બુધવાર, 10 સપ્ટેમ્બર, 2014

શરમના શેરડાની ઓઢણી

હ્રદયની દેહલિજે દસ્તક મૂકી, શબ્દોનો ગુલદસ્તો ધરી
કાવ્ય પ્રાંગણે તુજ સાનિધ્યના શમણે નાચુ પાયલ ધરી
તરસ્યુ પાણી ના જાણે આકાર વ્હાલ નો લે પરબ ધરી
ટૂકડો આશ બંધાય સગપણનો મસ્તી માં નાચુ ચાંદ ધરી
ઓઢી શરમના શેરડાની ઓઢણી મનમોહક વાંસળી ધરી
---રેખા શુક્લ

એ હું આવી ગઈ, છમછમ..

એ હું આવી ગઈ, છમછમ.. નૂપૂરે નાચી ગઈ
ચમકી જ્યાં વિજલડી, તુ જ દિલમાં ઘુસી ગઈ
ઉંચા સાદે રાષ્ટ્રગીત ગાવા ચાલો આપણે સ્કૂલે જઈએ
નવી નોટની સુગંધ લઈને પેહલા પાને નામ ઘૂંટિયે !
---રેખા શુક્લ

'જીજિવિષા' હીંડોળો

ફૂટે પ્રેમનો ફણગો.......કોઈ અજાણ્યો જાણીતો ચેહરો
શબ્દોના બાણે માર્યો સંસારી 'જીજિવિષા'ઘાયલ ચેહરો
---રેખા શુક્લ

તરૂવર ની લિલાશ, ..........હોકાયંત્ર ન જાણે
રોમાંચક હેલી,.......... કસબી હીંડોળો શું જાણે
રાતની ચાદરે કાનનું શમણે આળોટવું કોઈ શું જાણે
ખુલી જાય આંખો તો શમણું આટોપવું શું જાણે ?
---રેખા શુક્લ

લો પૂછો

કાચના માણસ આપણે, ઝૂરતાં લોહી ને લો લૂછો
આયનામાં ફૂટેલ આપણે, કંઈક ચાલો લો પૂછો

ખાલીખમ ધબકતા આપણે,ધબકી ના શકો લો શું છો
પાંખો વિણ પિંજ્રે આપણે, ભીતર ભાંગેલ લો પૂછો
----રેખા શુક્લ

મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2014

આવજો

ઝાંકળ નો ય ભાર મૂકી ને આવજો
આંખ અને આંસુને ઝીણો સંબંધ
કે કોઇ પાસે નથી ને નથી દૂર.
પંખી ના પીંછે શબ્દો નો ભાર
મૂક્યા વિના હળવેક થી આવજો
ક્યાં સુધી ભજશું હોવાનો વેશ
તમે ખોબે અજવાળું લઈ આવજો
----રેખા શુક્લ

પતંગિયા

વણ ખુલ્યા હોઠ ફફડે પારેવડા ને થંભ્યા હિંડોળે પતંગિયા 
વેદનાના ઉગે જંગલ ને રઝળે સુર મોરલીએ પતંગિયા
લૂએ આંસુ ઓલા રાતરાણી ના ને છાનો ફફડાટ પતંગિયા
ગીત નો ટહુકો વાયરે ઉડે ભૂલૂ પડ્યુ સાનભાન પતંગિયા
---રેખા શુક્લ

હરિ હરિ

ડગર ડગર રમઝટ શબ્દો ની ને તારો વિચાર હરિ હરિ
લટક મટક તરકટ શબ્દો ની ને તારો ચિતાર હરિ હરિ
નજર અધર મરકટ શબ્દો ની ને તારો વિચાર હરિ હરિ
સ્મરણ સ્મિતે અસર શબ્દોની ને તારો વિચાર હરિ હરિ
બસ પાલવે ઉગે રોજ સવાર ને આથમે સ્મિતે હરિ હરિ
ન રાહ ન ચાહ કોઈની હવે મનવા સમજાવ તું હરિ હરિ
કહે હું તારી કા'ન,  તો આવે ખુમાર ખંજને જો હરિ હરિ
સોનેરી સુરખી ને તરુવર છે ચિતવન લટ ઉડે હરિ હરિ
----રેખા શુક્લ