ખાલીપો ભરતા તરતા શીખો... ને તરતા શીખી રાજીપો પામો. આવું નાનપણથી કહેતી આવતી જરા
જુદા દેખાવવાળી લાગતી સવિતા જયશ્રી ને સમજાવતી. પણ બા, કહે તે પહેલા જ તેને ચૂપ કરતી સવિતા. બાજુમાં બેઠેલો વિષ્ણુ રોજ સાંભળતો આવ્યો જ હતો પણ પોતાના કામ સિવાય બીજા
કશાય માં માથાકૂટ કરતો નહીં. સવિતાના સગા ભાઈઓએ સવિતાને સ્વીકારી નહોતી. હા તેનું કારણ જાણવા છંતા બીજા શું કહેશે તે ડરના લીધે માબાપ પણ વચ્ચે ના પડ્યા. ગુલાબ બધા ને ગમે પણ કાંટાનો હાર હોય તો પણ કોને ગમે ? આંખમાં ખૂંચતી ન દીકરી નદીકરામાં જણાતી સવિતા કિન્નર તરીકે ગણાઈ કિન્નર પાસે મોટી થઈ પણ પોતાના પગ પર થઈ ન થઈ ને તેણે બીજા સાત બાળકોને સાથે રાખ્યા. હા, સાત સાત બાળકોની ભરણપોષણ ની જવાબદારી ઉપાડેલી...બે વખત ખાવા પીવા ઘરમાં રાખીને
મોટા કર્યા. હા, વિષ્ણુ ને જન્મતા ની સાથે કૂડા માં નાંખી દીધેલો. પોતાના સગા ભાઈનો દિકરો ગળે
વળગાવી સવિતા તેને ઘર લઈ આવી. દીકરી નો અસ્વિકાર થતો આવ્યો તેમ આવા હલકા વર્ણમાં
બેડોળતા ને ખોડ ગણવામાં આવતી. છક્કા નામે નામોશી લાગતી....ના સ્કૂલમાં કોઈ જઈ શકે ના
કોઈ મિત્ર મા બાપ કે ભાઈ બહેન હોય. હા ઘણાએ વિષ્ણુ ને કિન્નર નો દીકરો કીધો. પણ આવા
અસામાન્ય વાતાવરણમાં પણ તે ભણવા જતો. બધાની વાતો ના સાંભળી બરોબર કરી પોતાના
ભણતર માટેતન તોડ મહેનત કરતો રહ્યો. હાઇસ્કૂલ માંડમાંડ પતાવી શક્યો. આખરે કામની તલાશ પૈસાની અછતે કરાવી ત્યારે તે બોલ્યો...
"કોઈ કંઈ પણ કહે પણ એક કૂડા માં પડ્યો પડ્યો કોઈનું ભોજન ના બન્યાનો આનંદ છે.
અને કિન્નર હોવા છંતા ખૂબ પ્રેમ થી જીવાડનારનો આભાર છે. લોકો બોલે તો ભલે બોલે પણ આમ મને આખા પરિવારનું સુખ મળી ગયું તેની ખુશી છે." ્છક્કાઓ વચ્ચે ના પ્રેમ ને જોઈ ઇન્ટરવ્યુ લેતા મારી આંખે ઝળહળીયા આવી ગયા...!! સવિતાએ
ઉમેર્યું કે ભલે સમાજે અમારો તિરસ્કાર કર્યો અમને ના સ્વીકાર્યા પણ ભણતર ગણતર સાથે સંપને
એકબીજાનું ધ્યાન રાખતા ને સામે ભરપૂર પ્રેમ દેતા મારા સાતે સાત બાળકોને પરણાવીશ પણ ખરી.
એક પિતાનું શરીર, હ્રદયે મા નો પ્રેમ અને બેન તમારું ભગવાન ભલું કરે તેવા આશિષ દેતા
સવિતા ના શબ્દો હું સાંભળી રહી ...વાહ રે કુદરત તારી સુંદરતા કમાલ છે.
--- રેખા શુક્લ
From a little bit of googling, kinner is another word for Hijras, right?
Gay means a man (can also mean woman, although the word referring just to gay women is lesbian) who is sexually attracted (wants to have sex with) other men (women), and that's all it means.
Some gay men have a culture of being quite effeminate, or otherwise behaving/moving/dressing/talking in a different way to a totally average guy, but there are also huge numbers who don't. Either way, our identity - gender - is just as men. Your gender is separate from who you want to have sex with - you can be a man (or woman) who is sexually attracted to men, to women, to people from all genders, or to nobody at all, and still just be a man (or woman).
Hijras are not guys who are sexually attracted to other guys, they are people with a whole separate way of expressing who they are, they might express that their gender (you could say, soul?) is not male, but either female, or something different and neither male nor female. Some Hijras are attracted to guys, and I know a lot of Hijras work in the sex industry, but that doesn't necessarily mean they're attracted to men. I bet there are Hijras who are attracted to women, or who are only attracted to others like themselves.
Evening Shadows’ preview: ‘When you come out of the closet, you push your parent into a closet’
Sridhar Rangayan’s film, starring Mona Ambegaonkar, Devansh Doshi and Ananth Mahadevan
"ઇવનીંગ શેડોઝ " હિન્દી મુવી યુનિક મુવી એના કોન્સેપ્ટ ની એક્સેપટ્ન્સી માટે: એક્ટીંગ સુપર ડુપર !!
મતિર્ભિન્ના...!!
--- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો