બુધવાર, 14 ડિસેમ્બર, 2016

કોર્પરેટ

                        કોર્પરેટ 
' સ્મિતા ખબર છે આજકાલ મેન્યુફેક્ચર ના એરિયામાં કેટલી બધી ધમાલ ચાલે છે ? તું માનીશ નહીં પણ જે ફાઉન્ડરીઝ ઓપન હતી તે ઓવરસીઝ બીઝનેસ કરવાથી ધીમે ધીમે બંધ થતી ગઈ. હવે જે ગણી ને ગાંઠે બંધાય એટલી રહી છે તેણે ભાવ વધારી દીધા. ને સરકાર ને જોઈએ છે કે દેશમાં માલ બનવો જોઈએ. પણ વેચાશે કેમ ? કોસ્ટનો વેચાણ કરતાં ભાવ વધે
છેઆમાં ઓલો નવો નિશાળિયો આવ્યો છે હરખપદુડો એને એમ છે કે  બહુ હોશિયાર છે !! 
પણ  નિકુંજ ને શું ખબર હોય આમ ને આમ ધોળા નથી થયાએની હાઉ..!  બધુ ક્યાં જઈને અટકશે રામ જાણે...પણ દેશમાં તો રૂપિયાએ કાળો 
કેર વરતાવ્યો છેબહુ બધા મોદી જી ની વિરુધ્દ બોલતા થઈ ગયા છે.. બેંકો ની લાઈનમાં ઉભા રહી રહી ને કંટાળી ગયા છે ને હવે બેંકમાં પૈસા નથી કે શું પણ 
૨૦૦૦ ની નોટ ના છૂટ્ટા નથી તેથી પૈસા નું ચલણ ઓછું થઈ ગયુંનવા હાઉસિંગ ની માર્કેટ ડાઉન થઈ ગઈ...લો હવે ક્યાંય શાંતિ ખરી ? ' 
શાંતિ ની વાત ઉપરથી યાદ આવ્યું હો ...તમારા મામા નો ફોન આવેલો એમનાં મોટા નણંદબા 
સ્વર્ગવાસી થયા છેમેં ફોન માં ખરખરો કર્યો છે ઇશ્વર ઇરછા આગળ આપણું કાંઈ  ચાલે પણ  તમારી ઓફિસની વાતો મને શું કામ કહો છો ? નાના કહું છું બે ઘડી શું ખાઓ છો તે તરફ તો 
ધ્યાન આપો ! આજે તો તમારું ભાવતું બનાવ્યું છે આપણા લગ્ન ને ચાર ચાર વર્ષ થઈ ગયાં ને હવે તો હરખના દિવસો જોવા મળે તો સારું !! અમારા પણ કાંઈ કોડ હોય ને !' 
સ્મિતા બોલી ગઈ એક  શ્વાસે બધું ને અનિરુધ્ધ સ્તબ્ધ ને શાંત હતો પણ હવે ઉકળી ઉઠ્યો કે
 '  બધી ધમાલ માં તને હરખનાં દિવસો જોવા છે ? અરે કંઈ રીતે કરીશું બધું પૂરુ ? અહીં તો જોબ  હોય તો  મરો છે ને  જોબ હોય તો  મરો  છે...!!' 
સ્મિતા મોઢું ફુલાવી ને રસોડામાંથી નિક્ળી ગઈ ને બેડરૂમમાં  ભરાઈ ગઈઅનિરુધ્ધે ખાવા નો 
ડોળ પતાવ્યો ને અડધેથી ઉભો થઈ સીધ્ધો કામે ગયોઆજે તો મેન્ડેટોરી ઓવરટાઈમ હતો ને પૈસા તો મળવાના નહોતા પણ જે  જાય ટાઇમસર તેનો પગાર કાપી લેવાશે ની લુખ્ખી દાદાગીરી હતીએનો બોસ જ્હોન કાંઈ ઓછો નહોતો...ને જઈને પોતાના હેડ બોસ જીમી ને કેહતો બધીજ વાતો કે કોણ શું કરે છે ને શું નહીં ? 
વર્કીંગ વર્લ્ડમાં આગળ આવવા માટે એક દેશી ને બીજા દેશી ની ટાંગ ખેંચવામાં મજા આવતી હોય છેએવું  માનતો ને ક્યારેક અનિરુધ્ધ ને પણ 
બાતમી કઢાવવા પ્રેરતોનામ હતું જનાર્દન પણ તેમાંથી જ્હોન કરી નાંખેલું ...  પણ કંઈ નવીન વાત નહોતીજીમી ને પ્રોડક્શનમાં  ઇન્ટરેસ્ટ હતોબધું સાંભળે પણ માર્જિનથી ઉપર પ્રોડક્શક્ન જોઈએ તો  કોર્પરેટ મિટિંગ માં એનો ડંકો વાગે ને 
આમાં નિકુંજે આવી ને ધડાકો કર્યો આજે " સર આપણે ન્યુમેરિકલ એન્જિનિરીંગ માં પહેલાની 
જેમ ઓફિસમાં   પ્રોડક્ટ્સ બનાવીએ તો ? કેન યુ હેલ્પ મી …ફર્સ્ટ હીયર મી આઉટમને હાફ 
મિલિયન સુધી ની રજા છે ખરચવાની. "આફટર લીસ્નીંગ અનિરુધ્ધે દસેક ફાઈલો ના થોથા નિકુંજ ના હાથમાં મૂક્યાં ને કહ્યું સાઉન્ડ્ઝ ગુડ ! ઇટ્સ યોર પ્રોજેક્ટ ગો ફોર 
ઇટ , ટ્રાય ફર્સ્ટ ."
બે વીક નો સમય બરબાદ કર્યા પછી નિકુંજ મળ્યો ત્યારે નાસીપાસ હૈયે બોલ્યો ' યુ આર રાઈટઇટ્સ ટુ કોમ્પલીકેટેડ પ્રોજેક્ટ !!' 
અનિરુધ્ધને કેહવું હતું કે આઈ ન્યુ ઇટ પણ કાંઈ  બોલ્યોમાત્ર "હંમ્મકહી આગળ વધ્યોઅનિરુધ્ધ ને કંપની માં ઘણા વર્ષો વીતેલા ને અગાઉનો પણ વર્ષોનો અનુભવ હતોટ્રેનિંગ સમયે
બીજાની જેમ ડાફોળિયા નહોતો મારતો તેથી કાઇઝાન પ્રોજેક્ટ્સ નો ઇન્ચાર્જ હતોએક વસ્તુ બનાવવી હોય તો તેની વસ્તુ થી માંડી બધી  પધ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ ફાઈલ બનાવી કરતો.
ને તેમાં માણસોને કેટલો સમય લાગશે ને કંપની કેટલા પૈસા બચાવશે તે પણ ધ્યાન રાખતોસ્મિતા ને ક્યારેક થતું કે પોતાની કંપની હોય તેમ અનિરુધ્ધ કામ કરે છે કરે કામ ની કદી
ચોરી કે વસ્તુની પણ ચોરીમનમાં તો સમજતી હતી  અનિરુધ્ધ ઇઝ હર હીરોભલે ને કોર્પરેટ વર્લ્ડમાં  ખૂબ ઉંચી પદવી પર  હોય પણ જેટલી ઉંચી પદવી તેટલી ગાદી વહેલી ખસવા
ના ચાન્સીસ વહેલાબિચારો કેટલું બધું કામ કરે છે !! સ્મિતા ને લાગી આવતું પણ ખબર નહોતી કે તે શું કરે ? તેણે ફેક્ટરીમાં કામ ચાલુ કરી દીધું 
અનિરુધ્ધ પહેલા તો અકળાયો પછી બોલ્યો ; ' તારી ખુશી માં  મારી ખુશી ' સ્મિતા પણ હવે 
બીઝી રહેવા લાગીસાથે કામ કરતી છોકરીઓ સાથે રોજ લંચ લેતી ને બધાની વાતો સાંભળતી
દરેક ની દુનિયા જુદી જુદી હતીકોઈના પ્રેમ લગ્ન તો કોઈના  જમાનામાં પણ એરેંજ મેરેજ , કોઈને મા-બાપ નહોતા તો કોઈને સાસુ સસરાદેર-દેરાણી ને જેઠ -  જેઠાણી પણ હતા
કોઈની જરૂરિયાત પૈસાની ખૂબ હતી તો કોઇ ઘરમાંથી બહાર નીકળવા માત્ર જોબ કરતું હતું . અહીં બધાનો બોસ સારો હતોસ્ત્રીઓને કદાચ સમજતો હતોએમ્પલોઇ તરીકે નહીં પણ ફેમીલી
ના એક વ્યક્તિ તરીકે તેમને ગણતોમાન આપો તો માન મળે ખરું ને !! દિવાળીનું બોનસ ને સમર માં ઓવરટાઈમ ને શિયાળામાં વહેલા ઘરે જવા દેતોપોતાના કામથી કામ નો મતલબ રાખતોઅંગત જીવનમાં થાય તો મદદ કરતો બાકી નજરનો ચોખ્ખો હતો. ... નારી ને નારાયણી માનતો હતો
હવે આમાં ગાંધીવાદી વિચારો લાગુ પડે કે ? મિત્રતા જાળવોસંપીને રહોજીવો અને જીવવા દો કે હિંમતે મર્દા તો મદદે ખુદા !! પણ હા પ્રેમથી કંઇ રીતે કોઈ પાસે કામ કરાવવું તે માત્ર 
અનિરુધ્ધ જાણતો હતોઅને તેથી  અત્યાર સુધી તો ચેસ જેવી રમત રમતા કોર્પરેટ ની બધીજ 
ગેઇમ્સ ને જાણતો હોવા છતાં કોઈ પણ કાવાદાવા વગર પ્રમાણિક પણે હાર્ડ વર્ક થી  
જીતતો આવ્યો છેસ્મિતાને તે વાતનું ગૌરવ છેભલે લગ્ન મોડા થયા પણ અનિરુધ્ધ જેવો માણસ મળવો મુશ્કેલ છે વાત સ્મિતા જાણતી હતીતેથી વર્ક ઇઝ વર્શીપ માની ને બંને
લગનથી ને મહેનતથી પોતાનું ગૌરવ જાળવી રાખીને દશ વર્ષે મોટું આલિશાન ધર વસાવ્યું 
છેલ્લા દશ વર્ષમાં  દુનિયા ઘણી બદલાઈ ગઈ હતીએક દીકરો ને દીકરી ના મા-બાપ
પણ બની ચૂકેલા બંને ખુબ ખુશ હતાઘરમાં પ્રવેશો તો મોટા મેદાન વચ્ચે એક હિંચકો આવે આજે બાજુ થોડા ફૂલઝાડ ની ક્યારીઓ ને એક મોટો તુલસીક્યારો. પાછલા મેદાન માં પ્લે-ગ્રાઉન્ડ

ને નાનો સ્વીમિંગ પુલ હતોમોટા ફેમિલીરૂમ માંથી કિચન ને પછી લીવિંગરૂમ ને એક બાથરૂમ ઉપર જતા આવે મ્યુઝિકરૂમ કમ લાઈબ્રેરી કમ ભગવાનનો રૂમને સાવ ઉપર જાવ તો પાંચ 
બેડરૂમ નું વિશાળ ઘરઅનિરુધ્ધના મા-બાપ ઇંગ્લેન્ડ થી આવેલા તે સાથે  રેહ્તા હતા તેથી   ઘર ભર્યુ લાગતુંપણ જ્યારે 
અનિરુધ્ધના બંને ભાઈ-ભાભી આવ્યા ને કોર્પરેટ રમત
રમી ગયા ત્યારે સ્મિતાને બહુ દુઃખ લાગેલુંઅનિરુધ્ધે મન મનાવી લીધેલું આખરે એક લોહી હતું ને અશે કારો કરીને અવગણના કરી લીધેલી પણ સ્મિતા ની તબિયત પર અસર થઈ હતી.
તેણે હવે બે બાળકોનું વધારે ધ્યાન રાખવાનું હતુંપણ મગજ પર થયેલી અસર ના લીધે તેને 
પેરેલેસીસ નો એટેક આવેલોઅનિરુધ્ધ ને અમિતાભ બચ્ચનનુ બાગવાન પીકચર યાદ આવ્યું તેનો એક ડાયલોગ હતો કે મા-બાપ ને સીડી બનાવી આગળ ના વધશોઅહીં પણ એવું  કંઈક હતું...ભોગ દેવાનો વાંધો નહોતો પણ ગરજવાન ને અક્કલ ના હોય ત્યારે શું થાય ? દીધેલા
ભોગ ની ગણતરી ના થાય તો ? સમજીને ના થાય તો ? ઉપરથી કેમ તમારું ખરાબ થાય તેમ હોય તો ? પેરેલેસીસ નો એટેક એમનેમ થોડો આવે છે પેરેલિસીસ માં જમણું અંગ નકામું થઈ ગયેલુંતો અનિરુધ્ધ ને ધીમે ધીમે સ્મિતા માટે વધારે ને વધારે સમય ઘરે  કાઢવો પડતોઘરમાં  એક રૂમમાં ઓફિસ થઈ ગઈ ને એણે ઘરેથી 
કામ ચાલુ કરી દીધુંઆઉટ ઓફ સાઈટ આઉટ ઓફ માઈન્ડ  કહેવત ખોટી નથીએના બોસ ને હેડ બોસ ને અનિરુધ્ધ ના હોવા  હોવાનો કોઈ ફર્ક ના જણાયોપણ બે મહિને અનિરુધ્ધને ખબર પડી કે એની જગ્યાએ નિકુંજ આવી ગયો છેઅને એણે નિકુંજ કહે તેમ કરવાનું છેઆવો સમય પણ આવશે તેવું તો કોઈ દિવસ નહોતું વિચાર્યુંનિકુંજે તેને સહાનુભૂતિ બતાવવા ખાતર બતાવી પણ સ્મિતા ને લીધે ઘરેથી કામ કરવું પડે છે તેની ટોક કર્યા વગર ના રહ્યો વખતે અનિરુધ્ધ ને રીયલી લાગી આવ્યુંઅત્યાર સુધી કોઈ દિવસ  કરેલું કામ તેવું કામ,આઇ મીન કોર્પરેટ રમત રમવાનું ચાલુ કર્યું પોતાના માણસો દ્વારાઆખરે સ્મિતા તરફ નો ગુસ્સો  રીતે નિકુંજ ઉપર ઉતર્યોજ્હોને જઈને હેડ બોસ ને બધુ જણાવ્યું ને તેને જોબ માંથી છૂટો કરાવ્યોઅનિરુધ્ધ હવે ક્યાંય નો ના રહ્યોલાંબા સાથે ટૂંકો જાય મરે નહીં ને માંદો થાયપોતાની ભૂલ સમજાઈ ગઈ ને તેણે નિકુંજ ની માફી માંગીપણ  શેરડીમાં રહેલી ગાંઠ માં
જેમ રસ નથી હોતો તેવું સંબંધ માં પડી ગાંઠ તો ગળપણ ક્યાંથી રહે ? નિકુંજે માફી આપી પણ હવે કામ પૂરતી  વાતો થતીલાંચ લેવીકોઈની સ્ત્રી સાથે કે સ્ત્રી કલીગ્સ સાથે આડા સંબંધ રાખવા કે કામ માં દખલગીરિ કરીને વ્યક્તિગત નુકશાન ભરવું પડે તે બધી કોર્પરેટ ગેઈમ્સ પોતાના જેવા મધ્યમવર્ગી ને સારા માણસ ને ના શોભે તે સમજાઈ ગયું
સ્મિતા ની સેવા ને તાત્કાલિક સારવારથી હવે સારું થઈ રહેલું જોઈ અનિરુધ્ધ પણ ખુશ છેસ્મિતા બોલી , ' ઉપરવાળો કાતર લઈને  બેઠો છેજેના નસીબનું છે તેટલું  ભોગવવા મળશે' ને અનિરુધ્ધ પણ 'હા,સો ટ્રુ 'કહી હસી પડ્યોપોવર્ટી ને રેસીઝમ ને વાયોલન્સ વચ્ચે આવશે તો 
ક્રાઈમ રેટ વધતો  જશે ને અબ્યુઝ સહી ને કામ કરશો કે કરપ્શન ચાલુ  હશે તો આપણે તો માણસ છીએ તે પણ ભૂલી જઈશું ને આમાં જીન્દગી કઈ રીતે માણીશું તે પણ સમજાઈ  ગયું

---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો