શુક્રવાર, 17 નવેમ્બર, 2017

મિત્ર એટલે તું...Hum Sath Sath Hai :)





કોમર્શીયલ આર્ટ વર્ક સ્ટારટેડ ઇન બાર્ન...એનીમેશન ની દુનિયામાં પગ મૂક્યો પણ ઓલરેડી પાંચ છ વર્ષ લેટ થઈ ગયેલું. ત્યાં સુધીમાં તો એમજીએમ તથા ફિલિક્સધ કેટ ન્યુયોર્ક માં બીગ  કંપની થઈ ગયેલ. ને કામ મફતમાં કર્યા પછી જ્યારે કોન્ટ્રેક્ટ ઓર્ડર મળે તો પૈસા ના મળ્યા ને પછી છેવટે પોતાની કંપની ખોલી પોતાના જ માટે કામ કરવાનું વિચાર્યું... આ વાત છે આર્ટીટ્સ્ટ વોલ્ટ ડિઝની ની...ફાર્મ પર ઉછેર થવાથી  બાળપણમાં હાર્ડ વર્ક કરવાની ટેવ પડી ને ત્યાં ઉછેરાતાં એનીમલ્સ
સાથે પણ વોલ્ટ ને ખૂબ મેળ.. બાર્ન ફેન્સ પર ચોક થી ડ્રો કરે બતક ને ઘોડા..પણ તેના ફાધર ને જરા પણ ના ગમે. આર્ટીસ્ટ નેવર મેક્સ મની આ જ માન્યતા ના લીધે પપ્પા એ કદી મને આર્ટ લાઈન ના લેવા દીધી...ને લગ્ન પછી ફરી મોકો મળ્યો ત્યારે હજુ ડ્રાઇવીંગ નહોતું આવડતું ને આર્ટ કોલેજ ૩૫ માઈલ દૂર હતી તો ટ્રેન પકડીને જવાનો ડર હતો. પ્રોગ્રેસ ડરે જ અટકાવ્યો. પપ્પા નું આર્ટ એકદમ ટોપ રેંકનું હતું દાદાજી દેવલોક પામ્યા ને ઘર ની બધી જવાબદારી તેમના પર આવી ગઈ ને રહી
ગયું આર્ટ બાજુમાં ..!! ક્યાંક કશુંક કે કોઈ છૂટી જાય કાં તો છોડી દેવાય ...ને સમજાયું કરવું છે તો કરવું જ જોઈએ. અત્યારે ને આજ થી જ શરૂઆત ..ને આમ વેઝ પેઇન્ટીંગ ચાલુ થયું ને શ્રી. મહેશજી નો બેસ્ટ સપોર્ટ હંમેશા મળ્યો. ઘરકામ માંથી જ્યારે સમય મળે ત્યારે લખવાનું ચાલું થઈ ગયું હા જીવવાનું શરૂ થઈ ગયું ...કામ સાથે. બાળકો શીખવે, દિવસો શીખવાડે, ને દર શિયાળે ભારત ખૂબ યાદ આવે પણ બિલ ભરવાના હોય ત્યારે માથૂં ઉંચુ કર્યા વિના બંને કામ કરતા રહ્યા. ખેદ નહોતો પણ અક્ષરોને મળી વાચા તો મજા નો રંગ ભળ્યો...સપના ભળી કવિતા સંગ ને અક્ષરોની કૂંપણ ફૂંટાતી રહી. ધબકાર બની ને કવિતા બ્લોગ પર ઉતરી ને છેવટે બુક પ્રકાશિત કરી.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો