ગુરુવાર, 2 એપ્રિલ, 2015

ચોકલેટી

અંદર બહાર નીરવતા માં ભાગંભાગે ખિસકોલી જડે
બાળક જુવે બારીના કાચે ટપટપ લીટા લૂછી રડે 

ટપલી મારી વાદળી તૂટી ટપટપ ટીંપા કંઈક પાડે
બાળક અંદર બેઠું, કોરા કાગળે લીટા કંઈક પાડે !

ખ્વાબોના ખિસ્સામાં ચોકલેટી ભ્રમણે થૈ વમળ પડે
વમળોને ઘૂંટતા ઘૂંટતા ક્યારેક ગીતોના કમળ જડે

ચોરી ચોરી ખાધી ખાટીમીઠી આંબલી હવે ના સદે
ભરી'તી લાલ ચણોઠી એ ડબ્બી ક્યારેય ના વદે !
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો