મંગળવાર, 14 મે, 2019

કિન્નર


ખાલીપો ભરતા તરતા શીખો... ને તરતા શીખી રાજીપો પામો. આવું નાનપણથી કહેતી આવતી જરા 
જુદા દેખાવવાળી લાગતી સવિતા જયશ્રી ને સમજાવતી. પણ બા, કહે તે પહેલા જ તેને ચૂપ કરતી સવિતા. બાજુમાં બેઠેલો વિષ્ણુ રોજ સાંભળતો આવ્યો જ હતો પણ પોતાના કામ સિવાય બીજા 
કશાય માં માથાકૂટ કરતો નહીં. સવિતાના સગા ભાઈઓએ સવિતાને સ્વીકારી નહોતી. હા તેનું કારણ જાણવા છંતા બીજા શું કહેશે તે ડરના લીધે માબાપ પણ વચ્ચે ના પડ્યા. ગુલાબ બધા ને ગમે પણ કાંટાનો હાર હોય તો પણ કોને ગમે ? આંખમાં ખૂંચતી ન દીકરી નદીકરામાં જણાતી સવિતા કિન્નર તરીકે ગણાઈ કિન્નર પાસે મોટી થઈ પણ પોતાના પગ પર થઈ ન થઈ ને તેણે બીજા સાત બાળકોને સાથે રાખ્યા. હા, સાત સાત બાળકોની ભરણપોષણ ની જવાબદારી ઉપાડેલી...બે વખત ખાવા પીવા ઘરમાં રાખીને 
મોટા કર્યા. હા, વિષ્ણુ ને જન્મતા ની સાથે કૂડા માં નાંખી દીધેલો. પોતાના સગા ભાઈનો દિકરો ગળે 
વળગાવી સવિતા તેને ઘર લઈ આવી. દીકરી નો અસ્વિકાર થતો આવ્યો તેમ આવા હલકા વર્ણમાં 
બેડોળતા ને ખોડ ગણવામાં આવતી. છક્કા નામે નામોશી લાગતી....ના સ્કૂલમાં કોઈ જઈ શકે ના
કોઈ મિત્ર મા બાપ કે  ભાઈ બહેન હોય. હા ઘણાએ વિષ્ણુ ને કિન્નર નો દીકરો કીધો. પણ આવા 
અસામાન્ય વાતાવરણમાં પણ તે ભણવા જતો. બધાની વાતો ના સાંભળી બરોબર કરી પોતાના 
ભણતર માટેતન તોડ  મહેનત કરતો રહ્યો. હાઇસ્કૂલ માંડમાંડ પતાવી શક્યો. આખરે કામની તલાશ પૈસાની અછતે કરાવી ત્યારે તે બોલ્યો...
"કોઈ કંઈ પણ કહે પણ એક કૂડા માં પડ્યો પડ્યો કોઈનું ભોજન ના બન્યાનો આનંદ છે. 
અને કિન્નર હોવા છંતા ખૂબ પ્રેમ થી જીવાડનારનો આભાર છે. લોકો બોલે તો ભલે બોલે પણ આમ મને આખા પરિવારનું સુખ મળી ગયું તેની ખુશી છે." ્છક્કાઓ વચ્ચે ના પ્રેમ ને જોઈ ઇન્ટરવ્યુ લેતા મારી આંખે ઝળહળીયા આવી ગયા...!! સવિતાએ 
ઉમેર્યું કે ભલે સમાજે અમારો તિરસ્કાર કર્યો અમને ના સ્વીકાર્યા પણ ભણતર ગણતર સાથે સંપને 
એકબીજાનું ધ્યાન રાખતા ને સામે ભરપૂર પ્રેમ દેતા મારા સાતે સાત બાળકોને પરણાવીશ પણ ખરી. 
એક પિતાનું શરીર, હ્રદયે મા નો પ્રેમ અને બેન તમારું ભગવાન ભલું કરે તેવા આશિષ દેતા 
સવિતા ના શબ્દો હું સાંભળી રહી ...વાહ રે કુદરત તારી સુંદરતા કમાલ છે. 
--- રેખા શુક્લ
From a little bit of googling, kinner is another word for Hijras, right?
Gay means a man (can also mean woman, although the word referring just to gay women is lesbian) who is sexually attracted (wants to have sex with) other men (women), and that's all it means.
Some gay men have a culture of being quite effeminate, or otherwise behaving/moving/dressing/talking in a different way to a totally average guy, but there are also huge numbers who don't. Either way, our identity - gender - is just as men. Your gender is separate from who you want to have sex with - you can be a man (or woman) who is sexually attracted to men, to women, to people from all genders, or to nobody at all, and still just be a man (or woman).
Hijras are not guys who are sexually attracted to other guys, they are people with a whole separate way of expressing who they are, they might express that their gender (you could say, soul?) is not male, but either female, or something different and neither male nor female. Some Hijras are attracted to guys, and I know a lot of Hijras work in the sex industry, but that doesn't necessarily mean they're attracted to men. I bet there are Hijras who are attracted to women, or who are only attracted to others like themselves.

Evening Shadows’ preview: ‘When you come out of the closet, you push your parent into a closet’

Sridhar Rangayan’s film, starring Mona Ambegaonkar, Devansh Doshi and Ananth Mahadevan

 "ઇવનીંગ શેડોઝ " હિન્દી મુવી યુનિક મુવી એના કોન્સેપ્ટ ની એક્સેપટ્ન્સી માટે: એક્ટીંગ સુપર ડુપર !! 

                                                   Image result for evening shadows
કેટલું મુશ્કેલ છે નોર્મલ ના હોય તે સ્વીકારવું...પણ નોર્મલ ને એબ્નોર્મલ ની પરિભાષા તુંડે તુંડે 
મતિર્ભિન્ના...!! 
--- રેખા શુક્લ

બુધવાર, 8 મે, 2019

ઉત્તરપત્રિકા


Image may contain: one or more people, people on stage and concert
ધ્રુજતા પગે ચશ્માં સરખાં કરતાં જ્હોન કોર્ટ્ના દરવાજે પહોંચ્યો. બાજુમાં થોડા વિખરાયેલા વાળ વાળી સિમ્પલ દેખાતી સેરા પણ અંદર દાખલ થઈ. બંને જણા કાંઈ ખાસ પ્રભાવિત કરે તેવા નહોતા લાગતા. ડ્ગુમગુ થતા જ્હોન માંડમાંડ " જજ " નિ સામે ઉભો રહ્યો લગભગ ૭૦ વર્ષ થયેલ ને ઓલમોસ્ટ ૫૫ વર્ષની સેરા હશે પણ બંનેએ એક જ કંપનીમાં ૨૨ વર્ષથી ઉપર સાથે કામ કરેલ. એકબીજાને સારી રીતે ઓળખતા અને પારિવારિક વાતો પણ શેર કરતા. તેથી જ તો સેરા જજ સામે બોલી ઉઠી કે જજ સાહેબ હું જહોનની સારી ફ્રેંડ છું. તેઓ ખૂબ ગરીબ છે.
અને જ્યાં રહે છે ત્યાં કાર પાર્ક કરવાની મનાઈ છે અલબત્ત પાર્કિંગલોટ કે પાર્કિંગપ્લેજ જ નથી. હેન્ડીકેપ થઈ ગયેલા દર્દથી પિડીત આ જ્હોન કાર વગર કામે પણ કેવી રીતે જઈ શકે ? પોલિસ તો નો પાર્ક ટિકીટ આપતો જ ગયો ને ફાઇનલ નોટીસ પછી આખરે કોર્ટ્માં આવ્યા છીએ કે તેમની સ્થિતિ નથી કે ગાડી વગર જીવી શકે કે પાર્કિંગ ટિકીટો ભરી શકે. તેથી ઇલલીગલ પાર્કિંગ ટિકીટો નો ચાર્જ તમે જો રદ કરી શકો તો મહેરબાની આપની. હું ને મારા હસબંડ તેમને મદદ કરવા માંગીએ છીએ. તેમને હજુ બીજા ધણા બધા ઓપરેશન પણ કરાવવાના છે. તેથી આપ જો આટલું કરશો તો અમે તમારા આભારી રહીશું. દર મહિને ૮૦૦ ની આવક છે ૪૦૦ તેમનું ભાડૂ છે. એમાં આટલી બધી ટિકીટો કઈ રીતે ભરાય...! ઓપરેશન ઉપર ઓપરેશન થયા હજુ બીજા બાકી છે.
ઉંમરનું અંતર ભૂલી જવાયું જ્યારે સ્નેહ સાથે સમજણ ભળી. બધા એકમત થયા.
જ્હોન ધડી ધડી પોતાના ચશ્માં ઉતારી આંસુ લૂંછી રહ્યો હતો... જજ સાહેબનું હ્રદય દ્રવી ઉઠ્યું...તેઓ પણ ધડપણ તરફ વધી રહ્યા હતા. તેમને શાંતિથી ઉત્તર આપ્યો કે તમારી બધી જ  ટિકિટો માફ કરવામાં આવે છે. પોલીસ ઓફિસર પણ સાંભળતો હતો કાયદા અનુસાર પોતે આપેલ ટિકિટો માટે શરમ અનુભવતો હતો. જજે કહ્યું પણ બૂટ્લોક માટે તમારે ૧૦૦ ડોલર્સ તો ભરવા જ પડશે. અને સેરા તમે સાચા ફ્રેંડ છો. સિનિયર્સ તરફ તમે  કૂણી લાગણી દર્શાવી છે ને મદદ કરી રહ્યા છો તમે ખરેખર સારા ફ્રેંડ છો. પોલિસ ઓફિસર ને જજ તો ત્યાં સુધી સહમત થયા કે છે મહિનામાં તમે ૧૦૦ ડોલર્સ ભરી ના શકો તો પણ કોઈ વાંધો નથી જસ્ટ ફોન કરી ને જણાવી દેજો વધુ મુદત આપીશું. હજુ પણ દુનિયામાં ભલાઈ કરવાવાળા માણસો જીવે છેતેનો પૂરાવો દેખાયો. કોર્ટમાં કોઈની આંખો કોરી નહોતી.
---રેખા શુક્લ
No photo description available.
માનવતા નો દિવ્ય સિતારો ઃઃઃઃઃઃઃઃ Make the World A Better Place
Be the change you wish to see in the world.           
--- M. K.  GANDHI ji

Image may contain: one or more people


વિશ્વને રહેવા લાયક બનાવો જો બધા "માનવસાધના" જેવી ચેરીટી સંસ્થામાં સક્રિય ભાગ લે. પૈસા આપી - સ્કૂલ માટે બાળકો ને ચોપડીઓ-નોટબૂક પેન-પેન્સિલ આપો. નોબલ પીસ પ્રાઈઝ ૨૦૬૯ અમદાવાદથી નાના ભૂલકાઓએ અમને અઢી થી ત્રણ કલાક એન્ટરટેઇન્ટ કર્યા. તે ઉપરાંત જમ્યા પણ ખરા.
એમના શો માં તેમણે ગાંધીજીની વાત કહી. માર્ટીન લ્યુથર કીંગ ; મલાલા, વાનગેરી મથાઈ, મસહિસા ગોઈ, યુસરા મરદિનીઆદ, ને બીજા અનેક પોઝીટીવ  આઇકાનીક આઈડલ્સ હુ બ્રોટ ચેંજ ઇન વર્લ્ડ. આપણી પાસે કેટલો બધો પાવર હોય છે... આપણે જાણતા પણ નથી ને ક્ષમતા પણ ધરાવતા નથી. "માનવસાધના" નો સક્સેસફૂલ શો ગ્લોબલ  પ્રસિધ્ધ થઈ રહ્યો છે. ને ભૂલકાઓ કેટલાં બધા જુદા જુદા પ્રાપ લઈ ને આવ્યા હતા. તે માની ન શકાયુ. બધા જુદા જુદા દેશો માં જશે ને ચેરીટી માટે સતત મહેનત કરી અમદાવાદ પૈસા અનુભવ ખુશી ને બીજા માટે કંઈક કર્યાનો સંતોષ લઈને પાછા ફરશે. શાંતિ ના દૂત પ્રાર્થના ને પ્રેમ દ્વારા દુનિયા માં બદલાવ લાવી રહ્યા છે. આત્મવિશ્વાસ- આશા-એકતા-ને શાંતિ નો પ્રચાર કરતા દરેક વખતે પ્રેમના પ્રતિક સમા આ બાળકો વિશ્વમાં શાંતિ થી જીવવા માગે છે. દરેકની ફરજ છે કે આ વિશ્વમાં તમે મહેમાન તરીકે આવ્યા છો ભાવિ પેઢી માટે શું મૂકી જશો તે તો વિચારો. દરેકે પોતાની જવાબદારી ઉપાડી ફરજીયાત સેવા દેવી ને નબળા ને સમર્થ કરતા આગળ વધતા રહેવું. આમાં કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું ને અભિમાન કરવાની જરૂર નથી. કેમ કે મા-બાપ બનવું સહેલું છે. પણ બાળકો માટે આદર્શ ઉદાહરણ બનવું અઘરું છે. નવા વૄક્ષો વાવવામાં મદદગાર બનો.  અમુક બાળકો ખૂબ ગરીબીમાં જીવે છે તેમની દશા જોઈ ના શકાય. અહિંસા માં માનો તે કહેવાથી નહીં પણ ઉદાહરણ દ્વારા શીખવો કેમ કે આપણા કરતા આપણા બાળકોએ ટેકનોલોજી સાથે ઝઝૂમવાનું છે.આજ રીતે ઘરડા માટે રોજનું જમવાનું પૂરુ પાડવું સેવા કરવી એમના દુઃખના ભાગીદાર થવું તે બધું નવી જુની એકટીવીટી દ્વારા સક્રિયતા જાળવી રાખી દરેક ને ખુશ રાખવામાં આવે છે. જેમ નાનપણ માં શિક્ષણ ની જરૂરિયાત છે તેમ ઘડપણમાં શુધ્ધતા-દવા દારૂ ઇલાજ બધાની પણ જરૂરિયાત છે. તેથી સેવા જે રીતે બની શકે તે રીતે કરવા નમ્ર વિનંતી છે.
--- રેખા શુક્લ
Image may contain: one or more people and people on stage

અમારી ટૂંકી મુલાકાત 'કાર્લ' સાથે


Image may contain: 1 person, smiling, eyeglasses and closeup
ઓસ્ટ્રિયામાં જન્મેલ કાર્લ ને અમારી ટૂંકી મુલાકાત માટે દુઃખ લાગ્યું તો અમે સન્ડે સની વેધરમાં ફરી મળવાનું નક્કી કર્યું. હાઈટ બોડી નોર્મ્લ ને ૮૫ વર્ષની ઉંમરમાં પણ તેના સોનેરી વાળ ને પાણીદાર ગ્રીન ચમકીલી આંખો અમને જોઈને હસી ફરી. ગુજરાતી નામનું ઉચ્ચારણ પ્રોપર રીતે કરતા જોઈ મને થોડું અચરજ લાગ્યું તો ખરું જ. પોતાની વાત કરવા તે તત્પર હતા. વાત ઉપરથી લાગ્યું નહીં કે ૫ બાળકો વચ્ચે તે એક્લતા અનુભવતા હશે.
ડાઉનટાઉનમાં મોટું ઘર હતું તે વેચવા મૂકેલુ તે હજુ ગયા અઠવાડિયે જ વેચાઈ ગયું. હાશકારો અનુભવતા ખુશી વ્યક્ત કરતા તેમણે ફરી બોલવાનું ચાલું કર્યું અને તે પણ માત્ર મેઈલ લેતા લેતા જ. બેકયાર્ડ્માં ફરફર ફરતી પવનચક્કી સામે જોઈ બોલ્યા પવન જો કેવો ગાંડો થયો છે આજે. આવો જ એક દિવસ હતો જ્યારે હું ખૂબ નાનો હતો. હીટલર નું શાસન ચાલતું હતું ને કોન્સનટ્રેશન કેમ્પ્સમાં કાર્લના પિતાજી ગુજરી ગયા... મારી નંખાયા !! અમે તેમની ગ્રીન આંખે ઝળઝળીયાં જોયા 'પછી શું થયું ' ના મારા પ્રશ્ને મોમ સાથે પરિવાર મિશિગન માં મૂવ થયાની વાત કરી. મારી કૂતુહલતા આગળ વધતી રહી.. પૂછીજ લીધું કે તમે ત્યાંથી કઈ રીતે આવ્યા ? ઓહ 'જ્યુ' છો એમ ને? ના " પોલેન્ડના અમે પોલીશ પણ રશિયા ને જર્મની ત્યારે વોર માં તેથી અમને પાછા મોકલવાના બદલે રેફ્યુજી તરીકે અમેરીકાએ સ્વીકાર્યા. આમ તેઓ ૧૬ વર્ષની વયે મિશિગન માં રહેવા લાગ્યા.ભણતરમાં બરકાર ના થવાયું જવાબદારી હતી તો કામે લાગવું જ પડ્યું. ને થનગનતી યુવાન ને વાયોલા સાથે સંગત થઈ...બંને પ્રેમ-પંખીડા ગળાડૂબ પ્રેમમાં અંતે લગ્ન કરી સેટલ થયા.એ દીકરો ને એક દીકરી ના મા-બાપ બન્યા પણ બંને વચ્ચે દરેક બાબતમાં મતભેદ ના લીધે રોજ રોજના ઝગડા નો અંત ૩૦ વર્ષ ના લગ્ન પછી  ડિવોર્સમાં પરિણમ્યા. દીકરો ને દીકરી આમ તો આવતા જતા હતા જ પણ ફરી એકલતાએ ૪૫ વર્ષના કાર્લ નો ભેટો મારિયા સાથે થયો. થોડા વર્ષોના અંતે બીજા ૩ બાળકોના પિતા થયા. મારિયા સાથે ઘણું જ બનતું.... બધી બાબતમાં કાર્લ સાથે સહમત હોય.  પણ કેન્સરના ભયંકર રોગ નો ભોગ બનેલ મારિયા અંતે કાર્લ ને છોડી ને ચાલી ગયા. .. મૄત્યુને આધિન થયા કાર્લ ને ખૂબ દુઃખ થયું પણ શું થાય...!!
મોટરબાઈક પર કાર્લના સન આવેલ ને ઇન્ડીયાના થી તેમની દીકરી પણ. બધા હોવા છંતા હવેની એકલતા જરા જુદી હતી... દીકરાની વહુ ક્યારેક ક્યારેક હૌકલી કરી જ્તી ક્યારેક તેમનો ગ્રાંડસન હોય.
જૂનુ ઘર વેચતા કાર્લે પોતાને ગમતી વ્હાલી એન્ટિક ટ્રેઈનમાંથી થોડી લઈ બીજી બધી તેમના ગ્રાંડસન ને ભેટ તરીકે આપી ત્યારે તેઓ બંને ખૂબ ખુશ હતા. હવે જ્યારે શાંત ધર માં  નિરવતા કરડવાં આવે છે ત્યારે પાછો વિચાર કરી લીધો કે એક રૂમમાં નાની જગ્યા માં મનગમતી ટ્રેન ફરી ફરતી કરવાનો. હા, ને ખુશ થતા બોલ્યા કે મે મારા ગ્રાંડસન પાસેથી બીજી થોડી ટ્રેનો ભાડે લેવાનું નક્કી કર્યું છે... તે માની ગયો છે. બોલો આજકાલ ના બાળકો પણ કેવા ચાલાક ને ચબર1ક  છે !! આટલા વર્ષે પણ વોકિંગ-સ્વીમીંગ- સાયકલિંગ નો શોખ હોવા છંતા ગરાજ ખુલ્લુ કરીને પ્રોફેશનલ  સો થી વુડ કાપતા જોયેલા તો મે પૂછ્યું તમે ટ્રેઇન ટ્રેક્સ બનાવી રહ્યા છો ને ? પ્લીઝ બી કેર ફૂલ, બ્લેડ ઇઝ ટુ શાર્પ..! નો પ્રોબ્લેમ રેખા આઇ એમ યુઝ ટુ..!! આખી લાઈફ તે બુચર રહ્યા હતા. એક વેટરન ની અનોખી જીવન કથા...ને તેમની લાગણી ભરેલી ઉત્સાહિક વાતો.. ૮૫ વર્ષના જુવાન ને ફટાફટ ચાલતા ને સાઇકલ ચલાવતા જોઈ રહી.વ્યક્તિદીઠ અગલ કહાની...અલગ ટેવો ને અગલ શોખમાં જીવાતી જિંદગાની. ચિત્રપટ ચી ચાંગ્લી કહાની.
----- રેખા શુક્લ