીઓ પાડી ને સૂર પૂરાવ્યો. પ્રોફેસર ખંભોળજા નું તે સમયે ત્યાંથી પસાર થવું ને પૂછવું 'સબ ઠીક હૈં ન ?'  'યસ ' માંડ નીકળ્યું ને હું ઉંધી ફરી ચાલવા લાગી ને મનોમન હસી પડી. ધીમે ધીમે ક્લાસ ભણી પગલાં ભર્યા ને પાછળથી વસુધાએ પકડી ને પૂછ્યું ' શું થઈ રહ્યું છે આ બધું ?' હસતું ગુલાબ ને હસું છું હું બસ બીજું શું થયું છે ?' 'ખુદ હી સવાલ ખુદ હી જવાબ મેરી બિલ્લી મુજ સે મ્યાંઉ ?' તે બોલી ને અમે ખડખડાટ હસી પડ્યા. અચાનક હર્ષ દોડતો દોડતો બોલાવા આવ્યો હતો કહે જલ્દી ઘરે ચાલો દાદીમા ને સારું નથી. બેબાળકા થઈ જવાય તે તો સ્વાભાવિક જ છે ને ! પાછા ફરી હું ને વસુધા ને હર્ષ ઓટોરીક્ષા પકડી ઘરે આવ્યા. દાદીમા ને ફાટી નજરે પપ્પા તાંકી રહ્યા હતા...એમના શ્વાસ ઉંચા નીચા થાતા હતા ને ધમણી ક્યારે બંધ પડી જશે તે સમજાતું ન્હોતું ત્યાં તો એમ્યુલંસવાન આવી ને એમને હોસ્પિટલ લઈ ગઈ. ચાર દિવસે કોલેજ પાછી આવી ને ત્યારે ખબર પડી કે તું પણ તે દિવસે ઘરે વેહલો જતો રહ્યો હતો.
આજે મળશે તેમ હતું. આ વાત ને દસ દિવસ થઈ ગયા હવે નથી રેહવાતું તારા મિત્રો ને પણ કંઈ જ ખબર નથી તારા ઘરે તે દિવસથી તાળું વાસેલું જ જોવા મળે છે. દાદીમા ને હવે તો ઘણું સારું છે ને તુ લાપત્તા છે. તારા વિષે માહિતી મળી તે ઉપરથી તને ગોતવાનો પ્રયાસ પોલિસ નો ને અમારો નિષ્ફળ ગયો. ઘર ની બહાર સ્ટ્રીટલેંપ નીચે તને વાંચતા ઘણાએ જોયેલો તેથી બાગ-બગિચા નદીનાળાં ને લાઈબ્રેરી બધે તપાસ કરી કરીને થાકી ગયા. બાજુના ગામે ધૂળિયા રસ્તે ઝાંખરીયાળી જગ્યાએ તારી ગાડી મળી પણ તુ ક્યાંય ના મળ્યો. ત્યાં વહેતી નદી વિશાળ થઈ રહી હતી તે જગ્યા એ તુ બેભાન અવસ્થા માં મળ્યો. કંઈ પણ જાણવું નથી કંઇ પણ સમજવું નથી જલ્દી તને ચેક કરી પોલિસ ને બોલાવ્યા ને મદદ માંગી લીધી. બસ જલ્દી સારું થઈ જશે જ એમ વિચારી રહી હતી. ત્યારે મારી ક્ઝીન કે જે ડોકટર છે તેનો અચાનક ફોન આવ્યો કે તે મદદ કરવા નીકળી ગઈ છે સીધા હોસ્પિટલે મળવાનું નક્કી કરી બધા મળ્યા દવાખાને ત્યારે ડોક્ટર બોલ્યા 'સોરી હી ઇઝ નો મોર' વ્હોટ !! નો નો નો ઇમ્પોસીબલ હી કેન નોટ ગો અવે હી ઇઝ ટુ યંગ ! ઇટ વોઝ હીટ એન્ડ રન કેસ ને હી ડાઇડ ઇન્ટર્નલ બ્લીડીંગના લીધે ..તમે લાવ્યા ત્યારે તે છેલ્લા શ્વાસ લઈ ચૂકેલો હતો...આમ તે કંઈ હોય !! ટૂંકી પ્રણય કથા પાંગરી ન પાંગરી ને કરમાઈ ગઈ. આંખો ખોલવા કેટલો પ્રયાસ કર્યો..ઓશિકા પર પણ ભીનાશ હતી ને હું સફાળી જાગી ગઈ !! હે ભગવાન આવા સપના ના આવતા હોય તો કેવું સારું ?? કોલેજ પતાવ્યાને તો દસ દસ વર્ષો વીતાવી દીધા ને આજે અચાનક સપનું ને તે પણ આવું ? કંઈ  સમજુ તે પેહલા તો તારો ફોન આવ્યો ને હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ને તું બોલ્યો મારા જ લખેલા શબ્દો કે 'તરણે ટપક્યાં રૂદ્રાક્ષરના અશ્રુ આશરે, રોપ્યા કર ને સ્મરણ ના છોડવા આશરે ....!!' ફોનમાં પણ બાઝી પડી. 'પગલી ફિર કોઈ બૂરા સપના દેખા ક્યા ?'પછી તો બીજા વીકે આપણે મળીએ કેટકેટલી વાતો કરવાની બાકી રહી જાય છે જયારે મળીએ ત્યારે આ વખતે તો બધી જ વાત કરીશું તેમ તારી પાસે થી પ્રોમિસ લઈ મે રિસિવર નીચે મૂક્યું. તે પણ કોલ્ડ કોફી બનાવીને પીવડાવવાની પ્રોમિસ લીધી ને ફોન મૂક્યો. 'દરેક ને મળવાનો આનંદ થાય ને ગૂમાવાનો ડર ..કદાચ આ કેસ માં મારું પણ એમ જ હશે. સપનું પણ એમ જ સંકેત કરતું હશે..શું તને કદીય મારા બાબતે આવા વિચારો આવે છે ખરા ? ' મળ્યા ત્યારે પાછો વાત નો દોર પકડાયો ને અમે વાતો માં ગરકાવ થઈ ગયા. દરેક સંબંધ ના નામ હોવા તે પણ જરુરી નથી. ધરા ઉપર ચાંદની માં ન્હાઈ કોણ સૂતું છે લંબાઈ...વ્હાલ આવી પાંગતે નિરખે બેઠું સંતાઈ..હા એજ દ્રશ્ય અગાશીએ છે ખાટલી ની સગાઈ. તું જ કહે ને તું જ વસે સર્વત્ર પ્રેમ થઈ સર્વમાં તું વસે. 
જોયો સાવ એકલો દરિયો..

અમારી ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં
જોયો સાવ એકલો દરિયો...
ચેહરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો
નાના-મોટા પગલાંથી પંથ એક ફૂટ્યો...
સમી સાંજની હરિયાળીમાં ભૂરા આકાશની આશામાં
લઈ તડકાનું ચોસલું..બે બટકાં ભરી લંઉ...

ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લંઉ...
મન ની આ પાર ને પેલે પાર..! 
માણસને ગમે તેવું વાણીનું વૃક્ષ એક ઉગે..
ને શબ્દ મારો બને પારસમણિ...
પહોંચવાનું અક્ષરથી ઈશ્વર સુધી...
આયુષ્યની અયોધ્યામાં વ્યક્તિ અને અભિવ્યકતિ...
રેશ્મી ઋણાનુબંધ બને ખડક અને દીવાદાંડી...
તસ્વીરનું જ તીર્થધામ ને પ્રતીક્ષાના ઝરુખે દીવડી... 
---રેખા શુક્લ (શિકાગો)
કોરા કાગળ ની વચ્ચે લખાણ ગહન લખેલું કે વછૂટી કેટલીય યાદો એમાંથી જાણે ફૂંટી હોય મોગરાની વેલી. મને વળગી એક કળી સુગંધ એની શ્વાસમાં થઈ ભળી રાતો રાતો ચાંદ મલક્યો શું ..શરમાઈ ને એ ગયો સંતાઈ કે વાદળીના પાલવે ભૂલકું બની ગયો ચાંદલિયો ખોવાઈ. આમ એક અધુરું પાનુ ક્યારેક પૂરું લખાશે ની અણસમજમાં પડ્યું છે બૂક શેલ્ફ ની અડોઅડ ડાયરી માં સંતાઈ ને.
 --રેખા શુક્લ

બુધવાર, 2 મે, 2018

સિમરન ને રાહુલ

સિમરન ને રાહુલ




જ્યારે પુત્ર ના વધામણાં થયા ત્યારે બધા ખુશ હતા ને બે કલાક પછી જ સવિતા પોતાના પુત્ર રાહુલ ની વિદાય લઈ ને ચાલી ગયેલી તો બધાને ના સમજાયું કે આ શું થઈ ગયું ?....એને એક્સેસીવ બ્લીડીંગ થઈ ગયું ને નવ મહિના કોખમાં રાખેલા ને છાતીએ વળગાવ્યા 

વિના તે ચાલી ગઈ ને રાહુલ ને જ્યારે ખબર પડી ત્યારે તો તે પાંચ વર્ષનો થઈ પણ ગયેલો.બસ તે દિવસ થી એને એમજ લાગતું કે એનો વાંક હતો કે શું ???? પણ એની બર્થ-ડે ઉજવવી એને ગમતી નહીં...કેવા કેવા લેખ લખીને અવતરે જીવ અહીં..!! અને એમાંય જ્યારથી ડેડ એના ચોથા બર્થડે પર જ 

બીજી મૉમ લઈ આવેલા...સરપ્રાઈઝ બર્થ-ડે ગીફ્ટ કીધેલું..!! પણ નવી મમ્મી ક્ષમા ખૂબ સારી હતી,ખૂબ ખૂબ વ્હાલ થી રાહુલ ને રાખતી ને રમાડતીને તેની સંભાળ લેતી પણ રાહુલ ના મનમાંથી જૂની મમ્મી ભગવાન પાસે ગઈ જે દિવસે એજ દિવસે એ જન્મેલો તે વાત જતી જ ન હતી...અને અંદર અંદર સોસવાતો...!! દિવસો રોપાયા જાણે ઉભા થોર થઈ...ચોતરફ રણ ને માથે  ગગન...મન કરે શોર મહીં..!! દસમાં વર્ષ માં જાગરણ એટલે શું તે ખબર પડી જ્યારે તેની મામા ની દીકરી પાયલ વ્રત સમયે રોકાવા આવેલી.!

ક્ષમા ને બધો શોખ..ફેન્સી ખાવાનું બનાવવું...શુશોભન કરી ધર સજાવવું...આવકાર આપતું ડીનર ટેબલ, તુંબડાને 

સૂકવી ઇલેક્ટ્રીક સ્ક્રુડ્રાઈવર થી કોતરણી કરી લેમ્પશેડ બનાવેલો...ફૂલદાની માં રોજ બગીચાના રંગબેરંગી ફૂલો મહેંકે...વાળ લાંબા હતા તો રોજ નવી નવી હેરસ્ટાઈલ કરે...અને હા મહેંદી તો અફલાતુન મૂકે..!! પાયલ ને ક્ષમા સાથે મજા પડે પણ રાહુલ પણ સાથે સાથે આગળ  પાછળ ફરે..વિચારે કે આવુ બધું છોકરીઓએ કેમ કરવાનું હોય..? ક્ષમા એ સમજાવ્યું કે જેથી સારો પતિ મળે...તો પૂછે તો પછી છોકરો કેમ આવા વ્રત ના કરે?? તો પછી 

તેને પણ સારી પત્ની મળે ને ?? બંને કેમ હસ્યા તે રાહુલ ને ના સમજાયું !! ક્ષમાએ મોળાકત માં મોળુ બનાવી પાયલ ને જમાડ્યું...ભાવે નહીંતેથી ભૂખી રહે પણ તે ખાય નહીં તો કહે "અકોટે" બેસવાનું ...બેઠા હોય ત્યાં જ સૂઈ જવાનું ને પછી ઉભા થયા  ના હોય તો બીજી વાર જમી લેવાનું...ચાર ચારદિવસ તો માંડ માંડ ગયા...પણ આજે આ પાંચમાં દિવસે મીઠા વાળું ખાવાનું મળશે ...તેની ખુશી હતી..એ પણ એક ટંક જ હોય...પછી બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય...!! જે દિવસે જાગરણ કરવાનું ખબર હોય તે દિવસે બગાસા ઉપર બગાસા તો આવે આવે ને આવે જ !! ઝોંકા પણ શરૂ થઈ ગયા તો ક્ષમા હસી પડી ને બોલી કે પાયલ જો મારે તો આખી રાત નું જાગરણ કરવાનું છે...!! ઓહ એવું કેમ?? તો કહે એને એવરત-જેવરત નું વ્રત કેહવાય જે પરણેલી સ્ત્રીઓ કરે જેથી પતિનું આયુષ્ય લંબાય..!! બધાએ ભેગા મળી મહેંદી મૂકી પછીખો-ખો રમ્યા...બેઠી ખો માં તો બહુ મજા પડી...પણ રાહુલ ને ગમી મ્યુઝિકલ ચેર...હાથમાં આવે જ નહીં ને દર વખતે તે જ જીતે...તેજી થી ભાગી શકતો હતો...!!નવરાત્રી આવી ત્યારે બોલ્યો અત્યારે પણ જાગરણ કરવાનું ને.....??? ક્ષમા બોલી હા, પણ "ગરબા" રમવાના...!! પછી "રાસ" ને "હીંચ" ની પણ મજા કરવાની !! ઓહ મને શીખવું છે  કહી ઠેકડા મારતા રાહુલ ને જોઈ ક્ષમા હસી પડી!! અને નોમ ના હોય નિવેદ..ઓહ નિવેદ એટલે શું ??? હે ભગવાન ....તે દિવસે માતાજી ને આપણે લાપસી ને મગ ધરાવાના ને તલવટ ...માતાજીને  અને આપણ ને મજા એમ કહી હસી તે રૂમ બહાર નીક્ળ્યો...સ્ટ્રીટમાં કોલાહલ થતો સંભળાયો....તેનાથી થોડા મોટા જુવાનિયાંઓ પૈસા ની ઉઘરાણી કરી રહ્યા હતા...સોસાયટી ના ચોક માં ગરબા રમાશે તો લાઈટ-પાણી વગેરે પણ જોઈશે જ ને ...ને હા લાણી થશે ને પ્રસાદ પણ ખરો...

બધાને હોંશે હોંશે બધા કામો કરતા જોઈ તે પણ મદદ કરવા જવા લાગ્યો...!! લાઈટ ના થાંભલા પર ચઢીને વાયરીંગ કરતા શૉક લાગતા પડ્યો....ક્ષમા થી ચીસ પડી ગઈ ને સીધ્ધો લઈ ગયા ઇમરજન્સી માં ....અરે પણ હે માતાજી મારા રાહુલ નું ધ્યાન રાખજો...કાલે તેનો બર્થડે પણ છે...ને આજે, અમારી લાજ રાખજો...ભગવાન સવીતા ને શુંજવાબ દઈશ ભગવાન પાસે જઈને ...પ્લૉટ માં સન્નાટો છવાઈ ગયેલો...! ડોકટરોની તાત્કાલિક સારવાર કામ લાગી ગઈ અને તે ભાનમાં આવ્યો હતો...!! મમ્મી ને જાણે જોઈ આવ્યો સાચે...ક્ષમા ની શ્રધ્ધા -આજીજી માતાજીએ માન્ય રાખવી જપડી...રાહુલ સાંભળી રહ્યો હતો ક્ષમા ની આજીજી...!! સમજી ગયો..

એંજલ જેવી લાગતી હસ્તી મમ્મી ખુશ હતી રાહુલ ને જીવતો જોઈને...ત્યાગ(લૅટ-ગો) એટલે પ્રેમ અને ક્ષમા ખુશ હતી કે ભગવાને તેની લાજ રાખી ...દિલ ના સંબંધો લોહી ના સંબંધ થી પણ મજબૂત હોઈ શકે તેનું નામ પ્રેમ !! મોત ના મુખમાંથી, સ્વર્ગના દ્વારે થી પાછો ફરેલો રાહુલ જાણે ફ્રેશ થઈ ને પાછો ફર્યો એમ ઉભો થઈ ગયો..હર્ષાશ્રુ થી બધાની નજરો એને તાંકી રહી હતી...રાહુલ નો હાથ ક્ષમાના ગાલે સરતા આંસુ લૂંછી રહ્યો હતો...ને ક્ષમા તેને ભેટી ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતીહતી...!! મનની મૂંઝવણ -ઝંઝાવાત જેવા વિચારો ને શાતા મળી ગઈ હોય તેમ બીજા દિવસે તો બધુ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું ..!! સાચી લાગણી -ભાવ ની કિંમત ભગવાન જાણે છે ....મનુષ્ય પણ અનુભવે છે...કોઈ આપણ ને ઉપરછલ્લુ કે સાચા દિલ થી આગમન આપે છે તે સમજાઈ જાય છે તો આ તો ભગવાન છે ત્યાં તો ભાવનાની ને લાગણી ની ને લગન જ કામ આવે છે ! એક મા ની કરૂણતા બીજી મા જ ઉકેલી શકે છે. રાહુલ ની બર્થ-ડે પણ ખૂબ સરસ રીતે ક્ષમાએ ઉજવીને બીજી વાર રાત્રે પ્લોટ ના ગ્રાઉન્ડ માં ગરબા રમતા પેહલા..માતાજી ની સામે કેક નો પ્રસાદ ...ને ફળ મૂકાયા...ક્ષમા એ માતાજી ને ચુંદડી ઓઢાડી ખોળો પાથરી ફરી આજીજી કરી...રાખજે સલામત અમારું પરિવાર !! બધા બાળકો ભેગા થઈ ને સહિયારું બોલ્યા,હેપ્પી બર્થ-ડે ટુ યુ ...હેપ્પી બર્થ-ડે ટુ યુ..હેપ્પી બર્થ-ડે ટુ ડીયરરાહુલ ..હેપ્પી બર્થ-ડે ટુ યુ !! રાહુલ ની ખુશી નો પાર ન્હોતો ...આજે કોઈ રંજ-શંકાકે સંશય મનમાં ન્હોતો...ચોકલેટ કેક ખાઈ ને ઘર તરફ બધા પાછા ફર્યા...બસ આમ હવે દર વર્ષે પ્રથા થઈ ગઈ...!! રાહુલ ની હેપ્પી બર્થ-ડે નો તેહવાર બધા સાથે ઉજવાય છે...માતાજી ના ને મમ્મી ના આશિષ સાથે !! આમ બીજા ચારેક વર્ષ પસાર થયા ને આ વખતે તો પાયલ ને તેની બહેનપણી સંગીતા સાથેઆવેલા...

સમર માં પૂરા અઠવાડિયા માટે આવેલા તો બધાને ખૂબ મજા પડીબધા યુવાવસ્થામાં આવી ગયેલા...માસુમિયત ના બદલે મેચ્યોરેટી તરવરી રહીહતી...હસરતે દિદાર સંગીતા કા દેખકે જનાબ રાહુલ કી હાલત બૂરી હો ગઈથી...ગોળ ગોળ લખોટી જેવી તેની આંખો ને વાચાળ સંગીતા બધાને વ્હાલી લાગેતેવી તો હતી..જ !! ને ઉપરથી ઝીણી ઝીણી ફૂંટેલી મૂંછો ને ખેંચી ટીખળી કરતીપાયલ સાથે તો ક્ષમા પણ મોટે થી હસી પડી...અરે, મારા રાહુલ ને હેરાન ના કરો...શરમ નો માર્યો છોભીલો પડી ગયેલો...રાહુલ મનમાં તો ખુશ હતો...ખબર નહીં કેમ પણ આજે પોતાના ધબકાર પોતે જ સાંભળી રહ્યો હતો...!!

સિમરન ને શારૂખખાન ની મુવી જોવાનું કહો તો હંમેશા તૈયાર. યુવાવસ્થા પણ ખરી જ. દરેક ને ઇમ્પ્રેસ કરે શારૂખ તો સિમરન નો શો વાંક ? રૂમમાં મોટુ પોસ્ટર હતું ઉઠતાવેંત જ દર્શન થઈ જાય. એક વાર મળે તો કદી હાથ નહીં ધૂવે કસમ સે. પણ સ્કૂલમાં ક્લાસમેટ તરીકે નકલી શારૂખ મળ્યો ને 

સિમરન શારૂખ ની જોડી ખૂબ પ્રશંસનીય બની ગઈ. નામ તેનું હતું રાહુલ ને લાગે અસલી શારૂખખાન જ ,એના જેવી જ હેર સ્ટાઈલ, એના જેવા ડીમ્પલ્સ ને અવાજ પણ. હદ થઈ ગઈ જ્યારે સિમરન ને જોઈને તે બેભાન થઈ ગયેલો. એની ડ્રીમ ગર્લ એના સપના માં રોજ આવતી હતી તેને સામે જોઈને તે 

ભાન ભૂલી ગયો. ભેગા થયેલા ટોળામાંથી કોઈએ પાણી મંગાવી ને છાંટ્યું ત્યારે છોભીલો માંડ માંડ ઉભો થયો ને સિમરન સાથે ધીમે ધીમે વાતે વળગ્યો.ને આમ મિત્રતાની શરૂઆત થઈ...ને પછી પ્રણયમાં ફેરવાયેલી. રોજ રોજ મળ્યા પછી બીજું થાય પણ શું? ઓપોઝીટ એટ્રેક્ટ્સ ને ઇટ્સ નોરમલ. ક્યારેક એશીયન / જાપાનીઝ કોમીક કે પછી મુવી જોવાય તો ક્યારેક કોઈ ને ત્યાં કેરીઓકી કરાય ને બધા ભેગા થાય પણ બંને સાથે ના સાથે જ જોવા મળે. 

' સિમરન આજે કોફી પીવા જઈએ તો !!' 

'શ્યોર ! હાઉ અબાઉટ એટ વિમ્પી ?'

'પરફેક્ટ '

રાહુલ પ્રપોઝ્ડ એન્ડ સિમરન સેઈડ યસ ને બન્ને લાસ્ટ સેમીસ્ટર માં લગ્નગ્રંથિએ જોડાયા. સફેદ ઘોડા પર વરરાજા થયેલો રાહુલ તેને જોઈને પાછા ફરીને માણસો વિચારતા હાઉ કમ હી લુક્સ સો ફેમીલીયર ! સિમરન પણ તેના દુલ્હન આઉટફીટમાં આઉટસ્ટેંડીંગ લાગતી હતી. રાહુલ ને સિમરન મજાકિયાં ને તોફાની ખરાં પણ બીજાનાં દુઃખ દર્દ ની હાંસી કદીય ના કરે કે દુઃખ થાય તેવું પણ ના કરે. લોકો ના તેથી તેઓ માનીતાં ને લાડકાં બનેલા. એક વાર એમનો 

મિત્ર વરૂણ ચૂપચાપ બેઠો હતો  પાછળથી જઈને ડરાવ્યો. પણ વરૂણ ના તો ડર્યો કે હસ્યો કે ન કર્યો ગુસ્સો. ત્યારે રાહુલે પૂછ્યું હતું ' શું યાર !! કોઈ પ્રોબ્લેમ એટ હોમ ? આર યુ ઓકે ?' પણ વરૂણ ચૂપ રહ્યો નીચે મોઢું રાખીને બેઠો જ રહ્યો. ત્યાં તો સિમરન પણ રાહુલ ને શોધતી આવી ગઈ. તેણે પણ વરૂણ નું પડી ગયેલું મોઢું જોઈને પૂછ્યું ઃ ' યાર વોટ્સ રોંગ ? ફાઇનાશીયલ પ્રોબ્લેમ ?' ફાઈનલી વરૂણ બોલ્યો; ' નો નો યાર નથીંગ લાઈક ધેટ !!' ' ધેન વ્હોટ ? યુ હેવ ટુ ટેલ વી આર ડાઇંગ ઓફ ક્યુરોસીટી' સિમરન બોલી ને પ્રત્યત્તર માં વરૂણ ધીમેથી બોલ્યોઃ 

"મોમ-ડેડ વોન્ટસ મી ટુ ગેટ મેરી એન્ડ ધે વોન્ટ્સ બ્લડ ટેસ્ટ રીપોર્ટ એન્ડ માય ડીગ્રી સર્ટિફીકેટ. ડીગ્રી સર્ટી નો પ્રોબ્લેમ બટ બ્લડ ટેસ્ટ રીપોર્ટ !! આઈ હેઈટ મેડ ક્લીનીક- આઈ હેઇટ ટુ ગો સી ડોક્ટર એન્ડ આઈ ડોન્ટ લાઇક નીડલ્સ !!'

'બસ એ જ વાત છે ? અરે ! બીકણ ફોસી એમાં શું ડરવાનું ? મેઈન પોઇન્ટ ડુ યુ લાઇક ધ ગર્લ ઓર નોટ !! ઇફ યુ ડુ ધેલ વી વીલ કમ વીથ યુ એટ ક્લીનીક ટુ ..નથીંગ ટુ વરી..પ્રોબ્લેમ સોલ્વ !!' ' લેટ્સ ગો નાઉવ હેવ સમ કોફી એન્ડ ઓહ માય ગોડ વી હેવ ટુ ગો શોપીંગ ટુ રાહુલ ...વી હેવ ટુ લુક ડેશીંગ ટુ !!' સિમરન રાહુલ ને વરૂણ નો હાથ પકડી ને ચાલી રહી હતી ને બોલતી હતી. જ્યારે મેડ ક્લીનીકે ત્રણે પહોંચ્યાં તો ડોર આગળ ફોર્મ એક કોર્નરમાં પડ્યા હતા ઉપર સાઈન હતી બધાએ ભરવાના ને નંબર લઈને લાઇનમાં ઉભા રહેવાનું...એ લાઈન જોઈને જ પાછા ફરવાનું મન થઈ જાય તેવું હતું. ઉપરથી બધાના સોગિયાં મોઢા... વિષાદ ના વાદળ છવાયેલા..ચિંતા હતી, થાક હતો. બીજી વિન્ડો માં કેશીયર ફોર્મ સાથે પૈસા લેતી હતી. ..

જાણે યંત્રવત મશીન હાથ લંબાવતું ને પૈસા ગણી મૂકી દેતું. કોઈ શબ્દ નહીં માત્ર સન્નાટો.ક્યારેક ડોક્ટર કે નર્સ એક રૂમમાંથી બીજા રૂમ માં જતા દેખાઈ જતા. બ્લડ આપેલા પેશન્ટ બીજી તરફ ચેર પર જઈ બેસતા એમના રીપોર્ટ ની રાહમાં કે જો આજે નંબર આવી જાય તો રીપોર્ટ મળી જાય તો ધેર જવાય. સવારથી ખૂલેલ ક્લીનીક માં રોજ બરોજ ના સ્ટાફ ના માણસો એ દૂર પાર્ક કરવાનું. ટાઇમસર આવી ને કારકૂન દરવાજો ખોલી જાય. કામ પૂરતું જ બોલવાનું બાકી સૌ સૌના કામ ઓટોમેટિક ચાલતા મશીન ની જેમ પતવા લાગે. આડી અવળી કોઈ વાત ના કરે કે સંભળાય. નો ડ્રીંક ઇવન વોટર અલાઉડ નો ફૂડ ઇધર ઓન ટેબલ...બધા જ રીપોર્ટ અગત્યના તેથી ચીવટપૂર્વક કામ કરવાનું. લાઇનમાં બેસો એટલે આ બધી ખબર પડે. જોબની કદર કરો, ફેસીલિટીની કદર કરો ને કો-વર્કર ને બોધર ના કરો ને કામ કરવા દો...બસ ચીફ ની સ્ટ્રીક ઇન્સ્ટ્ર્ક્શન ને બધા ફોલો કરે. વરૂણ બહાર જવા લાગ્યો તો સિમરને ના કહી. રાહુલે ઇશારાથી ચૂપચાપ ફોર્મ ભરવાનું કહ્યું. લગભગ એકાદ કલાકે કેશીયર પાસે પહોંચ્યાં...નો હલ્લો નો હાય જસ્ટ ૪૦૦ - ૬૦૦ - ૮૦૦ એક સર્કલ કરેલ કાગળ પાસ કરે ને તમારે પૈસા ભરવાના ને પેઈડ નો સ્ટેમ્પ મારે. ફરફર થતા કાગળો એક તરફ મૂકાતાં જાય બીજી તરફના ડ્રોઅરમાં પૈસા મૂકાતા જાય. ૧૨ થી ૨ બધાનો લંચ બ્રેક બધું જ બંધ..બધા લંચ જમે. પેશન્ટ પણ. ૨ વાગ્યા પછી ફરી એજ લાઇનો ને ઓટો નંબરની લાલ લાઈટ...!! ૮ વાગે બધુ બંધ જે તમારું કામ ન પત્યું તો આવો બીજા દિવસે. ને લઈ જાઓ તમારો બ્લડ રીપોર્ટ. આમ સાત દિવસ ખુલ્લી રહેતી

મેડ ક્લીનીક નું રૂટીન રાબેતા મુજબ ચાલે. ઉતરી ગયેલાં મોઢાં કે અધમૂઆં પેશન્ટ જોઈને તમને દુઃખ થાય. જિંદગીની કિંમત સમજાય ત્યાં સુધીમાં મોત આવી ને સામે ઉભું હોય...ને તમે ઇશ્વરને યાદ કરો...!! પાછળ દૂર  કોઈના રડવાનો છાનો અવાજ સંભળાતા રાહુલ ની નજર ત્યાં પડી. પોતાની જ બહેન ને જોઈને ચોંકી ગયો. ઉભો થઈને વળગી પડ્યો. શું થયું ?? HIV Positive નો રીપોર્ટ હાથમાં જોઈને તેની આંખો પણ ભરાઈ આવી. Life throws the curve ball. શું બોલવું શું પૂછવું ...કેમ ? ક્યારે ? કશુંય પૂછવું નથી. પછી વાત. આમ 

અચાનક રાહુલ મળ્યો તેથી તે પણ છોભીલી પડી ગયેલી...આવું બનશે તેનો પણ સ્વપ્ને ખ્યાલ નહોતો. ક્યારેક અજાણતાં કરેલી ભૂલનું ભોગવવાનું પરિણામ તો ક્યારેક બીજાએ કરેલી ભૂલનું પરિણામ ભોગવાનું !! ટ્રેનમાં મુસાફરી કરતી બહેનને કોઈકે છેડતી કરી બહેને થપ્પડ મારેલી પણ તેને રેઈપ કરી ને જ છોડી. એનું આ પરિણામ હતું કે તેનો રીપોર્ટ પોઝીટીવ આવેલો.બંને ખૂબ રડ્યા. વરૂણે કીધું મને રીપોર્ટ નથી કરાવવો..ઘરે જઇએ. સિમરને વરૂણ સાથે ક્લીનીક માં રહેવાનું નક્કી કર્યું ને રાહુલ તેની બહેન ને લઈને ધરે ગયો...!! પહેલા ભરો પૈસા પછી ડોકટર કરે કામ .... આ નવી રીત ને બંને જણા જોઈ રહ્યા..!! બીજા દિવસે રીપોર્ટ લેવા વરૂણ એકલો આવેલો. ખોટો ગભરાતો હતો તે તો રીપોર્ટ વાંચ્યા પછી જ સમજ્યો હતો. "થેંક ગોડ"

'નેવર અગેઇન.. આ બાજુ પણ ભૂલથી ના આવવું પડે એમ વિચારતો બહાર નીકળ્યો. તે રાહુલ ના ઘરે ગયો સિમરન પણ ત્યાંજ તેની બહેન પાસે બેઠેલી. બંને તેને સમજાવતા હતા, દિલાસો આપતા હતા. વરૂણ ને જોઇને બંને ઉભા થઈ તેની પાસે આવ્યા. રીપોર્ટ રીઝલ્ટ જાણી બેસી ગયા.લગ્નના છ મહીને વરૂણ ને સંગીતા લાઇનમાં ઉભા હતા...એજ રૂટીન ...એજ કલાકો લાંબી લાઈનો...વરૂણ વિચારતો હતો નોટ અગેઇન !! 

સંગીતા ફાટી આંખેબધે જોઈ રહી હતી. બેબાકળી નજરે વરૂણ સામે જોતાં જ ભીની થઈ જતી હતી. મોડી રાતે મુવીઝ માંથી પાછા ફરતાં બંને ખુશ થઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરેલો. ડ્રગ્સ ના નશામાં ચૂર હતો તેણે પૈસા વોલેટ ઘડી લઈ લીધી પણ ત્યાં તો બીજાએ

ડ્ર્ગ્સ નીડલ સંગીતાના શરીરમાં ખોસી દીધેલી...કેટલીય વાર એકની એક નીડલ વાપરતા નશામાં ચૂર નુ ભોગવી રહી હતી સંગીતા પરિણામ ... અરે ભગવાન હસવા ના દિવસો અમારા !! ક્લીનીક ના દોડા !! પૈસા ના પાણી !! આંસુના ઢગલાં નો બોજો શેં સહેવાશે !!

--રેખા શુક્લ


બુધવાર, 4 એપ્રિલ, 2018

Untold War Stories


Untold War Stories
Untold War Stories
ફર્સ્ટ ધે કિલ્ડ માય ફાધર =Untold War Stories 
'એમા' 
નાનકડી સાત વર્ષની ઢીંગલી જેવી 'એમા' આજે કેટલી બધી ખુશ હતી કેમ કે એના બર્થ-ડે માટે એના ફાધર કેક લઈ આવવાના હતા. કૂદાકૂદ કરતી બાલ્કનીમાં ભાગમભાગ કરતી હતી.
મોમ આવી ને વઢી ગઈ કે ઃ' કામ ડાઉન, રેલિંગ પર ચડી તો પડી જઈશ ' નાનો ભાઈ ૬ વર્ષનો આવી ને કહી ગયો ઃ' પ્લીઝ બી કેરફૂલ ' ચાર્લી ને ટોની બંને મોટા ભાઈઓ પણ ફાધર
સાથે અંદર આવ્યા અને એમા થી મોટી આયેશા બાલ્કનીમાં આવી એમા નો હાથ પકડી ને લઈ ગઈ. એમા ફાધર ને વળગી પડી ફાધરે ખૂબ વ્હાલ કર્યું ને બોલ્યાઃ ' હેપ્પી બર્થ-ડે માય સ્વીટહાર્ટ, 
યુ આર માય સન શાઈન ! એપલ ઓફ માય આઈ એન્ડ મામાઝ એન્જલ ! ' ફાધરને વળગીને એમા ખુશ રહી હતી. ત્યાં બાલ્કનીની બહાર થી લોકોનો અવાજ સંભળાયો ને
પછી મિલિટ્રી સોલ્જર્સ નો અવાજ આવ્યો..ટોળામાં ગણગણાટ થયો ત્યાં તો કોઈને ગોળીબાર થી વિંધ્યો. બાલ્કનીમાંથી એમા ને પરિવારના બધા સદસ્યોએ જોયું પાછા રૂમમાં આવી ગયા.
ત્યાં એનાઉન્સમેંટ સાંભળી 'સરંડર યોર સેલ્ફ, ઇવેક્યુટ એન્ડ લીવ નાઉ' ફાધરે મૂકેલી કેક સામે એમા જોતી રહી પણ આયેશાએ બોલાવી લીધી. મોમ ને ફાધરે બધાને જરૂરી સામાન પેક 
કરવાનું કહ્યું. અને બધા રસ્તા ઉપર એક્ઠાં થયાં. એ વખતે કંબોડિયા વોર માં ફસાયેલું હતું. આ બાજુ જ્યાં સુધી અમેરિકન સોલ્જર્સ હતા ત્યાં સુધી બધાને વાંધો ના આવ્યો પણ વિયેટનામ
સોલ્જર્સ વિચિત્ર હતા. આ વિયેટનામ વોર માં કંબોડિયા દેશના૨૫ ટકા માણસો મૄત્યુ પામ્યા અને તે પણ કૄરતાની ચરમસીમા વટાવીને. 
હા, જેની પાસે વાહનો હતા તેમના વાહન પણ જપ્ત કરી લેવાયા ને પગપાળા ચાલતા લઈ ગયા કલાકો ના કલાકો સુધી. ત્રણ દિવસે એમા બોલી: 'ફાધર મારે ઘરે જવું છે હવે નથી ચલાતું'
ફાધરે તેના હાથમાંથી વજન લઈ લીધું, માથે હાથ ફેરવી વ્હાલ કરી કહ્યું ' યુ આર માય ડીયર વી હેવ નો ચોઇસ કમ લેટ મી કેરી યુ ' કહી તેડી લીધી. બધાના હાથમાં સામાનનું વજન 
હતું ફાધર પોતાનુ કોને આપે ? એમા સાથે સામાન પણ ઉપાડી ચાલવા માંડ્યું. કોઈને ક્યાં ખબર હતી હજુ તો ઘણું ચાલવાનું ને સહન કરવું પડવાનું છે ! જરૂરિયાતની વસ્તુઓ પણ વચ્ચે વચ્ચે જપ્ત કરી લેતા ને મારવાની ધમકી આપતા સોલ્જર્સ જાનવરના ધણથી પણ ખરાબ રીતે વર્તન કરીને માણસોને ઢસડી જતા, અશક્ત ઘરડાં ને ન ચાલી શકનાર ને જુદા કરી મારી નાંખતા.  દયા નો છાંટો નહોતો. એમા ને એની મોમે બર્થ-ડે ગીફ્ટમાં લાલ રંગનું ફ્રોક આપેલ તે સાથે તેના સ્લીપર્સ પણ જપ્ત કરી લેવાયા.. ન રડી શકતી દરેક વિવશ આંખો નમ હતી પણ મૌન હતી. ત્યાર પછી વધુ ભણેલા ને પૈસા વાળા ને અલગ કરવામાં આવ્યા જે લોકો પોતાની આઇડેન્ટી છૂપાવી ના શક્યા તેમને પકડી ને સજા યે મૌત ફરમાન કરાયા. રાઈસ ફાર્મ માં કલાકો ના કલાકો ફરજીયાત કામ કરાવતા કોઈ અપવાદ નહીં. માથે વરસાદ 
પગ સતત પાણીમાં ને ખાવા ચમચો ભાત મળતો. એક સરખી લાઈનમાં કોદાળી થી ખોદાવતા નાની એમા માંડ માંડ પાવડો ઉપાડી જમીન ખોદતી હતી. અરેરે.. આ સાત વર્ષની આયુમાં તેની 
આંખો શું શું જોઈ રહી હતી ને મૌન રહેતી હતી !! 
પછી યંગ જુવાનોને લઈ અલગ કરાયા કે જેમાં એમા ના બંને ભાઈઓ ચાર્લી ને ટોની ને લઈ જવામાં આવ્યા. મૂક ચીસો ને આક્રંદ આંખો કંઇ ના કરી શકી. મા પોતાના બાળકોને ખેંચી જતા
જોઈ રહી...રડતી રહી ને સાનમાં સમજાવતી હતી કે ઃ' ડોન્ટ ગેટ ઇન ટુ એની ટ્રબલ, ડુ હાર્ડ વર્ક એન્ડ ડુ એઝ ધે સે ટુ સરવાઈવ ' હે ભગવાન કેટલું કઠણ છે આવું જોવાનું ને કરવાનું એનો
અંદાજો લગાવી નથી શકાતો. એક વહેલી સવારે ધણા પુરૂષોને લઈ ગયા કે જે કદી પાછા ના દેખાયા. પાવડાથી માથામાં મારી મોટા એક ખાડામાં બધા ને ફેંકી દેવામાં આવતા..અધમૂવા
હોય તો પણ..!!! જેનો ડર હતો તે થઈને જ રહ્યું ફાધરની આઇડેન્ટી પકડાતા તેને ઘરપકડ કરી લઈ જવામાં આવ્યા...ફાટી આંખે મા ભેટી ને રડતી રહી. સોલ્જર્સ ના પેટ પર બાંધેલી કોદાળી
ને હાથમાં રાઈફલ જોઈને એમા ને પણ અંજામ ની જાણ થઈ ગઈ. ફાધરે ભેટીને વિદાય લેતા કહ્યુ ઃ' બેટા લવ યુ, બી વીથ મોમ એન્ડ બી ગુડ 'ભૂખમરો ને રોગચાળો વધવા લાગ્યો માણસો  ને ખોરાક-પાણી વગર હાડકાં પાંસળા દેખાય તેમાં જીવતાં મરેલાં બણબણતાં કણસતાં અધમૂવા ની સારવાર કરવા સ્ત્રીઓ રખાઈ .
એમા ની મોમ આ બધુ જોઈને સમજી ગઈ કે મૄત્યુ જ અંજામ છે પણ આટલું બધું ફ્રેશ વેજીટેબલ ને રાઈસ ઉગાડવા છતાં ચાર દાણા રાઈસ નો સૂપ આપવામાં આવે છે ને સોલ્જર્સ પૂરું જમે 
છે. બે માઈલ બીજી છાવણીમાં પોતાની એમા અને આયેશા ને ઓરફન તરીકે દાખલ કરવી તેનો 
વિચાર કરે છે. સૌથી નાનો ૬ વર્ષનો ભૂખના માર્યો રડતો હતો તો ખેતરમાંથી એક કાકડી
લઈ ને પાછા ફરતા સોલ્જર્સે ભાઈને મારી મારીને લોહી લૂંહાણ કરેલો ને ઝૂંટવી લીધેલ કાકડી..આ બધું હવે સહન થતું ન્હોતું તેથી મોમ ના કહેવાથી બંને બહેનો જંગલ વટાવી ઓરફન 
તરીકે બીજી છાવણીમાં દાખલ થઈ ને કામ કરવા લાગી. બધા ને એક સરખા કાળા રંગના રંગેલા કપડા જ પહેરવાના. ડર ના માર્યા દરેકે દરેક કહ્યા પ્રમાણે કરતા રહ્યા. મધ્યાહ્ને બે મોટા
ચમચા ભાત મળ્યો એમા  ને આયેશા ખુશ ખુશ ઝડપથી ખાઈ ગયા. એક વાર કોકરોચ - વંદા પણ શેકીને ખાધેલા ને રાઈસ ફાર્મમાં પાણીમાં સાપ આવ્યો તેને પકડી ને મારી ને ખાધો...
ભૂખની કેવી ચરમસીમા હશે કે આવું ખાવા પણ તત્પર થયેલા...!! નાની વયે કેટલી અસ્ંભવ લાગતી પરિસ્થિતીમાંથી એમા પસાર થઈ રહી હતી એનું વર્ણન અતિશય કપરું છે...તો એમા ની
મનઃસ્થિતી કેવી હશે કે જેને આવા કપરા સમયમાંથી પસાર થવું પડે છે ને બધુ એક્લા હાથે પોતાનો બચાવ કરવા કેટકેટલું  સહન કરવું પડે છે. (આમ સોલ્જર્સ તાણી ગયા ને મારા પિતા ને મારી નાંખવામાં આવ્યા ,અહીં નામ ચેંજ કરી ને વાત લખું છું પણ વાત છે ફર્સ્ટ ધે કિલ્ડ માય ફાધર ની સત્યઘટના )વિચારીને કંપારી છૂટે જલિયાવાલા બાગ, આજ રીતે આફ્રિકા માં પણ ગવર્મેંટ ચેંજ થઈ ત્યારે  માસીકર કીલીંગ લક્ઝુરિયસ હોટલ રાન્ડા માં આશરો આપીને કેવું બને છે તે જ અસંભવતાની પરાકાષ્ટા.વોરમાં કેટકેટલું થઈ જાય છે એનો અંદાજ કરવો અશક્ય છે. વોર ની અંતમાં અંતે બંને ભાઈઓ ને બંને બહેનો ની મુલાકાત થાય છે પેહલી ને છેલ્લી વાર ચારેય હસ્તા જોવા મળે છે. પણ ક્રુરતાની હોરર ચરમસીમા માંથી કેટલી સમજ વાપરી સરવાઇવ થાય છે એનાથી ' અસંભવ' વાત કઈ હોઇ શકે ? 
આ બાજુ સમાચાર મુંબઈ શહેર ઉપર ભયંકરતાથી પડ્યા. અને છતાંય એની પૂરી ભયંકરતા પૂરેપૂરી રીતે સમજતાં તો દિવસો ગયા. પહેલાં તો થયું કે કાંઈક છે, પરંતુ શું છે એ કોઈ કહી શકતું ન હતું. એ વાત તો સાચી હતી કે સુરતથી ગાડી આવી ન હતી. ગાડી કોઈ દિવસ મોડી જ થતી ન હતી. ને ગાડી આવ્યા ઉપર કેટલાય માણસો વખતનો અંદાજ પણ કાઢતાં. એ ગાડી આવી જ નહોતી ! માણસને પેઢીએ જવાનો વખત થયો તોય આવી ન હતી ! માણસ પેઢીએથી પાછા ફર્યાં તોય આવી ન હતી. ને એક દિવસ સૂરજ ન ઊગે તો માણસને કેટલું અચરજ થાય એટલું અચરજ આ ગાડી ન આવ્યાથી સહુને થયું. 
કંપની સરકારના લૂંટારું દિવસો ગયા હતા ને અંગ્રેજ સરકારરાણી સરકારનું કાયદા- રાજ થયું હતું ને હજી તાજું થયું હતું. રાણી સરકારના રાજ્યની નિયમિતતા અને કાયદા પરસ્તીના 
પ્રત્યક્ષ સ્વરૂપસમી આ એટલી જ તાજેતરમાં શરૂ થયેલી ગાડીની સમય પરસ્તી હતી. જેમ રાણી સરકારના રાજ ઉપર સૂર્ય કદી આથમતો ન હતો. તેમજ આ ગાડીના રાજમાં સૂર્ય એકાદ મિનિટ પણ આઘોપાછો થઈ શક્તો ન હ્તો. સૂરજ આથમે સુરતથી ગાડી ઊપડે ને સૂરજ ઊગે ત્યાં તો મુંબઈ પહોંચે. જો સૂરજ ઊગી ગયો હોય ને તોય ગાડી ન આવી હોય તો તમારે નિશ્ચયે સમજવું કે સુરજ ભગવાનને આજે ઘડિયાળે દગો દીધો છે ને એ મહારાજ જરા વહેલા ઊગી ગયા છે. ને કેટલાકનો તો મત એવો હતો કે સૂરજ ભગવાને બીજી માથાકૂટ મૂકી દઈને, કૂકડાઓ અને કાગડાઓ ઉપર ભરોસે રહેવાને બદલે ગાડી ઉપર જ ભરોસે રહેવું જોઈએ. કેમકે આ તો રાણી સરકારની ગાડી ! એ ભૂલ કરે જ નહિ ! ત્યારે આમ કેમ થયું ? ગાડી કેમ ન આવી ?  એ આખો દિવસ જાણે કોઈ મહાન બનાવની ચર્ચા કરતા હોય એમ મુંબઈના શેઠિયાઓથી માંડીને ઘાટી ને મજૂર આ વિચિત્રતાની જ વાતો કરવા લાગ્યા. શેઠિયાઓ વાણોતરો સાથે, આ તર્કોની આપલેમાં કેટલાંય કજિયાઓ થયા, કેટલાય અબોલા થયા. શેરબજાર પાસે, ભૂલેશ્વર પાસે, ગ્રાંટરોડ સ્ટેશન પાસે ને શંકરશેઠની વાડી પાસે સાઉટફીટર સાહેબને પોલીસના પહેરા ગોઠવવા પડેલા.
સાઉટર-ઓગણીસમી સદીના અંતભાગના વર્ષોમાં મુંબઈના મશહૂર પોલીસ કમિશનર સાઉટરના પિતા થાય. એ સાહેબે મુંબઈમાં રાણી સરકારના રાજના દબદબાને છાજે ને કાયદાને જાળવે એ કાજે મુંબઈમાં પોલીસ દળની વ્યવસ્થા કરી હતી. આવી પધ્ધતિસરની  પોલીસની વાત લોકો માટે અગનગાડી જેટલી જ નવી હતી. પીળી પાઘડીવાળા ખભે ડાંગ ચડાવીને ને કેડે ફંદો ભરાવીને સારા શહેરમાં ચોરે ચૌટે ચકલે ગલ્લીએ ફર્યા જ કરતા હતા.---કેટલાય ઘોડા ઉપર ને કેટલાય પગે. ક્યાંક જરાક છમકલું થાય, હલચલ થાય કે તરત જ સીટી વાગી છે ને પીળી 
પાઘડીવાળાઓની જમાત એકઠી થઈ ગઈ જ છે. દિવસ હો કે રાત ! રાણી સરકારના રાજમાં સૂરજ જેમ આથમતો ન હતો તેમ પોલીસ પણ ઊંઘતી જ ન હતી. આથી કરીને નાટક ચેટક 
જોવા માટે સ્ત્રીવર્ગને સહેલાઈથી લઈ જઈ શકતો, રાતવરત સલામતીથી હરવા ફરવા જવાતું. કેટલાક તકરારી ગણાતા લત્તાઓમાં તો પોલીસ પડાવ નાંખીને રહેતી. એટલે સહુને રાણી 
સરકારનું રાજ ઘરઉંબરે  જ આવી ગયું દેખાતું. દાદાઓનો, ગુંડાઓનો તો સાઉટર કાળ હતો કાળ. આખો દિવસ ને રાત એ શહેરમાં ઘોડા ઉપર ફરતો જ હોય. દિવસમાં એ એકાદ વાર તો
ક્યાંય ને ક્યાંક મળ્યા વગર રહે જ નહિ. એવો હતો એ સાઉટર અને એવી હતી એની પોલીસ-પીળી પાઘડી.
મુંબઈના ધીકતા લત્તા -દેશી ઢબની ધીકતી જંજાળવાળા લત્તા એક ભૂલેશ્વર, બીજું શેર બજાર, 
ત્રીજી શંકર શેઠની વાડી. * 
(* આજ જ્યાં ગ્રાંટરોડ સ્ટેશનની સામે નાનાચોક છે ત્યાં પહેલા શંકર શેઠની વાડી હતી. કહેવાતી વાડી પણ હકીકતમાં એ કાપડ બજાર હતી. ) 
ને આ સ્થળે પોલીસના પહેરા ગોઠવાયા. શું હતું ? બળવાની પાછળની યાદ તો ભયંકર હતી. તોપ અને ફાંસીથી નીતરતી હતી. રાણી સરકારના ઢંઢેરા છતાં, 
કહેવાતી માફી છતાં નર્યા નીતર્યા ભયરાજની જ યાદ હતી. પરંતુ પાછલી યાદમાં તો મિઠાશ હતી. ને ઘણા માણસો એ કાળની નજરે જોયેલી વાતો ઘરને ખૂણે કરતાં પણ હતાં. શું એવું કાંઈ બન્યું હતું ? જૂના કાળમાં સતીઓ સૂરજને બાંધી રાખતી. એમ આ કાળમાંયે શું કોઈએ સૂરજના અવતાર સમી ગાડીને બાંધી રાખી કે શું ? બીજે દિવસે પણ ગાડી ન આવી. 
તે દિવસે શેર બજરમાં ભયંકર ઉથલપાથલ થઈ. કેટલાય રાય રંક થઈ ગયા. કેટલાય રંક રાય થઈ ગયા. ત્રીજે દિવસે ગાડી આવી. પણ ઓ બાપ રે કેવી એ ગાડી ! વનવગડામાં ઝાડ ઉપર વાંદરાઓ બાઝ્યાં હોય એવી ગાડી. એના ડબ્બેડબ્બા ચિકાર-ચિકાર-ચિકાર. માણસ બારણે લટકતાં હતાં. ગવર્નરના મહેલ જેવું પવિત્ર અને અસ્પર્શ્ય ગણાતું એનું એંજિન--એના ઉપર પણ માણસો !
કીડિયારું ઉભરાય એમ છડિયાં ગ્રાંટ રોડના સ્ટેશન ઉપર ઉભરાયાં. ધક્કામુક્કી ને ગિરદીમાં બે માણસના જાન ગયા. ટાંકીનું પાણી જ્યારે સાંકડા નળમાંથી બહાર નીકળે ત્યારે જોસબંધ
ધોધની જેમ નીકળે. સ્ટેશનના સાંકડા પ્રવેશદ્વારોમાંથી માણસોને એવો ઊછળતો ધોધ બહાર નીકળ્યો. ને કલાકમાં તો સારાય મુંબઈ શહેરમાં સમાચાર ફરિ વળ્યા કે સુરતને પાદર વહેતી 
તાપી નદીમાં આજ પહેલાં આવી ન હતી તેવી ભયંકર રેલ આવી છે. ને અરધું સુરત શહેર એ રેલમાં તણાઈ નહિ ગયું હોય તો હવે તણાઈ જશે. જે માણસો આવ્યા હતા તેઓ તો પોતાનું
 સર્વસ્વ ગુમાવીને માંડ આવ્યા હતા. સ્ટેશનમાં ય પાણી આવી ગયાં હતાં, ને ગામમાંથી તો સ્ટેશન ઉપર જવાય એવું  ય નહોતું. ને આવા ખુવાર થયેલા માનવીનાં ટોળાંનાં ટોળાં હજી
સુરતના સ્ટેશન ઉપર પડ્યાં છે. ત્યાં તો ભારખાનાના ઉઘાડા ડબ્બાઓવાળી બીજી પણ ગાડી આવી ને ઠલવાઈ. 
તરત જ શહેરના દાનવીરો જાગ્યા. આવેલાને આવકાર આપવા માણસોની તજવીજો થઈ. ધીમે ધીમે એ ઘોર આપત્તિની નાની મોટી વિગતો પણ બહાર આવવા માંડી. આસપાસ ક્યાંય 
વરસાદના સમાચાર ન હતા. દિવસ સ્વચ્છ હતો ને આકાશમાં આરસનાં પગથિયાં ગોઠવ્યાં હોય એવા સફેદ વાદળો સિવાય બીજું હતું નહિ. હવામાં યે ક્યાંય વરસાદની ગંધ પણ ન હતી.
પવનમાં જરા સરખો ય ભેજ પણ નહોતો. અમાસનો દિવસ હતો. મોટા જુવાળની ભરતી નદીની ફાંગમાં થઈને સુરત સુધી આવી હતી. 
ને બરાબર એજ સમયે-- બરાબર જે કલાકોમાં દરિયો નદીનાં પાણીને સંધરવાને તૈયાર ન હતો-- બરાબર એજ સમયે કોણ જાણે કેટલે દૂરના કેવા ભારે વરસાદનું ઘોડાપૂર આવ્યું . કો 
હયદળ દુશ્મનના મુકાબલાને ઝભ્ભે કરવાએન સપાટ ધરતી ઉપર મરવા કે મારવાની સંહારક દોટ મૂકતું હોય એમ નદીની સપાટી ઉપર ધરણી ધ્રુજાવનારા ડાબલાઓ ગજવતું ઘોડાપૂર આવ્યું. 
કહે છે કે એના ઘૂઘવાટા સારા શહેરમાં મેઘની ગર્જના જેવા સંભળાયા હતા. ઘર ઘર જેવડા ઊંચા ઘોડા માથે સફેદ ભમરીઓ ઘુમાવતા ધસ્યા જ આવ્યા. એકની પાછળ એક - એકની પાછળ એક-- એક ની પાછળ એક -અક્રાંડ તાંડવનું હયદળ એક ઘટ્ટ દીવાલની જેમ ધસ્યું જ આવ્યું. મોટા જુવાળના ઘોડા સાથે અથડાયું. સમંદરના ઘોડા ને નદીના ઘોડા અથડાયા. આભનું 
પેટાળ ચીરી નાખે એવા કડાકાઓ થયા. સાગરના ઘોડાઓએ મચક ન આપી, માર્ગ ન આપ્યો ને જેમ લડાઇની કડાંભીડ થોડીક ચાલે, ભયાનક કડાકાઓ થાય અને વિજેતાની અભંગ ટક્કર સામે પરાજિત હયદળ મેદાનમાંથી નાસીને તમામ શિસ્ત ભૂલીને ચોપાસ વેરાઈ જાય તેમ સમદરના ઘોડાની ટક્કર સામે લાચાર 
બનેલા નદીના ઘોડા કાંઠા ઉપરના અનેક નાના મોટા માર્ગે ચોપાસ ફેલાઈ ગયા. ને જ્યાં ફેલાયા ત્યાં પોતાના મહાપરાજયનો મહારોષ ઠાલવવા લાગ્યા. 
સુરત શહેરના લોકોને શું થાય છે એની સૂઝ પડે એ પહેલાં તો નદીનાં પાણી શહેરમાં ઘુસી ગયાં ને ઊભી વાટે દોડવા માંડ્યાં. નીચાણના ભાગો ઉપર પાણી રેલાયાં, ને ઊંચા ને ઊંચા ચડવા જ લાગ્યાં. એક તરફ મોટા જુવાળનાં પાણી નદીનો દરિયાપંથ રોકીને પડ્યાં હતા ને બીજી બાજુ નદીમાં પાણી તો ઝપાટાબંધ ચડતું જ રહ્યું. ને જગતનાં ભયંકર દ્રશ્યોમાંય એક પરમ ભયંકર દ્રશ્ય જોનારાઓએ જોયું. આટલું પ્રચંડ પૂર, આટલા ભયંકર ઘોડાઓ--છતાં નદીનું વહેણ અવળું થયું. પૂરે ચડેલી નદી અમાસના જુવાળના હેલાળે ચડેલો સાગર જ્યારે થપાટ મારે છે ત્યારે સેંકડો વર્ષોનાં એકાદ ભયંકર ઘડીએ 
એકાદ નદીમાં પાણી અવળાં વહે છે. નદી જાણે દરિયાથી વહેતી આવીને પાછી જાય છે, ત્યારે પગલે પગલે તસુએ તસુએ એ તાંડવ કરે છે. 
સુરત આગળથી તો જાણે નદીનાં પાણી આગળ વધતાં થંભી ગયાં. પાણી નો ધોધ બધો શહેરમાં જ ઠલવાયો. પાણીનાં પૂર શહેરમાં પથરાયાં. ઘૂમરીઓ વળવા માંડ્યાં. મકાનો જાણે કાગળનાં બન્યાં હોય એમ નીચે બેસવા માંડ્યાં. મહાસાગરમાં ઓલ તણાતો હોય એમ આટકાટ, ઝાડપાન, પશુઓ, માણસો ગોથાં ખાવા લાગ્યાં. માણસ માત્રની જાણે મતિ મૂંઝાઈ ગઈ. આ તો સાગરે માઝા મૂકી. ભાગી છુટાય એટલાં માણસો જીવ લઈને ઉપરવાસે ભાગ્યાં. સેંકડો મકાનો તણાયાં. સેંકડો માણસો તણાયાં. હજારો બરબાદ બન્યાં. ને તમામ બરબાદી ઉપર નદીઓના ઘોડાઓ વકરેલો ગેંડો જેમ  ખળું ખૂંદે એમ ખૂંદવા લાગ્યા.
જ્યાં સહુ પોતાની સલામતીની ચિન્તામાં પડ્યા હોય ને જ્યાં નદીનાં પાણી ભયંકર ચોકસાઈથી શહેરના મધ્યભાગથીયે આગળ ને આગળ જ ધપતાં હોય, ત્યાં કોણ કોની ફિકર કરવા રોકાય ?
માનવીની બીક જેમ ચેપી છે તેમ માનવીની બહાદરી પણ ચેપી છે. સામે ખડા થયેલા ભયથી ભાગતાં બધાં જ માણસો કાયર નથી હોતાં. સ્મશાનમાં પગ ન મૂકનારાં બધાં જ માણસો કાંઈ 
ભૂતથી ડરનારાં નથી હોતાં. કેટલાય માનવીઓ નાસે છે - માત્ર એટલા માટે કે ઊભાં રહીને શું કરવું એની એમને ગમ નથી પડતી. એવાં માણસોને રોકનાર ને કામે લગાડનાર એક જણ 
નીકળ્યો. નદીને સામે કાંઠે એક હડમાનનું મંદિર હતું. મંદિર તો શુ સ્થાનક હતું. પાસે ઝૂંપડું હતુંં ને તેમાં એક બાવા રહેતો હતો. પડછંદ દેહનો ને ઘડીભર તો આભને ય થોભ દે એવા સ્નાયુ
ઓ વાળો. મૂળભારથી એનું નામ. સામાન્ય સંયોગોમાં એને ગામની ખેવના ન હતી ને ગામને એની પરોજણ ન હતી. 
અસામાન્ય સંયોગમાં એ બાવો નદીનાં પાણીમાં પડ્યો. તણાતાં લાકડાં એણે પકડ્યાં, તણાતાં માણસો એણે આંતર્યાં. એમને લાકડાં પકડાવ્યાં. એમને તીરકસ દોરતો ગયો. ને એમ એ જીવ 
બચાવતો ગયો. એનું જોઈને કંઈક તરવૈયાઓ ઘૂમરી ખાતા પાણીમામ પડ્યા. કોઈને જરા વધારે અક્કલ સૂઝી. એમણે તરાપા બાંધ્યા ને વાંસડા લીધા. જોતજોતામાં નદીનો પટ આવા 
સાહસિકોથી ભરાયો. દૂરથી જોનારા રંગ દેતા જાય. અંદર પડેલાઓ એકબીજાને પડકારતા જાય. એમ ને એમ તેઓ એ બાવા મૂળભારથી પાસે આવ્યા, ને એનાં ચીંધ્યાં કામ કરવા માંડ્યા.
 ને પૂરનાં પાણી ચડતાં જ જતાં હતાં. જુવાળના ખારાં પાણી હજી મીઠાં પાણીને ચમક આપતાં નહોતાં - બલકે સામી ઠેલ જ મારતાં હતાં. ને પાણી ગોળ ગોળ ઘૂમતાં હતાં. આટકાટ, ભંગાર, 
મરેલાંઓનાં શબો એટલામાં ને એટલામાં ઘૂમતાં હતાં. તરવૈયામાં જખમી થનારા તારાઓની સંખ્યા વધતી ચાલી. ને ભંગાર- વેરવિખેર ભંગાર ધીમે ધીમે એકઠો થતો ઘટ્ટ થતો તરતા 
બેટ જેવો બનતો હતો. 
એકાએક દૂરથી જોનારાઓના કંઠમાંથી એક કાળી ચીસ ઊઠી, પાણીના ઘૂઘવાટને પણ વીંધીને તીરની જેમ આગળ ચાલી ઃ ' સંભાળો...સંભાળો....મહારાજ......મહારાજ ...!'
નદીપટ ઉપરના તરવૈયાઓએ ચીસથી ચમકીને જોયું અને નર્યાં નીતરતી હેબતથી એમની છાતીનાં પાટિયાં જ સાવ બેસી ગયાં. જાતભાતના ભંગારનો એક ધીંગો રીંગો અત્યાર સુધી નાનકડા હિમાલયના ગાંભીર્યથી નદીના પટ ઉપર આમથી તેમ હીંચક્તો હતો. એનામાં જાણે શયતાની પ્રપંચ જાગ્યો હોય, શયતાની જીવ પુરાયો હોય એમ એકાએક ઝનૂને ચડેલી સૂસવાટથી 
ખૂની, તરસ્યા વેગથી એ ભયાનક સાગર સવારીએ ઊપડી ચૂક્યો--- ને બે બાઈઓને લાકડા મોભને વળગાડી બાવો મૂળભારથી કાંઠા તરફ દોરતા હતા એના ઉપર જઈને એ 
ભંગારની સૂસવાટને પ્રચંડ થપાટ મારી. ગોફણમાંથી ગોળો છૂટે એમ લાકડાનો મોભ નદીનાં પાણીની સપાટી ઉપરથી અધ્ધર હવામાં પવનમાં તણખલું ઉડે એમ ઊડ્યો. એમાં એક છેડા
એ વળગેલી બે બાઈઓને અધ્ધર હવામાં ઘુમાવીને દૂર દૂર ફેંકી દીધી. બીજે છેડે મોભનો દોર આપતા બાવા મૂળભારથીની છાતીમાં મોભનો છેડો જાણે ઘુસી ગયો ને અધ્ધર ઊડેલા 
મોભના છેડા સાથે જડાઈ ગયેલા બાવાની છાતીમાંથી લોહીના લાલ ફૂવારા ઊડ્યા ને એના છાંટા 
આસપાસ વેરાયા. બન્યું એમ. મોટા જુવાળનાં પાણી તો કાનૂન પ્રમાણે સભર થઈ ગયાં, પછી વળવા માંડ્યાં. જુવાળનાં પાણીમાંથી સાગરની ઠેલ હઠી ગઈ કે બકરાની ગરદનમાં કસાઈનો છૂરો જેમ ઘૂસે એમ પૂરના વેગથી ગાડાતૂર બનેલાં નદીનાં પાણીએ સાગરના પાણીને ચીરીને એમાં પોતાના ભયાનક વેગનો કેડો પાડ્યો. પૂરના બહોળા પટમાં પથરાયેલાં પાણી એક સાંકડી ગલીમાંથી જાણે
સિંહની ફાળ ભરતાં ને સિંહની ગર્જના કરતાં દરિયામાં ઠલવાઈ રહ્યા. પૂરનાં પાણીએ ભયાનક વેગ પકડ્યો ને જયાં એણે દરિયાના પાણીમાંથી પોતાને માટે સાંકડો પટ ચીરી નાખ્યો હતો
ત્યાં તો એ એટલા જોસથી વહેતા હતા કે એમાંથી ઊડતા છાંટાઅએ ને ઘૂમરીઓ હજારો ફૂવારાઓ એક હારમાં ગોઠવ્યા હોય એમ દશ દશ બાર બાર ફૂટ ઊંચે ચડવા લાગ્યા. 
ને ભંગાર, આટકાટ વગેરેએ એ સાંકડી નાળમાં તો આંખો ભમી જાય એટલો વેગ પકડ્યો હતો. શહેર તરફના ભાગના તરવૈયાઓ તો માંડ માંડ પાછા આવ્યા ઃ પરંતુ એ ભયંકર નાળને સામે
છેડે જે મંદભાગી તરવૈયાઓ રહી ગયા હતા તેમાંથી તો કોઈ બચ્યું નહિ. પૂર જાણે પોતાનો રોષ દાખવી લીધો, ને પોતાની શયતાની તાકાતનો છેલ્લો પરચો બતાવ્યો. માણસથી લાતથી
જેમ હવામાં પગદડો ઊડે એમ ભંગારની થપાટથી હવામાં અધ્ધર ઊડેલો એ મોભ, મોભને એક છેડા સાથે જાણે પોતાના લોહીથી પોતાની છાતી જડી દેતો હોય એવો બાવો. હવામાં ચોપાસ
ઊડેલો એના લોહીના છંટકાવ... બીજી પડે બાવો મોભમાંથી છૂટીને લગભગ પંદરેક ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યો. મોભ આગળ પાણીમાં પડ્યો. એક ટપ્પો ખાઈને આગળ પડ્યો એને 
પોતાનું ભયંકર કામ પૂરું કરીને જાણે પોતાને વતન જતો હોય એમ સાંકડી નાળમાં પેસી ગયો. 
ભયંકરમાં ભયંકર વાતોને પણ આખરે છેડો હોય જ છે તેમ મોટા જુવાળની બીજી ભરતી ચડે એ પહેલાં પૂરનાં પાણી વધારે ને વધારે પહોળી થતી સાંકડી નાળ વાટે દરિયામાં ઠલવાતાં જ 
ગયાં. ઉપરવાસથી ઘોડાઓની કૂચ કદમ બંધ થઈ હતી. ઓથાર શમ્યો હોય એમ તાપીની રેલ એના છ ક્લાકના સર્વ સંહારરૂપે જ નામશેષ રહી. એ આખીય ભયંકર રાત નાસભાગ કરેલાં માનવીઓએ પોતે પોતાનાં વિખૂટાં પડી ગયેલાં ખોવાઈ ગયેલાં સંબધીઓની ભાળ લેવામાં કાઢી. ખદબદતા કાદવનાં કાંપમા સેકડો આગિયાઓ કૂદાકૂદ કરતાં હોય એમ નાનામોટા દીવાઓ જળસંહારના મેદાનમાં આમથી તેમ ફરી રહ્યા હતા. ક્યાંય ન પત્તો લાગતાં રૂદન ઊઠતાં ઠેરઠેર ચડતાં પૂરની થપાટોથી ઓવાળ ઘસડાઈ ઘસડાઈને ચિત્રવિચિત્ર જગ્યાએ ઘસડાયાં હતાં. એમાં કેટલાંક તો ફાટી ગયાં હતાં. કેટલાક ઢગલો થઈ ગયાં હતાં, કેટલાકનાં છાપરાઓ તણાઈ ગયાં હતાં. કેટલાંક આસપાસ બધે ઓવાળ વીંટળાઈ જવાથી ઉગરી ગયાં હતાં. ' જેને દૈવ મારે છે એને કોઈ બચાવી શકતું નથી.'  'જેનાં રામ રખવાળાં કરે છે તેને માઝા મૂકતો મહાસાગર પણ કાંઈ કરી શકતો નથી ' એ હજારો વર્ષની લોકોની અંધશ્રધ્ધાના થોકબંધ પુરાવાઓ મળી આવતા હતા.
પ્રલય પછીની જાણે કાલરાત્રી આવી હોય એવી એ અખૂટ અને કાળજુ ચીરી નાખે એવી અમાસની રાત આખરે પૂરી થઈ. લોકોનો ફડફડાટ હતો કે નદીમાંથી પૂરનાં પાણી જો ત્રણ ચાર કલાકમાં
સાગરમાં ઠલવાઈ જાય નહિ, તો પાછો રાતનો જુવાળ ચડતાં ફરીને પાણી ગામમાં ચડશે. એ ફફડાટ પણ શમ્યો. એક મુગલાઈ કુમાવિસદ્વારની પ્રેમપાત્રી ગણિકાના નામ ઉપરથી સ્થપાયેલું
એન વિકાસ પામેલું આ શહેર એ ગુણિકાના અંતિમ હાલ જાણે ભોગવી રહ્યું. કાળના અચાનક અને ભયંકર સપાટાથી કો જુવાન ગણિકાનો દેહ જેમ છિન્નભિન્ન થઈ જાય એમ સુરત શહેર 
વિફરેલી મહાનદી ને માઝા મૂકેલા સાગર વચ્ચેના દ્વંદ્વમાં છિન્નભિન્ન થઈ ગયું.
ચોપાસ ઓવાળના ગંજના ગંજ ખડકાયા હતા. ચોપાસ ઢોરઢાંખર, ને માણસના પિંખાયેલા છુંદાયેલા પિંડ જેવા બનેલા દેહો પથરાયા હતા. ઉપર આકાશમાં ક્યારની એ ગીધોની સિસોટીઓ 
બજવા માંડી હતી. કાગડાઓનું કાળું વાદળ તોળાઇ રહ્યું હતું, ને પાગલપણનું ઝનૂન ઊતરતાં વધારે ઓશિયાળી અને વધારે હારણ બની હોય એમ તાપીનો પાતળો પ્રવાહ ભારે પરિશ્રમ
પછીના થાકથી થાકેલો દેખાતો વહેતો હતો. 
મકાનોના છાપરાઓ ઉપર કયાંક માનવદેહો પડ્યા હતા. મહાનદીએ મહાપરિશ્વમ કરીને ગવરીશંકરનો સંસાર થાક જાણે એનાં માથા ઉપરથી ઉતારી લઈને પોતાના ખોળામાં લઈ લીધો 
હતો. ગવરાનો તમામ ઉપજીવી અને સંસારથી દાઝેલો પરિવાર મહાનદી ઉપાડી ગઈ હતી. ઘરમાં પાણી ભરાવા માંડ્યું ને જીવ બચાવવા ગવરો, એની સ્ત્રી, એની દીકરી અને વિધવાઃ-અવિધવા વહુઅરૂઓ ઉપલે માળ ચડી ગયાં. એ સમયની બૂમાબૂમ અને હાંફળા દોડાદોડ દરમિયાન ગવરાએ એમનાં દર્શન કરી લીધાં. એમના અવાજો સાંભળી લીધા. એમના ઉત્પાતો જોઈ લીધા, ત્યાર પછી ગૂંગળાવી નાંખે એવી સફેદ ને મેઘધનુષના રંગોથી ભરેલી ને એને જાણે ભીંસી નાંખવા માગતી હોય એવી ચાદર જાણે એની આસપાસ વીટળાઈ વળી.ત્યાર પછીન જાણે એ દૂર્બળ દેહોની ફરીને ઝાંખી કરી,ન તો એમના અવાજો દૂરથી કે નજીકથી સાંભળ્યા ! જળ ઉપર સવારી કરીને ગવરાના સંબંધો ને એ સાંસારિક સંબંધમાંથી નિષ્પન્ન થયેલી ઉપાધિઓ અને આધિઓ જાણે ભવસાગરને પેલે પાર ચાલ્યાં ગયાં. પોતાના સ્વજનોની નિષ્ફળ શોધ કરતા ગવરાએ એક મકાનના છાપરા ઉપર એક તોતિંગ ઝાડ ઉપર ભીષ્મની જાણે બીજી બાણશૈયા હોય એમ બાવા મૂળભારથીને પડેલા જોયા. પોતાની નિઃસીમ તાકાત અને નિર્ભર છાતીનું અરમાન ધરતા એ માનવીની છાતીમાં મોટો ખાડો પડ્યો હતો. લોહી ધોવાઈ ધોવાઈને આખી ય એ કદાવર કાયા સંગેમરમર જેવી સફેદ બનિ ગઈ હતી.એ હામવંતો માનવી જાણે મોતને એટલી જ હામથી ભેટ્યો હોય એમ એની આંખો ઉઘાડી હતી ને જ્યાં એનો આત્મા સંચર્યા હતો એ આભ સામે જોઈને મહાકાલને કહેતી કે ઃ ' મારી તાકાતના અરમાનમાં મેં જિંદગી દરમિયાન તમામ ભૌતિક સમૃધ્ધિ ગુમાવી હતી ! એજ 
અરમાનમાં આજ મારી આધિભૌતિક સમૃધ્ધિ પણ ગુમાવું છું અને જેમ જીવતાં મને અફસોસ થયો નથી તેમ મરતાં પણ કોઈ અફસોસ થતો નથી. '
ગવરીશંકરના અંતરમાં અત્યારે વિચિત્ર મનોમંથન ચાલતું હતું. તનથી ગરીબ, મનથી ગરીબ, ધનથી ગરીબ એવા માનવીના ગોચર અગોચર ચિત્તવ્યાપારમાં બહુ ઊંડું અવગાહન કરવું
જોઈતું નથી. ગવરીશંકરના સંસારથી હારેલા, સમાજથી થાકેલા, ને સંતાપથી ત્રાસેલા ચિતાના ઉંડાણમાં જાતજાભાતની ઘૂમરીઓ વળતી હતી. એનો તમામ બોજ લૂંટાઈ ગયો હતો ---કે
 હળવો કરવામાં આવ્યો હતો ? સમસ્ત સ્ત્રીવર્ગની જળસમાધિ અને..... જવા દો એ બધી વાતો. ગવરો પોતે જ જ્યાં પોતાના ચિત્તની અતળ ગુફાઓમાં નજર કરવા માગતો નથી ત્યાં 
આપણે શા કાજે હેરણાં હરવા જવું ?
ગવરો મૂળભારથીને દીઠે ઓળખતો હતો. લાંબી વાતો તો એ જાણતો ન હતો. પરંતુ નદીપારના હડમાનના બાવાજી તરીકે એણે એને અને ગૌતમને જોયા હતા. બાવો સારો માણસ ચે એવી
લોકવાયકા એણે સાંભળી હતી. ને બાવો બહાદર માણસ હતો એ એણે અનેકોની સાથે નજરે જોયું હતું. એણે બૂમ પાડી. એની બૂમમાં ડૂબતાં માણસોને બચાવવાને ઘોડાપૂરના તોફાને
 ચડેલી નદીમાં ઝંપલાવનાર માનવીનાં આવાં કપરાં મોત સામે ફરિયાદ હતી. એ બૂમ સાંભળીને થોડાં માણસો એકઠાં થયાં. બાવાજીના આવા અકાળ અવસાન ઉપર એમણે સહુએ ઘણો
ખેદ વરસાવ્યો. ક્યાંકથી કોઈકથી સીડી લાવ્યું ને ચારેક માણસો છાપરાં ઉપર ચડીને ગવરા પાસે આવ્યાં. એમણે બાવાજીને જોયા ને એમને કંઠમાંથી અરેરાટી છૂટી ગઈ. ક્યાંકથી ખાટલો 
આવ્યો. જેમ તેમ કરીને ઉપર ચડાવ્યો. એના ઉપર ચાર જણાએ બાવાજીની લાશ ઝાડની ડાળીઓમાંથી આસ્તેથી સેરવીને નાંખી. ધીમે ધીમે ખાટલો સીડી વાટે નીચે ઉતરવા લાગ્યો. 
બાવાજીની કેડમાં કાંઈક ભરાયેલું. ઝાડની ડાળીઓ સાથે ખેંચાઈ, કાંઈક ફાટી ઢીલું થઈ એ છૂટું પડીને ઝાડનાં પાંદડાઓની વચમાં પડ્યું હતું. ગવરાએ એ ઉપાડી લીધું. ખૂબ લુગડાંના ગાભામાં એ વીંટળાયેલું હતું. ગવરાએ દબાવી જોયું. આખું ભીનુંભીનું હતું, છતાં પોથીના પાનાં જેવું હતું. ગવરાને લાગ્યું કે એ બાવાજીની શાસ્તરની પોથી હશે. એ લઈને ધીમે ધીમે નીચે ઉતર્યો. ત્યાં તો આસપાસ ફરી વળ્યા કે બાવા મૂળભારથીનું શબ મળી ગયું છે. નજીક અને દૂરથી બાળકો અને સ્ત્રીઓ, બુઢ્ઢાંઓ અને જુવાનો દોડતાં આવ્યાં. નદીમાં ઝંપલાવીને ડૂબતાં તણાતાં માનવીઓને ઉગારવાંનો એણે લીધેલો અથાગ પરિશ્રમ તો ક્યારનોય જાણીતો 
થઈ ગયો હતો. એની સાહસિકતાની અને તાકાતની, એની હિંમતની ને એની કર્તવ્યપરાયણતાની 
વાતો તો ક્યારનીય કર્ણોપકર્ણ વહેતી થઈ હતી. કેટલાંય ઘરોમાં તો એની હામનાં જીવતાં પ્રતીકો મોજૂદ હતાં. આવો પરોપકારી માણસ, આવો હામધર માણસ ભારેમાં ભારે વસમા મોતને ભેટ્યો  એ વાત જાણે સાંભળી એને દુઃખ કરનારી લાગી. 
શ્મશાન જેવું એ દિવસે તો આ હતભાગી શહેરમાં રહ્યું ન હતું. માથે ગીધડાંના ટોળાં ઊડતાં હતાં. સમળી અને કાગડાઓના વાદળોથી સારા શહેર ઉપર જાણે સૂરજ ઢંકાઈ ગયો હતો. જ્યાં 
લાશ મળે ત્યાં તરત ઓળખીતાંઓ, સગાંઓ અને અગ્નિસંસ્કાર કરી દેતા હતા. ને આમ અગ્નિમાં જલતી લાશો ઉપર પણ ગીધો ચોટ નાખતાં હતાં . એટલે વાંસડાઓ ને ઝાડોની ડાળીઓ 
કાપી કાપીને એ મૂરદાંચોરોને મારી મારીને ભગાવવાં પડતાં હતાં. ચિતાઓ સળગતી ને બુઝાઈ જતી ને ફરી સળગાવવી પડતી. એક સકખી પ્રગટેલી ચિતામાં આસપાસના શબોના 
અગ્નિસંસ્કારો પણ કરવામાં આવતા. કોઈની દોરવણી જેવું હતું નહિ. દિગ્મઢ થયેલું સરકારી તંત્ર મૂર્છામાંથી જાગ્યું જ ન હતું. ને સરકારી અમલદારો ને નોકરો પોતપોતાની વૈયક્તિક 
વિપત્તિઓમાંથી ઊંચુ માથું કરી શકે એમ ન હતું. લોકોએ આપમેળે સ્વયંભૂ સહકાર અને સંસ્કારથી આ કાર્ય પતાવવા માંડ્યું હતું. લાશો રઝળે એ ધર્મદ્રષ્ટિએ ખરાબ કહેવાય પરંતુ  એ જો 
સડે તો શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એ સમજવામાં ઝાઝા વૈદકગ્નાનની જરૂર પણ ન હતી. 
બાવા મૂળભારથીના શબને પણ ત્યાં જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. ભારથી બાવાને અગ્નિદાહ દેવાય કે ભૂમિદાહ દેવાય એની ચર્ચામાં ઊતરવાનો ત્યાં કોઈને અવસર ન હતો. પડી 
ગયેલાં ઘરોનાં મોભ ને પીઢિયાં, બારણાં અને બારીઓ ફરતાં સુક્કા ઘાસના તાપથી એની લીલવણી ઉકળતી જાય, ખદબદતી નીતરતી જાય, આગ પકડે, મૂકી દ્યે. બુઝાય, વળી પ્રગટે
એમ કરતાં કરતાં ભીનાં લાકડાઓ આખરે બંગડી જેવાં બળે....
ને એમ બાવો મૂળભારથી પોતાના કાંડાબળના અરમાનની છેલ્લી સુગંધ સાથે સરગાપુરી સંચર્યો. મુલક કાઠિયાવાડનો. તાલુકો સરવૈયાવાડ. એ તાલુકામાં એક ઠકરાત સેજલપુર . 
સેજલપુરનો ગરાસિયો પહાડ જેવા અડગ મૂળુમાણેક સાથે કાંડાબળ ભિડવવા ગયો એમાં ગામ ગરાસ ખોઈને બાવો થયો. માઝા મૂકેલા મહાસાગર ને ગાંડી બનેલી નદી સાથે કાંડાબળ 
ભિડાવવા ગયો અને જીવ ખોઈ બેઠો. પરંતુ એના છેલ્લા અસ્થિમાંથી નીકળતા છેલ્લા લીલા ઘૂમ સુધી એનું કાંડાબળનું અરમાન અભંગ રહ્યું. આ એમ બાવા મૂળભારથી સ્વર્ગે સંચર્યો. 
બાવાનું સ્થાનક અને એનું કાચું ઝૂંપડુ તો તણાઈ ગયાં હતાં. ને જ્યાં એના સ્વયંભૂ હડમાન પોતાના સિંદૂરિયા ભભકાથી વિરાજતા હતા ત્યાં તો મોથોડા ઊંડા ખાડાઓ ખોદાયા હતા. બાવા
પાસે કોઈ મિલકત હોય કે ન હોય, હોય તો એ બચી શકી ન હોય એમ સામુદાયિક અભિપ્રાય હતો. ને ઘણાં માણસો જ્યાં પોતપોતાની મિલકતના વલોપાતમાં પડ્યાં હોય ત્યાં પારકાની ઉપાધિ વહોરવાને કોઈ તૈયાર ન હોય.
એટલે ગવરાને બાવાજીનું ફીંડલું મળ્યું એમાં કોઈ ને રસ ન દેખાયો. ફીંડલું આમે પોથી જેવું હતું ને ચપટી રાખ જેવું હતું. ને રાખ પણ ચિતામાંથી તારવેલા અસ્થિનાં ફૂલ જેવી હતી. જે 
થોડાએ ગવરા પાસેથી એ ફીંડલું જોયું એઓને તો એ બધું કોઈ તાંત્રિકના સાજ જેવું દેખાયું. ગવરો એ પોતાને ઘેર લાવ્યો. કાગળો ભીના થયા હતા. એને સૂકવવા ખાતર એમ ને એમ
રાખી મૂક્યા. ગવરો હવે એક રીતે નવરો હતો. ઘરમાં હાથે રાંધવાનું એને હતું. પ્રભુરામ પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠા હતા. પેઢીમાં એ હજી મુનીમ હતા. પણ એમનાં મકાન નવેસરથી 
ન બંધાય ત્યાં સુધી પેઢીમાં જ રહેવાનું હતું એમને. ને એમના ઘરમાં જે કાંઈ એમની કમાઈની, એમની મોટાઈની, એમના અભિમાનની રિધ્ધિસિધ્ધિ હતી એ તમામ તો સાગરની વાટે 
ચાલી નીકળી હતી. પ્રભુરામ એકાકી થઈ ગયા હતા, ખાખી થઈ ગયા હતા, બેધ્યાન થઈ ગયા હતા. હવે ગવરો એક માત્ર એનો આધાર હતો ઃ પણ ગવરા માટે પેઢીના કામ સિવાય 
એનું અંગત કામ કાંઇ ન હતું. ગવરો પ્રભુરામને પોતાને ઘેર લઈ આવ્યો હતો. ઇશ્વરની એ કરુણા હતી. પાણીના તરંગનો એ પ્રત્યક્ષ પરચો હતો. તોતીંગ હવેલીઓ તણાઈ ગઈ હતી, 
ત્યારે ગવરાનું અરધ લાકડાનું ઈંટાળિયું છોતરાં જેવું મકાન પાણીના મારની વચમાં ઊભું રહ્યું હતું. એમાં પાણી ભરાયું હતું બેયે બેય માળમાં . ને ગવરાને ગવરાનો સરસામાન ફેરવવાને
મજૂરો આવ્યા એમ બારીબારણા વાટે પાછું નીકળી ગયું હતું. સજ્જન માણસો મળવા આવ્યા હોય અને પાછા ચાલ્યા જાય એમ કશી ગુંડાગીરી પાણીએ મકાનની દીવાલો ઉપર આચરી
ન હતી. કલાકોના કલાકો સુધી બેધ્યાન પ્રભુરામ ને બેતમા ગવરો સામસામા એકબીજાનાં મોં જોઈને મૂંગા બેઠા રહેતા હતા. દિવસો ગયા ને સુરત શહેરના જખમો સુકાયા. માસ ગયા 
ને જખમ રૂઝાવા માંડ્યા. પરંતુ પ્રભુરામ અને ગવરો બેમાંથી એકેય ચિત્તને છાઈ વળેલી મુર્છા વળી જ નહિ. શું હતું ને શું થઈ ગયું એની વિચાર ગૂઢતામાંથી એ બહાર આવ્યા જ નહિ--
કોઈ ઘનઘોર જંગલમાં માનવી ભૂલા પડ્યા હોય એમ. 
એકદા પ્રભુરામ ઘરમાં આંટા મારતા હતા એમણે છાજલી ઉપર વેરવિખેર પાનાં જોયાં. 
' ગવરા, આ શું ?'
' બાવાજીનું એક માત્ર સંભારણું રહી ગયું છે. ' ગવરો ઊઠ્યો પાનાં ભેગાં કરવા માંડ્યા ઃ ' બાવાજીની લાશ મને મળી ત્યારે આ મળ્યું. ઘેર લાવ્યો ભીનું હતું તે સૂકવવા મૂક્યું પછી ભૂલી ગયો !'
' ક્યા બાવાજી ?'
' મૂળભારથીજી. નદીની રેલમાં માણસોને બચાતાં એક મોભ એમને છાતીમાં વાગ્યો ને મરી ગયા એ. '
' મૂળભારથી-- મૂળ ભારથી !' પ્રભુરામ બડબડ્યા. નદીની રેલની બાબત સિવાય પણ એનું 
નામ પોતે ક્યાંક સાંભળ્યું છે એમ પ્રભુરામને લાગ્યું ને એની અર્ધકુંઠિત યાદશકિત એના હૈયામાં 
એ નામની પિછાન શોધવા જાણે ધૂમવા લાગી. 
' મૂળભારથી.....મૂળભારથી...મૂળભારથી !' પ્રભુરામ માથું ખંજવાળવા લાગ્યો ઃ ' મૂ ળ ભા ર થી ? '
માણસનું સર્વસ્વ જ્યારે જાય છે ત્યારે હંમેશા અભિમાની માનવી કરતાં નરમ માણસની સ્થિતિ ઓછી વિષમ હોય છે. સ્થિતિસંપન્ન માનવી કરતાં ગરીબની સ્થિતિ ઓછી શૂળ કરનારી હોય છે
. એ બિચારાઓ પાસે ખોવાનું જ શું હોય છે ? ગરવાએ જોયું કે પ્રભુરામ મૂળભારથીનું નામ એના પૂર્વાપર સંબંધમાં યાદ કરવા મથે છે. પાનાં ભેગાં કરીને, ગોઠવીને બાંધવાની દોરી
જેવું કાંઈક શોધતો ગવરો બોલ્યો ઃ ' મૂળભારથીજી નદીપાના હડમાનના બાવાજી હતા. આશાબેનને ધેર આવતા જતા હતા. ગૌતમભાઈને ને એને...' એકાએક ગવરો હેબતાઈ ને થંભી ગયો
. આશા ને ગૌતમનાં નામો એ પ્રભુરામ પાસે બોલ્યો ! એ ધૄષ્ટતા બદલ પ્રભુરામ શું કરશે એને ? 
' આશા....' પ્રભુરામ બબડ્યા. ' આશા..... ' ક્ષણભર પ્રભુરામ દીવાલ સામે તાકી રહ્યા. એની આંખો જાણે દીવાલને વીંધી નાંખશે. બીજી પળે એમની આંખોમાંની આંસુની ધારા નીકળી. 
એમની છાતીમાં પ્રાણને ગૂંગળાવે એવાં ધ્રુસકા ઊઠ્યા. ગવરો તો મૂઢ જેવો આ દ્રશ્ય જોઈ રહ્યો. ભઠ્ઠીમાં પકવેલી માટી જેવો નક્કર અને બરડ એવો પ્રભુરામ વરસાદમાં ભીંજાઈ ને જાણે પોચો બની ગયો હતો. 
' ગવરા ! ભાઈ ! તું તો આશા જોડે હળતો ભળતો રહેતો હતો ને ?'
' જી...જી...' ગવરાને સૂઝ્યું નહિ કે શો ઉત્તર દેવો.
' તને ખબર નથી આશા ક્યાં છે? ગવરા મારા ભાઈ ! મારું કોઈ રહ્યું નથી. ભાઈ ને ભાભી દેવ જેવાં હતાં તે હું હાથે કરીને ખોઈ બેઠો. બૈરી હતી તે ખોઈ બેઠો. ગવરા, હું એકલો પડી ગયો.
સાવ એકલો પડી ગયો. ભાઈ ! મને આશાને શોધી દે ને . કે એય આ રેલમાં....' ગવરાનું હૈયું દ્રવી ઊઠ્યું. આ એક બાબતમાં તો એ આ અભિમાન ગળેલા માણસને આશ્વાસન આપી શકે 
એમ હતો. ' જી. આશાબહેન આંહી હતાં જ નહિ. એ તો ક્યારનાંયે મુંબઈ ગયાં છે. '
' હે ભગવાન ! હજી શું મારા ઉપર તારી દયા છે ? ' પ્રભુરામથી બોલાઈ જવાયું. ' ગવરા, તું ગમે તેમ કર. પણ મારી છોડીને મારી પાસે લઈ આવ. તું મુંબઈ જા. કહેજે આશાને, તારો બાપ
તારા પગમાં પાઘડી ઉતારીને તારી માફી માગે છે. તું મારી દીકરી છો ને દીકરી થઈને બાપની ખબર રાખવા આવ. તાર વરને મારો દીકરો કરી રાખીશ. ગવરા, તું જઈશને ? '
' જરૂર જઈશ, જરૂર જઈશ.' ગવરાએ પોતે પાનાં બાંધતો હતો એ દોરીને એવો તો આંચકો માર્યો કે દોરી તૂટી ગઈ ને પાનાં ફરીને ગોઠવવા પડ્યાં. પ્રભુરામે પાનાં હાથમાં લીધાં. ને એને
ચમક આવી ગઈ. એની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. 'ગવરા ! ' એમનો અવાજ એકદમ રૂંધાઈ ગયો ઃ ' આ જો તો ખરો !'
ગવરાએ પ્રભુરામનું આપેલું પાનું હાથમાં લીધું, વાંચ્યું ઃ 
" નીલદર્પણ"
{ ભારતના મજૂરોની ગોરા બગીચાવાળાઓને હાથે થતી દુર્દશા, એમના ઉપર ગુજરતા અન્યાય અને જુલમ વગેરેનો ચિતાર આ નાટકમાં આપવામાં આવ્યો છે. } ઃ લેખક ઃ કવિ ગૌતમ
પ્રભુરામે પાના એકઠાં કરવા માંડ્યા. કાળજીથી ગોઠવવા માંડ્યા. એમનો હાથ ધ્રુજતો હતો. એમના હોઠ કંપતા હતા. એમની આંખો વીલાતી હતી. ને ગવરો અર્ધું સજરતો, અર્ધું ન સમજતો,
મનમાં કરૂણા અનુભવતો, ચિત્તમાં પ્રસન્નતા અનુભવતો અનિમેષ નજરે જોઈ રહ્યો. 

સંભાગ્ય સરકારી ખોફમાંથી બચવાને માટે ગૌતમે બાવા મૂળભારથીને સોંપેલું. ને બાવા મૂળભારથીએ સલામતી અર્થે પોતાના હડમાન નીચે બે હાથ ખાડો ખોદીને દાટેલું નાટક, મા તાપીએ ખોદી કાઢ્યું હતું. ને ઘણું તણાઈ ગયું, તોય આ નાનકડું ફીંડલું ઘૂમરીએ ચડાઅવીને એના રખવાળના દેહની સાથે સલામત મૂક્યું હતું. સેકડો માણસોનાં જીવન દાટીને સૂર્યપુત્રી તાપીએ પોતાના એક સંતાનનું દટાયેલું જીવન બહાર આણ્યું હતું ! ---રેખા શુક્લ