શુક્રવાર, 9 ડિસેમ્બર, 2016

'કલમ' - એક કલ્પવૃક્ષ...

વિચારોના વનમાં એક કલ્પવૄક્ષ ઉગ્યુંશિયાળાની સિઝનમાં  ખૂબ ફાલતું ભલે ને એને ઠંડી નડે તો   ફાલતું ને કાગળે જઈને કલમે અક્ષર મહીં રોપાતુંહાજાનકી ને ખૂબ યાદ આવતું એનું ઘર.એક મોટા ચોકમાંથી પસાર થાવ પછી સરોવર કાંઠે બેકયાર્ડ પડતું મોટું ફળિયું ફરતે કોટ ને ફળિયે 
ઉગે રૂદ્રાક્ષહા ઘર ની શાંતિસગવડતા કરતા એકાંત માં ભોગવેલી કુટુંબસંગની મજા યાદ આવતીને કલમ રણકી ઉઠતીઅક્ષરો પકડાપકડી કરતા ને માંડમાંડ ચૂપ કરાવીને એક લાઈનમાં બેસાડતા જાનકી ક્યારેક ઠપકો પણ આપતી કે જ્યારે હોય ત્યારે પતંગિયાની જેમ ઉડાઉડ ને ભાગંભાગ  કરો છો આજે તો પકડી  લંઉ !! જ્યારથી થોડાં શું વખાણ થઈ ગયા કે કલમને ફૂટી કૂંપણક્યારેક મળે કવિતા ક્યારેક વાર્તા ને લાગણીઓનો પ્રવાહ પકડે ગતિજાણે કે  માત્ર ગતિભાસ 
છે પણ ગતિ થી વહેવાનો આભાસ એને ગમતોફળિયામાં દાદા ને બાપુનો જાન રોપાયેલોહા,
 નટવરભાઈ ને વિજયભાઈ  આસોપાલવથી માંડી મની 
પ્લાન્ટસ ને રંગબેરંગી ફૂલો વાવેલાસરોવર કિનારે થોડું વેજીટેબલ્સ પણ ઉગાડતાતમે ક્યારેય જાવ તાજા શાકભાજી ઘરની વાડીના માંથી  ભોજન મળે હોંએમાં જે મિઠાશ તેની શું થાય વાત !! યુનીવર્સિટી માં ભણવા ગઈ ત્યારે તો ખૂબ મીસ થયું બધું પણ લગ્ન ક્યાં થશે કોને ખબર...!! પરદેશ થશે તો બધુંય છોડી  દેવાનું ને, પણ યાદ તો બધું  રહેવાનું
'જાનકી , સાંભળતો  ' વિરલે ઘરમાં પ્રવેશતાંવેંત  સાદ પાડ્યો
 આવી હોં...! રસોડામાંથી હાથ લૂંછતા લૂંછતા રૂમમાં પ્રવેશતાં જાનકી બોલી  ' બોલો આવી ગઈ હું... પહેલાં પાણી પી લો. '
'ટેબલ ઉપર તું મૂક ને  પચાસ જમા કરી આવજે કાલે ને કાલે .' વિરલે પચાસ હજાર ની થોકડી ટેબલ ઉપર રાખી હતી તે પર આંગળી ચીંધતા કહ્યુંઆંગળી માં પહેરેલી મંગળની 
વીંટી ચમકતી હતીકે જે જાનકી ની તબિયત સારી રહે તે માટે પહેરતો હતો...જયોતિષજીના કહેવાથી
થાકેલી લાગતી જાનકી વાળની લટો ને કાન ની પાછળ ફેરવતી આવી ને સોફામાં ફસડાઈ પડી
ધીમેથી બોલી ભલે હું જઈ આવીશ હોંપણ મારે તમને એક વાત કહેવી છે જો તમે મને
સાથ દો તોઆપણો મહારાજ રામુ કહેતો હતો કે બેનબા તમારી તબિયત  ભેળસેળવાળા અનાજ મસાલાથી બગડી છે... મારું માનો, મારી જેમ તમે ધાન ઉગાડો ને ખાવો તો સાચું કહું છું
 ડોકટર ને દવાદારૂ બધું ખલાસ થશે.' 
પૈસા ના પાણી થતા બચતા હોય ને તારી તબિયત સારી રહેતી હોય તો તું કહે તે કરવા તૈયાર છું કમાણી ,  ઘરબાર આખર છે કોના માટે ! જ્યારે તને આમ જિંદગી ને ઘસડીને 
ચલાવતાં જોંઉ છું મારું હૈયું કંપી જાય છેજો તને કંઈ થશે તો દુનિયા ને આગ લગાડી દઈશ હોં..! ' પાસે બેસી વિરલે એનો હાથ પકડતા કહ્યું ને કપાળે બીજો હાથ ફેરવ્યોલાગ્યું કે એને
તાવ પણ છેજાનકી ને ગ્લુટન-ફ્રી અનાજપાણી ની રજા હતીતે છેલ્લા 
રીપોર્ટમાં આવેલુંતેથી વિરલે કહ્યું  ' બોલ તું કહે તે કરીએ આપણે. ' 
મને મારું ઘર સાંભર્યું છે , લઈ જશો ને ?' જાનકી આશાભરી નજરે પૂછતી રહી
રોજબરોજ કથળતી તબિયતથી વિરલ ને જાનકીની ખૂબ ચિંતા હતી ઝટ 'હાબોલી તેને બાથમાં પકડી લીધી ને આગળ કંઈ બોલે તે પહેલા તો જાનકી સોફા ઉપર  બેહોશ થઈ ગઈ હતી. રણમાં મીઠી વીરડી જેવું કંઈક સાંભળ્યું  સાંભળ્યું ને બેહોશ બનેલી જાનકી ને પંપાળતો વિરલ 
ચિંતાગ્રસ્ત દેખાતો હતો તે રામુએ જોયું. 'શું થયું બેનબા ને ?'  બોલતાં ટેબલ પર પડેલો 
પાણીનો ગ્લાસ ધરી ને બોલ્યોઃસાહેબ તમે જરાય ચિંતા ના કરશો મારી ઘરવાળી આવી જશે બેનબાનું ધ્યાન રાખશેઅમારી વાડીનું ધાન ખાશે તો બેનબા અઠવાડિયામાં હરતાં-ફરતાં ને 
હસતાં દેખાશે...જો જો ને તમે' ઘરે ઉગેલા ઘંઊના લાંબા દાણા નો લોટ પણ ઘરે દળીને લઈ આવેલી શાંતા ને સાથે વાડીના શાકભાજી પણ ! અશક્તિ આવેલી તેથી તેને ગાયના દૂધની કોઈ પણ વસ્તુ ખાવાની મના હતી
બાકી ચોખ્ખા ઘંઊના લોટની ફૂલકાંરોટી ને લીલોતરી ની રજા હતીસાથે ફ્રેશ નાળિયેરનું પાણી બે થી ત્રણ વાર દિવસમાં પીવા લાગી ને જાનકી ને એકાદ વીક માં  ફેર વર્તાયોબધા ખૂબ 
ખુશ થયા. ' કહું છુંઆપણે પણ આપણા દેશમાં જઈને આપણા ઘરે ઘંઉ વાવીએ તો ?' જાનકી બોલી '  દવા દારૂ નું કાંઈ કામ નથી મારો માહ્યલો હવે માંગે છે મારી જન્મભૂમિશું તમે
નહીં આવો મારી સાથે ? ' તરસી આંખે જાનકી વિરલ ને તાંકતી રહી
ખોબામાં ભરવા મૄગજળીયા પરપોટા માણી લઈએ.. હાચાલ જિંદગી થોડું બેસી લઈએ !!' જાનકી ની નજરૂં બોલી
બોલતા બોલતાં બંનેની આંખોમાંથી ટપ ટપ આંસુઓ સરી પડ્યા સાચી લાગણી જુઓ અર્થના આકાશમાં લખી મુખોમુખ જઈ પરખાણી,તાજી તાજી કાચી ગબડી તોય ગઝલ થઈ જાણી’ 
ને તે આગળ બોલ્યો :’જાનકી તું બોલ હું લખું  છું ને વારંવાર વાંચુ છુ.’ જાનકી આગળ બોલતી 
રહી ને વિરલ લખતો રહ્યો

'કલમની કમાલ ગુંજવી કોને ત્યારે તે સંભળાણી,આરઝુ  ખોળી અક્ષરે અક્ષર બર્ફ થઈ પીગળાણી

દઈ દીધું દિલ દીઠા મહીં પછી ફૌજી થઈ પીંજાણી,અજવાળ્યું અચાનક દિપે જો ઉધાડો બારણે જાણી

મૌતનો દરિયો છે પારદર્શક શબ્દની નૌકા ભરાણી, નામના સાગરમાં જોયો પરપોટો આંગણે ધરાણી'
ખૂણામાં ઉભેલા રામુ ને શાંતા ભીની આંખે  મધુર દ્રશ્ય માણી રહ્યા હતાને છેવટે અત્યારે અહીં બંને ઘંઊ ઉગાડી ફાર્મ પર  ફ્રેશ દળીને લોકોને ચોખ્ખા ઘંઊનો લોટ ને ફ્રેશ શાકભાજી પૂરા પાડે છે. (સત્યઘટના પર આધારિત )
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો