
ધ્રુજતા પગે ચશ્માં સરખાં કરતાં જ્હોન કોર્ટ્ના દરવાજે પહોંચ્યો. બાજુમાં થોડા વિખરાયેલા વાળ વાળી સિમ્પલ દેખાતી સેરા પણ અંદર દાખલ થઈ. બંને જણા કાંઈ ખાસ પ્રભાવિત કરે તેવા નહોતા લાગતા. ડ્ગુમગુ થતા જ્હોન માંડમાંડ " જજ " નિ સામે ઉભો રહ્યો લગભગ ૭૦ વર્ષ થયેલ ને ઓલમોસ્ટ ૫૫ વર્ષની સેરા હશે પણ બંનેએ એક જ કંપનીમાં ૨૨ વર્ષથી ઉપર સાથે કામ કરેલ. એકબીજાને સારી રીતે ઓળખતા અને પારિવારિક વાતો પણ શેર કરતા. તેથી જ તો સેરા જજ સામે બોલી ઉઠી કે જજ સાહેબ હું જહોનની સારી ફ્રેંડ છું. તેઓ ખૂબ ગરીબ છે.
અને જ્યાં રહે છે ત્યાં કાર પાર્ક કરવાની મનાઈ છે અલબત્ત પાર્કિંગલોટ કે પાર્કિંગપ્લેજ જ નથી. હેન્ડીકેપ થઈ ગયેલા દર્દથી પિડીત આ જ્હોન કાર વગર કામે પણ કેવી રીતે જઈ શકે ? પોલિસ તો નો પાર્ક ટિકીટ આપતો જ ગયો ને ફાઇનલ નોટીસ પછી આખરે કોર્ટ્માં આવ્યા છીએ કે તેમની સ્થિતિ નથી કે ગાડી વગર જીવી શકે કે પાર્કિંગ ટિકીટો ભરી શકે. તેથી ઇલલીગલ પાર્કિંગ ટિકીટો નો ચાર્જ તમે જો રદ કરી શકો તો મહેરબાની આપની. હું ને મારા હસબંડ તેમને મદદ કરવા માંગીએ છીએ. તેમને હજુ બીજા ધણા બધા ઓપરેશન પણ કરાવવાના છે. તેથી આપ જો આટલું કરશો તો અમે તમારા આભારી રહીશું. દર મહિને ૮૦૦ ની આવક છે ૪૦૦ તેમનું ભાડૂ છે. એમાં આટલી બધી ટિકીટો કઈ રીતે ભરાય...! ઓપરેશન ઉપર ઓપરેશન થયા હજુ બીજા બાકી છે.
ઉંમરનું અંતર ભૂલી જવાયું જ્યારે સ્નેહ સાથે સમજણ ભળી. બધા એકમત થયા.
જ્હોન ધડી ધડી પોતાના ચશ્માં ઉતારી આંસુ લૂંછી રહ્યો હતો... જજ સાહેબનું હ્રદય દ્રવી ઉઠ્યું...તેઓ પણ ધડપણ તરફ વધી રહ્યા હતા. તેમને શાંતિથી ઉત્તર આપ્યો કે તમારી બધી જ ટિકિટો માફ કરવામાં આવે છે. પોલીસ ઓફિસર પણ સાંભળતો હતો કાયદા અનુસાર પોતે આપેલ ટિકિટો માટે શરમ અનુભવતો હતો. જજે કહ્યું પણ બૂટ્લોક માટે તમારે ૧૦૦ ડોલર્સ તો ભરવા જ પડશે. અને સેરા તમે સાચા ફ્રેંડ છો. સિનિયર્સ તરફ તમે કૂણી લાગણી દર્શાવી છે ને મદદ કરી રહ્યા છો તમે ખરેખર સારા ફ્રેંડ છો. પોલિસ ઓફિસર ને જજ તો ત્યાં સુધી સહમત થયા કે છે મહિનામાં તમે ૧૦૦ ડોલર્સ ભરી ના શકો તો પણ કોઈ વાંધો નથી જસ્ટ ફોન કરી ને જણાવી દેજો વધુ મુદત આપીશું. હજુ પણ દુનિયામાં ભલાઈ કરવાવાળા માણસો જીવે છેતેનો પૂરાવો દેખાયો. કોર્ટમાં કોઈની આંખો કોરી નહોતી.
---રેખા શુક્લ

માનવતા નો દિવ્ય સિતારો ઃઃઃઃઃઃઃઃ Make the World A Better Place
Be the change you wish to see in the world.
--- M. K. GANDHI ji

વિશ્વને રહેવા લાયક બનાવો જો બધા "માનવસાધના" જેવી ચેરીટી સંસ્થામાં સક્રિય ભાગ લે. પૈસા આપી - સ્કૂલ માટે બાળકો ને ચોપડીઓ-નોટબૂક પેન-પેન્સિલ આપો. નોબલ પીસ પ્રાઈઝ ૨૦૬૯ અમદાવાદથી નાના ભૂલકાઓએ અમને અઢી થી ત્રણ કલાક એન્ટરટેઇન્ટ કર્યા. તે ઉપરાંત જમ્યા પણ ખરા.
એમના શો માં તેમણે ગાંધીજીની વાત કહી. માર્ટીન લ્યુથર કીંગ ; મલાલા, વાનગેરી મથાઈ, મસહિસા ગોઈ, યુસરા મરદિનીઆદ, ને બીજા અનેક પોઝીટીવ આઇકાનીક આઈડલ્સ હુ બ્રોટ ચેંજ ઇન વર્લ્ડ. આપણી પાસે કેટલો બધો પાવર હોય છે... આપણે જાણતા પણ નથી ને ક્ષમતા પણ ધરાવતા નથી. "માનવસાધના" નો સક્સેસફૂલ શો ગ્લોબલ પ્રસિધ્ધ થઈ રહ્યો છે. ને ભૂલકાઓ કેટલાં બધા જુદા જુદા પ્રાપ લઈ ને આવ્યા હતા. તે માની ન શકાયુ. બધા જુદા જુદા દેશો માં જશે ને ચેરીટી માટે સતત મહેનત કરી અમદાવાદ પૈસા અનુભવ ખુશી ને બીજા માટે કંઈક કર્યાનો સંતોષ લઈને પાછા ફરશે. શાંતિ ના દૂત પ્રાર્થના ને પ્રેમ દ્વારા દુનિયા માં બદલાવ લાવી રહ્યા છે. આત્મવિશ્વાસ- આશા-એકતા-ને શાંતિ નો પ્રચાર કરતા દરેક વખતે પ્રેમના પ્રતિક સમા આ બાળકો વિશ્વમાં શાંતિ થી જીવવા માગે છે. દરેકની ફરજ છે કે આ વિશ્વમાં તમે મહેમાન તરીકે આવ્યા છો ભાવિ પેઢી માટે શું મૂકી જશો તે તો વિચારો. દરેકે પોતાની જવાબદારી ઉપાડી ફરજીયાત સેવા દેવી ને નબળા ને સમર્થ કરતા આગળ વધતા રહેવું. આમાં કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું ને અભિમાન કરવાની જરૂર નથી. કેમ કે મા-બાપ બનવું સહેલું છે. પણ બાળકો માટે આદર્શ ઉદાહરણ બનવું અઘરું છે. નવા વૄક્ષો વાવવામાં મદદગાર બનો. અમુક બાળકો ખૂબ ગરીબીમાં જીવે છે તેમની દશા જોઈ ના શકાય. અહિંસા માં માનો તે કહેવાથી નહીં પણ ઉદાહરણ દ્વારા શીખવો કેમ કે આપણા કરતા આપણા બાળકોએ ટેકનોલોજી સાથે ઝઝૂમવાનું છે.આજ રીતે ઘરડા માટે રોજનું જમવાનું પૂરુ પાડવું સેવા કરવી એમના દુઃખના ભાગીદાર થવું તે બધું નવી જુની એકટીવીટી દ્વારા સક્રિયતા જાળવી રાખી દરેક ને ખુશ રાખવામાં આવે છે. જેમ નાનપણ માં શિક્ષણ ની જરૂરિયાત છે તેમ ઘડપણમાં શુધ્ધતા-દવા દારૂ ઇલાજ બધાની પણ જરૂરિયાત છે. તેથી સેવા જે રીતે બની શકે તે રીતે કરવા નમ્ર વિનંતી છે.
--- રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો