ગીની’ઝ રેકોર્ડ્બુક માં પહેલો પ્રયત્ન થયો ત્યારે ૪૨૦૦ પાનાનું પુસ્તક હતુ જે સહિયારા સર્જનનાં ૫૦ પુસ્તકો માટે પુરતુ હતુ પણ તે પ્રયત્ન અસ્વિકૃત થયો.. અને બીજા પ્રયત્નની વાત “ખુદી કો કર ઇતના બુલંદનાં” ધોરણે ૧૦૦૦૦ પાના નો અપ્રગટ પ્રયત્ન હજી ગિની’ઝ બુકમા નિર્ણયની રાહ જોતો હતો તેને આંબવાનો અને તોડવાનો પ્રયત્ન વિચારાયો.
કોન્ફરન્સ કૉલ માં જ્યારે મુદ્દો મુકાયો ત્યારે કિરણભાઇએ “ડમી” તૈયાર કરી બધીજ સહાય કરીશની લીલી ઝંડી બતાવી “હું તમારા ઉત્સાહને વહેંચવા અને વેચવા તૈયાર છું” ત્યારે સૌ ખુશ હતા.લેખકો પર વિશ્વાસ મુકીને બેધડક પુસ્તક પ્રકાશિત કરવાનો શ્રેય એમના ફાળે જાય છે અમારે માટે મોટો પડકાર એ હતો કે અમારી પાસે જે સાહિત્ય હતુ તે જોડણી અને પ્રુફ રીડીંગ માંગતુ હતુ.જે કામ કિરણભાઈએ ઉપાડી લીધું ને અમારી, તમારી અને આપણી માતૃભાષાની અનોખી સફર શરુ થઇ ગઈ.
જેટલા અમેરિકામાં ગુજરાતી સર્જન કરતા હતા તે સૌ મિત્રોને એક ઇ મેલ મોકલ્યો અને બહુ જ ટુંકાગાળામાં મિત્રો એ તેમના અપ્રગટ અને પ્રગટ પુસ્તકો મોકલ્યા અને તેઓનાં માતૃભાષા પ્રત્યેનાં પ્રેમથી અમને સૌને તરબતર કર્યા…
હવે આ મહાગ્રંથનાં સર્જન ની ક્રિયા આરંભાઇ ત્યારે નામકરણ પહેલી જરૂરિયાત હતી. લાંબા મંથનોને અંતે મુખ્ય હેતૂ ઉપરથી જ નામ રાખવા સામે ક્યાંય વિરોધ નહોતો અને “સંવર્ધન માતૃભાષાનું”– અમેરિકન સર્જકોનું પ્રદાન સાથે જહેમતભરી યાત્રા શરુ થઇ દરેક પુસ્તકો વાંચવાનાં તેની શ્રેણી (વિભાગ) ફાળવવાની, શક્ય તેટલા વધુ સર્જકોને ઉજાસમાં લાવવાની ક્રિયામાં બ્લોગરો ખુબ જ ઉપયોગી થયા. અને જ્યારે લગભાગ નીચોવાઇ ગયાનાં તબક્કે ગીન્ની’ઝ રેકોર્ડ બુકમાંથી ૧૨૦૦૦ પાનાનાં પુસ્તક્નાં પુરાવા મોકલવાની મંજુરી આવી અને સૌ ફરી થી પ્રોત્સાહીત થયા.
આ પુસ્તક બૃહદ સ્વરૂપે ૧૦૦ જેટલા અમેરિકામાં ગદ્ય લખતા બ્લોગરો અને લેખકોની કૃતિઓ વાચક સમક્ષ લાવે છે જેમાં ઘણાં લેખકો સુયોગ્ય ગતિએ ઘણું ગુજરાતી સર્જન કરી રહ્યા છે..
હજી જ્યારે અમે ગિની’ઝ બુકની કસોટીએ ઉભા છીયે ત્યારે એટલું તો નક્કી છે ઈ.સ. ૨૦૧૬નું આ પહેલુ પુસ્તક હશે કે જેમાં ૧૨૫ કરતા વધુ પુસ્તકો હશે, જે પુસ્તકાલયો અને ગૃહપુસ્તકાલયોની શોભા બનશે. પ્રસ્તુત સાહિત્યની ગુણવત્તાની સાથે સાથે કેટલાય જુદા જુદા પ્રયોગોથી સર્જકોને સર્જન કરવા જરુરી સંશોધનો અને વિવિધ તાલીમો આપવાનો પ્રયત્ન થયો છે, પાલો આલ્ટોનાં હરિક્રીષ્ણ મજ્મુંદાર દાદા તો ત્યાં સુધી કહે છે કે પ્રજ્ઞાબેને તેમની “પુસ્તક પરબ” કમ “બેઠક”ને ગુજરાતી સંવર્ધનની પ્રાથમિક શાળા બનાવી છે. જ્યાં સામાન્ય વાચક લેખક બની સંવર્ધનનાં યજ્ઞને અતિ વેગે વધાવી રહ્યો છે..
ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઘણાં સર્જકો આ કક્ષાએથી જ વધીને પોતાનું અદકેરુ સર્જન માતૃભાષાને ચરણે ધરી રહ્યા છે જેમાં શૈલા મુન્શા, પ્રદીપ બ્રહ્મભટ્ટ, વિશ્વદીપ બારડ, સરયૂ પરિખ, નવિન બેંકર, ધીરુભાઇ શાહ, ચીમન પટેલ, ડૉ ઇંદુબહેન શાહ, પ્રવીણા કડકિયા, હેમાબેન પટેલ, ગીતા પંડયા, ચારુલતાબેન વ્યાસ, મનોજ મહેતા, હિમંત શાહ અને વિજય શાહ છે. આમાનાં ઘણાં બ્લોગ જગત અને પુસ્તક સર્જનનાં ઝગ્મગતા તારલા છે.
પ્રજ્ઞાબેન કહે છે તેમ સતત અંગ્રેજી અને સ્પેનિશ નાં વાતવરણમાં ગુજરાતી રહેવુ અને લખવુ સહેલું નથી, વળી તે લખાણ ને ઓપિનિયન, કુમાર, અખંડ આનંદ કે નવનીત સમર્પણ જેવા સમૃધ્ધ સામાયિક સ્થાન પામવુ એ સ્વયં એક તપશ્ચર્યા અને સિધ્ધિ પણ છે., કલ્પના રઘુ, તરુલતાબેન મહેતા,ડૉ દર્શના વરીયા નાડકર્ણી, સાક્ષર ઠક્કર, જયશ્રી મર્ચંટ, પી કે દાવડા, પદ્મા કાન્હ,જયા અને હેમંત ઉપાધ્યાય, જયવંતીબેન પટેલ, મધુરિકા શાહ,ચંદ્રિકા વિપાણી, વસુબેન શેઠ,સ્વ મેઘલતાબેન મહેતા, ફુલવતી બેન શાહ, રશ્મી બેન જાગીરદાર, નિહારિકા વ્યાસ, કુંતાબેન શાહ, પદ્માબેન કનુભાઇ શાહ ડો દીનેશભાઇ શાહ, ડો મહેશ રાવળ તથા પ્રેમલતા મજમુંદાર જેવા સર્જકોથી ભરેલુ છે.કેલીફોર્નીયા–સાન્ફ્રાન્સીસ્કો આજે પણ પ્રજ્ઞાબેન સાથે વિદેશવાસી થયા પછીયે, પોતાના દેશ–પ્રદેશ અને સમાજ–સંસ્કૃતિની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને “બેઠક”માં સર્જકો લખતા રહે છે જે ગૌરવની વાત છે.
આ પુસ્તક આવા સર્જકો ઉપરાંત રાજુલ કૌશિક ( બૉસ્ટન) , ડો લલિત પરીખ, ડૉ નીલેશ રાણા, હરનીશ જાની (પેન્સીલ્વીયા) , નટવર મહેતા પ્રીતિ સેનગુપ્તા, મોના નાયક, ધૃતિ સંજીવ ,મહેંદ્ર ભટ્ટ ( ન્યુ જર્સી) , ડૉ ચંદ્રવદન મિસ્ત્રી, વિનુભાઇ પટેલ, કેપ્ટન નરેંદ્ર ફણસે .સપના વિજાપુરા, ( કેલીફોર્નીયા)રેખા શુકલ ( શિકાગો), રેખા સિંધલ ( ટેનેસી) પ્રભુલાલ ટાટારીઆ ( ભૂજ) જયંતીભાઇ પટેલ (કરમસદ), રેખા પટેલ (ડેલાવર) નરેશ ડોડીયા ( જામનગર) નીલમ દોશી ( રાજકોટ) અર્ચના પંડ્યા ( અમદાવાદ), કાંતિભાઇ કરસાલા ( જેતપુર), હીના પારેખ “ મનમૌજી” (વલસાડ), જિતેન્દ્ર પાઢ ( નોર્થ કેરોલીના) જેવા લેખકોની કલમ થી સમૃધ્ધ છે.
પુસ્તકમાં ગદ્યની રમણીયતા અનેક રીતે વહેંચી છે.આ પુસ્તકમાં મુખ્ય ધ્યાન ખેચે છે. “સહિયારી સર્જકતા” આપણી ભાષાને કેન્દ્રમાં રાખીને શબ્દો અહીં પાંગર્યા છે પછી એ નવલકથા હોય, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી પુસ્તકો, પ્રાયોગીક કે નવતર લખાણો, અહી કરેલ ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો પણ જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”,જે ઘણા સર્જકોને સંશોધન કરવા પ્રેરશે એમાં કોઈ શંકા નથી .ટુંકમાં અહી લેખકો ક્યારેક રાગની વાત કરે છે તો ક્યારેક વિરાગની ક્યારેક કોઈ કાવ્યમૃતનું આચમન કરાવે છે તો ક્યારેક માનવીના મનને તાગવાનો પ્રયાસ, સર્વત્ર લેખકની નવી દ્રષ્ટિનો અણસાર પરખાય છે.દરેક લેખક શબ્દ અને ભાષામાં જીવ પરોવી નિખાલસ થયા છે.
હા આ પુસ્તક હીચકે ઝુલતા તો કદાચ નહીં વંચાય પણ ટેબલ ખુરશી ઉપર મુકીને જરુર વંચાશે.અને જો ગીનેશ બુકમાં આ પુસ્તકને સ્થાન મળશે તો ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું આ પહેલું પુસ્તક વૈશ્વિક સ્તરે આદરણીય જાડુ પુસ્તક બનશે ( Thickest book of world)
Vijaybhai Shah Thank you so much:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો