સિમરન ને રાહુલ
સિમરન ને રાહુલ
જ્યારે પુત્ર ના વધામણાં થયા ત્યારે બધા ખુશ હતા ને બે કલાક પછી જ સવિતા પોતાના પુત્ર રાહુલ ની વિદાય લઈ ને ચાલી ગયેલી તો બધાને ના સમજાયું કે આ શું થઈ ગયું ?....એને એક્સેસીવ બ્લીડીંગ થઈ ગયું ને નવ મહિના કોખમાં રાખેલા ને છાતીએ વળગાવ્યા
વિના તે ચાલી ગઈ ને રાહુલ ને જ્યારે ખબર પડી ત્યારે તો તે પાંચ વર્ષનો થઈ પણ ગયેલો.બસ તે દિવસ થી એને એમજ લાગતું કે એનો વાંક હતો કે શું ???? પણ એની બર્થ-ડે ઉજવવી એને ગમતી નહીં...કેવા કેવા લેખ લખીને અવતરે જીવ અહીં..!! અને એમાંય જ્યારથી ડેડ એના ચોથા બર્થડે પર જ
બીજી મૉમ લઈ આવેલા...સરપ્રાઈઝ બર્થ-ડે ગીફ્ટ કીધેલું..!! પણ નવી મમ્મી ક્ષમા ખૂબ સારી હતી,ખૂબ ખૂબ વ્હાલ થી રાહુલ ને રાખતી ને રમાડતીને તેની સંભાળ લેતી પણ રાહુલ ના મનમાંથી જૂની મમ્મી ભગવાન પાસે ગઈ જે દિવસે એજ દિવસે એ જન્મેલો તે વાત જતી જ ન હતી...અને અંદર અંદર સોસવાતો...!! દિવસો રોપાયા જાણે ઉભા થોર થઈ...ચોતરફ રણ ને માથે ગગન...મન કરે શોર મહીં..!! દસમાં વર્ષ માં જાગરણ એટલે શું તે ખબર પડી જ્યારે તેની મામા ની દીકરી પાયલ વ્રત સમયે રોકાવા આવેલી.!
ક્ષમા ને બધો શોખ..ફેન્સી ખાવાનું બનાવવું...શુશોભન કરી ધર સજાવવું...આવકાર આપતું ડીનર ટેબલ, તુંબડાને
સૂકવી ઇલેક્ટ્રીક સ્ક્રુડ્રાઈવર થી કોતરણી કરી લેમ્પશેડ બનાવેલો...ફૂલદાની માં રોજ બગીચાના રંગબેરંગી ફૂલો મહેંકે...વાળ લાંબા હતા તો રોજ નવી નવી હેરસ્ટાઈલ કરે...અને હા મહેંદી તો અફલાતુન મૂકે..!! પાયલ ને ક્ષમા સાથે મજા પડે પણ રાહુલ પણ સાથે સાથે આગળ પાછળ ફરે..વિચારે કે આવુ બધું છોકરીઓએ કેમ કરવાનું હોય..? ક્ષમા એ સમજાવ્યું કે જેથી સારો પતિ મળે...તો પૂછે તો પછી છોકરો કેમ આવા વ્રત ના કરે?? તો પછી
તેને પણ સારી પત્ની મળે ને ?? બંને કેમ હસ્યા તે રાહુલ ને ના સમજાયું !! ક્ષમાએ મોળાકત માં મોળુ બનાવી પાયલ ને જમાડ્યું...ભાવે નહીંતેથી ભૂખી રહે પણ તે ખાય નહીં તો કહે "અકોટે" બેસવાનું ...બેઠા હોય ત્યાં જ સૂઈ જવાનું ને પછી ઉભા થયા ના હોય તો બીજી વાર જમી લેવાનું...ચાર ચારદિવસ તો માંડ માંડ ગયા...પણ આજે આ પાંચમાં દિવસે મીઠા વાળું ખાવાનું મળશે ...તેની ખુશી હતી..એ પણ એક ટંક જ હોય...પછી બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય...!! જે દિવસે જાગરણ કરવાનું ખબર હોય તે દિવસે બગાસા ઉપર બગાસા તો આવે આવે ને આવે જ !! ઝોંકા પણ શરૂ થઈ ગયા તો ક્ષમા હસી પડી ને બોલી કે પાયલ જો મારે તો આખી રાત નું જાગરણ કરવાનું છે...!! ઓહ એવું કેમ?? તો કહે એને એવરત-જેવરત નું વ્રત કેહવાય જે પરણેલી સ્ત્રીઓ કરે જેથી પતિનું આયુષ્ય લંબાય..!! બધાએ ભેગા મળી મહેંદી મૂકી પછીખો-ખો રમ્યા...બેઠી ખો માં તો બહુ મજા પડી...પણ રાહુલ ને ગમી મ્યુઝિકલ ચેર...હાથમાં આવે જ નહીં ને દર વખતે તે જ જીતે...તેજી થી ભાગી શકતો હતો...!!નવરાત્રી આવી ત્યારે બોલ્યો અત્યારે પણ જાગરણ કરવાનું ને.....??? ક્ષમા બોલી હા, પણ "ગરબા" રમવાના...!! પછી "રાસ" ને "હીંચ" ની પણ મજા કરવાની !! ઓહ મને શીખવું છે કહી ઠેકડા મારતા રાહુલ ને જોઈ ક્ષમા હસી પડી!! અને નોમ ના હોય નિવેદ..ઓહ નિવેદ એટલે શું ??? હે ભગવાન ....તે દિવસે માતાજી ને આપણે લાપસી ને મગ ધરાવાના ને તલવટ ...માતાજીને અને આપણ ને મજા એમ કહી હસી તે રૂમ બહાર નીક્ળ્યો...સ્ટ્રીટમાં કોલાહલ થતો સંભળાયો....તેનાથી થોડા મોટા જુવાનિયાંઓ પૈસા ની ઉઘરાણી કરી રહ્યા હતા...સોસાયટી ના ચોક માં ગરબા રમાશે તો લાઈટ-પાણી વગેરે પણ જોઈશે જ ને ...ને હા લાણી થશે ને પ્રસાદ પણ ખરો...
બધાને હોંશે હોંશે બધા કામો કરતા જોઈ તે પણ મદદ કરવા જવા લાગ્યો...!! લાઈટ ના થાંભલા પર ચઢીને વાયરીંગ કરતા શૉક લાગતા પડ્યો....ક્ષમા થી ચીસ પડી ગઈ ને સીધ્ધો લઈ ગયા ઇમરજન્સી માં ....અરે પણ હે માતાજી મારા રાહુલ નું ધ્યાન રાખજો...કાલે તેનો બર્થડે પણ છે...ને આજે, અમારી લાજ રાખજો...ભગવાન સવીતા ને શુંજવાબ દઈશ ભગવાન પાસે જઈને ...પ્લૉટ માં સન્નાટો છવાઈ ગયેલો...! ડોકટરોની તાત્કાલિક સારવાર કામ લાગી ગઈ અને તે ભાનમાં આવ્યો હતો...!! મમ્મી ને જાણે જોઈ આવ્યો સાચે...ક્ષમા ની શ્રધ્ધા -આજીજી માતાજીએ માન્ય રાખવી જપડી...રાહુલ સાંભળી રહ્યો હતો ક્ષમા ની આજીજી...!! સમજી ગયો..
એંજલ જેવી લાગતી હસ્તી મમ્મી ખુશ હતી રાહુલ ને જીવતો જોઈને...ત્યાગ(લૅટ-ગો) એટલે પ્રેમ અને ક્ષમા ખુશ હતી કે ભગવાને તેની લાજ રાખી ...દિલ ના સંબંધો લોહી ના સંબંધ થી પણ મજબૂત હોઈ શકે તેનું નામ પ્રેમ !! મોત ના મુખમાંથી, સ્વર્ગના દ્વારે થી પાછો ફરેલો રાહુલ જાણે ફ્રેશ થઈ ને પાછો ફર્યો એમ ઉભો થઈ ગયો..હર્ષાશ્રુ થી બધાની નજરો એને તાંકી રહી હતી...રાહુલ નો હાથ ક્ષમાના ગાલે સરતા આંસુ લૂંછી રહ્યો હતો...ને ક્ષમા તેને ભેટી ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતીહતી...!! મનની મૂંઝવણ -ઝંઝાવાત જેવા વિચારો ને શાતા મળી ગઈ હોય તેમ બીજા દિવસે તો બધુ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું ..!! સાચી લાગણી -ભાવ ની કિંમત ભગવાન જાણે છે ....મનુષ્ય પણ અનુભવે છે...કોઈ આપણ ને ઉપરછલ્લુ કે સાચા દિલ થી આગમન આપે છે તે સમજાઈ જાય છે તો આ તો ભગવાન છે ત્યાં તો ભાવનાની ને લાગણી ની ને લગન જ કામ આવે છે ! એક મા ની કરૂણતા બીજી મા જ ઉકેલી શકે છે. રાહુલ ની બર્થ-ડે પણ ખૂબ સરસ રીતે ક્ષમાએ ઉજવીને બીજી વાર રાત્રે પ્લોટ ના ગ્રાઉન્ડ માં ગરબા રમતા પેહલા..માતાજી ની સામે કેક નો પ્રસાદ ...ને ફળ મૂકાયા...ક્ષમા એ માતાજી ને ચુંદડી ઓઢાડી ખોળો પાથરી ફરી આજીજી કરી...રાખજે સલામત અમારું પરિવાર !! બધા બાળકો ભેગા થઈ ને સહિયારું બોલ્યા,હેપ્પી બર્થ-ડે ટુ યુ ...હેપ્પી બર્થ-ડે ટુ યુ..હેપ્પી બર્થ-ડે ટુ ડીયરરાહુલ ..હેપ્પી બર્થ-ડે ટુ યુ !! રાહુલ ની ખુશી નો પાર ન્હોતો ...આજે કોઈ રંજ-શંકાકે સંશય મનમાં ન્હોતો...ચોકલેટ કેક ખાઈ ને ઘર તરફ બધા પાછા ફર્યા...બસ આમ હવે દર વર્ષે પ્રથા થઈ ગઈ...!! રાહુલ ની હેપ્પી બર્થ-ડે નો તેહવાર બધા સાથે ઉજવાય છે...માતાજી ના ને મમ્મી ના આશિષ સાથે !! આમ બીજા ચારેક વર્ષ પસાર થયા ને આ વખતે તો પાયલ ને તેની બહેનપણી સંગીતા સાથેઆવેલા...
સમર માં પૂરા અઠવાડિયા માટે આવેલા તો બધાને ખૂબ મજા પડીબધા યુવાવસ્થામાં આવી ગયેલા...માસુમિયત ના બદલે મેચ્યોરેટી તરવરી રહીહતી...હસરતે દિદાર સંગીતા કા દેખકે જનાબ રાહુલ કી હાલત બૂરી હો ગઈથી...ગોળ ગોળ લખોટી જેવી તેની આંખો ને વાચાળ સંગીતા બધાને વ્હાલી લાગેતેવી તો હતી..જ !! ને ઉપરથી ઝીણી ઝીણી ફૂંટેલી મૂંછો ને ખેંચી ટીખળી કરતીપાયલ સાથે તો ક્ષમા પણ મોટે થી હસી પડી...અરે, મારા રાહુલ ને હેરાન ના કરો...શરમ નો માર્યો છોભીલો પડી ગયેલો...રાહુલ મનમાં તો ખુશ હતો...ખબર નહીં કેમ પણ આજે પોતાના ધબકાર પોતે જ સાંભળી રહ્યો હતો...!!
સિમરન ને શારૂખખાન ની મુવી જોવાનું કહો તો હંમેશા તૈયાર. યુવાવસ્થા પણ ખરી જ. દરેક ને ઇમ્પ્રેસ કરે શારૂખ તો સિમરન નો શો વાંક ? રૂમમાં મોટુ પોસ્ટર હતું ઉઠતાવેંત જ દર્શન થઈ જાય. એક વાર મળે તો કદી હાથ નહીં ધૂવે કસમ સે. પણ સ્કૂલમાં ક્લાસમેટ તરીકે નકલી શારૂખ મળ્યો ને
સિમરન શારૂખ ની જોડી ખૂબ પ્રશંસનીય બની ગઈ. નામ તેનું હતું રાહુલ ને લાગે અસલી શારૂખખાન જ ,એના જેવી જ હેર સ્ટાઈલ, એના જેવા ડીમ્પલ્સ ને અવાજ પણ. હદ થઈ ગઈ જ્યારે સિમરન ને જોઈને તે બેભાન થઈ ગયેલો. એની ડ્રીમ ગર્લ એના સપના માં રોજ આવતી હતી તેને સામે જોઈને તે
ભાન ભૂલી ગયો. ભેગા થયેલા ટોળામાંથી કોઈએ પાણી મંગાવી ને છાંટ્યું ત્યારે છોભીલો માંડ માંડ ઉભો થયો ને સિમરન સાથે ધીમે ધીમે વાતે વળગ્યો.ને આમ મિત્રતાની શરૂઆત થઈ...ને પછી પ્રણયમાં ફેરવાયેલી. રોજ રોજ મળ્યા પછી બીજું થાય પણ શું? ઓપોઝીટ એટ્રેક્ટ્સ ને ઇટ્સ નોરમલ. ક્યારેક એશીયન / જાપાનીઝ કોમીક કે પછી મુવી જોવાય તો ક્યારેક કોઈ ને ત્યાં કેરીઓકી કરાય ને બધા ભેગા થાય પણ બંને સાથે ના સાથે જ જોવા મળે.
' સિમરન આજે કોફી પીવા જઈએ તો !!'
'શ્યોર ! હાઉ અબાઉટ એટ વિમ્પી ?'
'પરફેક્ટ '
રાહુલ પ્રપોઝ્ડ એન્ડ સિમરન સેઈડ યસ ને બન્ને લાસ્ટ સેમીસ્ટર માં લગ્નગ્રંથિએ જોડાયા. સફેદ ઘોડા પર વરરાજા થયેલો રાહુલ તેને જોઈને પાછા ફરીને માણસો વિચારતા હાઉ કમ હી લુક્સ સો ફેમીલીયર ! સિમરન પણ તેના દુલ્હન આઉટફીટમાં આઉટસ્ટેંડીંગ લાગતી હતી. રાહુલ ને સિમરન મજાકિયાં ને તોફાની ખરાં પણ બીજાનાં દુઃખ દર્દ ની હાંસી કદીય ના કરે કે દુઃખ થાય તેવું પણ ના કરે. લોકો ના તેથી તેઓ માનીતાં ને લાડકાં બનેલા. એક વાર એમનો
મિત્ર વરૂણ ચૂપચાપ બેઠો હતો પાછળથી જઈને ડરાવ્યો. પણ વરૂણ ના તો ડર્યો કે હસ્યો કે ન કર્યો ગુસ્સો. ત્યારે રાહુલે પૂછ્યું હતું ' શું યાર !! કોઈ પ્રોબ્લેમ એટ હોમ ? આર યુ ઓકે ?' પણ વરૂણ ચૂપ રહ્યો નીચે મોઢું રાખીને બેઠો જ રહ્યો. ત્યાં તો સિમરન પણ રાહુલ ને શોધતી આવી ગઈ. તેણે પણ વરૂણ નું પડી ગયેલું મોઢું જોઈને પૂછ્યું ઃ ' યાર વોટ્સ રોંગ ? ફાઇનાશીયલ પ્રોબ્લેમ ?' ફાઈનલી વરૂણ બોલ્યો; ' નો નો યાર નથીંગ લાઈક ધેટ !!' ' ધેન વ્હોટ ? યુ હેવ ટુ ટેલ વી આર ડાઇંગ ઓફ ક્યુરોસીટી' સિમરન બોલી ને પ્રત્યત્તર માં વરૂણ ધીમેથી બોલ્યોઃ
"મોમ-ડેડ વોન્ટસ મી ટુ ગેટ મેરી એન્ડ ધે વોન્ટ્સ બ્લડ ટેસ્ટ રીપોર્ટ એન્ડ માય ડીગ્રી સર્ટિફીકેટ. ડીગ્રી સર્ટી નો પ્રોબ્લેમ બટ બ્લડ ટેસ્ટ રીપોર્ટ !! આઈ હેઈટ મેડ ક્લીનીક- આઈ હેઇટ ટુ ગો સી ડોક્ટર એન્ડ આઈ ડોન્ટ લાઇક નીડલ્સ !!'
'બસ એ જ વાત છે ? અરે ! બીકણ ફોસી એમાં શું ડરવાનું ? મેઈન પોઇન્ટ ડુ યુ લાઇક ધ ગર્લ ઓર નોટ !! ઇફ યુ ડુ ધેલ વી વીલ કમ વીથ યુ એટ ક્લીનીક ટુ ..નથીંગ ટુ વરી..પ્રોબ્લેમ સોલ્વ !!' ' લેટ્સ ગો નાઉવ હેવ સમ કોફી એન્ડ ઓહ માય ગોડ વી હેવ ટુ ગો શોપીંગ ટુ રાહુલ ...વી હેવ ટુ લુક ડેશીંગ ટુ !!' સિમરન રાહુલ ને વરૂણ નો હાથ પકડી ને ચાલી રહી હતી ને બોલતી હતી. જ્યારે મેડ ક્લીનીકે ત્રણે પહોંચ્યાં તો ડોર આગળ ફોર્મ એક કોર્નરમાં પડ્યા હતા ઉપર સાઈન હતી બધાએ ભરવાના ને નંબર લઈને લાઇનમાં ઉભા રહેવાનું...એ લાઈન જોઈને જ પાછા ફરવાનું મન થઈ જાય તેવું હતું. ઉપરથી બધાના સોગિયાં મોઢા... વિષાદ ના વાદળ છવાયેલા..ચિંતા હતી, થાક હતો. બીજી વિન્ડો માં કેશીયર ફોર્મ સાથે પૈસા લેતી હતી. ..
જાણે યંત્રવત મશીન હાથ લંબાવતું ને પૈસા ગણી મૂકી દેતું. કોઈ શબ્દ નહીં માત્ર સન્નાટો.ક્યારેક ડોક્ટર કે નર્સ એક રૂમમાંથી બીજા રૂમ માં જતા દેખાઈ જતા. બ્લડ આપેલા પેશન્ટ બીજી તરફ ચેર પર જઈ બેસતા એમના રીપોર્ટ ની રાહમાં કે જો આજે નંબર આવી જાય તો રીપોર્ટ મળી જાય તો ધેર જવાય. સવારથી ખૂલેલ ક્લીનીક માં રોજ બરોજ ના સ્ટાફ ના માણસો એ દૂર પાર્ક કરવાનું. ટાઇમસર આવી ને કારકૂન દરવાજો ખોલી જાય. કામ પૂરતું જ બોલવાનું બાકી સૌ સૌના કામ ઓટોમેટિક ચાલતા મશીન ની જેમ પતવા લાગે. આડી અવળી કોઈ વાત ના કરે કે સંભળાય. નો ડ્રીંક ઇવન વોટર અલાઉડ નો ફૂડ ઇધર ઓન ટેબલ...બધા જ રીપોર્ટ અગત્યના તેથી ચીવટપૂર્વક કામ કરવાનું. લાઇનમાં બેસો એટલે આ બધી ખબર પડે. જોબની કદર કરો, ફેસીલિટીની કદર કરો ને કો-વર્કર ને બોધર ના કરો ને કામ કરવા દો...બસ ચીફ ની સ્ટ્રીક ઇન્સ્ટ્ર્ક્શન ને બધા ફોલો કરે. વરૂણ બહાર જવા લાગ્યો તો સિમરને ના કહી. રાહુલે ઇશારાથી ચૂપચાપ ફોર્મ ભરવાનું કહ્યું. લગભગ એકાદ કલાકે કેશીયર પાસે પહોંચ્યાં...નો હલ્લો નો હાય જસ્ટ ૪૦૦ - ૬૦૦ - ૮૦૦ એક સર્કલ કરેલ કાગળ પાસ કરે ને તમારે પૈસા ભરવાના ને પેઈડ નો સ્ટેમ્પ મારે. ફરફર થતા કાગળો એક તરફ મૂકાતાં જાય બીજી તરફના ડ્રોઅરમાં પૈસા મૂકાતા જાય. ૧૨ થી ૨ બધાનો લંચ બ્રેક બધું જ બંધ..બધા લંચ જમે. પેશન્ટ પણ. ૨ વાગ્યા પછી ફરી એજ લાઇનો ને ઓટો નંબરની લાલ લાઈટ...!! ૮ વાગે બધુ બંધ જે તમારું કામ ન પત્યું તો આવો બીજા દિવસે. ને લઈ જાઓ તમારો બ્લડ રીપોર્ટ. આમ સાત દિવસ ખુલ્લી રહેતી
મેડ ક્લીનીક નું રૂટીન રાબેતા મુજબ ચાલે. ઉતરી ગયેલાં મોઢાં કે અધમૂઆં પેશન્ટ જોઈને તમને દુઃખ થાય. જિંદગીની કિંમત સમજાય ત્યાં સુધીમાં મોત આવી ને સામે ઉભું હોય...ને તમે ઇશ્વરને યાદ કરો...!! પાછળ દૂર કોઈના રડવાનો છાનો અવાજ સંભળાતા રાહુલ ની નજર ત્યાં પડી. પોતાની જ બહેન ને જોઈને ચોંકી ગયો. ઉભો થઈને વળગી પડ્યો. શું થયું ?? HIV Positive નો રીપોર્ટ હાથમાં જોઈને તેની આંખો પણ ભરાઈ આવી. Life throws the curve ball. શું બોલવું શું પૂછવું ...કેમ ? ક્યારે ? કશુંય પૂછવું નથી. પછી વાત. આમ
અચાનક રાહુલ મળ્યો તેથી તે પણ છોભીલી પડી ગયેલી...આવું બનશે તેનો પણ સ્વપ્ને ખ્યાલ નહોતો. ક્યારેક અજાણતાં કરેલી ભૂલનું ભોગવવાનું પરિણામ તો ક્યારેક બીજાએ કરેલી ભૂલનું પરિણામ ભોગવાનું !! ટ્રેનમાં મુસાફરી કરતી બહેનને કોઈકે છેડતી કરી બહેને થપ્પડ મારેલી પણ તેને રેઈપ કરી ને જ છોડી. એનું આ પરિણામ હતું કે તેનો રીપોર્ટ પોઝીટીવ આવેલો.બંને ખૂબ રડ્યા. વરૂણે કીધું મને રીપોર્ટ નથી કરાવવો..ઘરે જઇએ. સિમરને વરૂણ સાથે ક્લીનીક માં રહેવાનું નક્કી કર્યું ને રાહુલ તેની બહેન ને લઈને ધરે ગયો...!! પહેલા ભરો પૈસા પછી ડોકટર કરે કામ .... આ નવી રીત ને બંને જણા જોઈ રહ્યા..!! બીજા દિવસે રીપોર્ટ લેવા વરૂણ એકલો આવેલો. ખોટો ગભરાતો હતો તે તો રીપોર્ટ વાંચ્યા પછી જ સમજ્યો હતો. "થેંક ગોડ"
'નેવર અગેઇન.. આ બાજુ પણ ભૂલથી ના આવવું પડે એમ વિચારતો બહાર નીકળ્યો. તે રાહુલ ના ઘરે ગયો સિમરન પણ ત્યાંજ તેની બહેન પાસે બેઠેલી. બંને તેને સમજાવતા હતા, દિલાસો આપતા હતા. વરૂણ ને જોઇને બંને ઉભા થઈ તેની પાસે આવ્યા. રીપોર્ટ રીઝલ્ટ જાણી બેસી ગયા.લગ્નના છ મહીને વરૂણ ને સંગીતા લાઇનમાં ઉભા હતા...એજ રૂટીન ...એજ કલાકો લાંબી લાઈનો...વરૂણ વિચારતો હતો નોટ અગેઇન !!
સંગીતા ફાટી આંખેબધે જોઈ રહી હતી. બેબાકળી નજરે વરૂણ સામે જોતાં જ ભીની થઈ જતી હતી. મોડી રાતે મુવીઝ માંથી પાછા ફરતાં બંને ખુશ થઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરેલો. ડ્રગ્સ ના નશામાં ચૂર હતો તેણે પૈસા વોલેટ ઘડી લઈ લીધી પણ ત્યાં તો બીજાએ
ડ્ર્ગ્સ નીડલ સંગીતાના શરીરમાં ખોસી દીધેલી...કેટલીય વાર એકની એક નીડલ વાપરતા નશામાં ચૂર નુ ભોગવી રહી હતી સંગીતા પરિણામ ... અરે ભગવાન હસવા ના દિવસો અમારા !! ક્લીનીક ના દોડા !! પૈસા ના પાણી !! આંસુના ઢગલાં નો બોજો શેં સહેવાશે !!
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો