મંગળવાર, 26 જુલાઈ, 2016

સિવાઈ ગયું છે...! (August-Varta-Pratilipi)


સિવાઈ ગયું છે...!!(AUGUST) -Pratilipi પૂર્વી ને બા પર પૂરો ભરોસો હતો. બા જે કરે તે સારું જ કરે ને ! આજે સવારથી બા દોડાદોડ કરતા હતા. બધા આવવાના હતા ઘરે તો રસોઈ રૂમ માં તો ધમાચકડી હતી. પાણી ભરો, કચરો વાળો ને કપડાં ને ઘડી કરી ને મૂકી દો કબાટ માં જેથી કાલે મળે. એમનો સાડલો આર ઇસ્ત્રી કરેલો તેમણે તૈયાર જ રાખેલો. સાઇબાબા ના ગુરૂવાર કરતી વહુ માટે તો ફરાળ પણ બનાવી જ રાખેલું. નાનકી બટકબોલકી હતી તેથી બા ને વળગી ને બેઠી હોય ત્યારે બા સલાહ દેતા' આમ પકડી ને પાલવ મારો બેસી રહ્યે કંઈ નહીં આવડે હોં.' હાજરજવાબી નાનકી કેહતી 'પણ બા હું મારે ઘેર જઈને કરીશ'. 'હાલે લે !! તો આ શું છે? તારી બધી વસ્તુ અહીયા, તું અહીંયા તો ય આ તારું ઘર નથી ?''દીકરા કામ કામને શીખવે !! ને હાથ બેસી જશે તો જ બધું સરળ લાગશે.' પૂર્વી તો ડાહીડમરી હતી કામ માટે કંઈ કહો તો દોડી દોડી ને કરતી ને તેનામાં સૂઝ ખૂબ હતી. ઘણીવાર કહો તે પેહલા કામ પતાવી દીધું જ હોય જ્યારે આ નાનકી પેહલેથી બા ની ગોળ ગોળ ફરતી પટુડી થાયા કરે પણ કામ ને આંગળી સુધ્ધા ના લગાડે. પૂર્વી જુવે બધુ પણ બોલે કંઈ નહીં માને કે અશે સમય આવે સમજશે. પૂર્વી ને બા એ પરણાવી એ કુટુંબ ખૂબ મોટુ હતું પણ તે તો દૂધ માં સાકર ભળે તેમ ભળી ગઈ. નાનકી બધા ને પોતાની જીભ થી જીતી જતી ને જોત જોતામાં તો બધા માં પારંગત નાનકી હવે મોટી થઈ ગઈ, પરણવાને લાયક બની ગઈ હતી. સારું માંગુ શહેર ના રઈસ ઘરે થી આવેલુ પણ બધા થોડા શાંત સ્વભાવવાળા લાગ્યા. ચાલે એ તો ! સૌ સૌના ઘર ઘરની જુદી જુદી રીત હોય. કપડાં લતા ને ઘરેણાં નો ઢગલો કરી દીધો નાનકી ખુશ હતી. બા ના ગયા પછી પૂર્વીએ ખૂબ ધ્યાન રાખેલું નાનકીનું, પણ આજે તો કન્યાદાન પોતાની જ બહેન નું પોતે કરવાની છે, હૈયું હરખથી ફાટ ફાટ ને જુદાઈ ના ગમ થી રોતલ આંખો લાલ લાલ..! છેલ્લી નજરો ભીંતે પડી ને જોયું કે તે પણ રડી રહી છે...!! નાનકી મન મૂકી ને રોઈ પડી બા સિવાય બચપણ જ ક્યાં હતું. ને પોતે ક્યારે મોટી થઈ ગઈ તે બધું એક ફિલ્મ ની જેમ દ્ર્શ્ય થયું. હસવા ખેલવાના ને આનંદકિલ્લોલ ના દિવસો પત્યા હવે તો ગંભીર થવાના ને કુટુંબ ની જવાબદારી સંભાળવાના દિવસો આવ્યા. ડૂમા ને દબાવતી તે બાથરૂમ તરફ ચાલી ગઈ.
મુઠ્ઠી બંધ રાખી ને નાડાછડી બંધાવતી નાનકી ચોરી માં ખૂબ સુંદર દેખાતી હતી. બાજુમાં રાજકુમાર જેવા વરરાજા બિરાજેલા. પરિપૂર્ણ શેઠ- શેઠાણી લાગતા જાજરમાન સાસુ સસરા મંડપ માં બેઠા બેઠા બધું નિરખી રહ્યા હતા. મહારાજે ધીમેથી કહેલું બંધ મુઠ્ઠી સવા લાખની ને બોલ્યા ઘરનું ઢાંકણ નારી. સાનમાં સમજી ગઈ બધું ને ઉંબરો ચડતાં તેને સમજાઈ ગયું ના બોલ્યા માં નવગુણ...ઘરમાં સૌથી નાની હતી તેથી દોડી ને કામ કરવાની રજા પણ મોટા બોલે તેમાં વચ્ચે બોલવાની મનાઈ. સિવાઈ ગઈ તેની જીભ મૌનમાં ભળી ને. ખોવાઈ ગઈ માસુમિયત તેની વડીલો ના કામ કાજ ને દોરવણી તળે..!! રોજ રોજ બા આવે યાદ પણ હરફ સુધ્ધા ના કાઢે. ટાઇમટેબલ પ્રમાણે જીવાતાં આ રઈસ કુટુંબ માં પાઈ પાઇ નો હિસાબ રખાતો ને નાનકી બિચારી સોસવાતી ચૂપચાપ જીવ્યે જતી તેના હોઠ તો બસ સિવાઈ જ ગયા હતા. એક્વીસ મી સદીમાં પણ સ્ત્રી ને કાબુમાં પોતાના પગ તળે રાખવાની આ પ્રથા થી પૂર્વી અજાણ હતી...નહીં તો ત્યાં નાનકી ના લગ્ન જ ના કર્યા હોત ને ! એકાંત માં પણ નાનકી મૂંગી મૂંગી બા સાથે વાત કરતી...ડર હતો કે કોઈ જો સાંભળશે તો તેની પણ તેને સજા મળશે..કેમ કે આ પેહલા હસવા માટે પણ તેને ઢોરમાર સહન કરવો પડેલો..!! અરે રે, બળ્યો પૈસો ..! આના કરતા તો બા કેટલું સાચવતા તે યાદ આવતું ને તે રડી પડતી. કોઈ ને તેના હસવા-રડવા-કે બોલવા માં રસ ન્હોતો. મશીન ની જેમ બની ગયેલી જિંદગી ચૂપચાપ સિવાયેલા હોઠો તળે ચાલી રહી હતી. લગ્ન પાંચ પાંચ વર્ષે દિકરો જનમ્યો ત્યારે નાનકી ની લાશ મળી. સ્ટેપલ્સ થી સિવાયેલા તેના હોઠ ને ગળે થઈ ગયેલા બ્રુઝીઝ માત્ર પૂર્વીએ જ જોયા ને તે સમજી ગઈ કે નાનકી ઉપર શું શું વીત્યું હશે !! પણ આવું શા માટે થયું તેનો કોઈ પાસે જવાબ પણ ન્હોતો...હા રઈસ મહેલમાં ચારેકોર મૄત પ્રાણીઓના ધડ ટીંગાડેલા હતા. માણસના મગજ ની વિચિત્રતા ને દિવ્યતા ને જોઈ ને કે અનુભવી ને સ્વર્ગ નર્ક ની ઝાંખી થઈ જ જાય. ભૂતિયાં ઘર ની નવલકથા વાંચતો બંને બેહનો નો ભાઈ આ બધું જોઈ ને પરિસ્થિતિ કળી ગયો હતો. ભાભી રડતી હતી છાની માની. બસ બહુ થઈ ગયું પૂર્વી થી ના રેહવાયું તેઓ ત્રણે એકસાથે પ્રશ્ન ભરી નજરે લાશ તરફ જોઈ પછી વડીલો તરફ જોયું. બધાએ મોં ફેરવી લીધા ને માવડીયા દિકરાએ નજરો નીચી કરી નાંખી. સારું થયું છૂટી ગઈ નાનકી હવે બા પાસે ખુશ થી રેહશે એમ મન મનાવી લીધું. કોઈના મરશો ના મા ને બાપ કે રૂંવે મારી આંખલડી...નાનકી બા ને ભેટી પડી હશે. બા એ પોતાનો પ્રેમાળ સ્પર્શ નાનકી ના માથે ફેરવ્યો હશે કે કેમ પણ સિવાયેલા હોઠ માંથી પણ એક સ્મિત દેખાયું હતું ને નવાગંતુક બાળા રાજા ના આક્રંદે ઘર ગજવ્યું હતું...કે હું આવ્યો છું તમને બધા ને સીધો કરવા..!! કેહવાયું છે ને જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે...અહીં ને અહીં જ ચૂકવવાનું છે બધું ..બદલો ભલા બૂરા નો અહીં ને અહીં જ મળે છે..!! બળતી બપોર જુવે રાહ ઠંડક સાંજ ની પ્રકૄતિ ઘખે રૂવે રાત ટાઢક પહોર ની છેલ્લી વાર ની કળી ખીલે મુજ શ્વાસની મૂંઝાતી ભળી રહી પ્રસૂતિ સંવેદના ની અબોલ ને અબોધ ભીંતો રૂવે મકાનની ટીંગાઈ ને ધૂળ ચાટે યાદો લાગણી ની ===રેખા શુક્લ

મંગળવાર, 5 જુલાઈ, 2016

sahiyaru sarjan

આખરી શરત-પ્રકરણ ૧ "વિસામા વૄધ્ધાશ્રમ" ના વરંડા માં આજે બહુ ચહલ પહલ નથી દેખાતી. બાજુમાં પડેલી ટીપોય પર થોડા છાપા વચ્ચે એકાદ-બે મેગેઝીન્ઝ ડોકિયાં કરતા પડ્યા હતા. શીલા ની નજર પડી , ડાળે બેઠેલી ચકલી પણ આકુળ વ્યાકુળ નજરે ખાલીમાળા તરફ તો ક્યારેક બાજુમાં તો ક્યારેક ઉપર નીચે ફરતી હતી. એવું લાગ્યું બચ્ચાં ઉડી ગયા લાગે છે ને પોતે તોય શોધીરહી છે. " અરે ,લાગે છે સૌ ક્યાંક ચાલ્યાં ગયા કે શું બધા મને એકલી અટૂલી છોડી ને ? હું તમને ક્યારની બોલાવતી હતી ને પૂછવા માંગતી હતી કે બકુલ આજે કોઈ કેમ દેખાતું નથી?" પોતાના પતિદેવ શ્રીમાન બકુલ શાહ તરફ જોઈ ને શીલા બોલી. પણ કાને ઓછું સાંભળતા હતા શ્રીમાન બકુલ શાહ તેમના ઇયર-ફોન ની બેટરી ચેક કરી રહ્યા હતા ને અચાનક તેમની નજર પત્નિ શીલાદેવી પર પડી. ને બોલ્યા " અરે, ભાગ્યવાન એક મિનીટ હોં, આ લ્યો ફીક્સ થઈ ગયું હવે સંભળાશે બરાબર ! બોલો શું કીધું આપે ?" હાથેથી જ ઇશારો કર્યો મેં કે કંઈ નહીં કહીં દીધું. પછી બોલી" આમ બધી બાબતમાં આ જ છે, ને આ તો એમનું રોજ નું થયું હું કહું કંઈક ને તમે સમજો કંઈક !! અડધું તો ના સાંભળ્યું હોય કે ના તો સમજ્યા હોય.રેહવાદો તમ તમારે નથી કરવી આપણે કોઈ પંચાત. " પાછો હાથેથી ફરી એજ ઇશારો કર્યો કે કંઈ નહીં જવા દો. જરાંક ઉંચુજોઈને પાછા બકુલભાઈએ તો ટિપોઈ પરથી એક મેગેઝીન ઉઠાવ્યુ 'વાહ મમતા વાહ !' વાર્તા વાંચવા લાગ્યા. છેક નાકની નીચે આવી ગયેલા બાય-ફોકલ ચશ્મા પેહરેલા ખુરશીમાંથી લાંબા પગ કરી એમની આંખો વાંચવામાં તલ્લીન થઈ ગઈ.મને ખબર જ હતી એમને વાંચવાનો બહુજ શોખ હતો..પેહલેથી જ હોં. ક્યારેક તો મારી ‘સોતન’ કહી એમની ચોપડીયું પણ ફગાવતા ગુસ્સો કરતી કે તમને ક્યારેય ટાઈમ નહી મળે મારા માટે તો. સી.એમ ને આ વાત ની ખબર હતી કે રૂમમાં તેમના સિવાય કોઈ ન્હોતું તેથી ચૂપચાપ આવી ને પૂછી ગયો કે "તમે પણ થોડો આરામ કરશો ને ? ચાલો હું મદદ કરું ખાટલા સુધી લઇ જાંઉ." 'હં ,ચાલ.. 'કેહ્તા હું ઉઠી ને ગાત્રો ઢીલાઢબ પડી ગયા છે તો સી.એમ ના ટેકે ખાટલા સુધી ઢસડાઈ ગઈ.પછડાઈ ગઈ પડતા પડતા રહી ગઈ. સી. એમ ના હોત તો જરૂર પડી જ જાત. એની સામે જોયા વગર છત પર તાકતા હું પડી રહી ને સી. એમ બારણું બંધ કરી ને ગયો. જિંદગી ના સાત સાત દાયકા ક્યાં ચાલ્યા ગયા..!! ને યાદો મને વિંટળાઈ ગઈ વંટોળ ની જેમ. ને હું એમાં ગરકાવ થતી ચાલી. બે દાયકા સુધી મમ્મી-પપ્પા ના ઘરે ભાઈ ભાંડુડા સાથે ભણતર કરતાકરતા કેટલું બધું કરતા ગયા. ભગવાન સાથે સાથે ચાલતા રહ્યા. બધા સારા માણસો ને મળતી રહી ને બધા પાસે કંઈ શીખતી રહી. મમ્મી-પપ્પાએ તો પોતાને મળ્યું તેનાથી સવાયું દીધું ને શીખવ્યું અને તે પણ જમાના ની સાથે ચાલતાચાલતા. જિંદગી એક ફિલ્મની પટ્ટી ની માફક મારી નજર આગળથી સરે છે. મમ્મી પપ્પા ને ત્યાં વર્ષ માટે અનાજ ભરાતું.ત્યારે તો સમર ખૂબ ઝડપમાં વિતી જતો કેમ કે અનાજ સાફ કરો તેમાં દિવેલ ઉમેરી ને ભરો કે જેથી જીવાત ના પડે. જોઈએતેટલો ઘંઉ નો લોટ ફ્રેશ દળાવાની ઘંટી એ લઈ જવાનો. શાકવાળા ની દુકાન તો ધર ની સામેજ ને ગંગારામ માંગ્યા વિનાજ મરચું લિંબુ-ટમેટું-આદુ ને મીઠી લીમડીની ડાળ શાક સાથે મળી રહે. ગરમાગરમ જમો ત્યાં તો કપડાં ધોવાઈ ગયા હોયને આવીને મોંધીબેન વાસણ પણ કરી જાય ને કચરા-પોતા પણ કરે. બાળપણ તો સુખસાહ્યબીમાં વીત્યું હતું એટલે તેનોકોઈ અફસોસ નથી. મન કર્યા કરે તરકટ ને પગ વાળી ને ના બેસે. ફિલ્મપટ્ટી ચાલુ જ હતી થોડા રંગીન તો થોડા રંગવિહોળા દિવસો નજરે દેખાયા. ક્યારેક કાકી તો ક્યારેક ફઈબા તો વળી ક્યારેક મામી ને ત્યાં બે વિક ઉનાળાનું વેકેશન ગુજારવાનો લ્હાવો મળતો. વંડી ટપતા શું વાર ? ને બધા કઝીન્સ સંતાકૂકડી ને થપ્પો રમતા. અને હા, સ્ટેચ્યુ ગેમ માં તો કોઈ પકડી જ ના શકે મને ને તેવું જ ખો-ખો માં થાતું.. શું મજા કરતા !!.પણ હવે તો બધા મોટા થઈ ગયા ને કોલેજ માં આવ્યા. મોટેથી જો હસ્યા તો બા વઢતા ને કેહતા છોકરીની જાત રહી આમ હા હા હી હી ના કરાય. હવે આવ્યા ગુલાબી દિવસો યાદ કે જે દિવસોમાં મારી ને બકુલ ની ઓળખાણ થયેલી. રોજ રોજ મારી પાછળ આવે પણ બંદા બોલી ના શકે કંઈ. એક દિવસ પાછું ફરીને મેં જોવાનો ડોળ કર્યો ને સાચુ કહું તે એવા તો ડર્યા કે બાજુમાં મોટા ઝાડના થડ પાછળ સંતાવા ફર્યા ને ધડામ દઈને અથડાયા. ઝાડ ની નજીકમાં જ ઝાંખરા ને કાંટા ના થોર માં ગબડ્યા. મને હસવું રોકાતું ન્હોતું ને ભાઈ સાહેબથી રાડ પણ પડાતી ન્હોતી, દાંત કચકચાવી ને પડ્યા હતા. પાછળ ના ભાગમાં કાંટા ઘુસેલા તે ઉભા કર્યા પછી કાઢ્યા ત્યારે અમે પેહલી વાર સાથે હસેલા. હસી તો ફસી કેહવાયું છે તે સાવ સાચુ પડ્યું તે દિવસથી જે હાથ પકડ્યો તે અમે વર્ષો સુધી સાથ નિભાવી પકડી રાખ્યો. ભણાવામાં મા-બાપે કોઈ કસર ન્હોતી છોડી ને હસ્તા રમતા ચાર વર્ષ આમ પતી ગયા.એ અરસામાં બકુલ ને હું હવે ખૂબ નજીક આવી ગયેલા ને એક્બીજા વગર ન્હોતા રહી શકતા તો માબાપ ની રજા લઈ અમે લગ્નગ્રંથિએ જોડાયા . યોગ્ય ભણતર અને સારસંભાળ પણ યાદ આવે છે. માબાપે બને એટલી તકેદારી રાખી પોતાની ફરજ નિભાવી હતી અને મને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું. એ જ રીતે મેં પણ મારા કુટુંબીજનોને પણ તેવું જ શિક્ષણ અને સમજદારી આપી.બધામાં ભળી જઈએ પણ જે કંઈ કરીએ તેમાં પોતાની આગવી છાપ ને શુભકામના ની સુવાસ પાથરતા રહીએ એમાં તમે માનવતા ની જ્યોત પ્રગટાવતા આગળ વધો. મુંબઈ માં અમારો બે બેડરૂમવાળા ફ્લેટ ને તેની ફરતે મોટો કોટ ને સરસ ઝાંપા વાળું ફળિયું કે જેમાં છૂટથી મારી દિકરી જીજ્ઞાસા રમતી. જીજ્ઞાસા- ક્યારે આટલી મોટી દીકરી થઈ ગઈ તે યાદ કરું છું કે જીવન ની ફિલ્મ પટ્ટી જાણે ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ. પણ હા મને યાદ આવે છે તેના કાલા ઘેલા શબ્દો.." મંકી આયો, પૂરી આપો " અને તેના નાના નાના કપડા હજુ હમણાં તો વાળતી હતી ને તેનું ઘર ઘર રમવું મને બહુજ ગમતું કે સાલું મારું ઘર ઘર રમવું ક્યારે છૂટી ગયું તે યાદ જ ના રહ્યું. પણ ચેંજ તો જીવનમાં આવતો જ રહે છે ને ! સામેથી માગુ આવેલું હેન્ડસમ ડોક્ટરનું, હા જીગરને પરણી ગઈ છે ને લગ્ન ના ૧૩ વર્ષમાં તેમના સંતાનો ૭ વર્ષની બેલા અને ૧૧ વર્ષનો ચિંતન પણ છે. હવે તો દીકરીઓ જ દીકરાને અનુરૂપ હોય છે એ વાત અમે પણ માનતા એટલે દીકરો ન હોવાનો કોઈ અફસોસ ન હતો. હા, બંને દિકરીઓ નો યોગ્ય ઉછેર કર્યો. સાથે સાથે એક ને બુક ક્લબ માં ને બીજીને મેથ્સ ક્લબમાં મૂકેલા. બંનેના ઇન્ટરેસ્ટ જુદા, સ્વભાવ પણ જુદા !! એકને વાંચવાનું આપો તો ઉઠે નહીં ને એક બેઠક માં પૂરી કરે આખી બુક. બીજી ખતપતણી બધી બાબત માં દલીલ તો હોય જ તેની...તથ્ય સમજાયયોગ્ય લાગે તો જ માને નહીં તો પોતાની મરજી ની માલિક. આ રીતે મોટી બની ગઈ પ્રોફેસર તોય કોઈ પુસ્તકિયો કીડો કહે કે કોઈ તેને પંતુજી કહે!!! મારી બીજી દીકરી આશા બકુલ ની વ્હાલી દીકરી. પણ સાચુ કહું તો બગાડી મારેલી બકુલે જ ! આ બાબત ક્યારેક અમારે વાર્તાલાપ થતો પણ મતાનુસાર તે બંને સાથે થઈ જતા. ને આખરે આશા તેનું ધાર્યુ કરતી આવી. તેને પણ અમે ભણાવી તેની રોજ રોજ ની દલીલો સાંભળતા અમે તો રોજ એમ જ કેહતા કે આ તો વકીલ જ બનશે અને થયું પણ તેવુંજ. સારી હોદ્દા ની બંનેની જોબ હતી ને નિયમિત મહેનત કરતી દિકરીઓ માટે અમે ગૌરવ અનુભવતા હતા. નાની દીકરી તે બનેલી એન્જીનીયર અને શ્રીમાન આતશને પરણી છે તેને ૫ વર્ષનાં જોડીયા દીકરાઓ છે ચિરંજીવી પવન અને ચિરંજીવી કવન ...બધા ખૂબ સુખી રીતે સૌ સૌ ના પરિવાર માં આનંદ વિભોર હતા. મોટી જિગ્નાસા નો હસબંડ અમારા જમાઈરાજ ખૂબ હેન્ડસમ તો હતા જ ને ખૂબ જ પ્રેમાળ ને માયાળુ પણ હતા. જ્યારે ત્યારે આશા નું ઉધ્ધતાઈ ભરેલું વર્તન જુવે તો નજરથી ઠપકો આપતા. ક્યારેય અપમાન ના કરતા તેથી જ આશા સાળી હોવાનો ક્યારેક લાભ ઉઠાવતી ને તેમને હેરાન કરતી. મોટી હસી કાઢતી. આજે વિચારું છું બકુલ નો મને કેટલો બધો સાથ હતો. તેનો પ્રેમ ને ઉત્સાહ તો ભાગ્યે જ કોઈ પૂરૂષમાં જોવા મળે. સદાય હસતો ને હસતો. ક્યાં પેહલાના દિવસો ને ક્યાં હવે આવું ? મારી સમજ બહાર ની વાત હતી જેથી મને જ રડવું આવતું ને દિલ ને ઠેસ પહોંચતી . આ ઘડપણ ને મોત કોણે મોકલ્યું કે સાત સાત દાયકા પછી પણ દેહ ઘસડાય છે પણ આત્મા ને હજુ દેહ નો શો મોહ રહ્યો છે હવે ! જીવન ની રૂપરેખા બદલાતી રહે અવનવા સંજોગો ઉદભવે કે જુદા જુદા માનવીઓના સંપર્ક માં આવીએ ત્યારે આનંદ-દુઃખ સહાનુભૂતિ-લાગણી -પ્રેમ અનુભવતા રહીએ. આજે અચાનક મારી નાની બેનડી નીલુ યાદ આવી ગઈ. બધા તેને નીલા ના નામે ઓળખે પણ મારા માટે તો નીલુ જ . બહુ જ સમજુ ને ડાહી હતી કોઈ દિવસ કશાય ની જીદ નહીં કે માંગણી નહીં જેને જે જોઈએ તે પ્રેમથી આપી દે. ઉમંર નાની પણ દિલ તેનું ઉદાર ! કામગરી પણ એટલી જ કંઈને કંઇ પ્રવૄત્તિ માં ઓતપ્રોત જ હોય. કુકીંગ ક્લાસીસ લીધેલા ને થોડા સીવણકામ ના પણ. જ્યારે મને હતો વાંચન નો શોખ ... 'અખંડ આનંદ' ને 'જનકલ્યાણ' મારા ફેવરીટ હોં. એમાંય શુરવીરતા ને સ્ત્રીદાક્ષિણ્ય ની ભાવનાવાળી વાર્તા ને કવિતાઓ તો ઘર ના ફળિયા ના ઓટલે બેસી ને વેહલી સવારે નીરવ શાંતિ માં ખૂબ ગમે. સંધ્યા કાળે હીચકે બેસી અમે મમ્મી-પપ્પા સાથે અંતાક્ષરી રમીએ. મફત ની મજા નો અનેરો અનુભવ તમે પણ કર્યો જ હશે. સાત સાત દાયકા પેહલા આજ અમારું મનોરંજન હતું આજકાલ ના છોકરાંઓ ટી.વી ને અને ફોન ને ચોંટેલા રહે છે ફેમીલી થી અલગ એવું ન્હોતું. મિત્રો ગણો કે બહેનપણી તે કાકા-મામા ના દિકરા દિકરીઓ જ ...અરે, કઝીન પણ ન્હોતા કેહતા અમે તો મારી બહેન છે તેમ જ કેહતા. સાથે ઉછરેલા સાથે રમેલા તેમાં પાંગરતા સાચા પ્રેમ ની મજા જ કંઈક જુદી હતી. આજે તો બધાને બધા માં વાંક દેખાય ને તડ ને ફડ. અરે ! પ્રેમ હોય તો વાંક ક્યાંથી દેખાય બોલો તો...! નીલુ મારા દિલથી હંમેશ નજીક રહી ને રેહશે. અરે, હા હું તો એટલી બધી ખુશ હતી અમારા જમાઈરાજ ને જોઈને કે મારી દીકરી લકી છે હો..!! કેવો સુંદર ભણેલો ગણેલો ને દેખાવડો પતિ મળ્યો છે તેને. ભગવાન એમને સુખી કરે તેવા આશિષ દેતી રહું. આમ તો આશા પણ સારી પણ જરાંક પોતાનું ધાર્યુ કરી લે ને મૂડ હોય તો ઠીક નહીં તો ....પોતાની મરજી ની માલિક !! એક જ મા-બાપ ના સંતાનો અલગ અલગ હોય ,ના સમજાય પ્રભુ તારી લીલા અપરંપાર…!! ---રેખા શુક્લ😃💓😃




આખરી શરત-પ્રકરણ ૨ ફિલ્મ જાણે જામ થઈ ગઈ ... સ્ક્રીન પર પડ્યો કાળો ધોળો વરસાદ. અને અહીં કેહવત છે કે વ્હેન ઇટ રેઇન્સ ઇટ પોર્સ મતલબ ઝરમરીયા ને બદલે ધોધમાર દુઃખો નો પડ્યો વરસાદ. આમ જુવો તો કંઇ જ નહીં ને આમ કહો તો ખૂબ બધુ. કેહનારા તો કહે છે દુનિયા માયા છે ને કઠપૂતલી જેવા આપણે ભગવાન નચાવે તેમ નાચી એ ને બીજી બાજુ કેહવાય કે તારી મૂઠ્ઠી માં છે તારું ભવિષ્ય. આશાવાદી ને નિરાશાવાદી મંતવ્યો માં સત્ય ઢુંઢ્તા 'હું રસ્ત રઝળતી વાર્તા' બની ક્યાંક નામ કે અક્ષરે છપાઈ જઈએ કાં તો મંદિરે તખ્તી માં નામ થી કંડારાઈ જઈએ. આખા જીવનની ચીસો રેંહસાઈ જાય...ક્યાંક પોકાર બની રડી કકળી ઉઠે કોઈ વૄધ્ધાશ્રમના બંધ બારણે..!! આવી મુશ્કેલી ની આગાહી માટે તો ચિત્રપટ પર ચિત્રાંલેખન થાય ને ૩ કલાક પત્યા એટલે પાછા ભૂલી જાઓ ભવિષ્યવાણી. આગાહી ની તૈયારી તો મારી નીલુ ની હતી. હોળીનું નાળીયેર વધેરાય તેમ ભૂલાઈ ગઈ..પણ હું કેમ ભૂલુ મારી નીલુ ને..!! ૨૧ મું બેસે તે પેહલા હા, બકુલ મળી ગયા ને દૂધમાં ભળે સાકર તેમ ભળી ગયા. મમ્મી-પપ્પા નું ઘર છૂટ્યું પણ તેમના કાગળો જ્યારે જ્યારે આવતા ત્યારે ખૂબ દુઃખ વ્યક્ત કરતા અક્ષરો થી કંડારાયેલ કાગળ હું માંડ માંડ વાંચી શકતી. કેમ કે મારા લગ્ન ના ત્રીજા જ વર્ષે તો ઘર જાણે ખાલી જ થઈ ગયું હતું . નીલા હજુ ભણી રહી હતી હા પપ્પા ની તબિયત કથળેલી . પેહલા હાર્ટ એટેક ની વાત તો છૂપી રાખી પણ પછી જ્યારે અમને ખબર પડી ત્યારે ખૂબ દુઃખ થયું કે હા હું સાચે પારકી થઈ ગઈ એમ જ ને..!! અરે ! મેં કીધું ને સેન્ટી હું બહોત. હા બકુલ પણ તાબડતોબ રજા ઓફિસેથી લઈ આવ્યા ને બેંક માંથી પૈસા ઉપાડી લાવ્યા. કમનસીબે પહોંચીએ તે પેહલા બીજો એટેક જીવલેણ નીકળ્યો ને અમે મોડા પડ્યા...હા, બેભાન જેવા બની ગયેલા મમ્મી ને અને નીલુ પાસે સમયસર પહોંચેલા. અસ્તવ્યસ્ત દશા જોઈ બકુલે અમને બધાને ખૂબ સાવચેતી પૂર્વક જાળવી લીધા. મને આ કપરા સમયમાં બકુલ નો ખૂબ સાથ ને સહકાર મળ્યો. પૈસે ટકે ને માનસિક સપોર્ટ અમને બકુલે ખૂબ આપ્યો. જે સમજે છે તે જ કંઈક કરે છે. બીજુ 'વધુ' સમજે છે કે જે સંબંધ નામનો રાખે ને પોતાની 'વાહ વાહ' માટે કરે છે. અહીં આહ ની વાહ વાહ થાય છે જાણો છો ને તમે તો. અરે ઘણી વાર તો દેડકા નો જીવ જાય ને કાગડા આવે મજા એવું પણ થાય. આ સમયે નાની નીશુ તેના જીજાજી બકુલ ની ઘણી નજીક આવી ગઈ હતી. કેહવાયું તો છે જ સાળી તો આધી ઘરવાળી. દોડી આવી ધસમસતી ને વળગી પડી ત્યારે અમે સાંતવન આપ્યું ઘણું સમજાવી. ખેર આખર તે માની ગઈ ને હતી તેવી ડાહ્યી ને સમજુ થઈ ગઈ. રોકાવાય તેનાથી પણ વધુ રહી ને બકુલ ઘરે પાછા આવ્યા ને બીજા જ મહિને મમ્મી અચાનક ન્યુમોનિયા થઈ જતા માત્ર ૩ જ દિવસમાં છાતીમાં કફ ભરાઈ જતા દેવલોક પામ્યા. હે ભગવાન કેટલી લઈશ તું પરીક્ષા ને કેટલું આપીશ દુઃખ. બારમું-તેરમુ ને વિધી પતાવી અમે ત્રણેય સાથે પાછા ફર્યા. સાંત્વન, ને શોકસભા, દિલગીરી ને બધુ એક બેસણાંમાં પતાવ્યું. એક્સાથે બેય ના ફોટા પર હાર જોઈ કોની આંખો ના ભીંજાય. ચાર આંસુ કોઈ રો દિયે ફેર કે મુંહ ફિર ચલ દિયે...થતું આવ્યું છે તે જ થયું. ન્હાના હોય ત્યારે એક વાર ચાલતા શીખો તો મોત આવે ત્યાં સુધી ચાલો - દોડો - કે ભાગો પણ નાઉ યુ આર ઓન યોર ઓન ! તમારા બળે તમારી શક્તિ પ્રમાણે બાંધો સપના ની ઇમારતો ને કામયાબી સર કરો. બીજા વર્ષે તો આવ્યા જીજ્ઞાસાબેન. મારી ખૂબ રાખતા કાળજી બકુલ ને નીલુ ..પ્રેગનન્સી ના દિવસો માં ખુશ રેહવાનું એમ કેહતા બકુલ બધા જ મોજ શોખ પૂરા પાડતા. હવે નીલુએ પણ બેંકની જોબ ચાલુ કરી દીધી હતી. પાર્ટ-ટાઈમ કરતી. જેથી ઘરે હેલ્પ થાય ને તેને થોડા કલાક બહાર નો પણ સંપર્ક રહે. સાંજ પડે બગીચા માં લાંબી લટાર રોજ મરાતી. સવારે મંદિરે પૂજા કરતી.બકુલના ઘણા સાથ અને સહકારે અમે અમારા બે સંતાનો નો યોગ્ય ઉછેર પણ કરી શક્યા. મને બે દીકરી અને તે બન્ને દીકરીને યોગ્ય ભણતર આપ્યું જેને કારણે એક બની વકીલ અને એક બની પ્રોફેસર. બન્નેને તેમની લાયકાત મુજબ યોગ્ય ઠેકાણે મુંબઈમાં જ પરણાવી. આમ ગામમાં પિયરીયું અને ગામમાં સાસરૂ. ન કેવળ દીકરીઓ પણ તેમના સાસરીયા પણ સારો સંબંધ રાખતા અને અવારનવાર આવવા જવાનો સીલસીલો બની રહેતો. અને અમે તો ભૂલી જ ગયેલા કે અમને દીકરો નથી. પણ હવે તેવુ રહ્યું છે જ ક્યાં..અને દીકરાને સમોવડીયો હોય છે દીકરી તો !! એટલે કદી અફસોસ પણ ન્હોતો થયો. આમેય દિકરો વહુ નો થઈ જાય ને કામ માં ભૂલી જાય તો કોની રખાય આશા...?? હા, પણ એક વાત છે દિકરી ને તો સાસરે જ હોય રેહવાનું ને સાસરિયાં વાળા કહે તેમ હોય કરવાનું . તો પણ અમે તો મહિને એક વાર મોટી ને અને નાની ના પૂરા પરિવાર સાથે મળતા જ કેમ કે બંનેનું ગામ માં જ પિયરીયું ને ગામ માં જ સાસરિયું !! હવે સારો સંબંધ બેય પક્ષે રાખતા તેથી અવાર નવાર આવવા જવાનો ને હળવા મળવા નો વ્યવ્હાર હતો. બધા ભેગા મળી મજા કરતા. ક્યારેક મુવી જોતા, તો ક્યારેક પિકનિક કરતા અથવા તો ક્યારેક બોર્ડ-ગેમ્સ -પત્તા-સ્કેબલ-સીકવન્સ -કોડ નેમ રમતા. હા જીજ્ઞાસા ને ચિંતન આવ્યો પછી બકુલ ની નબળી તબિયત ના લીધે થોડું ઓછું જતા. બેલા જન્મી ત્યારે માંડમાંડ છઠ્ઠી આપવા આવી શક્યા બકુલ. 'અરે ! પપ્પા તમે આવ્યા...હું ત્યા બેલા ને લઈને આવવાની જ હતી.'બેલા હજુ વધુ બોલત પણ તેને રોકતા જ બકુલે કહ્યું, 'આરામ કરો સવા મહિના સુધી, પછી ક્યાં નથી નિકળાતું બેટા... આવો આવો 'બેલા' બેટા, આ તો અસલ તારી જ કાર્બન કોપી..લાગે છે હોં. ' બધા હસી પડ્યા ને બસ તે તેમની આખરી યાદી. બીજા દિવસે તો બધા ને મૂકી ને સ્વર્ગલોક પામ્યા ત્યારે હું કેમ માનું બસ સાથ પૂરો થઈ ગયો...!! આ બધા દરમ્યાન એમના કરેલા એહસાનો મને કોરી ખાતા હતા કે બકુલ જેવા આટલા સીધા ને સરળ સ્વભાવના ને મહેનતુ માણસ કોઈ ને નહીં મળ્યા હોય. બકુલ ની એક ખાસિયત હાર્ડવર્ક કરવામાં તેને મજા પડતી એમ નહીં પણ પૈસા કે મદદ ઉદાર દિલે વાપરતો. જ્યારે હું જ કહું આ ઘણુ કેહવાય તો કહે કમાઈ લઈશું જવાદે ને. કરવું તો સરખું કરવું બસ ક્યારેય કોઈ ની પાસે હાથ લાંબો ના કરવો પડે ભગવાન ને બસ એજ કહું છું. પણ ખરપાય તેને જ સાંભળવું પણ પડે. અને આમેય સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં તો ભગવાન ને પણ કોણ પૂજે છે. દિકરીઓ મારી કામ કાજે બોલે ચાલે આગળ પડતી તેથી સાસરિયાવાળા પણ ખુબ ખુશ રેહતા અને વારંવાર પ્રસંગોપાત હળતા મળતા રેહતા...એમ નહીં કે આપણું કામ પત્યું પછી આઘા..જાણે આંગળી થી વેઢાં અળગાં. આશા ના લગ્ન માં સગા ભાઈ-ભાભી ની જગ્યાએ ઉભા રહ્યા વેવાઈ ને વેવાણ હોં, એમાં ના નહીં. અને આથી જ મન મળી ગયા હોય ત્યાં બધું જ સરળતા થી થાય. અમે સાથે અથાણાં પાપડ પણ ખાવા કરતા સાથે કરવાની મજા ખાતર બનાવતાં. કામ કરતાં રહીએ ને ભળતા રહીએ ને આમ જીવન માણતાં રહીએ. દીકરીઓ ને પણ કામ ચિંધવું ના પડે ને આપ મેળે શીખતા જાય ત્યારે આનંદ ને સંતોષ અનુભવાય કારણકે હું મા છું. દિવાળી ના શુભ અવસરે હેન્ડલુમ હાઉસ માં થોડું શોપિંગ કરેલું , હા,અને કેલિકો મિલ નું બેસ્ટ વખણાતા સાડલા તો વેવાણ માટે લઈ આવી ને એમાં ભર્યા રબારી ભરત ના છટકલાં...ત્યારે વેવાણ તો ખુશ ખુશ થઈ ગયેલા કે તમને કામ નો થાક નથી લાગતો ? આટલી બધી બીઝી લાઈફ માં પણ એક્સ્ટ્રા કરીક્યુલર એકટીવીટી માટે પણ ટાઈમ કાઢો છો તે તો બહુ કેહવાય હો. પણ સાચુ કેહજો જે કામ હોંશથી કરો તેમાં થાક લાગે કદી ખરો ? એમાં તો મજા જ પડે. વેવાઈ ને ગાવા નો શોખ તો અમે બધા અંતાક્ષરી પણ રમતા, અરે ! હા યાદ આવ્યું ખો-ખો રમતા. ઉભી ખો પણ રમતા ને મ્યુઝિકલ ચેર માં તો હંમેશ હું જ જીતી જાતી. ઝુમ્મર ઉગ્યા ડાળે ડાળે ટહુક્યા પંખીડા માળે માળે ! ચળાઈને આવે સૂર્ય પર્ણે ને કૂમળાં સપનાઓ તાણી માણે ! આવું કંઈક ગણગણતી આશા આવી ને બેસી પાસે ને બોલી ' મમ્મી, હું બેબી હતી ત્યારે કેવી લાગતી ?' આજ અચાનક બેબી માટે આશા પૂછે છે તો વિચારું છે કે તેનું કારણ શું ? હું કંઇ કહુ તે પેહલા જ તે બોલી ઉઠી 'મમ્મી આઈ એમ પ્રેગનન્ટ' ' ઓહ તો એમ વાત છે' હું ખુશ હતી ડરતી પણ હતી કે આ છોકરી મા બની ને પગ વાળી ને સખણી બેસશે ખરી ને !! જોત જોતામાં ડીલીવરીના દિવસો આવી ગયા ને આશાએ સુંદર બે જોડીયાને જન્મ આપ્યો એક પવન ને બીજો કવન બંને મા નામ તેવા જ ગુણ હતા. ડાહ્યા હતા ગલગોટા જેવા તંદુરસ્ત હતા. બાબાગાડી માં બેસતા ને અમે તેમને મંદિરે અને ગાર્ડન માં આંટો મરાવવા લઈ જતા પાછા ફરતા અમે બધા આઈસ્ક્રીમ ખાતા કોઈક વાર સ્નો-કોન્સ ( બરફ ના ગોળા) પણ ખાતા. બંને ખાવા માટે ખૂબ તત્પરતા દેખાડતા હાથ પગ હલાવી ને હોઠ માં આવેલા પાણી ના પરપોટા ને કિલકિલિયારીઓ કરતા...અમે ના દઈએ એટલે આંખો માંથી ગંગા-જમના વેહતા. હું બોલતી 'આવું ના કરાય પાપ લાગે' ક્યારેક જો ચટાડો તો સાવર ટેસ્ટ ચાખી જાણે દાંત કચકચાવતા. અમારો બે બેડરૂમ વાળો ફ્લેટ ક્યારેક આનંદકિલ્લોલ થી ગુંજી ઉઠતો તો ક્યારેક સાવ સૂનો પણ બનતો. છેલ્લા થોડા દિવસો માં બકુલ ને જાણે કંઇ ચેન ન્હોતું પડતું. મેં થોડી ઘર ગથ્થુ દવા દીધી પણ તો પણ સારું ના લાગતા અમે ડોક્ટર પાસે ગયા હતા. "સાંભળો છો ને જે ડોક્ટર કહે તેમ કરશો ને બધું સારું થઈ જશે. હવે હું કહું ને તમે પૂરું સાંભળો તેમાં વાત નહીં ને..'" ચિંતન પણ તમારી જોડે કેટલો મળી ગયો છે ને બેલા તો તમારી જ રાહ જોઈને બેઠી હોય છે કે ક્યારે નાના આવે ને તેને પાર્ક માં લઈ જાય...!! " આમ કહી રહી હતી ને મને લાગ્યું આજે પણ બકુલ મારી વાતો સાંભળવાની તસ્દી નથી લેતા લાગતા. અશે, ચાલો હરિ હરિ !! હે ભગવાન મારી લાજ રાખજે. ---રેખા શુક્લ😃💓😃

શુક્રવાર, 1 જુલાઈ, 2016

Radio -Dil

Surendra Chaturvedi:
हौंसलों की उड़ान मांगे है,
वक़्त अब इम्तिहान मांगे है.
याद आई है मुझमें रहने को,
इक पुराना मकान मांगे है.
उसने अपनी ज़ुबान कटवा ली,
अब वो मेरी ज़ुबान मांगे है.
उसने ख़ामोशियाँ तो सुन लीं हैं,
आँसुओं के बयान मांगे है.
ये ज़मीं हिल रही है अन्दर से,
ये ज़मीं आसमान मांगे है.
अब तो देकर दुहाई इज़्ज़त की,
सर मेरा ख़ानदान मांगे है.
दर्द मैं भूलना भी चाहूँ तो,
ज़ख्म अपने निशान मांगे है.
અંકરાતિયા વાચક્ગણ નું માન જાળવવા વિદ્યા અર્થી અંક આવ્યો આવતી કાલ ના વાર્તાકારો માટે...આજ ના ટીનેજર્સ ને સમય મળે ભાષા શીખવા માટે ગુજ્જુ મિત્રોએ ઝૂંબેશ ઉઠાવી ને ઠેર ઠેર ગુજરાતી ન્યુઝપેપર્સ ને ગુજરાતી મેગેઝીન્સ ઉપલબ્ધ કર્યા. નવી નવી ટેકનોલોજી અંગ્રેજી-સ્પેનીશ-ને મેંન્ડેરીયન આવતી જાય આમાં માતૃભાષાનું વળગળ છૂટે નહી...તેથી ઉપલબ્ધ સુવિધા
માં વધારો થયો પુસ્તક પરબ કે જેથી વડીલોને પ્રવૄત્તિ મળતી રહે છે આ માં મારો પ્રયાસ મને ફૂલ દીધાનું યાદ !! મિત્રો તરફથી પ્રોત્સાહન મળતું રહે છે લખાણ માટે...ક્યારેક બે પાત્રો પેલા પપી લવ કરતા હોય તેવા નાટકીય સંવાદો માં લેખિકા લલચાવી લઈ જાય દૂર દૂર..ક્યારેક કવિતા ભાષણ જેવી તો ક્યારેક રડાવી જાય, દિલ ને અડકી જાય ને આત્મમંથન કરાવી પણ જાય.
કોઈ છબીલો કોઈ છબીલી, પેલો કામણગારો કાનુડો ને ઓ'લી રાધા રાણી, હું કે તું ના ના તમે અને અંતે આપણે આમ મળ્યા કરીએ...કલરફૂલ ફોટા ને ચિત્રો મુગ્ધ કરી મોહિત કરે અરે આમતો સંબંધ સજ્જડ બને !!! ખોડાઈ જાય નજરૂં, ઇંતેજારી વધી પડે ભાષાની મોહિનીનો જાદુ..વાંચન ને ને લખાણ વધતું રહે...બોલો બંધન વધ્યું કે ઘટ્યું--કે વળગણમાં થયો ઉમેરો ? બોલો ને
આમ એકલા એકલા બસ બધા વાંચે રાખશો ? રામ ને પણ આપવી પડશે શું કદીય અગ્નિપરીક્ષા ? રણમાં થશે કોઈ દિવસ મીઠ્ઠો રણકાર ??
શનિવારનો દિવસ એટલે રેડિયો દિલ પર “ છેલ છબીલો ગુજરાતી” કાર્યક્રમમાં દિલથી દિલ સુધીની સફર. બપોરે બાર વાગીને પાંચ મીનીટે વૈષ્ણવ જન તો તેને કહીએ એ ગાંધીજીના અતિપ્રિય ભજનથી કાર્યક્રમ નો પ્રારંભ અને તરતજ આજની ગતિવિધિઓ દર્શાવતા સમાચાર.
શનિવાર, તારીખ ઓગસ્ટ ૨૭, ૨૦૧૬ના રોજ રેડિયો દિલ પર કવયિત્રી રેખા શુક્લ શિકાગોથી ફોનલાઈન પર હતાં. મેં અને કૌશિક અમીને કવયિત્રી રેખા શુક્લ સાથે તેમનાં સર્જન વિષે, તેમની સર્જક તરીકેની કેફિયત સાંભળી. મેં આ રેડિયો મુલાકાત પહેલા શ્રી રેખા શુક્લ સાથે અલપઝલપ વાતો કરીને એમને સર્જક તરીકે ઓળખવાનો પ્રયાસ કરેલો અને એમ કરતાં મને ગુજરાતી-હિન્દી સાહિત્યના અભ્યાસુ અને સર્જક સિવાય અન્ય લલિત કલાઓમાં પણ ઘણી બધી કલાઓ જેમને હસ્તગત છે એવાં એક દમદાર વ્યક્તિત્વનો પરિચય મળ્યો.
સૌરાષ્ટ્રનું ખમીર જેના જીન્સમાં છે એવી એક દીકરી માતાપિતાની કર્મભૂમિ નાગપુરમાં જન્મે છે, અમદાવાદનાં મણિનગરમાં ઉછરે છે, ભણે છે, કેળવાય છે. પિતાના રક્તના સંસ્કારે અને ઈન્દીરાબહેન જેવાં સંનિષ્ઠ શિક્ષકના માર્ગદર્શને હાથમાં પેન્ટિંગ બ્રશ અને કલરની પેલેટ આવે છે...ભીખુભાઈ જેવા દીર્ઘદ્રષ્ટા શિક્ષક એને ગુજરાતી ભાષાનું સૌન્દર્યદર્શન કરાવે અને ધીમેધીમે એનો અભ્યાસ દ્રઢ કરાવે. રન્નાબહેન એને નૃત્યની તાલીમ આપે અને માવતરે ગળથૂથીમાં કંઠમાં જે મીઠાશ ઘોળી આપી હતી એને આ ષોડશી અગાશીમાં મંદમંદ પવનની લહેરખીઓનાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિકના સથવારે ખુલ્લી હવામાં લહેરાવતી...
આમ કરતા ક્યારે હાથમાં કલમ અને કાગળ આવ્યા અને મનમાં ઉઠતા ભાવસંવેદન એના પર ઉતરવા માંડ્યા એ ખબર ના રહી પણ એ ક્યારેક બનતી ઘટના સમયાંતરે નિયમિત પ્રક્રિયા બની ગઈ...નિયમિત કવિતા રચાતી ગઈ. બે હથેળીઓમાં બીજી બે હથેળી ઉમેરાઈ અને એ જકડાયેલા ચાર હાથો અમદાવાદથી અમેરિકાની વાટ પકડી.
કવયિત્રી રેખા શુક્લ સાથે અમે વાતો નો દૌર ચલાવ્યો. ઘણું અમે પૂછ્યું અને જે અમારાથી ના પુછાયું તે એમણે જણાવ્યું.... અને એમ અમે એમની કેફિયત દિલથી દિલ સુધીની આ સફરમાં રેડિયો દિલના માધ્યમથી શ્રોતાઓ સુધી પહોંચાડી. ”ગગને પુનમનો ચાંદ” એ એમની કવિતાઓનું પુસ્તક છે.
મેં એમને પૂછ્યું તમે કવિતા લખવા સિવાય શું કરો...? એમણે કહ્યું કે કવિતા લખવી એ મારું પેશન છે અને હું ગુજરાતી અને હિન્દીમાં લખતી રહી..ડ્રોઈંગ કરવાનો પણ એટલોજ શોખ..તે પણ પુરો કરુ છું વાઈન બોટલ, ફ્લાવર વેઝિઝ , મોટી ડેકોરેટીવ પ્લેટસ વગેરે ફ્રી હેન્ડપેઇન્ટ કરું છું.
"ગગને પુનમનો ચાંદ" પુસ્તકરુપે જન્મી મારી કવિતાઓ..જેને બિરદાવી"ગુજરાત દર્પણે"
"કેસુડા. કોમ"- શ્રી કિશોરભાઈ રાવલે ખુબ સહકાર આપ્યો, શિકાગો બ્રહ્મસમાજના ન્યુઝલેટરમાં પણ મારી પૂર્તિ પ્રગટતી રહી.."ટહુકા", "ઝાઝી.કોમ"માં પણ લેખન પ્રવૃત્તિ ચાલતી જ રહે છે મારું પુસ્તક "ગગને પુનમનો ચાન્દ" પ્રગટ થયા પછી એજ નામે "ગગને પુનમનો ચાન્દ" મારા બ્લોગ નો પણ જન્મ થયો છે.
શ્રી રેખા શુક્લ આપ એકસાથે ઘણું બધું કામ કરી રહ્યા છો અને શ્રેષ્ઠ રીતે કરી રહ્યા છો.
આપને ખુબ સારું સ્વાસ્થ્ય મળે અને આપની સૃજનશીલતા બરકરાર રહે એજ શુભકામના !----Vijay Thakkar (Radio-Dil New Jersey )




શીલાબેન ફરી ભૂતકાળમાં ગરક થઇ ગયા. ફિલ્મ જાણે જામ થઈ ગઈ ... સ્ક્રીન પર પડ્યો કાળો ધોળો વરસાદ. કહેવત છે કે when it rains

it pours! ઝરમરીયા ને બદલે ધોધમાર દુઃખોનો પડ્યો વરસાદ. આમ જુવો તો કંઇ જ નહીં ને આમ કહો તો ખૂબ બધુ. કહેનારા તો કહે છે

દુનિયા માયા છે ને કઠપૂતલી જેવા આપણે ભગવાન નચાવે તેમ નાચીએ છીએ અને બીજી બાજુ કહેવાય છે કે તારી મુઠ્ઠીમાં છે તારું

ભવિષ્ય. આશાવાદી ને નિરાશાવાદી મંતવ્યોમાં સત્ય શોધતા 'હું રસ્તે રઝળતી વાર્તા' બની ગઈ. આખા જીવનની ચીસો રહેસાઈ ગઈ અને

પોકાર બની રડી કકળી ઉઠી આ વૄધ્ધાશ્રમના બંધ બારણે! આવી મુશ્કેલીઓનું તો ચિત્રપટ પર જ ચિત્રલેખન થાય છે ને? પણ ૩ કલાક પત્યા

એટલે પાછા ભૂલી જાઓ જ્યારે જીવનની આવી યાત્રા સહેજમાં ક્યાંથી ભૂલાય?

નીલુ યાદ આવી અને યાદ આવી તેની ભયંકર માંદગી જેમાં તે હોળીનું નાળીયેર વધેરાય તેમ વધેરાઈ ગઈ અને ભૂલાઈ ગઈ. પણ શીલાબેન

કેમ ભૂલે? સાથે સાથે યાદ આવી બકુલની

૨૧મું બેસે તે પહેલા બકુલ મળી ગયા ને દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા. નોકરીને કારણે મુંબઈ આવી વસ્યા એટલે મમ્મી-પપ્પાનું ઘર

છૂટ્યું પણ તેમના કાગળો જ્યારે જ્યારે આવતા ત્યારે ખૂબ દુઃખ વ્યક્ત કરતા અક્ષરોથી કંડારાયેલ કાગળ હું માંડ માંડ વાંચી શકતી. કેમ કે મારા

લગ્નના ત્રીજા જ વર્ષે તો ઘર જાણે ખાલી જ થઈ ગયું હતું. નીલા હજુ ભણી રહી હતી ત્યારે પપ્પાની તબિયત કથળેલી. પહેલા હાર્ટ એટેકની

વાત તો છૂપી રાખી પણ પછી જ્યારે ખબર પડી ત્યારે ખૂબ દુઃખ થયું કે શું હું સાચે જ પારકી થઈ ગઈ! અરે, सेंटी हूँ बहोत!

સમાચાર મળતા જ બકુલ પણ તાબડતોબ ઓફિસેથી આવી ગયા અને તરત જ રવાના થયા. કમનસીબે અમે મોડા પડ્યા. તેઓ પહોંછે તે

પહેલા બીજો એટેક જીવલેણ નીકળ્યો. બેભાન જેવા બની ગયેલા મમ્મી અને નીલુની અસ્તવ્યસ્ત દશા જોઈ બકુલે અમને બધાને ખૂબ

સાવચેતીપૂર્વક જાળવી લીધા. આ કપરા સમયમાં બકુલનો ખૂબ સાથ ને સહકાર મળ્યો. પૈસે ટકે ને માનસિક રીતે અમને બકુલે ખૂબ સહારો

આપ્યો. જે સમજે છે તે જ કંઈક કરે છે. પણ જે 'વધુ' સમજે છે અને તે સંબંધ નામનો રાખીને પોતાની 'વાહ વાહ' માટે કરે છે. અહીં આહ

ની વાહ વાહ થાય છે જાણો છો ને તમે તો. અરે ઘણી વાર તો દેડકાનો જીવ જાય ને કાગડાને આવે મજા એવું પણ થાય. આ સમયે નાની નીલુ

તેના જીજાજી બકુલની ઘણી નજીક આવી ગઈ હતી. કહેવાયું તો છે જ સાળી તો આધી ઘરવાળી. દોડી આવી ધસમસતી ને વળગી પડી ત્યારે

અમે સાંત્વન આપ્યું, ઘણું સમજાવી. રોકાવાય તેનાથી પણ વધુ રહી ને ઘરે પાછા આવ્યા ને બીજા જ મહિને મમ્મી અચાનક ન્યુમોનિયા થઈ

જતા માત્ર ૩ જ દિવસમાં દેવલોક પામ્યા. હે ભગવાન, કેટલી લઈશ તું પરીક્ષા ને કેટલું આપીશ દુઃખ?

સાંત્વન, શોકસભા અને દિલગીરી, બધુ એક બેસણાંમાં પતાવ્યું. એક સાથે બેયના ફોટા પર હાર જોઈ કોની આંખો ના ભીંજાય? चार आंसू

कोई रो दिए, फेर के मुह फिर चल दिए! પણ જે થવાનું છે તે થતું આવ્યું છે. નાના હોઈએ ત્યારે એક વાર ચાલતા શીખો તો મોત આવે

ત્યાં સુધી ચાલો - દોડો - કે ભાગો પણ now you are on your own. તમારા બળે તમારી શક્તિ પ્રમાણે બાંધો સપનાની ઇમારતો ને

કામયાબી સર કરો.

રાજેશ તો હોસ્ટેલમાં ભણતો એટલે એ તો બારમા-તેરમાની વિધિ પતી એટલે પાછો ગયો અને અમે ત્રણેય મુંબઈ પાછા ફર્યા.

લગ્ન પછી પહેલી પધરામણી થઇ જીજ્ઞાસાની. બકુલ મારી ખૂબ કાળજી રાખતા. સગર્ભાવસ્થાના દિવસોમાં હંમેશા ખુશ રહેવાનું એમ કહેતા.

બકુલ બધા જ મોજ શોખ પૂરા પાડતા. હવે નીલુએ પણ જોબ ચાલુ કરી દીધી હતી. પાર્ટ-ટાઈમ કરતી. જેથી તેને થોડા કલાક બહારનો સંપર્ક

રહે અને ઘરે પણ મદદરૂપ થઈ શકાય. સવારે મંદિરે પૂજા કરતી અને સાંજ પડે બગીચામાં લાંબી લટાર રોજ મારતી.

મને બે દીકરીઓ – જીજ્ઞાસા અને આશા. બંને દીકરીઓને ઉછેરવામાં બકુલનો ઘણો સાથ અને સહકાર કારણ શીલાબેનને તેમના મા-બાપ

પાસેથી સંસ્કાર મળ્યા હતા તે મુજબ તેઓ પણ દીકરા-દીકરીમાં કોઈ ફરક જોતાં ન હતા. બે સંતાનોનો યોગ્ય ઉછેર પણ કરી શક્યા, યોગ્ય

ભણતર પણ આપ્યું જેને કારણે એક બની વકીલ અને એક બની પ્રોફેસર. બંનેને તેમની લાયકાત મુજબ યોગ્ય ઠેકાણે મુંબઈમાં જ પરણાવી.

મોટીનું ડોક્ટર જીગર સાથે અને નાનીનું એક એન્જીનીયર આતશ સાથે ગોઠવાઈ ગયું. જીગુનું તો સામેથી માંગુ આવ્યું ત્યારે આનંદની અવધિ ન

બંને જમાઈઓ મુંબઈમાં જ રહે એટલે ગામમાં પિયરીયું અને ગામમાં સાસરૂ એવો તાલ બેસી ગયો. બંને સ્વભાવના એટલા મળતાવડા કે

જાણે જમાઈ નહી પણ દીકરા જ. ક્યારેય જમાઈની જેમ માનપાન ન માંગે. અરે, પોતાનું ઘર હોય તેમ જ વર્તે. તકલીફ હોય ત્યારે તરત દોડી

આવે અને જરૂરી મદદ અને દોડાદોડી કરતા અચકાય નહી.

ન કેવળ દીકરી જમાઈઓ પણ તેમના સાસરીયા પણ સારો સંબંધ રાખતા અને અવારનવાર આવવા જવાનો સીલસીલો બની રહેતો. અમે તો

ભૂલી જ ગયેલા કે અમને દીકરો નથી. હવે તેવુ રહ્યું છે જ ક્યાં કારણ દીકરી હોય છે દીકરાની સમોવડિયણ. એટલે કદી અફસોસ પણ નહોતો

થયો. આમેય દીકરો વહુનો થઈ જાય ને માને ભૂલી જાય તો કોની રખાય આશા? હા, પણ એક વાત છે દીકરીને તો સાસરે જ રહેવાનું ને

સાસરિયાવાળા કહે તેમ કરવાનું. તો પણ અમે તો મહિને એક વાર મોટીના અને નાનીના પૂરા પરિવાર સાથે મળતા જ, કેમ કે બંનેનું ગામમાં

જ પિયરીયું ને ગામમાં જ સાસરિયું. અમે બેય પક્ષે સારો સંબંધ રાખતા તેથી નિયમિત આવવા જવાનો ને હળવા મળવાનો વ્યવ્હાર હતો.

બધા ભેગા મળી મજા કરતા. ક્યારેક મુવી જોતા તો ક્યારેક પિકનિક પર જતા. તો ક્યારેક જાત જાતની રમતો રમતા ઘરમાં કે ઘરની બહાર.

આ બધું યાદ આવતા સહજીવન દરમિયાન બકુલે આપેલા સાથ અને સહકારની યાદો શીલાબેનને કોરી ખાવા લાગી. બકુલ જેવા સીધા ને

સરળ સ્વભાવના અને મહેનતુ માણસ કોઈને નહીં મળ્યા હોય. બકુલની એક ખાસિયત કામમાં ખૂંપી જવાની. તો પૈસાની કે અન્ય મદદ ઉદાર

દિલે કરતા. જ્યારે કહીએ કે આ ઘણુ કહેવાય તો કહે કમાઈ લઈશું જવા દે ને. કરવું તો સરખું કરવું. બસ, ક્યારેય કોઈની પાસે હાથ લાંબો ના

કરવો પડે, ભગવાનને એ જ કહું છું.

યાદોની ગાડી કાઈ અટકે? એ તો આગળ ચાલી અને દીકરીઓની યાદ પર અટકી. બંને કામકાજે અને બોલવે ચાલવે આગળ પડતી તેથી

બંનેના સાસરિયાવાળા પણ ખુબ ખુશ રહેતા. વારંવાર પ્રસંગોપાત હળતા મળતા તો રહેતા જ પણ એમ નહીં કે આપણું કામ પત્યું પછી

આઘા, જાણે આંગળીથી વેઢાં અળગા. નાની આશાના લગ્નમાં જીગુના સાસુ-સસરા સગા ભાઈ-ભાભીની જેમ ઉભા રહ્યા. ભલે વેવાઈ ને

વેવાણ એમાં ના નહીં પણ ન માનની ઈચ્છા, ન ખોટો દેખાડો. આથી જ મન મળી ગયા હોય ત્યાં બધું જ સરળતાથી થાય. અમે બધી

વેવાણો સાથે અથાણાં પાપડ પણ કરતા. ખાવાની મજા ખાતરની નહી પણ સાથે કરવાની મજા ખાતર બનાવતાં. કામ કરતાં રહીએ ને ભળતા

રહીએ. આમ જીવન માણતાં રહીએ.

વળી યાદ આવ્યા બંને દીકરીઓના સંતાનો. મોટીને ચિંતન અને બેલા અને નાનીને જોડિયા, પવન અને કવન. આજે તો ચિંતન ૧૧ વર્ષનો,

બેલા ૭ વર્ષની અને પવન-કવન ૫ વર્ષના.

તેની સાથે સ્મૃતિપટ પર યાદ આવ્યો તે દિવસ જ્યારે ‘ઝુમ્મર ઉગ્યા ડાળે ડાળે, ટહુક્યા પંખીડા માળે માળે! ચળાઈને આવે સૂર્ય પર્ણે ને કૂમળાં

સપનાઓ તાણી માણે!’ આવું કંઈક ગણગણતી આશા આવીને બેસી. પછી બોલી ' મમ્મી, હું બેબી હતી ત્યારે કેવી લાગતી હતી?'

આજ અચાનક આશા આવું કેમ પૂછે છે? હું કંઇ પૂછું તે પહેલા જ તે બોલી ઉઠી 'મમ્મી આઈ એમ પ્રેગનન્ટ.'

ઓહ તો એમ વાત છે. હું ખુશ તો થઇ પણ ડરતી પણ હતી કે આ છોકરી મા બનીને પગ વાળીને સખણી બેસશે ખરીને! જોતજોતામાં

ડીલીવરીના દિવસો આવી ગયા ને આશાએ સુંદર જોડીયાને જન્મ આપ્યો એક પવન ને બીજો કવન બંનેમા નામ તેવા જ ગુણ હતા. ડાહ્યા

હતા. ગલગોટા જેવા તંદુરસ્ત હતા. બાબાગાડીમાં બેસાડીને અમે તેમને મંદિરે અને બગીચામાં આંટો મરાવવા લઈ જતા. જ્યારે અમે

આઈસ્ક્રીમ ખાતા કે કોઈક વાર સ્નો-કોન્સ (બરફના ગોળા) ત્યારે બંને ખાવા માટે ખૂબ તત્પરતા દેખાડતા. હાથ પગ હલાવીને હોઠમાં

આવેલા પાણીના પરપોટા કરીને કિલકારિયો કરતા. જો ના દઈએ તો આંખોમાંથી ગંગા-જમના વહેતા. હું બોલતી 'આવું ના કરાય પાપ લાગે.'

તો દાંત પણ કચકચાવતા.

આ બધાના આવવાથી બે બેડરૂમવાળો ફ્લેટ આનંદકિલ્લોલથી ગુંજી ઉઠતો. પણ ત્યારબાદ બે જીવ એકલા પડતા અને થોડો સમય ખિન્નતા

છવાઈ જતી.

જોડીયા બાળકોને ઉછેરવામાં આશા સારી એવી વ્યસ્ત થઈ ગઈ હતી. જો કે તેના સાસરીયા નો પુરતો સહયોગ

હતો પણ જ્યારે એ ભુલેશ્વર આવે ત્યારે એ બેઉનાં બચપણ ને માણવાની મઝા અનેરી હતી..બંને આતશકુમાર પર

પડેલા પણ જ્યારે તેઓ આશા જેવી બક બક કરતા ત્યારે બકુલ ખુબજ ખુશ થતા. આ ભુલકાઓ જ્યારે આશા

જેવા દેખાતા ત્યારે મને દાદીમાનું હેત ઉભરાતુ. જો કે આ હેત ચિંતન અને બેલા ઉપર પણ ઉભરાતુ.. આમતો હેત

બધા સરખાજ હોય પણ આતશ્કુમારને એમ લાગતું કે હું હેત બતાડવામાં વેરો આંતરો કરુ છુ.ખૈર તેમનું કથન

આમ તો એક રીતે સાચું પણ હતું કારણ કે જીજ્ઞાસાનાં બંને સંતાનોમાં પહેલી નજરે જીજ્ઞાસા દેખાતી વળી ચિંતન

તો ૨૫ વર્ષે આવેલું સંતાન એટલે હેત વધારે પામે.. અને બેલા તો નાની જીજ્ઞાસા જ જોઇ લોને...જ્યારે પવન

અને કવન ઘઉંવર્ણા..

જો કે બકુલ તો આતશકુમારની વાત ઉપર કાયમ જ બગડે.“ માનું હેત હંમેશા બધા બાળકો માટે સરખુંજ

હોય..પેલી પાંચેય આંગળીઓ જેવું .. આંગળીઓ ભલેને નાની કે મોટી હોય.. કાપો તો લાલચટ્ટાક લોહી જ નીકળે.

બસ હેતનું પણ એવું જ છે

આતશકુમાર આજ વાતને ફેરવી તોળતા “ હું પણ એજ વાત કરુ છુ..મોટીને સંતાનો વહેલા આવ્યા એટલે વધુ

વહાલ મળે છે..ગોરા છે એટલે વધુ વહાલ મળે છે જ્યારે પવન અને કવન મારા જેવા ઘઉંવર્ણા છે ને તેથી...ઓછુ

હેત પામે છે” આશાને તેથી ક્યારેક બહું લાગતું પણ બકુલને માટે તો ચારેય બાળકો સરખા જો કે શીલાનાં વર્તનમાં

આ વેરો આંતરો કુદરતી રીતેજ રહેતો. એ સભાનતાથી મથતી પણ ચરેય બાળકો સાથે હોય ત્યારે ક્યારેક ભુલ થઇ

જતી પણ સમય જતા ક્યાં વાર લાગે છે?


શનિવાર, 11 જૂન, 2016

મિસમેચ્ડ સોક્સ ઓફ રોઝ


સૂર્ય ના અર્ધખિલ્યા કિરણો જોયા ના જોયા ને ન્યુયોર્ક સબ-વે પકડી રોઝ ચાલી નીકળી જોબ માટે, આ રોજ નું. જો ટ્રેઈન મિસ થઈ તો મોડું થયું જ સમજો. વહેલા પહોંચો તો વાંધો નહીં પણ મોડા પડ્યા તો નોંધ જરૂર લેવાય. દેશભક્ત બોસ મોટું ભાષણ ઉર્ફે ઠપકો દઈ દે કે તમારા જેવા આળસુ યુવાનો શું દેશને આગળ વધાવશે ! યુ નો યુ શુડ વેક- અપ અર્લી.  યુ શુડ નોટ મિસ ધ ટ્રેઈન, યુ શુડ બી ઓન ટાઈમ. રોઝ ને બદલે કોઈ બીજા હોય ને પ્રેમમાં પડ્યા હોય તો એના માટે પણ સાંભળવાનું રહે કે ઇન્સ્ટેડ ઓફ પ્લેઈંગ અરાઊન્ડ યોર્  ર્ટોટલ ફોકસ શુડ બી ઓ જોબ ઓન્લી. આખા વર્ષમાં માત્ર એક રોઝ ને જ ઠપકો ન મળે કેમકે શી વોઝ પ્ંક્ચ્યુઅલ ઓલ ધ ટાઈમ, નોટ ઓનલી ધેટ બટ હાર્ડ વર્કર, ગો-ગેટર એન્ડ પ્રોપર ડ્રેસર પણ હતી. બીઝનેસ વર્કર હાઈપોઝીશન હોલ્ડર લાગે...અપટેડેટ મેક- અપ હેર્સ્ટાઈલ એન્ડ ઇવન મેચિંગ એક્સેસરીઝ !!
આજે રોઝ વર્ક પર ફ્યુમિનિટ્સ માટે સ્ટોપ બાય થઈ ને પાછી ફરવાની હતી ને ટ્રેઈન સ્ટેશન પર ઠંડીમાં ઠૂંઠવાતી એક સ્ત્રી જોઈ...લધર વધર બાવરી રાધા લાગી. બધા પોતાના ચેઈંન્જ ડ્રોપ કરતાં પસાર થઈ જતા. એણે પાથરેલ ચાદર પર પૈસા તો પડે પણ એક રોઝ ની જ નજર પડી એના ઠૂંઠવાતા ઠરી ગયેલા ટેરવા ફાટેલી ચાદર માં ખૂંપતિ તે ગિટાર સ્ટ્રિંગ પર કોઈ અંગ્રેજી ધૂન વગાડતી હતી, તે ફરી...!!
જરાંક આગળ જઈ ને પાછી ફરી , બ્ંનેની નજર મળતાં જ રોઝ બોલી વ્હોટ્સ યોર શુ સાઈઝ ? "હ્ંમ્ " એક મિનિટ પ્રશ્ન ને સમજી ને તે
બોલી સેવન . ત્યાં ને ત્યાં જ ઉભા ઉભા રોઝે પોતાના સુઝ ઉતારી આપ્યા. માર્ક આ બધુ રેકોર્ડ કરી રહ્યો હતો ને કોઈને જાણ પણ ન્હોતી.
તેણે જોયું કે રોઝે તો સાચે સાચ પોતાના સુઝ ઉતારી આપ્યા છે ને બોલી સ્ટે વોર્મ ને તેણે તો ચાલતી પકડી. પોતાની ટ્રેઈન કેચ કરવા. 
"થેંક્યું !" બોલી ન બોલી રોઝે સાંભળ્યું જ ક્યાં હતું ..લાંબી ફલાંગો ભરતા સ્પીડ વોકીંગ કરતા માર્ક કોટ હર ને સેઈમ ટ્રેઇન પકડી લીધી
ધીમે રહી ને રોઝ ની સામે બેસી ગયો...રેકોર્ડીંગ હજુ ચાલુ હતું રોઝ ના મિસએચ્ડ સોક્સ નું ..બ્ંને ની નજર મળી ને રોઝે સીટ નીચે પગ  અંદર લેતા બોથ ઓફ ધેમ સ્ટાર્ટેડ લાફિંગ ..રોઝ રેકોર્ડીંગ થી અજાણ હતી. માર્ક ને ઓળખતી પણ ન્હોતી કે ન્હોતી ઓળખતી પેલી 
ઠૂંઠવાતી સ્ત્રી ને ..નિખાલસતા થી હસતા જોઈને માર્કે હાથ આગળ લંબાવતા કહ્યું "નાઈસ ટુ મિટ યુ , આઈ એમ માર્ક " એન્ડ આઈ એમ્
મિસમેચ્ડ રોઝ " ને પાછા બ્ંને હસી પડ્યા. બીજા નાના સ્મિત સાથે બારી ની બહાર તાંકતી રોઝ ને જોઈ ને પછી પોતાના સ્ટેશને માર્ક  ઉતરી પણ ગયો હોત અચાનક એણે જીમબેગમાં હાથ નાંખી ને બોલ્યો " આઈ હેવ અધર પેર ઓફ ક્લીન સોક્સ ઇફ યુ વોન્ટ્ " "સ્યોર્ "
હસતા હસતા તેણે આપ્યા ને જોયું વિના સ્ંકોચે રોઝે પેહરી પણ લીધા. બોલ્યો "યુ મસ્ટ બી ઇન હરી હ્ંમ ?" "યસ યસ સમથીંગ નોટ ઇમ્પોરટન્ટ, આઈ રીયલી ડોન્ટ પે એટેન્શન ટુ ધેટ " તક ઝડપતાં તત્પરતાથી જ માર્કે કહ્યું "આઈ સો યુ ગેવ અવે યોર શુઝ !!..હાઉ જનરસ ઓફ યુ " "નો બીગ ડીલ ..બટ નાઊ શી વીલ વી વોર્મ્..! '  આફટર પિકિંગ ઓફ ફાઈલ્સ શી કેઈમ બેક માર્ક વોઝ સ્ટીલ ઓન 
પ્લેટફોર્મ વેઇટીંગ ફોર હર.".સી નો ટ્રબલ એટઓલ !!" પોતાના ચેનલ પર માર્કે એઝ એન એન્કરમેન વિડિયો પોસ્ટ કર્યો  " અન સ્ંગ હીરો ઓફ મિસમેચ્ડ સોક્સ " ન્યુ યોર્ક સબમાં સાચો બનેલો આ કિસ્સો છે ને વિડિયો વેન્ટ વાઈરલ ત્યારે ઘણા ને પરોપકાર નું ઉદાહર ને શીખ મળી. હ્યુમાનિટી પરવારી નથી ગઈ ને ક્યારેક્ ....
 
નાના અમથા જેશચરથી પણ કોઇનું ભલું થઈ જાય છે જો આપડી નજર પડે તો. પણ હ્ંબંલનેસ બહુ ઓછામાં જોવા મળે. ઘણી આનાકાની કર્યા પછી રોઝ ટી.વી પર આવી ને માર્કે ઇન્ટરવ્યું માં તેના શુઝ ઉતરાવ્યા ત્યારે પણ તેણીના મિસમેચ્ડ સોક્સ જોઈ બધા ખડખડાટ હસી પડેલા.
---રેખા શુક્લ 

રવિવાર, 5 જૂન, 2016

માઈલ્સ ને આન્યા –july varta

રોપાયું પ્રેમબિજ ત્યાં ફૂંટે અંકુર કુમળું
ગર્ભાશયે સૂઈ પગલી પાડશે કુમળું ...
ગાઈશ હાલરડાં ના.. મા.. ના ...
અલેલે અલેલે...બસ બસ દીકુ !!
પૂર્વી સમીર વર્મા ખુશ ખુશ થઈ જ્યાં ઉછળવા જતી હતી ને મમ્મીએ રોકી .."એય ધીમે બેટા ધીમે..હવે તો તું મમ્મા બનવાની આમ ઉછળકૂદ ના કરાય હો !! સંભાળી ને ડગ માંડો તમારા પગ ભારે છે". શ્રીમ્ંત ભરાતા પૂર્વી પણ જાણે જાજરમાન સ્ત્રી બની ગઈ ! હા સમીર હજુય દોડતો આવી વળગી પડે ને ધસી આવેલી લાગણી થી ભીંજવી નાંખે ..
" અરે સમીરકુમાર હું તો પડી જઈશ, તમે આમ મને ઉંચકો તે બરાબર નહીં હો". "અરે , પણ મમ્મી હું હજુ પપ્પા નથી બની ગયો " મોમ... પણ મમ્મા તું જોને કેવી લાત મારે છે. મારો અવાજ સાંભળી ને ખુશ થાય તે બરાબર પણ સમીર ના અવાજ ને પણ બરાબર ઓળખે છે. "રાની" પણ" શ્રી" ને ધક્કો મારી હાથ હલાવે છે. ને પૂર્વી બોલી "બ્ંને દાદીમા ના અવાજ ને ઓળખે છે". "જોડીયા આવશે ટૂંક સમયમાં લગભગ ચારેક વીક્સ માંજ અરે સમીર ને પૂર્વી તમે નામ તો શોધી રાખ્યા જ છે ને ?" દાદીમા થવાના કોડ પૂરા થશે મારા કહી ઉષાગૌરી ધોડીયા ના આંગળીયા માં ખોયા પરોવતા બોલ્યા "બેટા શુ નામ પાડવાના છો તમે ??" " મમ્મી સમીર ને રાની ને શ્રી ગમે છે ને મને રાઘવ ને ક્રિશા " .."નામ કરણ તો ફોઈ કરશે તેમને ગમે તેવું આમાં તમે બંને પણ સ્ંમ્ંત થાઓ તોય બસ "છેલ્લે તો માઈલ્સ ને આન્યા જ નામ પડાયા ને મનહરભાઈ ને સ્ંતોષ થયો કે પોતાને જે નામ રાખવા હતા તે પોતાના દીકરા એ તો પાડવા દીધા.
હિંચકે બેઠેલી પૂર્વી ને નીરખતા ઉષાગૌરી હસી પડ્યા. પૂર્વી ગાઈ રહી હતી ચાંદો સૂરજ રમતા'તા , રમતા રમતા કોડી મળી. જૂનુ પણ સુંદર બાળગીત કદાચ તમને પણ યાદ હશે જ. પ્રેગન્સી
માં હોરમોન્સ આર ફ્લાઈંગ ઓલ ઓવર ત્યારે ક્યારેક વિના કારણે રડી પડો કે હસી પડો..કે આવી જાય ખૂબ વ્હાલ ! માતૄત્વ નો અનુભવ દિવ્યતા નો અનુભવ. ઓલ ધ લેબર પેઇન્સ વર્થ
ઇટ વ્હેન બેબી અરાઇવ્ઝ. ન રડે તો રડાવામાં આવે જાતે શ્વાસ લેતા શીખે. હા, હું પૂર્વી તમને ખૂબ પ્રેમ આપીશ. કેન નોટ વેઇટ ટુ હોલ્ડ યુ ઇન માય આર્મ્સ , આઈ લવ યુ સો મચ...મોર ધેન
એનીથીંગ, એનીબડી ઇન ધ વર્લ્ડ. એન્ડ યુ પ્રોમીસ ટુ બી ગુડ. અચાનક બોલી બેબીઝ વીલ કોલ મી 
મોમ...ઓહ મોમ આઈ એમ સો હેપ્પી..!! આજે દુનિયામાં "ઝીકા વાયરસ" પ્રેગનેન્ટવુમન ને અમુક જાતના મરછર કરડવાથી થાય છે ને અનેક જાતની એલર્જિ પણ ત્યારે સ્ત્રીએ વધુ કાળજી લેવાની હોય છે ને તેથી પીડિયાટ્રીશીયન્સ એક્સ્ટ્રા પ્રીકોશનરી ટેસ્ટ પણ લેવડાવે છે જ. આમ ગર્ભમાં આવેલ
 જીવ તમને માયામાં બાંધતું જ આવ્યું ને કોયડો ખરે ને માતૃત્વ ઉભરાય-બંધન મજબૂત બને. દેવકી-જશોદાની જેમ કોનુ બલિદાન વધારે કે કોણ મહાન કેહવું મુશ્કેલ. પૂર્વી ને લવ કુશ ની પણ 
વાર્તા જોઈ માતા સીતા ના દુઃખની પરમસીમા ની અનુભૂતિ થતી ને ડબડબ દડી પડતા આંસુ લૂંછતા 
બોલતી કે નો વન શુડ ગો થ્રુ લાઈક ધીસ. હા , પૂર્વી પણ વિધીના લખીયા લેખ લલાટે 
ઠોકર ખાય ખાય ને ખાય જ. ઉષાગૌરી રોજ સાંજે "સંધ્યામાની ઝૂલણી" ભજન ગાતા. એમાં જશોદાજીને રડતા કનૈયાને જોઈને આવ્યા ઉછરંગ ને ખોળામાં બેસાડી વ્હાલ થી પંપાળી ને સમજાવે છે. 
"ને મોમ તમે પેલુ ભજન તો ફરી સંભળાવો ને આજે પ્લીઝ !!" ને ઉષાગૌરીએ તરત ગાયું પણ ખરું. 
સાંજ પડે ગૌ ચારી આવ્યા મુખ ગયા કરમાઈ 
અંગ તો ઉઘાડા દિસે ઝુલણી કયાં વિસારી?
જળ જમુનામાં ઝીલવા ગ્યા'તા ઝુલણી ઉતારી
ગોપ તો પાણીંડા ચાલી ગોકુળ ની વ્રજનારી
રુવે રુવે ને વ્હાલો રૂદન કરે વ્હાલો માખણીયાં ન ખાયે
ઝુલણી કારણ કાનજી ચૌદભુવનમાં ખોયા
સોના કેરી સુંઇ મંગાવો સાવ સોના ના ધાગા
રામલા દરજી સીવી લાવો મારા ક્રુષ્ણકુંવર ના વાઘા
માતા જશોદા ને ઉછરંગ આવ્યા ખોળામાં બેસાડ્યા
નરસૈયાં ના સ્વામીને હેત કરી ઝુલાવ્યા
તન ના ત્રિકમજી...મનના મોહનજી
રાય રણછોડજી..સુંદર શ્યામજી ઝુલણી વિસારી આવ્યા
સંધ્યામાની ઝુલણીને જે પ્રેમ ધરીને ગાશે
પાપ સઘળા પ્રલયે થાશે સહેજે વૈકુંઠ જાશે
મારા પણ ---બા નું વ્હાલુ ભજન હતું કાયમ સંભળાવતા.

"ને મને સૂવડાવતા રોજ જે ગીત ગાતા હતા તેની બસ બે જ લાઈન પ્લીઝ પ્લીઝ પ્લીઝ!" ને તે પણ સાથે ગાવા લાગી.

અય મેરી આંખો કે પેહલે સપને, રંગીન સપને માસુમ સપને
પલકો કા પલના ઝૂલાઉ તુઝે, ગા ગા કે લોરી સુલાઉ તુઝે..ઓ .ઓ. ઓ
કેટકેટલા સપના સેવે મા-બાપ ને વિધાતા મોક્લે જીવ સાકાર કરવા. આશા ને ઉમંગ તો રોજ ઉઠે ...
ફર્સ્ટ વર્ડ, પેહલો દાંત, પેહલુ પગલું, બાબરી માં ઉતરેલ પેહલી વાળ ની લટ, બેબી શુઝ,
સ્કૂલ નો પેહલો દિવસ...ડાયપર વગરનું ભાગવાનું, ભાખોડિયા ભરતા મમ મમ મમ મમ બોલવાનું ,
પેહલો શબ્દ મા-મા, દા-દા , બેબી ક્લોથ્સ ને ઘુઘરીવાળી ઝાંઝરી, અરે કેડે કંદોરો ને માથે 
વાંકડિયાળા વાળ..!! સપનુ દોડાવે..સપનુ હસાવે, સપનુ રડાવે !બંડલ ઓફ જોય લાઇફ ટાઇમ ઓફ વર્ક. હા જીવ ને જન્મવાનો અનૂભવ ને મા ને પૂનઃજન્મ નો મહાન અનૂભવ !! એક જીવમાંથી નવાંગતુક નો જ્ન્મ થવો ધેટ ઇઝ ધ મીરેકલ ઇટસેલ્ફ ..પછી દીકરી હોય કે 
દીકરો.હા તેને કયા કયા ક્લાસીસ ભરાવીશ. રોજ ભણાવીશ, સારી આદતો ને વર્તન માટે મારે 
જ તો સૌથી પેહલા ઉદાહરણ બનવાનું..જવાબદારી સાથે ખુશી આવે આંગણે. ઝલક પછી ઝલક 
ફ્લેશબેક ની જેમ પડે સ્મૄતિપટે ને ક્યારે આવે સફેદી માથે તમે વિચારો તે પેહલા બધુ ફિનિશ. હા,
હું પણ એક નારી, એક મા, એક સ્ત્રી છું .ગૂંથુ છું રોજ સપના, વણું છું રોજ લાગણી ને વ્હાલ પીરસું છું...
હા કારણ કે હું મા છું !! પેટ પર હાથ રાખીને બોલે જતી પૂર્વી ને ઉષાગૌરી નિઃસ્તબ્ધ સાંભળી રહ્યા.
----રેખા શુક્લ