બુધવાર, 8 એપ્રિલ, 2015

આંખ મારે તો

બિન પિયે ઝૂમતા અક્ષરો વરતાય છે
શો નશો વક્તામાં કે પ્રેક્ષકો ભરમાય છે

આંખ મારે તો પડછાયા અટવાય છે
સમજદારી માં ભૂલા પડી ગૂંચવાય છે

'કરો કૂચ' ના ભાષણ તો દેવાય જ છે
પગલી પાડતા પગ રોજ અચકાય છે

છૂપાઈ ક્યા લાગણી અરે છૂપાય છે
ગુન્હા પ્રેમના કરે માનવ લલચાય  છે 
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો