રોપાયું પ્રેમબિજ ત્યાં ફૂંટે અંકુર કુમળું
ગર્ભાશયે સૂઈ પગલી પાડશે કુમળું ...
ગાઈશ હાલરડાં ના.. મા.. ના ...
અલેલે અલેલે...બસ બસ દીકુ !!
પૂર્વી સમીર વર્મા ખુશ ખુશ થઈ જ્યાં ઉછળવા જતી હતી ને મમ્મીએ રોકી .."એય ધીમે બેટા ધીમે..હવે તો તું મમ્મા બનવાની આમ ઉછળકૂદ ના કરાય હો !! સંભાળી ને ડગ માંડો તમારા પગ ભારે છે". શ્રીમ્ંત ભરાતા પૂર્વી પણ જાણે જાજરમાન સ્ત્રી બની ગઈ ! હા સમીર હજુય દોડતો આવી વળગી પડે ને ધસી આવેલી લાગણી થી ભીંજવી નાંખે ..
" અરે સમીરકુમાર હું તો પડી જઈશ, તમે આમ મને ઉંચકો તે બરાબર નહીં હો". "અરે , પણ મમ્મી હું હજુ પપ્પા નથી બની ગયો " મોમ... પણ મમ્મા તું જોને કેવી લાત મારે છે. મારો અવાજ સાંભળી ને ખુશ થાય તે બરાબર પણ સમીર ના અવાજ ને પણ બરાબર ઓળખે છે. "રાની" પણ" શ્રી" ને ધક્કો મારી હાથ હલાવે છે. ને પૂર્વી બોલી "બ્ંને દાદીમા ના અવાજ ને ઓળખે છે". "જોડીયા આવશે ટૂંક સમયમાં લગભગ ચારેક વીક્સ માંજ અરે સમીર ને પૂર્વી તમે નામ તો શોધી રાખ્યા જ છે ને ?" દાદીમા થવાના કોડ પૂરા થશે મારા કહી ઉષાગૌરી ધોડીયા ના આંગળીયા માં ખોયા પરોવતા બોલ્યા "બેટા શુ નામ પાડવાના છો તમે ??" " મમ્મી સમીર ને રાની ને શ્રી ગમે છે ને મને રાઘવ ને ક્રિશા " .."નામ કરણ તો ફોઈ કરશે તેમને ગમે તેવું આમાં તમે બંને પણ સ્ંમ્ંત થાઓ તોય બસ "છેલ્લે તો માઈલ્સ ને આન્યા જ નામ પડાયા ને મનહરભાઈ ને સ્ંતોષ થયો કે પોતાને જે નામ રાખવા હતા તે પોતાના દીકરા એ તો પાડવા દીધા.
હિંચકે બેઠેલી પૂર્વી ને નીરખતા ઉષાગૌરી હસી પડ્યા. પૂર્વી ગાઈ રહી હતી ચાંદો સૂરજ રમતા'તા , રમતા રમતા કોડી મળી. જૂનુ પણ સુંદર બાળગીત કદાચ તમને પણ યાદ હશે જ. પ્રેગન્સી

માં હોરમોન્સ આર ફ્લાઈંગ ઓલ ઓવર ત્યારે ક્યારેક વિના કારણે રડી પડો કે હસી પડો..કે આવી જાય ખૂબ વ્હાલ ! માતૄત્વ નો અનુભવ દિવ્યતા નો અનુભવ. ઓલ ધ લેબર પેઇન્સ વર્થ
ઇટ વ્હેન બેબી અરાઇવ્ઝ. ન રડે તો રડાવામાં આવે જાતે શ્વાસ લેતા શીખે. હા, હું પૂર્વી તમને ખૂબ પ્રેમ આપીશ. કેન નોટ વેઇટ ટુ હોલ્ડ યુ ઇન માય આર્મ્સ , આઈ લવ યુ સો મચ...મોર ધેન
એનીથીંગ, એનીબડી ઇન ધ વર્લ્ડ. એન્ડ યુ પ્રોમીસ ટુ બી ગુડ. અચાનક બોલી બેબીઝ વીલ કોલ મી
મોમ...ઓહ મોમ આઈ એમ સો હેપ્પી..!! આજે દુનિયામાં "ઝીકા વાયરસ" પ્રેગનેન્ટવુમન ને અમુક જાતના મરછર કરડવાથી થાય છે ને અનેક જાતની એલર્જિ પણ ત્યારે સ્ત્રીએ વધુ કાળજી લેવાની હોય છે ને તેથી પીડિયાટ્રીશીયન્સ એક્સ્ટ્રા પ્રીકોશનરી ટેસ્ટ પણ લેવડાવે છે જ. આમ ગર્ભમાં આવેલ
જીવ તમને માયામાં બાંધતું જ આવ્યું ને કોયડો ખરે ને માતૃત્વ ઉભરાય-બંધન મજબૂત બને. દેવકી-જશોદાની જેમ કોનુ બલિદાન વધારે કે કોણ મહાન કેહવું મુશ્કેલ. પૂર્વી ને લવ કુશ ની પણ
વાર્તા જોઈ માતા સીતા ના દુઃખની પરમસીમા ની અનુભૂતિ થતી ને ડબડબ દડી પડતા આંસુ લૂંછતા
બોલતી કે નો વન શુડ ગો થ્રુ લાઈક ધીસ. હા , પૂર્વી પણ વિધીના લખીયા લેખ લલાટે
ઠોકર ખાય ખાય ને ખાય જ. ઉષાગૌરી રોજ સાંજે "સંધ્યામાની ઝૂલણી" ભજન ગાતા. એમાં જશોદાજીને રડતા કનૈયાને જોઈને આવ્યા ઉછરંગ ને ખોળામાં બેસાડી વ્હાલ થી પંપાળી ને સમજાવે છે.
"ને મોમ તમે પેલુ ભજન તો ફરી સંભળાવો ને આજે પ્લીઝ !!" ને ઉષાગૌરીએ તરત ગાયું પણ ખરું.
સાંજ પડે ગૌ ચારી આવ્યા મુખ ગયા કરમાઈ
અંગ તો ઉઘાડા દિસે ઝુલણી કયાં વિસારી?
જળ જમુનામાં ઝીલવા ગ્યા'તા ઝુલણી ઉતારી
ગોપ તો પાણીંડા ચાલી ગોકુળ ની વ્રજનારી
રુવે રુવે ને વ્હાલો રૂદન કરે વ્હાલો માખણીયાં ન ખાયે
ઝુલણી કારણ કાનજી ચૌદભુવનમાં ખોયા
સોના કેરી સુંઇ મંગાવો સાવ સોના ના ધાગા
રામલા દરજી સીવી લાવો મારા ક્રુષ્ણકુંવર ના વાઘા
માતા જશોદા ને ઉછરંગ આવ્યા ખોળામાં બેસાડ્યા
નરસૈયાં ના સ્વામીને હેત કરી ઝુલાવ્યા
તન ના ત્રિકમજી...મનના મોહનજી
રાય રણછોડજી..સુંદર શ્યામજી ઝુલણી વિસારી આવ્યા
સંધ્યામાની ઝુલણીને જે પ્રેમ ધરીને ગાશે
પાપ સઘળા પ્રલયે થાશે સહેજે વૈકુંઠ જાશે
મારા પણ ---બા નું વ્હાલુ ભજન હતું કાયમ સંભળાવતા.
"ને મને સૂવડાવતા રોજ જે ગીત ગાતા હતા તેની બસ બે જ લાઈન પ્લીઝ પ્લીઝ પ્લીઝ!" ને તે પણ સાથે ગાવા લાગી.
અય મેરી આંખો કે પેહલે સપને, રંગીન સપને માસુમ સપને
પલકો કા પલના ઝૂલાઉ તુઝે, ગા ગા કે લોરી સુલાઉ તુઝે..ઓ .ઓ. ઓ
કેટકેટલા સપના સેવે મા-બાપ ને વિધાતા મોક્લે જીવ સાકાર કરવા. આશા ને ઉમંગ તો રોજ ઉઠે ...
ફર્સ્ટ વર્ડ, પેહલો દાંત, પેહલુ પગલું, બાબરી માં ઉતરેલ પેહલી વાળ ની લટ, બેબી શુઝ,
સ્કૂલ નો પેહલો દિવસ...ડાયપર વગરનું ભાગવાનું, ભાખોડિયા ભરતા મમ મમ મમ મમ બોલવાનું ,
પેહલો શબ્દ મા-મા, દા-દા , બેબી ક્લોથ્સ ને ઘુઘરીવાળી ઝાંઝરી, અરે કેડે કંદોરો ને માથે
પેહલો શબ્દ મા-મા, દા-દા , બેબી ક્લોથ્સ ને ઘુઘરીવાળી ઝાંઝરી, અરે કેડે કંદોરો ને માથે
વાંકડિયાળા વાળ..!! સપનુ દોડાવે..સપનુ હસાવે, સપનુ રડાવે !બંડલ ઓફ જોય લાઇફ ટાઇમ ઓફ વર્ક. હા જીવ ને જન્મવાનો અનૂભવ ને મા ને પૂનઃજન્મ નો મહાન અનૂભવ !! એક જીવમાંથી નવાંગતુક નો જ્ન્મ થવો ધેટ ઇઝ ધ મીરેકલ ઇટસેલ્ફ ..પછી દીકરી હોય કે
દીકરો.હા તેને કયા કયા ક્લાસીસ ભરાવીશ. રોજ ભણાવીશ, સારી આદતો ને વર્તન માટે મારે
જ તો સૌથી પેહલા ઉદાહરણ બનવાનું..જવાબદારી સાથે ખુશી આવે આંગણે. ઝલક પછી ઝલક
ફ્લેશબેક ની જેમ પડે સ્મૄતિપટે ને ક્યારે આવે સફેદી માથે તમે વિચારો તે પેહલા બધુ ફિનિશ. હા,
હું પણ એક નારી, એક મા, એક સ્ત્રી છું .ગૂંથુ છું રોજ સપના, વણું છું રોજ લાગણી ને વ્હાલ પીરસું છું...
હા કારણ કે હું મા છું !! પેટ પર હાથ રાખીને બોલે જતી પૂર્વી ને ઉષાગૌરી નિઃસ્તબ્ધ સાંભળી રહ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો