શનિવાર, 10 ડિસેમ્બર, 2016

સુહાગ

શિવાંગી ને ઉમાકાંત કોલેજ માં મળ્યા ત્યારે તો સામે થી આવતો ઉમાકાંત ત્યાં ને ત્યાં  ઉભો રહ્યો. કેવી હાલત ભલા થઇ હશે સમયે, તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હોય રૂપાળો રિશ્તો કદી, સમજી શકે, જાણી શકે.  શું કે બધા દૂરથી રસ્તા બતાવેલાગે કે હમદર્દ બની જાય જરા સાથમાં આવે તો કેવું સારું લાગે
વિચારમાં સ્તબ્ધ ઉભેલા ઉમાકાંત ને ચપટી વગાડી ને તોફાની સુહાગે જગાડ્યો...જાણે હાંફળો ફાંફળો શિવાંગી ને ગોતતો થોડો હસ્યો ને સુહાગ તરફ 
લીટરલી તાડુક્યો  ' તું ..જરા આઘી ખસ તો, પછી મળું છું તને !' 
ઓકેહીરો ...મળીશ તો મળીશ હું તો કેહવા આવેલી કે હું કુનુમનાલી જવાની છું બધા કઝીન્સ આવે છે કાલે !! બાય ' ધુંઆફૂંઆ થતી પોનીટેલ હવામાં ઉલાળતી સુહાગ ત્યાંથી ખસી ગઈ
હાય , હાય ક્યા ચાલ હૈ ! ગુસ્સો તો જાણે જોઈલો ઝાંસીની રાણી...!! આંખો તો લખોટી જેવી ગોળમટોળ છેધીરજે ધીરે રહી ને સાત્વિક ના કાનમાં આવું કહ્યું પણ ક્યાંથી સુહાગ
સાંભળી ગઈ કે ફટાક કરતી વળતા પગે પાછી ફરી ને ધડ દઈને ધીરજને એક ચોડી દીધી..અવાક સાત્વિક આભો થઈ ગયો...ત્યાં તો અવળા હાથની એને પણ પડી
ઓહ માય ગોડ ' બોલતી મોહિની આવી ને ઉપરથી મરચું ભભરાવી મોં મચકોડીને ચાલી ગઈ કેશ નો હાથ પકડી  '   લાગના છે બેયવાંઢા ના વાંઢા  રહેવાના ' બોલી.
કેશ ની ગાડી પાર્કિંગ લોટ માંથી નીકળતી ધીરજ જોઈ રહ્યોસાત્વિક તો વગર વાંકે ધોવાયો તો બાથરૂમમાં ભરાઈ ગયો
ઉમાકાંત આગળ વધ્યોશિવાંગી ને બોલાવી ને પોતાની ઓળખ આપતા બોલ્યો કે  ' નાઈસ ટુ મીટ યુ ! આપનું નામ શિવાંગી  ને !! આપના બ્રધર ને ભાભી અમારી સોસાયટી
માંજ રહે છે તેમને ત્યાં તમારો ફોટો જોયેલોબંને જણા તમારા ખૂબ વખાણ કરતા હતા.બાય  વે આઈ એમ ઉમાકાંત ' 
મધુમાલતી ના ફૂલ ખોસી ને વાળેલો લાંબો ચોટલો ને નીચે ના વળ વળી ગયેલા વાંકડિયા વાળ સાથે રમતા રમતા નીચી નજરે  શિવાંગી બોલી ' નાઈસ ટુ મીટ યુ ટુ ઉમાકાંત …જી !'
નૄત્યનાટિકા ભજવાશેનું એલાન તારીખ,વાર ને સમયસ્થળ સાથે બુલેટિન બોર્ડ પર મૂકાયું ફ્લાયર. .. નીચે જેને ઇન્ટરેસ્ટ હોય તેના નામ લખવા વિનંતી . ઉમાકાંતને પોતાનું ને શિવાંગીનું 
નામ લખવું હતું પણ એકાદ બે પિરિયડ જવા દેવા તે પછી ચેક કરીશ એમ વિચારી તે કેન્ટીન તરફ વળ્યોત્યાં મોહિની ને કેશ  સાથે એક્સ્પ્રેસો પીતા જોયાપોતે ઓરેંજ જ્યુસ મંગાવી પે
કરતો હતો ત્યાંજ સુહાગ રડ્તી રડતી આવીઃકઝીન્સ નથી આવવાના ને કોઈક ના વડીલ ગુજરી જવાથી પ્રોગ્રામ કેન્સલ થયો છે...ને કુનુમનાલી ની પત્તર રગડી નાંખી યાર ! વોટ વોઝ યોર પ્રોબ્લેમ યસ્ટરડે ? બાય  વે ચાય તો પીવડાવ ચિંગુસ ' 
નથીંગ મચ સુહાગઆઈ વોઝ જસ્ટ બીઝી ' ઉમાકાંતે ચાય નો કપ ને ઓરેંજ જ્યુસ નો ગ્લાસ એક ટેબલ મૂકયો ને બેસતા બોલ્યો
સો ધીસ ટાઈમ તું નૃત્ય નાટિકામાં ભાગ લેવાની ને કે ?'
વાત ને ઉડાડતા  બોલી  ' અરે ! મુડ ઓફ છે...નો મોર કુનુમનાલી...!! સો માય ફૂટ નૄત્ય
નાટિકા ..!'  ચાય ની ચૂસકી લગાવતાં બોલી
ઉમાકાંતે ભજવ્યો ભાગ ક્રિશ્ના નો અને શિવાંગી બનેલી રાધાસુહાગ જલી ઉઠેલી પણ કંઈ કરી શકી નહોતી... હા ત્યાર પછી સુહાગ ને શિવાંગી જરા પણ નહોતી ગમતીસ્ટેજ સુંદર સજાવેલું ને સૌ પ્રેક્ષકગણે ખુબ માણેલી નાટ્યકારોની કલાસુહાગે મનમાં ગાંઠ વાળી લીધી કોઈ પણ રીતે 
ઉમાકાંત ને શિવાંગીથી  દૂર રાખવીકેશ સાથે મોહિની પણ ભળી ગઈ સુહાગ સાથે ને ત્રણે ભેગા થઈ પ્લાન રચવા માંડ્યા તરફ શિવાંગી ના મધર-ફાધર નો વિમાન ક્રેશ માં અકસ્માત થયો ને આકસ્મિત મૄત્યુ ની ખબર શહેરના જાણીતા અખબારોમાં છપાઈસ્તબ્ધ , સૂનમૂન,એકાંત ઓરડામાં દિવાલો એને ખાવા દોડતી... ભાઈ-ભાભી આવી ગયા પાસે તો પણ શિવાંગી ભૂલી નથી શકતી કંઈજ . અચાનક કિચન તરફ ધસી જાય છે આવી મમ્મી !' જઈને  સૂના કિચનમાં મમ્મી તો નથી….  પાછી રડે છે.  ક્યારેક શાલ લઈને પપ્પાની ખુરશી પર પાથરવા ચાલી જાય છેસમય અટક્યો નથી પણ 
સભાનતા ભૂલાઈ રહી છેશિવાંગી યાદ રાખવા મથે છે
સુહાગ દિલગીરી બતાવવાનો ડોળ કરે છેમોહિની ને કેશ પણ આવી ને સાંત્વન આપી જાય છે નામનું સુહાગ હજુ પણ ગુસ્સામાં  છે પણ બહાર બતાવતી નથીમન ફ્રેશ કરવા ઉમાકાંત શિવાંગી ને લઈને બહાર નીકળવાનું જણાવે છેઃ 'બીજે કયાંય નહીં પણ ચાલ શિવના મંદિરે જઈએ ત્યાં નાનક્ડી નદી પણ છેદર્શન કરી ને કિનારે થોડો આંટો મારીને પાછા આવીએચલ ને પ્લીઝફોર મી....વીથ મી ? '
મંદિરે નામની પવિત્ર જગ્યામાં એકાંતમાં પોક મૂકીને શિવાંગી રડતી  રહીઘણાંય એના સપનાં જાણે અચાનક ઉદાસ મનની મરુભૂમિમાં જીવીત રહેશે કે નહી...મા વિના નો
ને પપ્પા વિના કેમ જીરવાશે સંસાર ? કેમ જીવાશે જીવન ! નદી પાસેની રેતીમાં વાંકી વળી બે-ચાર ડગલાં આગળ ચાલીભૂંસાયાં વગરના પગલાં  વણાંકે પૂરાં થતાં જોયાભ્રમ છે કે સાચું ? ઉમાકાંત નીચે રેતીમાં મહલ ચણી રહ્યો હતોને નદીમાંથી બચાવો બચાવો ની ચીસ 
સંભળાઈ
ઉમાકાંતનદીમાં કોઈ તણાઈ રહ્યું છે !! જુઓ જુઓ '  ત્યાં તો વહેણ ગોળ ગોળ ફરી અંદર ખેંચતું દેખાયું..!! એક ભેખડ જેવું હાથમાં આવતાં વળગી ને બેઠેલ ફરી ચીસો પાડતું હતું બરાબર તાકી ને જોયું તો બીજું કોઈ નહીં તે સુહાગ  હતી.ઉમાકાંતે એક પળની પણ રાહ જોયા વિના ઝંપલાવ્યું ને ખેંચી લાવ્યો કિનારેસુહાગને બચાવી શિવાંગી ને મનાવી
પોતે આખરે પા્છો ફર્યોમનમાં બે સ્ત્રીઓ વચ્ચે નહોતી કરવી છંતાય સરખામણી થતી રહીએક તરફ ઇમોશનલ યેડુ (પગલીસુહાગ ને બીજી તરફ ઠરેલી પણ અત્યારે ભાંગી પડેલી શિવાંગી હતી
ઘણા માણસો કોણીયે ગોળ લગાડે પણ વખત આવે ત્યારે કોઈ કામ  કરે ને તેમને સારુ લગાડવાનો ડોળ કરેભાઈ ને ત્યાં જ્યારથી નાનકી આવી ગઈ ભાભી ને ભાઈ જાણે શિવાંગીથી અલગ વ્યવહાર કરવા લાગ્યાવક્ત વક્ત કી બાત હૈં કોઈ કાયમ નાનુ નથી રહેતું બોલે નહીં તેનો મતલબ તે નથી ને કે ખબર પણ નથી પડતી કંઈ બાજુ ઉમાકાંત એની પાસે આવવા માંગતો હતો એની ખબર હતીકેહવાયું છે કે દિવાલો ને પણ કાન હોય છે તો સુહાગ નો પોતાના 
તરફનો અણગમો અને ઉમાકાંત તરફનો પ્રેમ એનાથી છૂપો કેમ રહે ? 
આજે મારે શોપિંગમાં જવાનું છે ઉમાકાંત ફરી ક્યારેક મળીયે ' શિવાંગીએ ટૂંકમાં પતાવી ને ફોન કટ કર્યોઉમાકાંત વિચારમાં પડ્યોપણ આવું વારંવાર થવા લાગ્યું ને  બાજુ સુહાગ ને ઉમાકાંત નજીક આવતા ગયા.
ઉમાકાંત આજે મારી તબિયત નથી સારી તમે આવશો ને ? ' સુહાગે કહ્યું ને ઉમાકાંતને તેના ઘરે જવું પડ્યું . ગયો ત્યારે બારીના પડદા બંધ જોયા ને ફ્રંટ ડોર થોડો ખુલ્લો  હતોધીમેથી તે અંદર પ્રવેશ્યો ને તેણે સુહાગ ને સાદ દીધો  ' સુહાગ તું ક્યાં છે ? ' કોઈ જવાબ ના આવ્યોઅંદરના બેડરૂમ તરફ ધડકતાં 
હ્રદયે દાખલ થયો ને ફાટી નજરે થંભી ગયોસુહાગે કાંડાની નસ કાપી હતી ને લોહી ફર્શ ઉપર વહી રહ્યું હતું ને તે બેહોશ પડેલી હતી
હોસ્પિટલે પહોંચતા ડોકટરે પૂછતાછ કરતાં માલુમ પડ્યું કે તે ઘણી ડિપ્રેસ રહે છે. "ઇમોશન યેડુ તું ક્યારે સમજીશ ?' ઉમાકાંત બોલ્યો
સુહાગના મનની વાત એની આંખો ચાડી ખાતી હતી છંતા ઉમાકાંતે પૂછ્યું ત્યારે સુહાગે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યોવ્યક્તિ વત્તા વ્યક્તિ એટલે પ્રેમ કે વ્યક્તિ વત્તા  સંજોગ નો સમજોતો એટલે પ્રેમ
સુહાગ ને ઉમાકાંત ના લગ્ન લેવાયા ત્યારે શિવાંગી ફોઈ ને ત્યાં હતી બહારગામકંઈ રીતે મનને સમજાવે કે હવે જ્યારે પોતે  તેમના જીવનથી દૂર જતી રહી છે તો લગ્ન માં હાજરી પૂરાવે...? ઉમાકાંતે સુહાગનો નિર્ણય અપનાવી લીધો
બાલ્કની માં ભૂલકાંઓને ટ્યુશન આપતી શિવાંગી પોતાના પગ પર ઉભી થઈ ગઈ છે તે ભાઈ ભાભી ને ગમ્યુંઉમાકાંતે પણ જોયુંચાલો તે જે રીતે સુખી રહે સુહાગ ને ખુશ રાખવી તે મારું કામ છે હવેસમયની ફાળ ભરાય ત્યારે સાથે ચાલતો સમય ક્યારેક ભાગે છે ને ક્યારેક ના 
ગમતું બંધન રિશ્તો નું પણ ખુબ સારું લાગે છે.  જીવન ના કારખાનામાં સગપણ ના બળતણ પણ
 હોમાય છે તો ક્યારેક બંધનના આવરણ ને મુક્તિ પ્રાપ્ત થાય છે.
ભાઈ ભાભી ની નાનકી તે તેમનું રોતું હસતું મહેકતું સપનું ...ખુશ છે પેલા ટહુકતા મોર જેવું !  બાજુ શિવાંગી ભૂલકાંઓને રોજ ઘૂંટાવે અક્ષર ને આંકડા ને 
અનુભવતી રહે મોહમાયા ના જાળાસમરમાં વડલાની છાંયડી માં પાટીપેન થી લખતા છોકરાંઓ 
ની વચ્ચે બેઠેલી શિવાંગી જુઓ હા તે  તેનું સાચું સરનામુંસરી જાય આંસુ ને ચાલ્યા જાય આપણાખરે પુષ્પો ને પર્ણ તેમ વીતે વર્ષો...સંતાકૂકડી જીવન રમે દઈ દે 'ખોને તમે વિશ્વના મેળામાં એકલા અટૂલા
પંખીના વૄંદ ઉડે, ઉગમણી પરોઢ ઉઠે ... ઓઢણી અડી નડે ને શરમાતી સવાર ઉઠે !! આજે કાંઈ  એજંડા નથી ...શાંતિથી ઉઠી ને બગીચામાં કોફી લઈને બેઠીછાપુ ખોલી ને 
પાનાંઓ ઉથલાવા લાંગીસ્પીડ રીડરથી ક્યારે પતી ગયું વાંચવાનું તે પોતાને પણ ના સમજાયુંબે વર્ષ ઉપર થઈ ગયા ઉમાકાંત ને જોયે
શિવાંગી.. !' પરિચિત અવાજ સાંભળતા  શિવાંગી  પાછળ જોયું પ્રેગનન્ટ સુહાગ વોક કરવા નીકળેલીએકલી હતી.
 ' ઉમાકાંત જોબના લીધે આઉટ ઓફ ટાઉન છે ને આજે ફોર  ચેંજ આઈ વોન્ટેડ ટુ કેચઅપ વીથ યુ ટુ...કેન વી વોક એન્ડ ટોક ? પ્લીઝ ફોર ઓલ્ડ ટાઈમ સેઇક ! ' સુહાગ બોલી
શ્યોરગીવ મી જસ્ટ ટુ મિનિટ્સ !' કહી શિવાંગી કપ કિચનમાં મૂકી પાછી ફરી. ' વ્હેન ઇઝ  
ડ્યુ ડેટ ? હાઉ આર યુ બોથ ?' શિવાંગી બોલીને ્ચૂપ થઈ ગઈસુહાગ બોલતી રહી લગભગ
પંદર મિનિટ સુધી ને પછી બોલી  ' હાઉ અબાઉટ યુ ? એવરીથીંગ કે ? ' 
યસયસ.. પણ મારી વાત છોડ ! ઇઝ ઇટ બોય ઓર ગર્લ ? ડુ યુ નો ધેટ ? ' શિવાંગીએ વાત ને વળાંક આપ્યોસ્થિર થઇ ગયેલું સંગીત અને લોપ પામેલ પ્રકાશ ફક્ત સ્તબ્ધ હોય છે,શાંત નહીં.ભર અજવાશમાં પોતાના અંધકારને સ્વયંભૂ મમળાવતું મૌન .પ્રકાશની ઉષ્માનો સહવાસ ફાનસની કાચની પરત પર તડકાનો પ્રસ્વેદ પાડે આંસુ ફક્ત એમાં શોષાયેલું હશે...ચળકાટ આપવાનો ઉછીનો ભ્રમ અહીં વિખેરી નખાયેલા સૂરોમાં પોતાનો મોક્ષ શોધે
છેબસ આમ ને આમ કલાકેક જેટલું ચાલીને બંને છૂટા પડ્યાશિવાંગી તો જાણતી  હતી.
અંતિમ અસ્તિત્વ તો રહે છે..સ્મૃતિ નામશેષનું નામકરણ થવા દેતી નથી...ચળકાટ હંમેશા નૂતન બાબતોને સ્પર્શે એવું ક્યાં જરૂરી છે?શેષ સ્મૃતિઓને આગવી તેજસ્વીતા હોય છે....અત્યંત ગુપ્ત...બહુ કોલાહલ કે ભરચક ભીડમાં નહીં
દેખાય..! પણ આજે સુહાગને પણ લાગ્યું કે પોતે ખોટી હતીઇર્ષા ને બદલાની 
ભાવના રાખવાથી પોતાને  વધુ ડંખે છે આખરે તોઉમાકાંત ને હંમેશા લાગતું બંને ના જીવનમાં પોતે સમાઈ જશેએક નિર્દોષ લાગણી નહીં દૂભાય......ને

થોડી આંખોની ઓળખાણ થાય એની સાથે..પ્રકાશની દિવેટને ફાનસના કિલ્લામાં પેટવી શકું...સ્થિર થયેલું સંગીત ફરી સૂર રેલાવી શકે...એના સંન્યાસની અઘોરી અવસ્થા પારખી શકું.... કેમ કે ખાતરી પૂર્વક દાવો કરું છું કે બંને ના જીવનમાં 
અંતે તો શેષભાવમાં મારી હાજરી હશે ...જામી ગયેલી ધૂળની પરત પર હળવા સ્પર્શથી તારા ટેરવાને ત્યાં ટેકવી જોજે મને ક્યાંક રોમાંચિત કરવાનો અંતિમ અવસર મળી જાય !! સુહાગ હવે મા બની ગઈ છેને ઉમાકાંત રીશી નો પિતા ને શિવાંગી ' આંટી '   ત્રિપુટી હવે કાયમ સાથે  જોવા મળે છેકોઈ હિપ્સ્ટર ટીચ મારી ' થ્રી-સમ ' 
કહે તો સુહાગ અટકાવી કહે છેઃ ' યુઝ્વલી ટુ ઇઝ કંપની હોય પણ અમારા માં થ્રી ઇઝ કંપની ! ' 

----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો