ગુરુવાર, 15 ડિસેમ્બર, 2016

બાઈ ની હજાર ની નોટ

લક્ષ્મીબાઈ ને રોજ ના કરતાં આજે મોડી આવતાં જોઈ ને શેઠાણીબા  ચિંતા કે સંવેદનશીલતા નો ડોળ કર્યા વગર છણકો કર્યો " આજે વહેલા આવાનું યાદ  રહ્યું તો બપોરનું ખાવાનું 
પણ નહીં મળેઅને હા...આજે ઘરના બધા પડદા  ધોઈ નાખજે ! "

બિચારી લક્ષ્મીબાઈ કાંઈ બોલી  શકી ને આમ દરેક ઘરે થી દાટ પડી ને મોડી રાતે પોતાની ઝૂંપડ પટ્ટી તરફ પાછી ફરીબાજુવાળી શાંતા એની રાહ જોઈને બેઠી હતી એનો વર ફળીયામાં 
ઢીંચીને બેભાન અવસ્થામાં ખાટલે પડ્યો હતોશાંતાબાઈ ને પણ લક્ષ્મીબાઈની જેમ  રોજ કામે જવું પડતું ફક્ત માત્ર એજ હતો કે એનો વર દારૂડિયો હતો ને તેને કોઈ છૈયા છોકરાં હતા
નહીંલક્ષ્મીબાઈને દીકરો હતો કે જે બાપના દેવા ને લીધે ભરપાઈ કરી કરીને થાકી ગયો હતો પણ વ્યાજ ઉપર વ્યાજ ભરાય પણ બાકી ઉધાર તો બાકી નું બાકી  રહેઆખરે એણે ગળે 
ફાંસો ખાઈને આપઘાત કર્યો ને બિચારી લક્ષ્મીબાઈ ગામના વૈતરાં કરતી રહી ને એકલી જીવતી રહીચાલી ચાલી ને ઘસાઈ ગયેલા ચંપલ અંગુઠેથી તૂટ્યા ત્યારે મોચીએ સાંધી દેવાની ના
પાડી ને કીધું માઈ બીજા નવા લે  હવે સંધાય તેમ નથી
લક્ષ્મીબાઈ ને શાંતાબાઈ આજુ બાજુ ની સોસાયટીમાં જઈ કામ કરે રાત પડે ઘરે આવેકેહવાતી 
ખોરડી... અરે નામ ની ખોરડી માં માંડ માંડ ચૂલો બળે તો પણ લક્ષ્મીબાઈ શ્રધ્ધાથી રોજ 
દીવો કરે,મંદિરે જાય ને બાજુવાળા કેશુ ને દીકરાથી વધુ સાચવે.બાજુ ની ખોલીમાં રહેતી જમનાબlઈ ને ત્યાં બકરી હતી તેની પાસેથી લક્ષ્મીબાઈ રોજ વાટકી દૂધ માંગી લાવી એની ચા બનાવી કેશુ 
સાથે રકાબી રકાબી પી ને આનંદ લેતી.  કેશુ પરણેલો પણ માઈ પાસે બેસી ને ક્યારેક ચા પીતો બેય સગા મા-દીકરાં જેટલો આનંદ પામતાંકેશુએ ચૂંટણીના સમયમાં નેતા એમને ગામ પધારવાના 
છે તેમ કહ્યું સાથે જમણ પણ હતુંબધા ખૂબ હોંશે હોંશે પહોંચી ગયાકોઈને ભાષણમાં રસ નહોતો. .  બધા ત્યાં ખુલ્લા મેદાન માં ધૂળમાં બેઠા હતા ને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ખાવાનું આવે
ને સાચે કેટરીંગ ટ્ર્ક આવી ને ઉભી રહી તો નેતા  પોતાનું ભાષણ જયહિંદ કહી ને બંધ કર્યું . બધાને પેકેજ્ડ ફૂડ મળ્યુંબીજાની પાછળ  બધાને પણ સ્ટેજ પાસે નેતા ના હાથે પૈસા મળ્યાબધાને 
સો સો ની નોટ મળતી હતી પણ માઈ ના આશિર્વાદ મળે તેથી હજાર ની નોટ દીધીલક્ષ્મીબાઈ ની મુઠ્ઠીમાં હજારની નોટ ઘણાની નજર બહાર ના રહીડરતાં ડરતાં ઘરે આવી ને ક્યાં સંતાડવી એની 
ચિંતા માં ગાંઠે બાંધી ને સાડલો ખોસીને તે સૂઈ ગઈ. વહેલી પરોઢે તેની આંખ ખૂલી ગઈ. પણ પડ્યા પડ્યા એને વિચાર આવ્યા કે પૈસા માંથી પોતાના તૂટી ગયેલાં ચશ્માં ફિક્સ કરાવવા. મૄત્યુ પામેલા દિકરા ના ફોટા ની નવી ફ્રેમ ને કાચ બદલવોને કેશુ ની વહુ માટે સાડલો ને એના બાબલા માટે બુશર્ટ પેન્ટ લેવા તો હરખાતી હરખાતી ઉઠી ગઈપૂજા પાઠ પતાવી કેશુ સાથે ચા પીતા પીતા બોલી કે મને બધુ લેવા બાજુ
ના શહેરમાં જવું છેપણ જો તું સાથે આવે તોકેશુ  પૈસા વાપરવા કરતા બિમાર પડે કે કંઇ જરૂર પડે ત્યાં વાપરવા અત્યારે ઉડાડી મૂકવા ખૂબ મના કરી પણ લક્ષ્મીબાઈ ના માની તે ના
 માની...છેવટે એકલી જઈશ કહી ને ચાલવા માંડી છૂટકે મા જેવી  છે તો સાથે જવા કેશુ તૈયાર થયોબંને બસમાં બેસી શહેરે પહોંચ્યાંહજુ તો દુકાનો ખુલી  હતીચશ્મા ના કાચ
ફિક્સ તો થઈ ગયા પણ હજારની નોટ ધરી તો સેલ્સમેને કીધું છૂટ્ટા નથીકેશુ  પોતાના ખિસ્સામાંથી કાઢી ને બિલ ચૂકવ્યુંમૄત્યુ પામેલા દીકરાના ફોટા ની ફ્રેમ ને કાચ નંખાઇ ગયો પણ 
હજારની નોટ ના છુટ્ટા દુકાનદાર પાસેથી ના મળ્યાતેણે કહ્યું કપડા લઈને આવો ને ત્યારે છુટા મળે ત્યારે વળતા ફોટો લઈ જજો
ગમતો સાડલો લઈ ને બુશર્ટ પેન્ટ પણ લઈને બીલ ભરવા લક્ષ્મીએ હજાર ની નોટ કાઢી તો દુકાનદાર ને એમનાં દેખાવ ઉપરથી લાગેલ કે  નોટ હજાર ની સાચી નોટ નથીસામે ચા
પીતા હવાલદાર ને જોઈને બોલાવી પૂછ્યું શું લાગે હજારની નોટ સાચી છે કે ખોટીહવાલદાર કંઈ ઉતરે એવો નહોતોબંને ને લઈ ગયો પોલિસ સ્ટેશનેકલાકો સુધી બહારે બેસાડી સાંજ
પડવા આવી ત્યારે જેલ માં પૂરી દીધાઉપરથી પટ્ટે પટ્ટૅ કેશુ ને માર્યો  અલગલક્ષ્મીબાઈ ની વાત કોઈને સાંભળવી નહોતી ને કેશુ  નેતા ની વાત કરી તો કોઈ માનવા તૈયાર  નહોતું.
આખો દિવસ ને આખી રાત ભૂખ્યા એક બીજાની ઓથે પડ્યા રહ્યાકેશુ ને બહુ માર મારેલો લક્ષ્મીબાઈ માથા કૂંટતી રો કકળ કરી રહી હતી ને પોતાને દોષ દેતી બોલતી હતી કે બધામાં 
તેનો  વાંક હતોજો એણે હજારની નોટ લીધી  ના હોત તો ? ને લીધી તો ખરચવાનો શોખ ના કર્યો હોત તો ? હવાલદાર જઈને ગામમાં આવેલા એજ નેતા ને રાતોરાત મળી આવ્યો.
એની પાસેથી વાત જાણ્યા પછી એને બ્લેકમેઈલ કરવાની ધમકી આપી નેતા પાસેથી પચ્ચીસ હજાર કઢાવ્યાઉપરથી ચા-પાણી ના ચાર-પાંચ હજાર ચૂપ રહેવાના કઢાવ્યાસવારે ચા
ને બ્રેડ આપી લક્ષ્મીબાઈ ને કેશુ ને ધમકાવતાં હવાલદારે કહ્યું અહીંથી સીધ્ધા તમારા ગામે ચાલ્યા જાવ તારી હજારની નોટ ને બીજા પચાસ રૂપિયા ભાડા ના રાખબંને  એક્બીજા સામુ જોયુંલક્ષ્મીબાઈ  હજારની નોટ  લીધી ને ત્યાંથી ભાગતાં ભાગતાં બસ પકડીકન્ડક્ટર બીજાને ટિકિટ આપતો હતો ત્યારે પેલા ફોટાફ્રેમ વાળા દુકાનદાર નો અવાજ સંભળાયો.એણે કહ્યું, 'બાઈ તારા દીકરા નો ફોટો '  લક્ષ્મીબાઈએ હજરની નોટ કાઢી પણ દુકાનદારે કહ્યું બીજી વાર આવે ત્યારે પૈસા આપજે . રસ્તામાં આવતી નદીમાં હજારની નોટ બસ માંથી ફેંકતાં લક્ષ્મીબાઇ ને કેશુ  હળવાશ અનુભવી
----રેખા શુક્લ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો