મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2016

લવ બર્ડ્ઝ ઉભરાયા એરપોર્ટ ના ચબુતરે


લવ બર્ડ્ઝ ઉભરાયા એરપોર્ટ ના ચબુતરે

આજે પણ અમારે સ્નો પડ્યો એમાં નવુ કંઈ ના કેહવાય કેમ કે વિન્ડી સીટી શિકાગો માં ઠંડી ને સ્નો તો શિયાળો . તો પણ વાર તેહવાર માટે મળવા જનારા ને આવનારા તો સૌથી વધુ ક્રિસમસ પર વેલેન્ટાઈન ડે પર એરપોર્ટ પર મળો તો સમજાય કે પ્રેમ જીવીત છે શિયાળો જીવે છે ને પંખીડા હજુય એક બીજા માટે તરફડે છે. ચાતક પક્ષી ની જેમ રાહ જોવાય. પોતાની ફ્લાઈટ ક્યારે ઉપડશે તેની રાહ જોતી સૂરભિ ને ખૂણા માં કાન માં ભુંગળા નાખેલી જોઈ હું જરા પાસે ગઈ ને તેની પાસે બેસી ગઈ. તે તેના ફોન માં આમતેમ મેઈલ ફેસબુક મેસેજ માં ને મ્યુઝિક સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી ..મેં ચાલુ કર્યુ બોલવાનું ખબર પડી કે હ્યુસ્ટન પાછી જઈ રહી હતી..રાસ-ગરબા ના ગ્રુપ માંથી છૂટી પડેલી એક્લી અટૂલી બેઠી હતી કેમકે તેની ફ્લાઈટ મોડી જતી હતી ને તેના ગ્રુપવાળા ની બધાની ફ્લાઈટ ઉપડી રહી હતી ક્લાક માં. બધાથી અલગ થતા મેં તેને જોઈ તેથી તેની સાથે વાત કરવાની

હિમંત કરી ને સૂરભિ પણ વાતો કરવા લાગી તે ફાર્મસી નું ભણે છે ને તેને બીજી બે બેહનો પણ છે વગેરે વગેરે. પચી ગયુ તેનું લંચ પણ ને તો પણ તેની ફ્લાઈટ ને હજુ વાર હતી.પાછા જોક્સ ને વાતોએ વળગ્યા અમે. ફોન રિચાર્જ કરવા મૂકતા હતા બધા તો મારે પણ મૂકવો પડે તેમ હતો પણ ક્યાંય જગ્યા ખાલી નહોતી મળતી માંડ માંડ એક જગ્યા મળી ગઈ આખરે તો ધીમે ધીમે માંડ માંડ ૩૦% બેટરી ચાર્જ થઈ. કઈ ફ્લાઈટ ક્યારે આવશે ? કેન્સલ થઈ કે ડીલે થઈ તે બધું બધા જુવે ત્યારે બધા ના હાવભાવ જોવા જેવા થતા હતા.કોઈ હતાશ થતુ, કોઈ ગુસ્સે થતું તો વળી કોઈ ફ્રસ્ટેટ થતું ..!! આમ ને આમ ફૂડ કોર્ટ માં વકરો વધતો રહ્યો ખૂણામાં ચૂપચાપ છાપા વાંચતા ને ટી.વી સામે ગ્લેર કરતા પણ જોયા.

એક કપલ આવ્યું કે જે શિકાગો પાછુ જઈ રહ્યું હતું તેના હાથમાં મહિના ની બેબી જોઈ. ગોળ ગોળ લખોટી જેવી આંખો સિલિંગ ની લાઈટ માં ટિમટિમાતી હતી. તેણીના કાન પણ વિંધાવેલા હતા..ચીસો પાડી ને જાણે બોલવાનો ટ્રાય કરતી હતી. તેને તેડી ને તેના પપ્પા ફરે તે ગમતું જો જરાક વાર પણ બેસે તો ચીસો પાછી ચાલુ...તેને માણસો ગમતા હતા. થોડી વારમાં સૂરભિ ની ફ્લાઈટ આવી ને અમે છૂટા પડ્યા. બીજી બાજુ ચારેક યંગ છોકરાંઓ બેઠા હતા ફેસ ફિચર્સ થી તેઓ ચાઈનીઝ લાગ્યા...પણ તેમની સાથે એક અમેરિકન પણ છોકરો હતો કે જે એક જાડીયા ચાઇનીઝ ની લગોલગ બેઠેલો..લાગ્યું કે તે બંને મિત્રો થી વધુ હશે. અમેરિકન તેને ખબર નહીં શું કેહતો હશે જાડીયા થી રહેવાતુ ન્હોતું તે ખૂબ હસ્તો હતો ને દૂરથી તેને ખબર હતી પણ તેને હસતા જોઈને મને પણ હસવુ આવી જતું તેના હાવભાવ જોઈને. બીજો કોઈ મોટુ ટેડીબેર લઈને ફરતો હતો ને વિચારતો હતો કે પોતે એકલો છે તો વોશરૂમ માં કેવી રીતે જશે ? બાજુમાં બેઠેલા ને સાચવવાની ભલામણ કરી ને જતા જોયો. ફૂડ કોર્ટ માં લાઈનો ઉભરાયેલી તેમ વોશરૂમ મા પણ મોટી મોટી લાઈન જોઈ. ચશ્માં માંથી તાકતા એક અમેરિકન ને એક આફ્રિકન અમેરિન એક્બીજા સાથે વાતો માં મશગુલ હતા. કોઈ એરિઝોના તો કોઈ ડેનવર જઈ રહ્યું હતું. ને બધા અહીં મૂંઝાતા,હસતા, ટાઈમપાસ કરતા નજરે પડ્યા. મિનિટો ની મુલાકાત ભારે પડી શિયાળા ને સ્નો ને લીધે ફ્રોઝન એરક્રાફ્ટ થયેલા જોયા. સાડા દસ ના નિકળેલા અમે ૧૨ ની ફ્લાઈટ તો મિસ કરેલી કેમ કે આટલી બધી મોટી લાઈન નો તો વિચાર પણ ન્હોતો આવેલ. લાસ્ટ કોલ માટે તેઓ અમને બોલાવી રહ્યા હતા પણ અમે તો ખુબ દૂર હતા. તો અમારી જગ્યા બીજા ને આપી દીધી. તે પછી ની ફ્લાઈટ ફૂલ હતી. ને તે પછી ની ફ્લાઈટ ડીલેઈડ થયેલી આમ આખરે અમને નવ ની ફ્લાઈટ માં જગ્યા મળી ગઈ ને અમે મિડનાઈટ ના ઘરે પહોંચ્યા. ગિચોગીચ એરપોર્ટ નો ચબુતરો જોયો ઘણું જોયું ને જાણ્યું ને માણ્યું. આવું ના થયું હોત તો શું કોઈ દિવસ આટલા કલાક એરપોર્ટ પર રહી શકવાના હતા ? પેલો વેન્ડરવાળો અમને જોઈ ગયેલો તો તે વાત કરવા આવેલ કે સીક્યુરીટી માંથી બહાર નીકળી ગરમ ફૂડ પણ મળશે બાકી સેન્ડવીચ સિવાય અહીં કંઈ નહીં મળે. મને તો આમેય ફૂડ કરતા માણસો માં ઇન્ટરેસ્ટ હતો. એન્ગ્રી, એન્ક્શીયસ, ફ્રસ્ટ્રેટેડ, ડીપ્રેસ, ટારર્ડ, સ્લીપી, થર્સ્ટી, હંગ્રી પીપલ્સ નો મેળો ઉભરાયેલો હતો ને નિરીક્ષણ કરતા એક્બીજા થી અલગ એકબીજામાં મશગુલ જોઈ ને હું બેઠી હતી મારા પગ ક્યારે લાંબા કરીશ તેની રાહમાં.

----રેખા શુક્લ

રવિવાર, 7 ફેબ્રુઆરી, 2016

અત્તર



સંબંધોનું સૌંદર્ય મહેંકતું રહે વેલેન્ટાઈન ડે માં એવું ઇરછીએ આપણે બસ તો પણ ત્રણસો પાંસઠ દિવસ આવે તો તેને વાચા આપવાની જરૂર નથી કે નથી પ્રદર્શન ની વસ્તુ કેમ કે ખરીદીની ખુશી પરસેવો પાડેલા પૈસાના ભોગે થાય અને સંબંધ કેટલાક તાત્કાલિક નિર્ણયોથી છાશવારે તૂટે મન કડવાશ થી ભરી જાય ને પ્રસંગમાં ઇર્ષા જન્મે અને આંસુ નો પડે વરસાદ !! આવું લખવું હતું ને શરૂઆત માય ડીયર થી થઈ અને કેટકેટલું આવ્યું યાદ કે હું હસતા હસતા રડી પડી ને વાંચીને રડી પડેલો...ધધુડો રૂમાલ થી ઓછો લૂંછી શકાય છે ! અને મારો પાલવ તો ઝરીને ટીક્કી થી ભરપૂર હતો. સીધો ગળે વળગી પડ્યો તેને બે મીનીટ સુધી રડવા દીધો પછી ચૂપ રાખ્યો ને પછી બોલી 'દેવ, બસ હવે બહુ થયું ને !'તે બોલ્યો 'દિપ્તિ, શું યાર !! અત્તરના પૂંમડાં તારા વાળમાં હોય છે કે શું ?'
'શું દેવ તું પણ ..કોઈ અત્તર ત્યાં નાંખતું હશે .. તો શેમ્પુ  નો કમાલ છે !' આગળ ની લટો ને અલ્લડતાથી ઉડાડતી ફૂંક મારતી દિપ્તિ ને દેવ જોઈ રહ્યો ને મનમાં ઉફ્ફ્ફ્ફ બોલી ગયો. ઘડીકમાં કમર હલાવતી બીજા રૂમમાં ચાલતા ચાલતાં બોલી ત્યારે તેની આંખો ઉલાળી ને ઉપર નીચે થઈ ને દેવ બોલ્યો 'આયે હાયે !' ને બ્ંને હસી પડ્યા. સંસકૃતિ નો આધાર તો ટહુકા પર ને છવાઈ જાય પ્રસન્નતાનું વાતાવરણ ને આખો રૂમ ખુશીઓથી મહેંકી ઉઠે ! 'સોડ માં મૂકાઈ સપના ની રાત ને સૂરજ ની વાવણી કરી તરસ ત્યાં મૂકમાં મારા દેવ...પછી અધવચ્ચે હું તો ચાલી કહી તુંજ મને રેઢો રે ના મૂકમાં ' ' આજ તો મ્ંદિર ખુલ્યું ને દર્શન થઈ ગયા વાતો થી વ્હાલ ના તું વણ માં ...હું તો છું પાણી તારા હરખ ની રજ રજ માં વહુ હું વ્હાલ ના વહેણમાં' આમ સામ સામે જુગલબંધી ચાલુ થઈ હતી ને પપ્પા પ્રવેશ્યા રૂમમાં ને બંને છોભીલા પડી ગયા. 'શું ચાલે છે સવાર સવાર માં ?'  પપ્પા પૂછયું ને 'ક્ંઈ નહીં 'કરતા બ્ંને આધા પાછા થવા લાગ્યાં. 'તારા મામા મામી સૂરત થી આવી રહ્યા છે આવતા મહિને તો ધીમે ધીમે તૈયારી કરી રાખજો બસ ' ' જી પપ્પા ' દિપ્તિ બોલી ને ત્યાંથી દેવનો હાથ પકડી ને લઈ ગઈ. ' બસ હવે ક્યાં સુધી આમ બાધા ની જેમ બેસી રહીશ ?' ' વળતો જવાબ અચંબા થી આપતા દેવ બોલ્યો' તું કહે શું કરું ને શું બોલુ?' ‘ફૂલડાની મ્હેંકમાં,મોરલાની ગહેંકમાં વ્હાલપ છલકે કોયલની ચહેંકમાં ‘'ઓકે, બસ બસ ચાપલી ખબર છે તને બહું આવડે છે હો, પણ હું તો કંઈ નહી કહું' ઠેંગો બતાવી ને દેવ તો જીભડો કાઢીને ભાગ્યો સડસડાટ દાદર ઉતર્યો ને પોતાની મોટર બાઈક ને ભગાવી મારી.
બધા મિત્રો પાસે ભેગો થયો ને બધાએ પૂછ્યું કે ક્યાં સુધી પહોંચ્યું તારું અત્તરાષ્ટકમ !! તે રહ્યો તો હતો બોલી પણ જાણે ગાઈ રહ્યો હતો."જ્યારે મળે ત્યારે મહેંકી મહેંકતી તુ હવાની લહેરખી...વરંડો, અગાશી ને બારી મહેંકતી  ચાંદની તું જરાં જ્યાં દેખાઈ સરખી..!!' ઇર્શાદ, ઇર્શાદ .ને વાહ વાહ વાહ વાહ થઈ ગઈ. "સાચું કહું આંખોની બસ એક રહી છે ખ્વાહિશ કિ તુ ના કભી દૂર હો મુજસે. તડપન ક્યાં હૈં વો મૈં જાનતી હું જિંદા રહો ઉસે જા કૈસે મૈ મારું?' સૂર માં સૂર મિલાવા ખબર નહીં ક્યાંથી પણ દિપ્તિ આવી પહોંચેલી. બસ પછી બધા ઉપડ્યા રેસ્ટોરંટમાં જમવા. એક એક થી ચઢિયાતી બધી વાનગી ને ન્યાય આપી ને રવાના થયા પણ દિપ્તિ અને દેવ એક ટોકિઝ માં પ્રવેશ્યા. ને દિપ્તિએ વાત ચાલુ કરી કે "મામા-મામી છોકરો દેખાડવા આવી રહ્યા છે અને આપણ ને કોઈ પણ હિસાબે એક નહીં થવા દે કેમ કે મામી ને તેમના સગા નો દિકરો વધુ વ્હાલો હોય ને ! " હવે શું કરવું તે વિચારે બેમાંથી એક પણ જણે પીક્ચર ન્હોતું જોયું બ્ંને રડેલા. એહસાન તો વક્ત કરતા હૈં પર આજ તો સિતમ હી હૈં...આધા મુજમે આધા તુ ઔર કમ ધડકન મેરે દિલ મે હૈ...!! બોલરે મોરે પિયા અબ લાગે ના મોરા જીયા તેરે બિન તેરે બિના જીના નહી મરના નહીં તેરે બિન . આંખો સુજી ગયેલી ને ઘરમાં પ્રવેશી તો પપ્પા ના પ્રશ્નોનુ આજે બોમબાર્ડીંગ જરા પણ સહન થયું ને તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી. "અરે ! પણ શું થયું કહીશ કંઈક કે બસ તારા ગંગા જમના ચાલુ રેહશે ! એક તો આવી ને અધવચ્ચે હું થાકી ગયો જીવનમાં ને તારી મમ્મી પણ નથી જો હોત ને તો મારે તો કેટલી શાંતિ હોત " "પપ્પા આઈ લવ દેવ એન્ડ આઈ વોન્ટ ટુ મેરી હિમ, નો બડી એલ્સ પ્લીઝ !" દિકરી ની પ્લીઝ આગળ લાચાર પિતા ઓકે ઓકે એઝ યુ વિશ કહી ઉંધુ ફરી ગયા. 'તારી મામી આવશે તો તેને બતાવીશું ડીંગો ' એક બોલી રાઈટ હેન્ડ નો થમ્સ અપ કર્યો ને અચાનક હાથ પાછો ફેંકાયો. આગળ શું બોલ્યા તે ના સમજાયું. દિપ્તિ ને ડાઉટ લાગ્યો કે પપ્પાને સ્ટ્રોક આવી રહ્યો લાગે છે કે શું ! જલ્દીથી તેણે ડોક્ટર અંકલ ને ફોન કર્યો ડોક્ટર પણ સારું થયું પાછળ ના બિલ્ડીંગ માં રેહતા હતા. તરત સારવાર હોસ્પિટલ માં મળી ને માઈલ્ડ સ્ટ્રોક માંથી જલ્દી રિકવર થઈ ગયા. મુકરર થયેલા સમયે મામા અને મામી આવી ને ઉભા રહ્યા. એક નજરમાં આંખે વળગે તેવો મસ્ત દેખાવડો. ભણેલો, પૈસાવાળો ને પાછો ચપળ પણ ખરો. દિપ્તિ પ્રભાવિત થઈ ને લગ્ન કરી લેશે તેવુ દેવે માનેલું નહીં પણ એવું થયું. દબાણ હતુ મામી નું કે શું વાંધો છે તે તો કહો ! ને ઉપરથી સાસરુ વિલાયત માં છે ને તમારો પાસપોર્ટ પણ રેડી સમજો. આને કેહવાય નસીબ કે ઉપરવાળાએ છપ્પર્
ફાડી ને દીધું તે સમજાયુ નહીં કે શું સાચુ શું ખોટું !! ને કમનસીબી દેવ ની કે તેને બીજે દિવસે તેના મોમ સાથે કાર એક્સીડન્ટ  થયો.બ્ંને બચી તો ગયેલા પણ ભાન આવ્યું ને રિકવર થયા ત્યાં સુધીમાં તો લગ્ન થઈ પણ ગયેલા. 'બળ્યા આજકાલ ના છોકરાઓ કે શાક લેવા જાય ને પ્રેમ માં પડી ને પાછા આવે ને પાછા કુંવારા ના કુંવારા " સ્ંતોકમાસીએ બળાપો પણ કાઢેલો પણ એમને કોણ સાંભળે ! બે મિનિટમાં રોતી દિપ્તિ પપ્પાને મનાવી રહી હતી કે તમે ચિંતા ના કરો હું લગ્ન માટે રાજી છું પપ્પા..! કેમકે તેની કુંડળી દેવ સાથે મળીને જો તે લગ્ન કરત તો દેવ જીવિત ના રહેત. પણ ફોડ તો પાડી લેવો જરૂરી હતો. તેણે દેવ ને ફોન પણ કર્યો પણ દેવ ના ફોન ની બેટરી ડાઊન હતી. ને તે હોસ્પિટલ માં હતો. વિધિના લેખ લખિયા લલાટે તે થાય છે.! આજે અચાનક દિપ્તિના ઘર પાસે થી પસાર થતા તેની પરશાળ ને ઉપર ની બારી તરફ ન્હોતું જોવું તો પણ જોવાઈ ગયું ! દેવે શ્વાસ લીધો ને એજ સુગંધ, એજ મહેંક ફરી ઉંડો શ્વાસ લીધો ને વરંડામાં ઉભેલી દિપ્તિ ને જોઈને તે રહી ના શક્યો..ટગર ટગર જોતી નજર્ માંથી મોટા મોટા આંસુડા સર્યા ને ક્ંઈ પણ બોલ્યા વિના બ્ંને એક બીજા તરફ આગળ વધ્યા...ને દેવ તો દિપ્તિને વળગી પડ્યો. એજ્ બુક માંથી ત્યારે દેવ નો કાગળ પણ પડ્યો..અક્ષરો હસ્તા હતા પણ આંસુડા એને ભીંજી ને જાણે ભૂંસી રહ્યા હતા કે વ્હાલ કરી રહ્યા હતા. 'તે બોલ્યો 'દિપ્તિ, શું યાર !! અત્તરના પૂંમડાં તારા વાળમાં હોય છે કે શું ?'

----રેખા શુક્લ