બુધવાર, 20 જાન્યુઆરી, 2016

શ્યામ



શું થાય છે જ્યારે ઘાવ લાગે છે...રક્તકણ પાસે ધસી આવે છે શ્વેતકણો ને ઘાવ ને રૂઝાવવા સતત લાગી જાય છે..તત્પર સારવાર..તાત્કાલિક ઉપાય...આપોઆપ બોડી કરે રીએક્શન કોઈ પણ સૂચવણી વિના...
અને માણસ ક્યારેક ગૂંચવાઈ જાય રિશ્તો માં...ગોળ ગોળ ફરતા અક્ષરો માં ડૂબતી કવિતા ની જેમ...!! ઘમ્મર વલોણામાંથી જ્યારે માખણ ની જેમ નીક્ળે કવિતા...તેમ થયું જો મન ને વાળ્યું...હા, શ્યામ હજુ ૧૦ વર્ષનો થયેલો ને અશ્વિન ને અંજના ના ડીવોર્સ થઈ ગયા હતા. અંજના ની જોબ પણ એવી હતી કે મોટે ભાગે તે દિવસના સમયે તો ન જ મળે પણ ક્યારેક મિટિંગ/કામ કે બહારગામ જવું પડતું ...અશ્વિન ને રાંધવાનો શોખ પેહલેથી...ને શ્યામ બંને પાસે ખુશ..હા, મોટે ભાગે ડીવોર્સે થોડો શાંત કરી નાંખેલો તો બોલે ઓછું..પણ સમજતો હતો. પીએસપી ને ફોન એપ્સ માં પણ હોશિયાર હતો. અંજુ તેને બાંધી તો ન્હોતી રાખતી પણ ધ્યાન પણ ઓછું અપાતું તો ક્યારેક કપડાં કે ક્યારેક વળી આધુનિક ગેજેટ્સ ની ગીફ્ટ લાવી આપતી...જાણતી હતી તેના જીવનમાં અશ્વિન પણ ઓછો ભળતો હતો...!! સમર ના વેકેશન પેહલા જ્યારે અશ્વિન ને શ્યામ મળ્યા તે સમયે બંને મળી ને મજા કરી ..રમ્યા-હસ્યા પણ શ્યામ સાથે બે ચાર મિનિટ વાત થઈ એ સમયે શ્યામ બોલ્યો...વ્હાય કેન વી નોટ ટોક મોર ?? આઈ લાઈક ટૉકિંગ. નોટ જસ્ટ ડુઈંગ સ્ટફ ટુ ગેધર...!! અશ્વિન સહમત થયો જો અંજુ ને વાંધો ના હોય તો આપણે સાથે વેકેશન લઈએ ...ચાલ !! શ્યામ બોલ્યો..મોમ ને વાંધો નથી.. તેણે તો ઓલરેડી મેસેજ મોકલી દીધેલ ને તેનો જવાબ પણ હા આવી ગયેલો...ફોન બતાવતા તે બોલ્યો...ઓહ તારી પાસે ફોન પણ છે...?? અશ્વિન ને આજે જાણ થઈ. દસ વર્ષનો છોકરો ને ફોન હાથમાં તો ઘણું ના જાણવાનું પણ આવડતું હતું . ફાડી ક્યાં શકાય છે વીતેલા ખરાબ દિવસો ના પાના..પણ હા નવા પાને સૂવર્ણાક્ષરમાં જરૂર શુભ યાદો તો લખી શકીએ છીએ.
અશ્વિને લંચમાં રેપ-સેંડવીચ રોલ કરીને ખવડાવી તો શ્યામ ને બહુ ટેસ્ટી લાગી...સાંજે વળી સ્પાઈસી એન્ટી પાસ્તા ડીશ કરી જમાડી તો શ્યામ તો ખુશ થઈ ગયો...!! અશ્વિન ને એક સેન્સેશનલ વિચાર આવ્યો કે પોતે ફૂડ-ટ્ર્ક લે, ને સાથે આવી ખાવાની વાનગી સ્કૂલ આગળ ને પાર્ક માં વેચે....!! અને માનશો નહી...પણ કેશ નો કેશ બિઝનેસ ને જુઓ તો લાઈન તો એઇઇઇઇઇઇઇઇઇઇ લાંબી લાગી જાય !! વકરો વધ્યો ,કામ વધ્યુ...ને પૈસા ની રેલમ-છેલમ માત્ર ચાર વિક માં ..દિકરા ને પિતા વચ્ચે નું મૌન પણ ક્યારે તૂટ્યું તે નથી યાદ પણ મોમ ની પરવાનગી લઈને હવે રોજ સાંજે સાથે વકરો કરે છે ને વીકેન્ડમાં ધૂમ...કમાય છે..કોલેજ ની તૈયારી કરવા માટે આ રીતે પૈસા કમાય છે...કદમ આરઝૂ કે પીછે ઔર ગમકી રાહો સે દૂર ચલે...તો લો અંજુ પણ જોઈન થઈ ગઈ ને "CUBANOS " નામે ઓળખાતી ફૂડ-ટ્રક જોતજોતામાં મશહુર થઈ ગઈ.
બીજા ચાર વર્ષ વિત્યા ત્યાં સુધી માં ત્રણે જણા એક બીજા ની રગ રગ ઓળખી ગયેલા...ખૂબ નજીક આવી ગયેલા...કંઈ પણ બોલ્યા વગર એક બીજા ને સમજી શકતા હતા...પંદરમાં વર્ષે તો તેણે કુલુનરી આર્ટ્સ માં એડમીશન મેળવી લીધું...પોતાની ડીશોનું પ્રેઝન્ટેશન કરી ને બધાને ઇમ્પ્રેસ કરી દીધા...બે વર્ષમાં તો તેણે પતાવી દીધો કોર્સ ને હવે બધાએ ભેગા થઈ ને નક્કી કર્યુ કે આપણે આપણું રેસ્ટોરન્ટ ખોલીયે...પૉશ એરિયા માં આગવી પ્રતિભા ધરાવતું બાલ્કની વાળું રેસ્ટોરન્ટ બનાવ્યું...ગ્રીનરી ને ફૂલો થી આંગણું ખિલેલુ હતું ત્યાં ગઝીબો નીચે ચેર-ટેબલને બેંચીસ ના સેટીંગ સાથે છેક બાલ્કની સુધી ફૂલ રેહતું રેસ્ટોરન્ટ પેહલા વીકે ફૂડ ક્રીટિક્સ નું ફેવરીટ ફેમીલી રેસ્ટોરન્ટ નંબર વન ગણાયું...છાપા વાળાએ પ્રસંશનીય ટીકા થી વધાવ્યું...દીકરા સાથે મોમ-ડેડ નો ફોટો આવ્યો...બધા ખુબ ખુશ હતા...હવે તેની ફ્રેંચાઈઝ માટે પડાપડી થવા લાગી...કેમ કે ત્યાં વ્યાજબી ભાવે પૌષ્ટિક આહાર મળતો...ક્રીએટીવ સેંડવીચીસ થી નાના મોટા બધા ને અનેરો આનંદ આવતો...તેથી બ્રેક ફાસ્ટ લંચ સમયે પણ હાઉસ-ફૂલ રેહતું.... ક્યુબાનોસ હવે કેટરીંગ માટે પણ ખૂબ મશહુર થયું...આખરે ક્રિસમસ પત્યા પછીની ન્યુ ઇયર્સ ની પાર્ટી માં શ્યામ ને તેની રાધા ખરેખર મળ્યા..!! અને બંને વચ્ચેનું આકર્ષણ પણ કેવું કે જે દિવસ થી મળ્યા તે દિવસથી  સાથે રહ્યા ને હજુય સાથે છે...વીસ વર્ષની રાધાને એકવીસ વર્ષ ના શ્યામ ના લગ્ન લેવાયા ને બધા એકજ ઘરમાં સાથે રહે છે...અંજુને હવે ચશ્મા આવી ગયા છે...કાર ચલાવે છે ને બેન્કીંગ ના કામ કરે છે...જ્યારે અશ્વિન હવે માત્ર મસાલા રેડી કરે છે બાકી બીજા એમ્પ્લોઈઝ હોવા છંતા હવે તે પણ થાકી જાય છે...મોટા ભાગે સાંજે વ્હેલો પાછી આવી જાય છે ને લોન માં અંજુ સાથે બેસી ને કોફી પીતો દેખાય છે. શ્યામ અને રાધા લગ્ન પછી રોમ પેરીસ ઇટલી ને સ્પેઈન ફરી આવે છે ત્યાંના અનેરા ફૂડ વિષે માહિતી લઈ ને પોતાના રેસ્ટોરન્ટ માં નવી નવી વાનગીઓ ઓફર કરે છે...હવે એકસક્લુઝીવ ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં રીઝર્વેશન પણ મહિના પેહલા કરાવા માટૅ  લોકો તલપાપડ રહે છે . શ્યામ ને રાધા દૂબઈ તરફ ફરીને પાછા આવ્યા ત્યારે મૉમ ને થોડી જુદી જોઈ...તે જાણે હવામાં સૂનમૂન તાકી રહી હતી..બે દિવસ પછી મૂશળધાર વરસાદ પડેલો ને અશ્વિન બેબાકળો દરવાજો ખટખટાવતો હતો કે શ્યામ  રાધા જલ્દી આવો તમારી મોમ નથી દેખાતી.....આલ સાઈમર થર્ડ સ્ટેજ પર છે તેવું જ્યારે ડોકટરે કહ્યું ત્યારે બધા ખુબ ચિંતા કરવા લાગ્યા..કેમ કે તે રસ્તા ને અડીને ઉભેલા ઝાડ પાસે એકલી ભીંજાતી મળેલી...તેને યાદ ન્હોતું આવતું કે તેનું ઘર ક્યાં છે !! ક્યારેક તસવીર બોલે છે તો ક્યારેક તકદીર...ને ઘડપણ આગળ પાંગળો ક્યારેક મનુષ્ય બને છે ને તેની વિવશતા પર દુઃખ થાય છે.
-----રેખા શુક્લ

બુધવાર, 13 જાન્યુઆરી, 2016

કેરી-- સ્નો


ઉનાળો આવ્યો નથી ને કેરી ના સુંડલા ને લારીઓ દેખાય ને આખી સોસાયટીમાં બધાને ત્યાં કેરી આવી જાય...કેટલીય વાર પાકવા નાખીએ ...ખાટલા નીચે શણીયા પાથર્યા હોય તેના ઉપર કેમ કે તે ગરમ કેહવાય ને ઉપર પછી કેરી પાથરી ને સૂકુ ઘાસ પાથરવામાં આવે ને ઉપર બા નો સાડલો...ગરમાવો ને હૂંફ મળતા કેરી પકાતી જાય ને જથ્થામાં પાકે ત્યારે તો રસ પૂરી/રોટલી બને...ને વેકેશન માં દોડાદોડી ને પકડાપકડીમાં ખબર ના પડે ને પચી પણ જાય...!! ઉનાળામાં આખા વર્ષનું અનાજ -અથાણા-બટાકા ની કાતરી-સાબુદાણાના પાપડ ને ખીચિયા પાપડ ને મસાલા બને તો એય મજાના દોડાદોડી ને દેકારા માં ઉનાળો ક્યાં પસાર થાય તે ખબર પણ ના પડે...ને તોય ઉપરથી મમ્મી બટન સાંધતા, ભરતકામ ને બખીયા ભરતા ને ફોલ પણ મૂકતા શીખવે...આંબળા ભરત-કરછી ટાંકો-રબારી ભરત ને ટીક્કી ભરતા પણ શીખવ્યું...ને ઉપરથી પપ્પા-મમ્મી નો મળે સાથ તો મારું ચિત્રકામ ને મમ્મીના વેસ્ટ માંથી બેસ્ટ બનાવાના આઇડીયા માંથી કંઈક નવુ બનાવીએ...પપ્પાને બગીચા માં ફૂલો વાવેલા હોય તો ફળિયું ધોઈ ફૂલ છોડ ને પાણી પાય ને એમાં બેસી ને અમારા  ફોટા લીધેલા...No one has time now for you for anything !!
બધા બ્લેક એન્ડ વ્હાઈટ..!! પાછળ રેહતા માસી ને માસા ક્યારેક બા પાસે ઘરે આવે બાકી હા વંડી ટપવાનું મારું કામ બાકી રોજ હઉક્લી બહાર નીકળ્યા નથી ને થઈ જાય...માસા ને કેરી બહુ ભાવે હવે એક વાર તેઓ હિંચકે બેસી ને એમના ઘરે કેરી ની મજા લેતા'તા ને મારાથી કેમ છો કેહવાઈ ગયું.....ગોટલો પણ ગોટલી જેવડો હતો કે શું ચૂંસતા ચૂંસતા મજામાં બોલ્યા કે શું ને સીધો ગળી ગયા...ને હું ફાટી આંખે જોઈ રહી...!! સમયે માસીનું  રૂમમાંથી બહાર આવવું થયું ...પાછળ પીઠ થાબડી તો ગોટલો સાચે ગળી ગયેલા ...!! બે ચોટલા ના ફૂંમતા ને સરખા કરતી હું તો ભાગી તે માસી જોઈ ગયા હતા...માસાને ઠપકો પડ્યો ને મને ડોળા કાઢ્યા હતા ને જોઈ ને કોઈ પણ હોય ને તો ભાગી જાય ને ...!! સ્કુટર પર ઘણી વાર બંને જણા બહાર જતા હોય ને અમે ઓસરીમાં બેઠા બેઠા બધાને જોતા બેઠા હોઈએ...!! એક વાર માસાને દૂરથી આવતા જોયા ને તે કોઈની સાથે વાત કરતા હોય તેમ બોલી રહ્યા હતા...હવે ત્યારે તો સૅલફોન કે બ્લ્યુ ટુથ ન્હોતા તો શું થઈ રહ્યું છે તે માટે ભાઈ ને પણ બોલાવ્યો ને હવે અમે બંને જણા જોઈ રહ્યા હતા...!! યસ, ઘરની બાજુમાં આવતા માસા મોટે થી બોલ્યા...ઉતરી જાઓ હુ આવું છું સ્કુટર પાર્ક કરીને ...હસવાની વાત થઈ કે કોઈ પાછળ હતું પણ નહીં ...માસી બેસે તે પેહલા તેમણે સ્કુટર હંકારી મારેલું ભૂલમાં ....એમની દિકરી પછી લઈ આવેલી ...આવું થયા પછી જ્યારે બેસાડે ત્યારે માસી કાયમ કહે...ઉભા રેહજો હો...મને બેસી જવા દો...હું હા, કહું પછી આગળ વધજો ..નાની મજા વરસાદ પડે ત્યારે પણ થતી... અને કોઈક વાર ઢાળ વાળા રસ્તેથી અચાનક ગબડતું સ્કુટર તમે જોયું છે...હાસ્યા રસ તો સામે વાળું પડે /આખડે ત્યારે થાય પણ ઘણા ઓછા લોકો પોતાના ઉપર/ પોતાની ભૂલો પર હસી શકે છે..!! અમારે શિકાગોમાં ઘણો સ્નો ને આઈસ પડે...ઉપર થી વરસાદ પણ ...હવે રસ્તા સાફ કરવા સ્નો મેલ્ટ કરવા માટે સોલ્ટ ટ્રકો ફરે જેથી સ્નો મેલ્ટ થઈ જાય...પણ આગળ થી સ્નો કાઢતા પણ જાય..રસ્તા ની બંને બાજુ સ્નોની દિવાલો/ ડુંગરા થાય...!! હવે રસ્તા ની ધૂળ ને ટ્રાફિક ઉભો કરે બ્લેક આઇસ..ને આબોહવા નું ટેમ્પરેચર જો ડાઉન આઇ મીન બીલો ઝીરો જાય એટ્લે તમે જો લપટ્યા તો કોઈ વાર હાથ પગ ભાંગો ખરા અથવા કાર કાબુમાં ના રહે ને એક્સીડન્ટ ઇઝીલી થઈ જાય..ખૂબ ધ્યાન રાખો તો પણ..!! બધા ટેકરા ઉપર સેફ જગ્યાએ બાળકો કોટ-ટોપી-ગ્લવ્ઝ પેહરી ટબાનગી ( સ્નો પરથી ગબડવુ) કરી ખુશ થાય..અમે પણ જતા ને છોકરાઓને લઈ ને મજા કરી ટમેટા જેવા લાલ લાલ ગાલે પાછા ફરતા !! તલસાંકળી હવે કોઈ ઘરે ના બનાવે અમે તો બનાવતા સાથે મેથીપાક્ પણ બનતો...ઉત્તરાયણ માં ધાબે પતંગ ચગાવતા...હોળી માં સાથે પ્રદકક્ષિણા ફરતા, સાથવો -ધાણી- ચણાં ખાતા ત્યારે પીઝા ક્યાં હતો ??? અને સાચું કહું માસી નો હમણાં ફોન આવ્યો કે તેવી કેરી ની યાદો રહી ગઈ...સ્નો પડે ત્યારે મારું ઇન્ડીયા બહુ યાદ આવે પણ સપના કહે છે ને કે નથી છૂટતું નથી છૂટતું અમેરિકા નથી છૂટતું ...!! પણ એમ તો થાય કે શિયાળો આવે ને ત્યાં નો શિયાળો કેમ ના આવે ?? અને ત્યાં બેઠેલા ઘણાને જન્નત અહીં ની ગમે...!! ફોટા માં સ્થગિત યાદો-મજા જોવી ગમે પણ સ્નો માં ગાડી ચલાવતા જો એકસીડન્ટ માં અધમૂઆ થાવ તો ક્યાંય ના ના રહો !! આમ મને તો લાગે કોઈ મારામાં તાકે ...કેમ સમજાવું મન ને કે હવે ની જનરેશન માં કેવી યાદો ભેગી કરશે...!! હજુય તેહવારો ઉજવાય છે અરે, પાશ્ચાત્ય સંસ્કૄતિના તેહવારો પણ હવે ઉજવાય છે. અરે, દિવસો એવા હતા કે પથ્થર માં પણ ભગવાન જોતા હતા હવે પથ્થર જેવા માણસો ભગવાન માં માનતા જોઉ છું ત્યારે એમ થાય છે કે ભગવાન તું ઇન્સાનિયતમાં તો રહે બસ !! આજે માસા ની દિકરી મધુ નો ફોન આવ્યો ને બંને ખૂબ યાદ આવ્યા તો થયું ચાલો લખી નાંખુ કઈક !! ભલે જિંદગી રોજ મને માંગે હું તો મારા માં થઈ ગઈ ગૂમ રે !! જૂઈ ને મોગરો મને રોજ ઉઠાડે...અભરાઈ ઉપર ગોઠવેલા ચકચકાટ વાસણો ની નીચે ચકલીએ બનાવ્યો'તો માળો તેમાંથી ચકા-ચકી ને બચ્ચા નો ચીં ચીં અવાજ હજુ યાદ આવે છે !!શિવજીના મંદિર ના પગલાં ચઢતાં ઘંટ વગાડી ને પ્રવેશતા માસી યાદ આવે છે ! ચણ ચણતાં કબૂતરો મને જાણે બોલાવે છે... પટાવે છે...લોભાવે છે !! ટપટપ મારા આંસુ સ્નો માં પડ્યા ને થીજી ગયા...વિતેલા દિવસો ની યાદો પાનખર ના સૂકા પાના ની જેમ ખર્યા...ને તેનું દુઃખ ભૂમિ ને લાગ્યું કે સફેદી ઓઢી ને મુજને સંકેતે છે કે મને પણ તારી સહાનુભૂતિ છે. આજે નેબર ના ભૂલકાંઓએ ભેગા થઈ ને સ્નો મેન બનાવ્યો...હું વિન્ડો માંથી હસતા-ખેલતાં ભૂલકાંઓને જોઈ રહી..સખત સ્નો પડે ત્યારે સ્નો-ડે પડે એટલે કે સ્કૂલમાં રજા પડે...બધા ખુશ સ્નોમાં રમવા ! બરફ ઉગ્યો સૂકી ડાળે ડાળે...ધોળુ ઘાસ...ઘોળા જ ફૂલો... બધા રૂફ ધોળા ધોળા..સાદગી નો પ્યોર પહેરવેશ ને ક્યાંક ક્યાંક સસલા ના પગલાં ..!! સ્નોમેન ઉપર નાક ની જગ્યાએ કેરોટ ( ગાજર) હતું તેને લેવા ચડ્યા...ને હું હસી પડી. આ ભૂખ કેવી વસ્તુ છે ?? ત્યાં તો ઠંડી નો સૂસવાટો આવ્યો ને સસલુ ભાગ્યું ....ડરી ગયું..ઠરી ગયું...ભાગી ગયું ..!! પવન સાથે સ્નો મેન પર પેહરાવેલ સ્કાર્ફ ફરફર ઉડ્યો...માંડ માંડ ચાલતા શીખેલો સોનુ પકડવા ગયો ને ઢ્બ્બ દઈને પડ્યો...સેરા આવી એની પાસે બેસી ગઈ ને સ્નો એંજલ બનાવા લાગ્યા...!! બાળકો નો કલરવ મને બહાર બોલાવી રહ્યો હતો....ને ઘર માં મારું પી સી ડોકિયા કરતું હતું ...ને ત્યાં તો પોસ્ટમેન આવ્યો ને હું મેઈલ લેવા બહાર નીકળી....અમારે ત્યાં બધાના મેઈલબોક્સ માં પોસ્ટમેન મેઈલ મૂકી જાય...!! તાજા પડેલા બરફ ના સફેદ ઢગલા માંથી ગોળો બનાવી ને પાછળ જોયું તો સોનુ ને સેરા બાજુ માં આવી ગયા..!! સેરા ઉપર મે ધીમે રહી  ને તે ગોળો ફેંક્યો...ને તેને પણ એવું જ કર્યુ...હું સેરા ની સાથે ખિલી ઉઠી ને ઢેબલા જેવા દેખાતા સોનુ ને તેડી લીધો...ને ગોળ ગોળ ફરી ને પાછો નીચે મૂકી દીધો. મેલ લઈ ને ને પાછી અંદર આવી ગઈ !! 

----રેખા શુક્લ