બુધવાર, 16 ઑક્ટોબર, 2019

जिंदगानी

टीप टोप रानी = गुलबदन मलाई जिंदगानी 
अजनबी से आबाद पल पल खीली जिंदगानी

टीप टीप बरसती  मौसमी महेमान जिंदगानी
कभी भिगोती, कभी रुलाती, चले जिंदगानी

ठुमक ठुमक रूनझून रूनझून नाची जिंदगानी
आग आग भागी जवानी,ये शबनम जिंदगानी

तरस तरस फिर बरस कच्ची समज जिंदगानी
नटखट लडाकु हसाती सबक सिखाये जिंदगानी

छाता लेके खडी कभी तूफानी रोष ये जिंदगानी
लगजा गले बारिश मे बरसी खुशी दे जिंदगानी

पा पा पगली से मा मुझे संभालो हैं जिंदगानी
लंबी राते खोई यादे, स्पर्शी उनसे ये जिंदगानी

गुलाबी महेर वासंती सतरंग आसमां जिंदगानी
चुम्मा चुम्मी से निखरी चिल्लाती हैं जिंदगानी

ना कोई शिकवा गिला परवरीश दुलार हैं जिंदगानी
आई लव यु ओ माय एंजल सवर गुजर जिंदगानी
- रेखा शुक्ला 

રવિવાર, 13 ઑક્ટોબર, 2019

હળવે હળવે

હળવે થી હૈયાને હલકું કરો

જિંદગીમાં શરતોને આધીન ઘણું બધું હોય છે. ન કહેવાય કે ન સહેવાય એવી સ્થિતિ હોય ત્યારે તેનો બોજો અસહ્ય થઇ પડે છે.પણ જ્યારે તમારી સમજ એ શરતોને આધીન ન થાય ત્યારે તમારે તમારી રીતે રસ્તો કાઢવો જ પડે.અલગ પરિસ્થિતિઓમાં પણ નિર્ણયો લેવાની અને વર્તવાની મારી ઈચ્છા છે હવે એ જ એક જ ઘરેડમાં ન જીવવાની મને સમજ આવી છે પણ એ મારી જાતને ક્યારે ટટ્ટાર કરશે એની મને ખબર નથી. આમ ને આમ દિવસોમાંથી વર્ષો પસાર થઈ ગયા પણ પોતાને ગમતું કરવાનો સમય આખરે આવ્યો. મિસિંગ ઇન્ડીયા કે સગાસંબંધી પણ ચબરખીઓ ખૂબ ભેગી થયેલી તો બા મિન્સ મારા સાસુએ આગ્રહ રાખ્યો કે અખંડ આનંદ માં પણ ભૂંડીભૂખ જેવી કવિતા આવી છે લે જો ...તું કેમ  પ્રકાશનમાં મોકલતી નથી. પણ બીજા તમારા વિષે જાણ્યા વગર તમને જજ (judge) કરે ને બા !! તેથી નથી મોકલતી. આખરે તેમની 'શ્રધ્ધાંજલી' ચોપડી ને મારી કવિતાઓ એક સાથે પ્રગટ કરાવી. બીજા શું કહેશે માં તો જિંદગી પૂરી નથી કરવાની. બીજા તમારી સફળતા ઉપર કે ખુશી ઉપર ટાંપીને જ બેઠા ભલે ને આપણને ગમતું કરીએ ખુશ રહેશું તો જ બીજાને ખુશ રાખી શકીશું ને !! હા, ઘરેથી સમય મળતા બ્લોગ ચાલુ કર્યો... નવું શીખ્યા નો આનંદ થયો. ર બ્લોગ ને ૪ બૂક્સ પબ્લીશ થઈ... નિજાનંદ માટે ઘણું છે. એ ઉપરાંત મારું લખાણ ન્યુઝપેપર્સ માં આવવા લાગ્યું ...હું જ મારી રાની...ખરું ને !! આર્ટ વર્ક ચાલુ કર્યુ ને હજુ પણ કરવું ગમે છે...લખવાનું ને ડ્રો કરવું.. ખુશ રહેવું ને રાખવું ગમે છે. તમે ભૂલી જાઓ તમારી જાતને કારણ કે બીજાની જરૂરિયાતો કાયમ પ્રથમ મૂકો. તમે તમારાનું કરો પણ સમય કાઢીને તમે તમારા શોખ પણ પૂરા કરો. દિકરા-દિકરી વહુ-જમાઈ બધા સાથે અથવા એકલા વૄધ્ધ પણ ભેગા થઈને પોતાની રીતે તહેવાર મનાવી ખુશ રહે છે. ક્યારેક એમ થાય કે બધા પોતપોતાનું કરે પગ પર ઉભા રહે પ્રસંગોપાત મળતા રહે. પણ આવ્યા ત્યારે બધી સમજ ના હોય ત્યારે વડીલ સાચી શિખામણ આપે તો શક્ય છે સંભવ છે... !! આવ્યા ભારતથી ત્યારે ક્યાં ખબર હતી કે શિકાગોમાં આટલી ઠંડીમાં બરફ ઉપર કાર ચલાવવીને કામે જવાનુ. સ્નો શવલ કરવાનો બાળકો નો ઉછેર સ્ત્રી ઉપર બધો ભાર. રસોઈ કરવાની ફૂલ થાળી રોજ. નાસ્તા-ચા-પાણી મહેમાનગીરી બધી જવાબદારી ઉપરાંત રોજ સાફસફાઈ ને  લોન્ડ્રી - ઇસ્ત્રી બધું કરો ને સમય જતાં બાળકોના શોખ ના કલાસીસ પણ સ્ત્રી પર આધારિત. ત્યારે વેધર-વસ્તુ-વ્યક્તિ-વેકેશન બધાનો ભોગ આપ્યા પછી કોઇને સ્પોન્સર કરી તેમનું કરીને બતાવો તો વખણાવ.સમય, પરિસ્થિતિ ને વ્યક્તિ માટે તમે શું શું કર્યું કે ના કરી શક્યા...તે કોણ જુવે !! રડવાનો પણ સમય મળે તો કારમાં ડ્રાઈવીંગ કરતા અન્ય ની સામે હસ્તા રહેવાનું. આમાં ગુજરાતી ટાઇપ કરતા શીખ્યા...આંસુ બન્યા શબ્દો ને કરૂણતા ટપકી...ક્યારેક સપના ને સુંદરતા ટપકી... ને ક્યારેક વળગી  જૂની યાદો ટપકી !! અપને યુગ કી હર સીતા કો શોલો સે જલાયા જાતા હૈં...દામન કિતના ભી પાવન હો પર દોષ લગાયા જાતા હૈ...!! ક્યારેક થાય કે હું ક્યાં કહું છું મારે આખો " ચાંદ " જોઇએ છે જેટલી માટી પર પડે ચાંદની એ પર તો મારો હક્ક હોવો જોઈએ ને..!! (My Art=Above pic)
મિસ યુ કહીને બાય કર્યુ...!! પણ ક્યાં ખબર હતી કે તે છેલ્લી વાર કરેલી વાત નો અંત હતો...!! આમ તો ખબર હતી કે બહુ કડક સ્વભાવ છે ને ખુલ્લે આમ લવ યુ કદી પણ કીધું ન હતું. હા, કીધું હોત તો સારું હતું...! અને એજ કડક સ્વભાવ અડીખમ વ્યક્તિત્વ સંગ પપ્પા ને ગમે ્તે કરી શકુ તો સારું પણ ખબર નહીં કેમ એમને ગમે તેવું ના કરી શકવાનો રંજ છે...!! સ્વરછતા, સમજણ શક્તિ, વ્યવસ્થતા , ધાર્મિકતા ને સાદાઈ બધાનો સારાંશ એક વાક્યમાં આપતા કે ગુણગ્રાહી બનો ને સુખી થાવ. હજુ પણ એમની બૂમથી કેવું ધ્રુજી જવાતું તે યાદ આવે ને થાય ડર લાગતો હતો મને એમનો.
ગીતાસાર નો બોધ બસ એજ કર્મ કરો ને ફળની ઇરછા ના રાખો સમજાવતા હાથ માં 'ગીતા' પકડાવી હતી. હા, પણ આર્ટ નું મહત્વ ગણિત ને અંગ્રેજી  કરતાં ઓછું માનતા કેમકે આર્ટીસ્ટ ભૂખે મરે પછી તેમના પેઇન્ટીંગ્સ વેચાય. પણ આજે એવું ક્યાં છે ? આગળ નો વિચાર આપણે પણ કરીએ જ છીએ શું આપણે પણ ખોટા પડીશું ?? હા, ટેકનોલોજી તો રોજ નહી પણ મિનિટે મિનિટે બદલાય છે. ખરું ને !! સાયન્સ લાઈન જો લઈશ ને નર્સ હું બનીશ તે ના ગમ્યું કેમકે બ્રાહ્મણની દીકરી થઈ એવા કામ ના કરે. એક શિક્ષિકા બનીને આગળ કામ પણ મળે. ને બીજી ત્રણ ત્રણ બહેનો નો પણ સવાલ તો હતો જ.. બધાને ભણાવાના હતા. મોટીબેન કોમર્સ કર્યું. ને સ્કૂલમાં જોબ કરી... થોડો સમય. જ્યારે મેં અને નાની બહેને બી.એડ કર્યું. એણે સ્કૂલમાંથી રીટાયરમેંટ લીધું... એક શિક્ષિકાએ રજા લીધી..!! જ્યારે મારે શિક્ષિકા, બેંકમાં, ડોકટર ઓફીસમાં, કેશ રજીસ્ટર પર કે વિધ્યાપીઠમાં દેશ પરદેશના ફોન સર્વિસના સ્ટુડન્ટ ને રજીસ્ટર કર્યા... ૧૭ વર્ષ નીકળ્યા. પણ પપ્પા ને તો લગ્ન પછી ફક્ત એક વાર જ મળાયું...એમને કદી પણ બીમાર પડેલા જોયા જ ન્હોતા. એરપોર્ટ પર એમને જોઈને બહુ દુઃખ થયું...એકદમ ગળી ગયેલા...માંડમાંડ ઉભા રહેતા પપ્પા ને પાર્કિન્સન થઈ ગયેલા જોયા...હું વળગી પડેલી લાગ્યું કે પગ નીચેથી જમીન સરી ગઈ છે કે શું ? કેટલા બધા હાર્ટ એટેક પણ આવી ગયેલા ... આંખો ભીની થયા વગર જીવન ક્યા વીતે છે..રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને... શબ્દો મારી સાંભળી વાહ વાહ તો બધા કરશે પણ મૌન મારું કોણ સાંભળે ? બચપણ માં એમ થાતું કે ક્યારે મોટા થશું ? પણ આ જવાબદારીઓ વચ્ચે એમ થાય કે ક્યાંક ક્યારેક બાળ થઈ જાંઉ. મીરાં ને એમ હતું કે, ઝેર માં કેવો નશો છે જોઈ લંઉ...તો ઝેરને પણ એમ હતું કે...એ બહાને કંઠમાં કૃષ્ણનો પ્યાર જોઈ લંઉ, હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત આ છે જીવન ને થનગન નાચે રૂપ-સુંદરી વાતો અહીં જીવ છે વન માં ....!!! મમ્મી કેહતા "પંખી" સીરીયલ આવતી ત્યારે તારા પપ્પા તને યાદ કરીને ખૂબ રડતા... તું એક વાર આવી ને મળી જા ને બેટા ...હૈયું હળવું નહીં ભારે થઈ જાય છે વારે વારે... ક્યારેક કામ ક્યારેક જવાબદારી તો ક્યારેક રજા ના બહાને ના જવાયું ને ના મળાયું નો વસવસો કાયમનો રહી ગયો.
એક વાત નો ગર્વ છે કે મહેશ બધું જ કરવા દે છે... કામ રહી જાય તો પણ મારા શોખ ને મારા અરમાન પૂરા કરવા દે છે ...!! કરી લઈશું કામ થોડું વધારે પણ તું મજા કરી લે.. હું ગોલ્ફ રમીશ તું પેઇન્ટ કર, કવિતા લખ, જે ગમે  તે કર. ભોળા નો ભગવાન ભોલે નાથજી જ ને !! હા, હા, હા..હસવાની વાત છે. 
પણ ખુશનસીબ છું કે એમનો પ્રેમ મને જીવાડે છે.
Action speaks louder than words. I have learned after heart attack... I have got second chance for reason. Do your best and have fun with Friends and Family. I believe charity begins at home...so put yourself first. It's not about being selfish but you have to stand up for yourself. We all are Stronger than we can think. --- Rekha Shukla 

શનિવાર, 28 સપ્ટેમ્બર, 2019

માતૃભાષાનું દેવું

ગીની’ઝ રેકોર્ડ્બુક માં પહેલો પ્રયત્ન થયો ત્યારે ૪૨૦૦ પાનાનું પુસ્તક હતુ જે સહિયારા સર્જનનાં ૫૦ પુસ્તકો માટે પુરતુ હતુ પણ તે પ્રયત્ન અસ્વિકૃત થયો.. અને બીજા પ્રયત્નની વાત “ખુદી કો કર ઇતના બુલંદનાં” ધોરણે ૧૦૦૦૦ પાના નો અપ્રગટ પ્રયત્ન હજી ગિની’ઝ બુકમા નિર્ણયની રાહ જોતો હતો તેને આંબવાનો અને તોડવાનો પ્રયત્ન વિચારાયો.
       કોન્ફરન્સ કૉલ માં જ્યારે મુદ્દો મુકાયો ત્યારે કિરણભાઇએ “ડમી” તૈયાર કરી બધીજ સહાય કરીશની લીલી ઝંડી બતાવી “હું તમારા ઉત્સાહને વહેંચવા અને વેચવા તૈયાર છું” ત્યારે સૌ ખુશ હતા.લેખકો પર વિશ્વાસ મુકીને બેધડક પુસ્તક પ્રકાશિત કરવાનો શ્રેય એમના ફાળે જાય છે અમારે માટે મોટો પડકાર એ હતો કે અમારી પાસે જે સાહિત્ય હતુ તે જોડણી અને પ્રુફ રીડીંગ માંગતુ હતુ.જે કામ કિરણભાઈએ ઉપાડી લીધું ને અમારી, તમારી અને આપણી માતૃભાષાની અનોખી સફર શરુ થઇ ગઈ.
    જેટલા અમેરિકામાં ગુજરાતી સર્જન કરતા હતા તે સૌ મિત્રોને એક ઇ મેલ મોકલ્યો અને બહુ જ ટુંકાગાળામાં મિત્રો એ તેમના અપ્રગટ અને પ્રગટ પુસ્તકો મોકલ્યા અને તેઓનાં માતૃભાષા પ્રત્યેનાં પ્રેમથી અમને સૌને તરબતર કર્યા…
   હવે આ મહાગ્રંથનાં સર્જન ની ક્રિયા આરંભાઇ ત્યારે નામકરણ પહેલી જરૂરિયાત હતી. લાંબા મંથનોને અંતે મુખ્ય હેતૂ ઉપરથી જ નામ રાખવા સામે ક્યાંય વિરોધ નહોતો અને “સંવર્ધન માતૃભાષાનું”– અમેરિકન સર્જકોનું પ્રદાન સાથે જહેમતભરી યાત્રા શરુ થઇ દરેક પુસ્તકો વાંચવાનાં તેની શ્રેણી (વિભાગ) ફાળવવાની, શક્ય તેટલા વધુ સર્જકોને ઉજાસમાં લાવવાની ક્રિયામાં બ્લોગરો ખુબ જ ઉપયોગી થયા. અને જ્યારે લગભાગ નીચોવાઇ ગયાનાં તબક્કે ગીન્ની’ઝ રેકોર્ડ બુકમાંથી ૧૨૦૦૦ પાનાનાં પુસ્તક્નાં પુરાવા મોકલવાની મંજુરી આવી અને સૌ ફરી થી પ્રોત્સાહીત થયા.
     આ પુસ્તક બૃહદ સ્વરૂપે ૧૦૦ જેટલા અમેરિકામાં ગદ્ય લખતા બ્લોગરો અને લેખકોની કૃતિઓ વાચક સમક્ષ લાવે છે જેમાં ઘણાં લેખકો સુયોગ્ય ગતિએ ઘણું ગુજરાતી સર્જન કરી રહ્યા છે..
      હજી જ્યારે અમે ગિની’ઝ બુકની કસોટીએ ઉભા છીયે ત્યારે એટલું તો નક્કી છે ઈ.સ. ૨૦૧૬નું આ પહેલુ પુસ્તક હશે કે જેમાં ૧૨૫ કરતા વધુ પુસ્તકો હશે, જે પુસ્તકાલયો અને ગૃહપુસ્તકાલયોની શોભા બનશે. પ્રસ્તુત સાહિત્યની ગુણવત્તાની સાથે  સાથે કેટલાય જુદા જુદા પ્રયોગોથી સર્જકોને સર્જન કરવા જરુરી સંશોધનો અને વિવિધ તાલીમો આપવાનો પ્રયત્ન થયો છે, પાલો આલ્ટોનાં હરિક્રીષ્ણ મજ્મુંદાર દાદા તો ત્યાં સુધી કહે છે કે પ્રજ્ઞાબેને તેમની “પુસ્તક પરબ” કમ “બેઠક”ને ગુજરાતી સંવર્ધનની પ્રાથમિક શાળા બનાવી છે. જ્યાં સામાન્ય વાચક લેખક બની સંવર્ધનનાં યજ્ઞને અતિ વેગે વધાવી રહ્યો છે..
ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઘણાં સર્જકો આ કક્ષાએથી જ વધીને પોતાનું અદકેરુ સર્જન માતૃભાષાને ચરણે ધરી રહ્યા છે જેમાં શૈલા મુન્શા, પ્રદીપ બ્રહ્મભટ્ટ, વિશ્વદીપ બારડ, સરયૂ પરિખ, નવિન બેંકર, ધીરુભાઇ શાહ, ચીમન પટેલ, ડૉ  ઇંદુબહેન શાહ, પ્રવીણા કડકિયા, હેમાબેન પટેલ, ગીતા પંડયા, ચારુલતાબેન વ્યાસ, મનોજ મહેતા, હિમંત શાહ અને વિજય શાહ છે. આમાનાં ઘણાં બ્લોગ જગત અને પુસ્તક સર્જનનાં ઝગ્મગતા તારલા છે.
      પ્રજ્ઞાબેન કહે છે તેમ સતત અંગ્રેજી અને સ્પેનિશ નાં વાતવરણમાં ગુજરાતી રહેવુ અને લખવુ સહેલું નથી, વળી તે લખાણ ને ઓપિનિયન, કુમાર,  અખંડ આનંદ કે નવનીત સમર્પણ જેવા સમૃધ્ધ સામાયિક સ્થાન પામવુ એ સ્વયં એક તપશ્ચર્યા અને સિધ્ધિ પણ છે., કલ્પના રઘુ, તરુલતાબેન મહેતા,ડૉ દર્શના વરીયા નાડકર્ણી, સાક્ષર ઠક્કર, જયશ્રી મર્ચંટ, પી કે દાવડા, પદ્મા કાન્હ,જયા અને હેમંત ઉપાધ્યાય, જયવંતીબેન પટેલ, મધુરિકા શાહ,ચંદ્રિકા વિપાણી, વસુબેન શેઠ,સ્વ મેઘલતાબેન મહેતા, ફુલવતી બેન શાહ, રશ્મી બેન જાગીરદાર, નિહારિકા વ્યાસ, કુંતાબેન શાહ, પદ્માબેન કનુભાઇ શાહ ડો દીનેશભાઇ શાહ, ડો મહેશ રાવળ તથા પ્રેમલતા મજમુંદાર જેવા સર્જકોથી ભરેલુ છે.કેલીફોર્નીયા–સાન્ફ્રાન્સીસ્કો આજે પણ પ્રજ્ઞાબેન સાથે  વિદેશવાસી થયા પછીયે, પોતાના દેશ–પ્રદેશ અને સમાજ–સંસ્કૃતિની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને “બેઠક”માં સર્જકો લખતા રહે છે જે ગૌરવની વાત છે.
        આ પુસ્તક આવા સર્જકો ઉપરાંત રાજુલ કૌશિક ( બૉસ્ટન) , ડો લલિત પરીખ, ડૉ નીલેશ રાણા, હરનીશ જાની  (પેન્સીલ્વીયા) , નટવર મહેતા પ્રીતિ સેનગુપ્તા, મોના નાયક, ધૃતિ સંજીવ ,મહેંદ્ર ભટ્ટ ( ન્યુ જર્સી) , ડૉ ચંદ્રવદન મિસ્ત્રી, વિનુભાઇ પટેલ, કેપ્ટન નરેંદ્ર  ફણસે .સપના વિજાપુરા, ( કેલીફોર્નીયા)રેખા શુકલ ( શિકાગો), રેખા સિંધલ ( ટેનેસી) પ્રભુલાલ ટાટારીઆ ( ભૂજ) જયંતીભાઇ પટેલ (કરમસદ), રેખા પટેલ (ડેલાવર) નરેશ ડોડીયા ( જામનગર) નીલમ દોશી  ( રાજકોટ) અર્ચના પંડ્યા ( અમદાવાદ), કાંતિભાઇ કરસાલા ( જેતપુર), હીના પારેખ “ મનમૌજી” (વલસાડ), જિતેન્દ્ર પાઢ ( નોર્થ કેરોલીના)   જેવા લેખકોની કલમ થી સમૃધ્ધ છે.
       પુસ્તકમાં ગદ્યની રમણીયતા અનેક રીતે વહેંચી છે.આ પુસ્તકમાં મુખ્ય ધ્યાન ખેચે છે. “સહિયારી સર્જકતા” આપણી ભાષાને કેન્દ્રમાં રાખીને શબ્દો અહીં પાંગર્યા છે પછી એ નવલકથા હોય, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી પુસ્તકો, પ્રાયોગીક કે નવતર લખાણો, અહી કરેલ  ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો પણ જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”,જે ઘણા સર્જકોને સંશોધન કરવા પ્રેરશે એમાં કોઈ શંકા નથી .ટુંકમાં અહી લેખકો ક્યારેક રાગની વાત કરે છે તો ક્યારેક વિરાગની ક્યારેક કોઈ કાવ્યમૃતનું આચમન કરાવે છે તો ક્યારેક માનવીના મનને તાગવાનો પ્રયાસ, સર્વત્ર લેખકની નવી દ્રષ્ટિનો અણસાર પરખાય છે.દરેક લેખક શબ્દ અને ભાષામાં જીવ પરોવી નિખાલસ થયા છે.

       હા આ પુસ્તક હીચકે ઝુલતા તો કદાચ નહીં વંચાય પણ ટેબલ ખુરશી ઉપર મુકીને જરુર વંચાશે.અને જો ગીનેશ બુકમાં આ પુસ્તકને સ્થાન મળશે તો ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું આ પહેલું પુસ્તક વૈશ્વિક સ્તરે આદરણીય જાડુ પુસ્તક બનશે ( Thickest book of world)
Vijaybhai Shah Thank you so much:) 

શુક્રવાર, 26 જુલાઈ, 2019

શિવાની ને હેમલ


રોજ આઝાદી મન મારી ને મનાવાની ને દ્વંદ યુધ્ધ દિલ ને દિમાગનું ચાલ્યા કરવાનું. પણ કોઈ સાચો નિર્ણય લઈએ તો ? બુલબુલ થી ના રહેવાયું. જોવા જઈએ તો વાત સાચી છે... હજુય એનું મન 'હા' કે 'ના' માંજ ફસાયેલું છે. " પ્રેમ છે કે આભાસ એ તો સમજ અરે પગલી !! " ચાર છ મહિના થશે પછી નિર્ણય લઈશ કહી ધડ દઈને બારણું બંધ કરતી શિવાની પગ પછાડતી ચાલી ગઈ. માઇકલ કંઇના સમજ્યો હોત પણ એના હાવભાવ જોઈ એટલું તો સમજાયું કે શિવાની ખુશ નથી. હેમલ સાથે જરુર કંઇક ધમાલ થઈ લાગે છે. બુલબુલ માઈકલ શિવાની ને હેમલ = કોલેજ ની ચાર જણાની ટોળકી... પોતાનાં અજવાળાં ના પોટલા !! હા, જ્યારે ને ત્યારે સાથે હોય કે ન હોય પણ બીએફએફ માંથી ગર્લફ્રેંડ બોયફ્રેંડ થતાં બધે સાથે દેખાવા મંડ્યા. ત્યારે કોકીએ કીધુ પણ ખરું.. ચંડાળ ચોકડી બધેય સાથે ને સાથે. અરે, ભાઈ આ શું ? પગલી ની પાછળ પાગલ જ્યારે જુઓ ત્યારે આંખમાં આંખ નાંખી તાંકતા હોય...ચાંચો લડાવતા ખી ખી હસતા હોય. શરમ કે લાજ નું નામ નથી રહ્યું.

માથુર સર ખૂબ ચિડાયેલા, ક્લાસરૂમમાંથી બહાર કાઢવાના સ્કૂલના દિવસો નહોતાં કે સજા કરે પણ સર નો ગુસ્સો જોઈ બધા આઘાપાછા થવા લાગ્યા.. એકબીજાની સામે ઝડપથી જોઈને છૂટા પડી ગયા, પાછળથી સરને હસતા જોઈ રહ્યા. પંડિતજી આવી જ રહેલા તેથી પપ્પા કેટલી ચિંતા કરતા હતા ને હેમલ ફોન પણ નહોતો ઉપાડતો. મમ્મીએ અને સ્વાતિએ ્પૂજન માટે બધીજ તૈયારી કરી જ રાખેલી. દિવાળીના પવિત્ર દિવસો માં પૂજન કરવાની પ્રથા બરકરાર રાખતા હતા. છેલ્લી મિનીટ સુધી ભાઈ સાહેબ હજુય ન પધાર્યા તો પપ્પા ની દાંટ સાંભળવી પડી જ્યારે ઘરમાં પ્રવેશ્યો. " તમે ફોન જ શા માટે રાખો છો ? અમે કરીએ ત્યારે ઉપાડતો જ નથી. ક્યા ચક્કર ચલા રહા હૈં યે લડકા ? આટલું મોટું ફોનનું બિલ હું દર મહિને કેમ ભરું છું તે જ 
સમજાતું નથી. મમ્મીએ તો પણ હેમલનું ઉપરાણું લીધું ને વાત વાળી લીધી.

ફસ્તા ફસાતા ફસાવતા રહ્યા બધા જ એના ચક્કરમાં. આખરે ઉત્તરાયણ ઉતરતા લગ્ન માટે વાત નક્કી કરાઈ...કે તું તારી જાણીતી છોકરી સાથે લગ્ન કરી લે અથવા અમે  બતાવીએ તેની સાથે લગ્ન કરી લેવાના છે. હોળાષ્ટક પછીના પહેલા મુહુર્તમાં શુભ લગ્ન લેવાયા. બુલબુલ ને માઈકલ પણ રાજીના રેડ હતા. તોફાન, મસ્તી, વ્યવહાર, ડેકોરેશન, પાર્ટી બધાની જવાબદારી ખુશી ખુશી ઉપાડી લીધી. બધીજ તૈયારી ફટાફટ થઈ ગઈ ને વરરાજા ઘોડે ચડ્યા... બાજુવાળા પ્રદીપકાકા આખ્ખાબોલા હતા. તે બોલી ગયા " આખરે ગધેડો ઘોડે ચડી ગયો ખરો..!! " એ માથુર સરે સાંભળ્યું ને બન્ને ખડખડાટ હસી પડ્યા. 

કમીટમેંટ થી ડરતી આજકાલની જનરેશનમાં લગ્ન, ઘર, નોકરી, બિલ્સ, ને શોપિંગ વગેરે વગેરેથી ઓહ માય ગોડ નાના મોટા રોજના સમઝોતા ને ઝગડા પતે ને ચાલુ રહે સ્વાભાવિક છે. શરૂઆત છે.. ડીફરન્સ ઓફ ઓપિનિયન છે...પોતપોતાના અરમાન પણ છે. બુલબુલ ને માઈકલના લગ્ન ચર્ચમાં સ્મોલ ને સીમ્પલ ગેધરીંગ વચ્ચે ઓછા ખર્ચે પતી ગયા. સ્વીટ ને કોઝી સેરીમની. ચારેય હજુ પણ મળતાં રહેતા. જોવાથી જે થાય તે આકર્ષણ ને જાણવાથી થાય તે પ્રેમ !! પણ સમજાય એને સમજાવવાની જરૂર જ ક્યાં હોય છે. 

બેગ પેક કરતી શિવાની ગુસ્સામાં આડેધડ કપડા ફેંકતી હતી... હેમલ એને જોઈ રહ્યો. બુલબુલ માઇકલે હવે આવવા જવાનું સાવ ઓછું કરી નાંખ્યું છે. બધા શિવાનીને સમજાવી સમજાવીને હવે થાકી ગયા છે.સુભદ્ર સમાજમાં પૈસા વધે ને બધાના એટીટ્યુડ્માં આવે પ્રોબ્લમ.. ખોટા ચેન ચાળા ને નખરાં વધે તે જુદુ. આમ શોપિંગ ના ખર્ચાનું ક્રેડિટકાર્ડનું બિલ અઢીલાખનું આવ્યું તો હેમલ ગુસ્સો રોકી ના શક્યો. કીધેલું પાછું લેવાતું નથી. ટણીવાળી શિવાનીથી પણ સહન ન થયું કે કહી દીધું પપ્પાના પૈસાથી લીધું છે. એણે તો ઘર છોડીને જ ચાલ્યા જવાનું નક્કી કરી નાંખ્યું. ઉતાવળા સૌ બાવરાં ધીરા સૌ ગંભીર. આમતેમ ફેંદી કપડાં બેગમાં મૂકી ઉપર બેસીને બેગ બંધ કરવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી. આ બાજુ હાંફળી ફાંફળી થતી લક્ષ્મીબાઈએ રસોડામાં ચીસ પાડી...ઉતાવળથી શાક સમારવા ગઈને આંગળી લોહી લૂંહાણ.. !! મમ્મીએ જઈને શિવાની પરથી નજર હટાવી રસોડા તરફ મેડિસીન બોક્સ લઈ ચાલવા માંડ્યું. લક્ષ્મીબાઈ બોલી 'અરે પેહલે  દીદી કો રોકદો માઈ, બેન્ડેજ મે લગા લૂંગી. ગલતી હો જાતી હૈં ગલત લોગ તો નહીં હોતે હૈં ન ઔર માફી દેના આસાન તો નહીં પર માફ કરને સે રિશ્તે સંભલ જાયેંગે તૂટ તો નહીં જાયેંગે ન'

જૂઠાણા ના પાયા પર સપનાની ઇમારત નથી ચણાતી. ગુસ્સામાં ને મિનીટોમાં લીધેલા નિર્ણય દુઃખ દે છે. પપ્પા સમજાવતા રહ્યા. તેમને વળગી રહેલી શિવાની ને હેમલ ચૂપચાપ સાંભળતો રહ્યો. મમ્મીએ લક્ષ્મીબાઈને બેન્ડેજ બાંધીજ દીધો હતો. બેટીની પીઠ પર શાંતિથી હાથ ફેરવતા જ રહ્યા.
વડીલોની અસમજ ને ખોટી ખટપટથી ઘર ભંગાય છે ત્યારે આજની જનરેશન ની વાતને સમજે તે ઘણુ સારું છે.તે જ રીતે ઘડપણ તરફ આગળ વધતા વડીલોને પણ સમજ્વામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. એકબીજા ને માફ કરીએ તે પહેલા પોતાને માફ કરતાં શિખીએ...તે પ્રથમ પગલું. હેમલે કીધું શિવાની હવે માની જા ને જાનુ !! આપણા બિલ, આપણા ખર્ચા, આપણો સંબંધ માત્ર આપણી જ જવાબદારી ...તેથી જાગ્યા ત્યારથી સવાર ને, બેગ ને રૂમમાં મૂકતા બોલ્યો . હા. ક્યાંય નથી જવાનું હો મને મૂકીને..!! 

"તુમ ઔર મૈં હમ હો જાતે " પ્રપોઝ કરેલુ ત્યારે આજ ગીત ગાઈને ખુશ કરી દીધેલા... 'દર્દ દિલોં કે કમ હો જાતે જાનુ તુમ જરા સમજો થોડા મૈ તુમ્હૈં સમજુ !!'  હેમલે ગાયું ને શિવાની ધ્રુસકે ને ધ્રુસ્કે રડી પડી. જે તમારી કેર કરતા હશે, તમને ચાહતા હશે .... તે જ તમારી ખામોશીને સમજી શકશે ! તમારા મૌનને સાંભળી શકશે ખરૂં ને !! 

બીચ કે ફાંસલે ઔર તડપ કમ હો જાયે 
તેરે નામકી ધડકન મેરી મંજીલ હો જાયે
રબ્બા ખૈર કરે યું જીને કી રાહ મિલ જાયે
પ્યારસે મિલો ગલે શિકવેગીલે દૂર હો જાયે
--- રેખા શુક્લ

શુક્રવાર, 12 જુલાઈ, 2019

પ્રકૄતિના સાંનિધ્યમાં

ઓહો.. હો પાંદડા એ લે મને ઉભી રાખી...!! જુદા જુદા રંગ ને જુદી જુદી ભાત ના વૄક્ષ - છોડવે આવે પાન ને મારુ મન લલચાય.. આજે કોઈ નવું પાન આવ્યું હશે.  " 'Bless this house with Love and Laughter' " વર્ષાના વધામણાં માં ભીંજાતા આ ઘર ને છત્રી ઓઢીને જોતી ઉભી રહી...નયનતારા ને મધુમતી બે સખીઓ પ્રકૄતિના સાંનિધ્યમાં 
ચૂપચાપ મગ્ન થઈ ને આનંદ માણી રહી.. દસ હજાર ટુલીપ્સ એમની સામે તાકી રહ્યા હતા. Mendenhall Glacier ને અચંબા પૂર્વક અમે જોઈ રહ્યા.હતા ત્યાં કુદકડી નયનતારા દોડી આવી. નવી શરૂઆત જાણે
એનામાં નવું તરંગ આવ્યું !! ંઆ મંડેલા લેક ને જોઈ મધુમતી આછું સ્મિત કરી બોલી આપણે અહીંજ રહી જઈએ તો બોલ તારું શું કેહવું છે... જો છેક સુધી ટ્રેઈન આવે છે..!! આમ ઉતાવળે નિર્ણય કંઈ થોડો લેવાય ? પણ અહીં કેટલું રૂડુ રૂપાળું છે... !! 
ગવર્નરનું મેન્શન  સીધાસાદા ઘર જેવું !! ગોલ્ડ પેનિંગ જુના કાટ ખઈ ગયેલા ઓજાર.. Mine -Mountain-Lake -Island-Glaciers-Icebergs-museum- Church n Mansion
 
 walked by to take pics in Victoria City in -British Columbia, Canada Victoria Whale Watching Tours
we enjoyed whale watching... Omg they come up breath big splash n dive under .. there is ziplining - eagle watching -seagals-owls n much much more to enjoy !! 

પગલાંમાં પગલું પડતાં આ કળતર થાતું ગુમ,
કંટકને કોરાણે કરતી કળી કહે,'તુ ઝુમ '
ચોમાસે મધુમાસ હળીને ભળી ગયો છે, આલ્લે લે !
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે !
--- રક્ષા શુક્લ
ખૂબ અનોખુ વતની વર્ણન મા'ણે મા'ણું ખોળી લાવ્યું 
 બસ આમ ને આમ સાવ અમસ્તુ મળવા આવ્યું,
મોજા પાછળ મોજું દોડ્યું, ખળખળ બોલી આવ્યું.
લેકની ગોદમાં સૂરજ નાચે, વહેણ વલોવી આવ્યું,
અંધારા ઉલેચતા ચાંદલિયાને એકાદુ ઝોકું આવ્યું.
મૂંઝારો ને મૌન વેરાણુ, ડાળે ડાળું જો જાગી આવ્યું,
ઉંચી ડોકે લંબાતી ચાંચે પંખીડું "મા" ભાળી આવ્યું.
 ---રેખા શુક્લ 

મંગળવાર, 14 મે, 2019

કિન્નર


ખાલીપો ભરતા તરતા શીખો... ને તરતા શીખી રાજીપો પામો. આવું નાનપણથી કહેતી આવતી જરા 
જુદા દેખાવવાળી લાગતી સવિતા જયશ્રી ને સમજાવતી. પણ બા, કહે તે પહેલા જ તેને ચૂપ કરતી સવિતા. બાજુમાં બેઠેલો વિષ્ણુ રોજ સાંભળતો આવ્યો જ હતો પણ પોતાના કામ સિવાય બીજા 
કશાય માં માથાકૂટ કરતો નહીં. સવિતાના સગા ભાઈઓએ સવિતાને સ્વીકારી નહોતી. હા તેનું કારણ જાણવા છંતા બીજા શું કહેશે તે ડરના લીધે માબાપ પણ વચ્ચે ના પડ્યા. ગુલાબ બધા ને ગમે પણ કાંટાનો હાર હોય તો પણ કોને ગમે ? આંખમાં ખૂંચતી ન દીકરી નદીકરામાં જણાતી સવિતા કિન્નર તરીકે ગણાઈ કિન્નર પાસે મોટી થઈ પણ પોતાના પગ પર થઈ ન થઈ ને તેણે બીજા સાત બાળકોને સાથે રાખ્યા. હા, સાત સાત બાળકોની ભરણપોષણ ની જવાબદારી ઉપાડેલી...બે વખત ખાવા પીવા ઘરમાં રાખીને 
મોટા કર્યા. હા, વિષ્ણુ ને જન્મતા ની સાથે કૂડા માં નાંખી દીધેલો. પોતાના સગા ભાઈનો દિકરો ગળે 
વળગાવી સવિતા તેને ઘર લઈ આવી. દીકરી નો અસ્વિકાર થતો આવ્યો તેમ આવા હલકા વર્ણમાં 
બેડોળતા ને ખોડ ગણવામાં આવતી. છક્કા નામે નામોશી લાગતી....ના સ્કૂલમાં કોઈ જઈ શકે ના
કોઈ મિત્ર મા બાપ કે  ભાઈ બહેન હોય. હા ઘણાએ વિષ્ણુ ને કિન્નર નો દીકરો કીધો. પણ આવા 
અસામાન્ય વાતાવરણમાં પણ તે ભણવા જતો. બધાની વાતો ના સાંભળી બરોબર કરી પોતાના 
ભણતર માટેતન તોડ  મહેનત કરતો રહ્યો. હાઇસ્કૂલ માંડમાંડ પતાવી શક્યો. આખરે કામની તલાશ પૈસાની અછતે કરાવી ત્યારે તે બોલ્યો...
"કોઈ કંઈ પણ કહે પણ એક કૂડા માં પડ્યો પડ્યો કોઈનું ભોજન ના બન્યાનો આનંદ છે. 
અને કિન્નર હોવા છંતા ખૂબ પ્રેમ થી જીવાડનારનો આભાર છે. લોકો બોલે તો ભલે બોલે પણ આમ મને આખા પરિવારનું સુખ મળી ગયું તેની ખુશી છે." ્છક્કાઓ વચ્ચે ના પ્રેમ ને જોઈ ઇન્ટરવ્યુ લેતા મારી આંખે ઝળહળીયા આવી ગયા...!! સવિતાએ 
ઉમેર્યું કે ભલે સમાજે અમારો તિરસ્કાર કર્યો અમને ના સ્વીકાર્યા પણ ભણતર ગણતર સાથે સંપને 
એકબીજાનું ધ્યાન રાખતા ને સામે ભરપૂર પ્રેમ દેતા મારા સાતે સાત બાળકોને પરણાવીશ પણ ખરી. 
એક પિતાનું શરીર, હ્રદયે મા નો પ્રેમ અને બેન તમારું ભગવાન ભલું કરે તેવા આશિષ દેતા 
સવિતા ના શબ્દો હું સાંભળી રહી ...વાહ રે કુદરત તારી સુંદરતા કમાલ છે. 
--- રેખા શુક્લ
From a little bit of googling, kinner is another word for Hijras, right?
Gay means a man (can also mean woman, although the word referring just to gay women is lesbian) who is sexually attracted (wants to have sex with) other men (women), and that's all it means.
Some gay men have a culture of being quite effeminate, or otherwise behaving/moving/dressing/talking in a different way to a totally average guy, but there are also huge numbers who don't. Either way, our identity - gender - is just as men. Your gender is separate from who you want to have sex with - you can be a man (or woman) who is sexually attracted to men, to women, to people from all genders, or to nobody at all, and still just be a man (or woman).
Hijras are not guys who are sexually attracted to other guys, they are people with a whole separate way of expressing who they are, they might express that their gender (you could say, soul?) is not male, but either female, or something different and neither male nor female. Some Hijras are attracted to guys, and I know a lot of Hijras work in the sex industry, but that doesn't necessarily mean they're attracted to men. I bet there are Hijras who are attracted to women, or who are only attracted to others like themselves.

Evening Shadows’ preview: ‘When you come out of the closet, you push your parent into a closet’

Sridhar Rangayan’s film, starring Mona Ambegaonkar, Devansh Doshi and Ananth Mahadevan

 "ઇવનીંગ શેડોઝ " હિન્દી મુવી યુનિક મુવી એના કોન્સેપ્ટ ની એક્સેપટ્ન્સી માટે: એક્ટીંગ સુપર ડુપર !! 

                                                   Image result for evening shadows
કેટલું મુશ્કેલ છે નોર્મલ ના હોય તે સ્વીકારવું...પણ નોર્મલ ને એબ્નોર્મલ ની પરિભાષા તુંડે તુંડે 
મતિર્ભિન્ના...!! 
--- રેખા શુક્લ

બુધવાર, 8 મે, 2019

ઉત્તરપત્રિકા


Image may contain: one or more people, people on stage and concert
ધ્રુજતા પગે ચશ્માં સરખાં કરતાં જ્હોન કોર્ટ્ના દરવાજે પહોંચ્યો. બાજુમાં થોડા વિખરાયેલા વાળ વાળી સિમ્પલ દેખાતી સેરા પણ અંદર દાખલ થઈ. બંને જણા કાંઈ ખાસ પ્રભાવિત કરે તેવા નહોતા લાગતા. ડ્ગુમગુ થતા જ્હોન માંડમાંડ " જજ " નિ સામે ઉભો રહ્યો લગભગ ૭૦ વર્ષ થયેલ ને ઓલમોસ્ટ ૫૫ વર્ષની સેરા હશે પણ બંનેએ એક જ કંપનીમાં ૨૨ વર્ષથી ઉપર સાથે કામ કરેલ. એકબીજાને સારી રીતે ઓળખતા અને પારિવારિક વાતો પણ શેર કરતા. તેથી જ તો સેરા જજ સામે બોલી ઉઠી કે જજ સાહેબ હું જહોનની સારી ફ્રેંડ છું. તેઓ ખૂબ ગરીબ છે.
અને જ્યાં રહે છે ત્યાં કાર પાર્ક કરવાની મનાઈ છે અલબત્ત પાર્કિંગલોટ કે પાર્કિંગપ્લેજ જ નથી. હેન્ડીકેપ થઈ ગયેલા દર્દથી પિડીત આ જ્હોન કાર વગર કામે પણ કેવી રીતે જઈ શકે ? પોલિસ તો નો પાર્ક ટિકીટ આપતો જ ગયો ને ફાઇનલ નોટીસ પછી આખરે કોર્ટ્માં આવ્યા છીએ કે તેમની સ્થિતિ નથી કે ગાડી વગર જીવી શકે કે પાર્કિંગ ટિકીટો ભરી શકે. તેથી ઇલલીગલ પાર્કિંગ ટિકીટો નો ચાર્જ તમે જો રદ કરી શકો તો મહેરબાની આપની. હું ને મારા હસબંડ તેમને મદદ કરવા માંગીએ છીએ. તેમને હજુ બીજા ધણા બધા ઓપરેશન પણ કરાવવાના છે. તેથી આપ જો આટલું કરશો તો અમે તમારા આભારી રહીશું. દર મહિને ૮૦૦ ની આવક છે ૪૦૦ તેમનું ભાડૂ છે. એમાં આટલી બધી ટિકીટો કઈ રીતે ભરાય...! ઓપરેશન ઉપર ઓપરેશન થયા હજુ બીજા બાકી છે.
ઉંમરનું અંતર ભૂલી જવાયું જ્યારે સ્નેહ સાથે સમજણ ભળી. બધા એકમત થયા.
જ્હોન ધડી ધડી પોતાના ચશ્માં ઉતારી આંસુ લૂંછી રહ્યો હતો... જજ સાહેબનું હ્રદય દ્રવી ઉઠ્યું...તેઓ પણ ધડપણ તરફ વધી રહ્યા હતા. તેમને શાંતિથી ઉત્તર આપ્યો કે તમારી બધી જ  ટિકિટો માફ કરવામાં આવે છે. પોલીસ ઓફિસર પણ સાંભળતો હતો કાયદા અનુસાર પોતે આપેલ ટિકિટો માટે શરમ અનુભવતો હતો. જજે કહ્યું પણ બૂટ્લોક માટે તમારે ૧૦૦ ડોલર્સ તો ભરવા જ પડશે. અને સેરા તમે સાચા ફ્રેંડ છો. સિનિયર્સ તરફ તમે  કૂણી લાગણી દર્શાવી છે ને મદદ કરી રહ્યા છો તમે ખરેખર સારા ફ્રેંડ છો. પોલિસ ઓફિસર ને જજ તો ત્યાં સુધી સહમત થયા કે છે મહિનામાં તમે ૧૦૦ ડોલર્સ ભરી ના શકો તો પણ કોઈ વાંધો નથી જસ્ટ ફોન કરી ને જણાવી દેજો વધુ મુદત આપીશું. હજુ પણ દુનિયામાં ભલાઈ કરવાવાળા માણસો જીવે છેતેનો પૂરાવો દેખાયો. કોર્ટમાં કોઈની આંખો કોરી નહોતી.
---રેખા શુક્લ
No photo description available.
માનવતા નો દિવ્ય સિતારો ઃઃઃઃઃઃઃઃ Make the World A Better Place
Be the change you wish to see in the world.           
--- M. K.  GANDHI ji

Image may contain: one or more people


વિશ્વને રહેવા લાયક બનાવો જો બધા "માનવસાધના" જેવી ચેરીટી સંસ્થામાં સક્રિય ભાગ લે. પૈસા આપી - સ્કૂલ માટે બાળકો ને ચોપડીઓ-નોટબૂક પેન-પેન્સિલ આપો. નોબલ પીસ પ્રાઈઝ ૨૦૬૯ અમદાવાદથી નાના ભૂલકાઓએ અમને અઢી થી ત્રણ કલાક એન્ટરટેઇન્ટ કર્યા. તે ઉપરાંત જમ્યા પણ ખરા.
એમના શો માં તેમણે ગાંધીજીની વાત કહી. માર્ટીન લ્યુથર કીંગ ; મલાલા, વાનગેરી મથાઈ, મસહિસા ગોઈ, યુસરા મરદિનીઆદ, ને બીજા અનેક પોઝીટીવ  આઇકાનીક આઈડલ્સ હુ બ્રોટ ચેંજ ઇન વર્લ્ડ. આપણી પાસે કેટલો બધો પાવર હોય છે... આપણે જાણતા પણ નથી ને ક્ષમતા પણ ધરાવતા નથી. "માનવસાધના" નો સક્સેસફૂલ શો ગ્લોબલ  પ્રસિધ્ધ થઈ રહ્યો છે. ને ભૂલકાઓ કેટલાં બધા જુદા જુદા પ્રાપ લઈ ને આવ્યા હતા. તે માની ન શકાયુ. બધા જુદા જુદા દેશો માં જશે ને ચેરીટી માટે સતત મહેનત કરી અમદાવાદ પૈસા અનુભવ ખુશી ને બીજા માટે કંઈક કર્યાનો સંતોષ લઈને પાછા ફરશે. શાંતિ ના દૂત પ્રાર્થના ને પ્રેમ દ્વારા દુનિયા માં બદલાવ લાવી રહ્યા છે. આત્મવિશ્વાસ- આશા-એકતા-ને શાંતિ નો પ્રચાર કરતા દરેક વખતે પ્રેમના પ્રતિક સમા આ બાળકો વિશ્વમાં શાંતિ થી જીવવા માગે છે. દરેકની ફરજ છે કે આ વિશ્વમાં તમે મહેમાન તરીકે આવ્યા છો ભાવિ પેઢી માટે શું મૂકી જશો તે તો વિચારો. દરેકે પોતાની જવાબદારી ઉપાડી ફરજીયાત સેવા દેવી ને નબળા ને સમર્થ કરતા આગળ વધતા રહેવું. આમાં કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું ને અભિમાન કરવાની જરૂર નથી. કેમ કે મા-બાપ બનવું સહેલું છે. પણ બાળકો માટે આદર્શ ઉદાહરણ બનવું અઘરું છે. નવા વૄક્ષો વાવવામાં મદદગાર બનો.  અમુક બાળકો ખૂબ ગરીબીમાં જીવે છે તેમની દશા જોઈ ના શકાય. અહિંસા માં માનો તે કહેવાથી નહીં પણ ઉદાહરણ દ્વારા શીખવો કેમ કે આપણા કરતા આપણા બાળકોએ ટેકનોલોજી સાથે ઝઝૂમવાનું છે.આજ રીતે ઘરડા માટે રોજનું જમવાનું પૂરુ પાડવું સેવા કરવી એમના દુઃખના ભાગીદાર થવું તે બધું નવી જુની એકટીવીટી દ્વારા સક્રિયતા જાળવી રાખી દરેક ને ખુશ રાખવામાં આવે છે. જેમ નાનપણ માં શિક્ષણ ની જરૂરિયાત છે તેમ ઘડપણમાં શુધ્ધતા-દવા દારૂ ઇલાજ બધાની પણ જરૂરિયાત છે. તેથી સેવા જે રીતે બની શકે તે રીતે કરવા નમ્ર વિનંતી છે.
--- રેખા શુક્લ
Image may contain: one or more people and people on stage

અમારી ટૂંકી મુલાકાત 'કાર્લ' સાથે


Image may contain: 1 person, smiling, eyeglasses and closeup
ઓસ્ટ્રિયામાં જન્મેલ કાર્લ ને અમારી ટૂંકી મુલાકાત માટે દુઃખ લાગ્યું તો અમે સન્ડે સની વેધરમાં ફરી મળવાનું નક્કી કર્યું. હાઈટ બોડી નોર્મ્લ ને ૮૫ વર્ષની ઉંમરમાં પણ તેના સોનેરી વાળ ને પાણીદાર ગ્રીન ચમકીલી આંખો અમને જોઈને હસી ફરી. ગુજરાતી નામનું ઉચ્ચારણ પ્રોપર રીતે કરતા જોઈ મને થોડું અચરજ લાગ્યું તો ખરું જ. પોતાની વાત કરવા તે તત્પર હતા. વાત ઉપરથી લાગ્યું નહીં કે ૫ બાળકો વચ્ચે તે એક્લતા અનુભવતા હશે.
ડાઉનટાઉનમાં મોટું ઘર હતું તે વેચવા મૂકેલુ તે હજુ ગયા અઠવાડિયે જ વેચાઈ ગયું. હાશકારો અનુભવતા ખુશી વ્યક્ત કરતા તેમણે ફરી બોલવાનું ચાલું કર્યું અને તે પણ માત્ર મેઈલ લેતા લેતા જ. બેકયાર્ડ્માં ફરફર ફરતી પવનચક્કી સામે જોઈ બોલ્યા પવન જો કેવો ગાંડો થયો છે આજે. આવો જ એક દિવસ હતો જ્યારે હું ખૂબ નાનો હતો. હીટલર નું શાસન ચાલતું હતું ને કોન્સનટ્રેશન કેમ્પ્સમાં કાર્લના પિતાજી ગુજરી ગયા... મારી નંખાયા !! અમે તેમની ગ્રીન આંખે ઝળઝળીયાં જોયા 'પછી શું થયું ' ના મારા પ્રશ્ને મોમ સાથે પરિવાર મિશિગન માં મૂવ થયાની વાત કરી. મારી કૂતુહલતા આગળ વધતી રહી.. પૂછીજ લીધું કે તમે ત્યાંથી કઈ રીતે આવ્યા ? ઓહ 'જ્યુ' છો એમ ને? ના " પોલેન્ડના અમે પોલીશ પણ રશિયા ને જર્મની ત્યારે વોર માં તેથી અમને પાછા મોકલવાના બદલે રેફ્યુજી તરીકે અમેરીકાએ સ્વીકાર્યા. આમ તેઓ ૧૬ વર્ષની વયે મિશિગન માં રહેવા લાગ્યા.ભણતરમાં બરકાર ના થવાયું જવાબદારી હતી તો કામે લાગવું જ પડ્યું. ને થનગનતી યુવાન ને વાયોલા સાથે સંગત થઈ...બંને પ્રેમ-પંખીડા ગળાડૂબ પ્રેમમાં અંતે લગ્ન કરી સેટલ થયા.એ દીકરો ને એક દીકરી ના મા-બાપ બન્યા પણ બંને વચ્ચે દરેક બાબતમાં મતભેદ ના લીધે રોજ રોજના ઝગડા નો અંત ૩૦ વર્ષ ના લગ્ન પછી  ડિવોર્સમાં પરિણમ્યા. દીકરો ને દીકરી આમ તો આવતા જતા હતા જ પણ ફરી એકલતાએ ૪૫ વર્ષના કાર્લ નો ભેટો મારિયા સાથે થયો. થોડા વર્ષોના અંતે બીજા ૩ બાળકોના પિતા થયા. મારિયા સાથે ઘણું જ બનતું.... બધી બાબતમાં કાર્લ સાથે સહમત હોય.  પણ કેન્સરના ભયંકર રોગ નો ભોગ બનેલ મારિયા અંતે કાર્લ ને છોડી ને ચાલી ગયા. .. મૄત્યુને આધિન થયા કાર્લ ને ખૂબ દુઃખ થયું પણ શું થાય...!!
મોટરબાઈક પર કાર્લના સન આવેલ ને ઇન્ડીયાના થી તેમની દીકરી પણ. બધા હોવા છંતા હવેની એકલતા જરા જુદી હતી... દીકરાની વહુ ક્યારેક ક્યારેક હૌકલી કરી જ્તી ક્યારેક તેમનો ગ્રાંડસન હોય.
જૂનુ ઘર વેચતા કાર્લે પોતાને ગમતી વ્હાલી એન્ટિક ટ્રેઈનમાંથી થોડી લઈ બીજી બધી તેમના ગ્રાંડસન ને ભેટ તરીકે આપી ત્યારે તેઓ બંને ખૂબ ખુશ હતા. હવે જ્યારે શાંત ધર માં  નિરવતા કરડવાં આવે છે ત્યારે પાછો વિચાર કરી લીધો કે એક રૂમમાં નાની જગ્યા માં મનગમતી ટ્રેન ફરી ફરતી કરવાનો. હા, ને ખુશ થતા બોલ્યા કે મે મારા ગ્રાંડસન પાસેથી બીજી થોડી ટ્રેનો ભાડે લેવાનું નક્કી કર્યું છે... તે માની ગયો છે. બોલો આજકાલ ના બાળકો પણ કેવા ચાલાક ને ચબર1ક  છે !! આટલા વર્ષે પણ વોકિંગ-સ્વીમીંગ- સાયકલિંગ નો શોખ હોવા છંતા ગરાજ ખુલ્લુ કરીને પ્રોફેશનલ  સો થી વુડ કાપતા જોયેલા તો મે પૂછ્યું તમે ટ્રેઇન ટ્રેક્સ બનાવી રહ્યા છો ને ? પ્લીઝ બી કેર ફૂલ, બ્લેડ ઇઝ ટુ શાર્પ..! નો પ્રોબ્લેમ રેખા આઇ એમ યુઝ ટુ..!! આખી લાઈફ તે બુચર રહ્યા હતા. એક વેટરન ની અનોખી જીવન કથા...ને તેમની લાગણી ભરેલી ઉત્સાહિક વાતો.. ૮૫ વર્ષના જુવાન ને ફટાફટ ચાલતા ને સાઇકલ ચલાવતા જોઈ રહી.વ્યક્તિદીઠ અગલ કહાની...અલગ ટેવો ને અગલ શોખમાં જીવાતી જિંદગાની. ચિત્રપટ ચી ચાંગ્લી કહાની.
----- રેખા શુક્લ

શુક્રવાર, 5 એપ્રિલ, 2019

કોમેન્ટ - નોટ

કોમેન્ટ - નોટ


બટકાઓના દેશે દીપ રોય તેમના ધર્મ પત્ની સુરિતાબાળા સાથે ડોલી ને મામી ને લઈને ફરવા ગયેલા. સુરિતાબાળાએ તો ત્રણ મિનિટ શ્વાસ રોકી રાખી ને પાતળા દેખાવાનો પ્રયત્ન કરેલો ત્યાં એમના શ્રીમાન  દીપ રોય એમની બીયરબેલીને દેખાડતા અડોઅડ આવીને ઉભા રહ્યા. મામીએ બટકાને બેંચ ઉપર રાખ્યો ને કહ્યું હવે એમનો ફોટો પાડ. ત્યાં સુધીમાં મામીની ડોલી તો આઠ વર્ષની ઉંચા ઉંચા ઝાડ ને ફૂલપાંદડા જોઈને કંટાળેલી કે બાજુના ટોય શોપમાં જવા દોડી ગઈ. મામીની નજરચૂક થઈ તે હાંફળા ફાંફળા " એય ડોલી, ડૉલી -ડોલ્લી" બૂમાબૂમ કરતા દેખાણાં. રમકડાં બેચતા બટકાની નજર મામીના અવાજ તરફ પડી...નેચરલી એ સમજ્યો ત્યાં વેચાતી ચાઇનીઝ ઢીંગલી..!! ચીંગચોંગ ચાંગ કરતો એની ભાષામાં તે બરાડ્યો.. પણ પછી જોયું તો મામી તો દોડતા તેની તરફ ધસી આવ્યા તો તે રાડ પાડતો બોલ્યો ઃ' ૫ ડોલર્સ = ફાઇ ડોલર'  મામી મોં મચકોડતા ડોલી નો હાથ ઝાલી શોપમાંથી બહાર નીકળતાં હતા તો તે ફરી બોલ્યોઃ ' ફોર યુ ફોર ડોલર ' બીચારો એ ક્યાં જાણતો હતો દીકરીનું નામ ડોલી હતું એને તો ઢીંગલી વેચવી હતી. બાજુની રેસ્ટોરંટ તરફ વળતાં ગુજ્જુભાઈ સમજ્યા કે આ બેન લગ્ન પડા સાથે ડૉલી માં કંકોત્રી છાબ સાથે મૂકવા માંગતા લાગે છે તો તે વચ્ચેથી ઘૂસ્યા ન ઘૂસ્યા કે મામી એ તો 'આઘા ખસો'  કહી ઓલમોસ્ટ ખસેડી જ દીધા.

આ બાજુ બેંચ ઉપરથી બટકો ભાભી સુરિતાબાળાના રોકી રાખેલા શ્વાસ વગરનો ફોટા લેવાનું ના ચૂક્યો...!! એણે વચ્ચે માર્યો કૂદકો કે મામી તરફ જોવા ગયો ને ભાભીનો ફોન ફોટા ને બદલે મૂવી તરીકે ચાલુ રહ્યો...ને મૂવી ઉતરતી રહી. ફૂલો જોઈને ડોલી ઉઠતા મામી એમની ડોલી (ઢીંગલી જેવી દીકરી ) ને ગોતતા હતા તે , આજુબાજુ ના બટકા સુરિતાબાળાએ છોડેલ શ્વાસ પછી બે ત્રણ ઉંડા શ્વાસ લેતા ભાભી .. ને છેવટે સુરિતાબાળા ને દીપરોય સાથે ઉંચા ઉચા વૄક્ષોમાં અડધા કપાઈ ગયા નીચેથી તેવો એકાદ ફોટો તો પડાવીજ લીધો. બટકાની ઢીંગલીઓ પણ ખૂબ સુંદર હોય છે હો..!! ખુશ થતા દીપ રોય ને ઉતાવળા સુરિતાબાળા આગળ વધવા જતા જ હતા ને ભાભી સુરિતાએ ઉતાવળમાં એક મિનિટ હો.. કહી વિડીયો ને ફોટો અપલોડ કર્યા.ને નીચે લખ્યું 'સ્કીની દેખાવવા રોકી રાખી ત્રણ મિનીટ ..!! લોલ..લોલ' ને ઇંગલીશ ભાષાની પત્તર રગડી નાંખતા મામીએ મારી કોમેન્ટ " હેંગકોક "માં અમે લોલ..લોલ..લોલ 'તરત જ નીચે કોઇ જવાનીયાની આવી કોમેન્ટ 'બેંગકોક ? કે હોંગકોંગ ?' બિરબિલની જેમ હાજરજવાબી મામી એ ફરી મારી કોમેન્ટ "હા ચાપલા બોથ સેઇમ સેઇમ હવે...ક્યાં બાલ કી ખાલ નિકાલ રહા હૈં ..લોલ ત્યારે પેલા ગુજ્જુભાઈ રેસ્ટોરંટમાં બેઠા હતા તેમણે પણ મારી જ દીધી કોમેન્ટ ' હોવે-હોવે.. ઈ બધુ એકજ, ડોલીબોન મલી ગ્યા ને તે ફોટો ને ફોન મેલો પડતા ને ઝાલી રાખો બેનને ..લોલ..!!'
---રેખા શુક્લ

શનિવાર, 16 માર્ચ, 2019

શાબાશ !! નારિ-શક્તિ જીન્દાબાદ !!

શાબાશ !! નારિ-શક્તિ જીન્દાબાદ !!

મીઠો ને ઝીણો અવાજ આશા નો તેથી ક્યારે ઝીણહદી ક્યારેક મીઠ્ડી મારી બેન ના બોર બોર જેવડા આંસુ પડ્યા પણ તેને થોડો સમય નાનીમા પાસે અને અમે દાદીમા પાસે એકબીજાથી દૂરરહેવુ પડ્યુ તો રહ્યા પણ દિલથી વ્હાલા નજીક નજીક. સ્કૂલ પતાવીને દિવાન બલ્લુભાઈ માં વર્ષોના વર્ષો શિક્ષિકાની ભૂમિકા ખૂબ ભજવવા ઉપરાંત પોતાની દિકરીને સંગીતમાં આગળ વધારી.
અને એકના એક દિકરાને નૄત્યકલા માં ભારતનાટ્યમ કરાવી પારંગત કર્યો. બિલકુલ એની મમ્મી જેવો હોશિયાર કલરવ દવે નાનપણથી સુંદર ગાતો. આર્ટિસ્ટ પણ કેટલો સ-રસ !!

થનગનતો ગરબા ચેમ્પીયન તો રહીજ ચૂકી આજકાલ મોટો કોરીયોગ્રાફર બની ગયો છે. બોલીવુડમાં પોતાની હસ્તી રોશનીમાં લાવી ચૂક્યો છે. હા, શ્રી અમોલ પાલેકરજી, સર રેમોસ વગેરેને મળી ચૂક્યો છે પર્સનલી. એમની સામે પરફોર્મ કરી એવોર્ડ પણ મેળવી ચૂક્યો છે. 
ફ્રીલાન્સર છે પણ ગ્રુપમાં રશિયા, નૈરોબી- આફ્રિકા, યુરોપ લંડન ને પેરિસમાં પણ ધૂમ મચાવી ચૂક્યો
આવા હોનહાર દીકરાની ' મા ' આશા દવે પણ ખૂબ ઝઝૂમી કેન્સર ને હરાવી શકી પોતાની બધી ફરજો ન ચૂકી. 'ધન્યવાદ' તો બંને માટે નાનો શબ્દ ! બધા ઓડ ને બીટ કરી આગળ વધી રહેલા દીકરા-મા ને એવોર્ડઝ મળે તેમાં સૌથી વધુ ખુશ છું. 


સ્ત્રીની શક્તિ અમાપ્ય ને અગાધ છે... મક્કમ નિર્ણય કરે તો મહેનત કરવામાં પાછળ નહીં પડે.રેડિયો મિરચી પર ધ્વનિતે કલરવનો ઇન્ટરવ્યુ લીધો સન્માનિત કર્યો અને બીજીવાર હાલમાં બ્રોડકાસ્ટ કર્યો.. વેરી પ્રાઉડ ઓફ યુ ..!! ઇર્ફાન ખાન હોય કે સોનલિ બેન્દ્રે ન્યુઝ્માં આવી શકશે કેન્સર ને બીટ કરવા 
માટે પણ કોઈની ભાભી કે મા બહેન બીટ કરે છે ત્યારે નારી શક્તિનો ખયાલ આવે છે.
--રેખા શુક્લ

ગુરુવાર, 14 માર્ચ, 2019

'નાનકી'-- પાયાની ઇમારત



પરિવારમાં સૌથી નાની ને દોડી દોડી ને કામ કરતી તેથી બધા એના ઉપર નિરધારિત રહેતા. શ્વેતાથી મોટી ત્રણ બહેનો હતી ને બધા પોતપોતાનામાં વ્યસ્ત રહેતા. સ્કૂલ હોય લેસન હોય નેધરકામ પણ હોય ઉપરથી મહેમાન દર વેકેશનમાં અચાનક પણ કાયમ આવી જતા મઝા પણ પડતી પણ કેશ એન્ડ કેરી જેવા સ્ટોર હજુ ખુલ્યા નહોતા ને તેથી કામવાળો કપડાં વાસણ ને કચરો વાળી પોતા કરી જતો હોય પણ આખા વર્ષનું અનાજ તો વીણી ને સાફ કરવાનું બધાની જવાબદારી. બધા ચોખા દાળ ને મોઈ ને મમ્મી ભરતા અને હા જાતભાતનાં અથાણાં પણ ઘરે જ બનાવાતા. તેથી ઉનાળો બીઝી બીઝી પસાર થઈ જતો. તેમ છંતા બધા કઝીન્સ સાથે રમતગમત પત્તા ને પકડાપકડી જરૂર રમાતી. કામ કર્યા પછી બાળકોને ખુશ કરવા દાદીમા બરફનો ગોળો ખવડાવતા પણ ક્યારેક દાદીને મનાવવા પડતા તો ક્યારેક દાદી ધમકી દેતા કે જે કોઈ આજે સૂઈ નહીં જાય બપોરે તો તેને બરફનો ગોળો નહીં મળે. ખબર નહીં પણ ગરમીમાં ત્યારે બરફનો ગોળો જેણે ખાધો હશે તેને જ મજા ની ખબર પણ હશેજ. ફ્રીજ વગર ચાલતું પણ ખાવાનું ગમે તેટ્લું ખાધું કેમ ન હોય પણ રોંઢો કરવા બધા તત્પર રહેતા.. ભલે ને પછી વધેલી રોટલીને તેલમાં સાંતળી દીધી હોય ને મીઠું મરચું નાંખ્યું હોય પણ આહાહા... !! મજા પડી જતી હોય. ત્યારે લેફ્ટ ઓવર નહોતા મળતા જુવાન બાળકોની સંખ્યા જોઈને. બાળકોની ભૂખમાં એક 'રોંઢો' કરવા પણ જો રોટલીઓ વધે તો ભયો ભયો. હા, અહીં કાઠિયાવાડી ને તળપદી શબ્દ વાપર્યો છે. પણ હવે તેને અત્યારે બપોરનો નાસ્તો કે ટી-ટાઈમ કહેવાય છે. આમ ને આમ ક્યારેક દહીંમાં વધારેલી રોટલી પણ માણતા. ફરી હતા ત્યાં ના ત્યાં ભૂખ્યાં ના ભૂખ્યાં નાનકી તો ચપટી કે માંડ ચમચી ખાતી હશે. સાવ દૂબળી એની ચોલી ફુગ્ગા બાંય નું માપ પણ ડૉલ
ના કપડા જેવું જ લાગતું. નાનકડી ઘાઘરી ને ચુન્ની જેટલી ઓઢણી..અને એમાં ડાન્સ શીખવાડી ને મમ્મીએ સ્ટેજ પર ઉભી રાખી દીધી " હુંં નાની ને નમણી દૂધવાળી' નો ડાન્સ કર્યો...બધા ખુબ ખુશ થયા ને તાલીઓથી વધાવી લીધી.

આંખો તો એની બોલતી જ હતી  I miss you ને સામેથી I Love you નો રીપ્લાય ક્યારે આવશે તે વિચારતી. બસ એક લાગણી પડી હતી તૂટેલી વિખરાયેલી કે કોઈએ આવી ને એને સમેટીને પોતાની કરી લીધી...પ્રેમ પાંગર્યો ને છેવટે ધર છોડી ભાગી ને લગ્ન કરી લીધા. હા, એને એમ કે ધરકામ ને વૈતરાં માંથી છૂટી તો ખરી. પ્રેમ હશે તો જગ જીતાશે. પણ સામે મોટું પરિવાર હતું.. સાસરું ને પિયર નજીક નજીક હતું... તેથી કામ બમણું થયું...!! સાસુ સસરા, બબ્બે જેઠ જેઠાણી ને નણંદબા... લગ્ન પછી કામકાજ વધ્યા. ઘરડાં થયા સસરાજી તો તેમની શ્વેતાએ ખૂબ ચાકરી કરી..સાસુના હોવા છંતા..તે ખડે પગે ઉભી રહેતી. આખર સસરાજી પરલોક સીધાવ્યા. તો કાકીજી આવ્યા. બીમાર ને નિરાધાર , લાગણી રડે ને શ્વેતા દિલથી સેવા કરે.પહેલા ખોળે દીકરો અવતર્યો. અને પછી આવી લક્ષ્મી દીકરી બનીને. સંપૂર્ણ પરિવારની પરિભાષા સચવાઈ. ખર્ચા વધ્યા... કામ વધ્યું, સાસરે તો જેઠ જેઠાણી નણંદ પરિવાર બધા આવતા જતા કેમકે સાસુજી (બા) હતા ને..!! સ્ત્રી પ્રેમ મળે તો બધુજ સ્વીકારે છે. બધા સાથે ભેગા મળી દિવાળી - હોળી- નવરાત્રી- રક્ષાબંધન વગેરે તહેવારો સ-રસ ઉજવતા રહ્યા. ખુશી અને સુખી પરિવાર ને બાંધી રાખવા હંમેશા તે પોતે ભોગ આપતી રહી...ઘસાતી જ રહી. સાસરા પક્ષે ને પિયર પક્ષે જાણે તે ઝઝૂમતી રહી. ક્યારે બેસાંધા ભેગા કરવા વાર તહેવારની વસ્તુઓ વેચતી રહી... ધરે બેઠા કમાતી રહી. પોતે જે કમાતી તે ભેગુ કરવાની ટ્રાય કરતી પણ ક્યારેક વેચાણ ઓછુ થાય તો નિરાશ થવાને બદલે પરિવાર ને ખુશ રાખતી. સમજણથી સમજોતો કરતા શીખી ગઈ હતી શ્વેતા પોતે પાયાની ઇમારત બનીને.

શ્વેતાનું મન ને દિલ ચોખ્ખુ અને આપવા-લેવાની સૂઝ પણ ખૂબ પડે. કોને કેટલાનું કરવું જોઇએ અને મહારાજે વિધી બરાબર કરાવી કે નહીં તે પણ સમજાય. બધાના મન સાચવતી જાય હસતી જાય અને કામ કરતી જાય. બધું સારું ચાલતું હોય તો જીવનમાં એથી વિશેષ જોઇએ શું ? દિવસે ન વધે તેટલી રાતે વધે દીકરી... ને સમય આવે એના લગ્ન લેવાય..તેવું દરેક 'મા' ના જીવનમાં આવે છે આ ખુશી ને સાથે વિદાયનું દુઃખ એજ " કન્યાદાન" શ્વેતાના જીવનમાં પણ દિવસ આવી ને ઉભો. ને દીકરીના લગ્ન એટલે કેટલો ઉત્સાહ !! કેટલો ઉમંગ !! કેટલા કામ-વ્યવહાર -બધાના લિસ્ટ બનાવતા તે વિચારી રહી. મામેરૂ થશે, ચોરી માં વરવધુ ને જાનૈયાઓ માટે 'અલુચલુ' પીરસાશે. ચોખ્ખા ઘી માં તળેલાં દહીંથરા સુંવાળી ને દળેલી બૂરું ખાંડ
ને ઉપરથી રેડાશે ઘી ની ધાર ! સાળી ની સાથે સખીઓ ગોઠડી ને મસ્તી મજાક કરતી જશે. અણવર ને વરરાજાની ટીખળી કરતી જશે ... ને લાગ આવે વરરાજા ના જૂતા (શુઝ) ચોરી જશે.થોડું હસવું આવી ગયું... પાછું મનને મનાવ્યું કે આ બધી પ્રથા તો મજાક મસ્તી કરવા માટે નહીં પણ વાતાવરણ હળવું કરવા માટે હશે... મારું શું થશે ? ના  હું તો હસતા હસતા જ વળાવીશ.

ચોરીનો મંડપ ફૂલોથી બંધાય પછી જાનૈયાઓ ચંદરવા નીચે ખુરશી ટેબલ પર જમશે.બધું રાબેતા મુજબ જ થયું. મેંદી મૂકતી છોકરીઓ હસી રહી હતી. આનંદ આનંદ !! ગણેશસ્થાપના ને વિધી થઈ...મિંઢણ બંધાયા... પાથરેલું આણુ બધાયે ખૂબ વખાણ્યું. ભારે સાડીઓ ને મેચીંગ ઘરેણાં ને શુઝ ઉપરાંત હેરસ્ટાઈ ને મેકઅપ બધુ દરેક વખતનું નક્કી કરાયેલું તે પ્રમાણે જ થયું.ભોળી દીકરી ને મલકાતી જોઈ કઈ 'મા' ના હરખાય !! યસ શ્વેતા પણ હરખાઈ પણ પછી યાદ આવ્યું કે આટલી મોટી કરી દીધી હવે જાતી રહેશે ને આંખો ભીની થઈ ગઈ...છાનું રડી લીધું .નહીંતર દીકરી જો ઢીલી થઈ જશે તો તેના પપ્પા ને નહીં સચવાય.  આપણામાં દિકરી ને પપ્પા ખુલ્લા દિલથી વાતો નથી કરી શક્તા...વિદાયવેળા એ ઉભરો છલકાય છે !! પ્રેમ કરું  છું એમ પણ ના કહે પણ હા, "જીવતી દાટી દઈશ જો કોલેજ ના નામે લફરાં કર્યા છે તો" એવી ધમકી આપતાં ના અચકાય. અને આખરે અજાણી વ્યક્તિને આખી ને આખી સોંપી દે દીકરી..ને તેને કન્યાદાન દીધું કહેવાય !! ઉપરથી સલાહ દેવાય પડ્યુ પાનુ નિભાવજે...બધાનું ધ્યાન રાખજે ને ડાહી થઈને રહેજે... વગેરે વગેરે કહી વિદાયવેળાએ માતા-પિતા ખૂબ રડે..ક્યારેક એમ થાય આવું કેમ ?

શ્વેતાનું ઘર દીકરી વગર સૂનું સૂનું લાગે ...એ તો સારું થયું કે દીકરી બહુ દૂર નથી રહેતી તેથી આવજા ચાલુ રહી છે. દીકરો તો એના કામ ના લોંગ આવર્સના લીધે ક્યારેક જોવા મળતો. તેથી શ્વેતાએ ઘરમાંથી જ ટપરવેરનું વેચાણ કરે આમ પાયો મજબૂત રાખવા દરેક સ્ત્રી મનેકમને ઘસાતી જ આવી છે ક્યારે ધોળા વાળ આવી ગયા ને અરીસો અણગમતો થઈ ગયો ખબર નથી પણ આ માટે સ્ત્રી પૈસાથી વધાવાતી કે કોઈને એવોર્ડ મળતા... પણ કરેલો ભોગ સુગંધ બની બાળકોના પ્રોગ્રોસમાં જોવા મળે જ છે. વડીલોની કરેલી સેવા ચાકરી ના મેવા શુભાષિશ થઈ ફળે જ છે. દાદીની આર્થરાઈટીસ ની બિમારી ને લીધે એમના આંગળા કામ ન કરે ને સાવ વળી ગયેલા કમરેથી ...તેથી નાનકી શ્વેતા જ્યારે આવી ને માથું ઓળી આપે ને નવડાવી દે ને ચા બનાવી દે તો ખુશ થઈ જાય. એમને સાચવી લેતી ..પણ તેમના સ્વર્ગવાસ પછી વર્ષમાં જ પપ્પાની પાર્કિનસન થી જે હાલત થયેલી તે જોવાતી નહોતી. દિલ ને હજુ સમજાવીને કઠણ કરતી. માનવામાં ના આવે તેટલા દવાખાના ના ધક્કા થવા લાગ્યા ને તબિયત તો વધુ કથળતી જ ગઈ..!! દિલ આજે પત્થર બની કે શું આસું પણ થીજી જ ગયા છે કે શું ? પપ્પા ના દેહ ને તાંકતી શ્વેતા મૂરત થઈ ગઈ હતી.
---રેખા શુક્લ

ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

હા પસ્તાવો... પ્રકરણ ૬.શરણાઈના સૂરીલા સૂરોનું ગુંજન

Image result for kuryat sada mangalam meaning
કુર્યાત સદા મંગલમ -- હરખભેર આવકાર = રેખા શુક્લ 
મુઠ્ઠી ભરી ને અમે વાવી તી ઝંખના ને સીમ ભરી ઉગી લીલાશ 
ખોબો ભરીને અમે શમણાં પીધા ને પછી રોમ રોમ ફુટયું આકાશ

 અમલ ને શાંતાબાએ અને રસિકભાઈએ ખૂબ વ્હાલથી ઉછરેલો અને અણમોલનુ બાળપણ અને યુવાવસ્થા એવું સ-રસ રીતે ઉછરેલું કે તેનામાં સહાનુભૂતિ સંગ સંવેદનશીલતા ને પ્રેમ સ્વભાવમાં ભળી ગયેલા. કોલોનીમાં રહેતા નેબર્સ તેની સાક્ષી હતા. જ્યારે પણ કોઈ જરૂર હોય તો તેનો શાંતીથી નીવેડો અણમોલ જ લાવતી. શાંતાબાની નજરો તો તેને જોતાં જ ટાઢી થાતી. રસિકભાઈ ને હિંચકે ઝૂલતા છાપુ વાંચવાની ટેવ... ઉપરથી સારા ગુજરાતી સામયિકો મળે તો તેનો લાભ પણ લેતા ને ખુશ થાતા. 'જનકલ્યાણ';'નવનીત';' ધર્મસંદેશ', વગેરે આપતા અણમોલને જોઈ શાંતાબા મલકાતા બોલ્યાઃ ' આવ બેટા ! શું લાવી છે આજે ?' પોપટા (લીલા ચણા) ફોલતા ફોલતા હસ્યા. અણમોલે ઝવેરચંદ મેઘાણીની "સૌરાષ્ટ્રની રસધારા" અને "સરસ્વતીચંદ્ર-ભાગ-૧ " નીચે મૂકતા  ધીમા અવાજે મીઠું હસી બોલી ઃ " ગઈ કાલે લાઈબ્રેરીમાં ગયેલી ત્યાંથી લાવી છું.પણ બા એ આજે ખીર બનાવેલી તો રસોડામાં મૂકું છું ને જાંઉ છું પછી આવીશ પણ કામ કાજ હોય તો જરૂર કહો." 

અણમોલની સાદગી ને સૌમ્યતા જોઈ શાંતાબા હરખાતા બોલેલા આ છો'ડી જ્યાં જશે ત્યાં કૂળ ઉજાળશે. તેના લાંબા કાળા ભમ્મર વાળે વાળેલા બે ચોટલા સ્કર્ટ્ની ધારે લટકતા હતા. ધાર્યુ ધણીનું થાય ને બન્યું એવું કે અમલ અને અણમોલ પ્રેમમાં પડેલા આખરે પરણીને પ્રભુતામાં પગલાં પાડયાં. વર-વધુ ને જોઈને ખૂબ ખુશ થાતા ને શાંતાબા નજર ઉતારવા બેસી જા'તા.અકારણ કુટુંબના કોઈ સદસ્યની મીઠી નજર પણ લાગી જાય અથવા કોઈ જલી જનારું કે તમારું ખરાબ થતું જોઈએન ખુશ થનારું હોય તો.. ના, ના એમ પોતાના પગ પર કુહાડી શું કામ મારવા દેવાય. સોળે શણગારે સજેલી વધુ અણમોલના ઓવારણાં લેતા શાંતાબા એ "અખંડ સૌભાગ્યવતી ભવ" ને પુત્રવતી ભવ કહી ગળે વળગાળતા કહેલું ખુબ ખુબ સુખી થજો ને કરજો."

માથે ઓઢેલ અણમોલના આંખમાંથી બોર બોર જેવડાં આંસુડા ખરી પડ્યા..શાંતાબા ને પગે લાગતા ચરણ સ્પર્શી ભીના થઈ ગયા જાણે તેમના પગ આંસુએ પખાળ્યા. તરત ગળે લગાવતા રડવાનું નથી કહી આંસુ લૂંછી લીધેલા પણ રસિકભાઈની આંખોના ખૂણે પણ ભીનાશ ઉભરેલી. અણમોલની જ્વેલરીનો ઘાટ પણ તદ્દન નવી જ ડિઝાઈનનો હતો. કાકીમા ને ફોઈબા આવીને વખાણી પણ ગયા. ત્યાં બાજુનાઅ ગામમાં રહેતા વિમુબેન પણ એમની રૂપાને લઈને આવી
ચડ્યા. વિમુબેન ગળે પહેરેલ હારને અડતા બોલ્યાઃ ' ઓહોહો ! આજકાલ સાચુ જ કોણ પહેરે છે કે આપ્યું હશે એની મા એ ? ચાંદીનો કંદોરો પણ પોસાયો નથી લાગ્યો સાવ કમર ખાલી છે...એક ઝૂડો તો આપ્યો હોય તો પહેરેને...!' આનુ નામ તે કાગડાના મોઢામાં કદી રામ ન આવે તે. બધા જાણતા જ હતા વિમુબેન કોઇનું સારું કદી ન જોઈ શકતા કે કોઈના વિષે સારું બોલતા.બાજુમાંથી પસાર થનાર અજાણી વ્યક્તિ આવી અણમોલના કાનમાં ગણગણી ગઈ કે " ગામ નો ઉતાર છે એનું શું સાંભળવાનું ? ને ખરાબ લગાડવાનું ? આહા..! આખરે પોત પ્રકાશ્યા વિના ન જ રહે. સદા મંગલમ ભવ માં માનનારા શાંતાબાએ દૂરથી જ ઇશારો કરેલો કે છો બોલે... બોલે એના મોં ગંધાય... ગામને મોંઢે ગયણાં થોડા બંધાય.. ! અણમોલના પિતાના વાક્યો યાદ આવ્યા " જેવી જેની દ્ર્ષ્ટિ એવી જ એની સુષ્ટિ. "

આજે મન બહુ બેચેન હતું કદર કરવાવાળા કરતાં બે કડવા શબ્દો કહેવાવાળા મળી જાય ત્યારે દિલ બહુ દુઃખે છે. આરામથી રહેવા મળે છંતા કટુ વચનો કહેવાય અને સંતોષ ના દેવાનું વિચારીને નીકળેલ વ્યક્તિ પેટભરીને જમ્યા પછી પણ એટલું જ કહે ; ક્યારેક ક્યારેક ભૂલમાં તારી રસોઈ સારી બની જાય છે. મનમાં એમ થાય કે ચૂપચાપ ઓડકાર ખાઇલોને...!! વ્યક્તિ જાણી જોઈને બીજાને હેરાન કરે તેને ભગવાન જવાબ આપે. અથવા બા કહેતા તેમ પણ બને કે જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે. સંજોગો બદલાય અને પૈસાની અછત રહે તો ટોણા મારવાનું કોઈ ના છોડે...ત્યારે તમારા આપેલ ભોગ ભૂલાઈ જવાય. બધા જાણીએ છીએ કે નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. વક્ત શું શું શીખવે છે તો પણ શાંતિથી હલ કાઢો તો તમે ગ્રોન-અપ થયા ગણાવ. જાડી ચામડીના થઈ જાઓ નહીં તો લોકો તમને 'સેન્ટી' કહેશે. તમારી ઉડાવે તમને નીચે દેખાડે ને કામ હોય ત્યારે જ યાદ કરે. બધું સારું જાય તો પણ ક્યાંક ને ક્યાંકથી તમારો જ વાંક કાઢે. આજે મંદાની યાદ બહુજ આવતી હતી. મંદાને જોયે બહુ વખત થઈ ગયો છે...અણમોલ અને અમલ હજુ સૂતા જ રહ્યા હોત જો ફોન ની ઘંટડી ના રણકી હોત. મંદા નો ફોન આવેલો બસ ખૂબ મજા આવી મળીને ફરી ક્યારે મળીશું બધા શોપિંગ શોરૂમ ની વાતો પછી ફોન મૂકી દીધો.

મેંદીની ડિઝાઈન જોઈને ખુશ થાતી મંદા ની દિકરી રૂપા પણ મેંદી મૂકાવવા બેસી ગઈ. શરણાઈના સૂરોનું ગુંજન મધુર હતુ.  ઓલમોસ્ટ ભાન ભૂલી જવાય...માહોલ પણ એવો જ હતો. માસીની દીકરી બહેન મંદા છે ક અમેરિકાથી આવી હતી. અણમોલના લગ્ન નો મંડપ-માંડવો તો ફૂલોથી સજ્જ હતો. ફુલોના ગજરાં ની વેલો ને ઝૂલો ને તેના પર બેસીને અણમોલ મેંદી મૂકાવતી હતી ને ચાર ખૂણે અકઠી થયેલી પિયરીયાની દિકરીઓ પણ મેંદી મૂકાવતી હતી.. રૂમઝૂમ નુપૂરના અવાજથી ગુંજતું આંગણું ચંદરવા નીચે હસ્તી શિશુ- ઢીંગલીઓથી મહેકતું હતું....વાતાવરણ મનોહર હતું ઉપરથી શાંતાબા ની આજ્ઞા પ્રમાણે રંગરંગના તાજા ફૂલોની ગાલીચા જેવી રંગોળી શોભી રહી હતી ને તેના પર પ્રગટાવેલા દીવડા ઝળહળી ઉઠેલા. કુમકુમ પગલાં પાડતી સોહામણી અણમોલ નો હરખભેર આવકાર થયો ત્યારે ભાઈ મહેશ અને નિશાભાભી દાગીના- કપડાં-સૂકા મેવા-ફળફૂલોની છાબ સંગ દાખલ થયા અને એમની ઢીંગલી "પાયલ " તો ફોઈ અણમોલની ગોળગોળ ફરતી હતી તે ચૂપચાપ જોવા લાગી. અચાનક બોલી ઉઠી ' મને પણ લગન કરવા છે.. કેટલી બધી ગીફ્ટ ફોઈને એકલાને મળી છે.મને તો આટલી બધી બંગડી જોઈએ છે ' કેહતી હાથ પહોળા કરી બોલી રહી ને બધા હસી પડ્યા. 

બે વર્ષે ઘરે પારણું શું બંધાણું તેની તબિયત નરમ ગરમ રહેતી ત્યારથી બસ ન જાણે શું કામ પણ બધાના મિજાજ બદલાતા ગયા. ને ઉલટી થાય ત્યારે બાજુ આવી પંપાળી જતા બા તે જતે દહાડે બંધ થયા. રોજ મરે તેને કોણ રૂવે ? બિચારી તો પણ ઉભી થઈને થાય તે કરે. બને તેટલી મદદ પણ કરે. છેલ્લા દિવસોમાં તો તેનાથી હરવા ફરવામાં તકલીફ ખૂબ પડતી પણ કોઈને પડી જ નહોતી. પછી શું? વોટરબેગ બ્રોક થઈ ને એકલી રીક્ષામાં બેસીને તે પ્રસુતિગ્રુહે પહોંચી... નર્સને બધા તો અવાક થઈ ગયા..!! એની મિનિટ બેબી આવી જશે આટલી વાર સુધી કેમ જલ્દી આવ્યા નહીં..પ્રશ્નો પૂછતા હતા. સ્ટ્રેચર પર ગોઠવીને ડીલીવરી રૂમમાં તાબડતોબ લઈ ગયા..ને તરત જ બેબી બહાર આવવા તત્પર હતી. ડોક્ટર ને નર્સે જોયું કે ઓહ બેબી ને ઓક્સીજન પણ બરાબર મળતો નથી એના ગળે અમ્લીકલ કોર્ડ વિંટળાઈ ગયો છે. સીઝેરીયન કરવાનો પણ સમય નથી બેમાંથી એક ને જ બચાવાશે ?? બીજા ડોકટર રૂમમાં ધસી આવ્યા વધુ અનુભવી હશે કે તરત જ બેબીને ઓક્સીજન દીધો ને કોર્ડ પણ કાપી મા ને પણ ઓક્સીજન આપવાનું ચાલુ કરાવ્યું હાશ ! માંડ માંડ બધુ પાર પડ્યું... પણ બેબી ને 'મંદબુધ્ધિ' સ્પેશિયલ હેન્ડીકેપ બાળક તરીકે બતાવ્યો. તે રડતી રહી ..શું થાશે હવે ? કોણ એની સંભાળ રાખશે પ્રેમથી ? આ બચ્યો જ શું કામ ? હજુ હમણાં તો તેનો ગ્રહ પ્રવેશ થયો ત્યારે તો બધા કેટલા ખુશ હતા... હવે તો કોઈ એનું પણ ધ્યાન નથી રાખતા તો મોર અન્ડરસ્ટેંડીંગ લઈ ને બાળકનું કોઇ ધ્યાન નહીં રાખે...મારા બાળકને સ્પેશીયલ એટેન્શન કોઇ નહીં આપે ...!! મંદબુધ્ધિના બાળકોની સંભાળ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે....તેવું ઘરમાં કોઇ સમજશે કે નહીં. કોઈ સમજે તે પહેલા હું તેની મા છું મારે જ તેની સંભાળ લેવાની છે તેથી મારે મારી જાતનું ધ્યાન પહેલા રાખવાનું છે. મન મક્ક્મ કરી લોકોની વાતો નો અનાદર કરવાનો.. લોકોનું તો કામ છે બક બક કરવાનું. 

---રેખા શુક્લ

રવિવાર, 17 ફેબ્રુઆરી, 2019

"સ્પીક અપ ફોર મી"-- જબ લિયા તેરા નામ

ઉન્માદ શાનો લોહીમાં, શેં રવરવાટ છે?
શબ્દોનો શ્વાસમાં ફરી શું સળવળાટ છે?

પાણી પીધું જે વાવમાં ઉતરી તેં બાર હાથ,
ત્યાં માત્ર ખાલીપો અને નકરો ઉચાટ છે.

કોણે છે તૂટવાનું અને વહેશે પહેલું કોણ?
આંખોના ચોરે લોકમાં આ ચણભણાટ છે.

એકાદી તારી યાદ ત્યાં ભૂલી પડી કે શું?
મનનું સમસ્ત નેળિયું, જો મઘમઘાટ છે.

એરૂ અણીના ટાંકણે આભડ્યો મૌનનો,
બાકી જીવનના પાનાં તો સૌ કડકડાટ છે.
– વિવેક મનહર ટેલર

આફ્રિકાથી આફ્રિકન માસ મર્ડર સુધી... હકીકત એમ બની કે તણખલા ના આસન ઉપરથી ના બોલ્યા શબ્દો તો પણ પેટાવી ગઝલ ? ને માંચડે ચડી તો ગયો તો પણ સાથે લેતો ગયો ૫ ને ડૂબાડ્યા ભાવિ ફેમીલી મેમ્બર્સના. માણસ કેટલો ડેસ્પરેટ ને ઇવીલ હશે કે આવું થયું. જન્મી ને મોટો તો હું ઇશ્ટ  આફ્રિકામાં થયો. ને કોલેજ કરવા ઇન્ડીયા પહોંચ્યો. ભણીને આવ્યો પાછો પછી આઇ રીનાઉન્સ માય સીટીઝનશીપ ઓફ આફ્રિકા એન્ડ વેન્ટ ટુ ઇંગલેંડ ત્યાં જનરલ મોટર્સ માં ૮ વર્ષ કામ કર્યા પછી શિકાગો પહોંચ્યો. વર્ષ પછી ઇન્ડીયામાં જઈ લગ્ન કર્યા. ને કામ લાગ્યો,

૨૫ વર્ષ એક કંપનીમાં કામ કર્યુ ને પછી કેમિકલ ડિસ્પોઝલ ન્યુઝમાં કંપની બંધ કરાઇ ને બીજી કંપની માં જોબ ચાલુ કરી. ૧૨ વર્ષ કામ કર્યુ ને છેવટે રીટાયરમેંટ લીધું. મોટો હોદ્દો હોય તેથી હાથ નીચે કામ કરતા માણસો સાથે રોજબરોજ ડીલીંગ કરવું પડે ને કામ કઢાવવું પડે... દરેક ના નેચર જુદા...
ધરના પ્રોબ્લેમ લઈને માથાભારે સ્વભાવ વાળા હોય, કામ કરવાના દગડા, ઉપરવાળા પ્રેશર મૂકે કામ કઢાવો ને આ બધા પાસેથી કામ કઢાવવું એટલે ભીંત સાથે માથું રોજ પછાડવું. તો પણ સમજાવી ફોસલાવી ને કામ કઢાવી ધરે ખુશી ખુશી આવતો એક એજ કારણ કે પત્ની બાળકો ને ખુશ જોંઉ. શિકાગો હચમચી ગયું આજે જ્યારે મારી નજર સામે છ પોલિસ સ્ક્વાડકાર્સ ને શરીફકાર સાયરન વગાડતી પાસ થઈ. આશ્ચર્યચકિત નજરો તાંકતી રહી..ઘરે જઈને ટી.વી ઓન કર્યુ તો ન્યુઝ્માં મારી જ કંપની...!!!! ઓન ગોઇંગ શુટિંગ ના સમાચાર...થરથરી જવાયું કે આ ગેરી જ હશે...બહુજ  ખરાબ માણસ હતો.. તમારી સામે ઘૂરકે ડાઘિયા કૂતરાની જેમ તેથી બધા ડરે ઉપરથી યુનિયન તેથી તેની પાસે કામ કઢાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવા. ઉપરથી ગન 'ઓન' કરતો હતો તો બધા ડરે. ઉપરવાળા લેટ સ્લીપીંગ ડોગ લાય ..ને આંખ આડા કાન કરતા. એને જરૂર પડે તો મારી પાસે મદદ માંગે ને આપેલું કામ ઝડપથી તૈયાર કરી બેઠો બેઠો વજન ઉંચકે...!! હઠ્ઠો-ગઠ્ઠો છ ફૂટ ઉંચો પહેલવાન કોઇ એનું શું કરી લેવાના છે તેવી જ એટીટ્યુડ તેથી ઇવન એચ.આર વાળા પણ કંઇ કરતા નહી. બોસ તમારી સામે કંપલેન ફાડી નાંખે...પોતે રાજા થઈને ફરે પણ રાક્ષસવૄત્તિ છેવટે બહાર આવી જ ગઈ જ્યારે તેને ફાયર કર્યો'. કંપનીવાળાએ કાઢી મૂક્યો તો ત્યાં ને ત્યાં પાંચના જીવ લીધા.. અરે રે ! હું બધાને જાણતો..નાની ઉંમરના છોકરાઓ વાળા ફેમીલી વાળા નું હવે કોણ ? પોલિસ આવી ચાર મિનિટમાં તો ચાર પોલિસોને શુટ કર્યા ને ઘાયલ કર્યા. ને પછી કાયર આટલી મોટી કંપનીનું નામ બગાડી ડરતો ડરતો સંતાઈ રહ્યો કે છેવટે દોઢ કલાકે પકડાયો ત્યારે માર્યો ગયો. પોલિસ એમ્પોલોઈ બધા રાત્રે આઠ વાગ્યા સુધી ધરે ના જઈ શક્યા. તે મર્યો ને મારતો ગયો...આફ્રિકન મર્ડરર !! બધાની આંખો શોકમાં ને તે તો ઓફિસની ફ્લોર પણ સૂતો લોહી લૂંહાણ !! (સત્યઘટના- રેખા શુક્લ )


બુધવાર, 13 ફેબ્રુઆરી, 2019

speak up for me

"સ્પીક અપ ફોર મી"
Image result for border crossing pic

"હું ખુબ નાનકડો છું તેથી કોઈ મને સાંભળતું નથી...
મા બહુ બીઝી છે તેના પોતાના કામ માં.. ઉપરથી ક્યારની ભૂખ લાગી છે પણ ખબર નહી પા ને મા કપડાં ને વાસણ બાંધી ને કહે છે કે ક્યાંક જવાનું છે... આજે બુટ પણ પહેરવા મળ્યા ને મને નાનકી બેગ
પકડવા મળી. પણ હવે તો બે કલાક થયા હશે ચાલતા ચાલતા... આ બોર્ડર એટલે શું ...?? ને કેટલું આધું હશે અમેરિકા..??  પૂછું તો છું પણ જવાબ કોઈ આપતું નથી ને ચાલે રાખ એમ કહેવામાં આવે છે..."

"નથી ઉપડાતી બેગ ભલે તરસ લાગી... પગ જ નથી ઉપડતા ઘસડું જ છું કે ઘસડાઉં છું ..તડકો ક્યારે ઓછો થશે... આ ફાટેલા શર્ટ માં પણ ગરમી લાગે છે..ખાબોચિયામાં બોળી મા એ માથે રૂમાલ મૂક્યો પણ કાનમાંથી વરાળ નીકળે છે. બળી આ બોર્ડર.. ને મારે અમેરિકા નથી જાવું પણ કોણ મને ગણકારે છે... અરે પૂછ્યું પણ નહોતું કે મારે જવું છે કે નહીં? આમ તો આખી શેરી ના ભાઈબંધો મારી જેમ ચાલી રહ્યા છે પણ બધા અડધા માંદા દેખાય છે ગરમીથી રેબઝેબ દેખાય છે...પાણી પીધા વગરના સૂકાઈ ગયેલા મોંઢા..હું ચૂપ છું હવે. ચાલવાનું જ છે તો ચાલું છું."

" ટીણીયા ના પા બોલ્યા ત્યારે ખબર પડી દસ કલાક થી ચાલ્યા જ કર્યું છે, મા ને પા ને ખબર નથી પડતી દવા ક્યાંથી લાવશે ? શ્વાસ લેવા માં પણ તકલીફ પડે છે.માથું તો ફાટી પડે છે.. ઝાડ ની નીચે બેસાડી બધા ક્યાં ગયા ??? આંખો હવે બંધ થઈ જાય છે.. માખી ક્યારેક પોપચાં ઉઘાડી જાય છે. " Can
some one please speak up for me ...??
બધી વાર્તા ઓ ફક્ત...“Pen” થી નથી લખેલી હોતી..જીવન માં ઘણી વાર્તા ઓ*“Pain” થી પણ લખાયેલી હોય છે.*
---રેખા શુક્લ